ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Tharad: થરાદના ભાચર ગામમાં અદ્યતન નવી લાઈબ્રેરીનું લોકાર્પણ કરાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Aug 28, 2025 11:47 pm
PM મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ, ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસને લીધી આડે હાથે
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. સોશિયલ સાઈટ X પર એક પોસ્ટમાં, અમિત શાહે કહ્યું કે વડ પ્રધાન અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ "માત્ર નિંદનીય જ નહીં પણ આપણા લોકશાહી પર એક કલંક પણ છે." કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ એ સહન કરી શકતી નથી કે એક ગરીબ માતાનો પુત્ર છેલ્લા 11 વર્ષથી પ્રધાનમંત્રી તરીકે કેવી રીતે સેવા આપી રહ્યો છે. "રાહુલ ગાંધીના નેતૃત્વમાં, કોંગ્રેસનું રાજકારણ તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોંગ્રેસ પાર્ટી તેના જૂના માર્ગો અને પાત્ર પર પાછી ફરી છે, જેના દ્વારા તેણે હંમેશા દેશની રાજકીય સંસ્કૃતિને ઝેર આપ્યું છે.
Aug 28, 2025 11:38 pm
રાજકોટમાં રિક્ષાવાળાનો આતંક
Aug 28, 2025 11:26 pm
અનમોલ બિશ્નોઈ છે માસ્ટર માઈન્ડ
અનમોલ બિશ્નોઈ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને કથિત માસ્ટરમાઈન્ડ છે. કોર્ટે તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ (NBW) જાહેર કર્યું છે. તે હજુ પણ ફરાર છે અને કદાચ અમેરિકા અથવા કેનેડામાં છે. ચાર્જશીટમાં શુભમ લોંકરને વોન્ટેડ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ (NBW) પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મોહમ્મદ યાસીન અખ્તર સામે બિન-જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો તે જ ચાર્જશીટમાં અન્ય વોન્ટેડ આરોપી તરીકે સમાવેશ થાય છે.
Aug 28, 2025 11:11 pm
Baba Siddiqui Murder Case : હત્યાકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે આરોપી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીકી હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલો આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય છે અને તેનું નામ અમોલ ગાયકવાડ છે જે પૂણેનો રહેવાસી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલની ટીમે ગાયકવાડની પૂણેથી ધરપકડ કરી છે. માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અમોલ ગાયકવાડ ફરાર આરોપી શુભમ લોંકરને મુંબઈ લાવવાની દેખરેખ રાખતો હતો. બાબા સિદ્દીકી હત્યા કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 26 આરોપીઓની ધરપકડ કરી છે. તે જ સમયે, આ કેસમાં હજુ પણ 3 આરોપીઓ વોન્ટેડ છે. તેમાં અનમોલ બિશ્નોઈ, શુભમ લોંકર અને મોહમ્મદ યાસીન અખ્તરનો સમાવેશ થાય છે.
Aug 28, 2025 10:57 pm
પોરબંદરમાં હનીટ્રેપમાં એક વ્યક્તિનો આપઘાત
Aug 28, 2025 10:49 pm
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
Aug 28, 2025 10:38 pm
કચ્છના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળ્યા
Aug 28, 2025 10:26 pm
ગીર સોમનાથના તાલાલામાં AAPની જાહેરસભા
Aug 28, 2025 10:11 pm
ડીસામાં પરણિતાને વિધર્મી યુવક ભગાડી જતા રોષ
Aug 28, 2025 09:55 pm
PM મોદીના માતા પર અભદ્ર ભાષાનો પ્રયોગ
Aug 28, 2025 09:42 pm
RSS ચીફ મોહન ભાગવતે કહ્યું 'દરેક ભારતીયના 3 બાળકો હોવા જોઈએ, તે દેશ માટે જરૂરી '
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું કે દેશમાં દરેક વ્યક્તિએ 3 બાળકોને જન્મ આપવો જોઈએ. જો જન્મ દર 3 કરતા ઓછો હશે તો આપણે ધીમે ધીમે અદૃશ્ય થઈ જઈશું. RSSના 100 વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત 3 દિવસીય વ્યાખ્યાન સિરિઝમાં ભાગવતે કહ્યું કે લોકોએ 3થી વધુ બાળકો ન પેદા કરવા જોઈએ, જેથી વસ્તી નિયંત્રણમાં રહે. તેમણે એમ પણ કહ્યું કે ધર્માંતરણ અને ગેરકાયદેસર સ્થળાંતર વસ્તી વિષયક અસંતુલનના બે મુખ્ય કારણો છે.
Aug 28, 2025 09:31 pm
સુરેન્દ્રનગરમાં યુવતીની લાશ મળી
Aug 28, 2025 09:19 pm
બનાસકાંઠાના મહિલાના વેશમાં પુરુષ ઝડપાયો
Aug 28, 2025 08:54 pm
રાજ્યના 118 PSI ની બદલીના આદેશ
રાજ્યના 118 બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની બદલીના આદેશો ગુજરાત પોલીસ વડા (DGP) ની કચેરી દ્વારા જારી કરવામાં આવ્યા છે. આ આદેશોથી પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો જોવા મળશે. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી છે અને તેનો ઉદ્દેશ્ય પોલીસ કાર્યક્ષમતા અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાનો છે.
Aug 28, 2025 08:48 pm
અમદાવાદમાં ઢોર છોડાવનાર શખ્સ સામે AMCની કડક કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રખડતા ઢોર છોડાવનાર દર્શિલ દેસાઈ નામના શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઘાટલોડિયામાં આવેલા તેના ગેરકાયદેસર ઢોરવાડા તોડી પાડવામાં આવ્યા છે, જે તેણે પોતાના ઘરમાં બનાવ્યા હતા. આ ઉપરાંત, પાણી અને ઇલેક્ટ્રિક લાઇનના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. આ કાર્યવાહી 20 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાના સંદર્ભમાં કરવામાં આવી છે. તે દિવસે સીએનસીડી (Cattle Nuisance Control Department) વિભાગે રખડતા ઢોર પકડ્યા હતા, ત્યારે આરોપી દર્શિલ દેસાઈએ વાહન રોકીને પોલીસ સાથે ઝપાઝપી કરી ઢોર છોડાવી લીધા હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.
Aug 28, 2025 08:23 pm
સાબરકાંઠાના ઇડરમાં ભારે વરસાદથી જળબંબાકાર, વાહનવ્યવહાર ઠપ્પ
સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં છેલ્લા કેટલાક કલાકમાં ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. વરસાદના પરિણામે ઇડર-હિંમતનગર હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ઇડરના મુખ્ય રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો છે. પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંડરબ્રિજમાં પાણી ભરાવાના કારણે 5થી 7 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે.
Aug 28, 2025 08:23 pm
ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી: ભાજપના ઉમેદવાર બિનહરીફ, અન્ય ઉમેદવારોની ચકાસણી આવતીકાલે
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી માટે કુલ 51 ઉમેદવારોએ 107 ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ચૂંટણીમાં ઠાસરા બ્લોકમાંથી ભાજપના ઉમેદવાર પ્રિતીબેન પરમાર બિનહરીફ જાહેર થયા છે. પ્રિતીબેન પરમાર અમૂલના પૂર્વ ચેરમેન સ્વ. રામસિંહ પરમારના પુત્રવધૂ છે. આ ઉપરાંત, બાલાસિનોરની બેઠક પણ બિનહરીફ થવાની શક્યતા છે. આવતીકાલે, ભરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે.
Aug 28, 2025 08:23 pm
પાટણ: ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ હટાવતા હોબાળો
પાટણમાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને-સામને આવી ગયા છે, કારણ કે ટીબી ત્રણ રસ્તા ખાતેથી ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ચીફ ઓફિસર દ્વારા પોલીસને સાથે રાખીને આ હોર્ડિંગ્સ ઉતારવાનું કામ શરૂ થતાં ભારે હોબાળો થયો છે.
Aug 28, 2025 08:23 pm
સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના હનુમાન મંદિર, સબજેલ વિસ્તાર, એપ્રોચ રોડ અને માતૃછાયા સોસાયટી પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે. ખાસ કરીને હનુમાન મંદિર પાસે વારંવાર પાણી ભરાતા સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Aug 28, 2025 08:03 pm
અમદાવાદમાં પવન સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે પાણી ભરાયા છે, જેનાથી વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી રહી છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને રાહત મળી છે.
Aug 28, 2025 07:51 pm
ભુજમાં યુવક-યુવતી પર છરીથી હુમલો
ભુજમાં સંસ્કાર સ્કૂલ પાસે એક યુવક અને યુવતી પર છરી વડે હુમલો થવાની ઘટના બની છે. એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર હુમલો કર્યા બાદ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં ઘાયલ થયેલા યુવક-યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Aug 28, 2025 07:51 pm
ભાવનગરમાં ઋષિ પાંચમની આસ્થાભેર ઉજવણી, કોળિયાક ખાતે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
ભાવનગર જિલ્લામાં ભાદરવા સુદ પાંચમના દિવસે ઋષિ પાંચમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. આ પાવન પર્વ નિમિત્તે, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં સમુદ્ર સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. ઋષિ પાંચમના દિવસે દરિયાઈ સ્નાનનું અત્યંત મહત્વ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધાઓએ અહીં સમુદ્રમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ સમુદ્રની વચ્ચે આવેલા શિવ મંદિરના દર્શન કરીને ધાર્મિક પરંપરાનું પાલન પણ કર્યું હતું. આ દિવસે સામો (મોરૈયો) અને દહીં ખાવાની પરંપરા પણ હોય છે.
Aug 28, 2025 07:51 pm
અમદાવાદમાં બે જર્જરિત મકાન ધરાશાયી
અમદાવાદ શહેરના જુના વિસ્તારોમાં આવેલા બે જર્જરિત મકાનો ધરાશાયી થયા છે. આ ઘટના સારંગપુર ચકલાની લીમડા પોળ અને રાયપુર ચકલા ખાતે પારેખની ખડકીમાં બની હતી. જોકે, સદનસીબે આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. તંત્ર દ્વારા આસપાસના અન્ય જર્જરિત મકાનોની ચકાસણી કરીને જોખમ ટાળવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Aug 28, 2025 07:50 pm
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, કીમ નદીમાં નવા નીર
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને નેત્રંગ તાલુકામાં માત્ર બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદને કારણે ડહેલી ગામ નજીકના ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. આ ઉપરાંત, વરસાદના કારણે કીમ નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
Aug 28, 2025 07:50 pm
નવસારીના દરિયા કિનારે બે માછીમારોની લાશ મળી
નવસારી જિલ્લાના દાંડી અને બોરસીના દરિયા કિનારા પરથી બે અજાણ્યા પુરુષોની લાશ મળી આવી છે. આ લાશો દરિયાના પાણીમાં તણાઈને કિનારા પર આવી હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં આ લાશો જાફરાબાદના ગુમ થયેલા માછીમારોની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ અને સ્થાનિક તંત્રએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Aug 28, 2025 07:50 pm
વડોદરાના ડેસર તાલુકામાં ધોધમાર વરસાદ
વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડેસર શહેર સહિત વાલાવાવ, વેજપુર, વરસડા, સાંઢાસાલ, પાંડુ મેવાસ અને છાલિયેર જેવા ગામોમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે ડેસરના માર્ગો પર પણ પાણી વહેતા થયા છે, જે ખેતી માટે ફાયદાકારક સાબિત થશે.
Aug 28, 2025 07:50 pm
ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દહેગામ શહેર ઉપરાંત લીહોડા, ખાનપુર અને પાલૈયા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
Aug 28, 2025 07:50 pm
છોટાઉદેપુરમાં હેરણ નદીમાં પૂર
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી હેરણ નદીમાં પૂર આવતાં એક ગોવાળિયો ફસાઈ ગયો હતો. ભારે પ્રવાહ વચ્ચે પોતાનો જીવ બચાવવા માટે તે એક ઝાડ પર ચડી ગયો હતો, જ્યાંથી ફાયર બ્રિગેડની ટીમે સમયસર પહોંચીને તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.
Aug 28, 2025 07:13 pm
અમદાવાદમાં પાર્કિંગ ચલાવતી 'સંગમ એજન્સી'ને બ્લેકલિસ્ટ કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી-લેવલ પાર્કિંગ ચલાવતી 'સંગમ એજન્સી'ને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ એજન્સી પ્રહલાદનગર વિસ્તારમાં પાર્કિંગની કામગીરી સંભાળતી હતી, પરંતુ નોટિસ આપવા છતાં યોગ્ય જવાબ ન આપવાને કારણે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે પ્રહલાદનગરના પાર્કિંગની કામગીરી નવરંગપુરાની 'આરોહી કંપની'ને સોંપવામાં આવી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે મનપા નિયમોનું પાલન ન કરનાર સામે કડક વલણ અપનાવી રહી છે.
Aug 28, 2025 07:12 pm
બોટાદ: ઋષિ પંચમી નિમિત્તે ઘેલો નદીમાં ભક્તોનું સ્નાન
બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલી પવિત્ર ઘેલો નદીમાં ઋષિ પંચમીના પાવન પર્વે મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કર્યું હતું. આ દિવસે બપોર બાદ નદીમાં સ્નાન કરવાનું વિશેષ મહાત્મ્ય હોવાનું મનાય છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ નદીમાં સ્નાન કર્યું હતું અને તે ત્યારથી પ્રસાદી સ્વરૂપે માનવામાં આવે છે. આ કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને શહેરીજનોએ નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
Aug 28, 2025 07:12 pm
સાબરકાંઠાના ઇડરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી જનજીવન ખોરવાયું છે. ઇડર-ખેડબ્રહ્મા રોડ, વલાસણા હાઇવે અને વિવિધ સોસાયટીઓ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલો છે.
Aug 28, 2025 07:12 pm
ખેડામાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
ખેડા જિલ્લામાં એસીબી (ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો)એ લાંચ લેતા લીંબાસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પંકજકુમાર તખતસંગ મેરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપી કોન્સ્ટેબલે ગુનો દાખલ ન કરવાના બદલામાં ફરિયાદી પાસેથી રૂપિયા 60,000ની લાંચ માંગી હતી. જોકે, ફરિયાદીએ રૂપિયા 40,000 આપવાની તૈયારી બતાવતા, કોન્સ્ટેબલ તે રકમ સ્વીકારતા જ પકડાઈ ગયો.
Aug 28, 2025 07:12 pm
મહેસૂલી તલાટીની પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટીની ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 14 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે મંડળની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવાની સલાહ આપવામાં આવે છે.
Aug 28, 2025 07:12 pm
અરવલ્લીના મેઘરજમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં માત્ર બે કલાકમાં જ ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે આંબાવાડી, ગાયત્રી સોસાયટી, મદની અને નવજીવન સોસાયટી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, મેઘરજ-ઉંડવા મુખ્ય બજાર અને પંચાલ રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેનાથી અવરજવર ખોરવાઈ ગઈ છે.
Aug 28, 2025 07:12 pm
ગાંધીનગરમાં ભાજપ દ્વારા પદયાત્રા કેમ્પ
ગાંધીનગરમાં ભાજપ દ્વારા પદયાત્રીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની મુલાકાત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ લીધી હતી. પદયાત્રીઓને સુવિધા મળી રહે તે માટે આ કેમ્પમાં મેડિકલ સેવાઓ, ચા-નાસ્તો અને અન્ય જરૂરી સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Aug 28, 2025 07:11 pm
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 9 માર્ગો બંધ
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે ખાપરી અને અંબિકા નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ કારણે જિલ્લાના નવ જેટલા માર્ગો પર આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી વાહનવ્યવહાર થંભી ગયો છે. મોટાભાગના માર્ગો બંધ થઈ જતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Aug 28, 2025 07:11 pm
છોટા ઉદેપુરની ઉચ્છ નદીમાં ઘોડાપૂર, ડાયવર્ઝન ધોવાયું
છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે પાવી જેતપુર તાલુકાના ઝાબ ગામ નજીક આવેલી ઉચ્છ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ધોધમાર વરસાદથી નદીમાં નવા નીરની આવક થતાં તે બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીનું સ્તર વધતાં ત્યાં બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
Aug 28, 2025 07:11 pm
સાપુતારામાં ભેખડ ધસી પડી, વાહનવ્યવહાર પૂર્વવત
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ગણેશ મંદિર નજીક એક મોટી ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનાને કારણે રસ્તા પર પથ્થરો અને માટીનો ઢગલો થઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરીને રસ્તા પરથી કાટમાળ હટાવીને વાહનવ્યવહાર ફરીથી શરૂ કરી દેવામાં આવ્યો છે.
Aug 28, 2025 07:11 pm
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુદ્દે મોહન ભાગવતનું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષના મુદ્દે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, "જો અમારે આ અંગે નિર્ણય લેવાનો હોત, તો આટલો સમય ન લાગે." તેમણે વધુમાં જણાવ્યું કે, "ભાજપ પાર્ટી ચલાવે છે અને અમે સંઘ ચલાવીએ છીએ. તેઓ તેમના કામમાં નિષ્ણાત છે, જ્યારે અમે અમારા કામમાં નિષ્ણાત છીએ." આ નિવેદન દ્વારા તેમણે સંઘ અને ભાજપ વચ્ચે કોઈ મતભેદ ન હોવાનો પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે.
Aug 28, 2025 06:24 pm
બનાસકાંઠામાં નેશનલ હાઇવે ઓથોરિટીની વાનમાં દારૂની હેરાફેરી, ત્રણ આરોપી ઝડપાયા
બનાસકાંઠાના અમીરગઢ પાસે નેશનલ હાઈવે ઓથોરિટીની પેટ્રોલિંગ વાનમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ કાર્યવાહી કરીને રૂપિયા 3.99 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વાનમાં દારૂની હેરાફેરી કરી રહેલા ત્રણ આરોપીઓ - કમલેશ ઝાલા, યોગેશ ઠક્કર અને પ્રવીણ સોલંકીની ધરપકડ કરી છે. આ ઘટનાએ હાઈવે ઓથોરિટીની વાહનોના દુરુપયોગ અંગે સવાલો ઉભા કર્યા છે.
Aug 28, 2025 06:24 pm
છોટાઉદેપુરમાં ઓરસંગ નદી બે કાંઠે, રમણીય દ્રશ્યો સર્જાયા
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે આ વિસ્તારની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીની ભરપૂર આવકથી નદીમાં ઘોડાપૂર જેવો માહોલ સર્જાયો છે, જેના કારણે અત્યંત રમણીય અને સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે.
Aug 28, 2025 06:24 pm
આણંદ અમૂલ નિયામક મંડળની ચૂંટણી: ઉમેદવારી પત્રોની આવતીકાલે ચકાસણી
આણંદમાં આવેલા અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે હાથ ધરવામાં આવશે. આ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે.
Aug 28, 2025 06:24 pm
કનુ ડાભીના પત્ર પર કાળુસિંહ ડાભીની પ્રતિક્રિયા, ભાજપ પર આકરા પ્રહાર
કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુ ડાભીના પત્રથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાળુસિંહ ડાભીએ આ મામલે નિવેદન આપતા કનુ ડાભીના બળાપાને યોગ્ય ગણાવ્યો છે. કાળુસિંહ ડાભીએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે સરકાર વિકાસના કામોમાં પણ ભેદભાવ કરી રહી છે અને ચોમાસામાં તૂટેલા રસ્તાઓ પરથી સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને તરત જ પદ આપી દીધા છે, જેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે રાજેશ ઝાલાને માત્ર બે મહિનામાં જ ટિકિટ આપી દેવામાં આવી હતી.
Aug 28, 2025 06:24 pm
આણંદમાં ફોર્મ ભરવા દરમિયાન થયેલી ધક્કામુક્કી પર ભાજપના ઉમેદવારની પ્રતિક્રિયા
આણંદ જિલ્લામાં ફોર્મ ભરવા દરમિયાન થયેલી ધક્કામુક્કીના મામલે બાલાસિનોરના ભાજપના ઉમેદવાર રાજેશ પાઠકે પ્રતિક્રિયા આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના આગેવાનો એક બળવાખોર ઉમેદવારને લઈને આવ્યા હતા અને તે બળવાખોર ઉમેદવારે અપશબ્દો બોલતા મામલો વધુ બિચકાયો હતો. રાજેશ પાઠકના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના આગેવાને પોતાના કાર્યકરોને પૈસાનું પ્રલોભન આપીને ઉશ્કેર્યા હતા અને બળવાખોર ઉમેદવારે હુમલો કરવાનો પ્રયાસ કરતા માથાકૂટ થઈ હતી.
Aug 28, 2025 06:24 pm
છોટા ઉદેપુરના સિંહાદામાં નદીમાં તણાયેલો યુવક લાપતા
છોટા ઉદેપુરના સિંહાદા ગામે ભારે વરસાદના કારણે ધામની નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ ઘોડાપૂરમાં એક યુવક તણાયો હોવાની ઘટના બની છે, જે હજુ સુધી લાપતા છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા યુવકને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Aug 28, 2025 06:23 pm
મોરબીમાં ફાયર સેફ્ટીના અભાવે કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ
મોરબીમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરનાર કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે પાલિકાએ કડક કાર્યવાહી કરી છે. જેલ રોડ પર આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં નોટિસ આપ્યા છતાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ ન કરાતા મનપાએ સીલ માર્યા છે. આ કાર્યવાહીમાં 15થી વધુ ચાલુ દુકાનોને સીલ કરવામાં આવી છે.
Aug 28, 2025 05:57 pm
વાંચો બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર
03. Gujarat News: હાઇકોર્ટના વકીલ એસોસિએશનનું 6 સભ્યોનું પ્રતિનિધિ મંડળ CJIને મળ્યું
05. Junagadh : જિલ્લામાં લુખ્ખા તત્વો બન્યા બેફામ, ઘરમાં ઘુસી તોડફોડ કરી ઘરવખરી બહાર ફેંકી દીધી
06. Varanasi : ગંગાના પૂરના પાણીમાં તમામ ઘાટ ડુબ્યા, આરતી અને અગ્નિસંસ્કાર કરાઇ રહ્યા છે છત પર
08. Surat News : તોડબાજ પત્રકારોનો પર્દાફાશ, વીડિયો ન ચલાવવા માટે માગ્યા આટલા રૂપિયા...
09. Aravalli News : મેઘરજમાં વરસાદી આફત, અડધો કલાલમાં 1.5 ઇંચ વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ
Aug 28, 2025 05:39 pm
ડાંગમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, સાપુતારા બન્યું મીની કાશ્મીર
ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આ કારણે કોટમદર ગામના લોકોને હાલાકી પડી રહી છે, કારણ કે નીચાણવાળા બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો છે. બીજી તરફ, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા જાણે 'મીની કાશ્મીર' બન્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ત્યાં ગાઢ ધુમ્મસ અને આકર્ષક આકાશી દૃશ્યો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખાસ કરીને અંબિકા નદી પરના ગિરાધોધનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
Aug 28, 2025 05:38 pm
કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના આક્ષેપોને રાજેશ ઝાલાએ પાયાવિહોણા ગણાવ્યા
ખેડા જિલ્લાના કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના મામલે કપડવંજના વર્તમાન ધારાસભ્ય રાજેશ ઝાલાએ પ્રતિક્રિયા આપી છે. રાજેશ ઝાલાએ કનુભાઈ ડાભીને સન્માનનીય આગેવાન ગણાવ્યા, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે કહ્યું કે પાર્ટી દ્વારા કનુભાઈ ડાભીને ઘણા બધા પદો આપવામાં આવ્યા છે અને આટલું બધું મળ્યું હોવા છતાં તેમની અવગણના થઈ રહી છે તેવા આક્ષેપો પાયાવિહોણા છે.
Aug 28, 2025 05:38 pm
અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ધીમી, કોન્ટ્રાક્ટરને કડક સૂચના
અમદાવાદ શહેરમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. રાણીપ, નારણપુરા અને વાડજ જેવા વિસ્તારોમાં ચાલી રહેલી આ કામગીરીથી શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી, સત્તાવાળાઓ દ્વારા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને જો કામગીરીમાં વેગ નહીં આવે તો તેમને બ્લેકલિસ્ટ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Aug 28, 2025 05:38 pm
ભાવનગરમાં ઈ-બાઈકને કારની ટક્કર, કોંગ્રેસ પ્રમુખનો પુત્ર ઘાયલ
ભાવનગર શહેરમાં ઈસ્કોન ક્લબ પાસે એક ઈકો કાર અને ઈ-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્ર ગૌરવ કનેરિયા ઘાયલ થયા છે, જેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનારી ઈકો કારમાં એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સવાર હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
Aug 28, 2025 05:38 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો 31 ઓગસ્ટે અમદાવાદ પ્રવાસ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 31 ઓગસ્ટના રોજ અમદાવાદની મુલાકાત લેશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તથા નિરીક્ષણ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાણીપ ખાતેના હેલ્થ સેન્ટરની મુલાકાત લેશે, ભદ્રકાળી મંદિરમાં દર્શન કરશે, સરદાર બાગ ગાર્ડનનું લોકાર્પણ કરશે અને ઘાટલોડિયામાં સોસાયટીના સભ્યો સાથે સંવાદ કરશે.
Aug 28, 2025 05:38 pm
છોટા ઉદેપુરના નાલેજ પાસે ડાયવર્ઝન ત્રીજી વખત ધોવાયું
છોટા ઉદેપુરના નાલેજ ગામ પાસે ભારે વરસાદને કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. આ ડાયવર્ઝન ત્રીજી વખત તૂટી જતાં આસપાસના 10 કરતાં વધુ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય રસ્તો બંધ થતા સ્થાનિકો અને વાહનચાલકોને અવરજવર માટે લાંબા અંતરનો ફેરો લેવાની ફરજ પડી રહી છે.
Aug 28, 2025 05:37 pm
નવસારીના ચિખલીમાં પિતાએ પુત્રની હત્યા કરી
નવસારી જિલ્લાના ચિખલીમાં એક દુઃખદ ઘટનામાં પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી છે. મળતી માહિતી મુજબ, પુત્ર રોજ નશો કરીને ઘરે ઝઘડા કરતો હતો, જેનાથી કંટાળીને પિતાએ ઓઢણી વડે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. ચિખલી પોલીસે આ મામલે હત્યારા પિતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Aug 28, 2025 05:37 pm
સુરતના ઉમરપાડામાં ભારે વરસાદ, કોઝવે પરથી પસાર થતો બાઇકચાલક તણાયો
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. માત્ર બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે ઉમરપાડા-ઉચવણ કોઝવે પર પાણી ફરી વળ્યા છે. પાણીનો પ્રવાહ એકાએક વધી જતાં લાકડા લઈને પસાર થઈ રહેલો એક બાઇકચાલક તણાયો હતો. જોકે, સદનસીબે ત્યાં હાજર સ્થાનિક લોકોએ સમયસર મદદ કરીને બાઇકચાલકને બચાવી લીધો હતો.
Aug 28, 2025 05:37 pm
દાહોદમાં ST બસની ટક્કરે વૃદ્ધ ઘાયલ
દાહોદના ગોધરા રોડ પર આવેલા નિલકંઠેશ્વર મંદિર પાસે એક એસટી બસે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચલાવી રહેલા એક વૃદ્ધ ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.
Aug 28, 2025 05:37 pm
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, વીજળી ગુલ
સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને ઈડર, વડાલી, વિજયનગર અને ખેડબ્રહ્મા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ઇડર, વડાલી તથા ખેડબ્રહ્મામાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે.
Aug 28, 2025 05:37 pm
રાજકોટની RK યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓની સ્થાનિકો સાથે મારામારી
રાજકોટના ત્રંબા ગામે આવેલી આર.કે. યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ છે. આ બનાવમાં બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Aug 28, 2025 05:37 pm
તરણેતરના મેળામાં લાડુ સ્પર્ધામાં વિંછિયાના બળવંતભાઈ વિજેતા
સુરેન્દ્રનગરમાં યોજાયેલા જગ વિખ્યાત તરણેતરના મેળામાં લાડુ ખાવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈએ 30 મિનિટમાં 30 બેસનના લાડુ દાળ સાથે ખાઈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં જૂનાગઢના ચંદુભાઈ જાડેજા 29 લાડુ ખાઈને બીજા ક્રમે રહ્યા હતા, જ્યારે ગયા વર્ષના વિજેતા માવજીભાઈ પટેલ આ વખતે 28 લાડુ ખાઈને ત્રીજા સ્થાને રહ્યા. કુલ 21 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી શરૂઆતની 15 મિનિટમાં જ 20 જેટલા સ્પર્ધકો 15 લાડુ ખાઈને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા હતા. અંતે, ટોચના 3 સ્પર્ધકો વચ્ચે આકરી ટક્કર જોવા મળી હતી.
Aug 28, 2025 04:58 pm
છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ, અશ્વિની નદી બે કાંઠે
છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ભારે વરસાદને કારણે અશ્વિની નદીમાં નવા નીરની આવક થઈ છે અને તે બે કાંઠે વહેવા લાગી છે. વરસાદના પરિણામે કૂકાવટી અને વાઘીયા ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે આ વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાયો છે.
Aug 28, 2025 04:58 pm
ગીર સોમનાથમાં દીપડાના મોત મામલે બે આરોપી જેલ હવાલે
ગીર સોમનાથમાં કારની ટક્કરથી દીપડાનું મોત નિપજાવવાના કેસમાં વન વિભાગે બે આરોપીઓને મહુવા ખાતેથી ઝડપી પાડ્યા છે. આ કેસમાં કોર્ટે આરોપી જયરાજસિંહ વાળા અને વિવેક સુભાષની જામીન અરજી ફગાવીને તેમને જૂનાગઢ જેલ મોકલી આપ્યા છે. વન્યજીવોનું રક્ષણ કરવાના કાયદાઓ હેઠળ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
Aug 28, 2025 04:58 pm
ભરૂચ જિલ્લામાં આંગણવાડીની ભરતી માટે મોટી સંખ્યામાં અરજીઓ
ભરૂચ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને હેલ્પરની જગ્યાઓ માટે મોટી સંખ્યામાં અરજીઓ આવી છે. 81 કાર્યકરની જગ્યા સામે 2139 અરજીઓ અને 120 હેલ્પરની જગ્યા સામે 1574 અરજીઓ મળી છે. આંકડા દર્શાવે છે કે એક જગ્યા માટે સરેરાશ 26 લોકોએ અરજી કરી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 તારીખ હોવાથી, અરજીઓની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. અરજીઓ મળ્યા બાદ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને જો દસ્તાવેજો અધૂરા જણાશે તો તેવી અરજીઓ રદ કરવામાં આવશે.
Aug 28, 2025 04:57 pm
પોલીસ ભરતી કૌભાંડ, ત્રણ આરોપીઓને 7 વર્ષની સજા
ગાંધીનગર કોર્ટે પોલીસ ભરતીમાં છેતરપિંડી આચરનારા ત્રણ આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી છે. આ આરોપીઓએ 2021માં પોલીસ ભરતીમાં નિમણૂકના નામે 48 ઉમેદવારો પાસેથી કુલ રૂપિયા 1.44 કરોડ પડાવ્યા હતા. આ મામલે એલસીબી (સ્થાનિક ગુના શોધક શાખા)એ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી. આ ચુકાદાથી છેતરપિંડી કરનારાઓને કડક સંદેશ મળ્યો છે.
Aug 28, 2025 04:57 pm
મહેસાણા-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત, એકનું મોત
મહેસાણા-અમદાવાદ હાઈવે પર મંડાલી નજીક બે કાર અને એક એસટી બસ વચ્ચે થયેલા ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અકસ્માત કારનું ટાયર ફાટવાને કારણે સર્જાયો હતો, જેના કારણે બસ નિયંત્રણ ગુમાવીને રોડ નજીકની એક હોટલમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે, બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
Aug 28, 2025 04:57 pm
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ, ગોધરાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા, કાલોલ, મોરવા હડફ અને હાલોલ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ ભારે વરસાદને કારણે ગોધરાના સેવા સદનના ગેટ પાસે તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વરસાદથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે, પરંતુ શહેરી વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઈ છે.
Aug 28, 2025 04:57 pm
રાજ્યમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને દમણનો સમાવેશ થાય છે. રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે, જેને પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
Aug 28, 2025 04:57 pm
જસદણમાં સબસ્ટેશનમાં શોર્ટસર્કિટ, ધડાકા સાથે વીડિયો વાયરલ
રાજકોટના જસદણમાં આવેલી ડી.એસ.વી.કે. હાઈસ્કૂલ પાસેના સબસ્ટેશનમાં શોર્ટસર્કિટ થવાને કારણે ધડાકા થયા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ધડાકાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. આ શોર્ટસર્કિટને કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
Aug 28, 2025 04:57 pm
જેતપુર પાસે તેલ ભરેલું ટેન્કર પલટી ગયું, તેલ લેવા લોકોની પડાપડી
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભીડભંજન રોડ પર તેલ ભરેલું એક ટેન્કર પલટી ગયું. ટેન્કર પલટી મારી જતાં તેલ રોડ પર ઢોળાયું હતું. આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો તેલ લેવા માટે દોડી આવ્યા હતા, જેના કારણે ત્યાં ભારે ભીડ જામી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી અને લોકોને તેલ લેતા અટકાવ્યા. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
Aug 28, 2025 04:56 pm
અમરેલી અને ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. ગીરના ત્રાકુડા, જામકા, વાંગધ્રા, નિંગાળા અને માલેકનેશ જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે કારણ કે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી છે, જે ઊભા પાક માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
Aug 28, 2025 04:48 pm
સુરતમાં કથિત તોડબાજ પત્રકાર ઝડપાયા
સુરતમાં કથિત તોડબાજીના આરોપસર બે પત્રકાર, સુરજસિંઘ રાજપૂત અને મનોજસિંઘ શર્માની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ઉધના વિસ્તારમાં એક વ્યક્તિ પાસેથી ₹5,000ની માંગણી કરી હતી, જેનો વીડિયો વાઈરલ ન કરવા માટે આ પૈસા માગવામાં આવ્યા હતા. આ મામલે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Aug 28, 2025 04:44 pm
પોલીસ ભરતીમાં ગેરરીતિ બદલ 82 ઉમેદવારો ગેરલાયક
ગુજરાત પોલીસની લોકરક્ષક દળ (LRD) ભરતીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) માટેનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરનારા 82 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન આ ગેરરીતિ સામે આવી હતી, જેમાં સુરત અને આણંદમાં મોટાભાગના કેસ નોંધાયા છે. જોકે, ગેરલાયક ઠેરવાયેલા ઉમેદવારોને 3 સપ્ટેમ્બર સુધીમાં આ નિર્ણય સામે રજૂઆત કરવાની તક આપવામાં આવી છે.
Aug 28, 2025 04:43 pm
વલસાડમાં ટીસી રૂપિયા 200ની લાંચ લેતા ઝડપાયા
વલસાડ ખાતે રેલવેમાં કાર્યરત ટીસી અનિલને રૂપિયા 200ની લાંચ લેતા એસીબી (ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો)એ રંગેહાથ ઝડપી પાડ્યા છે. મુસાફર પાસે ટિકિટ ન હોવાથી, ટીસી અનિલે કાર્યવાહી ટાળવા માટે પૈસાની માંગણી કરી હતી. મુસાફર દ્વારા ફરિયાદ કરવામાં આવતા, પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં એસીબી દ્વારા છટકું ગોઠવીને આ ટીસીને પકડી પાડવામાં આવ્યા હતા.
Aug 28, 2025 04:04 pm
ગુજરાતમાં ફરી એકવાર ફિલ્મફેર એવોર્ડનું આયોજન
ફિલ્મી હસ્તીઓ બનશે ગુજરાતના મહેમાન, રાજ્ય સરકાર અને ફિલ્મફેર વચ્ચે એમઓયુ , મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમઓયુ કરાયા, ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહર હાજર, ફિલ્મ કલાકાર વિક્રાંત મેસી પણ હાજર, ફિલ્મ કલાકાર વિક્રાંત મેસીનું નિવેદન, હું વડોદરામાં બે વર્ષ રહ્યો છુંઃ વિક્રાંત મેસી, ‘પહેલો ફિલ્મફેર એવોર્ડ ગિફ્ટ સિટીમાં મળ્યો હતો’, ‘ભારતીય સિનેમામાં ખૂબ મોટો બદલાવ થયો’, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભારઃ વિક્રાંત મેસી, ફિલ્મ પ્રોડ્યૂસર કરણ જોહરનું નિવેદન, ‘ફિલ્મફેરનો ઇતિહાસ 70 વર્ષનો રહ્યો છે’, ‘ફિલ્મ નોમિનેશન, એવોર્ડ ખૂબ મહત્વનું’.
Aug 28, 2025 03:59 pm
સુરતના કડોદરા ચોકીમાં તોડફોડમાં કાર્યવાહી
એક વ્યક્તિ સહિત 2 મહિલાની અટકાયત, ઓમ વાસફોડીયાને પાસા હેઠળ જેલ હવાલે કરાયો, ઓમ વાસફોડીયાની અટકાયત કરતા બબાલ થઇ હતી, ટોળાએ કડોદરા ચોકીમાં તોડફોડ કરી હતી, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Aug 28, 2025 03:51 pm
અરવલ્લીના મેઘરજમાં ગ્રામજનોનો ઉગ્ર વિરોધ
પીસાલ ગ્રામજનોનો પુલ બનાવવાની માગ સાથે વિરોધ, નદી કીનારે રામઘૂન કરી ગ્રામજનોનો વિરોધ, વાત્રક નદી પર આવેલ પુલ બનાવવા ગ્રામજનોની માગ, પીસાલ અને ઈપલોડાને જોડતા પુલને લઈ વિરોધ, માંગ ન સંતોષાતા ચાલુ વરસાદે વિરોધ નોધાવ્યો.
Aug 28, 2025 03:42 pm
પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ
પટિયા વાઘજીપુર, કાકરી, હાંસેલાવમાં વરસાદ, દલવાડા, ટીંબા પાટિયા, ઝોઝ વિસ્તારમાં વરસાદ.
Aug 28, 2025 03:33 pm
ડેપ્યુટી ચીફ ટિકીટ ઇન્સ્પેક્ટર અનિલ ઓમકાર કૌશલ રૂપિયા 200ની લાંચ લેતા ઝડપાયો
આ કામે આધારભૂત માહિતી મળેલ કે, સુરતથી મુંબઇ તરફ જતી ટ્રેનોમાં મુસાફરો નવસારી, બીલીમોરા, વલસાડ અને વાપી સુધી મુસાફરી કરવા ટ્રેનમાં જતા હોય છે. આ દરમ્યાન મુસાફરો પાસે જે તે રેલવેના ટી.સી. દ્વારા ચેકીંગ કરવામાં આવે છે આ દરમ્યાન મુસાફર પાસે જે-તે કોચની ટિકીટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરને મુસાફરી કરવાના અવેજ પેટે ટી.સી. મુસાફર પાસે રૂ.૨૦૦/- થી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરે છે.
Aug 28, 2025 03:15 pm
ચાલુ વર્ષે અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો રહેશે
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો રહેશે. જો વરસાદનું વિઘ્ન નહીં આવે તો તારીખ ૩ સપ્ટેમ્બર અને ૪ સપ્ટેમ્બરના રાત્રે ૮:૩૦ કલાકે અંબાજીમાં સૌપ્રથમવાર ૪૦૦ ડ્રોન દ્વારા અદ્દભુત લાઇટ શો યોજાશે. આકાશમાં હજારો રંગીન લાઈટોથી સજ્જ ડ્રોન ફ્લાય કરશે. જેના દ્વારા અંબાજી માતાના પાવન મંદિરની છબિ, ‘જય માતાજી’ના લખાણ, ત્રિશૂળ, શક્તિનું પ્રતિક ચિહ્ન સહિતની અનેક આકૃતિઓ રચાશે. વિવિધ રોશની થકી ઊડતા ડ્રોનના દૃશ્યો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દેશે. આ અનોખા ડ્રોન શૉ થી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાશે જેનો નજારો ભવ્ય હશે.
Aug 28, 2025 03:15 pm
અંબાજીમાં સૌ પ્રથમવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાશે, આકાશમાં ઝળહળશે અંબાજીની સંસ્કૃતિ
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે.
Aug 28, 2025 03:08 pm
સુરત-દુબઇની ઇન્ડિગો ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ
મધદરિયે એન્જિનમાં સમસ્યા સર્જાતા ફ્લાઇટ ડાયવર્ટ, ઉડાન ભર્યા બાદ ટેકનિકલ ખામી સર્જાતા ડાયવર્ટ, ફ્લાઇટમાં 150 થી વધુ મુસાફરો હતા સવાર, ફલાઈટ દુબઈના બદલે અમદાવાદ પહોંચી, મુસાફરો 2 કલાક અમદાવાદ એરપોર્ટ પર અટવાયા.
Aug 28, 2025 03:00 pm
આ બેંકમાં માતાઓ માટે આઠ આધુનિક દૂધ એક્સપ્રેશન સ્ટેશન છે
ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ આ મિલ્ક બેંકમાં નોંધણી માટે ક્લાઉડ આધારિત સોફ્ટવેર, દરેક લાભાર્થીને યુનિક આઈડી અને પરામર્શ કેન્દ્ર આ બેંકમાં માતાઓ માટે આઠ આધુનિક દૂધ એક્સપ્રેશન સ્ટેશન છે, જ્યાં એકત્રિત દૂધને ઓટોમેટિક પેસ્ટરાઈઝરથી સુરક્ષિત બનાવાય છે. દૂધ સંગ્રહ માટે 2 વર્ટિકલ અને 1 હોરિઝોન્ટલ ડીપ ફ્રીઝર છે, જેની કુલ સંગ્રહ ક્ષમતા 45 લિટર છે. દૂધની શુદ્ધતા માટે બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ બેંકમાં 10 સ્ટાફ નર્સ, 1 લેબ ટેકનિશિયન અને 2 બાળરોગ નિષ્ણાતોની 24x7 ટીમ કાર્યરત છે. વધુમાં, સ્વચ્છ બાથરૂમ, RO પાણી, સ્ટેરિલાઈઝેશન, પ્રતીક્ષા કક્ષ અને મ્યુઝિક સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આ પ્રસંગે સાંસદ દિનેશભાઈ મકવાણા, ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા, અમોલભાઈ ભટ્ટ, પંડ્યા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ, સિવિલ મેડિસિટીના વિભાગીય વડાઓ, ડૉક્ટરો, નર્સ સ્ટાફ અને હોસ્પિટલના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Aug 28, 2025 03:00 pm
નવજાત બાળકોને તેનો લાભ મળશે તેવી અભ્યર્થના મંત્રી ઋષિકેશભાઇ પટેલે વ્યક્ત કરી હતી
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલમાં સુરત, વડોદરા, વલસાડ અને ગાંધીનગર ખાતે મિલ્ક બેંક કાર્યરત છે. વધારાની ૩ મિલ્ક બેંક ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, જામનગર ગુરુ ગોબિંદસિંહ સરકારી સિવિલ હોસ્પિટલ અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટને મંજૂરી આપવામાં આવી છે. મંત્રી ઋષિકેશભાઇ પટેલે સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો, કર્મચારીઓ અને નર્સ સ્ટાફને માનવીય અભિગમ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં સુધારો જોવા મળ્યો છે તેનો શ્રેય તેમણે આશા વર્કર બહેનોને પણ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલ હંમેશાથી 'ક્વોલિટી અને ક્વોન્ટિટી' જાળવવામાં આગળ પડતી ભૂમિકા ભજવે છે. તેવી જ રીતે, મિલ્ક બેંકમાં પણ માતૃત્વના સ્પર્શની લાગણી સાથે નવજાત બાળકોને તેનો લાભ મળશે તેવી અભ્યર્થના મંત્રી ઋષિકેશભાઇ પટેલે વ્યક્ત કરી હતી.
Aug 28, 2025 02:59 pm
આ મિલ્ક બેંક બાળકોનું જીવન બચાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, આ મિલ્ક બેંક બાળકોનું જીવન બચાવવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 'મા વાત્સલ્ય' મિલ્ક બેંક હોસ્પિટલના માતા-શિશુ આરોગ્ય ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું છે. બાળકના જન્મ સમયે ગળથૂથી આપવાની પ્રથા છોડીને બાળકોના વિકાસ માટે માતાનું દૂધ આપવું જોઈએ જેથી બાળકોનો યોગ્ય વિકાસ શક્ય બને અને બાળક તંદુરસ્ત બને. તેની સાથે જ, માતાના દૂધના કારણે બાળ મૃત્યુદરમાં પણ સુધારો શક્ય બને છે, તેવું મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું.
Aug 28, 2025 02:59 pm
નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, નવજાત શિશુઓ માટે માતાનું દૂધ સર્વોત્તમ આહાર છે. તે જરૂરી પોષક તત્વો, એન્ટિબોડીઝ અને સંરક્ષણાત્મક ગુણધર્મો પૂરા પાડે છે. પરંતુ, કેટલીક પરિસ્થિતિઓમાં માતાને પૂરતું દૂધ ન આવતું હોય, તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોય, અથવા સમય પહેલાં જન્મેલા (પ્રિમેચ્યોર) અને ગંભીર સ્થિતિવાળા નવજાત શિશુઓ માટે માતાનું દૂધ ઉપલબ્ધ કરાવવું અત્યંત જરૂરી બની જાય છે. આવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને શિશુ મૃત્યુદર ઘટાડવા માટે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 'મા વાત્સલ્ય' માતાનું મિલ્ક બેંક સ્થાપવામાં આવી છે.
Aug 28, 2025 02:59 pm
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 'મા વાત્સલ્ય' મધર્સ મિલ્ક બેંકનું ઉદ્ઘાટન કરાયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે નવજાત શિશુઓ માટેની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ, નવનિર્મિત 'મા વાત્સલ્ય" મધર્સ મિલ્ક બેંક'નું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મિલ્ક બેંકના નિર્માણ માટે 80,000 અમેરિકન ડોલર દાન આપનાર બી.જે. મેડિકલ કૉલેજના એલ્યુમની એસોસિએશન, યુ.એસ.એ., પંડ્યા ફેમિલી ફાઉન્ડેશન તેમજ વર્ષ 1974ની બેચના વિદ્યાર્થી, ડૉ. ગૌરાંગ પંડ્યાનો આભાર વ્યક્ત કર્યો હતો.
Aug 28, 2025 02:58 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
02 - Gir Somnath: ગીર જંગલમાં આવેલ હિરણ-1 ડેમ છલકાયો, ડેમમાં પાણીની આવક 143.88 ક્યુસેક
06 - Ahmedabad News : નયનને ન્યાય આપો, સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરો, વાલીઓનો DEO કચેરીએ વિરોધ
Aug 28, 2025 02:37 pm
સુરત-દુબઇની ઇન્ડિગો ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ
મધદરિયે એન્જિનમાં સમસ્યા સર્જાતા ફ્લાઇટ ડાયવર્ટ, ઉડાન ભર્યા બાદ ટેકનિકલ ખામી સર્જાતા ડાયવર્ટ, ફ્લાઇટમાં 150 થી વધુ મુસાફરો હતા સવાર, ફલાઈટ દુબઈના બદલે અમદાવાદ પહોંચી, મુસાફરો 2 કલાક અમદાવાદ એરપોર્ટ પર અટવાયા.
Aug 28, 2025 02:20 pm
કન્ટેનર નીચે દબાઈ જવાથી 3 લોકોના મોત
કન્ટેનર નીચેથી 3 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પીએમ માટે ખસેડાયા છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કર ચાલકની અટકાયત કરી છે, મહત્વનું છે કે, બેફામ રીતે ટેન્કર ચાલકો અને ડમ્પર ચાલકો ટ્રક હંકારતા હોય છે જેના કારણે હજારો લોકોના મોત આવી રીતે થયા છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, પહેલા ટ્રકે ટક્કર મારી જેના કારણે એકટિવા પર સવાર લોકો નીચે પડયા અને ત્યારબાદ કન્ટેનર તેમની ઉપર પડતા 3 લોકોના જીવ ગયા હતા.
Aug 28, 2025 02:19 pm
કચ્છના અંજારમાં અકસ્માતમાં 3ના મોત
કચ્છના અંજારમાં ખેડોઈ નજીક કન્ટેનર ચાલકે અકસ્માત સર્જયો હતો અને તેમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, અકસ્માત બાદ કન્ટેનર એક્ટિવા પર પડતા 3 લોકોના મોત થયા છે, અને પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અકસ્માત સર્જયા બાદ કન્ટેનર ચાલક ભાગી છૂટે તે પહેલા લોકોએ ઝડપી પાડયો હતો, આ અકસ્માતમાં એકિટવાના ભૂક્કા બોલાઈ ગયા છે, સારવાર મળે તે પહેલા જ 3 લોકોના મોત થયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, કન્ટેનર બેફામ રીતે દોડતા હોય છે અને અકસ્માત સર્જતા હોય છે.
Aug 28, 2025 02:19 pm
કચ્છના અંજારમાં ટેન્કર ચાલકે સર્જયો અકસ્માત, અકસ્માત બાદ કન્ટેનર નીચે પડતા 3 લોકોના દબાઈ જવાથી મોત
કચ્છના અંજારમાં ફરી અકસ્માત સર્જાયો છે, જેમાં હાઈવે પર જઈ રહેલા ટેન્કર ચાલકે એકટિવા ચાલકને અડફેટે લીધો હતો અને ત્યારબાદ ટેન્કર પરથી કન્ટેનર નીચે પડયું હતુ અને તેની નીચે 3 લોકોના દબાઈ જવાથી મોત થયા છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો અને સ્થાનિકો મદદ માટે સ્થળ પર પહોંચ્યા હતા.
Aug 28, 2025 02:04 pm
1. ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ –બોટાદ- ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ - બોટાદ સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.
2. ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.
3. ટ્રેન નંબર 09530/09529 ભાવનગર-ધોલા દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 30 સેપ્તેમ્બર 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે.
Aug 28, 2025 02:04 pm
ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી
યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળ થઈને ચાલતી 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી 31 ડિસેમ્બર 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
Aug 28, 2025 02:03 pm
કચ્છના અંજારમાં અકસ્માતમાં 3ના મોત
કચ્છના અંજારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અંજારમાં ખેડોઈ નજીક કન્ટેનરચાલકે અકસ્માત સર્જ્યો છે. અકસ્માત થયા બાદ કન્ટેનર એક્ટિવા ચાલક પર પડતાં તેનું મોત નિપજ્યું હતું. કન્ટેનર નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત નિપજ્યાં છે.
Aug 28, 2025 01:50 pm
દિવ્યાંગ ખેલાડીઓએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ
યુવાનો અને દિવ્યાંગોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ આવે, તેમનામાં રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય તે હેતુથી ગુજરાતમાં ખેલ મહાકુંભ, શક્તિદૂત, ઇન્સ્કૂલ જેવી અનેક યોજનાઓ દ્વારા રાજ્ય સરકાર તેમનો જુસ્સો વધારી રહી છે. છેલ્લા બે વર્ષમાં દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ 44 ગોલ્ડ, 44 સિલ્વર અને 52 બ્રોન્ઝ મેડલ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ રમતોમાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કરનારા 81 પેરા ખેલાડીઓને કુલ 8 કરોડથી વધુની રકમ સાથે પુરુસ્કૃત કર્યાં છે.
Aug 28, 2025 01:12 pm
મેળામાં પધારેલા હજારો લોકોએ આ અનોખી છત્રીઓને નિહાળી
મેળામાં પધારેલા હજારો લોકોએ આ અનોખી છત્રીઓને નિહાળી અને અંગદાન વિશે માહિતી મેળવી. આ પહેલ દ્વારા સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ વધવાની સાથે અનેક જીવન બચાવવામાં મદદ મળશે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આવા સામાજિક સંદેશાઓ ફેલાવવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. સંસ્કૃતિ અને સેવાનો સુમેળ દર્શાવતો તરણેતરનો મેળો ઝાલાવાડની આ છત્રીઓ દ્વારા નવો સંદેશ આપી રહ્યો છે, જે આવનારા સમયમાં અનેક જીવનોને નવું જીવનદાન પ્રદાન કરશે.
Aug 28, 2025 01:12 pm
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અંગદાનનું મૂલ્ય સમજાવવું છે
અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેળામાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા ખાસ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે. આ સ્ટોલ પર વિવિધ સ્લોગનો દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. ખાસ કરીને, ઝાલાવાડની પરંપરાગત રંગબેરંગી છત્રીઓ પર આભલા અને ભરતકામની કળાથી અંગદાન થઈ શકે તેવા મહત્વના અંગોના નામ ચિતરવામાં આવ્યા છે, જે મેળામાં આવેલા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. તરણેતરનો મેળો પોતાના પારંપરિક પહેરવેશ, લોકનૃત્યો અને હસ્તકલા માટે દેશભરમાં જાણીતો છે. આ વખતે આ મેળો અંગદાનના મહત્વને ઉજાગર કરવાનું માધ્યમ બન્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અંગદાનનું મૂલ્ય સમજાવવું અને આ માનવતાવાદી કાર્યમાં સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
Aug 28, 2025 01:12 pm
તરણેતરના મેળામાં ઝાલાવાડની રંગબેરંગી છત્રીઓ દ્વારા અંગદાનનો વિશેષ સંદેશ અપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા તરણેતર ખાતે યોજાતો પ્રસિદ્ધ મેળો રંગેચંગે શરૂ થયો છે. ઝાલાવાડની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક ગણાતા આ મેળામાં આ વર્ષે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ જોવા મળી છે. મેળાની શોભા વધારતી ઝાલાવાડની રંગબેરંગી છત્રીઓએ માત્ર દર્શકોનું ધ્યાન ખેંચ્યું નથી, પરંતુ અંગદાન જેવા મહાન સામાજિક કાર્યના સંદેશને પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.
Aug 28, 2025 01:04 pm
અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે
તેમણે જણાવ્યું કે, અંબાજીથી ૬૦ કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કંટ્રોલરૂમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ સેવા કેમ્પના ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરીમાં અત્યાર સુધીમાં ૩૧૦૭ જેટલા પદયાત્રી સંઘોને મંજૂરી તથા ૨૫૭ જેટલા સેવા કેમ્પોને મંજૂરી અપાઈ છે. અત્યારસુધી ૮૬૫૨ જેટલા ઓનલાઇન વાહન પાસ ઇસ્યૂ કરાયા છે. આ પ્રસંગે પત્રકારોએ પણ મેળાના સુદ્રઢ આયોજન અને માઈભક્તોની વિવિધ સુવિધાઓ સચવાય એ માટેના સલાહ સૂચન આપ્યા હતા જેને વહીવટીતંત્રએ આવકારી તેને અનુરૂપ વ્યવસ્થાઓ અને આયોજનની ખાતરી આપી હતી.
Aug 28, 2025 01:03 pm
૩૩૨ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિકભાઇ મોદીએ મેળાની સમગ્ર વ્યવસ્થાઓ અને આયોજન અંગેનું પ્રેઝન્ટેશન કરી વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર મેળા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર્શનની વ્યવસ્થા સાથે મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એનાઉન્સ માટે સાઉન્ડ સિસ્ટમ, મેળાની સુંદરતા માટે લાઇટિંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ, ભોજન, દર્શન અને વિસામો એમ તમામ પ્રકારે મુસાફરોની સુવિધાઓ સચવાય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૩૨ જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે.
Aug 28, 2025 01:03 pm
આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવશે
જિલ્લા પોલીસ અધિક્ષકપ્રશાંત સુમ્બેએ મેળામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ સુરક્ષા અને સલામતી અંગેની વિગતો પૂરી પાડતાં જણાવ્યું હતું કે આ વખતે મેળામાં સુરક્ષા માટે ત્રણ લેયરમાં કામ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા, શાંતિ, પદયાત્રીઓ દર્શન કરી શકે તે માટે પોલીસ વિભાગ "ફોર્સ તરીકે નહીં પરંતુ ફેસિલિટેશન" તરીકે કામ કરશે. ૫૦૦૦ જેટલા જવાનો બે શિફ્ટમાં ફરજ બજાવશે. ડુંગરાળ વિસ્તારમાં ઘોડે સવાર પોલીસ જવાનો ફરજ બજાવશે. ખાસ ટીમો સી.સી.ટી.વી નું મોનિટરીંગ કરશે. મહિલાઓ માટે 'શી' ટીમ સાથે મેળાની સુરક્ષા સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Aug 28, 2025 01:03 pm
આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે
કલેક્ટરે પત્રકાર મિત્રોને ડિજિટલ માધ્યમ થકી મેળાનું પ્રસારણ અને પ્રચાર પ્રસાર થકી વિદેશમાં બેઠેલા ભક્તોને પણ માં અંબેના દર્શનનો લાભ આપવા અનુરોધ કર્યો હતો. મેળાના છેલ્લા દિવસે પત્રકાર મિત્રો પણ માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા જાળવવામાં આવશે. ચાલુ વર્ષે ડ્રોન શૉનું પણ વિશેષ આયોજન કરાયું છે. આ સાથે સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. વિસામાની સંખ્યામાં પણ વધારો કરાયો છે.
Aug 28, 2025 01:03 pm
માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે
પત્રકાર પરિષદને સંબોધતાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, માઇભકતોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતની વ્યવસ્થાઓ જળવાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. મેળાની સંપૂર્ણ વ્યવસ્થાઓ માટે ૨૯ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારી નિયુક્ત કરી તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાએ નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખી ઝીણવટ ભર્યું કામ થાય એ રીતનું આયોજન થયું છે. જિલ્લા કલેકટરે આ સાથે કરોડો માઇ ભક્તોને અંબાજીમાં પધારવા અને મા અંબાના દર્શન કરવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવ્યુ હતું તેમજ મેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
Aug 28, 2025 12:58 pm
વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે
જેમાં દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ ,પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ અને સગવડોની કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ૨૯ જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે.
Aug 28, 2025 12:58 pm
5000 કરતાં વધુ જવાનો ભાદરવી પૂનમના મેળાની સુરક્ષામાં રહેશે તૈનાત, 332થી વધુ કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરાશે
શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ૧ થી ૭ મી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇ રહ્યો છે ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
Aug 28, 2025 12:40 pm
ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે
રાજ્યમાં ચાલુ ચોમાસાની સ્થિતિમાં તા.૦૧ જૂન ૨૦૨૫થી હમણાં સુધી ૫૩૧૧ નાગરિકોનું સ્થળાંતર અને ૧૦૦૫ પાણીમાં ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની એસ.ટી બસોના સફળ આયોજનના પરિણામે નહિવત ટ્રીપો રદ કરીને ૧૪ હજાર થી વધુ રૂટ ઉપર ૪૦ હજારથી વધુ ટ્રીપો પૂર્ણ કરીને વાહન વ્યવહારની સુવિધા નાગરિકોને પહોચાડવામાં આવી છે. ગુજરાતના માછીમારોને તા.૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધી દરિયો નહિ ખેડવા IMD દ્વારા જણાવાયું છે.
Aug 28, 2025 12:39 pm
સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ૭૯.૦૩ ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૭૫ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૭૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૨૦ ડેમ ૨૫ ટકા થી ૫૦ ટકા વચ્ચે અને ૧૬ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં ૧૦૦ ડેમ હાઈ એલર્ટ, ૨૮ ડેમ એલર્ટ તથા ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
Aug 28, 2025 12:39 pm
રાજયમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 89 ટકા વરસાદ વરસ્યો
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
Aug 28, 2025 12:31 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
01 - Govinda: 'મારી કોઈ ઓકાત જ નથી...' છૂટાછેડા પર ગોવિંદાએ જગજાહેર આપ્યું મોટું નિવેદન
03 - Delhi: 20 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ વિભાગમાં મચ્યો હડકંપ
05 - Breaking News: Mumbaiના વિરાર વિસ્તારમાં 4 માળની ઇમારત ધરાશાયી, 15 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
07 - Ahmedabad: નવા નરોડામાં બાપા સીતારામ ચોક પાસે સ્લેબ તૂટ્યો, 10 લોકો બેઝમેન્ટમાં ખાબક્યા
09 - Petrol Diesel Price Today: 28 ઓગસ્ટે પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ
Aug 28, 2025 12:16 pm
મગ રૂ. 8768 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે
અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યમાં પાક વાવેતર શરુ થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વિવિધ જણશીઓનું વાવેતર કરી શકે છે. ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૫૨ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮,૭૬૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૫૩ પ્રતિ મણ), અડદ માટે રૂ. ૭,૮૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૫૬૦ પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. ૫,૩૨૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૦૬૫ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
Aug 28, 2025 12:16 pm
1થી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતો કરાવી શકશે રજિસ્ટ્રેશન
રાજ્યના તમામ ખેડૂતો ખરીફ પાકો એટલે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો લાભ લઇ શકે તે માટે આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરુ કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. તેમણે વિશેષતઃ કહ્યું હતું કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૮.૫૩ લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. ૧૬,૨૨૩ કરોડથી વધુના મૂલ્યના કુલ ૨૩.૪૭ લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો છે.
Aug 28, 2025 12:16 pm
મગ, અડદ, મગફળી અને સોયાબીનની કરશે ખરીદી
રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ અંગે વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મહત્તમ ખેડૂતો તેનો લાભ લઇ શકે. એટલા માટે જ, હવેથી ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે પાક વેચાણ માટે વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે.
Aug 28, 2025 12:14 pm
સરકાર ટેકાના ભાવે કરશે ખરીફ પાકની ખરીદી, 1થી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતો કરાવી શકશે રજિસ્ટ્રેશન
કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે.
Aug 28, 2025 11:50 am
29 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર યાર્ડ અને જીઇબી પાવરપ્લાન્ટ વચ્ચે આવેલી રેલવે ક્રોસિંગ નં. 5 બંધ રહેશે.
અમદાવાદ ડિવિઝન પર ગાંધીનગર યાર્ડ અને ગુજરાત વિદ્યુત બોર્ડ (જીઇબી) પાવરપ્લાન્ટ વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 5 જીઇબી ગેટ, ઓએચઇ પોસ્ટ નં. 05/04-05 તાત્કાલિક સમારકામ અને જાળવણીના કામો માટે 29 ઓગસ્ટ 2025 ના રોજ સવારે 09.00 વાગ્યાથી 5 સપ્ટેમ્બર 2025 ના રોજ સાંજે 18.00 વાગ્યા સુધી (કુલ 8 દિવસ) બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રસ્તા વપરાશકર્તાઓ રેલ્વે ક્રોસિંગ નં. 4 જીઇબી ગેટ, ઓએચઇ પોસ્ટ નં. જીઇબી-03/16-17 પરથી આવાગમન કરી શકશે.
Aug 28, 2025 11:50 am
તલોદ-રાખિયાલ રેલખંડમાં સ્થિત અંડરપાસ (આરયુબી) નંબર 43A 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
અમદાવાદ ડિવિઝનના અસારવા-હિંમતનગર સેક્શનના તલોદ-રખિયાલ રેલખંડમાં સ્થિત રેલ્વે અંડરપાસ (આરયુબી)નં. 43A, (એલસી-48) કિમી 360/2-3 (ખેરોલ રોડ) ચોમાસાની ઋતુ દરમિયાન પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખીને 30 સપ્ટેમ્બર 2025 સુધી આવાગમન માટે બંધ રહેશે. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી, સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા રેલવેના સરળ અને સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે આ અન્ડરપાસ (આરયુબી) બંધ રાખવામાં આવ્યો છે.
Aug 28, 2025 11:50 am
આ ટ્રેનમાં કુલ 8 કોચ રહેશે
આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં કલોલ, કડી અને ભોયણી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં કુલ 8 કોચ રહેશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Aug 28, 2025 11:49 am
સાબરમતી-કટોસન રોડ મેમુ ટ્રેન (શનિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ)
ટ્રેન નંબર 69249 સાબરમતી-કટોસન રોડ મેમુ સાબરમતીથી 06.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને 08.05 વાગ્યે કટોસન રોડ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 69250 કાટોસન રોડ - સાબરમતી મેમુ કટોસન રોડથી 19.05 વાગ્યે પ્રસ્થાન કરશે અને 20.30 વાગ્યે સાબરમતી પહોંચશે.
Aug 28, 2025 11:49 am
પશ્ચિમ રેલ્વે દ્વારા સાબરમતી-કટોસન રોડ વચ્ચે મેમુ ટ્રેનની શરૂઆત કરાઈ
પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે સાબરમતી અને કટોસન રોડ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા (મેમુ ટ્રેન) શરૂ કરી છે. જેની વિગતો નીચે મુજબ છે.
Aug 28, 2025 11:31 am
વકીલોના વિરોધથી HCની ન્યાય પ્રક્રિયા ઠપ
HCના જજ સંદીપ ભટ્ટની બદલી થતા વકીલોમાં રોષ, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન હડતાળ પર, વકીલોના વિરોધથી ગુજરાત હાઇકોર્ટની ન્યાય પ્રક્રિયા ઠપ, જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીથી વકીલોમાં આક્રોશ, વકીલોની CJIને બદલી પર રોક લગાવવા માટે રજૂઆત.
Aug 28, 2025 11:22 am
અલાસ્કામાં F-35A વિમાન ક્રેશ
અમેરિકાના અલાસ્કામાં F-35A વિમાન ક્રેશ, વિમાનનો લેન્ડિંગ ગિયર જામ થતા બની ઘટના, પાયલટે બે વાર લેન્ડિંગ કરવાનો કર્યો પ્રયાસ, હવામાં વિમાને નિયંત્રણ ગુમાવતા થયો ક્રેશ, અલાસ્કાના એઇલસન એર બેઝ પરનો બનાવ, સદનસીબે ઘટનામાં પાયલટનો આબાદ બચાવ.
Aug 28, 2025 11:04 am
જમ્મુ-પંજાબના પઠાણકોટમાં રેસ્ક્યુ ઓપરેશન
ભારે વરસાદથી ઠેર-ઠેર ભૂસ્ખલન થતા હાલાકી, ભારતીય વાયુસેના દ્વારા બચાવ કામગીરી, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ, લોકોના ઘરોમાં નદીઓના પાણી ફરી વળ્યાં, વરસાદથી તારાજીના આકાશી દ્રશ્યો આવ્યા સામે.
Aug 28, 2025 10:57 am
ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના
સાપુતારાના આ ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈને જાનહાની થઈ નથી, ભેખડ ધસવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે, સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે, આ ધસી પડેલી ભેખડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબી ને મંગાવીને હટાવીને તજવી જ શરૂ કરવામાં આવી છે.
Aug 28, 2025 10:56 am
હિંમતનગર- અંબાજી હાઈવે પર પાણી ભરાયા
ઈડરના દરામલી નજીક રોડ પર ભરાયા પાણી, રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી, સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોમાં રોષ દરામલીની આસપાસના ખેતરોમાં ભરાયા પાણી.
Aug 28, 2025 10:47 am
મુંબઇના વિરાર વિસ્તારમાં 4 માળની ઇમારત ધરાશાયી, 15 લોકોના મોત
મુંબઇમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. અહીં વિરાર વિસ્તારમાં આવેલી એક ઇમારત ધરાશાયી થતા 15 લોકોના મોત થયા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં કરુણ કિસ્સો એ છે કે, એક બાળકીનો આજે પ્રથમ જન્મ દિવસ હતો. તે પણ આ ઇમારત ધરાશાયીની દુર્ઘટનામાં મૃત્યુ પામી છે.
Aug 28, 2025 10:42 am
3 આતંકવાદીઓ બિહારમાં ઘૂસ્યા, નેપાળ બોર્ડરથી અંદર ઘૂસ્યા હોવાની વાત
બિહાર હાલમાં હાઈ અલર્ટ પર છે. ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓની ઘુસણખોરીના કારણે પોલીસ મુખ્યાલયે રાજ્યમાં હાઈ અલર્ટ જાહેર કર્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનના ત્રણ આતંકવાદીઓ નેપાળના માર્ગે બિહારમાં પ્રવેશ્યા છે. આ ત્રણે આતંકીઓના નામ હસનૈન અલી, આદિલ હુસેન અને મોહમ્મદ ઉસ્માન છે. હસનૈન અલી રાવલપિન્ડીનો, આદિલ હુસેન ઉમરકોટનો અને મોહમ્મદ ઉસ્માન બહાવલપુરનો રહેવાસી છે.
Aug 28, 2025 10:25 am
ચાર રસ્તા નજીક પોલીસ ચોકીમાં ટોળાએ કરી તોડફોડ
પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતા ચોકી પર બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, આરોપીના પરિજનોની કડોદરા પોલીસ ચોકીમાં બબાલ કરી હતી અને મધરાત્રે ઘટના બનતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી, તોડફોડ દરમિયાન એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે, પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં પોલીસે તપાસ માટે સીસીટીવી પણ લીધા છે અને અન્ય લોકો સામે પણ ગુનો નોંધાઈ શકે છે, પાસાને લઈ બબાલ કરવામાં આવી હતી.
Aug 28, 2025 10:25 am
સુરત ગ્રામ્યમાં પોલીસ પર બુટલેગરો થયા હાવી
સુરતના ગ્રામ્યમાં બુટલેગરના ભત્રીજાની અટકાયત રોકવા માટે પરિજનોએ ચોકીમાં તોડફોડ કરી હતી, બુટલેગર ઈશ્વર વાંસફોડીયાના ભત્રીજાને બચાવવા જતા બબાલ થઈ હતી, ટોળાએ ચાર ર્સાત નજીક પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી અને મધરાત્રે આ બબાલ થઈ હતી અને અન્ય પોલીસ સ્ટેશનના પોલીસને પણ બોલાવવામાં આવી હતી, તોડફોડ દરમિયાન એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
Aug 28, 2025 10:25 am
સુરત ગ્રામ્યમાં પોલીસ પર બુટલેગરો થયા હાવી, બુટલેગરના ભત્રીજાની અટકાયત કરતા ચોકીમાં કરી તોડફોડ
સુરત ગ્રામ્યમાં પોલીસ પર બુટલેગરો હાવી થઈ ગયા છે, બુટલેગરના ભત્રીજાની અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે મામલો બિચકયો હતો, સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો પણ નોંધ્યો છે અને ઓમ પ્રકાશ વાસફોડીયાની પોલીસે કરી છે અટકાયત, મારા ભત્રીજાની કેમ અટકાયત કરી તેમ કહી બબાલ કરી ચોકીમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
Aug 28, 2025 09:58 am
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક
સિઝનમાં પ્રથમવાર ડેમની સપાટી 136 મીટરને પાર, નર્મદા ડેમમાં પાણીની આવક 2.10 લાખ ક્યુસેક, ઉપરવાસમાં વરસાદથી પાણીની સતત આવક ચાલુ, નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલવામાં આવ્યા, નર્મદા નદીમાં 95000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ભરૂચ, નર્મદા, વડોદરાના 27 ગામને એલર્ટ કરાયા.
Aug 28, 2025 09:46 am
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો
તેને બચાવવા પડેલા તેના દાદા કરણભાઈ કાનાભાઈ ભરવાડ પણ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નદીના કાંઠે ઉભેલા લોકોએ ભારે જહેમત થી દાદા પૌત્રને બહાર કાઢ્યા હતા. અને તાબડતોબ સારવાર માટે ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ચુડા હોસ્પિટલના ફરજ પર રહેલા તબીબે દાદા પૌત્રને મૃત જાહેર કરતા ચમારડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ચુડા પોલીસ ઘટના સ્થળે પહોંચી નિવેદન આધારે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Aug 28, 2025 09:46 am
સુરેન્દ્રનગરમાં પૌત્રને બચાવવા માટે દાદા નદીમાં ઉતર્યા હતા
સુરેન્દ્રનગરમાં પૌત્રને બચાવવા માટે દાદા નદીમાં ઉતર્યા હતા અને એકાએક બંને ઊંડા ખાડામાં ગરકાવ થઇ ગયા હતા અને તેમનું મોત થયું હતુ, દાદા પૌત્રના મોતથી ચમારડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ચુડા તાલુકાના ચમારડી ગામ રહી પશુપાલન કરતા માલધારી સમાજના ચાવડા કરણભાઈ કાનાભાઈ અને તેમના દીકરાનો પૌત્ર ચાવડા નરેશભાઈ દોલાભાઈ પશુઓ ચરાવી પરત આવી રહ્યા હતા ત્યારે ચમારડી ગામના પાદરમાં વહેતી વાસણ નદીના વહેણમાંથી પસાર થતાં હતાં ત્યારે એકાએક પૌત્ર નરેશભાઈ દોલાભાઈ પાણીના વહેણમાં તણાવવા લાગ્યા હતા.
Aug 28, 2025 09:45 am
સુરેન્દ્રનગરના ચુડામાં પાણીના પ્રવાહમાં દાદા-પૌત્ર તણાઈ જતા મોત, પૌત્રને બચાવવા જતા દાદા પણ તણાયા
સુરેન્દ્રનગરના ચુડામાં પાણીના પ્રવાહમાં દાદા-પૌત્ર તણાતા મોત થયું હોવાની વાત સામે આવી છે, પાણીમાં તણાતા પૌત્રને બચાવવા જતા દાદા પણ તણાયા અને તેમનું મોત થયું છે, તમારડી ગામની વાંસળ નદીમાં જણાઇ જતા મોત થયું છે, પશુ ચરાવતી વખતે પૌત્ર નદીમાં તણાયો હતો અને તે જોતા દાદા પણ બચાવવા પહોંચ્યા હતા, ત્યારે બન્નેના મોત થયા છે.
Aug 28, 2025 09:29 am
વિજેતાને પુરસ્કાર આપવામાં આવ્યો
સ્પર્ધામાં એક મેચમાં ૧૨ પોઇન્ટ મેળવનારી ટીમ વિજેતા બને છે. શેરીમાં રમાતી આ રમતને નિયમબદ્ધ અને પોઇન્ટ સાથે રમાતી જોઈને લોકો થંભી ગયા હતા. આજની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ટીકાભાઈ બી. પનારા (વગડીયા)ની વિજેતા ટીમને રૂ. ૩૦૦૦, બીજા ક્રમની વિજેતા રાજુભાઈ આર. ઝરવરિયાની ટીમને રૂ. ૨૦૦૦ અને ત્રીજા ક્રમે વિજેતા વિજય બી. ઉભડિયાની ટીમને રૂ. ૧૦૦૦નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
Aug 28, 2025 09:29 am
ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી તેમજ તરણેતર ગ્રામ પંચાયતના ઉપક્રમે ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતોડીની સ્પર્ધામાં ઓપન કેટેગરીમાં ૧૦ ખેલાડીઓની એક એવી ૨૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આજે સવારે 9 વાગ્યા સુધી ઓપન એન્ટ્રી રાખીને રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
Aug 28, 2025 09:29 am
તરણેતરના મેળામાં પરંપરાગત રમતોનું આકર્ષણ, સાતોડી (નારગોલ) સ્પર્ધામાં 22 ટીમો વચ્ચે જામી રસાકસી
આજે મોબાઈલ પર પબજી અને ઓનલાઇન ગેમ્સનો ક્રેઝ છે ત્યારે, સુરેન્દ્રનગરના તરણેતરમાં ગ્રામીણ ઓલિમ્પિક્સની વિવિધ સ્પર્ધાઓમાં પરંપરાગત રમતોની રસાકસી જામી હતી. શેરીઓમાં જોવા મળતી સાતોડી (નારગોલઝ સાતોલિયું) રમતને અહીં સ્પર્ધાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ રમતની સ્પર્ધામાં ૨૦૦થી વધુ ખેલાડીઓએ જોશભેર ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા હતા.
Aug 28, 2025 09:13 am
રસ્તા ઝડપથી રિપેર થાય તેવી માંગણી કરાઈ
આ રસ્તાઓનું સમારકામ ઝડપથી કરાવવામાં આવે, પુલિયા રીપેર કરવામાં આવે અને જ્યાં ધોવાણ થયું છે ત્યાં માટી નાખીને તાત્કાલિક માર્ગો ચાલુ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, આ પરિસ્થિતિમાં, સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની અપેક્ષા છે જેથી ખેડૂતો અને સ્થાનિક નાગરિકોને રાહત મળી શકે. આમ તાત્કાલિક રસ્તાઓને રસ્તાઓની મરામત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
Aug 28, 2025 09:13 am
મેંદરડાથી ઝીંઝુડા તરફનો રસ્તો ધોવાયો
ભારે વરસાદને પગલે મેંદરડા તાલુકાના અનેક રસ્તાઓ ધોવાણ થયા બાદ રોડ પર ચાલવા જેવી સ્થિતિ રહી નથી, ભારે વરસાદે પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. ઘણા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને પુલિયા તૂટી ગયા છે, જેના કારણે ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. ખાસ કરીને મેંદરડાથી ઝીંઝુડા જતો રસ્તો, ચીરોળા અને નતાળીયાના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આ કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
Aug 28, 2025 09:13 am
મેંદરડાના રોડ વરસાદમાં બન્યા ખરાબ
20 ઓગસ્ટના રોજ મેંદરડા તાલુકામાં અંદાજિત 12 થી 13 ઇંચ જેટલો ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતો અને સ્થાનિક માર્ગોને વ્યાપક નુકસાન થયું છે. આ અચાનક અને અતિશય વરસાદથી રસ્તાનું ધોવાણ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, ત્યારે અનેક રસ્તાઓ સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે, મહાનગર પાલિકાને પણ આ વાતની ખબર છે, પરંતુ હજી સુધી કોઈ મરામતની કામગીરી કરવામાં આવી નથી, સ્થાનિકોનું કહેવું છે કે, ટેકસ તો લેવામાં આવે છે સામે રોડની સુવિધા આપવામાં આવતી નથી.
Aug 28, 2025 09:12 am
જૂનાગઢના મેંદરડામાં ભારે વરસાદના કારણે રોડ ધોવાઈ ગયા, સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો કરવો પડે છે સામનો
જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાને લઈને રસ્તાઓનું ધોવાણ થયુ છે, ખાસ કરીને મેંદરડા તાલુકામાં કરોડો રૂપિયાનું નુકસાન રસ્તાના ધોવાના કારણે થયું હોવાની વાત સામે આવી છે, ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર ચોમાસામાં રોડ ધોવાઈ જાય છે અને ખરાબ રોડના કારણ વાહનોને પણ નુકસાન થાય છે.
Aug 28, 2025 08:53 am
પાલનપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી, TRB જવાનો મસમોટા ખાડા પુરવા માટે મજબૂર
નેશનલ હાઈવે ઓથોરિટીએ કામગીરી ન કરતા રોષ, ચેકપોસ્ટથી એરોમાં સર્કલ વચ્ચે ખાડાઓનું સામ્રાજ્ય, નેશનલ હાઇવેની કચેરી પણ આ જ માર્ગ પર આવેલી, અધિકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન.
Aug 28, 2025 08:47 am
દરેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે
કોઈપણ ખેલાડી બે કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪ અને અંડર-૧૭ વયજૂથના ખેલાડીઓએ શાળાના માધ્યમથી જ રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Aug 28, 2025 08:47 am
રમત-ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓ લઈ શકશે ભાગ
આ ખેલ મહાકુંભ - ૨૦૨૫માં અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭, ઓપન એજ, અબવ - ૪૦ અને અબવ - ૬૦ વય જૂથના ખેલાડીઓ ભાગ લઇ શકશે. રમત- ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ http://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ખેલ મહાકુંભ - ૨૦૨૫માં ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા. ૨૯-૦૮-૨૦૨૫થી શરૂ થશે. રમત- ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ http://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
Aug 28, 2025 08:47 am
ખેલ મહાકુંભ 2025 માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન 29 ઓગસ્ટથી થશે શરૂ
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ - ૨૦૨૫નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ અંતર્ગત શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા તથા જીલ્લા કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
Aug 28, 2025 08:26 am
બગસરા પોલીસે આરોપીની કરી પૂછપરછ
આ ઘટના બની ત્યારે ફરીયાદીના મિત્ર કાળુભાઈ મકવાણા તેમના અભિપ્રાય આવ્યા હતા. પ્રયાસ કર્યો હતો પરંતુ ધમકાવતા ભાગની તેમને મળી હતી. બગસરા પોલીસ સ્ટેશનમાં સ્થાનિકોનો નોંધાયો પોલીસ તપાસમાં એ સગી મહિલાને છરીના ક્રૂર ભર્યાઘાઘા મારી પત્ની કરી હતી ભાઈના હાથની હત્યા કરી પોલીસની પોલીસ તપાસમાં ખુલ્લી છે કે પોલીસ પોલીસ એ હાલની પૂછપરછ કરી રહી છે. રિમાન્ડ મેળવવા તજવીજ હાથ છે. હાલ તો ભાઈએ મિત્રની ગુનેગાર કરી જેલના સળિયા પક્ષ અને જેલવાસ દેખશે.
Aug 28, 2025 08:25 am
મૃતકના સાસુને પણ છરીના ઘા વાગ્યા છે
આ ઘટનામાં મૃતક ગીતાબેનનો દીકરો હાર્દિક આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી મૃતકનો દીકરો ભગાડી જતા આરોપી નરેશ ખીમાભાઈ ચૌહાણને સારું નહિ લાગતા સાપર ગામમાં અરવિંદ બચુભાઇ રાઠોડના રહેણાંક મકાનમા આવ્યો અને ઉગ્ર બોલાચાલી કરી દીવાલ કૂદી હથિયાર ધારણ કરી અરવિંદભાઈના પત્ની ગીતાબેનના આડેધડ છરીના ઘા મારી હત્યા નિપજાવી અહીં મૃતકના સાસુ વચ્ચે આવતા તેમને પણ છરીના ઘા મારી હુમલો કરતા વધુ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
Aug 28, 2025 08:25 am
સગા ભાઈએ બહેનની કરી હત્યા
અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકાના સાપર ગામમાં 1 દિવસ પહેલા હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે બગસરના સાપર ગામમાં રહેતા ગીતાબેનને છરીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી હતી, આ ઘટનાની જાણ થતાં બગસરા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,એ.એસ.પી.જયવીર ગઢવી સહિત પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં ફરીયાદીએ ફરિયાદ આપતા બહેનની હત્યા સગા ભાઈના હાથે જ કરવામાં આવી છે.
Aug 28, 2025 08:25 am
અમરેલીના બગસરામાં દીકરી ભાણેજના પ્રેમસબંધમાં ભાગી ગઈ, પરિજનોએ છરીના ઘા મારી દીકરીની કરી હત્યા
અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના સાપર ગામમાં આરોપીની દીકરી પોતાનો સગો ભાણેજ પ્રેમસબંધમાં ભગાડી જતા ભાણેજની માતા આરોપી ભાઈની સગી બહેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી પોલીસે આરોપીની ધરપકડ કરી દબોચી લીધો છે.
Aug 28, 2025 07:59 am
ગુજરાતમાં સિઝનનો કૂલ 85.04 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો કૂલ 85.04 ટકા વરસાદ નોંધાયો છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં 88.05, ઉત્તર ગુજરાતમાં 88.77, મધ્ય ગુજરાતમાં 79.89, સૌરાષ્ટ્રમાં 83.72 અને કચ્છ ઝોનમાં 85.14 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજ્યના 207 જળાશયોમાં 81.43 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 86.46 ટકા પાણીનો જથ્થો છે.
Aug 28, 2025 07:59 am
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા વડોદરા,આણંદ, ખેડામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠા,અરવલ્લી, મહેસાણા, તાપી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
Aug 28, 2025 07:59 am
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, અમરેલી, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Aug 28, 2025 07:59 am
રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સુરત, વલસાડ, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો માછીમારોને આગામી 4 દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Aug 28, 2025 07:40 am
અમૂલ ડેરીની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો
આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ઉમરેઠ MLA ગોવિંદ પરમાર ડેરીની ચૂંટણી નહી લડે, ભાજપે વધુ સાત બ્લોકના ઉમેદવાર જાહેર કર્યા, બોરસદ બ્લોકના ઉમેદવારની જાહેરાત બાકી, ભાજપ તરફથી અત્યાર સુધી 5 ફોર્મ ભરાયા, આણંદથી કાંતિ સોઢા પરમાર આજે ફોર્મ ભરશે, રાજેન્દ્રસિંહ પરમાર, બીનાબેન પટેલ ફોર્મ ભરશે, ઘેલાભાઇ ઝાલા, ધવલ પટેલ આજે ફોર્મ ભરશે, ગૌતમ ચૌહાણ, ભગવત પરમાર આજે ફોર્મ ભરશે, વિશ્વાસ પેનલના તમામ ઉમેદવાર આજે ફોર્મ ભરશે.
Aug 28, 2025 07:39 am
અમેરિકાની સ્કૂલમાં અંધાધૂન ફાયરિંગ
ફાયરિંગમાં 2 બાળકોના મોત, 17 ઘાયલ, ગોળીબાર કરનારે પોતાને પણ ગોળી મારી, સ્કૂલમાં પ્રાર્થના સભા દરમિયાન કર્યું ફાયરિંગ, એન્યુનસિએશન કેથોલિક સ્કૂલમાં ગોળીબાર, મિનેસોટાના મિનિયાપોલિસમાં સ્કૂલમાં ફાયરિંગ, FBIએ આતંકવાદી કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું.
Aug 28, 2025 07:38 am
વડોદરાના શિનોરમાં મોડી રાતે ધોધમાર વરસાદ
શિનોર, સેગવા, આનંદી ગામમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી વરસાદી પાણી બજારમાં ફરી વળ્યા, શિનોરના બજારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો.
Aug 28, 2025 07:37 am
PM મોદી આજથી ચાર દિવસની વિદેશ યાત્રા પર
PM મોદી જાપાન અને ચીનની મુલાકાત લેશે, આજે રાત્રે PM મોદી જાપાન જવા રવાના થશે, PM મોદી જાપાનમાં બે અલગ-અલગ બેઠકો કરશે, જાપાનના PM ઇશિબા સાથે મહત્વની બેઠક કરશે, 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે ચીનની મુલાકાત જશે, 31 ઓગસ્ટે PM મોદીની ચીનના રાષ્ટ્રપતિ સાથે બેઠક, PM મોદી 1 સપ્ટેમ્બરે 25મી SCO બેઠકમાં ભાગ લેશે.
Aug 28, 2025 07:37 am
વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો આજથી પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલ VGRC કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે, અમદાવાદ શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે મળશે કોન્ફરન્સ, 2030 સુધી 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય, આગામી દિવસોમાં ઝોન પ્રમાણે કોન્ફરન્સનું આયોજન કરાશે.

Tharad: થરાદના ભાચર ગામમાં અદ્યતન નવી લાઈબ્રેરીનું લોકાર્પણ કરાયું

Banaskantha: થરા શહેરમાં મહારાણી નાયિકા દેવી ઉદ્યાનનું 20 જૂને લોકાર્પણ કરાશે

Deesa: ડીસામાં ગે.કા. બાંધકામ સામે લાલઆંખ

Banaskantha: શિક્ષક શાળાના પાઠય પુસ્તકો પસ્તીમાં વેચવા નીકળ્યાં ! !

Panchmahal: બોડેલી સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ

સવાલો ઊઠ્યા હતા ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા : પ્યાર કી પરીક્ષા

ક્રિતિ સેનન ફિલ્મી એક્ટ્રેસ પ્લસ બિઝનેસ વુમન છે

અડધો ડઝન ફિલ્મ : રિવ્યૂ તો શાનદાર છે, પણ બોક્સઓફિસનું રિઝલ્ટ શૂન્ય!

વર્ગભેદ વિશે સૌ કોઈને નખશિખ હચમચાવી નાખતી ફિલ્મ : `ધ પ્લેટફોર્મ'

કેટી પેરી અને જસ્ટીન ટ્રુડો

Tharad: થરાદના ભાચર ગામમાં અદ્યતન નવી લાઈબ્રેરીનું લોકાર્પણ કરાયું