
Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

Oct 31, 2025 11:28 pm
અમરેલીથી સુરત જતી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત
અમરેલીથી સુરત જતી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, નંદકિશોર નામની ટ્રાવેલ્સ બસને નડ્યો હતો અકસ્માત, ચીતલના જશવંતગઢ પાસે બસે મારી પલટી, અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે, 108 ની ટીમને જાણતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, બસમાં સવાર 26 મુસાફરોને નાની મોટી ઈજા, તમામને ચિતલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા.
Oct 31, 2025 10:57 pm
વિઠ્ઠલ રાદડિયાને યાદ કરીને ખેડૂત રડ્યા
ધોરાજીમાં ખેડૂતનો વીડિયો થયો વાયરલ, વિઠ્ઠલ રાદડિયાને યાદ કરીને ખેડૂત રડ્યા, કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી, ખેડૂતની સરકાર પાસે વળતરની માગ, ખેડૂતે વિઠ્ઠલભાઇને ગણાવ્યા મસીહા.
Oct 31, 2025 10:22 pm
ગુજરાત પ્રદેશ ભાજપે 82 નિરીક્ષકની કરી નિમણૂક
શહેર, જિલ્લામાં નિમણૂકને લઇ ભાજપની કવાયત, ગુજરાત પ્રદેશ ભાજપે 82 નિરીક્ષકની કરી નિમણૂક, સેન્સ માટે દરેક શહેર અને મનપામાં 2-2 નિરીક્ષક જશે, ઉપાધ્યક્ષ - મહામંત્રી, મંત્રી માટે મેળવશે 3-3 નામની પેનલ, કોષાધ્યક્ષનાં હોદ્દા માટે મેળવશે 3-3 નામની પેનલ, પેનલ તૈયાર કરી સોંપશે પ્રદેશ અધ્યક્ષને, 1 થી 5 નવેમ્બર સુધીમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ આદેશ.
Oct 31, 2025 09:45 pm
જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદ
અમરેલીના જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદ, માણસા, પાટી, હેમાળ, લોર, ફાસરીયામાં વરસાદ, અનરાધાર વરસાદથી ગામમાં નદીઓ વહેતી થઇ, મોટા માણસા ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘુસ્યા, બજારમાં વહેતી નદીના પ્રવાહમાં બાઈક તણાયું, કમોસમી વરસાદના કારણે ઘરમાં રહેલી મગફળી બગડી.
Oct 31, 2025 09:29 pm
રેશનકાર્ડના ગ્રાહકો માટે માઠા સમાચાર
રાજ્યના રેશનકાર્ડના ગ્રાહકો માટે માઠા સમાચાર, 1 નવેમ્બરથી સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર, રાજકોટના 700 રેશનિંગ દુકાનદારો હડતાલ પર, સસ્તા અનાજ વેપારી એસો.ના મહામંત્રીએ કરી અપીલ, મહામંત્રી હિતુભા જાડેજાએ વીડિયો દ્વારા કરી અપીલ, કોઈ પણ વેપારી અનાજનું વિતરણ ન કરે:હિતુભા જાડેજા, સરકાર સાથે એસો. જ વાટાઘાટ કરશે:હિતુભા, એસો.સિવાય કોઈ વેપારી વાટાઘાટો નહીં કરે:હિતુભા, હડતાલ વિશેના ખોટા મેસેજ ફેલાવવા નહીં :હિતુભા, આવતીકાલથી અનાજ વિતરણ સજ્જડ બંધ :હિતુભા .
Oct 31, 2025 08:33 pm
પ્રેમલગ્નની સજા સાસુ સસરાને મળી
અમદાવાદનાં એક યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા પણ યુવતીના પરિવારજનોને આ લગ્ન સ્વીકાર્ય ન હતા. તેઓએ દીકરીને અવારનવાર સમજાવી પોતાના પાસે પાછી લાવવાના પ્રયાસો કર્યા, પરંતુ દીકરી ન માની તો આ વાતની સજા દીકરીના સાસુ અને સસરાને આપવામાં આવી. યુવતીના પિતા સહિતના પરિવારજનોએ ભેગા મળી દીકરીના સાસુ સસરા પર હુમલો કર્યો અને સસરાની હત્યા કરી નાખી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી છે.
Oct 31, 2025 08:12 pm
રાજુલામાં ધોધમાર 3 ઇંચ વરસાદ
અમરેલીના રાજુલામાં ધોધમાર 3 ઇંચ વરસાદ, રાજુલામાં સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો, રાજુલામાં અત્યાર સુધી 51 ઇંચ વરસાદ.
Oct 31, 2025 07:57 pm
ધારીમાં ખેડૂતોએ ભેગા થઇ CMને લખ્યા પત્રો
ધારીમાં ખેડૂતોએ ભેગા થઇ CMને લખ્યા પત્રો, દુધાળા ગામે ખેડૂતોએ ભેગા થઇ CMને લખ્યા પત્રો, ખેડૂતોનું દેવું માફ કરવા મુખ્યમંત્રીને લખ્યા પત્રો, 300થી વધુ ખેડૂતો સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ભેગા થયા, ડિજિટલ સર્વે બંધ કરી ખેડૂતોના દેવા માફ કરવા માગ, માંગણી ન સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી.
Oct 31, 2025 07:39 pm
વિસાવદરના શોભાવડલામાં ડબલ મર્ડર
જુનાગઢમાં વિસાવદરના શોભાવડલામાં ડબલ મર્ડર, સગીર ભાઇએ મોટા ભાઇ અને ભાભીની કરી હત્યા, બોથડ પદાર્થથી ભાઇ-ભાભીને ઉતાર્યા મોતને ઘાટ, હત્યારાએ હત્યા કરી લાશને ઘરમાં દાટી દીધી, મૃતક મહિલા હતી ગર્ભવતી, આરોપી સગીરની પોલીસે કરી અટકાયત, 12 દિવસ પહેલા ભાઇ-ભાભીની કરી હતી હત્યા, બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે કરી તપાસ.
Oct 31, 2025 07:23 pm
આણંદ પંથકમાં કુખ્યાત બે તસ્કરો ઝડપાયા
આણંદ પંથકમાં રિક્ષામાં મુસાફરોની નજર ચુકવી ચોરી કરતો કુખ્યાત બે તસ્કરો ઝડપાયા, બોરસદ ચોકડી નજીક રિક્ષામાં ખેડુતને બેસાડી 50 હજાર તફડાવી લીધા હતા, એલસીબી પોલીસે પેટલાદનાં કુખ્યાત જલાલ ઉર્ફે માંકડોને ઝ઼ડપી પાડયો એલસીબી પોલીસે પેટલાદનાં જીયાઉદ્દીન નામનાં શખ્સને ઝડપી પા઼ડયો.પોલીસે રીક્ષા અને ચોરીની રકમ મળી 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.બન્ને આરોપીઓને વધુ તપાસ અર્થે વિરસદ પોલીસને હવાલે કરાયા.
Oct 31, 2025 07:10 pm
પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ
અર્જુન મોઢવાડિયા, બાબુ બોખીરિયા પોરબંદરની મુલાકાતે, કુછડી, પાલખડા, વિસાવાડા, મોઢવાડા ગામની મુલાકાતે, મંત્રીઓએ મગફળીના પાકને થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું, ભાજપ નેતાઓ, કલેકટર, DDO રહ્યાં હાજર.
Oct 31, 2025 06:46 pm
એકતાનગરમાં ભારત પર્વ-2025નો શનિવારે પ્રારંભ
CM ભૂપેન્દ્ર પટેલ ભારત પર્વ-2025નો પ્રારંભ કરાવશે, એકતાનગરમાં ભારત પર્વ-2025નો શનિવારે પ્રારંભ, ભારત પર્વમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર થશે, 1 થી 15 નવેમ્બર, 2025 સુધી ભારત પર્વ ચાલશે, ભારત પર્વમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ઉપસ્થિત, પ્રવાસન રાજ્યમંત્રી ડો.જયરામ ગામીત પણ રહેશે હાજર.
Oct 31, 2025 06:33 pm
શાહ દંપતીના પોલીસે રિમાન્ડ મેળવ્યા
સુરત શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ રોકાણકારોને ઊંચા વળતરની લોભામણી સ્કીમોની લાલચ આપીને આશરે રૂપિયા 98.50 લાખની ઠગાઈ કરવાના ગુનામાં 'SHAH'S INVESTMENT' કંપનીના માલિક હાર્દિકકુમાર અશોકભાઈ શાહ અને તેમની પત્ની પૂજાબેન શાહની ધરપકડ કરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર કેસમાં ઇકો સેલે વધુ તપાસ માટે દંપતીના રિમાન્ડ મેળવ્યા છે.
Oct 31, 2025 06:31 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1.Harshit Ranaએ મેલબોર્નમાં 35 રન ફટકારીને આ ત્રણ બેટ્સમેનોને પાછળ છોડી દીધા
2.Bihar Election 2025: કઇ જોબ આપશે ખેસારી લાલ યાદવ? 1 કરોડ નોકરીવાળા નિવેદન પર ભડક્યા તેજ પ્રતાપ
3.આ વર્ષે અજીબ શબ્દ બન્યો Word of the Year, લોકોએ યુઝ તો કર્યો પરંતુ અર્થ જ નથી ખ્યાલ
7.Mokama Dularchand Yadav Murder Case: દુલારચંદ યાદવ હત્યાકાંડમાં મૃતકના પરિવારજનોએ શું કર્યો આરોપ?
8.Navsari: બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની અને પ્રેમિકાની હત્યા કરનાર હત્યારો ફૈઝલ પઠાણ ઝડપાયો
10.Banaskantha: પૂર્વ સરપંચ અને વેપારીનું સારવાર દરમિયાન મોત, સ્યુસાઇડ નોટમાં માનસિક ત્રાસનો ઉલ્લેખ
Oct 31, 2025 06:30 pm
અરવલ્લીમાં કોંગ્રેસ, આપના 200થી વધુ કાર્યકર ભાજપમાં જોડાયા
અરવલ્લીમાં ભાજપે પાડ્યું કોંગ્રેસ અને આપમાં ગાબડું, કોંગ્રેસ, આપના 200થી વધુ કાર્યકર ભાજપમાં જોડાયા, કોંગ્રેસ, આપના કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો, મેઘરજના કસાણામાં ભાજપનું સ્નેહમિલન, સ્નેહમિલનમાં કોંગ્રેસ, આપના કાર્યકરોએ કેસરિયો પહેર્યો, મંત્રી પી.સી બરંડાની હાજરીમાં કાર્યકરો ભાજપમાં જોડાયા.
Oct 31, 2025 06:15 pm
ખાંભાનો રાયડી ડેમ છલકાયો
સતત વરસાદથી ખાંભાનો રાયડી ડેમ છલકાયો, ડેમના 2 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા, રાયડી ડેમના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા, મોટા અને નાના બારમણ, ચોતરા, મીઠાપુરમાં એલર્ટ, નદીના પટમાં કોઇએ અવરજવર ન કરવા સુચના.
Oct 31, 2025 06:03 pm
રાજ્યને મળ્યા 33મા મુખ્ય સચિવ
રાજ્યને મળ્યા 33મા મુખ્ય સચિવ, મુખ્ય સચિવ તરીકે એમ.કે.દાસે સંભાળ્યો ચાર્જ, વર્તમાન સચિવ પંકજ જોશીનો કાર્યકાળ થયો સમાપ્ત, 1990ની બેચના IAS છે મનોજ કુમાર દાસ, દાસ ડિસેમ્બર 2026 સુધી મુખ્ય સચિવ પદે રહેશે.
Oct 31, 2025 05:46 pm
અમદાવાદના રાયફલ ક્લબમાં યોજાશે ચેમ્પિયનશિપ
ઓલ ઇન્ડિયા જી.વી માલવણકર શૂટિંગ ચેમ્પિયનશિપ શરૂ, અમદાવાદના રાયફલ ક્લબમાં યોજાશે ચેમ્પિયનશિપ , DYCM હર્ષ સંઘવીએ કર્યું ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન, 10મી વાર અમદાવાદને ચેમ્પિયનશિપની યજમાની, દેશભરમાંથી 4600 ખેલાડીઓ લેશે ભાગ.
Oct 31, 2025 05:34 pm
ખાંભા ગીરમાં સતત 6 દિવસથી વરસાદ
અમરેલીના ખાંભા ગીરમાં સતત 6 દિવસથી વરસાદ, ત્રાકુડા, શ્યામ ગઢ, મોટા બારમણમાં કમોસમી વરસાદ, નિંગાળામાં સહિતના ગામોમાં કમોસમી વરસાદ, શ્યામ ગઢની સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર, સતત વરસાદથી મગફળી, કપાસના પાકને નુકસાન.
Oct 31, 2025 05:18 pm
વિસનગર APMCમાં દિવાળી બાદનું મુહૂર્ત
માવઠાના વાદળો વચ્ચે વિસનગર APMCમાં એક તરફ દિવાળી બાદનું મુહૂર્ત તો બીજી તરફ માવઠું. દિવાળીના 10 દિવસના વેકેશન બાદ મહેસાણાના વિસનગર માર્કેટ યાર્ડમાં ધમધમાટ શરૂ થયો છે.
Oct 31, 2025 05:17 pm
ખેડાના ગોઠાજ નજીક યુવક ચાલુ ટ્રેનમાંથી પટકાયો
ખેડાના ગોઠાજ નજીક યુવક ચાલુ ટ્રેનમાંથી પટકાયો, ઉત્તરપ્રદેશનો યુવક ચાલુ ટ્રેનમાંથી પડી જતા મોત, ગોરખપુર અમદાવાદ એકપ્રેસ ટ્રેનનો બનાવ, યુવક ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાનો રહેવાસી, નડિયાદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી.
Oct 31, 2025 05:03 pm
નવસારીમાં પત્ની-પ્રેમિકાની હત્યા કરનાર ઝડપાયો
નવસારીમાં પત્ની-પ્રેમિકાની હત્યા કરનાર ઝડપાયો, આરોપી ફૈઝલ પઠાણને પોલીસે ઝડપી પાડ્યો, બંધ પડેલ મિલમાં બે હત્યાને આપ્યો હતો અંજામ, 100થી વધુ CCTV તપાસી પોલીસે હત્યારાને ઝડપ્યો.
Oct 31, 2025 04:51 pm
રાજુલામાં ધોધમાર 2 ઈંચ વરસાદ
અમરેલીના રાજુલામાં ધોધમાર 2 ઈંચ વરસાદ, રાજુલાના સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા, શહેરના જાફરાબાદ રોડ પર પાણી ભરાયા, ગોકુલનગર, છતડીયા રોડ જળબંબાકાર, સૂર્યા બંગ્લોઝ સહિતના વિસ્તાર જળબંબાકાર.
Oct 31, 2025 04:41 pm
બનાસકાંઠામાં પૂર્વ સરપંચ-વેપારીનું મોત
બનાસકાંઠામાં પૂર્વ સરપંચ-વેપારીનું મોત, લમણે ગોળી મારી આપઘાતનો કર્યો હતો પ્રયાસ, સારવાર દરમ્યાન કુંદનલાલ કચ્છવાનું મોત, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.
Oct 31, 2025 04:36 pm
ગિરનારની પરિક્રમાને સ્થગિત કરવામાં આવી
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમાને આ વર્ષે ગ્રહણ લાગ્યું છે અને વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ.ને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Oct 31, 2025 04:21 pm
પાક નુકસાની સર્વેનો ખેડૂતો દ્વારા બહિષ્કાર
ઉનામાં પાક નુકસાની સર્વેનો ખેડૂતો દ્વારા બહિષ્કાર, કમોસમી વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની, કાજરડી ગામે ખેડૂતોએ નુકસાની સર્વેનો બહિષ્કાર કર્યો, સરકાર દ્વારા સર્વે કરી વળતર આપવાની જાહેરાતથી વિરોધ, ખેડૂતોને 100 ટકા નુકસાની આપવા રજૂઆત કરાઇ, ખેડૂતોએ લેખિતમાં ખેતીવાડી અધિકારીને આવેદન આપ્યું.
Oct 31, 2025 04:20 pm
કમોસમી વરસાદ પર દિલીપ સંઘાણીનું નિવેદન
કમોસમી વરસાદ પર દિલીપ સંઘાણીનું નિવેદન, સરકારે નુકસાનીનો સર્વે કરી રિપોર્ટ બનાવવો જોઇએ, ખેડૂતોનો તૈયાર માલ પલળી ગયો છેઃ સંઘાણી, સરકારે સર્વેના આદેશ આપ્યા છેઃ સંઘાણી, ખેડૂતોને ઝડપથી સહાય કરાશે તેવી આશાઃ સંઘાણી.
Oct 31, 2025 04:01 pm
વાવમાં ભાઇની હત્યા કરનાર આરોપીની ધરપકડ
વાવમાં ભાઇની હત્યા કરનાર આરોપીની ધરપકડ, વાવ પોલીસે અમરત પ્રજાપતિની ધરપકડ કરી, મૃતક આરોપી અને તેની માતાને હેરાન કરતો હતો, હેરાનગતિથી કંટાળી ભાઇએ કરી હતી ભાઇની હત્યા.
Oct 31, 2025 04:00 pm
જેસરમાં કાચું મકાન ધરાશાયી
ભાવનગરના જેસરમાં કાચું મકાન ધરાશાયી, સતત વરસાદથી કરલા ગામે મકાન ધરાશાયી, મકાન ધરાશાયી થતા ઘરવખરીને નુકસાન, સદનસીબે કોઇની જાનહાનિ નહીં.
Oct 31, 2025 03:52 pm
રાજકોટની પ્રગતિ હોસ્પિટલ બહાર ગેંગ વોરનો કેસ
ફાયરિંગ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના DCPનું નિવેદન, ‘બંને ગેંગના 7 આરોપી પકડાયા, અન્યની શોધખોળ ચાલુ’, ‘સમીર જુણેજા, મોટિયો ઝાલા, ભયલો ગઢવીએ કર્યું ફાયરિંગ’, ‘પેંડા ગેંગને માહિતી મળતા મંગળા મેઈન રોડ પર ફાયરિંગ કર્યું’, ‘મુર્ધા ગેંગમાંથી સમીરે કર્યું હતું ફાયરિંગ, એક હથિયાર કબજે’, ‘હથિયાર આપનારની અટકાયત સહિતની કામગીરી ચાલુ.
Oct 31, 2025 03:50 pm
સરદાર પટેલના વંશજોની એકતા પરેડમાં હાજરી
સરદાર પટેલના પૌત્ર ગૌતમભાઈ પટેલની હાજરી, ગૌતમભાઈ પટેલની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત, એકતા પરેડમાં હાજરી આપીને સારું લાગ્યું: ગૌતમભાઈ, ‘સરદાર પટેલે રજવાડા ભેગા કરી અખંડ ભારત બનાવ્યું’, આજે ભાષા સહિતના વિવાદોથી દુઃખ થાય છેઃ ગૌતમભાઇ, ‘સૌ કોઈએ સરદાર પટેલમાંથી પ્રેરણા લેવી જોઈએ’.
Oct 31, 2025 03:40 pm
માવઠા મુદ્દે પૂર્વ DYCM નીતિન પટેલનું નિવેદન
માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાનઃ નીતિન પટેલ, ‘નુકસાન અંગે મુખ્યમંત્રીએ સર્વેની સૂચના આપી છે’, ‘કડી, મહેસાણામાં ઝડપી સર્વે કરવા વિનંતી કરું છું’, ખેડૂતોને મદદરૂપ થવા વિનંતી કરી છેઃ નીતિન પટેલ.
Oct 31, 2025 03:30 pm
ઓઢવની ઘટના બાદ AMC હરકતમાં
AMC અધિકારીઓ પહોંચ્યા ઓઢવ સ્મશાન, સ્મશાનની મુલાકાત લઈ લાકડાની સ્થિતિ ચકાસી, અન્ય વ્યવસ્થાની પણ કરી ચકાસણી.
Oct 31, 2025 03:23 pm
મગફળી ખરીદવા અંગે હજુ નથી લેવાયો નિર્ણય
સરકારે ટેકાના ભાવે કરી હતી ખરીદીની જાહેરાત, મગફળી, અડદ, સોયાબીન, મગની ખરીદી કરવાની હતી, 9.32 લાખથી વધુ ખેડૂતોનું મગફળી વેચવા રજિસ્ટ્રેશન, 73 હજાર ખેડૂતોએ સોયાબીન વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું, 6100 ખેડૂતોએ અડદ વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે, 1935 ખેડૂતોએ સરકારને મગ વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું.
Oct 31, 2025 03:08 pm
કમોસમી વરસાદના કારણે મગફળીની ખરીદી નહીં થાય
ટેકાના ભાવે ખરીદીને લઇને મોટો નિર્ણય, આવતીકાલથી નહીં શરૂ થાય ટેકાના ભાવે ખરીદી, ખરીદીના એક દિવસ પહેલા બદલાયો નિર્ણય.
Oct 31, 2025 02:50 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
05 - Surat News : સુરતના સરથાણામાંથી હાઈપ્રોફાઈલ સેકસરેકેટ ઝડપાયું, વિદેશથી બોલાવાતી હતી યુવતીઓ
08 - India and US: અમેરિકા સાથે ભારતના સંબંધો સુધરવા તરફ, ટેરિફ વોર વચ્ચે થશે ફાયદો
09 - Sushant Singhની ડેથ પર બહેન શ્વેતાનુ ચોંકાવનારૂ નિવેદન, કહ્યુ કે મારા ભાઇની હત્યા......
10 - Gold Price Today: 31 ઓક્ટોબરે સોનાના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો આજે કેટલી ઘટી સોનાની કિંમત ?
Oct 31, 2025 02:44 pm
રાજકોટના ધોરાજીમાં સ્ટંટ કરતા બે યુવક ઝડપાયા
ધોરાજી-પોરબંદર હાઇવે પર કર્યા હતા સ્ટંટ, ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી રીલ બનાવી હતી, વીડિયો વાયરલ થતા પોલીસે બે યુવકોને ઝડપ્યા, પોલીસે નવાઝ પઠાણ, રાહુલ કુવડીયાને ઝડપ્યા, પોલીસે બે યુવકોને ઝડપી માફી મગાવી.
Oct 31, 2025 02:30 pm
ઉના તથા ગીરગઢડામાં ધોધમાર વરસાદ
કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર, ખેતીને વ્યાપક નુકસાનની શક્યતા.
Oct 31, 2025 02:25 pm
ગુજરાત સરકારે કરી રેશનકાર્ડ ધારકો માટે જાહેરાત, આવતીકાલથી જરુરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ થશે
અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી ઓ આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે વિતરણ 1લી નવેમ્બરથી શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે.
Oct 31, 2025 02:17 pm
ધરોઇ ડેમનો 1 ગેટ 3.5 ફૂટ ખોલી પાણી છોડાયું
ધરોઇ ડેમમાં પાણીની સપાટી વધતા લેવાયો નિર્ણય. ડેમની કુલ સપાટી 622 ફુટ, હાલની સપાટી 621.97 ફુટ. જમણા કાંઠાની કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડાયું. ધરોઈ ડેમમાં પાણીની આવક 1946 ક્યુસેક નોંધાઈ.
Oct 31, 2025 02:09 pm
અમદાવાદમાં ખેડૂતો મામલે પાલ આંબલિયાની પ્રતિક્રિયા
ખેડૂતો પ્રત્યે સરકાર અને સરકારના મંત્રીના બેવડા વલણ. પાક નુકશાની સર્વે માટે સરકારનો મૌખિક આદેશ 7 દિવસનો પરિપત્રમાં 20 દિવસ કેમ? સરકારના ધારાસભ્ય, સાંસદ, મંત્રી રૂબરૂ સર્વે કર્યું તો એ કેમ માન્ય ન રહે.
Oct 31, 2025 01:54 pm
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના નુકસાન
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના નુકસાન બાદ રાજુલા પંથકના 72 ગામડાના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો સરકાર સીધી સહાય આપવા માંગ કરી.
Oct 31, 2025 01:49 pm
અમદાવાદમાં ફાયરિંગમાં મોટો ખુલાસો
અન્ય ગાર્ડને પગે ગોળી મારી હત્યાનો પ્રયાસ, નિવૃત્ત SRPF મહેશ મહેરિયાએ કર્યુ હતુ ફાયરિંગ, સીજી રોડ પર યુનિયન બેંકમાં ફાયરિંગ થયું હતું, ફાયરિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, ઇજાગ્રસ્તે અગાઉ આરોપીને પેટમાં ફેટ મારી હતી, અંગત અદાવતમાં સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કર્યુ, નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Oct 31, 2025 01:35 pm
જાણો ગિરનારની લીલી પરિક્રમા વિશે
ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. આ વર્ષે 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. 36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથો પડવા આઠ કિમીએ ભવનાથમાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.
Oct 31, 2025 01:35 pm
વરસાદના લીધે પરિક્રમા રૂટનું ધોવાણ ચાલુ થઈ ગયું છે
ગિરનાર ક્ષેત્રના ડીસીએફ અક્ષય જોશીએ સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ અભ્યારણ્યમાંથી પસાર થાય છે, અને તેને વરસાદ પહેલા સંપૂર્ણ તૈયાર કરી લેવામાં આવ્યો હતો. પરંતુ વરસાદના લીધે પરિક્રમા રૂટનું ધોવાણ ચાલુ થઈ ગયું છે. હાલ પરિક્રમા રૂટ ઉપર થોડું થોડું ધોવાણ ચાલુ થયું છે, અને આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો, અભ્યારણ્ય વિસ્તારમાં આવેલો પરિક્રમા રૂટનો 80 ટકા વિસ્તાર જે માટીકામથી કરવામાં આવ્યો છે, તે ધોવાઇ ગયો છે, અને માટીકામ ધોવાયું છે તો, પરિક્રમા રૂટ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
Oct 31, 2025 01:35 pm
કમોસમી વરસાદના કારણે પરિક્રમા રૂટ પર કાદવ જોવા મળ્યો
સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી છે, ત્યારે આ પરિક્રમાના 36 કિમીના રૂટ પર કાદવ જ કાદવ જોવા મળ્યો છે તેને લઈ તંત્ર અને સાધુ સંતોમાં પણ ચિંતા જોવા મળી હતી, ત્યારે કલેકટરે નિર્ણય કર્યો છે કે, આ વર્ષે ફકત સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે, બોરદેવી, જે પરિક્રમા રૂટ પરનો છેલ્લો અને મુખ્ય પડાવ ગણાય છે, ત્યાંથી પરત ફરતી વખતે પણ રસ્તાઓ પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ જણાયું હતું. ગિરનારના આ રૂટ પર કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે સામાન્ય માણસોથી લઈને ભારે વાહનો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી.
Oct 31, 2025 01:35 pm
વરસાદના કારણે ગિરનારની લીલી પરિક્રમાં કરાઈ સ્થગિત, સાધુ સંતોની હાજરીમાં પ્રશાસને લીધો નિર્ણય
જૂનાગઢ જિલ્લામાં થતી ગિરનાર લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વરસાદને પગલે લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે, સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે તેવી વાત સામે આવી છે. જૂનાગઢમાં 2 નવેમ્બરના રોજથી લીલી પરિક્રમાનો પ્રારંભ થવાનો છે, ત્યારે આ વર્ષે આ પરિક્રમાને સ્થગિત કરાઈ છે, પરિક્રમાં રૂટ પર વરસાદને લઈ કાદવનું સામ્રાજય હોવાના કારણે આ પરિક્રમાં રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા લેવાયો નિર્ણય અને પરિક્રમા રુટ ખરાબ હોવાથી નિર્ણય લેવાયો છે.
Oct 31, 2025 01:00 pm
મહેસાણાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
સબલપુર ગામમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું, કોલસેન્ટર ચલાવી શેરબજારની ટિપ્સ આપતા, ગ્રાહકોને શેરબજારમાં રોકાણ કરવા લાલચ આપતા, પોલીસે દરોડા પાડી ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.
Oct 31, 2025 12:51 pm
અમરેલીમાં પાક નુકસાન સરવેનો ખેડૂતોએ કર્યો વિરોધ
ખાંભા, દાઢીયારી, ભાવરડી ગામના ખેડૂતોનો વિરોધ, ઓનલાઇન પાક નુકસાન સરવેનો ખેડૂતોએ કર્યો વિરોધ અને કમોસમી વરસાદથી મગફળી, કપાસનો પાક નિષ્ફળ ગયો છે, સરવેની કૃષિ પ્રગતિ એપ ન ખૂલતા ખેડૂતો પણ પરેશાન થયા છે અને ખેડૂતોએ એકઠા થઇ ઓનલાઇન સરવેનો વિરોધ કર્યો હતો, ઓનલાઇન સરવે બંધ કરી ખાતામાં પેકેજ આપવા માગ કરવામાં આવી છે.
Oct 31, 2025 12:41 pm
સાબરકાંઠાના ઇડરમાં ખોટી લૂંટની ફરિયાદથી હોબાળો
પોલીસને લૂંટની ખોટી માહિતી આપતા બે ઝડપાયા, 88 હજારની લૂંટ થયાનું નાટક બે યુવકોએ કર્યુ હતુ, અજાણ્યા લોકોએ માર મારી લૂંટ કર્યાનો દાવો કર્યો હતો, એજાજ મનસૂરી, ઇમરાન ફકીર વિરુદ્ધ ગુનો દાખલ.
Oct 31, 2025 12:27 pm
રાજકોટમાં ગેંગવોર ફાયરિંગ કેસમાં પોલીસે 8 આરોપીની કરી ધરપકડ, ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાશે
રાજકોટમાં બે ગેંગ વચ્ચે થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે અને પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે, ઘટનાસ્થળે લઇ જઇ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રાજકોટ ગેંગવોરમાં મુરઘા ગેંગ અને પેંડા ગેંગ સામે પોલીસે કાર્યવાહી કરી છે, ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરાશે અને આરોપીઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાશે તેવી વાત સામે આવી છે અને જામીન રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે સાથે સાથે 29 ઓક્ટોબરે મંગળા પર બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયું હતું.
Oct 31, 2025 12:21 pm
વડોદરામાં નકલી CBI અધિકારી ઝડપાયો
પોલીસ ભવનમાં CBI અધિકારીની ઓળખ આપતો, પોલીસ પૂછપરછમાં કડિયા કામ કરતો હોવાનો ખુલાસો, પોલીસ અને પત્રકારના બોગસ આઇકાર્ડ મળ્યા, નકલી અધિકારી ઘનશ્યામ સંઘાણીની ધરપકડ.
Oct 31, 2025 12:04 pm
અમદાવાદમાં ઓઢવમાં મોતનો મલાજો ન જળવાયો
અંતિમવિધિ માટે ટાયરો, ગોદડાનો ઉપયોગ કરાયો, સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ખૂટી પડતા હાલાકી, ટાયર અને ગોદડા નાખી અંતિમવિધિ કરાઇ, AMCના CCRSમાં ફરિયાદ મળતા તપાસના આદેશ.
Oct 31, 2025 12:03 pm
મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, સાથે સાથે સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને વિષમ હવામાનની વિપરીત અસરથી મસાલાના પાકો જીરાના પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે અને નવેમ્બરના બીજા સપ્તામાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
Oct 31, 2025 12:03 pm
ભરુચ અને સુરતમાં ભારે વરસાદ પડી શકે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવેમ્બરના બીજા સપ્તાહમાં અતિભારે વરસાદ વરસી શકે છે, બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે જેના કારણે વરસાદ વરસી શકે છે, ડિસેમ્બરની શરુઆતમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે સાથે સાથે ઉત્તરાયણ બાદ ઠંડા પવનો હાડ થીજવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અને નદીઓમાં પૂર પણ આવી શકે છે.
Oct 31, 2025 12:03 pm
અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી, કહ્યું, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, સુરત, અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, હજુ 2 દિવસ કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ભારે કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.
Oct 31, 2025 11:53 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર+
02 - Surat News : સુરતના સરથાણામાંથી હાઈપ્રોફાઈલ સેકસરેકેટ ઝડપાયું, વિદેશથી બોલાવાતી હતી યુવતીઓ
05 - Gujarat Weather News : ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ યથાવત, આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી
06 - Uttarakhand: પતિ નાસ્તિક છે, ઘરમાંથી મંદિર હટાવી દીધુ...છૂટાછેડા લેવા હાઇકોર્ટ પહોંચી મહિલા
07 - Britain : બ્રિટનના રાજા ચાર્લ્સે ભાઇને આપ્યો ઝટકો, રાજકુમારની ઉપાધિ છીનવી લીધી, જાણો કેમ ?
08 - Gold: દેશમાં ઘટી ગઈ સોનાની માગ, છેલ્લા 3 મહિનામાં નોંધાયો 16%નો મોટો ઘટાડો, જાણો કારણ
09 - Bihar NDA Manifesto: 1 કરોડ નોકરી અને રોજગારનો વાયદો...જાણો NDAનું સંકલ્પ પત્રમાં શું શું ?
10 - Tv Show : તહેવારોની અસર લાગી ટીવી શો પર! અનુપમા TRP રેટિંગમાં ટોપ પર, જાણો કયો શો થયો ફ્લોપ?
Oct 31, 2025 11:34 am
સાબરકાંઠામાં હૂડા હટાવો સંકલન સમિતિનો વિરોધ
અરવલ્લી જિલ્લા પ્રમુખની હાજરીમાં હૂડાનો વિરોધ, હિંમતનગર ટાવર ચોક વિસ્તારમાં વિરોધ નોંધાવ્યો, ભીખાજી ઠાકોરની હાજરીમાં હૂડાના વિરોધમાં નારા, હૂડા હટાવો જમીન બચાવો સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ.
Oct 31, 2025 11:34 am
કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યદક્ષતા એવોર્ડ જાહેર
ગૃહ મંત્રાલય દ્વારા એવોર્ડ જાહેર કરાયા, ગુજરાત પોલીસના 15 અધિકારી જવાનોને સન્માન, ATSના DIG સુનિલ જોશી, કે.કે. પટેલને સન્માન, એસ કે સિદ્ધાર્થ, એસ એલ ચૌધરીને સન્માન, ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં ચાર પોલીસ અધિકારીને સન્માન, કુલ 19 પોલીસ અધિકારીઓને સન્માન મળશે.
Oct 31, 2025 10:50 am
નાના શહેરોમાં પણ એરપોર્ટ બની ગયા : PM
નાના શહેરોમાં એરપોર્ટ બની ગયા અને લોકોને અનેક સુવિધાઓ મળી છે, કોંગ્રેસે આતંકવાદને હવા આપી છે, અમે દેશમાં ભાગલા પાડવાની રાજનીતિને પૂર્ણ કરી છે.
Oct 31, 2025 10:48 am
આજે કરોડો લોકોએ એકતાના શપથ લીધા અને અમે સંકલ્પ કર્યો છે કે, અમે રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવતા કાર્યોને પ્રોત્સાહન આપીશું : PM મોદી
આજે કરોડો ગરીબ લોકોનો ઘર મળી રહ્યાં છે, આજે દેશમાં રેકોર્ડ હાઈવે બની રહ્યાં છે, અમારી સરકાર સરદાર પટેલના સ્વપ્નને પૂર્ણ કરી રહી છે, દેશમાં નવી નવી ટ્રેનો દોડી રહી છે, લોકોને મફત સારવારથી સુવિધાઓ મળી રહી છે.
Oct 31, 2025 10:43 am
એકતા રાષ્ટ્ર અને સમાજનો આધાર હોય છે : PM મોદી
આપણે કયારેય ભાષાને હથિયાર નથી બનાઈ, જયા સુધી એકતા છે ત્યાં સુધી રાષ્ટ્રની સુરક્ષા સલામત છે, આપણે દરેક ભારતીય ભાષાને પ્રોત્સાહન આપીએ છીએ, ભારતના લોકો પોતાની ભાષામાં ભણે અને આગળ વધે, એકતાનો બીજો સ્તંભ છે ભાષાઓની એકતા, એકતાનો ત્રીજો સ્તંભ છે ગરબી અને ભેદભાવ મુકત વિકાસ.
Oct 31, 2025 10:39 am
નેવીના ફલેગમાંથી ગુલામીનું નિશાન હટાવ્યું : PM મોદી
કોંગ્રેસે ભારતના વિભાજનનો પાયો નાખ્યો છે, આજે આતંકના આકાઓને ખબર છે ભારત શું છે, કોંગ્રેસની નબળી નીતિઓને કારણે, કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં આવી ગયો, દુર્ભાગ્યવશ, સરદાર સાહેબના અવસાન પછીના વર્ષોમાં, તે સમયની સરકારોમાં રાષ્ટ્રની સાર્વભૌમત્વ પ્રત્યે ગંભીરતાનો અભાવ હતો. એક તરફ, કાશ્મીર પર થયેલી ભૂલો, બીજી તરફ, ઉત્તરપૂર્વમાં ઉભી થયેલી સમસ્યાઓ અને દેશભરમાં નક્સલવાદ અને માઓવાદી આતંકવાદનો ફેલાવો રાષ્ટ્રની સાર્વભૌમત્વ માટે સીધા પડકારો હતા.
Oct 31, 2025 10:37 am
આપણે ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ : PM મોદી
સરદાર પટેલ માનતા હતા કે આપણે ઇતિહાસ લખવામાં સમય બગાડવો જોઈએ નહીં; આપણે ઇતિહાસ રચવા માટે સખત મહેનત કરવી જોઈએ. આ ભાવના તેમના જીવનચરિત્રમાં પ્રતિબિંબિત થાય છે.
Oct 31, 2025 10:34 am
રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે : PM મોદી
અંગ્રેજો ના કરી શકયા તે કામ કોંગ્રેસે કરી બતાવ્યું, કોંગ્રેસ વંદે માતરમને વિભાજિત કર્યુ, અંગ્રેજો તેમના આ કાર્યમાં નિષ્ફળ થયા હતા, દેશના ખૂણે ખૂણે વંદે ભારતના નારા ગુંજયા છે.
Oct 31, 2025 10:32 am
ભારતના રહેનારા દરેક લોકો ઘૂસણખોરોને બહાર કાઢવાનો સંકલ્પ કરો : PM મોદી
દેશની સુરક્ષાને મોટુ જોખમ ઘૂસણખોરોથી પણ છે, RSS પર પ્રતિબંધ લગાડવા ઘણા ષડયંત્રો પણ કરાયા છે, અમે દેશને વેચવાની રાજનીતિને ખતમ કરી છે, કોંગ્રેસે બાબા સાહેબ સાથે શું કર્યુ તે બધાને ખબર છે, પહેલા નકસલીઓ રોડ પણ બનવા દેતા ન હતા.
Oct 31, 2025 10:28 am
કેટલાક લોકો ઘૂસણખોરોને મદદ કરે છે : PM મોદી
ઘણા લોકોને દેશ તૂટતો રહે છે તેમાં કોઈ ફરક નથી પડતો, નકસલવાદનો ખતમો નહી થાય ત્યાં સુધી જંપીશું નહી, લોકતંત્રમાં મતભેદ સ્વીકાર્ય છે, મનભેદ ના હોવો જોઈએ, એકએક ઘૂસણખોરોને બહાર કાઢવાના છે.
Oct 31, 2025 10:25 am
2014 બાદ નકસલવાદ અને માઓવાદને ઠેકાણે પાડયા : PM મોદી
જયાં સુધી દેશમાંથી આતંકવાદ મુકત નહી થાય ત્યાં સુધી અટકીશું નહી, આ લોહપુરુષનું ભારત છે જયાં સુરક્ષા સાથે કોઈ બાંધછોડ નથી, 2014 પહેલા 114 જિલ્લાઓ માઓવાદીની ચપેટમાં હતા, પહેલા શાસન-પ્રશાસન નકસલવાદ સામે નમી જતુ હતુ.
Oct 31, 2025 10:22 am
આજનું ભારત દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારે છે : PM મોદી
નકસલીઓને ખુલ્લેઆમ નવા ફરમાન જાહેર કરતા હતા, નકસલીઓ શાળા અને કોલેજોને ઉડાવી દેતા હતા, 2014 પહેલા નકસલી વિસ્તારમાં બંધારણ ચાલતુ ન હતુ, અમે અર્બન નકસલીઓને પણ ઠેકાણે પાડયા છે.
Oct 31, 2025 10:20 am
કોંગ્રેસની ભૂલથી કાશ્મીરનો એક ભાગ ભૂલાયો : PM મોદી
કોંગ્રેસ હંમેશા આતંક સામે નતમસ્તક રહી, કોંગ્રેસે સરદાર સાહેબના વિઝનને ભૂલાવી દીધુ, 2014 પછી ભાજપ સરકાર સરદારના સંકલ્પો પર ચાલી છે. અમે રાષ્ટ્રીય સુરક્ષાને લઈ કોઈ સમાધાન નથી કરતા.
Oct 31, 2025 10:18 am
નહેરૂજીએ સરદાર પટેલની ઈચ્છા પૂર્ણ ના થવા દીધી : PM મોદી
કાશ્મીરમાં અલગ-અલગ સંવિધાન કરીને કાશ્મીરને છૂટુ પાડયુ, કોંગ્રેસે કરેલી ભૂલને કારણે દેશે ઘણું ભોગવ્યું, સરદાર સાહેબ સમગ્ર કાશ્મીરનો વિલય ઈચ્છતા હતા, કાશ્મીરે અને દેશે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી.
Oct 31, 2025 10:16 am
એકતા દિવસનું મહત્વ આપણા માટે પ્રેરણાદાયી : PM મોદી
દેશની એકતાને નબળી પાડતી વાતોથી દૂર રહેવાનું છે, સરદાર સાહેબે દેશની એકતાને સૌથી ઉપર રાખી છે, આઝાદી બાદ સરદારના આ સંદેશાને સરકારોએ ધ્યાને ના લીધી, તેના પરિણામે દેશમાં હિંસા અને લોહી વહ્યાં.
Oct 31, 2025 10:14 am
એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર પટેલ માટે શ્રેષ્ઠ હતુ : PM મોદી
એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર પટેલ માટે સર્વોપરી હતુ, દેશની એકતાને મજબૂતી આપે તેવા કાર્યો કરીશું. રજવાડાઓને જોડવાનું કાર્ય સરદાર પટેલે કર્યુ તે દેશ આખો જાણે છે.
Oct 31, 2025 10:12 am
કેવડિયા ખાતે PM મોદીનું સંબોધન
આપણે મહાન ક્ષણના સાક્ષી બન્યા, સરદાર પટેલ અમર રહે, એકતા અને અંખડિતતાના પ્રતિક હતા સરદાર પટેલ.
Oct 31, 2025 10:04 am
જોધપુરથી 52 ઊંટ સાથે આવેલી BSFની બે ટુકડી એકતા પરેડમાં ભાગ લીધો
એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્લીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટીન્જન્ટ એકતા પરેડમા પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટૂકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે.

Oct 31, 2025 09:58 am
આ કાર્યક્રમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને વધુ મજબૂત બનાવશે
આ ભવ્ય આયોજન માટે ગુજરાત સરકાર દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ કરવામાં આવી છે. સહભાગીઓના રહેવા-જમવાથી લઈને મુલાકાતીઓના સરળ પરિવહન અને તબીબી સુવિધાઓ સુધીની દરેક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. એકતા નગરમાં ઉજવાઈ રહેલો આ રાષ્ટ્રીય એકતા દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ તે દેશની અજોડ એકતા, વીરતા અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતીક છે. આ કાર્યક્રમ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને વધુ મજબૂત બનાવશે. સરદાર સાહેબની ૧૫૦મી જયંતી નિમિત્તે આ પર્વ દરેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંકલ્પ જગાડીને એક પ્રેરક સંદેશ આપશે.
Oct 31, 2025 09:46 am
પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત બન્યા છે
'રાષ્ટ્રીય એકતા પરેડ'માં BSF, CRPF, CISF, ITBP અને SSB સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળીને કુલ ૧૬ માર્ચિંગ ટુકડીઓ ભાગ લીધો છે, જે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ આપે છે. આ આયોજનનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની 'સૂર્ય કિરણ' ટીમનો એર શો અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ઝાંખીઓ રહી છે. આ વીરતાપૂર્ણ પરેડ જોવા માટે લગભગ ૧૨,૦૦૦ જેટલા દર્શકોની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત બન્યા છે.
Oct 31, 2025 09:33 am
પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત છે
'રાષ્ટ્રીય એકતા પરેડ'માં BSF, CRPF, CISF, ITBP અને SSB સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની પાંચ અને અન્ય રાજ્યોના પોલીસ દળોની ટુકડીઓ મળીને કુલ ૧૬ માર્ચિંગ ટુકડીઓ ભાગ લીધો છે, જે રાષ્ટ્રીય સુરક્ષાનો સંદેશ આપે છે. આ આયોજનનું મુખ્ય આકર્ષણ ભારતીય વાયુસેનાની 'સૂર્ય કિરણ' ટીમનો એર શો અને દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી સુંદર ઝાંખીઓ રહી છે. આ વીરતાપૂર્ણ પરેડ જોવા માટે લગભગ ૧૨,૦૦૦ જેટલા દર્શકોની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પ્રવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ઉત્સાહિત બન્યા છે.
Oct 31, 2025 09:30 am
રાષ્ટ્રીય એકતા પરેડમાં BSF ડોગ સ્ક્વોડનું શાનદાર પ્રદર્શન
આ ડોગ સ્ક્વોડમાં ભારતીય સુરક્ષા માટે ખાસ કરીને ઉપયોગમાં લેવાતી સ્થાનિક શ્વાન જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે રાષ્ટ્રીય સંસાધનો અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે.

Oct 31, 2025 09:24 am
એકતા અને સંયુક્ત શક્તિનો એક અનેરો ઉત્સવ બનશે
જે ગુજરાતના શૌર્ય અને દ્રઢતાનું પણ પ્રતિક છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ જેવા સ્થાનિક એકમોની ઝલક દર્શાવીને રાજ્યની આર્થિક પ્રગતિને પણ ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવશે. સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત આ ભવ્ય સમારોહ રાષ્ટ્રની વિવિધતામાં એકતા અને સંયુક્ત શક્તિનો એક અનેરો ઉત્સવ બનશે.
Oct 31, 2025 09:23 am
ગુજરાતનો ટેબ્લો: અખંડ ભારતની ગાથા
એકતાનગર ખાતેની ટેબ્લો પરેડમાં ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરાયેલો અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ટેબ્લો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતના ટેબ્લોનો મુખ્ય ભાગ દેશની તે ઐતિહાસિક ક્ષણને દર્શાવી, જ્યારે સરદાર સાહેબે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના કરકમલોથી ભાવનગર સ્ટેટનું ભારતીય ગણરાજ્યમાં વિલીનીકરણ કરાવીને દેશની એકતાના મિશનનો મજબૂત પાયો નાખ્યો હતો. ટેબ્લોમાં સરદાર સાહેબની મક્કમ નિર્ણય શક્તિના પ્રતીક સમાન સોમનાથ મંદિર ઉપરાંત કચ્છના ભૂકંપના શહીદોની સ્મૃતિમાં બનેલા ભુજ સ્થિત સ્મૃતિવનને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
Oct 31, 2025 09:18 am
'એકત્વ'ની થીમ આધારિત ટેબ્લો પરેડ
રાષ્ટ્રીય એકતા દિવસના આ ભવ્ય સમારોહમાં વધુ એક મહત્વપૂર્ણ નવી પહેલ કરવામાં આવી છે. દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરી-ગણતંત્ર દિવસની થતી ભવ્ય ઉજવણીની તર્જ પર આ વર્ષે પ્રથમવાર એકતાનગર ખાતે પણ સશસ્ત્ર દળ અને વિવિધ રાજ્યો દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવી જેમાં ‘એકત્વ’ની થીમ પર NSG, NDRF, આંદામાન એન્ડ નિકોબાર, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મણીપુર, પુડ્ડુચેરી અને ઉત્તરાખંડને મળીને કુલ ૧૦ ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવ્યા.
Oct 31, 2025 09:18 am
દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર મુવિંગ 'યુનિટી પરેડ'
આ વર્ષની ઉજવણીનું સૌથી મોટું આકર્ષણ 'યુનિટી પરેડ' બન્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૯થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી સતત એકતાનગર ખાતે કરવામાં આવી રહી છે. આ વર્ષે પ્રથમવાર દિલ્હીના ગણતંત્ર દિવસની પરેડની તર્જ પર યોજાનારી સશસ્ત્ર દળો અને પોલીસ ટુકડીઓની મુવિંગ પરેડ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. શૌર્ય, શિસ્ત અને દેશભક્તિની ભાવનાથી ભરપૂર આ પરેડ રાષ્ટ્રની સંયુક્ત શક્તિની આછેરી ઝલક પ્રસ્તુત કરી.
Oct 31, 2025 09:17 am
પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાઈ
સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કર્યુ, પ્રથમવાર એકતાનગર ખાતે દિલ્હીના ગણતંત્ર દિવસની તર્જ પર ટેબ્લો અને સશસ્ત્ર દળોની મુવિંગ પરેડ યોજાઈ.
Oct 31, 2025 09:15 am
ગાંધીનગરમાં પોલીસ અને નાગરિકો રન ફોર યુનિટીમાં જોડાયા
સરદાર પટેલની 150મી જન્મ જયંતીને લઈ પીએમ મોદી એકતા દિવસના શપથ પણ લેવડાવ્યાં હતા સાથે સાથે ગાંધીનગરમાં પણ નગરજનો અને પોલીસે એકતા દિવસ નિમિતે શપથ લીધા હતા, આ કાર્યક્રમમાં લોકો રન ફોર યુનિટીમાં જોડાયા હતા અને ગાંધીનગરના કલેકટર અને મેયર પણ આ પ્રસંગે હાજર રહ્યાં હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સવારે સાડા સાત કલાકે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનથી 'રન ફોર યુનિટીની શરૂઆત થઈ હતી. એકતા દિવસ રેલીના આયોજનને લઈ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. કલેક્ટરે જિલ્લાના રહેવાસીઓને એકતા અને અખંડિતતાના આ પર્વ નિમિત્તે યોજાનાર પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો.
Oct 31, 2025 09:15 am
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું
ગાંધીનગરમાં સરદાર પટેલ જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી અને સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, અને DYCM હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા અને સેન્ટ્રલ વિસ્ટામાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

Oct 31, 2025 09:06 am
બટાલિયને લીધો રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા નગર ખાતે યોજાયેલી ભવ્ય 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું હતું. પરેડમાં 16થી વધુ બટાલિયને ભાગ લીધો છે, જેમાં CRPFઅને BSFના શૌર્ય પુરસ્કાર વિજેતાઓ પણ સામેલ હતા.
Oct 31, 2025 08:46 am
ગુજરાત કેડરના IPS અધિકારી સિમરન ભારદ્વાજે એકતા નગર ખાતે લીડ કર્યું ગાર્ડ ઓફ ઓનર
વડાપ્રધાન મોદીના આગમન બાદ તેમને આપવામાં આવેલા ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ ગુજરાત કેડરના IPS અધિકારી સિમરન ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલા પરેડનું પ્રતિનિધિત્વ IPS સુમન નાલા કરી રહ્યા હતા. આ ભવ્ય પરેડમાં દેશના વિવિધ સુરક્ષા દળોના જવાનોએ એકતાનું પ્રદર્શન કર્યું.
Oct 31, 2025 08:45 am
PM મોદી નર્મદાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પર પરેડના સાક્ષી બન્યા
વડાપ્રધાનનરેન્દ્ર મોદીએ આજે, 31 ઓક્ટોબરના રોજ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. PM મોદી સવારે 8:10 વાગ્યે કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને આ મહાન રાષ્ટ્રનિર્માતાને નમન કર્યા હતા.
Oct 31, 2025 08:33 am
સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈ પીએમ મોદી એકતા દિવસના શપથ પણ લેવડાવ્યાં હતા
નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આયોજિત ભવ્ય સમારોહ દરમિયાન, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આપી હતી. કૃતજ્ઞ રાષ્ટ્ર વતી લોખંડી પુરુષને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી, પીએમ મોદી એકતા દિવસના શપથ પણ લેવડાવ્યાં હતા.
Oct 31, 2025 08:27 am
અમદાવાદમાં યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું સીએમ ભૂપેન્દ્ર પટેલે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી સવારે ૭.૩૦ વાગ્યે યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવશે. આ યુનિટી માર્ચ નારણપુરા સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ થઈને આશ્રમ રોડ પરની મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદો, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, કોર્પોરેટરો, નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા રમતપ્રેમીઓ વગેરે યુનિટી માર્ચ અને એકતા શપથ ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Oct 31, 2025 08:27 am
રાષ્ટ્રીય એકતા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવ્યું
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનિટી માર્ચ અને એકતા શપથનું આયોજન કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે ૩૧ ઑક્ટોબર, શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘સરદાર @૧૫૦ યુનિટી માર્ચ’નું પ્રસ્થાન કરાવ્યું હતુ. ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવા આ યુનિટી માર્ચનું આયોજન કરાયું હતુ.

Oct 31, 2025 08:07 am
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પુષ્પાંજલિ અર્પણ કરી
સરદાર પટેલને અમિત શાહે પુષ્પાંજલિ અર્પણ કરી, દિલ્હીમાં અમિત શાહે રન ફોર યુનિટીનો કરાવ્યો પ્રારંભ, રાષ્ટ્રિય એક્તા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે દોડનું આયોજન.
Oct 31, 2025 08:01 am
અચાનક કામ કરતા હતા અને એંગલો નીચે પડવા લાગી
સમગ્ર ઘટનામાં આ બાબતે અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, ફકત ટેલિફોનિક જાણ કરવામાં આવી છે, તો મેટ્રોના અધિકારીઓ પણ આ બાબતે કઈ કહેવા તૈયાર નથી, મહત્વની વાત તો એ છે કે, શ્રમિકો સેફટીના સાધનો પહેરીને કામ કરતા હતા કે પહેર્યા વિના કામ કરતા હતા તેને લઈ સવાલો ઉભા થયા છે. આ બંને ઇજાગ્રસ્તોને મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરનાર વ્યક્તિ નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. આ ઘટના બની છે તેની જાણ કોઈ સત્તાવાર રીતે તંત્રને કરવામાં આવી ન હતી.
Oct 31, 2025 08:01 am
સુરતમાં સળિયા ખોલતી વખતે એંગલો નીચે પડી
સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે અને કાદરશાની નાળ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે, લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડી છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. કાદરશાની નાળ નજીક પિલરનું કામ પૂરું થઈ ગયું હતું અને એક કર્મચારીને કમર અને માથાના ભાગે ઈજા પહોંચી છે.
Oct 31, 2025 08:01 am
સુરતમાં મેટ્રોની કામગીરીમાં ફરી દુર્ઘટના, લોખંડની એંગલો નીચે પડતા 2 કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
સુરતમાં ફરી એક મોટી દુર્ઘટના બની છે જેમાં મેટ્રોની કામગીરી દરમિયાન લોંખડની એંગલો નીચે પડતા 2 કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને મેટ્રો ટ્રેનના અધિકારીઓએ આ બાબતે પોલીસને જાણ કરી છે. સુરતમાં કાદરશાની નાળ નજીક લોખંડની એંગલો નીચે પડી છે જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, અને આ બાબતે મેટ્રો ટ્રેનના અધિકારીઓએ પોલીસને જાણ કરી છે, સળિયા ખોલતી વખતે અચાનક એંગલો નીચે પડી છે, અને ઘટના બાબતે મેટ્રો ટ્રેનના અધિકારીઓ મૌન સેવી રહ્યાં છે.
Oct 31, 2025 07:50 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજી દિવસ
બીજા દિવસે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિતે પ્રતિમાના ચરણમાં પુષ્પાંજલિ કરશે પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પરેડ નિહાળી સંબોધન કરશે, એકતાનગરમાં પ્રથમવાર સશસ્ત્ર દળો તેમજ અલગ અલગ 10 રાજ્યોના વિશેષતા અને સિદ્ધિ દર્શાવતા ટેબ્લો પ્રસ્તુત કરાશે, ત્યારબાદ SOUમાં IAS અને IPS અધિકારીઓને સંબોધન કરશે.
Oct 31, 2025 07:41 am
પાટીદાર અગ્રણી જીગીશા પટેલ AAPમાં જોડાયા
કેજરીવાલે ખેસ પહેરાવી જીગીશા પટેલનું કર્યું સ્વાગત, રાજકોટ-અમદાવાદ હાઈ વેના એક ફાર્મમાં યોજાયો કાર્યક્રમ,આજે ગોંડલમાં રેલી કરી સત્તાવાર જાહેરાત કરશે, જીગીશા પટેલ પાટીદાર સમાજની કુર્મી સેનાના અધ્યક્ષ, પાટીદાર સમાજના મત અંકે કરવા AAPનો માસ્ટર સ્ટ્રોક.
Oct 31, 2025 07:33 am
સમગ્ર રાજ્યમાં વરસાદની સંભાવના અને માછીમારોને દરિયો ના ખેડવાની ચેતવણી
અતિભારે વરસાદની આગાહીની સાથે સાથે રાજ્યના અન્ય અનેક વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાં પડવાની કે હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સંભવિત ખરાબ હવામાન અને દરિયાની અશાંત સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ પોર્ટ પર જોખમ સૂચવતું LCS 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે સૂચવે છે કે પોર્ટ છોડતા જહાજોને હવામાન સંબંધી ગંભીર ચેતવણીઓ છે.
Oct 31, 2025 07:33 am
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓરેન્જ એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ
આગામી વરસાદી સિસ્ટમની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળશે, જ્યાં ભારે વરસાદની સંભાવના છે. આથી, હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી 2 દિવસ માટે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી શહેરી વિસ્તારોમાં પણ સામાન્ય જનજીવનને અસર થઈ શકે છે.
Oct 31, 2025 07:33 am
ગુજરાતમાં આજે આ જિલ્લામાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની શક્યતા રહેલી છે.
Oct 31, 2025 07:32 am
ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ યથાવત, આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી
ગુજરાત પર માવઠાનું સંકટ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આગામી દિવસોમાં વરસાદની સંભાવના રહેશે અને રાજ્યમાં સાર્વત્રિક કમોસમી વરસાદ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત રહેશે અને રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Oct 31, 2025 07:14 am
વિસનગરના બાસણા ગામે સરકારી જમીન પચાવી
પિતા-પુત્ર સામે ખરાબાની જમીન પચાવવાનો આરોપ, પોતાની જમીનની બાજુની સરકારી જમીન પચાવી, સરકારી જમીન પચાવવાના કેસમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, ભુપત ચૌધરી અને પુત્ર કમલેશ ચૌધરી સામે ફરિયાદ, વિસનગર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ.
Oct 31, 2025 07:14 am
ભારત મહિલા વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચ્યું
સેમી ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, જેમિમાએ શાનદાર 127 રન કર્યા, ફાઇનલમાં ભારત દ.આફ્રિકા સામે ટકરાશે.
Oct 31, 2025 07:13 am
ભાવનગરમાં ટ્રાવેલ્સ બસે અડફેટે લેતા 2 ના મોત
ખાનગી બસે અડફેટે લેતા ટુ વ્હીલર સવાર 2 ના મોત, ઉમરાળા-ધોળા વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માત બાદ બસ ચાલક બસ મુકી થયો ફરાર, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
Oct 31, 2025 07:13 am
PM મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ
PM આજે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરશે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઇ કાર્યક્રમ, પરેડ નિહાળી PM મોદી સંબોધન કરશે, પરેડમાં પ્રથમવાર સશસ્ત્ર દળોના ટેબ્લો રજૂ થશે, 10 રાજ્યોની વિશેષતા,સિદ્ધિના ટેબ્લો રજૂ કરાશે, પરેડ બાદ આરંભ પ્રોગ્રામમાં PM હાજરી આપશે.
Oct 31, 2025 07:12 am
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો
સ્પાઇસ જેટની ફ્લાઇટ કેન્સલ થતા હોબાળો, મુંબઇ જતી ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો અટવાયા, વૈકલ્પિક ફ્લાઇટની માગ કરતા ગેરવર્તન કર્યાનો આક્ષેપ.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

Surat : SMCના આસિસ્ટન્ટ એન્જિનિયરનો બેફામ ભ્રષ્ટાચાર, 5 વર્ષ પહેલા પણ લાંચ લેતા ઝડપાયો હોવાનો ઘટસ્ફોટ

Surat : ચાલુ કારમાં બિયર પીતા પીતા આર્કિટેકે બાઈક-સ્કૂટરને ફંગોળ્યા, બે સગા ભાઈ અને બે મહિલાના હાથ-પગ કચડ્યા

Ahmedabad: પાખંડી આસારામના આશ્રમ પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું, ગેટ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

Dholka : ચલોડા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો સળગેલો મૃતદેહ મળવાના કેસમાં મોટો ધડાકો, શંકાખોર પતિ જ નીકળ્યો હત્યારો

Delhi : હોસ્પિટલમાં પિતા રાહ જોતા રહ્યા અને હોટલમાં CA વિવેક અગ્રવાલનો આખે આખો પરિવાર સળગી ગયો...

Africa ના આ ગામમાં બાઇક પર છે પ્રતિબંધ, કારણ જાણી તમે પણ ચોંકી ઉઠશો

Pakistan:પાકિસ્તાનીઓને પોતાના દેશ પર નથી ભરોશો કહ્યું "અમારો મુલ્ક ખોટા રસ્તે છે"

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજને કોણે ભણાવ્યો જીવનનો સૌથી મોટો પાઠ? શેર કર્યો કિસ્સો

Virat Kohli અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી થયો બહાર, આ મોટું કારણ આવ્યું સામે!

Delhi : હોસ્પિટલમાં પિતા રાહ જોતા રહ્યા અને હોટલમાં CA વિવેક અગ્રવાલનો આખે આખો પરિવાર સળગી ગયો...