
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dec 31, 2025 11:57 pm
રાજ્યભરમાં લોકોએ નવા વર્ષને આનંદ અને ઉલ્લાસથી વધાવ્યું
રાજ્યભરમાં લોકોએ નવા વર્ષને આનંદ અને ઉલ્લાસથી વધાવ્યું, ઠેર ઠેર આતશબાજી અને ન્યૂ યર પાર્ટી યોજાઇ , પોલીસે પણ ખડેપગે રહીને કાયદો અને વ્યવસ્થા જાળવી,
Dec 31, 2025 11:19 pm
31 ડિસેમ્બરને લઈને શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ
રાજસ્થાન માંથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકીંગ, જિલ્લામાં પોલીસની વિવિધ ટિમો દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ, પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર દ્વારા કરાઈ રહ્યું છે ચેકીંગ, અત્યાર સુધીમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 50 જેટલા કેસો નોંધાયા
Dec 31, 2025 11:18 pm
રાજકોટવાસીઓમાં થર્ટી ફર્સ્ટને લઈને અનેરો થનગનાટ
નવા વર્ષને આવકારવા લોકોમાં ખુશીનો માહોલ, 150 ફૂટ રીંગ રોડ પર થર્ટી ફર્સ્ટનું આયોજન, ડીજેના તાલે યુવાધન હિલોળે ચડ્યું
Dec 31, 2025 11:17 pm
દમણમાં સેહલાણીઓનું ઘોડાપુર
દમણની હોટેલોમાં 31stની ઉજવણી, મોટી સંખ્યામાં સેહલાણીઓ ઉમટી પડ્યા, અમદાવાદથી મુંબઈ સુધીના પ્રવાસીઓ દમણ આવ્યા, Djના તાલ પર લોકો ઝુમી ઉઠ્યા , હોટેલોમાં પ્રવાસીઓની ભીડ જામી
Dec 31, 2025 11:07 pm
જુનાગઢમાં કૃષિ સહાય પેકેજમાં કૌભાંડનો કેસ
ભેંસાણના ખજુરી હડમતીયામાં થયું હતું કૌભાંડ , VCE જયેશ ખંખાળીયાએ 9.49 લાખ હડપવાનો કર્યો પ્રયાસ , આરોપીએ મૃતક ખેડૂતોના નામે ખોટા ફોર્મ કરી છેતરપિંડી, મૃત્યુ પામેલા લોકોના નામે ખોટા અંગૂઠા અને સહીઓ કરી, અસલી ખાતેદારોના બદલે પરિવારના આધારકાર્ડનો કર્યો ઉપયોગ , 30 અરજીઓમાં ગંભીર વિસંગતતાઓ અને ડબલ નોંધણી મળી , ગ્રામ સેવક કેયુરકુમાર કથિરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી, તપાસ સમિતિના અહેવાલમાં VCEના ષડયંત્રનો પર્દાફાશ, ખેતીવાડી અધિકારીની સૂચનાથી પોલીસે ગુનો કર્યો દાખલ , પોલીસ દ્વારા છેતરપિંડીના કેસમાં વધુ તપાસ ચાલુ
Dec 31, 2025 11:04 pm
થર્ટી ફર્સ્ટને લઇ અમદાવાદમાં પોલીસનું ચેકિંગ
અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ચેકીંગ, અમદાવાદ ઝોન 1 DCP હર્ષદ પટેલનું નિવેદન, કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ સજ્જ, મોડી રાત સુધી પોલીસનો બંદોબસ્ત, બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાશે, LCB તેમજ ડીસ્ટાફ અલગ અલગ વિસ્તારમાં તૈનાત, શી ટીમને પણ ખાનગી ડ્રેસમાં તૈનાત કરાઇ, શહેરીજનો નશો કરીને વાહન ન ચલાવે, કોઈપણ પ્રકારની મદદ માટે 112 નંબર ડાયલ કરો
Dec 31, 2025 10:40 pm
ગાંધીનગરના કુડાસણમાં ધોધમાર વરસાદ
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં યુવાનોના રંગમાં ભંગ પડ્યો
Dec 31, 2025 10:39 pm
થર્ટી ફર્સ્ટને લઇ અમદાવાદમાં પોલીસનું ચેકિંગ
અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું ચેકીંગ, શંકાસ્પદ વાહનચાલકોને રોકી કરવામાં આવ્યું ચેકીંગ, 4 ફોરેન્સિક વાનથી અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ, બ્રેથ એનાલાઇઝરથી વાહનચાલકોનું ચેકીંગ, સિંધુ ભવન રોડ, સી.જી રોડ પર કરાયું ચેકીંગ
Dec 31, 2025 10:38 pm
અમદાવાદમાં વરસાદ વચ્ચે નવા વર્ષની ઉજવણી
રાજ્યભરમાં યુવાધન હિલોળે ચડ્યું , 2026ને આવકારવા લોકોમાં ઉત્સાહ , અમદાવાદમાં ઉજવણીનો માહોલ
Dec 31, 2025 10:37 pm
સુરતમાં 31 ફર્સ્ટની જોરશોરથી ઉજવણી
વર્ષ 2025ના છેલ્લો દિવસે સુરતીઓમા ઉત્સાહ, 2026ને આવકારવા લોકો DJના તાલે ઝુમ્યા , સુરતના વેસુ રોડ પર યુવાઓ ઉમટી પડ્યા
Dec 31, 2025 10:37 pm
વડોદરામાં આજે ખ્રિસ્તી નવ વર્ષની ઉજવણી
ફતેગંજ મેથોડિસ્ટ 'રેડ ચર્ચ ' ખાતે લોકો ઉમટ્યા , ચર્ચની અંદર ખાસ પ્રાર્થનાનું આયોજન , ચર્ચની બહાર યુવાઓની ભારે ભીડ , સુરક્ષાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ પણ સજ્જ
Dec 31, 2025 10:29 pm
પંચમહાલ ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ
પશુપાલકોને કીલો ફેટમાં રૂ.25નો કર્યો વધારો, ભાવ વધારો આવતીકાલ એટલે કે 1 જાન્યુઆરીથી અમલી , અગાઉ કીલો ફેટનો ભાવ 840 હતો જે હવે 865 થશે , પંચમહાલ, મહીસાગર, દાહોદના પશુપાલકોને લાભ
Dec 31, 2025 09:59 pm
ગામડાઓના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને મળશે 1 કરોડની ગ્રાન્ટ, સ્થાનિક વિસ્તારના વિકાસકામો મળશે વાર્ષિક ગ્રાન્ટ
Dec 31, 2025 09:41 pm
વલસાડમાં પોલીસની સઘન ચેકિંગની કામગીરી
17 ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બરને લઈને ચેકિંગ, છેલ્લા 3 દિવસમાં 400 ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસ, નશામાં વાહન ચલાવતા લોકો પકડાયા, દમણ,મહારાષ્ટ્રથી આવતા વાહનોનું ચેકિંગ, દાદરા નગર હવેલીથી આવતા વાહનોનું ચેકિંગ, બ્રેથ એનાલાઇઝરથી કરાઈ સઘન તપાસ
Dec 31, 2025 08:25 pm
પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ
પાટણ જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના ચાણસ્મા, સમી અને હારીજમાં વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદ થતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા હતાં. રવિ સિઝનનો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે.
Dec 31, 2025 08:02 pm
ગુજરાતના ઈન્ચાર્જ DGP તરીકે CID ક્રાઈમના વડા ડો.કે.એલ.એન.રાવની નિમણૂક
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આજે નિવૃત્ત થયા છે. આજે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. રાજ્ય સરકાર નવા DGP અંગે પેનલ તૈયાર કરશે અને નામ સાથેની પેનલ કેન્દ્રમાં મોકલશે. ત્યાર બાદ નવા DGPનું નામ નક્કી થશે. વિકાસ સહાયની નિવૃત્તિ બાદ રાજ્યમાં ઈન્ચાર્જ DGP તરીકે CID ક્રાઈમના વડા ડૉ. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે.
Dec 31, 2025 07:35 pm
હળવદના ઘનશ્યામપુર ગામે કમોસમી વરસાદ
મોરબીના હળવદમાં ઘનશ્યામપુર પાસે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા હતાં. ખેડૂતોને પાકથી નુકસાન થવાની ભિતી છે. મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
Dec 31, 2025 07:12 pm
કલોલ GIDCમાં આવેલી કંપનીમાં આગ
કલોલ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી. દ્વારકાધીશ પોલીપેક નામની ફેક્ટરીમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગતાં જ લોકોમાં દોડાદોડ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા છે.
Dec 31, 2025 06:57 pm
રાજકોટ સિવિલના ન્યુરો સર્જન પર હુમલાનો કેસ
રાજકોટ સિવિલના ન્યૂરો સર્જન પર હુમલાના કેસમાં જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. માત્ર ઈમરજન્સી સેવામાં જુનિયર ડોક્ટરો કાર્યરત રહેશે. ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કરનારની ધરપકડ કરવા માગ કરાઈ છે. આરોપી જયદીપ ચાવડાના રિકન્સ્ટ્રક્શનની માગ કરવામાં આવી છે. પ્રદ્યુમ્નનગર પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Dec 31, 2025 06:36 pm
આવતીકાલે પહેલી જાન્યુઆરી 2026થી એસટી ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વર્ષના પ્રથમ દિવસથી જ એસટી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એસટી નિગમના આ નિર્ણયથી લાખો મુસાફરોને અસર થશે. આવતીકાલથી એસટી ભાડામાં ત્રણ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
Dec 31, 2025 06:27 pm
નવા DGPને લઈ રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે
રાજ્યના નવા પોલીસ વડાને લઈને રાજ્ય સરકાર એક પેનલ તૈયાર કરશે. નામ સાથેની આ પેનલ કેન્દ્રમાં મોકલવામાં આવશે. વર્તમાન પોલીસ વડા આજે નિવૃત્ત થશે.CID ક્રાઇમના વડા ડો.કે.એલ.એન રાવ DGPની રેસમાં મોખરે છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ DGPની રેસમાં સામેલ છે.
Dec 31, 2025 06:09 pm
વાવ થરાદમાં પોલીસની બુટલેગરો પર ડ્રોનથી નજર
વાવ થરાદમાં બુટલેગરો પર પોલીસ ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે. સાત જગ્યાએ ડ્રોન દ્વારા સર્ચ કરી બુટલેગરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાખણી જડિયાલી ગામમાં ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. વાવ, સુઈગામ, માવસરી, આગથળા, થરાદમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. થર્ટી ફર્સ્ટનો છેલ્લો દિવસ હોવાથી પોલીસની બાજનજર છે.
Dec 31, 2025 06:03 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. Kheda : દિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સખત કેદ, નડિયાદ કોર્ટનો ચૂકાદો
3. આ શું વર્ષ 2025માં પાકિસ્તાનીઓએ ગૂગલ પર આવું સર્ચ કર્યુ!, જાણો રમૂજી સર્ચ કરેલા ટ્રેન્ડ્સ વિશે
4. ICC રેન્કિંગ: વર્ષના છેલ્લા દિવસે ટીમ ઈન્ડિયાને મળ્યા મોટા સમાચાર, 6 ખેલાડીઓ નંબર- 1 પર
5. New Year 2026 : ન્યૂઝીલેન્ડમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી શરૂ, લોકોએ ફટાકડા ફોડીને કર્યું સ્વાગત
6. Ruturaj Gaikwadએ શાનદાર સદી ફટકારી, IND Vs NZ વનડે સિરીઝ પહેલા મચાવી ધૂમ
7. Vadodara: કરજણમાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ, ગોડાઉન મેનેજર અને સહાયક ઝડપાયા, ડ્રાઈવર હજુ ફરાર
8. Gandhinagar : કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29 લાખ ખેડૂતોને 8516 કરોડથી વધુ સહાય ચૂકવાઈ
9. Delhi ED Raid: 5 કરોડ રોકડ, 9 કરોડના ઘરેણા, ઇન્દ્રજીત યાદવ નેટવર્ક પર EDનો સકંજો
10. DRDOને મળી મોટી સફળતા, એક જ લોન્ચરથી 2 'પ્રલય' મિસાઈલ કરાઈ લોન્ચ
Dec 31, 2025 05:57 pm
કડીમાં વ્યાજખોર રામનરેશ સિસોદિયાની ધરપકડ
કડીમાં વ્યાજખોર રામનરેશ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. એક કરોડની સામે ત્રણ કરોડ વસૂલ્યા બાદ પણ તેણે વસૂલી ચાલુ રાખી હતી. સાબરમતિમાં રહેતા નીલ દેસાઈએ એક કરોડ લીધા હતાં. પૈસા ચૂકવી દીધા બાદ પણ આરોપીએ ઉઘરાણી ચાલુ રાખી હતી. તેણે નીલ દેસાઈને રિવોલ્વર બતાવી ધાકધમકી આપી હતી. જયેશ, રામનરેશ, જીગર સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
Dec 31, 2025 05:51 pm
આણંદના સમરખામાં 80 લાખનો વિદેશી દારુ ઝડપાયો
આણંદના સમરખામાં 80 લાખનો વિદેશી દારુ ઝડપાયો છે. સામરખા અરજપુરા રોડ પરથી દારૂનું કન્ટેનર ઝડપાયું છે. મકાઈ ભૂસાની આડમાં વિદેશી દારૂની પેટીઓ સંતાડી હતી. પોલીસે વિદેશી દારૂની 11616 બોટલો જપ્ત કરી છે. વિદેશી દારૂ, કન્ટેનર સહિત 1,01,78,800નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
Dec 31, 2025 05:44 pm
રાજકોટના વાતાવરણમાં અચાનક પલટો
રાજકોટ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. રૈયા અને મવડી અને માધાપર ચોકડી સહિત 150 ફૂટ રિંગ રોડ પર પણ વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે થર્ટી ફર્સ્ટની પાર્ટીના આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
Dec 31, 2025 05:27 pm
જામનગર અને ઉપલેટામાં વાતાવરણમા પલટો
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. જામનગર અને ઉપલેટામાં પણ માવઠાને કારણે ખેતીને નુકસાનની ભિતી સર્જાઈ છે. જીરું, લસણ, ચણા, કપાસના પાકને નુકસાન થવાની શક્યતાઓ છે. ઉપલેટા શહેરમાં અને આજુબાજુના ડુમિયાણી, વાડલા, ઈસરા, મૂરખડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
Dec 31, 2025 05:15 pm
રાજકોટના પડધરીમાં પણ કમોસમી વરસાદ
રાજકોટના ધોરાજી બાદ પડધરીમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. ટેકાના ભાવે મગફળી વેચવા માટે આવેલા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. માવઠાને કારણે ખેતીને નુકસાન થવાની સ્થિતિ છે. રવિ સિઝનના પાકને નુકસાનની ભિતી સેવાઈ રહી છે.
Dec 31, 2025 05:07 pm
સરકારે 14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી
વધુમાં પ્રવક્તા મંત્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે,અત્યાર સુધીમાં રાજ્યના 6.79 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ.10698 કરોડથી વધુના મૂલ્યના કુલ 14.91 લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી કરવામાં આવી છે.જેની સામે અત્યાર સુધીમાં 4.16 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.6573 કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના 6.26 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ.10300 કરોડથી વધુના મૂલ્યની કુલ 14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે.જેની સામે અત્યાર સુધીમાં 3.89 લાખ ખેડૂતોને કુલ રૂ.6362કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.
Dec 31, 2025 04:58 pm
દિયોદરમાં જમીન વિવાદમાં મામલતદારને રજૂઆત
બનાસકાંઠાના દિયોદરમાં જમીન વિવાદમાં મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. 20થી વધુ લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતાં. પીડિત પરિવારે ઘરના સામાન સાથે વિરોધ કર્યો હતો. માલિકીની જમીન માટે પરિવારે સંઘર્ષ કર્યો છે. જમીનનો કબજો નહીં મળતા પરિવાર મામલતદાર કચેરી પહોંચ્યો હતો.પરિવારે પંચાયત ભવન માટે જમીન આપી હતી. બીજે જમીન નહીં ફાળવવામાં આવતા પરિવારે મામલતદારને રજૂઆત કરી છે.
Dec 31, 2025 04:48 pm
માવઠાની આગાહીને પગલે કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી
ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા
પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું.
ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહી તે મુજબ સુરક્ષિત રાખવો
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો
APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા
APMCમાં અનાજ અને ખેત પેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા
આ ઉપરાંત APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી
Dec 31, 2025 04:33 pm
કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું થયું
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. જે આગાહી પ્રમાણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. માવઠાને કારણે ખેતીને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. રાજ્ય સરકારે પણ ખેડૂતોને પાકને સાચવીને રાખવા અપીલ કરી છે.
Dec 31, 2025 04:29 pm
ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશ આખું કાળા વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું છે. શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોરાજી શહેરમાં અને આજુબાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
Dec 31, 2025 04:17 pm
GSTમાં નવા ફેરફારોની વિગતવાર જાણકારી આપી
વડોદરામાં સેન્ટ્રલ GSTના પ્રિન્સિપાલ એડિશનલ એડીજી સુમિત કુમારે કહ્યું હતું કે, માત્ર એક ટકા લોકો ટેક્સ ચોરી કરે છે. અડધા ટકા લોકો જાણી જોઈને છેતરપિંડી કરે છે. સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે. દર મહિને રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત બન્યું છે. આવતા બજેટમાં નવો સ્લેબ જોવા મળશે.
Dec 31, 2025 04:11 pm
આ જિલ્લામાં નવી સહકારી બેંક બનશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં નવી જિલ્લા સહકારી બેંક બનાવવા માટે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી છે. રાજ્યમાં વધુ નવ સહકારી બેંક બનશે. તેમણે કહ્યું હતું કે, પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ, સાબરકાંઠા બેંકના વિભાજનથી અરવલ્લી, સુરત બેંકના વિભાજનથી તાપી, વડોદરા બેંકના વિભાજનથી છોટા ઉદેપુર, જામનગર બેંકના વિભાજનથી દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ બેંકના વિભાજનથી પોરબંદર, ખેડા બેંકના વિભાજનથી આણંદ અને વલસાડ બેંકના વિભાજનથી ડાંગ અને નવસારી જિલ્લા માટે નવી જિલ્લા સહકારી બેંક બનશે.
Dec 31, 2025 03:50 pm
અમદાવાદમાં 31stને આવકારવા તૈયારીઓ
31stની પાર્ટીની તૈયારીઓને આખરી ઓપ, DJના તાલે યુવાઓ કરશે નવા વર્ષના વધામણા, ગાઈડલાઈન સાથે આયોજકોની DJ પાર્ટી, ફાયર સેફટી, CCTV, પાર્કિંગ સહિતની વ્યવસ્થા, વિવિધ સ્થળો પર DJ પાર્ટીના આયોજન.
Dec 31, 2025 03:45 pm
DGP વિકાસ સહાય આજે થશે નિવૃત
સોશિયલ મીડિયા પર DGPએ મૂક્યો વીડિયો, 36 વર્ષની સરકારી સેવા બાદ થશે નિવૃત, 25-30 વર્ષ નોકરી કરી તે કચેરીની કરી મુલાકાત, અમદાવાદની કચેરીની મુલાકાતના વીડિયો પોસ્ટ કર્યા.
Dec 31, 2025 03:40 pm
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જળ માર્ગે પ્રવાસીઓની મોજ
એકતા ક્રુઝમાં બેસી પ્રવાસીઓ કરશે નવા વર્ષની ઉજવણી, એકતા ક્રુઝમાં બેસી SOU જોવાનો અદભુત લ્હાવો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ નવા વર્ષ માટે ઉમટ્યા.
Dec 31, 2025 03:35 pm
કચ્છના ભચાઉ અને રાપર તાલુકાના કાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ
ચોબારી, મનફરા, વણોઈ કડોલ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ, વાગડ પંથક અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું, કમોસમી વરસાદના કારણે જીરા, રાયડો, ઈસબગુલના પાકમાં નુકસાની, કમોસમી વરસાદમાં કેટલીક જગ્યાએ ચોમાસાની જેમ પાણી ફરી વળ્યા, ભર શિયાળામાં માવઠું થતા ખેડૂતોની હાલત દયનિય બની.
Dec 31, 2025 03:05 pm
પોલીસની રેડને પગલે નબીરાઓમાં નાસભાગ મચી હતી
પોલીસની રેડ દરમિયાન નબીરાઓમાં ભાગદોડ મચી હતી અને દારૂની મહેફિલ માણતા 9 ઈસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે, બે વિદેશી દારૂની બોટલો સાથે સાત હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને થર્ટી ફર્સ્ટ ઉજવણીની પહેલા જ પોલીસે તમામ લોકોને ઝડપી પાડયા છે, ફાર્મ હાઉસ કોનું છે અને કોની પરમિશનથી અંદર બેઠા હતા તેને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ વિસ્તારમાં આવતા ખાનગી ફાર્મ હાઉસ પર પોલીસ વોચ રાખીને બેઠી છે.
Dec 31, 2025 03:05 pm
ભરૂચમાં બપોરના સમયે જ નબીરાઓ દારૂ ઢીંચવા લાગ્યા, ભગુકૃપા ફાર્મ હાઉસમાં ચાલતી દારુ મહેફિલ પર પોલીસ ત્રાટકી
ભરુચમાં દારુ મહેફિલ પર પોલીસ ત્રાટકી હોવાની વાત સામે આવી છે, ભગુકૃપા ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારુ મહેફિલ અને દારુની મહેફિલ માણતા 9 નબીરાઓને પોલીસે ઝડપ્યા છે. ભરૂચમાં દારૂની મહેફિલ માણતા 9 લોકો ઝડપાયા છે અને દારૂની મહેફિલ માણતા લોકો પર ભરૂચ પોલીસે સપાટો બોલાવ્યો છે, ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તવરા-શુકલતીર્થ માર્ગ ઉપર આવેલ ભગુ કૃપા ફાર્મ હાઉસમાં ચાલતી હતી દારૂની મહેફિલ અને પોલીસ પેટ્રોલીંગમાં હતી અને બાતમીદારથી બાતમી મળતા કાર્યવાહી કરી છે.
Dec 31, 2025 02:55 pm
દ્વારકાના વાતાવરણમાં એકાએક પલટો
દ્વારકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, શહેરના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા, એકાએક વરસાદ પડતા યાત્રિકો થયા પરેશાન, ભરશિયાળે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ.
Dec 31, 2025 02:45 pm
અમદાવાદમાં ફાયર NOC માટે ઇન્સ્પેક્શનની કામગીરી
ટેમ્પરરી NOC માટે આવી હતી માત્ર 7 અરજી, 7 પૈકી હજી સુધી એકપણ અરજીને મંજૂરી નથી અપાઇ, નિરીક્ષણ બાદ ફાયર NOC આપવામાં આવશે, ફાયર NOC મળ્યા બાદ પોલીસ મંજૂરી અપાશે.
Dec 31, 2025 02:44 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
01 - Navsari News : નવસારીમાં યુવાન તમંચો લઇ હત્યા કરવા પહોંચ્યો, લોકોએ યુવકને ઝડપી મેથીપાક ચખાડયો
03 - Surat News : સુરતમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી ચેન ચોરતી મહિલા ટોળકી ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડી
06 -Team India Schedule 2026: વર્ષના અંતિમ દિવસે જાણો 2026માં શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ
07 - યમન ભારત માટે કેમ મહત્વનું છે? ઐતિહાસિક મિત્રતા અને માનવીય જવાબદારી, ભારત–યમનના સંબંધોની કહાની
08 - RBIની મોટી જાણકારી, બેંકોમાં ₹62,000 કરોડ દાવા વગર પડ્યા
09 - S-350 Vityaz: રશિયાએ ભારતને આપી વધુ એક શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમની ઓફર, જાણો શું છે ખાસિયત
10 - Vijay Hazare Trophyમાં સરફરાઝ ખાને ગોવા સામે 57 બોલમાં સદી ફટકારી
Dec 31, 2025 02:12 pm
રાજકોટમાં યુવક અને યુવતી વચ્ચે જાહેરમાં મારામારી
શાસ્ત્રી મેદાન પાસે યુવતીએ યુવકને જાહેરમાં માર માર્યો, યુવક-યુવતી વચ્ચે મારામારીનો વીડિયો થયો વાયરલ, યુવતી યુવકના વાળ પકડીને માર મારી રહી છે, વીડિયો વાયરલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Dec 31, 2025 02:09 pm
નવા વર્ષને લઇ ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર
કાશી-અયોધ્યા-વૃંદાવનમાં 10 લાખ ભક્તો ઉમટ્યા, મંદિરોમાં દર્શન માટે 3 કિલોમીટર લાંબી કતારો, ખાટુંશ્યામજીમાં 72 કલાક સુધી સતત ચાલશે દર્શન, પહલગામમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો, 2026 ના સ્વાગત માટે દેશભરમાં ભારે ઉત્સાહ, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા તંત્ર એલર્ટ પર.
Dec 31, 2025 02:07 pm
31 ડિસેમ્બરને લઇ બનાસકાંઠા પોલીસ એલર્ટ
SPના ચેકિંગ દરમ્યાન દારુ પીધેલા નબીરા ઝડપાયા, ગુજરાતમાં પ્રવેશતા 4 નબીરા દારુ પીધેલા ઝડપાયા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, આંતરરાજ્યની 30 જેટલી હંગામી ચેકપોસ્ટ પર ચેકિંગ, પોલીસે ચેકિંગ દરમ્યાન 18 જેટલા કેસ નોંધ્યા.
Dec 31, 2025 01:48 pm
મોરબીરના શાપરમાં ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા
માયનોર કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરમાં ફરી વળ્યા, ખેતરમાં પાણી ફરી વળતા પાકને નુકસાનની ભીતિ, ઘઉં, જીરું સહિતના પાકને નુકસાન થવાની ભીતિ.
Dec 31, 2025 01:38 pm
પ્રારંભિક સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી રવાના થતી ટ્રેનો
01-ટ્રેન નંબર 16333 વેરાવળ–તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 06.50 વાગ્યાના બદલે 06.55 વાગ્યે રવાના થશે.
02-ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે.
03-ટ્રેન નંબર 11465 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે.
04-ટ્રેન નંબર 26902 વેરાવળ–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 14.40 વાગ્યાના બદલે 14.45 વાગ્યે રવાના થશે.
05-ટ્રેન નંબર 19204 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.40 વાગ્યાના બદલે 19.00 વાગ્યે એટલે કે 20 મિનિટ મોડેથી રવાના થશે.
06-ટ્રેન નંબર 59215 ભાણવડ–પોરબંદર પેસેન્જર, ભાણવડ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 21.50 વાગ્યાના બદલે 22.40 વાગ્યે એટલે કે 50 મિનિટ મોડેથી રવાના થશે.
07-ટ્રેન નંબર 59555 ગાંધીગ્રામ–બોટાદ પેસેન્જર, ગાંધીગ્રામ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.50 વાગ્યાના બદલે 19.00 વાગ્યે રવાના થશે.
08-ટ્રેન નંબર 59271 બોટાદ–ભાવનગર પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 15.45 વાગ્યાના બદલે 15.50 વાગ્યે રવાના થશે.
Dec 31, 2025 01:38 pm
પ્રારંભિક સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી રવાના થતી ટ્રેનો
01-ટ્રેન નંબર 59228 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 05.10 વાગ્યાના બદલે 05.05 વાગ્યે રવાના થશે.
02-ટ્રેન નંબર 59234 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 13.40 વાગ્યાના બદલે 13.30 વાગ્યે રવાના થશે.
03-ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા દૈનિક એક્સપ્રેસ, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 22.10 વાગ્યાના બદલે 22.00 વાગ્યે રવાના થશે.
04-ટ્રેન નંબર 59554 બોટાદ–ગાંધીગ્રામ પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 17.10 વાગ્યાના બદલે 17.00 વાગ્યે રવાના થશે.
Dec 31, 2025 01:38 pm
Dec 31, 2025 01:37 pm
01 જાન્યુઆરી 2026થી ભાવનગર મંડળના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો
01 જાન્યુઆરી 2026થી ભાવનગર રેલવે મંડળ પર નવું સમયપત્રક લાગુ થશે અને ભાવનગર મંડળના વિવિધ સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 01 જાન્યુઆરી, 2026થી નવી સમયસારણી અમલમાં મૂકવામાં આવી રહી છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. આ વખતે ભાવનગર મંડળમાંથી પસાર થતી 04 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી તથા 08 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલી રહેલા કાર્યને કારણે જે ટ્રેનો 25 જાન્યુઆરી, 2026 સુધી રદ કરવામાં આવી છે, તે ટ્રેનો રદ જ રહેશે અને તે ટ્રેનો માટે બદલાયેલ સમય કાર્ય પૂર્ણ થયા બાદ અમલમાં આવશે.
Dec 31, 2025 01:26 pm
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની અખબારી યાદીમાં જણાવાયું છે
આ પરીક્ષામાં ભાગ લેનાર પ્રતિભાગીઓના કંઠસ્થ શ્લોકોની અને સુભાષિતની નિપુણતા, ઉચ્ચારણની શુદ્ધતા, લયછંદ અને ભાવભક્તિની યુનિવર્સિટી કક્ષાએ નિષ્ણાંતો દ્વારા સમીક્ષા કરવામાં આવશે. યુનિવર્સિટી કક્ષાની આ વિશેષ સમીક્ષામાં ઉત્તીર્ણ થનાર સંપૂર્ણ ગીતા કંઠપાઠ કરનાર પ્રતિભાગીઓને ‘ગીતાભૂષણ’ની પ્રતિષ્ઠિત પદવી તેમજ શત સુભાષિત કંઠપાઠમાં સફળ થનારને ‘શત સુભાષિત પંડિત’ની ગૌરવપૂર્ણ ઉપાધિથી રાજ્ય કક્ષાના ભવ્ય સમારોહમાં સન્માનિત કરવામાં આવશે તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.
Dec 31, 2025 01:26 pm
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રેમીઓ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની પરીક્ષાનું કરાયું આયોજન
રાજ્યમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુસર શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના એટલે કે સંપૂર્ણ ગીતા કંઠપાઠ અંતર્ગત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમીક્ષા-પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્કૃત પ્રેમીઓ અને પ્રતિભાગીઓ આજે તા. ૦૧ જાન્યુઆરીથી તા. ૦૭ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રાજ્ય સંસ્કૃત બોર્ડની અધિકૃત વેબસાઇટ https://grsb.gujarat.gov.in/ મારફતે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વધુમાં, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને શત સુભાષિત કંઠપાઠ યોજનાની માર્ગદર્શિકા https://drive.google.com/file/d/1uYof0D6t1lqape--aZFcspirGE2aBtXP/view?usp=drive_link લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
Dec 31, 2025 01:16 pm
સુરત LCBએ મહારાષ્ટ્રની પારધી ગેંગને ઝડપી પાડી
સોનાના દાગીનાની બાળકો મારફતે ચોરી કરાવતા, LCB ટીમે એક મહિલા, એક પુરુષને ઝડપી પાડ્યો છે અને પોલીસે ટીના ઉર્ફે અંજુ શિંદે, સુમિત કાલેની ધરપકડ કરી છે, પોલીસે ઈન્સ્ટાગ્રામ આઈડી મારફતે ગેંગને ઝડપી પાડી છે અને પોલીસે ગેંગને ઝડપી 15 લાખથી વધુની ચોરીનો ભેદ ઉકેલ્યો છે, આરોપીઓ મહારાષ્ટ્રમાં છુપાયાની માહિતી મળી હતી અને આરોપીઓ ભીડવાળી જગ્યા ઉપર ફુગ્ગા-રમકડા વેચતા અને બાળકીઓ પાસે ભીખ મંગાવી મોકો મળતા ચોરી કરાવતા અને પોલીસે મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Dec 31, 2025 01:16 pm
સુરતમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી ચેન ચોરતી મહિલા ટોળકી ક્રાઈમબ્રાન્ચે ઝડપી પાડી
સુરતમાં ચેન ચોરતી મહિલા ટોળકી ઝડપાઇ છે અને સુરત ક્રાઈમબ્રાન્ચે ચેન ચોરતી ગેંગને ઝડપી પાડી છે, ક્રાઇમબ્રાન્ચે ત્રણ મહિલાઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. સુરતમાં વૃદ્ધો સાથે કળા કરી ચેનની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે, સુરતના વેસુ નંદિની-1માં કથામાં ભીડનો લાભ લઈ 7 વૃદ્ધાની ચેન ચોરી કરી હતી અને સુરત ક્રાઈમબ્રાન્ચે ત્રણ મહિલાઓને ઝડપી પાડી છે, વૃદ્ધો ચા-નાસ્તાના સ્ટોલ પર ચા પીતા હતા અને ત્યારે ચોર ટોળકી કળા કરી ગઈ હતી અને હાલ પોલીસે ત્રણ મહિલાઓની વધુ પૂછપરછ કરાઈ રહી છે.
Dec 31, 2025 01:00 pm
જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા
ગાંદરબલ જિલ્લામાં બરફની સફેદ ચાદર છવાઈ, સોનમર્ગ પ્રવાસન સ્થળ બરફથી ઢંકાઈ ગયું, શૂન્યથી નીચે તાપમાન નોંધાતા ઠંડી વધી, માર્ગો બંધ થતાં વાહનવ્યવહારને અસર પહોંચી, પ્રશાસન દ્વારા તાત્કાલિક બરફ હટાવવાની કામગીરી શરૂ, સ્થાનિકોને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાઈ.
Dec 31, 2025 12:59 pm
હવે પછી સ્થિતિ વણશે નહીં તે માટે ગામના પ્રવેશદ્વાર પર બેરિકેડિંગ કરી દેવાયું છે
સોમવારે રાત્રે સાણંદ તાલુકાનાં કલાણા ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે લાકડી તેમજ પથ્થરો વડે સામ-સામે હુમલો થતાં સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ થવા પામી હતી. બનાવની જાણ પોલીસ ને થતાં તુરત જ પોલીસની ટીમે સ્થિતિને કાબુમાં લઈ 40 લોકોની અટકાયત કરી હતી, ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગામના બે યુવકો તળાવની પાળે બેઠા હતા ત્યારે એકબીજાની સામે જોવાની બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. બાદમાં બન્ને યુવક તરફથી આવેલા ટોળાઓ લાકડીઓથી હુમલો કર્યો હતા. ઘટનાના પગલે એસપી સહિતના પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોચીને સ્થિતિ કાબુમાં લઈ લીધી છે.
Dec 31, 2025 12:59 pm
અમદાવાદ જિલ્લામાં સાણંદના કલાણા ગામે નજીવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી
આ જીવલેણ હુમલામાં ધાબે ચડીને અનેક લોકો એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ છે. ઘટનાની ગંભીરતા જોતાં SP અને DySP સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સ્થિતિને કાબૂમાં લીધા બાદ પોલીસે તોફાન મચાવનારા તત્વોને પકડવા ડ્રોનની મદદ લીધી છે જેમાં 50થી વધુ લોકોની અટકાયત કરી છે. પોલીસે બનાવ સ્થળની આસપાસ ગામમાં લાગેલા સીસીટીવી કેમેરાના DVR પણ કબજે કરી તોફાનો તત્વોની તપાસ શરુ કરી છે.
Dec 31, 2025 12:59 pm
સાણંદના કલાણા ગામમાં થયેલ જૂથ અથડામણને લઈ કાર્યવાહી
સાણંદના કલાણા ગામમાં થયેલ જૂથ અથડામણને લઈ ગામમાંથી 52 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરાયા છે અને બન્ને પક્ષના લોકો ખેતરોમાં છુપાયા હતા જેમને ડ્રોનની મદદથી ઝડપવામાં આવ્યા છે અને પથ્થરમારો કરનારા મોટા ભાગે સગીર હોવાની આશંકા છે, સાણંદ GIDC પોલીસે ક્રોસ ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે અને બીજા દિવસે પણ કલાણા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Dec 31, 2025 12:58 pm
સાણંદના કલાણા ગામમાં જૂથ અથડામણને લઈ કાર્યવાહી, પોલીસે 52 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા
સાણંદના કલાણા ગામમાં જૂથ અથડામણને લઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, પોલીસે 52 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને બીજા દિવસે પણ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે ખેતરમાં છુપાયેલા લોકોને ડ્રોનથી ઝડપ્યા છે અને CCTV વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, પથ્થરમારો કરનારા લોકો સગીર હોવાની આશંકા પણ સેવાઈ રીહી છે, સાણંદ GIDC પોલીસે ક્રોસ ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી છે.
Dec 31, 2025 12:34 pm
સૌથી વધુ 136 કેસ ગાંજાના નોંધાયા છે, જેમાં 384 કિલોથી વધુ જથ્થો પકડાયો છે
મેફેડ્રોનના 46 કેસમાં 1 કિલો 272 ગ્રામ જથ્થો કિંમત 1.27 કરોડથી વધુ જપ્ત થયો છે, અફીણના 10 કેસ નોંધાયા છે, જેમાં અફીણ, પોષ ડોડા અને પાવડરનો સમાવેશ થાય છે, ચરસના 05 કેસમાં 987 ગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, કોકેઈનના 1 કેસમાં 8.490 ગ્રામ અને હેરોઈનના 2 કેસમાં 19.677 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરાયો છે, કોનેક્ષ ટી સિરપના 05 કેસમાં કુલ 571 નંગ બોટલો જપ્ત કરવામાં આવી છે અને ઉપરાંત કુલ 2095 નંગ નશાકારક ટેબ્લેટ જપ્ત થઈ છે.
Dec 31, 2025 12:34 pm
સુરત SOG પોલીસે વર્ષ 2025 દરમિયાન NDPS એક્ટ હેઠળ 208 કેસ દાખલ કર્યા
સુરતમાં નશીલા પદાર્થોને લઇ પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસે એક વર્ષ દરમિયાન કરેલી કામગીરીના આંકડા સામે આવ્યા છે, NDPS એક્ટ હેઠળ SOGએ કુલ 208 કેસ દાખલ કર્યા છે અને કુલ 303 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં એસઓજીએ કુલ 13 કરોડથી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે, 384 કિલોથી વધુ ગાંજો પકડાયો, 136 કેસ કરાયા છે અને મેફેડ્રોનના 46 કેસમાં 1 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો છે, ગાંજાના કેસોમાં સૌથી વધુ 206 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વર્ષ દરમિયાન કુલ 13,23,83,647થી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરાયો છે.
Dec 31, 2025 12:15 pm
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની દ્વિતીય વર્ષગાંઠ
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને CM યોગી અયોધ્યા પહોચ્યાં, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને CM યોગીએ કર્યા દર્શન, હનુમાનગઢી અને રામ મંદિરમાં કરી વિશેષ પૂજા, શ્રદ્ધાળુઓના ભારે ધસારાને પગલે તમામ તૈયારીઓ પૂર્ણ, અયોધ્યામાં સુરક્ષા માટે વિવિધ સ્થળે કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા.
Dec 31, 2025 11:49 am
દ્વારકાના જામખંભાળિયામાં વાતાવરણમાં પલટો
જામ ખંભાળિયા અને કલ્યાણપુરમાં કમોસમી વરસાદ, હંજરાપર, મોવાણ, સોનારડી, દાત્રાણામાં કમોસમી વરસાદ, શિયાળાની કડકડતી ઠંડીમાં ચોમાસા જેવો માહોલ, કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો.
Dec 31, 2025 11:48 am
ઈટાલીમાં 76 વર્ષનો રેકોર્ડ બ્રેક બરફવર્ષાં
સિરાક્યુસમાં 76 વર્ષનો બરફ વર્ષાનો રેકોર્ડ તૂટ્યો, એક જ દિવસમાં 19.3 ઇંચ ભારે હિમવર્ષા, ડિસેમ્બર મહિનાનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ, સિઝનનો કુલ 71.3 ઇંચ બરફ ખાબક્યો, સરેરાશ કરતા 181 ટકા વધુ હિમવર્ષા નોંધાઈ, ભારે બરફવર્ષાથી જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત.
Dec 31, 2025 11:47 am
મોરબીમાં મનપા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી
વન વીક વન રોડ અંતર્ગત દબાણો દૂર કરાયા, નાની કેનાલ રોડ પર દબાણ કરવામાં આવ્યા, દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું.
Dec 31, 2025 11:45 am
અમદાવાદમાં આવતીકાલથી 22 દિવસ ફ્લાવર શો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે ઉદ્ધાટન, 1 જાન્યુઆરીથી 22 દિવસ ચાલશે ફ્લાવર શો, લોકોના પ્રતિસાદને લઇ 22 દિવસ ચાલશે ફ્લાવર શો, 73 હજાર સ્કે. મીટરમાં બનાવવામાં આવ્યો ફ્લાવર શો, 48 પ્રકારના ફલાવરના 10 લાખ પ્લાન્ટથી સુશોભન કરાયું, ચાલુ વર્ષના ફ્લાવર શોમાં મુખ્ય થીમ ભારત એક ગાથા, સરદાર વલ્લભભાઈ પટેલનુ ફૂલ ચિત્ર ઉભુ કરાશે, ફ્લાવર શોમાં સોમથી શુક્ર ટિકિટ દર રુ. 80, ફ્લાવર શોમાં શનિ અને રવિ ટિકિટ દર રુ. 100, VIP સ્લોટ માટે ફ્લાવર શોમાં ટિકિટ રુ. 500, મનપાની શાળાના બાળકો , દિવ્યાંગ, સૈનિકો માટે ફ્રી એન્ટ્રી, ખાનગી શાળાના બાળકો માટે ફી રૂ. 10 રખાઈ.
Dec 31, 2025 11:44 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
02 - Ahmedabad News : અમદાવાદ શહેરની હવા બની ઝેરીલી, અમદાવાદ શહેરમાં AQI 500ને પાર પહોંચ્યો
04 - Morbi News : મોરબીમાં ટેન્કરની અડફેટે 2 યુવાનના મોત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
06 - World : તાઈવાનને ફરીથી ચીન સાથે જોડવાનું મિશન, સરહદ પર ડ્રેગનનો લાઈવ-ફાયર અભ્યાસ
08 - 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકા? અમેરિકન રિપોર્ટમાં મોટો ખુલાસો
Dec 31, 2025 11:37 am
જૂનાગઢના માંગરોળમાં નરાધમ કાકો બન્યો હેવાન
નરાધમ કાકાનું સગીર ભત્રીજી સાથે દુષ્કર્મ, બ્લેકમેઇલ કરી ભત્રીજીને શિકાર બનાવી, ગર્ભપાત કરાવી બોગસ દસ્તાવેજ સાથે લગ્ન પણ કર્યા, ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યુ, પોલીસે નરાધમ કાકાને ઝડપી તપાસ હાથ ધરી.
Dec 31, 2025 11:00 am
ગુજરાત રાજયને આજે મળશે નવા DGP, CID ક્રાઇમના વડા ડો.કે.એલ.એન રાવ DGP બનવાની રેસમાં આગળ
ગુજરાત રાજયના વર્તમાન DGP વિકાસ સહાય આજે થશે નિવૃત્ત અને DGPની રેસમાં CID ક્રાઇમના વડા આગળ હોવાની વાત હાલમાં ચાલી રહી છે, CID ક્રાઇમના વડા ડૉ.કે.એલ.એન પણ બની શકે છે ગુજરાતના નવા ડીજીપી. ડૉ.કે.એલ.એન રાવ 1992 બેચના IPS અધિકારી છે અને ડૉ.કે.એલ.એન રાવ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે અને અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક પણ રેસમાં આગળ છે, જી એસ મલિક 1993 બેચના IPS અધિકારી છે. જી એસ મલિક નવેમ્બર 2028માં થશે નિવૃત્ત અને ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ.નિરજા ગોટરૂ પણ રેસમાં છે.
Dec 31, 2025 10:37 am
ભાવનગરમાં 40થી વધુ દબાણ પાલિકાએ પણ હટાવ્યા
ભાવનગરમાં પાલિકાની ટીમે ગેરકાયદેસર દબાણો હટાવી દીધા છે અને 40થી વદુ દબાણો દૂર કર્યા હોવાની વાત સામે આવી છે, ભાવનગર શહેરમાં આવેલ ભરતનગરમાં સૌથી વધારે દબાણો દૂર કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે, 15 ઓટલા, 2 શેડ, કમ્પાઉન્ડ વોલ, બાથરૂમ, ઓરડી અને પાણીના ટાંકા પણ તોડી પાડવામાં આવ્યા છે.
Dec 31, 2025 10:37 am
સીટી DYSP સહિત પોલીસનો મોટો કાફલો સ્થળ પર સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત
ભાવનગર શહેરમાં જે જગ્યા પર દારૂના સ્ટેન્ડ ચાલી રહ્યા હતા તે બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરીને પોલીસને સોંપવામાં આવ્યું હતુ અને ત્યારબાદ વહેલી સવારથી પોલીસના બંદોબસ્ત સાથે મકાન તોડવામાં આવ્યા હતા, જે લોકોના મકાન તોડવામાં આવ્યા હતા તે લોકોને પહેલા નોટિસ પણ આપવામાં આવી હોવાની વાત સામે આવી છે, ત્યારે અન્ય ગુનેગારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે, આગામી સમયમાં અન્ય અસામાજિક તત્વોના ઘર પર પણ બુલડોઝર ફરે તો નવાઈ નહી.
Dec 31, 2025 10:37 am
ભાવનગરમાં બુટલેગરોના મકાન પર ફરી વળ્યું બુલડોઝર, દારુનું સ્ટેન્ડ ચલાવતા બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી
ભાવનગરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનાર સામે પોલીસે લાલ આંખ કરી છે અને બુટલેગરોના મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે, સરદારનગરમાં દારુના અડ્ડાઓ પર ડિમોલિશન કરવામાં આવ્યું છે અને દારુના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગરમાં માથાભારે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે, એસ.પી નીતિશ પાંડેય દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દારૂના સ્ટેન્ડ ચલાવતા બુટલેગરોના મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું છે, સરદારનગર વિસ્તારમાં વર્ષોથી ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઇ છે.
Dec 31, 2025 10:21 am
વર્તમાન DGP વિકાસ સહાય આજે થશે નિવૃત્ત
DGPની રેસમાં CID ક્રાઇમના વડા આગળ, CID ક્રાઇમના વડા ડૉ.કે.એલ.એન રાવ રેસમાં આગળ, ડૉ.કે.એલ.એન રાવ 1992 બેચના IPS અધિકારી, ડૉ.કે.એલ.એન રાવ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે, અમદાવાદ CP જી એસ મલિક પણ રેસમાં, જી એસ મલિક 1993 બેચના IPS અધિકારી, જી એસ મલિક નવેમ્બર 2028માં થશે નિવૃત્ત, ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ.નિરજા ગોટરૂ પણ રેસમાં, ડૉ.નિરજા ગોટરૂ 1993 બેચના IPS અધિકારી, ડૉ.નિરજા ગોટરૂ નવેમ્બર 2029માં નિવૃત્ત થશે, કેન્દ્રમાંથી પસંદગી બાદ થશે જાહેરાત.
Dec 31, 2025 10:19 am
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
ચાંદીનો ભાવ ઘટીને 2 લાખ 35 હજારે પહોંચ્યો, 1 કિલો ચાંદીના ભાવમાં રૂ. 15 હજારનો ઘટાડો, 10 ગ્રામ સોનાનો ભાવ રુ. 1 લાખ 36 હજાર, કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીમાં વેચવાલી, વેચાણના સોદાઓ થતા નીચલી સર્કિટ લાગી.
Dec 31, 2025 10:18 am
સુરતમાં સ્પાની આડમાં ચાલતુ કૂટણખાનુ ઝડપાયું
જહાંગીપુરામાં એવન સ્પામાં AHTU ટીમના દરોડા, મુખ્ય આરોપી સાહિલ ખાનની અટકાયત કરાઇ, 3 ભોગ બનનાર મહિલાઓને પોલીસે મુક્ત કરાવી, રુખ સાગર, ફૈઝલ, સુશીલ નામના આરોપી વોન્ટેડ.
Dec 31, 2025 10:17 am
સુરત શહેરમાં 31 ફર્સ્ટને લઇ પોલીસ એક્શનમાં
ડીસીપી કક્ષાના અધિકારી દ્વારા પેટ્રોલિંગ કરાયું, ACP, DCP, PI સહિત અધિકારીઓ દ્વારા પેટ્રોલિગ, ઇ સ્કૂટર દ્વારા પણ વરાછા વિસ્તારમાં પેટ્રોલિંગ, ફૂટ પેટ્રોલિંગ, કોબિંગ સહિત વાહનોમાં સઘન ચેકિંગ, નશો કરી વાહન ચલાવતા તત્વો સામે લાલ આંખ.
Dec 31, 2025 10:17 am
બનાસકાંઠાના વાતાવરણમાં પલટો
પાલનપુર અને વડગામમાં વાદળછાયુ વાતાવરણ, દાંતીવાડા અને અમીરગઢમાં વાદળછાયુ વાતાવરણ, કમોસમી વરસાદ પડશે તો પાકને નુકસાનની ભીતિ.
Dec 31, 2025 10:09 am
આ ટેસ્ટ હૃદયની સમસ્યાને રોકે છે
ડાયાબિટીસ અથવા કોલેસ્ટ્રોલ જેવી પરિસ્થિતિ કરતાં ફેફસાંના આરોગ્યને ઓછી ગંભીરતાથી લેવામાં આવે છે. શિયાળાની સિઝનમાં હવાની ગુણવત્તામાં તીવ્ર ઘટાડાને કારણે સમસ્યામાં વધારો થાય છે, ઠંડી હવા પ્રદૂષકોને જમીનને વધુ નજીક રોકી રહે છે, જેનાથી ધૂળ, ધુમાડો, રજકણો અને વાહનોમાંથી નીકળતાં ધુમાડાની માત્રા વધી જાય છે, જેને લોકો શ્વાસમાં લે છે. આ પ્રદૂષકો શ્વાસ નળીમાં બળતરા પેદાં કરે છે. ફેફસાંની ક્ષમતા ઘટાડે છે, અસ્થમા અને બોંકાઈટિસ જેવી બીમારીમાં વધારો કરે છે. ઘરની બહાર માસ્ક પહેરવું જોઈએ, પ્રદૂષણ વધુ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ, જેથી ફેફસાં ઉપરનો તણાવ ઘટે છે.
Dec 31, 2025 10:09 am
નવેમ્બર મહિનામાં વર્લ્ડ સીઓપીડી અવેરનેસ મંથની ઉજવણી થાય છે
આ તબક્કે પલ્મોનોલોજિસ્ટનું કહેવું છે કે, લોકોએ જાગૃતિ, સમયસર ટેસ્ટિંગને પ્રાથમિકતા આપવી જોઈએ. વાયુ પ્રદૂષણને લીધે ગુજરાતમાં સીઓપીડી કેસમાં વધારો થયો છે. ડબ્લ્યુએચઓના મત મુજબ વિશ્વમાં લોકોના મૃત્યુ માટેના કારણમાં સીઓપીડી ચોથા ક્રમેથી હવે ત્રીજા ક્રમે આવી ગયું છે. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ સરળ, ઝડપી છે, જે વ્યક્તિના ફેફસાં હકીકતમાં કેટલી સારી રીતે કામ કરે છે તેની માહિતી આપે છે, ઘણા દર્દીઓ પરિસ્થિતિ વણસે અને ફેફસાંને પહેલેથી જ નુકસાન થઈ ગયું હોય ત્યારે જ આવે છે, વહેલા પીએફટી સ્ક્રીનિંગથી સીઓપીડીનું વહેલું નિદાન કરી શકાય છે, જેમ ડાયાબિટિસ મેનેજ કરીએ તેમ યોગ્ય દવાથી સીઓપીડીને કાર્યક્ષમ રીતે મેનેજ કરી શકીએ છીએ.
Dec 31, 2025 10:09 am
શિયાળામાં પ્રદૂષણ તેના સર્વોચ્ચ સ્તરે હોય ત્યારે ફેફસાંના સ્વાસ્થ્યની અવગણના કરી શકાય નહી
એકંદરે ક્રોનિક ઓન્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોના પછીના વર્ષોમાં આવા કેસમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. હવે ૪૦થી ૫૦ વર્ષની વયના લોકોમાં પણ સીઓપીડીના લક્ષણો જોવા મળી રહ્યા છે, જેમાં સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક લાગવો વગેરે સામેલ છે. વાયુ પ્રદૂષણને કારણે ધુમ્રપાન નહિ કરનારા યુવાનોના કેસ પણ જોવા મળી રહ્યા છે.
Dec 31, 2025 10:09 am
અમદાવાદ શહેરની હવા બની ઝેરીલી, અમદાવાદ શહેરમાં AQI 500ને પાર પહોંચ્યો
દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા બની ઝેરી અને અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં વધારો થયો છે, અમદાવાદ શહેરમાં AQI 500ને પાર પહોંચ્યો છે અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે હવાનું પ્રદૂષણ વધ્યું છે. અમદાવાદમાં પ્રદૂષણને લઈ વાત કરીએ તો નારોલમાં AQI 571, જુહાપુરમાં AQI 463, ઘુમામાં AQI 449, બોડકદેવમાં AQI 418, કઠવાડામાં AQI 402, રખિયાલમાં AQI 404, ચંદ્રનગરમાં AQI 398, બોપલમાં AQI 394, ઇસરો વિસ્તારમાં AQI 334, ગ્યાસપુરમાં AQI 354 પર પહોંચ્યો છે.
Dec 31, 2025 09:55 am
ભાવનગરના પાલીતાણામાં SOGના દરોડા
સોહિલ પ્રોવિઝન સ્ટોરમાંથી દવાનો જથ્થો જપ્ત, ઓક્સિટોસિનના ઇન્જેક્શન સહિત દવાનો જથ્થો જપ્ત, મંજૂરી કે લાયસન્સ વગર વેચાણ કરતા કાર્યવાહી, SOGએ સાજીદ સરમાળીને ઝડપી તપાસ હાથ ધરી, દુધાળા પશુઓ માટેની દવાનું ગેરકાયદે થતુ હતુ વેચાણ.
Dec 31, 2025 09:53 am
શહેર પોલીસના જાહેરનામાનો નહી કરી શકાય ભંગ
નાગરિકોની સુરક્ષા માટે 9040 જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ ખડેપગે રહેશે, જેમાં જે.સી.પી./ એડિ. સી.પી. કક્ષાના 05 અધિકારીઓ, ડી.સી.પી. કક્ષાના 16 અધિકારીઓ, એ.સી.પી. કક્ષાના 28 અધિકારીઓ, પી.આઈ. કક્ષાના 115 અધિકારીઓ, પી.એસ.આઈ. કક્ષાના 225 અધિકારીઓ અને 5000 જેટલા હેડ કોન્સ્ટેબલ/પોલીસ કર્મચારીઓ, 02 એસ.આર.પી. કંપની અને 3500 જેટલા હોમગાર્ડ્સના જવાનો ફરજ પર હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિકના સુચારૂ નિયમન માટે તા.31/12ના રોજ સાંજના 6 વાગ્યાથી તા.01/01ના રોજ સવારે 3 વાગ્યા સુધી ઉજવણીના તેમજ ભીડભાડવાળા સ્થળો પર ટ્રાફિક નિયમન જળવાઈ તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં વૈકલિપક રૂટ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેનું પાલન કરવા નાગરિકોને શહેર પોલીસ દ્વારા અપીલ છે.
Dec 31, 2025 09:52 am
અમદાવાદના આ વિસ્તારોમાં વિશેષ ધ્યાન અપાશે
સ્પીડમાં વાહનો ચલાવનાર તથા સ્ટંટ કરતા વાહનચાલકો પર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રીંક એન્ડ ડ્રાઈવમાં કેસો કરવાની કાર્યવાહી પણ કરાઈ રહી છે. બંદોબસ્ત દરમિયાન જરૂરિયાત મુજબના મેગાફોન/ પીએ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ/ એસ.ઓ.જી. દ્વારા અલગ અલગ ટીમો બનાવી હોટેલ/ ગેસ્ટ હાઉસ/ ક્લબ/ ફાર્મ હાઉસ પર ચેકીંગની કામગીરી કરાઈ રહી છે. શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ, એસ.પી.રિંગ રોડ, સી.જી. રોડ નવરંગપુરા, એસ.જી.હાઈવે, સિંધુભવન રોડ, સોલા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદનગર, એલિસબ્રિજ, ગાયકવાડ હવેલી, મણિનગર, અમરાઈવાડી જેવા વિસ્તારો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
Dec 31, 2025 09:52 am
તડીપાર ઇસમો, HS, MCR વગેરે પર નજર રાખી ચેક કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત QRTની 9 ટીમ, BDDSની 4 ટીમ, 123 જેટલી જનરક્ષક/PCR વાન, 39 સ્પીડ ગન કેમેરા, 2560 બોડીવાર્ન કેમેરા થકી પણ કાયદો વ્યસ્થા જળવાઈ તેનું મોનિટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત 443 જેટલા બ્રેથ એનાલાઈઝર અને સી.સી.ટી.વી સર્વેલન્સ માટે 4000થી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે. આ ઉજવણી સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ પગલાં લેવાયાં છે. જેમાં ગેરકાયદેસર પ્રોહીબિશન પ્રવૃત્તિ સબંધે લિસ્ટેડ બુટલેગર્સ, અસામાજિક તત્ત્વો, તડીપાર ઇસમો, HS, MCR વગેરે પર નજર રાખી ચેક કરવામાં આવી રહ્યા છે.
Dec 31, 2025 09:52 am
નશાકારક દ્રવ્યોની હેરાફેરી પર બાજનજર રખાશે
31મી ડિસેમ્બરે અમદાવાદ શહેર પોલીસના કુલ 9040 જેટલા અધિકારી/કર્મચારીઓ નાગરિકોની સુરક્ષામાં ખડેપગે રહેવાના છે, જેમાં ડી.સી.પી. /એ.સી.પી./ પી.આઈ. કક્ષાના અધિકારી મોડી રાત સુધી રસ્તા પર ઊતરી વિવિધ કામગીરીઓ સંભાળશે. ખાસ કરીને 71 જેટલી 'She Team' પણ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા મેદાનમાં ઊતરશે. શહેરમાં કુલ 63 નાકાબંધી પોઇન્ટ તથા 14 જેટલી ચેકપોસ્ટ ઊભી કરીને ડ્રગ્સ તથા અન્ય નશાકારક દ્રવ્યોની હેરાફેરી પર બાજનજર રખાશે.
Dec 31, 2025 09:52 am
અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈ આજે પોલીસનો આ રહેશે ખાસ એકશન પ્લાન
આ ઉજવણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ અને કટિબદ્ધ છે. નવા વર્ષની ઉજવણીમાં નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે અમદાવાદના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના એસ.જી.રોડ, સી.જી. રોડ, સિંધુ ભવન રોડ જેવા પ્રાઈમ લોકેશન તથા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, ક્લબ જેવા સ્થળોએ યુવાનો એકત્રિત થઈ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે.
Dec 31, 2025 09:31 am
ટેન્કર અને બુલેટ બાઈક વચ્ચે સર્જાયો હતો અકસ્માત
તો સમગ્ર ઘટનામાં ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડયા હતા, પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો ટેન્કર અને બાઈક સામસામે અથડાતા આ ઘટના બની હતી, તો ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જયાં તેમનું મોત થયું છે, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
Dec 31, 2025 09:31 am
મોરબીમાં ટેન્કરની અડફેટે બે યુવકે જીવ ગુમાવ્યો
મોરબી તાલુકાના ગીડચ ગામે ટેન્કરની અડફેટે બાઇક સવાર બે યુવકના મોત થયા છે, બુલેટ બાઇક લઈને જતા ભાવેશ ટીંડાણી (ઉમર ૨૭)નું ઘટનાસ્થળે અને મહેશ કુંવરિયા (ઉમર ૨૬)નું સારવાર દરમિયાન મોત થયું છે, પોલીસે સમગ્ર ઘટનામાં મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Dec 31, 2025 09:31 am
મોરબીમાં ટેન્કરની અડફેટે 2 યુવાનના મોત, પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
મોરબીમાં ટેન્કરની અડફેટે 2 યુવાનના મોત થયા છે અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, મોરબીના ગીડચ ગામે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. મોરબીમાં ટેન્કર ચાલકે 2 યુવાનોને અડફેટે લીધા છે અને એકનું ઘટના સ્થળે અને એકનું સારવાર દરમિયાન મોત થયું છે, ગીડચ ગામે ટેન્કરે બાઇકને અડફેટે લીધું હોવાની વાત સામે આવી છે, પોલીસે ઘટના સ્થળેથી ટેન્કર ચાલકની અટકાયત કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ટેન્કર ફુલ સ્પીડમાં હોવાની વાત સ્થાનિકોએ કરી છે.
Dec 31, 2025 09:16 am
વડોદરામાં બાઈક ચાલક યુવકની અશ્લિલ હરકત
ઉભેલા ટ્રાફિકમાં બધાની સામે જ કરી લઘુશંકા, ટ્રાફિક સિગ્નલ વચ્ચે બાઈક મૂકી જાહેરમાં કરી લઘુશંકા, બાઈક ચાલાક યુવકની હરકતનો વીડિયો વાયરલ, પોલીસે યુવક ગણેશ દિનકરને ઝડપી પાડ્યો, બાઈક ચાલક યુવક નશામાં હોવાનો થયો ખુલાસો, પ્રોહિબિશન,મોટર વ્હિકલ એક્ટનો ગુનો દાખલ, પોલીસે યુવક પાસે કરાવી ઉઠક બેઠક.
Dec 31, 2025 09:14 am
નેશનલ લેવલ પર ગુજરાતનું નામ રોશન કરવાનું છે
બહેનોની કેટેગરીમાં મેદાન મારનાર કટેશિયા અસ્મિતાએ માત્ર ૮ મિનિટ અને ૨૪ સેકન્ડમાં આ પડકાર પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેની ચપળતા અને સ્ટેમિના જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અસ્મિતાએ તેની સફળતાનો શ્રેય સતત પ્રેક્ટિસને આપ્યો હતો અને હવે તે આગામી ગિરનાર નેશનલ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે. ખાટડી ગામના મેહુલ ગલસરે ૭ મિનિટ અને ૦૯ સેકન્ડના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું છે. મેહુલે તેની સફળતા બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સ્પર્ધાએ તેનામાં નવો આત્મવિશ્વાસ ભર્યો છે. હવે તેનું લક્ષ્ય નેશનલ લેવલ પર ગુજરાતનું નામ રોશન કરવાનું છે.
Dec 31, 2025 09:14 am
પંચાળા સાહિલે આ વર્ષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને સૌને ચોંકાવી દીધા છે
સાપર ગામના વતની અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા પંચાળા સાહિલે આ વર્ષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને સૌને ચોંકાવી દીધા છે. સાહિલે ગર્વભેર જણાવ્યું કે, ગયા વર્ષે મેં જ્યારે ભાગ લીધો ત્યારે મારો ૧૦મો નંબર આવ્યો હતો. પરંતુ એ હારથી નિરાશ થયા વગર મેં આ વર્ષે વધુ જોમ અને આકરી તૈયારી સાથે ફોર્મ ભર્યું હતું. પરિણામે આજે હું પ્રથમ સ્થાને રહ્યો છું. સાહિલની આ સફર ‘હારીને જીતનાર’ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.
Dec 31, 2025 09:14 am
છઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં યુવા ખેલાડીઓએ બતાવ્યું અપ્રતિમ મનોબળ
ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ચોટીલા ડુંગર ખાતે આયોજિત છઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા યુવક-યુવતીઓએ પોતાની શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળનું પ્રદર્શન કરી મેદાન માર્યું હતું. આ વર્ષે સ્પર્ધકોએ જૂના તમામ રેકોર્ડ તોડીને પોતાની સફળતાની નવી કેડી કંડારી હતી. વિજેતા જાહેર થયેલા સ્પર્ધકોએ તેમની આ સિદ્ધિ પાછળની મહેનત અને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટેનો તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
Dec 31, 2025 09:08 am
ઝડપાયેલ આરોપીએ અન્ય લોકો સાથે ઠગાઈ કરી છે કે નહી તેની પણ તપાસ કરવામાં આવશે
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, શિવાન્ત ગામના વતનથી ૨૦૦ કીમી દૂર જયપુરનાં શાહપુરમાં તેઓ રહેતાં હોવાની બાતમીને આધારે ચોકબજાર પોલીસની એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ગફલતમાં રહેલાં આ વેપારીને ઝડપી સુરત લઈ આવી હતી. સુરત લાવ્યા બાદ ધનશ્યામ સેવાંગ દ્વારા આ પ્રકારની અન્યત્ર પણ ઠગાઈ આચરવામાં આવી છે કે કેમ એ અંગે તપાસ શરૂ કરવામાં આવશે. ઉપરાંત વતનથી દૂર રહી તેને અન્ય કાવતરા રચ્યા હતાં કે કેમ એ અંગે પૂછપરછ થઈ રહી છે.
Dec 31, 2025 09:07 am
આરોપી બે વર્ષથી રાજસ્થાન રહેતો હતો
ચોકબજાર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રોશન ટેક્ષ્ટાઈલનાં ઇરફાનહુસૈન ઈબ્રા ઈબ્રાહિમ ઘડિયાળીએ આ મામલે ૧૪-૧૦-૨૩એ ચોકબજાર પોલીસ મથકે દલાલ મનીષ જરીવાલા તથા વેપારી સહિત આઠ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આ કારખાનેદાર પાસેથી કાપડ ખરીદી નાણાં ચૂકવ્યા વિના જ દલાલ અને વેપારીઓ ભાગી છૂટ્યા હતા. જેમાં આરોપી તરીકે મૂળ રાજસ્થાનના બિકાનેર જિલ્લાનાં શિન્તલગામના વતની અને પૂણાગામ નેચરવેલીમાં રહી શ્રી રાધે ફેશનના નામે દુકાન ધરાવતાં ધનશ્યામ સીતારામ સેવાગ બે વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહ્યા હતા.
Dec 31, 2025 09:07 am
સુરતમાં કાપડના વેપારી સાથે 56.58 લાખની છેતરપિંડી કરનાર આરોપી 2 વર્ષે રાજસ્થાનથી ઝડપાયો
સુરતના ચોક બજાર વિસ્તારમાં રૂપિયા 56.58 લાખની કાપડ છેતરપિંડીનો આરોપી બે વર્ષે ઝડપાયો છે, ચોકબજાર પોલીસે આરોપી ઘનશ્યામ સેવાગને રાજસ્થાનથી ઝડપી પાડયો છે. વેડ રોડ પર પંડોળના વિવર પાસેથી ૫૯.૫૮ લાખનું કાપડ ખરીદી પેમેન્ટ આપ્યા વિના ભાગી છૂટેલાં આઠ પૈકી બે વર્ષથી વોન્ટેડ વેપારીની ચોક બજાર પોલીસે રાજસ્થાનના શાહપુરથી ધરપકડ કરી હતી.
Dec 31, 2025 08:55 am
કચ્છના ભચાઉમાં અકસ્માતમાં 1નું મોત
ભચાઉ-ખારોઇ રાપર રોડ પર અકસ્માત, ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે જ મોત.
Dec 31, 2025 08:44 am
રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે વેધર બુલેટિન કર્યું જાહેર, 5 કલાક માટે વેધર બુલેટિન કર્યું જાહેર, કચ્છમાં કમોસમી વરસાદી ઝાપટાની આગાહી, અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Dec 31, 2025 08:35 am
ભેંસાણ પોલીસે ફરાર આરોપીઓને શોધવા ચક્રો કર્યા ગતિમાન
ફરિયાદી ઈજનેર ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન કુમાર બસિયા ઓફીસમાં પહોંચે છે અને જૂનું મનદુખ રાખીને ગાળો બોલતો હતો અને ઓફિસમાં માર મારવા લાગ્યો હતો, તો અન્ય 2 શખ્સોએ ઈજનેરને પકડયા અને બસીયા માર મારતો હતો, તો અન્ય બે શખ્સો અને બસીયાએ ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોલીસ પહોંચી હતી ઓફિસમાં, આ 3 આરોપી હાલામાં ફરાર છે અને તેને શોધવા માટે કામગીરી કરાઈ રહી છે.
Dec 31, 2025 08:35 am
જૂનાગઢમાં ભાજપ જિલ્લા પંચાયતના સભ્ય કુમાર બસિયાની દાદાગીરી
જૂનાગઢમાં ભાજપ જિલ્લા પંચાયતના સભ્ય કુમાર બસિયાની દાદાગીરી સામે આવી છે, બે શખ્સો સાથે તાલુકા પંચાયતના ઇજનેરને માર માર્યો હોવાની વાત સામે આવી છે, ભેસાણ તાલુકા પંચાયતની ઓફિસમાં કરી મારામારી અને ફોન ઉપર ઓળખતા ન હોવાનું કહેતા માર માર્યો છે, બે શખ્સોએ પકડી રાખી કુમાર બસિયા માર મારતા લોકો વચ્ચે પડયા હતા અને પોલીસે ફરજમાં રુકાવટની ભેંસાણ પોલીસમાં નોંધાવી ફરિયાદ.
Dec 31, 2025 08:34 am
જૂનાગઢમાં ભાજપ જિલ્લા પંચાયતના સભ્યએ 2 લોકોને સાથે રાખીને તાલુકા પંચાયતના ઈજનેરને માર્યો માર
જૂનાગઢમાં ભાજપ જિલ્લા પંચાયતના સભ્યની દાદાગીરી સામે આવી છે અને બે લોકો સાથે મળી તા. પં.ના ઇજનેરને માર માર્યો હોવાની વાત સામે આવી છે, આ મામલે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભેંસાણ તાલુકા પંચાયતની ઓફિસમાં મારામારી કરી હોવાની વાત સામે આવી છે, ભાજપ જિ.પં. સભ્ય કુમાર બસિયાએ માર્યો માર અને ઈજનેરે ફોન ઉપર ઓળખતા ન હોવાનું કહેતા માર માર્યો છે, બે લોકોએ પકડી રાખી કુમાર બસિયાએ માર માર્યો અને તાલુકા પંચાયતના ઈજનેરે નોંધાવી પોલીસ ફરિયાદ.
Dec 31, 2025 08:23 am
સુરતની 171 શાળાઓને DEOની નોટિસ
વિદ્યાર્થીઓની માહિતી અપલોડ ન કરતા નોટિસ, વારંવાર સૂચના છતાં માહિતી અપલોડ નથી કરાઇ, બે દિવસમાં કામગીરી પૂર્ણ કરવા DEOની સૂચના, કામગીરી નહિ કરાય તો ફીની ચૂકવણી ન કરવા ચિમકી.
Dec 31, 2025 08:14 am
2 જાન્યુઆરી 2026 સુધી સાબરમતી અને ખોડિયાર વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 240 (ત્રાગડ રોડ ફાટક) બંધ રહેશે
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર સાબરમતી અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 240, કિમી 773/4-6 (ત્રાગડ રોડ ફાટક) 2 જાન્યુઆરી 2026 સુધી સમારકામ કાર્ય (AMC રોડ એપ્રોચિંગ અને હાઇટ ગેજ વર્ક) માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ લેવલ ક્રોસિંગ નંબર 241 અંડરપાસ ગોદરેજ ગાર્ડન સિટી અને એસ.જી. હાઇવે થઈને મુસાફરી કરી શકશે.
Dec 31, 2025 08:13 am
અગાઉની જેમ 3% બોનસ કેશબેકની સુવિધા યથાવત ચાલુ રહેશે
આર-વૉલેટ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગની સ્થિતિમાં અગાઉની જેમ 3% બોનસ કેશબેકની સુવિધા યથાવત ચાલુ રહેશે. આ 3% છૂટ/લાભની સુવિધા 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન CRIS દ્વારા યોજનાના પ્રભાવ અંગેનો ફીડબેક મે મહિનામાં રેલવે બોર્ડને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી આગળની સમીક્ષા કરી શકાય. આ નિર્ણય અનુસાર રેલવન એપમાં જરૂરી ટેકનિકલ ફેરફારો કરવામાં આવશે. રેલવે બોર્ડની આ પહેલ યાત્રીઓને ડિજિટલ ચુકવણી અપનાવવા પ્રોત્સાહિત કરશે તેમજ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ સુવિધાજનક બનાવશે.
Dec 31, 2025 08:13 am
રેલવેની એપ પર મુસાફરોને અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% લાભની મળશે સુવિધા
યાત્રીઓને ડિજિટલ માધ્યમો દ્વારા ટિકિટ બુકિંગ માટે પ્રોત્સાહિત કરવા હેતુથી રેલવે બોર્ડ દ્વારા રેલવન (RailOne) એપ મારફતે અનારક્ષિત ટિકિટ બુકિંગ પર 3% લાભ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રેલવન એપ પર આર-વૉલેટ (R-Wallet) મારફતે અનારક્ષિત ટિકિટ બુક કરવાથી 3% બોનસ કેશબેકની સુવિધા ઉપલબ્ધ છે. હવે આ પહેલને આગળ વધારતા એવું નક્કી કરવામાં આવ્યું છે કે રેલવન એપ પર આર-વૉલેટ ઉપરાંત તમામ ડિજિટલ ચુકવણી માધ્યમો દ્વારા અનારક્ષિત ટિકિટ બુક કરવાથી યાત્રીઓને 3% છૂટ આપવામાં આવશે.
Dec 31, 2025 08:05 am
વર્ષ 2020માં અધિકારી સામે અરજી થતા તપાસના અંતે ગુનો નોંધાયો
મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે વર્ષ 2020માં જૂન મહિનામાં અમદાવાદ એસીબીને એક અરજી મળી હતી. જેની તપાસ જૂનાગઢ એસીબીને સોંપવામાં આવેલ અને તેમા જે સંપતી મળી તેના સંતોષકારક ખુલાસો આપી ના શકતા આખરે એસીબી બ્યુરોના ફાયનાન્સીયલ એડવાઇ ઝરના માર્ગદર્શન હેઠળ તૈયાર પત્રકોના આધારે અપ્રમાણસરની મિલક્તનો ગુનો નોંધવામાં આવ્યો છે.
Dec 31, 2025 08:04 am
અધિકારી પાસે અપ્રમાણસરની મિલકત હોવાની વાત સામે આવી
જેમાં ખાસ કરીને તેમના પગાર ભથ્થાની વિગતો, તેમજ બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટની વિગતો, તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી તેમના નામે કે તેમના પરિવારના નામે લીધેલી મિલકતોના દસ્તાવેજ નોંધણી સહિતની વિગતો મેળવવામાં આવી હતી. અને તે તમામ વિગતોને CBI ની ગાઈડલાઈન મુજબ એ.બી.સી.ડી પત્રકોની ગણતરી કરીને ચેક પીરીયડ મુજબ અવલોકન કરવામાં આવ્યું હતું. અને તેમાં અંતે તેમની પાસે અર્ષ ૧,૭૪,૩૨,૦૮૫ ની અપ્રમાણસરની મિલકત હોવાનું સામે આવતા ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની તપાસ પી.આઈ. બી.કે.ગમારને સોપવામાં આવી છે.
Dec 31, 2025 08:04 am
એસીબીએ કોના નામે મિલકત વસાવી તેને લઈ તપાસ શરૂ કરી
જૂનાગઢ એસીબી પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવેલી એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર એક અરજીના કામે મેલેરિયા અધિકારી હરસુખ રાદડિયા સામે તપાસ શરુ કરવામાં આવી હતી, તેઓ અગાઉ વર્ષ ૨૦૦૯ થી જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પંચાયતની મેલેરિયા શાખામાં ફરજ બજાવતા હતા. અને હાલ તેઓ જૂનાગઢ મહાપાલિકાની મેલેરિયા શાખામાં ભાયોલોજીસ્ટ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેમના આ છેલ્લા ૧૨ વર્ષમાં તેમની આવકના સ્ત્રોત અને ખર્ચ અને વસાવેલી મિલકતો અને સંપતીની વિગતો એકત્ર કરવામાં આવી હતી.
Dec 31, 2025 08:04 am
જૂનાગઢ મનપાના આ અધિકારી પાસેથી મળી આવી 1.70 કરોડની અપ્રામણસર મિલકત, ACBએ ગુનો નોંધ્યો
જૂનાગઢ મનપાના મેલેરિયા વિભાગમાં ફરજ બજાવતા અધિકારી સામે ફરિયાદ નોંધાઈ છે, 1.70 કરોડની અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાઈ છે અને અધિકારી હરસુખ રાદડિયા સામે ગુનો દાખલ કરાયો છે. જૂનાગઢ મહાપાલિકાની મેલેરિયા શાખામાં BIGG બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ ફુલાભાઈ રાદડિયા સામે જૂનાગઢ એસીબીના પી. આઈ. જે.બી.કરમુર દ્વારા અપ્રમાણસરની મિલ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એસીબી દ્વારા અધિકારીના વર્ષ ૨૦૦૯ થી ૨૦૨૧ સુધીની ફરજ દરમિયાનની આવક અને તેમણે વસાવેલી મિલકતો અંગે તપાસ કરતા આવક કરતા ૬૨.૮ ટકા સંપતિ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને મેળવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Dec 31, 2025 07:47 am
ગીર સોમનાથના તાલાલામાં ફરી ભૂકંપ
સતત ત્રીજા દિવસે અનુભવાયો આંચકો , મોડી રાતે 11:46 કલાકે અનુભવાયો આંચકો, રિક્ટર સ્કેલ ભૂકંપની 2.5 તીવ્રતા નોંધાઈ, કેન્દ્રબિંદુ તાલાલાથી 25 કિ.મી. દૂર નોંધાયું, ડિસેમ્બરમાં અનુભવાયા 50થી વધુ આંચકા.
Dec 31, 2025 07:44 am
યમનમાંથી UAE એ સેના પરત બોલાવી
સાઉદી અરેબિયાના હવાઈ હુમલા બાદ નિર્ણય, યમનમાંથી સંપૂર્ણ રીતે આર્મી પરત ખેંચવાની જાહેરાત, યુએઈ દળોને 24 કલાકની અંદર યમન છોડવા આદેશ, આતંકવાદ વિરોધી ટીમોને પાછી ખેંચી રહ્યા છીએ : UAE,અલગાવાદીઓને UAE સમર્થન કરતુ હોવાનો લાગ્યો હતો આરોપ, બખ્તરબંધ ગાડીઓ અને હથિયાર મોકલ્યાના આક્ષેપ, આક્ષેપો વચ્ચે સાઉદી અરબ દ્વારા કરાયો હવાઇ હુમલો.
Dec 31, 2025 07:36 am
ગુજરાતના આ જિલ્લામાં આટલું તાપમાન નોંધાયું
12.06 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, અમદાવાદમાં 14.08 ડિગ્રી, 12.06 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા ઠંડુગાર રહ્યું હતુ. અમદાવાદમાં તાપમાનનો પારો ગગડી 14.08 ડિગ્રીએ પહોચતા ઠંડીનો ચમકારો વધ્યો છે. એ સિવાય ડિસામાં 13.06 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, કંડલા એરપોર્ટમા 14 ડિગ્રી, કેશોદમાં 12.09 ડિગ્રી, મહુવામાં 13.07 ડિગ્રી, અમરેલીમાં 13.02, પોરબંદર અને રાજકોટમાં 14.02 ડિગ્રી તાપમાન રહેતા ઠંડીનો વર્તારો શરૂ થયો છે.
Dec 31, 2025 07:36 am
આ વખતે ગુજરાતમાં જોઈએ એવી ઠંડી હજી પડી નથી
24 કલાકમાં કચ્છના પશ્ચિમ ભાગના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. એ સિવાય આજ રોજ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમા દ્વારકા, જામનગર અને મોરબી તેમજ કચ્છ પંથકમા હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વખતે શિયાળાની સિઝનમાં કાતિલ ઠંડી હજુ સુધી શરૂ થઈ જ નથી. ડિસેમ્બર મહિનાના અંતમા ગાત્રો થિજવતી ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હતો.
Dec 31, 2025 07:36 am
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી
ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીના ઈતેજાર વચ્ચે બે દિવસ કમોસમી વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેત આપવામાં આવ્યાં છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. રાજયના વિવિધ વિસ્તારોમા વાદળો ઘેરાવાની સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
Dec 31, 2025 07:35 am
ઠંડીની વચ્ચે હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કરી આગાહી
હવામાન વિભાગે ઠંડીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે, આજે રાજયના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે, અને કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, દ્વારકામાં પણ માવઠું થવાની સંભાવના છે અને મોરબી, પાટણ, બનાસકાંઠામાં માવઠાની શક્યતા રહેલી છે, 48 કલાક બાદ તપામાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
Dec 31, 2025 07:19 am
આજે શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ
આજે અયોધ્યામાં વર્ષગાંઠની કરાશે ઉજવણી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમમાં રહેશે હાજર, UPના CM યોગી આદિત્યનાથ પણ રહેશે હાજર.
Dec 31, 2025 07:19 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળની મુલાકાતે
આજે અમિત શાહ કલકત્તામાં કરશે સંબોધન, કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહ કરશે સંબોધન, સાંજે દિલ્હી પરત આવવા અમિત શાહ થશે રવાના.
Dec 31, 2025 07:19 am
કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી મુક્તિનો આજે અંતિમ દિવસ
ડ્યુટી મુક્તિ માટે 31ડિસે. સુધી લંબાવાયો હતો સમય, 30 સપ્ટેમ્બર થી 31 ડિસેમ્બર સુધી લંબાવાયો હતો સમય, કાચા કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી મુક્તી માટે કરાયો હતો નિર્ણય, કાપડ ક્ષેત્રે વિકાસ કરવા સરકારે કર્યો હતો નિર્ણય.
Dec 31, 2025 07:18 am
દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી માટે એડવાઇઝરી
ટ્રાફિક પોલીસ દ્વારા એડવાઇઝરી જાહેર કરાઇ, આજ રાતથી 1 જાન્યુઆરી સુધી રસ્તાઓ પર ડાયવર્ઝન, કનોટ પ્લેસ, ઇન્ડિયા ગેટ સહિતમાં ટ્રાફિક ડાયવર્ઝન.
Dec 31, 2025 07:17 am
રાહુલ ગાંધી રાજસ્થાનના સવાઈ માધોપુરમાં
રાહુલ ગાંધી ચાર દિવસના ખાનગી પ્રવાસે, નવા વર્ષ અને કૌટુંબિક વેકેશન માટે માધોપુરમાં, રણથંભોર શેરબાગ હોટેલમાં રાહુલ ગાંધીનું રોકાણ, લોકસભા વિપક્ષ નેતાની પારિવારિક સફર.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો