ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 9 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 9 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Aug 09, 2025 11:42 pm
MLA અરવિંદ લાડાણીના આક્ષેપ સામે પોલીસનો ખુલાસો
Aug 09, 2025 11:27 pm
એનસીઆર અને ઘણા રાજ્યમાં પણ સ્થિતિ ખરાબ
તમને જણાવી દઈએ કે દિલ્હીના જૈતપુર વિસ્તારમાં સવારે લગભગ 9 વાગ્યે વરસાદના કારણે એક લાંબી દિવાલ ધરાશાયી થઈ હતી, આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જેમાં 3 પુરૂષ, 2 મહિલાઓ અને બે બાળકો સામેલ છે. માત્ર દિલ્હી જ નહીં પણ એનસીઆર અને ઘણા રાજ્યમાં પણ સ્થિતિ ખરાબ છે. નોઈડા, ગાજિયાબાદ, ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં પાણી ભરાવવાથી રસ્તાઓ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. હરિયાણાથી સોનીપતનો રસ્તો તળાવ બની ગયો છે. કેટલાક લોકોએ પાણીમાં ફસાયેલી ગાડીઓને બહાર કાઢવા માટે 500થી 1000 રૂપિયા ચાર્જ વસુલ્યો છે.
Aug 09, 2025 11:18 pm
દિલ્હીમાં સરકાર બદલાઈ ગઈ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર પડ્યો નથી
રક્ષાબંધનના તહેવાર પર સતત વરસાદના કારણે બજારોની રોનક પણ ફિક્કી પડી હતી, મિઠાઈની દુકાનો પર ગ્રાહકો પહોંચી શક્યા નહતા. તૈયારી મિઠાઈઓ ગોડાઉનમાં જ પડી રહી, કારણ કે પાણી ભરાવવાના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલભર્યુ હતું. દિલ્હીમાં સરકાર બદલાઈ ગઈ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર પડ્યો નથી. દિલ્હીમાં પહેલા પણ વરસાદના સમયે પાણીનો ભરાવો થતો હતો અને આજે પણ સ્થિતિ એવીને એવી જ છે. નાળાની સફાઈ અને પાણી નીકળવાની વ્યવસ્થામાં સુધારો કરવાનો દર વર્ષે દાવો કરવામાં આવે છે પણ તસ્વીરો તંત્રની પોલ ખોલી નાખે છે.
Aug 09, 2025 11:07 pm
Delhi Rain : રક્ષાબંધનના દિવસે દિલ્હી થયું પાણી-પાણી, ભારે વરસાદને પગલે રસ્તાઓ બન્યા તળાવ!
આજે રક્ષાબંધનના દિવસે શનિવારે દિલ્હીમાં ભારે વરસાદ વરસ્યો છે. ઘણા કલાકો સુધી રાજધાનીમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. ગાડીઓમાં પણ પાણી ભરાયા છે. લોકોને ચાલવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં પણ ઘુંટણસમા પાણી ભરાયા છે.
Aug 09, 2025 10:45 pm
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર સોનુ ઝડપાયું
Aug 09, 2025 10:28 pm
બનાસકાંઠાના અંબાજીમાં અસામાજીક તત્વો બેફામ
Aug 09, 2025 10:12 pm
અરવલ્લીમાં બ્રિજ પરથી કાર માઝૂમ નદીમાં ખાબકી
Aug 09, 2025 09:52 pm
Banaskanthaમાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો
બનાસકાંઠા જિલ્લામાં આજે રાત્રે 9 વાગ્યાની આસપાસ 3.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનો આંચકો માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ નજીકના વિસ્તાર માઉન્ટ આબુમાં પણ અનુભવાયો હતો.
Aug 09, 2025 09:29 pm
Dahodના લીમખેડામાં બિરસા મુંડાની મૂર્તિના અનાવરણ પ્રસંગે સર્જાયો વિવાદ
દાહોદ જિલ્લાના લીમખેડામાં આજે આદિવાસી સમાજના ભગવાન કહેવાતા બિરસા મુંડાની મૂર્તિના અનાવરણ પ્રસંગને લઈ વિવાદ સર્જાયો હતો. આદિવાસી સમાજે મૂર્તિ સાથે લગાવવામાં આવેલી તકતીમાં ભાજપના નેતાઓના નામ હોવાને કારણે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. લીમખેડામાં સર્કલ પર બિરસા મુંડાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.
Aug 09, 2025 08:58 pm
Junagadh : 'જુગારના રેડમાં ફરાર આરોપીએ ધારાસભ્યને ગેરમાર્ગે દોર્યા', DySP નો ખુલાસો
પોરબંદર જિલ્લાના બાંટવામાં જુગાર અંગે થયેલી રેડ બાદ ઉભરતા વિવાદ પર પોલીસે સત્તાવાર ખુલાસો કર્યો છે. તાજેતરમાં, સ્થાનિક ધારાસભ્ય (MLA) અરવિંદ લાડાણીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યો હતો. જેના જવાબમાં DySP દિનેશ કોડિયાતરે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી. DySP એ જણાવ્યું કે, ધારાસભ્યને હકીકતમાં ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અને જુગારની બદીને ડામવા માટે પોલીસ કટિબદ્ધ છે.
Aug 09, 2025 08:43 pm
Kheda ના માતર તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન
ખેડા જિલ્લાના માતર તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. માતર અને લીંબાસી સહિતના પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોના સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું હતું. ચોમાસાની શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ લાંબા સમયથી વરસાદે વિરામ લઈ લીધો હતો. જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા હતા. તેમના વાવેલા પાકને પાણીની તાતી જરૂરિયાત હતી અને પાક સુકાઈ રહ્યો હતો.
Aug 09, 2025 08:20 pm
Banaskantha ના દાંતામાં અસામાજિક તત્વો બન્યા બેફામ
બનાસકાંઠા જિલ્લાના દાંતા શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા. અહીં જાહેરમાં એક યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પણે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઈજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
Aug 09, 2025 08:01 pm
રાજકોટ જિલ્લાની 1200 થી વધુ શાળાઓમાં 'રાષ્ટ્રભક્તિ'ની લહેર છવાઈ
હાલ રાજ્યભરમાં 'હર ઘર તિરંગા અભિયાન' ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં સરકારી, ખાનગી મળીને 1202 શાળાઓએ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.
Aug 09, 2025 07:46 pm
ઉકાઈ નજીક પીપળ ચોકડી પર બે બાઇક અથડાતા ગમગીની
તાપી જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં બે બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આ યુવકો સોનગઢમાં એક કાર્યક્રમની ઉજવણી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળનો ભેટો થયો હતો.
Aug 09, 2025 07:29 pm
લીંબડીમાં બે યુવકો વચ્ચે લોહિયાળ જંગ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના શાકમાર્કેટ વિસ્તાર પાસે બે યુવકો વચ્ચે સામાન્ય બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઇ હતી, જે બાદ પરિસ્થિતિ એટલી હદે વણસી કે બંનેએ એકબીજા પર કાચની બોટલોના છૂટા ઘા કર્યા હતા. આ મારામારીમાં એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તેણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
Aug 09, 2025 07:15 pm
પ્રેમવતી રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટીના નિયમોનો ભંગ
અમદાવાદમાં સ્વામિનારાયણ BAPS સંસ્થા દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરન્ટ ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં, એક ગ્રાહકને એક્સપાયરી ડેટવાળા થેપલા પીરસવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે સીધો ખતરો છે.
Aug 09, 2025 06:56 pm
Mehsana માં નકલી પનીર બનાવતી ફેક્ટરી પર દરોડા, પત્રકારોને જાનથી મારી નાખવાની આપી ધમકી
આજે મહેસાણા જિલ્લામાં નકલી પનીર બનાવતી એક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે આ દરોડાનું કવરેજ કરવા પત્રકારો ત્યાં પહોંચે છે ત્યારે આ પત્રકારો પર ફેક્ટરીના માલિક અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પત્રકારો પર હુમલો થતાં ભારે ચકચાર મચી ગયો હતો. આ મામલે હુમલાખોરો વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટના મહેસાણાના આવકાર વેરહાઉસમાં બની હતી. જ્યાં નકલી પનીર બનાવવાની એક ફેક્ટરી ચાલતી હતી.
Aug 09, 2025 06:55 pm
ઉમરેઠમાં ગેરકાયદે ગર્ભપાતનું કૌભાંડ, બે નર્સની ધરપકડ
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વેદ હોસ્પિટલની બે નર્સો દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. આ ગેરકાયદેસર ગર્ભપાત દરમિયાન પરિણીતાને ગંભીર ઈજા થતાં તેના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે બંને નર્સની ધરપકડ કરી છે.
Aug 09, 2025 05:58 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01. Junagadh News : જૂનાગઢ પોલીસની હપ્તાખોરીનો પર્દાફાશ, ભાજના જ ધારાસભ્યએ કર્યા સનસનીખેજ આરોપો
04. Bollywoodએ કરી અશ્લીલતાની હદો પાર? અનિરુદ્ધાચાર્ય ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર થયા લાલધૂમ
05. રાજ્યભરમાં રક્ષાબંધનની ઉજવણી, મુખ્યમંત્રીને ભાજપ મહિલા મોરચાની બહેનોએ રાખડી બાંધી
06. T20 વર્લ્ડકપ 2026ને લઈને ઓસ્ટ્રેલિયાએ કરી મોટી જાહેરાત, આ ખેલાડીઓને મળી મોટી જવાબદારી
07. Vadodara News : હત્યા કે આત્મહત્યા? સાત દિવસથી ગુમ આરતીનો મૃતદેહ મળ્યો, રહસ્ય ઘેરાયું
08. Chhota Udepurમાં બે ST બસ અને કાર અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત, અનેકને ઈજા
09. Gandhinagar News : ગાંધીનગરના વાવોલ ફાટક પર લોકોનો આક્રોશ, ટ્રાફિકથી કંટાળીને ટ્રેન રોકી વિરોધ
10. Surendranagar News : ભોગાવા નદીમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ અને ફાયર ટીમ દોડતી થઈ
Aug 09, 2025 05:41 pm
જૂનાગઢ પોલીસ સામે ભાજપના ધારાસભ્યનો મોરચો
જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. ભાજપના જ ધારાસભ્ય અને માણાવદરના પ્રતિનિધિ અરવિંદ લાડાણીએ માણાવદર અને બાંટવા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પોલીસ પર "હરતી ફરતી ક્લબ" ચલાવવા અને તેના માટે દિવસના રૂપિયા 70,000 થી વધુના હપ્તા લેવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્યના સમર્થકો પણ આ મામલે માણાવદર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું છે.
Aug 09, 2025 05:24 pm
વઢવાણ અને ધાંગધ્રા તાલુકાના મંદિરોની ચોરીનો ભેદ ઉકેલાયો
સુરેન્દ્રનગર LCB પોલીસે વઢવાણ અને ધાંગધ્રા તાલુકામાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીના આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર LCB ટીમે ચોરીના આ બનાવના આરોપીને માનપુરની વાડીમાંથી ઝડપી પાડ્યો હતો. આ શખસ વાવડીનો રહેવાસી છે અને તેણે ચોરીની કબૂલાત પણ કરી છે. આરોપી પાસેથી દાગીના, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 54,453નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીએ મેથાણ રામજી મંદિર અને કટુડાના મેલડી માતાના મંદિરમાં ચોરી કરી હોવાનું ખુલ્યું છે. પોલીસની આ સફળ કામગીરીથી ધાર્મિક સ્થળોએ થતી ચોરીના બનાવો પર અંકુશ આવશે તેવી આશા છે.
Aug 09, 2025 05:23 pm
પાટણ જ્વેલર્સ ચોરીનો ભેદ ઉકેલાયો, કર્ણાટકની આંતરરાજ્ય ઈરાની ગેંગ ઝડપાઈ
પાટણમાં થોડા દિવસો પહેલા એક જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ પાટણ LCB પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા કર્ણાટકની આંતરરાજ્ય ઈરાની ગેંગના ચાર સભ્યોને પોલીસે ઝડપી લીધા છે. આ ઘટનામાં, બે ઈસમો ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા હતા. દુકાનદારની પત્નીની નજર ચૂકવીને, તેમણે રૂપિયા 3.80 લાખની કિંમતની 44.96 ગ્રામ વજનની 20 નંગ વીંટીઓની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પાટણ LCB પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આખરે, પોલીસે આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ ઝડપી કાર્યવાહીને કારણે વેપારી આલમમાં રાહતની લાગણી ફેલાઈ છે.
Aug 09, 2025 04:36 pm
સુરતમાં અનોખી રક્ષાબંધન, અંગદાનથી બે પરિવારોનું મિલન
આ રક્ષાબંધને સુરતમાં એક અનોખી અને લાગણીસભર ઘટના જોવા મળી, જેણે અંગદાનનું મહત્ત્વ અને માનવતાનો સંદેશ ફેલાવ્યો. અકસ્માતમાં પોતાનો એક હાથ ગુમાવનાર રેખાબેન માટે રક્ષાબંધનનો તહેવાર નિરાશાજનક હતો, પરંતુ એક હિંમતવાન નિર્ણયને કારણે તેમના જીવનમાં નવી આશા આવી. આઠ મહિના પહેલા, બ્રેઈન ડેડ થયેલા પન્નાબેનના પરિવારે તેમના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો, જેમાં તેમના હાથનું પણ દાન કરવામાં આવ્યું હતું. અંગદાનના આ અનોખા કિસ્સામાં, રેખાબેનને પન્નાબેનનો હાથ મળ્યો. આ વર્ષે રક્ષાબંધને, રેખાબેને આ જ હાથ વડે પોતાના ભાઈને અને અંગદાન કરનાર પન્નાબેનના ભાઈને રાખડી બાંધી.
Aug 09, 2025 04:32 pm
કચ્છના સામખિયાળીમાં રખડતાં ઢોરનો આતંક
કચ્છના સામખિયાળી ગામના મુખ્ય બજારમાં આજે ભારે અફરાતફરી મચી ગઈ હતી. બજાર વચ્ચે બે આખલાઓ અચાનક લડવા લાગ્યા અને આખાય વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું. આખલાઓનું યુદ્ધ એટલું ભયાનક હતું કે લોકો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગ્યા. આ યુદ્ધ દરમિયાન, એક આખલો ગુસ્સામાં આવીને નજીકની દુકાનમાં ઘૂસી ગયો. આખલાની અચાનક એન્ટ્રીથી દુકાનદાર ગભરાઈ ગયો અને તેને ઈજા પણ થઈ. આ આખી ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને પશુપાલન વિભાગને જાણ કરી, પરંતુ રખડતાં ઢોરનો આતંક સામખિયાળી માટે એક મોટી સમસ્યા બની રહ્યો છે. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.
Aug 09, 2025 04:05 pm
નેશનલ હાઈવે નંબર ૪૮ આવેલ ધોળા પીપળા ચોકડી પર કારમાં લાગી આગ
ધોળા પીપળા ચોકડી નજીક ઇન્ડિકા કારમાં લાગી આગ, કારમાં સવાર તમામ લોકોનો થયો બચાવ, કારમાં આગ લાગવાનું કારણ અકબંધ.
Aug 09, 2025 03:52 pm
ગાંધીનગરમાં ટ્રેન રોકીને લોકોએ વિરોધ કર્યો
વાવોલ ફાટક પાસે લોકોએ ટ્રેન રોકી, ફાટક 1 કલાકથી વધુ સમય બંધ રહેતા લોકોમાં રોષ, વાવોલ ફાટલ પાસે ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત, ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક જામ, વાવોલ ફાટક પાસે અવાર નવાર સર્જાય છે ટ્રાફિક, તહેવારના સમયે જ 1 કલાક ફાટક બંધ રહ્યો, બાદમાં સમજાવટ બાદ લોકોએ ટ્રેન જવા દીધી.
Aug 09, 2025 03:27 pm
છોટાઉદેપુરમાં 2 એસટી બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
છોટાઉદેપુર-રાધનપુર અને છોટાઉદેપુર પાલનપુરની એમ બે એસટી બસ સામ-સામે ટકરાઈ હતી જેમાં પાછળ આવતી કાર પણ બસ સાથે ટકરાતા અસકસ્માત થયો છે, કંડકટર અને મુસાફર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે મોકલાયા.
Aug 09, 2025 03:24 pm
માછીમારી કરી પરત ફરે માછીમારો તે માટે પૂજન કરાય છે.
મધદરિયામાં માછીમારો માછીમારી કરવા જતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે માછીમારી કરી સુરક્ષિત પરત આવે તે માટે દરિયા દેવનું પૂજન કરવામાં આવે છે આવતી 15 તારીખ એ તમામ જાફરાબાદ આસપાસના માછીમારો દરિયામાં માછીમારી કરવા રવાના થશે બોટને અવનવા શણગાર સાથે તમામ તૈયારીઓ સાથે બોટ સજ્જ કરવામાં આવી છે.
Aug 09, 2025 03:23 pm
માછીમારોએ દરિયાદેવનું કર્યુ પૂજન
ગુજરાતની દરિયાઈ સીમા ઉપર માછીમારો માછીમારી કરતા હોય છે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે બંદરો પર ચોમાસાની ઋતુમાં માછીમારીની સિઝન બંધ હોય છે આગામી દિવસોમાં હવે માછીમારી શરૂ કરવા માટે અમરેલી જિલ્લામાં જાફરાબાદ દરિયા કાંઠે બંદર વિસ્તારમાં માછીમારો દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું છે, ધાર્મિકશાસ્ત્ર પ્રમાણે દૂધ અબીલગુલાલ વિધિવત રીતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં માછીમાર અગેવાનો મહિલાઓ સહીત પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Aug 09, 2025 03:23 pm
જાફરાબાદ બંદરે માછીમારોએ કર્યુ દરિયાદેવનું પૂજન, 15 ઓગસ્ટથી દરિયો ખેડવાની કરશે શરૂઆત
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વસતા માછીમારો માછીમારી કરવા જાય તે પહેલા દરિયા દેવનું પૂજન કરી ધાર્મિકશાસ્ત્ર પ્રમાણે વિધિવત રીતે પૂજન કરે છે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર આજે માછીમારોએ દરિયાદેવનું પૂજન કર્યું, માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના કરાઈ હતી અને આગામી 15 તારીખ દરિયો ખેડવા માછીમારો રવાના થશે.
Aug 09, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
05 - Entertainment : બોલીવુડના આ ફેમસ સેલિબ્રિટીની બહેનો લાઈમલાઈટથી દૂર રહેવાનું કરે છે પસંદ
06 - Nadiad News : ગુજરાતની દીકરીએ સૈનિકો માટે 16,000 રાખડીઓ મોકલી, PM મોદીએ પત્ર લખીને બિરદાવી
09 - Shubman Gill અને સારા તેંડુલકરની આંખો થઈ ચાર અને ચહેરા પર છવાયું સ્મિત, જુઓ વાયરલ Video
Aug 09, 2025 02:53 pm
વલસાડમાં બ્રિજ પર પાણી આવતા લોકોને હાલાકી
ધામણી થી કપરાડા,કુંડાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ, લો લેવલ બ્રિજ પર પાણી આવી જતા વાહનો ફસાયા, બ્રિજ પર પાણીનો પ્રવાહગ વધતા વાહનો ફસાયા.
Aug 09, 2025 02:33 pm
દેશના જવાનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા ગાયક
કચ્છની સરહદે તૈનાત બીએસએફ જવાનોને હાથે ગીતા રબારીએ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી, ભુજ ખાતે જવાનોને હાથે રાખડી બાંધી મીઠું મોઢું કરાવી રક્ષાબંધન ઉજવણી કરી હતી, પોતાના ઘર પરીવારથી દૂર રહીને દેશની સરહદની રક્ષા કરતા જવાનોને હાથે રાખડી બાંધી પરિવારની ભાવનાનો અહેસાસ કરાવ્યો હતો, કચ્છ સરહદ પર રાત દિવસ દેશની સીમાની સુરક્ષા કરતા જવાનોના હાથમાં રાખડી બાંધી અને જવાનોને તમામ આફતા સામનો કરી દેશને સલામત રાખે તેવી બહેન દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી, પરિવારથી દુર રહીને અને વિકટ પરિસ્થિતિમાં સરહદ પર ફરજ બજાવતા જવાન હાથે કવચ રૂપી રાખડી બાંધતા જવાનનો ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.
Aug 09, 2025 02:33 pm
ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર BSFના જવાનો સાથે ગાયક ગીતા રબારીએ કરી રક્ષાબંધનની ઉજવણી
ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા કરતા BSFના જવાનો સાથે જાણીતા લોકગાયિકા ગીતા રબારીએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી, ગીતા રબારીએ બીએસએફ જવાનોના હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી.
Aug 09, 2025 02:18 pm
દિલ્હીમાં દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત
જૈતપુરમાં ભારે વરસાદથી દિવાલ ધરાશાયી, દિવાલ નીચે દબાઇ જતા 7 લોકોના મોત, મૃતકોમાં 3 પુરુષ,2 મહિલાઓ, 2 બાળકીઓનો સમાવેશ.
Aug 09, 2025 02:01 pm
પરિવારજનોએ જાદર પોલીસ મથકે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે
જોકે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનું મોત થતા આખરે તેના પરિવારજનોએ જાદર પોલીસ મથકે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે હવે બંને વિદ્યાર્થીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે હાલમાં બંને વિદ્યાર્થીઓ સામે નામજોગ ફરિયાદ થયા બાદ તેમની શોધખોળ હાથધરી છે સાથોસાથ મૃતકની વધુ વિગતો પણ મેળવવા તજવીજ શરૂ કરાઈ છે જોકે દુષ્પ્રેરણાના આ ગુનામાં આવનારા સમયમાં કેવી અને કેટલી વિગતો ખુલે છે તે પણ મહત્વનું બની રહે છે હાલના તબક્કે જાદર પોલીસ આ મામલે ઊંડાણ સુધી પહોંચવા ની તજવીજ હાથધરી છે. એક તરફ પરિવાર જનો એ પોતાની દીકરીના મોત માટે સહભાગી એવા બે વિદ્યાર્થીઓના નામ જોગ ફરિયાદ નોંધાવી છે તો પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલા ખુલાસા થાય છે.
Aug 09, 2025 02:00 pm
વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ટોર્ચર કરાતા હોવાની વિગતો ખુલી છે
સામાન્ય રીતે કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના સાથી વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાવેલિંગ દરમિયાન શારીરિક માનસિક ત્રાસ સહિત ધમકી આપનાર યુવકો બાબતે કોલેજના પ્રોફેસર સહિત સંચાલકને પણ ટેલીફોનિક તેમજ રૂબરૂ રજૂઆતો કરાઈ હતી જોકે યુવતીને અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા છેડતી તેમજ શારીરિક માનસિક ત્રાસ સહિત ધમકી અપાતા યુવતીએ પોતાના ઘરે વોશરૂમમાં એસિડ ઘટ-ઘટાવી મોતને વ્હાલું કર્યું છે. ત્યારે યુવતી સાથે શારીરિક માનસિક ત્રાસ સહિત ધમકી અને છેડતી કરનાર સાથી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી તેમજ ઝડપી સજા થાય તેવી પરિવાર માંગ કરી રહી છે. હાલના સમયે પરિવારની 21 વર્ષીય લાડલી હેતલ સુતરીયા નામની દીકરીએ એસિડ ઘટ-ઘટાવી મોતને વ્હાલું કરી લેતા પરિવારમાં પણ હાલ આક્રંદ જોવા મળી રહ્યો છે.
Aug 09, 2025 02:00 pm
વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ટોર્ચર કરાતા હોવાની વિગતો ખુલી છે
સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થીની હિંમતનગરમાં રિદ્ધિ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી જેના પગલે પ્રતિ દિવસ ઓડાથી હિમતનગર જતા આવતા અન્ય બે સાથી વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ટોર્ચર કરાતા હોવાની વિગતો ખુલી છે જેમાં પરિવારે નિવેદન આપતા જણાવી છે કે, છેલ્લા કેટલાય સમયથી અમારી દીકરીએ બે યુવકો સામે કોલેજ કક્ષા સુધી રજૂઆત કરેલી છે તેમજ છેલ્લા કેટલાય સમયથી થઈ રહેલી હેરાનગતિ મામલે કોલેજ સુધી નામજોગ રજૂઆત કરેલી છે જોકે કોલેજ દ્વારા તેમજ તેના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આખરે કંટાળીને અમારી દીકરીએ મોતને વહાલું કર્યું છે જોકે દીકરી એ એસિડ થકી પોતાના જીવનનો અંત આણ્વીય હોવા છતાં હજી સુધી આરોપી સામે કોઈ ચોક્કસ પગલાં ભરાયા નથી.
Aug 09, 2025 02:00 pm
ઈડરમાં વિદ્યાર્થીનીએ એસિડ પીતા નિપજયું મોત, સાથે ભણતા 2 વિદ્યાર્થીઓ આપતા હતા શારીરિક અને માનસિક ત્રાસ
સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતા તેને એસિડ ગટગટાવતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત થતા જાદર પોલીસ મથકે યુવતી સાથે અભ્યાસ કરનારા બે વિધાર્થીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધી પોલીસે વધુ તપાસ હાથધરી છે.
Aug 09, 2025 01:49 pm
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે વિદ્યાર્થિનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું
આ અવસરે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે વિદ્યાર્થિનીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “પોલીસ અને નાગરિકો વચ્ચે સકારાત્મક સહકાર સમાજની શાંતિ અને સુરક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ છે. નવા પેઢીના ભવિષ્ય ઘડવામાં શિક્ષણ સાથે સંસ્કાર અને સમાજસેવાનો ભાવ પણ જરૂરી છે. ડીવાયએસપી મહર્ષિ રાવલે પોલીસ વિભાગની કામગીરી તથા મહિલાઓની સુરક્ષામાં પોલીસની જવાબદારી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુસંગત સંચાલન તથા આયોજન આચાર્ય અને કેમ્પસ ડાયરેક્ટર લીંબડીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
Aug 09, 2025 01:48 pm
JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા બોટાદ પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠની વિદ્યાર્થિનીઓએ રક્ષાબંધન પર્વ નિમિત્તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની મુલાકાત લઈ નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાઓથી પરિપૂર્ણ ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા, નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સહિત પોલીસ અધિકારીઓને રાખડી બાંધી તેમની અવિરત સેવા અને સમર્પિત અભિગમ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
Aug 09, 2025 01:36 pm
જિલ્લાના સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા
આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ કામો સમયમર્યાદામાં અને સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ્સ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે મંત્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર એક શેડ બનાવી બહુલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું. આ સાથે બેઠકના છેલ્લા વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત જિલ્લાના સબંધિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
Aug 09, 2025 01:36 pm
અમીરગઢના આદિજાતિ વિસ્તારના રૂ. ૨૧૩૫.૨૩ લાખના ૪૯૦ કામો મંજૂર કરાયા હતા
આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ.૨૧૩૫.૨૩ લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ. ૪૧૪.૪૬ લાખ મળી કુલ રૂ. ૨૫૪૯.૬૯ લાખની સંભવિત જોગવાઈ સામે તાલુકાની તાલુકાવાર વસ્તી આધારિત જોગવાઈ મુજબ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મંજૂર કરાઈ હતી. જેમાં ૨ તાલુકા દાંતા અને અમીરગઢના આદિજાતિ વિસ્તારના રૂ. ૨૧૩૫.૨૩ લાખના ૪૯૦ કામો મંજૂર કરાયા હતા. જેમાં દાંતા તાલુકા માટે ૧૨૯૩.૮૨ લાખના ૨૯૫ કામ અને અમીરગઢ તાલુકાના ૮૪૧.૪૨ લાખના ૧૯૫ કામનો સમાવેશ થાય છે. આ સાથે છૂટાછવાયા આદિજાતિ વિસ્તારના ૧૨ તાલુકાના કુલ રૂ.૪૧૪.૪૬ લાખના ૧૨૫ કામો મળી કુલ રૂ.૨૫૪૯.૬૯ લાખના ૬૧૫ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું.
Aug 09, 2025 01:36 pm
આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી
ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત સદર બેઠકમાં સભ્યસચિવ અને પ્રાયોજના વહીવટદાર આર.આઈ.શેખ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪/૨૫ માં તા.૧૬/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.
Aug 09, 2025 01:35 pm
બનાસકાંઠા જિલ્લામાં રૂ. 2549.69 લાખના 615 કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા કરાયું મંજૂર
બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
Aug 09, 2025 01:28 pm
આયોજન નિયામક વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરાયું હતું
આ રેલીનો હેતુ રાષ્ટ્રભાવના જાગૃત કરવા, સ્વદેશી વસ્તુઓના પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવા તેમજ લોકોમાં વિદેશી વસ્તુઓના બહિષ્કાર અંગે જનજાગૃતિ લાવવાનો હતો. ડૉ. ચૌહાણએ વિદ્યાર્થીઓને ૮ ઓગસ્ટ, ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલનના ઐતિહાસિક મહત્વ વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, આજના સમયમાં આર્થિક વિકાસ માટે સ્વદેશી વસ્તુઓ અપનાવવા આહવાન કરેલ અને સાથોસાથ રાષ્ટ્ર ભાવના વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ હતા. આ રેલીમાં યુનિવર્સિટીના વિવિધ મહાવિદ્યાલયો તથા સરદાર કૃષિનગર વિદ્યાલયના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમનું સમગ્ર આયોજન નિયામક વિદ્યાર્થી કલ્યાણની કચેરી દ્વારા કરાયું હતું.
Aug 09, 2025 01:28 pm
વોકલ ફોર લોકલ" અને "હર ઘર તિરંગા" અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રેલી યોજાઈ
આ વર્ષે દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી"ની થીમ ઉપર યોજાનાર છે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.આર.એમ.ચૌહાણની પ્રેરણા તથા નિયામક વિદ્યાર્થી કલ્યાણના માર્ગદર્શન હેઠળ “વોકલ ફોર લોકલ” (સ્વદેશી અપનાવો, દેશને બચાવો) અને “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિશાળ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
Aug 09, 2025 01:15 pm
બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા
ત્યારે જામનગર જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધતા જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને બહેનો દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે આજના દિવસે ખુશી પણ છે કે અને દુઃખ પણ છે કે મારો ભાઈ જેલમાં છે. ત્યારે દરેક બહેન તેમના ભાઈઓને આવી રીતે રાખડી બાંધવા આવું ન પડે તેવું જણાવ્યું હતું અને વહેલામાં વહેલીતકે જેલમાંથી અમારા ભાઈ જેલમાંથી છૂટી જાય અને દરેકની માફક સમાજમાં ભળી જાય તેવી પ્રાર્થના. આ સાથે કેદીવાન ભાઈઓ પણ તેમની બહેનોને પોતાના ઘર આંગણે વૃક્ષારોપણ કરે અને પર્યાવરણની જાણવણી થાય એ ઉદેશ સાથે વૃક્ષના છોડનું વિતરણ ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
Aug 09, 2025 01:15 pm
જામનગરની જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ
ભાઈ અને બહેનનો સ્નેહ અને પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે કે રક્ષાબંધનનો તહેવાર. આ દિવસે બહેન ભાઈના જીવનભરના સાથ અને તેમના ભાઈની લાંબી જિંદગી સલામત રહે તે ભાવ અને બંધન સાથે આજના તહેવાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જામનગરમાં પણ જિલ્લા જેલમાં આજે બંદીવાન ભાઈઓને તેમના બહેન રક્ષા કાજે આ તહેવાર ઉજવી શકે તે માટે જેલમાં પણ રક્ષાબંધન ઉજવણી થઇ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
Aug 09, 2025 01:14 pm
બહેનના હાથમાં રાખડી હતી અને આંખમાં આસું હતા, જામનગર જેલમાં કેદીઓએ ઉજવી રક્ષાબંધન
ભાઇ અને બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધન નો આજે તહેવાર છે. ત્યારે જામનગર જિલ્લા જેલ ખાતે પણ આ તહેવારની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી.
Aug 09, 2025 12:52 pm
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ખાનગી બસ પલટી, રાજકોટ-અમદાવાદ હાઇવે પર બસ પલટી
માલિયાસણ પાસે યુનિવર્સિટીની બસ પલટી, 30 જેટલી વિદ્યાર્થિનીઓ બસમાં સવાર હતી અને 4 જેટલી વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
Aug 09, 2025 12:47 pm
ડાકણ પ્રથા પર ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ડાકણ પ્રથા પર ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે, ડાંગ જિલ્લા પોલીસને અભિનંદન પાઠવું છુ અને પોલીસની શી ટીમનું ડાકણ પ્રથા મામલે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, હર્ષ સંઘવી ડાકણ પ્રથાનો ભોગ બનનાર બહેનોની લેશે મુલાકાત અને તેમની સાથે ચર્ચા પણ કરશે તેવી વાત સામે આવી છે.
Aug 09, 2025 12:46 pm
ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ બહેનો પાસે રક્ષાબંધને વચન માગ્યું, ગામમાં ચાલતા દૂષણોની પોલીસને જાણ કરો
ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી રક્ષાબંધનના પર્વએ નવસારી પહોંચ્યા હતા અને બિરસા મુંડા જન્મજયંતિમાં તેમણે ભાગ લીધો હતો અને રક્ષાબંધનના પર્વએ બહેનોએ તેમને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા, હર્ષ સંઘવીએ કહ્યું કે, ગામમાં જે પણ દૂષણો ચાલતા હોય તેની જાણ પહેલા પોલીસને કરો અને પોલીસ તેવા લોકો સામે પગલા ભરશે તે પણ નક્કી છે.
Aug 09, 2025 12:18 pm
રાખડી બાંધવા આવેલ બહેનોને છોડ રોપા આપવામાં આવ્યા હતા
સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા અને કાચા કામના કેદી મળી કુલ 4 હજાર કેદી ભાઈબંધુઓ માટે રાખડી બાંધવા જેલમાં તમામ વ્યવસ્થા કરી, રાજ્યના અલગ અલગ ખુણામાંથી અનેક બહેનો પોતાના ભાઇને મળવા જેલ પર આવી પહોંચી હતી, આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે કેટલી બહેનો ભાઇને રાખડી બાંધીને ખુશી ખુશી આર્શિવાદ આપ્યા હતા કે નિર્દોષ છુટી જાય, જો કે રાખડી બાંધવા આવેલ બહેનોને છોડ રોપા આપવામાં આવ્યા હતા.
Aug 09, 2025 12:18 pm
સાબરમતી જેલમાં રાખડી બાંધવા બહેનો ઉમટી પડી
જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી, જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા, બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી, જેલમાં સજા કાપતા કેદીભાઈઓ પણ બહેનને જોઈ ભેટી પડયા હતા, બહેનોએ ભાઈઓ વહેલી તકે જેલમાંથી છુટ્ટે તેવા આર્શીવાદ આપ્યા હતા.
Aug 09, 2025 12:17 pm
અમદાવાદની સાબરમતી જેલમાં રક્ષાબંધનના પર્વએ બહેન ભાઈને રાખડી બાંધતા રડી પડી
ભાઇ બહેનના પવિત્ર તહેવાર એટલે રક્ષાબંઘનમાં બહેન ભાઇને રાખડી બાંધી રક્ષાનું એક વંચન આપે છે, આવું જ વચન અમદાવાદ સાબરમતી જેલ કેદી ભાઇઓને પોતાની બહેન આપ્યુ વચન, રાખડી બાધતા જેલમાં બંધ ભાઇ જોઇને બહેન પણ રડી પડયા હતા, સાથે જ જેલ તરફથી સ્પેશિયલ વ્યવસ્થા ઉભી કરી હતી.
Aug 09, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
03 - Nasa : મહાન અંતરિક્ષ યાત્રી તથા સ્પેસ સાયન્ટીસ્ટ જિમ લવેલનું 97 વર્ષની વયે નિધન
04 - Bollywood: આ અભિનેત્રીનો બાથરૂમમાં સ્નાન કરતો વીડિયો વાયરલ, લોકોએ કરી બરાબરની ટ્રોલ
06 - Dabhoi: મોતીપુરા ગામમાં પુઠ્ઠાં બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફેક્ટરીનો સામાન બળીને ખાખ થયો
Aug 09, 2025 11:55 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી
આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ, બ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી.
Aug 09, 2025 11:54 am
સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યો અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.
Aug 09, 2025 11:54 am
વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી
અમદાવાદની સાધના વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની ઝાંખી કરાવતી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી, ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી.
Aug 09, 2025 11:54 am
મંત્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બાંધી રાખડી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામં આવી છે, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા.
Aug 09, 2025 11:46 am
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ R&B વિભાગ જાગ્યું
વડોદરામાં કુબેર ભુવન,નર્મદા ભવનનું રેટ્રો ફિટિંગ કરાશે, R&B વિભાગ દ્વારા તપાસ બાદ લેવાયો નિર્ણય, કોઠી કચેરીની જર્જરીત ઇમારત તોડી પાડવા મંજૂરી મંગાઈ, નર્મદા ભુવન,કુબેર ભુવનમાં 90 જેટલી સરકારી કચેરી, દૈનિક 1500થી વધુ લોકો અહીં કામ અર્થે આવે છે, બંને કચેરી અન્યત્ર ખસેડવા R&Bએ નોટિસ આપી.
Aug 09, 2025 11:34 am
લૂંટનો મુખ્ય આરોપી કિશોર કાંતિલાલ પંચાલ કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
આરોપીઓને ડીસા ખાતેથી પકડી લીધા હતા લૂંટનો મુખ્ય આરોપી કિશોર કાંતિલાલ પંચાલ કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે બનાસકાંઠામાંથી તડીપાર છે જ્યારે રવિ વિનોદભાઈ ઠાકોર કે જે અમદાવાદ મેઘાણીનગર રહે છે અને તેની ટીપ્સ ને આધારે આ લૂંટ ચલાવી હતી જ્યારે પોલીસે ડીસા ખાતે વરુણ જ્વેલર્સ ચલાવતા લક્ષ્મીનારાયણ નંદુભાઈ સોનીની માલ સગેવગે કરવામાં ધરપકડ કરી છે આમાં આરોપીઓએ એકબીજાની મદદથી લૂંટને અંજામ આપ્યો હતો જો કે પાલનપુર પોલીસે આ ચાર આરોપીઓને ઝડપી અને કર્ણાટક પોલીસને સોંપ્યા છે.. મૈસૂર પોલીસ દ્વારા જાણ કર્યાના ગણતરીના કલાકમાં પાલનપુર પોલીસને આરોપીઓ પકડી લેવામાં સફળતા મળી હતી અને કર્ણાટકમાં થયેલી મોટી લૂંટનો ભેદ ઉકેલાયો હતો.
Aug 09, 2025 11:34 am
બનાસકાંઠા પોલીસે ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડયા
આરોપી કિશોર પંચાલે આ લૂંટની ટિપ્સ મોરેના જિલ્લાના રવિ વિનોદભાઈ ઠાકોર કે જે હાલ અમદાવાદના મેઘાણીનગરમાં રહે છે તેની ટીપ્સની મદદથી લૂંટને અંજામ આપ્યો હતો કિશોર પંચાલે ડીસાના ચિરાગ ભેમાજી પરમાર કે જે આ લૂંટ માટે ઠાર ગાડી લઈ ગયો હતો અને આ ગાડીમાં જ્યારે આરોપીઓ મૈસુર પહોંચ્યા હતા અને ૨૯ જુલાઈની રાત્રે ચાંદીની ફેક્ટરીના સિક્યુરિટીને ગન બતાવી માર મારી બાંધી અને 30 કિલો ચાંદીની લૂંટને અંજામ આપ્યો હતો જે ઘટના બાદ આરોપીઓ બનાસકાંઠા તરફ ભાગી છૂટ્યા હતા જો કે મૈસૂર પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કરી અને બનાસકાંઠા પોલીસને જાણ કરી હતી જેને લઈને પાલનપુર પોલીસને આરોપીઓને પકડવા એક ટીમ બનાવી હતી.
Aug 09, 2025 11:33 am
મૈસુર પોલીસે બનાસકાંઠા પોલીસનો કર્યો સંપર્ક
૨૯ જુલાઈએ કર્ણાટકના મૈસુરમાં ચાંદીની ફેક્ટરીમાં 30 કિલો ચાંદીની લૂંટની ઘટના બની હતી. ચાંદીની લૂંટ કરીને લૂંટારૂ ભાગી છૂટ્યા હતા જોકે મૈસૂર પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ હાથધરી હતી, જે બાદ આરોપીઓના લોકેશન બનાસકાંઠામાં ટ્રેસ થતા મૈસૂર પોલીસે બનાસકાંઠા પોલીસની મદદ લીધી હતી અને જે બાદ પાલનપુર પોલીસે આરોપીઓને શોધવા એક ટીમ બનાવી હતી અને ડીસા ખાતેથી આરોપીઓને ઝડપી લીધા હતા મૈસૂર ચાંદીની ફેક્ટરીનો લૂંટનો મુખ્ય આરોપી કિશોર કાંતિલાલ પંચાલ કે જેને આ આખી લૂંટની યોજના બનાવી હતી, બનાસકાંઠામાંથી તડીપાર કિશોર પંચાલે ડીસા અને અમદાવાદના અન્ય ત્રણ આરોપીઓની આ લૂંટ માટે મદદ લીધી હતી.
Aug 09, 2025 11:33 am
મૈસુરમાં 30 કિલો ચાંદીની લૂંટના આરોપીને પાલનપુર પોલીસે દબોચ્યા, કર્ણાટક પોલીસને સોપાયા આરોપીઓ
કર્ણાટકના મૈસુરમાં ચાંદીની ફેક્ટરીમાં થયેલી 30 કિલો ચાંદીની લૂંટના આરોપીઓને પાલનપુર પોલીસે ઝડપી લૂંટનો ભેદ ઉકેલયો છે, ડીસા અમદાવાદ અને કર્ણાટકના આરોપીઓએ મૈસુર ખાતે ચાંદીની ફેક્ટરીમાં લૂંટને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ તેઓ બનાસકાંઠા ભાગી છૂટ્યા હતા કર્ણાટક પોલીસે બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરતા આરોપીઓનું લોકેશન ડીસા ખાતે ટ્રેસ થતા પાલનપુર પોલીસે ડીસા ખાતેથી આરોપીઓને ઝડપીને ચાર આરોપીઓને કર્ણાટક પોલીસને સોંપ્યા છે.
Aug 09, 2025 11:09 am
એક હાઇ ટેક મોનીટરીંગ કેન્દ્ર તેમજ વેટરનરી હોસ્પિટલ બનાવવામાં આવી છે
ગીર જંગલનું અનોખું અને વિવિધતાપૂર્ણ ઇકોસિસ્ટમ ૬૩૧ નોંધાયેલી પ્રજાતિઓ સાથે વનસ્પતિની અતિ સમૃદ્ધ વિવિધતા ધરાવે છે. પ્રાણીસૃષ્ટિની વિવિધતામાં સસ્તન પ્રાણીઓની ૪૧ પ્રજાતિઓ, પક્ષીઓની ૩૩૮ પ્રજાતિઓ, સરિસૃપની ૪૭ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા વન્ય પ્રાણીના આરોગ્ય માટે રાષ્ટ્રીય સ્તરનો ‘‘નેશનલ રેફરલ સેન્ટર’’નો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા નવા પીપળીયા ખાતે ૨૦.૨૪ હેક. જમીન ફાળવણી પણ કરવામાં આવી છે જેનું કામ હાલમાં પ્રગતિમાં છે. સાસણ ખાતે ગીર વિસ્તારના વન્ય પ્રાણીઓના મોનીટરીંગ માટે એક હાઇ ટેક મોનીટરીંગ કેન્દ્ર તેમજ વેટરનરી હોસ્પિટલ બનાવવામાં આવી છે.
Aug 09, 2025 11:08 am
૧૯૭૫માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગીરનું જંગલ ભવ્ય એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર તરીકે જાણીતું છે. ગીર વન્યજીવ અભયારણ્યની સ્થાપના ૧૯૬૫માં કરવામાં આવી હતી, ત્યારબાદ ૧૯૭૫માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરાઈ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર ૨૫૮.૭૧ ચોરસ કિલોમીટર છે, જ્યારે ગીર વન્યજીવ અભયારણ્ય ૧,૧૫૧.૫૯ ચોરસ કિલોમીટર આવરી લે છે. ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્યજીવ અભયારણ્ય, પાણિયા વન્યજીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલા વિસ્તારોનો સમાવેશ થાય છે.
Aug 09, 2025 11:08 am
વધુમાં હાલ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લામાં ૩૫,૦૦૦ ચો.કિ.મી.જેટલા વિસ્તારમાં સિંહ વસ્તીની અવર–જવર નોંધાઈ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓગષ્ટ ૨૦૨૦માં ૭૪માં સ્વાતંત્ર્ય દિવસ પર લાલ-કિલ્લા પરથી સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ માટે કામ કરવાના સરકારના સંકલ્પ અને પ્રતિબદ્ધતા દર્શાવીને દેશમાં એશિયાટીક સિંહના ભવિષ્યને સુરક્ષિત કરવા ‘‘પ્રોજેક્ટ લાયન’’ની જાહેરાત કરી હતી. ભારત સરકારના વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા ૧૦ વર્ષ માટે અંદાજે કુલ રૂા.૨,૯૨૭.૭૧ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે.
Aug 09, 2025 11:07 am
આ વિસ્તારમાં જંગલ સફારી શરૂ કરવાની સાથે રોજગારીની નવી તકો ઉભી થઇ છે
માર્ચ ૨૦૨૫ સુધી ૨,૨૭૧ પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા દેવલીયા અને આંબરડી ઉપરાંત બરડા વિસ્તારમાં કુલ ૨૪૮ હેક. જમીનની ફાળવણી કરવામાં આવી છે. જ્યાં આશરે રૂા. ૬૦ કરોડના ખર્ચે સફારી બનાવવાનું આયોજન કરાયું છે. વધુમાં બરડા વિસ્તારમાં ઇકો ટુરીઝમ વિકાસ માટે રૂા.૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મે-૨૦૨૫ દરમિયાન રાજ્યમાં થયેલ સિંહ ગણતરી અંદાજ પ્રમાણે સિંહોની કુલ વસ્તી વર્ષ ૨૦૨૦ની સરખામણીએ ૩૨ ટકા જેટલી વધવા પામી છે એટલે કે ૬૭૪ થી વધીને ૮૯૧ નોંધાઈ છે. પ્રવાસનની રીતે જોઈએ તો વર્ષ ૨૦૦૭-૦૮થી ૨૦૨૪-૨૫ સુધીમાં ગીર અભયારણ્ય, દેવળિયા અને આંબરડીની મુલાકાત દરમિયાન કુલ ૯.૬૧ લાખથી વધુ પ્રવાસીઓને એશિયાટીક સિંહને નજીકથી નિહાળવાની તક મળી છે.
Aug 09, 2025 11:07 am
‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે
આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ ૧૯૭૯માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા, ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દ્રષ્ટિકોણ હેઠળનું મહત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે. બરડા વિસ્તાર સિંહોના બીજા નિવાસસ્થાન તરીકેની ઓળખ મેળવી રહ્યો છે. આ બરડા અભયારણ્યનો કુલ વિસ્તાર ૧૯૨.૩૧ ચો.કિ.મી.છે. વર્ષ ૧૮૭૯ બાદ એશિયાઇ સિંહ વર્ષ ૨૦૨૩માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે આ વિસ્તારમાં આવીને સ્થાયી થયો ત્યારથી આજે આ વિસ્તારમાં સિંહની વસ્તી ૬ વયસ્ક અને ૧૧ બાળ મળી કુલ ૧૭ જેટલી નોંધાઈ છે.
Aug 09, 2025 11:07 am
ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી વર્ષ ૨૦૧૩થી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણીને વર્ષ ૨૦૧૬માં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા, વર્ષ ૨૦૧૭માં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સ,વર્ષ ૨૦૧૯માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ તેમજ વર્ષ ૨૦૨૨માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
Aug 09, 2025 11:05 am
વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે
આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તેમ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે. વન વિભાગ દ્વારા વધુ વિગતો આપતાં કહ્યું છે કે, ‘જંગલના રાજા સિંહ’ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
Aug 09, 2025 11:05 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બરડા વિસ્તારમાં આવેલા ટીંબડી ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે તા. ૧૦ ઓગસ્ટ-૨૦૨૫ના રોજ સવારે ૧૦ કલાકે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના ટીંબડીમાં કપૂરડી-ઘુમલી રોડ ખાતે રાજ્યકક્ષાના ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
Aug 09, 2025 10:43 am
એડવોકેટ મારફતે તેમના કેસની વિગત સહિત સંબંધિત કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે
જે કોઈપણ પક્ષકારોને તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મુકવા માંગતા હોય, તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસની વિગત સહિત સંબંધિત કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે. તાલુકામાં કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુરના સચિવ કે.કે.પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Aug 09, 2025 10:42 am
દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાશે
આ લોક અદાલતમાં નાગરિકો સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદૂર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસૂલી દાવા તથા દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાશે.
Aug 09, 2025 10:42 am
બનાસકાંઠામાં આગામી 13 સપ્ટેમ્બરના રોજ ત્રીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે
આગામી તારીખ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ,નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપક્રમે પાલનપુરની કોર્ટમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ તાલુકા કોર્ટમાં વર્ષ ૨૦૨૫ની ત્રીજી નેશનલ લોક અદાલતનું આયોજન મહે. કુ. શુભદા બક્ષી, અધ્યક્ષ અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ, બનાસકાંઠા- પાલનપુરની અધ્યક્ષતા હેઠળ કરાશે.
Aug 09, 2025 10:25 am
વિધાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાઈ શકે છે
સમગ્ર ઘટનાને લઈ ધો 9 અને ધો 10માં આ શાળામાં ભણતા વિધાર્થીઓને અન્ય શાળામાં પ્રવેશ અપાઈ શકે છે, વિધાર્થીઓનું ભવિષ્ય ના બગડે તેને લઈ અન્ય શાળામાં પ્રવેશ અપાઈ શકે છે, ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર કેટલા સમયની અંદર બાળકોને અન્ય શાળામાં પ્રવેશ આપે છે. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગત વર્ષે શાળાઓનું વિસ્તૃત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 16 શાળાઓમાં વિવિધ ક્ષતિઓ મળી આવી હતી.
Aug 09, 2025 10:25 am
વલસાડના કપરાડામાં ચલાવતા હતા શાળા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં માન્યતા વગર ચાલતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, કપરાડા તાલુકાના ઓજર ગામની સિયોન સુવાર્તિક ચેરીટેબલ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, સિયોન એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટમાં રાજ્ય સરકારની મંજૂરી વિના ધોરણ-9 અને 10ના ક્લાસ ચલાવી રહ્યા હતા અને શાળા અમાન્ય રીતે ચલાવવામાં આવી રહી હતી જેના કારણે ફરિયાદ નોંધાઈ છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના પત્રના આધારે સંસ્થા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Aug 09, 2025 10:24 am
વલસાડમાં માન્યતા વગર ચાલતી શાળા સામે કાર્યવાહી, સરકારની મંજૂરી વગર ચલાવતા હતા શાળા
વલસાડમાં માન્યતા વગર ચાલતી શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે, કપરાડાની ઓજર ગામે સિયોન એજ્યુકેશન સામે કાર્યવાહી કરવામાં આવી છે, સુવાર્તિક ચેરીટેબલ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, સરકારની મંજૂરી વગર ધો.9, 10ના ક્લાસ ચલાવતા તપાસ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Aug 09, 2025 10:03 am
રાજકોટ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
જેલમાં બંધ કેદી ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી, જેલમાં રાખડી બાંધી રહેલી બહેનો અને ભાઈઓ વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા, વિવિધ આરોપ હેઠળ જેલમાં બંધ ભાઈઓને બહેનોએ રાખડી બાંધી જલ્દી મુક્ત થવાની આશા વ્યક્ત કરી, બહેનોએ રડતી આંખે ભાઈઓને બાંધી રાખડી, જેલમાં આવવાનો અફસોસ વ્યક્ત કરતા કેદી ભાઈઓ.
Aug 09, 2025 09:57 am
હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે
શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્ર નાળિયેરી પૂનમ -રક્ષાબંધન પર્વ નિમિત્તે તારીખ:09-08-2025 શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને નાળિયેરીના પાનનો શણગાર કર્યો છે.

Aug 09, 2025 09:57 am
શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને રાખડીમાંથી બનાવેલા વાઘાનો શણગાર કરાયો
પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત નાળિયેરી પૂનમ- રક્ષાબંધન પર્વ અને શનિવાર નિમિત્તે સિંહાસને નારિયેળીના પાન અને દેશ-વિદેશથી બહેનોએ મોકલેલી રાખડીમાંથી બનાવેલા વાઘા હનુમાજીને પહેરાવ્યા નો શણગાર, હજારો ભક્તેએ કર્યા દર્શન.

Aug 09, 2025 09:34 am
આ દુકાનોના સેમ્પલ રહ્યા ફેલ
શંકરલાલ માવાવાલા હરીપુરા, સુરત શ્રી કૃષ્ણા માવાભંડાર બાજી રોડ, વાડી ફળીયા શ્રી ગણેશ ડેરી અને મીઠાઇ આશાનગર-૨, ઉધના જય અંબે માવા ભંડાર નાની છીપવાડ, ભંડાર - બરાનપુરી ભાગલ • શ્રીકૃષ્ણ ડેરી એલએચ રોડ, વરાછા નંદકિશોર એસ કોટસફીલ રોડ, દેનાબેંક પાસે • અમૃત ડેરી ફાર્મ ધનમોરા કોમ્પ્લેક્સ, કતારગામ .અંબાજી રોડ • અંબા શંકર માવા
Aug 09, 2025 09:34 am
સુરતમાં દૂધના માવા વેચનારાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી
સુરત મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી સતત અલગ-અલગ વિસ્તારોમાં ખમણ, મીઠાઈ, ફરાળી ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગત બુધવારે વિવિધ સંસ્થાઓમાંથી ૨૨ દૂધના માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦ સેમ્પલ ફૂડ સેફ્ટી એક્ટના ધારા-ધોરણ મુજબ નહી હોવાથી ફૂડ વિભાગે સંસ્થાઓ સામે એડજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરાશે પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ હાલ તહેવારોની સીઝન ચાલુ છે ત્યારે પાલિકા દ્વારા ફરાળી ખાદ્ય પદાર્થ વિક્રેતા, મીઠાઈ વિક્રેતા અને દૂધના માવા વેચનારાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી.
Aug 09, 2025 09:33 am
સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા, ફૂડ વિભાગે લીધેલા દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળ યુક્ત નિકળ્યા
સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાની વાત સામે આવી છે, ફૂડ વિભાગે લીધેલા દૂધના માવામાં ભેળસેળ સામે આવી છે, દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળ યુક્ત નિકળ્યા છે. છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લીધા હતા જેમાં 10 સેમ્પલ ફેલ થયા છે. આ તમામ વિરુદ્ધ હવે એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવશે.
Aug 09, 2025 09:12 am
વડોદરાના જરોદમાં દારુ સગેવગે કરવાના કેસમાં તપાસ
ઝડપાયેલા કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરવા મુદ્દે તપાસ, સમગ્ર કેસની તપાસ વાઘોડિયા પીઆઇને સોંપાઇ, DYSPએ પોલીસકર્મીઓના નિવેદન લેવાયા, છ પોલીસકર્મીઓની સંડોવણીની આશંકા, ખાતાકીય કાર્યવાહી અગાઉ પ્રાથમિક રિપોર્ટ તૈયાર થશે, PSO અને રાઇટરના પણ નિવેદન લેવામાં આવ્યા, બુટલેગરને બોલાવી કન્ટેનરમાંથી દારૂ સગેવગે કરાયો હતો.
Aug 09, 2025 09:11 am
અમદાવાદના સાણંદમાં ખંડણીનો પ્લાન નિષ્ફળ જતાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી
અમદાવાદના સાણંદમાં એક હૃદયદ્રાવક ઘટનાનો પર્દાફાશ થયો છે, જેમાં આર્થિક રીતે સધ્ધર પરિવારના એક યુવકની તેના જ મિત્રોએ ખંડણીના ઈરાદે હત્યા કરી નાખી. 10 મી જૂનના રોજ સાણંદ પાંજરાપોળ નજીકથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ નિરંજન શર્મા તરીકે થઈ. શરૂઆતમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા થઈ હોવાનું બહાર આવ્યું. પોલીસે નિરંજનના મોબાઈલની કોલ ડિટેલ્સ અને ટેકનિકલ તપાસના આધારે તેના બે મિત્રો રવીકુમાર રાય અને સોનલ ઘાટની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજો આરોપી સન્ની મંડલ ફરાર છે.
Aug 09, 2025 09:00 am
રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા
રક્ષાબંધન પૂર્વને લઈ 39 ડેરીઓમાં કર્યું ચેકિંગ, 15 મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા, લાયસન્સ, એક્સપાયરી ડેટ ન લખતા નોટિસ, સેમ્પલનો રિપોર્ટ આવતા મહિનાઓ લાગશે.
Aug 09, 2025 08:49 am
એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ
જયારે એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ દુલીપ સ્કૂલ ઓફ ક્રિકેટ અને ભારતનું બીજું પ્લેનેટોરીયમ પોરબંદરની શાન છે. તેમ જણાવતા પોરબંદર વાસીઓ ખુબજ ગૌરવ અનુભવે છે. પૌરાણિક શહેર પોરબંદરની માટીજ કાઈક એવી છે કે, આ શહેરના લોકો શાંતિ અને ભાઇચારામાં માને છે. અને એટલેજ તો ભૂતકાળમાં ગુનાહિત ઈતિહાસની છબી ધરાવતું હોવા છ્તા આ શહેરમાં ક્યારેય કોમી દંગા થયા નથી. અને ભૂતકાળમાં દેશ કોમી દાવાનળમાં બળબળતો હોવાના સમયે પણ પોરબંદરના હિંદુ મુસ્લિમ શીખ ઇસાઇ સૌએ કોમી શાંતિ જાળવી પોરબંદરના ભાઈચારાનું ઉમદા ઉદાહરણ સમાજને આપ્યું છે.
Aug 09, 2025 08:49 am
પોરબંદર એટલે પોરબંદર તેમ અહોભાવપૂર્વક કહેવું પડે એવું આ નગર છે
આજે 1036 વર્ષની લાંબી મજલ પૂર્ણ કરનાર આ પોરબંદર નગરીએ વિશ્વને ગોડફાધર મહાત્મા ગાંધી ની ભેટ આપી છે. તો આ પોરબંદરના ગોડમધર સંત કવિયત્રી લીરબાઇ માતા છે. અનેક દાનવીરો આપ્યા છે. તો કવિ ગુલાબદાસ બ્રોકર અને રતિભાઈ છાયા જેવા કવિ અને લેખક આ નગરીની દેણ છે. તો વિશ્વને ગુજરાતી ભાષામાં વનસ્પતિ શાસ્ત્રના ગ્રંથની ભેટ આપનાર જયકૃષ્ણ ઈન્દ્રજી અને નૃત્ય કળામાં માહિર સવિતાદીદી મહેતા અને ભારતની પ્રથમ ક્રિકેટ ટીમ ના કેપ્ટન એવા ક્રિકેટ પ્રેમી નટવરસીહજી પોરબંદરના છેલ્લા મહારાજા છે. તેવા આ પોરબંદરમાં અનેક પૌરાણિક સ્થળો મંદિરો મઠો અને આધુનિક ક્લેવરના બાંધકામો છે. તો વિશ્વમાં સૌથી વધુ પોરબંદરમાં રોકાયેલા સ્વામી વિવેકાનંદનો આશ્રમ અને મહાત્મા ગાંધીનું જન્મસ્થળ કિર્તીમંદિર પોરબંદરની ઐતિહાસિક ધરોહર છે.
Aug 09, 2025 08:49 am
સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીકૃષ્ણના વખતની બે નગરી એટલે કે દ્વારિકા અને સુદામાપુરી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને સુદામાજી જેવા બહુરત્નો સમાજને પ્રાપ્ત થયા છે અને જેને સુદામાપુરીથી શિકાગો સુધીના વિશેષણો મળેલા છે. તે પોરબંદર નગરીની પૌરાણિકતા સાબિત કરતુ એક ઘુમલીનું તામ્રપત્ર હાલ જામનગરના મ્યુઝીયમમાં મળી આવે છે. જેમાં પોરબંદરની સ્થાપના જેઠવાવંશના રાજાઓએ વિક્રમ સંવત 1045માં શ્રાવણી પુનમ અને શનિવારના દિવસે સવારે સાડા નવ વાગ્યે કરી હતી. સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીકૃષ્ણના વખતની બે નગરી એટલે કે દ્વારિકા અને સુદામાપુરી પોરબંદર હોવાનું મનાય છે. જો કે આ માન્યતાને હજુ સુધી કોઈ સમર્થન પ્રાપ્ત થતું નથી. પરંતુ પૌરાણિક નગરીઓનું સંસોધન કરતા ગોવાના અર્કીયોલોજી વિભાગને પોરબંદરના રંગબાઈ ગામના દરિયા પાસેથી લોથલ સંસ્કૃતિથી પણ જુના લંગરો મળી આવ્યા છે. જે બાબત પરથી સાબિત થાય છે કે, પોરબંદર ભારતમાં એક માત્ર લોથલથી પણ જુનું જીવંત બંદર છે. તેમ પુરાતાત્વવિદો જણાવી રહ્યા છે.
Aug 09, 2025 08:49 am
બરડા ડુંગર અને સમુદ્રની વચ્ચે વસેલા પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ
બરડા ડુંગર અને સમુદ્રની વચ્ચે વસેલા પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ છે. પોરબંદરની આસપાસમાં થયેલા સંસોધનો દરમિયાન પોરબંદરમાંથી લોથલ સંસ્કૃતિના અવશેષો ભૂતકાળમાં પ્રાપ્ત થયા છે. અને જો આ અવશેષો પરિક્ષણમાં ખરા ઉતરશે તો પોરબંદરની પૌરાણિકતા કદાચ સમગ્ર ભારતના જુના બંદર તરીકે પ્રસ્થાપિત થશે. એવા આ અનોખા અને અદ્ભુત શહેરનો ઇતિહાસ ગણાય જશે, હાલતો પોરબંદર 1036માં સ્થાપમાં પ્રવેશે છે.
Aug 09, 2025 08:46 am
ગીર સોમનાથના ઉનામાં દીપડો પાંજરે પૂરાયો
6 દિવસ બાદ આખરે દીપડો પાંજરે પૂરાયો, વન વિભાગે 6 દિવસથી મૂક્યા હતા પાંજરા, અલગ અલગ વિસ્તારમાં મૂકાયા હતા પાંજરા, દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં હાશકારો.
Aug 09, 2025 08:24 am
ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઉજવણી કરાઈ રક્ષાબંધનની
ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા નારી ગૃહની તમામ આશ્રિત બહેનોને આશિર્વાદ આપી તેમના જીવનમાં સુખ અને શાંતિ રહે તે માટેની શુભકામનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દહેજ પ્રતિબંધક અધિકારી વૃતિકાબહેન વેગડા, ફિલ્ડ ઓફિસર ઉર્વશીબેન પુરબીયા, આશાબહેન દેસાઈ, નારી સંરક્ષણ ગૃહના મેનેજર બીનલબહેન અલગોતર અને નારી ગૃહના અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
Aug 09, 2025 08:24 am
ઓઢવ નારી ગૃહમાં આશ્રિત બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી
વર્ષ 2025માં ઉજવાઈ રહેલા નારી વંદન સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક કાર્યરત નારી સંરક્ષણ ગૃહ, ઓઢવ ખાતે સંસ્થાના આશ્રિત બહેનો દ્વારા ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધી તેઓ તેમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
Aug 09, 2025 08:06 am
રક્ષાબંધન પર્વના 28 દિવસ પછી રક્ષાબંધન ઉજવાય છે
ભલે શ્રાવણ સુદ પૂનમના દિવસે દેશભરમાં મનાવાતો ભાઈ બહેનનો પર્વ રક્ષાબંધનનો પર્વ ગોધાણા ગામમાં ના મનાવાતો હોય પરંતુ ગામમાં ચાલી આવતી 700 વર્ષની પરંપરા મુજબ રક્ષાબંધનના પર્વથી 28 દિવસ બાદ એટલે કે ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનનો તહેવાર આખું ગામ ધૂમધામથી ઉજવે છે અને તે દિવસે ગામમાં રહેતી બહેનો તેમજ બહાર રહેતી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે સાથે આ ગામમાં પરણી ને આવેલ વહુ પણ એજ દિવસે પોતાના ભાઈ ને રાખડી બાંધવા જાય છે અને આખું ગામ ગામની બહાર આવેલ ગોધાણા દાદાના મંદિરે એકઠું થાય છે અને તે દિવસે ગામમાં ઉજવણી પણ થાય છે તો સાથે સાથે મેળો પણ ભરાય છે. ભલે ગામમાં રક્ષાબંધનના પર્વને શ્રાવણ સુદ પૂનમના દિવસે ના મનાવાતો હોય ગામમાં ચાલતી 700 વર્ષ ઉપર ની પરંપરા આજેય ગામ લોકોએ પ્રેમથી સ્વીકારી છે અને આવનારા સમયમાં પણ લોકવાયકા પ્રમાણે 700 વર્ષ પહેલા બનેલા બનાવના માનમાં ગામના ભાઈઓ અને બહેનો આ પરંપરાને યથાવત રાખશે તેવું તેમનું કહેવું છે.
Aug 09, 2025 08:06 am
700 વર્ષથી ચાલતી પરંપરા મુજબ ભાદરવા સુદ તેરસના દિવસે રક્ષાબંધનના તહેવારને મનાવવામાં આવે છે
પરંતુ 700 વર્ષ પહેલા રક્ષાબંધનના પર્વ પર તળાવ પાર કરીને શ્રીફળ નીકાળવાની પરંપરામા ભાગ લેનારા ગામના 4 વીરાઓમાંથી એકપણ વીરો બહાર આવ્યો નહીં અને આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને તે દિવસે રક્ષાબંધનના પર્વને ગામમાં કોઈએ ઉજવ્યો નહોતો પરંતુ ગામના આ જ તળાવમાંથી શ્રીફળ બહાર લાવવા તળાવમાં પડેલા 4 વીરાઓ 28 દિવસ બાદ જીવતા બહાર આવ્યા હતા અને ત્યારે ભાદરવા સુદ તેરસનો દિવસ હતો ભાઈઓ બહાર આવતાજ બહેનોએ એ દિવસે ભાઈઓને રાખડી બાંધી હતી અને ત્યારથી આજ દિવસ સુધી ગામમાં 700 વર્ષથી ચાલતી પરંપરા મુજબ ભાદરવા સુદ તેરસના દિવસે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના રક્ષાબંધનના તહેવારને મનાવવામાં આવે છે.
Aug 09, 2025 08:06 am
ગોધાણા ગામમાં છેલ્લા 700 વર્ષ ઉપરથી રક્ષાબંધનનો પર્વ ઉજવાતો નથી
કદાચ આ સાંભળીને માનવામાં ના આવે પરંતુ આ ગામમાં 700 વર્ષ ઉપરથી ચાલી આવતી પરંપરા મુજબ બહેનો રક્ષાબંધનના દિવસે તેમના ભાઈઓને રાખડી નથી બાંધતી, ગોધાણા ગામમાં 700 વર્ષ પહેલા ગામના 4 વીરાઓએ ગામની સામાજિક પરંપરામાં ભાગ લીધો હતો અને તે પ્રમાણે ભાગ લેનારને તે સમયે બળેવીયા તરીકે બોલાવવામાં આવતા હતા, રક્ષાબંધનના દિવસે મનાવવામાં આવતી આ ધાર્મિક પરંપરામાં બળેવિયાઓના હાથમા શ્રીફળ હોય છે અને ગામના તળાવમાંથી જે યુવાન સૌથી પ્રથમ શ્રીફળ લઈને બહાર આવે તે વર્ષભર બળવાન રહે આવી તે સમયની લોકવાયકા હતી.
Aug 09, 2025 08:05 am
રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે
પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલા ગોધાણા ગામમાં શ્રાવણ સુદ પૂનમની જગ્યાએ ભાદરવા સુદ તેરસના દિવસે બહેનો ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે, કેમ રક્ષાબંધનના દિવસની જગ્યાએ ભાદરવા સુદ તેરસના દિવસે બહેનો રાખડી બાંધે છે, સમગ્ર ભારતમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધનનો પર્વ મનાવવામાં આવે છે આ દિવસે ભાઈને રેશમના દોરાની રાખડી બાંધીને તેની રક્ષા કરવાનું વચન લે છે જયારે ભાઈ પણ રેશમના તાંતણે બંધાયા બાદ જીવનભર તેની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે ભારતભરમાં રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે.
Aug 09, 2025 08:05 am
પાટણ જિલ્લાના આ ગામમાં આજે નથી ઉજવાતી રક્ષાબંધન, કારણ જાણીને તમે પણ દંગ થઈ જશો
સમગ્ર ભારતભરમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનનો જે પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવમાં આવે છે પરંતુ આજે અમે તમને એક એવું ગામ બતાવીએ કે જ્યાં 700 વર્ષ ઉપરથી ચાલી આવતી પરંપરા પ્રમાણે રક્ષાબંધનના દિવસે નહીં પરંતુ ભાદરવા સુદ તેરસના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધીને રક્ષાબંધનનું પર્વ મનાવવામાં છે.
Aug 09, 2025 07:49 am
ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરાયો
બુકિંગ વગરના મુસાફરો એસટી બસમાં જગ્યા રોકવા માટે પડાપડી કરતા હોવાની સ્થિતી સામાન્ય બની હતી. પરંતુ આ સમયે પ્લેટફોર્મ નંબર-૫ પર રાજકોટ-મોરબી-રાજકોની ઇન્ટરસિટી બસ આવતા તેમના બેસવા માટે મુસાફરોએ દોટ લગાવી હતી. ત્યારે આ સમયે એક મહિલાએ જગ્યા રોકવા માટે બાળકોને બારીમાંથી બેસાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે વાંકાનેર ડેપોના બસના ડ્રાઈવર નરેન્દ્રસિંહ જાડેજાએ મહિલા મુસાફરને આ રીતે કરતા ટોક્યા હતા. પરંતુ જોતજોતામાં ડ્રાઈવર અને મહિલા મુસાફર વચ્ચે ગરમાગરમી વધી ગઈ અને ડ્રાઈવરે ક્યાંથી ધોકો લાવી મહિલા પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં મહિલાને ગાલ પર ફડાકા પણ ઝીંક્યા હતા.
Aug 09, 2025 07:49 am
ડ્રાઈવરે જાહેરમાં માર્યો મહિલાને માર
તહેવારની શરૂઆત સાથે રાજકોટ એસટી બસ પોર્ટ પર મુસાફરોની ભીડ ઉમટી પડી છે. ત્યારે આવી ભીડમાં રાજકોટ-મોરબી-રાજકોટ ઈન્ટરસિટી બસમાં સીટ પર બેસવા મામલે વાંકાનેર ડેપોના ડ્રાઈવરે એક મહિલા મુસાફર સાથે માથાકૂટ કરી ધોકા ફટકાર્યા હતા. સમગ્ર મામલે વીડિયો વાયરલ થતા નિયામક દ્વારા તાત્કાલિક પગલા લઈ ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યો હતો. રાજકોટ એસટી બસ પોર્ટ પર શુક્રવારે સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં તહેવાર ટાણે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી હતી.
Aug 09, 2025 07:48 am
રાજકોટમાં ST બસના ડ્રાઈવરે વાળ ખેંચીને મહિલાને માર્યો માર, બસમાં બેસવા માટે થઈ હતી બબાલ
રાજકોટમાં મહિલાને ડ્રાઇવરે જાહેરમાં માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે, રાજકોટ બસપોર્ટનો વીડિયો થયો વાયરલ થતા એસટી બસના અધિકારીઓએ તપાસનો પણ આદેશ આપ્યો છે, બસમાં બેસવા બાબતે મહિલા સાથે મારામારી કરી અને વાંકાનેર ડેપોના ડ્રાઇવર નરેન્દ્રસિંહે માર માર્યો હોવાનું સામે આવ્યું છે, મહિલાને મારનાર બસ ડ્રાઇવરને સસ્પેન્ડ કરાયો છે.
Aug 09, 2025 07:29 am
ખેરાલુ સતલાસણા હાઈવે પર અકસ્માતમાં એકનું મોત
કાદરપુર સાંઈબાબા મંદિર નજીક અકસ્માત સર્જાયો, ડમ્પર ચાલકે બાઈક ચાલકને 30 ફુટથી વધુ ઘસડ્યો, ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર લઈને ફરાર, અકસ્માતમાં બાઈક સવાર નું ઘટનાસ્થળે જ મોત, અકસ્માત બાદ બાઈકમાં લાગી આગ, બેફામ ડમ્પર ચાલકો સામે લોકોનો આક્રોશ, ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Aug 09, 2025 07:18 am
સોમનાથ મંદિર કોરિડોર વિરોધ મુદ્દે સમિતિની રચના
કોરિડોર મુદ્દે લડત માટે સમિતિની રચના કરાઈ, પ્રભાસ હિત રક્ષક સમિતિની સર્વાનુમતે રચના, સમિતિના અધ્યક્ષ તરીકે હેમાલચંદ્ર ભટ્ટની નિયુક્તિ, પ્રભાસપાટણમાં સમસ્તની બ્રહ્મલુરી ખાતે બેઠક મળી, 384 અસરગ્રસ્તો સાથે સમાજના આગેવાનો રહ્યા હાજર, કોરિડોર મુદ્દે તંત્ર સાથે સમિતિ વાટાઘાટો અને લડત કરશે, સમિતિમાં સમાજના મુખ્ય જવાબદાર લોકોનો સમાવેશ.
Aug 09, 2025 07:18 am
યુપીમાં ભારે વરસાદથી જન જીવન ખોરવાયું
બિજનૌર, હાપુર, મુરાદાબાદમાં પાણી ભરાયા, ભારે વરસાદથી મુરાદાબાદમાં પાણી ભરાયા, મુરાદાબાદમાં ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી, રામગંગા, ગગન નદીમાં જળસ્તરમાં વધારો, નદીનું પાણી કાટઘર વિસ્તારમાં ઘૂસવાનો ભય, દીનદયાળ નગર, બુદ્ધિ વિહારમાં પાણી ભરાયા, રામલીલા મેદાન નજીક રસ્તાઓ પાણી પાણી, રામતલૈયા, સૂર્યનગર, જયંતિપુરના રહીશો પરેશાન, આદર્શ, ભોલાનાથ કોલોની પાસે પાણી ભરાયા.
Aug 09, 2025 07:17 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે
અમદાવાદમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે, કેન્દ્રીય ગૃહમંત્રીનું માણસામાં હેરિટેજ નિવાસ બનશે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ભૂમિપૂજન, પરિવારજનોની હાજરીમાં ભૂમિપૂજન કરાશે, હેરિટેજ નકશીકામ નવા ઘરમાં પુનઃસ્થાપિત કરાશે, 1થી 2 વર્ષમાં ઘરનું નિર્માણ કરવાનું આયોજન.
Aug 09, 2025 07:16 am
જમ્મુ કાશ્મીરના પૂછમાં રક્ષાબંધનની ઉજવણી
સેનાના જવાનોએ રક્ષાબંધનની ઉજવણી કરી, સરકારી સ્કૂલની વિદ્યાર્થિનીઓએ બાંધી રાખડી, વિદ્યાર્થિનીઓએ પોતાની જાતે બનાવી હતી રાખડી.
Aug 09, 2025 07:16 am
રાજકોટમાં મહિલાને ડ્રાઇવરે જાહેરમાં માર માર્યો
રાજકોટ બસપોર્ટનો વીડિયો થયો વાયરલ, બસમાં બેસવા બાબતે મહિલા સાથે મારામારી, વાંકાનેર ડેપોના ડ્રાઇવર નરેન્દ્રસિંહે માર માર્યો, મહિલાને મારનાર બસ ડ્રાઇવરને સસ્પેન્ડ કરાયો.

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો