ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 જુલાઈ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 જુલાઈ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Jul 27, 2025 11:48 pm
કચ્છના નખત્રાણામાં દીપડાનો હુમલો
Jul 27, 2025 11:43 pm
ભરૂચના ઝઘડિયામાં અકસ્માતમાં 2 મહિલાના મોત
Jul 27, 2025 11:32 pm
ખેડાના ભગુપુરા ગામમાં ફૂડ ફેક્ટરીમાં આગ
Jul 27, 2025 11:27 pm
BKI સાથે જોડાયેલા અન્ય નામનો પણ ખુલાસો કર્યો
સ્પેશિયલ સેલના ડીસીપી અમિત કૌશિકે જણાવ્યું કે આ એજ કેસ છે, જેની તપાસ હાલમાં NIA કરી રહી છે. 7 એપ્રિલે બટાલાના કિલા લાલા સિંહ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. જેને બીકેઆઈના આતંકીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેસમાં પુરાવો તે સમયે મળ્યો જ્યારે 22 જુલાઈએ મધ્યપ્રદેશના ઈન્દોરથી એક અન્ય આરોપી આકાશદીપ ઉર્ફે બજની ધરપકડ કરવામાં આવી. પોલીસની તપાસમાં આકાશદીપે ગ્રેનેડ હુમલામાં પોતાની ભૂમિકાની કબૂલાત કરી અને સોશિયલ મીડિયા દ્વારા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા અન્ય નામનો પણ ખુલાસો કર્યો. આ હુમલાની જવાબદારી લેવાની એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી હતી.
Jul 27, 2025 11:17 pm
26 જુલાઈએ ગુરદાસપુરથી ધરપકડ કરવામાં આવી
ધરપકડ કરવામાં આવેલા યુવકની ઓળખ 22 વર્ષીય કરણબીર ઉર્ફે કરણ તરીકે થઈ છે, જે પંજાબના અમૃતસર જિલ્લાના ચનાનકે ગામનો રહેવાસી છે. તેની 26 જુલાઈએ ગુરદાસપુરથી ધરપકડ કરવામાં આવી છે. કરણબીરની વિરૂદ્ધ દિલ્હી સ્પેશિયલ સેલ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને પંજાબમાં થયેલા ગ્રેનેડ હુમલામાં પોતાની સંડોવણી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે.
Jul 27, 2025 11:06 pm
Delhi પોલીસની સ્પેશિયલ સેલને મળી મોટી સફળતા, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના શંકાસ્પદ આતંકીની કરી ધરપકડ
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટી કાર્યવાહી કરી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે જોડાયેલા એક શંકાસ્પદ આતંકીની ધરપકડ કરી લીધી છે. આરોપી પર આ વર્ષે એપ્રિલ મહિનામાં પંજાબના બટાલા સ્થિત કિલા લાલ સિંહ પોલીસ સ્ટેશન પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાનો આરોપ છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ધરપરકડ ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે.
Jul 27, 2025 10:53 pm
નડિયાદમાં ભારે વરસાદને લઈ મનપાની અપીલ
Jul 27, 2025 10:40 pm
કયા મુદ્દા પર આધારિત છે ફિલ્મ?
આ ફિલ્મની સ્ટોરી 2022માં ઉદયપુરના દરજી કન્હૈયાલાલની હત્યા પર આધારિત છે. 2 લોકોએ તેમની દુકાનમાં ગળું કાપીને તેમની હત્યા કરી હતી અને તેમણે તે ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. અમિત જાની 'ઉદયપુર ફાઇલ્સ' માં આ જ વાર્તા બતાવી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભરત એસ શ્રીનેતે કર્યું છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી દીધી છે. પાસ કરતા પહેલા સેન્સર બોર્ડે તેમાં 130 કટ કર્યા હતા. થોડા સમય પહેલા ખુદ એસ શ્રીનેતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સીબીએફસીએ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. અભિનેતા વિજય રાજ કન્હૈયાલાલ સાહુની ભૂમિકા ભજવી રહ્યા છે.
Jul 27, 2025 10:31 pm
Udaipur Files ફિલ્મના પ્રોડ્યૂસર અમિત જાનીના જીવને જોખમે, સરકારે આપી Y કેટેગરીની સુરક્ષા
ફિલ્મ પ્રોડ્યુસર અમિત જાનીની આગામી ફિલ્મ 'ઉદયપુર ફાઇલ્સ' સતત વિવાદોનો સામનો કરી રહી છે. એક તરફ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ કરવામાં આવી રહી છે. જેને લઈને ફિલ્મ સતત ચર્ચામાં છે. અગાઉ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેની વચ્ચે અમિત જાનીએ ધમકીઓ મળવાની વાત હતી. જો કે હવે તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. અમિત જાનીને સુરક્ષા માટે CRPF જવાનો આપવામાં આવશે. ગુપ્તચર એજન્સીના ઇનપુટ્સના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમિત જાનીના જીવને જોખમ છે. અમિત જાનીએ પોતે થોડા સમય પહેલા કહ્યું હતું કે તેમની સામે એક કટ્ટરપંથી સેના સક્રિય થઈ ગઈ છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અમિત જાનીએ સુરક્ષા મેળવવા અંગે X પર પણ પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, "કેન્દ્રની Y શ્રેણીની સુરક્ષા આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહજીનો હૃદયપૂર્વક આભાર"
Jul 27, 2025 10:22 pm
અમદાવાદના દસક્રોઇ તાલુકામાં સૌથી વધુ વરસાદ
Jul 27, 2025 10:03 pm
7.24 કરોડથી વધારે લોકોએ વોટર ફોર્મ જમા કરાવ્યા
ECIએ સમજી શકતું નથઈ કે જ્યારે કોઈ નામ ખોટી રીતે સામેલ કરવા અથવા ખોટી રીતે બહાર કરવા માટે 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 1 મહિનાનો સમય ઉપલબ્ધ છે તો હવે કેમ હંગામો કરવામાં આવી રહ્યો છે? કેટલાક લોકો એ ધારણા કેમ બનાવવો પ્રયત્ન કરી રહ્યા છે કે આ લિસ્ટ જ અંતિમ લિસ્ટ છે, જે એસઆઈઆરના આદેશના અનુસાર નથી? રાજ્યમાં કૂલ 7.89 કરોડ મતદાતાઓમાંથી 7.24 કરોડથી વધારે લોકોએ વોટર ફોર્મ જમા કરાવ્યા છે. આ અભિયાનની મોટી સફળતા રહી. આ કામમાં ચૂંટણી પંચ, જિલ્લાધિકારી, ચૂંટણી અધિકારી, બીએલઓ, લાખો સ્વયંસેવક અને 12 મુખ્ય રાજકીય પાર્ટીઓના કાર્યકર્તાઓએ મહત્વની ભૂમિકા નિભાવી છે.
Jul 27, 2025 09:56 pm
Biharમાં SIRનો પ્રથમ તબક્કો પૂર્ણ, 7.24 કરોડ મતદાતાઓએ ભર્યા ફોર્મ
ચૂંટણી પંચે 27 જૂનથી 25 જુલાઈ 2025 સુધી બિહારમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)નું પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે. આ તબક્કાનું પ્રમુખ પરિણામ 27 જુલાઈએ ચૂંટણી પંચે જાહેર કર્યુ છે. આ પહેલનો ઉદ્દેશ્ય તમામ યોગ્ય મતદાતાઓને સુચિબદ્ધ કરવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. અત્યાર સુધીમાં 91.69 ટકા મતદારાઓ એટલે કે 7.24 કરોડ લોકોએ ફોર્મ જમા કરાવ્યા છે. લગભગ 36 લાખ મતદાતાઓનો લાપતા મળ્યા છે. 22 લાખ મતદાતા મૃત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે 7 લાખ લોકો એવા મળ્યા છે, જેમના એક કરતા વધારે સ્થળ પર નામ દાખલ છે. બિહારમાં મતદાતા લિસ્ટને સટીક અને યોગ્ય કરવાની ગરજથી ચાલી રહેલા અભિયાન પર સવાલ ઉઠાવનારા લોકોને 3 સવાલ પૂછ્યા છે. આયોગનું કહેવું છે કે જ્યારે દરેક તબક્કામાં અલગ અલગ કામ માટે નિર્ધારિત છે તો આગામી તબક્કામાં જે ચકાસણી કરવામાં આવશે તો પહેલાથી જ કેમ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે?
Jul 27, 2025 09:44 pm
કચ્છ પ્રદેશનો જન્મ ફેલ્ટના કારણે થયો
કચ્છ પ્રદેશ, દુનિયાના ઇન્ટ્રાપ્લેટ વિસ્તારોમાં વધુમાં વધુ ભૂકંપોનો અનુભવ કરતો પ્રદેશ છે, જ્યાં અનેક વિનાશક ભૂકંપો નોંધાયા છે. કચ્છને ફેલ્ટ કંટ્રોલ બેસિન તરીકે ઓળખવામાં આવે છે, જે દર્શાવે છે કે આ વિસ્તારનો જન્મ ફેલ્ટના કારણે થયો છે. આ વિસ્તાર ફેલ્ટના કારણે જમીનની સપાટીમાં ફ્ેરફારના કારણે દરિયામાથી ઊંચે આવ્યો છે. કચ્છમાં ઘણા સક્રિય ફેલ્ટ્સ છે. તેમાંના કેટલાક મોટા અને મુખ્ય ફેલ્ટ્સમાં નગર પાર્કર ફેલ્ટ, અલ્લાહબંધ ફેલ્ટ, આઇસલેન્ડ બેલ્ટ ફેલ્ટ, ગોરાડુંગર ફેલ્ટ,કકિડિયા ફેલ્ટ, ગેડી ફેલ્ટ, બન્ની ફેલ્ટ, નોર્થ વાગડ ફેલ્ટ, સાઉથ વાગડ ફેલ્ટ, કચ્છ મેઇનલેન્ડ ફેલ્ટ, વિગોડી-ગુગ્રિયાના-ખીરસરા-નેત્રા ફેલ્ટ, નાઈરા રીવર ફેલ્ટ, કંટ્રોલ હિલ ફેલ્ટ, સાઉથ કંટ્રોલ હિલ ફેલ્ટ અને નોર્થ કાઠિયાવાડ ફેલ્ટનો સમાવેશ થાય છે.
Jul 27, 2025 09:33 pm
ભૂકંપ આવવાની સંભાવનાનો વિશદ અભ્યાસ કરવામાં આવશે
કચ્છમાં આવેલી મોટી ફેલ્ટ લાઈનો પર દેશ-વિદેશની અનેક શૈક્ષણિક અને સંસોધન સંસ્થાઓના જીયોલોજીસ્ટ કાર્યરત છે. જેમાં કચ્છ યુનિવર્સિટીનું પણ મહત્વનું યોગદાન છે.ગોરાડુંગર ફેલ્ટ જે છેલ્લા 200 વર્ષમાં થોડા સમયથી એક્ટિવ થયો છે તેમાં ભૂકંપો નોંધાયા છે. જે જીયોલોજી વિષય પર સંશોધન માંગે છે.આ સંશોધનમાં ગોરાડુંગર ફેલ્ટ ઉપર થતાં ભૂકંપો દ્વારા બનતા નિયોટેકટોનિક ફ્ચિર્સ અને રચનાઓનો ઊંડો અભ્યાસ કરવામાં આવશે. આ ફેલ્ટ પર જુના ભૂકંપો અને તેમના કારણે થયેલા ભૂગર્ભીય ફેરફરોનો પણ અભ્યાસ કરવામાં આવશે. તેમજ ભવિષ્યમાં ગોરાડુંગર ફેલ્ટ ઉપર ભૂકંપ આવવાની સંભાવનાનો વિશદ અભ્યાસ કરવામાં આવશે.
Jul 27, 2025 09:16 pm
કચ્છ યુનિવર્સિટી ભવિષ્યમાં ગોરાડુંગર ફેલ્ટ ઉપર ભૂકંપ આવવાની સંભાવનાનો વિશદ અભ્યાસ કરશે
છેલ્લા 10 દિવસમાં જ કચ્છના ગોરાડુંગર ઉપર બે ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાંથી એકની તીવ્રતા ચારથી વધુ હતી. આજે 27 જુલાઈએ વહેલી પરોઢે 4 વાગ્યાની આસપાસ બીજો ભૂકંપ પણ ત્રણથી વધુની તીવ્રતાનો નોંધાયો હતો.આ ભૂકંપો ચિંતાનો વિષય છે.શું ગોરાડુંગરમાં ભૂકંપિય એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે?
Jul 27, 2025 08:59 pm
દસક્રોઇમાં 10 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદના દસક્રોઇમાં 10 ઈંચથી વધુ વરસાદ, દસક્રોઇ તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર તરબોળ, નાંદેજ અને બારેજડી ગામમાં પાણી ભરાયા, હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી, ખેતરોમાં પાણી ભરાતા જળમગ્ન જેવી સ્થિતિ.
Jul 27, 2025 08:52 pm
વલસાડ સ્ટેશનને વંદે ભારત ટ્રેનનું સ્ટોપજ
વલસાડ સ્ટેશનને મળી નવી ભેટ, સાંસદ ધવલ પટેલની રજૂઆત ફળી, વલસાડ સ્ટેશનને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપજ, સાંસદ ધવલ પટેલએ રેલવે મંત્રીને કરી હતી રજૂઆત.
Jul 27, 2025 08:38 pm
ખેડા જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ
આવતીકાલે ખેડા જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યા આદેશ, ભારે વરસાદ અને આગાહીને પગલે આપ્યા આદેશ, પ્રાથમિક, માધ્યમિક અને ઉ.મા.શાળાઓ રહેશે બંધ.
Jul 27, 2025 08:24 pm
અમદાવાદ SOGએ MD ડ્રગ્સનો જથ્થો સીઝ કર્યો
મધ્યપ્રદેશથી સપ્લાય થતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, અમદાવાદ SOGએ બે આરોપીઓને ઝડપી પાડ્યા, 49 લાખની કિંમતના MD ડ્રગ્સનો જથ્થો સીઝ કરાયો, ડ્રગ્સ સપ્લાય માટે નવા નિશાળીયાઓનો ઉપયોગ, ડ્રગ્સ સિન્ડીકેટ સિવાયના લોકો થકી સપ્લાય શરૂ કર્યો,નિકોલના ભક્તિનગર સર્કલ પાસેથી આરોપીઓ ઝડપાયા.
Jul 27, 2025 08:04 pm
ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પકડ્યું
ગાંધીનગર LCBએ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પકડ્યું, મેદરા પાસે ફાર્મ હાઉસમાં ચલાવતા હતા કોલ સેન્ટર, LCBએ મહિલા સહીત ચાર આરોપીની કરી ધરપકડ, ઝડપાયેલા આરોપીઓ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના, US નાગરીકોને કોલ કરી ડ્રગ્સના નામે પડાવતા રૂપિયા, લેપટોપ, રોકડ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે.
Jul 27, 2025 07:55 pm
સાવલીમાં ટેન્કરમાં આગથી 3ના મોત
વડોદરાના સાવલીમાં ટેન્કરમાં આગથી 3ના મોત, ભાદરવા સાકરદા રોડ પર મોક્સી ગામ પાસે આગ, રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામર કંપનીના ટેન્કરમાં આગ, ડામર લાવીને બેરલમાં ભરતી વખતે લાગી આગ, ટેન્કર ચાલક, ક્લીનર અને શ્રમિક સહિત 3ના મોત.
Jul 27, 2025 07:45 pm
સાબરકાંઠામાં હાથમતી વેસ્ટ વીઅર પર સેલ્ફીનો ક્રેઝ
સાબરકાંઠામાં જોખમી સેલ્ફીનો વીડિયો વાયરલ, હાથમતી નદી પર લોકોની જીવના જોખમે સેલ્ફી, હાથમતી વેસ્ટ વીઅર પર સેલ્ફીનો ક્રેઝ, કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?, નદી નજીક અવરજવર બંધ કરાવવા માગ.
Jul 27, 2025 07:41 pm
ધોરાજીમાં બે કાર વચ્ચે અકસ્માત
રાજકોટના ધોરાજીમાં બે કાર વચ્ચે અકસ્માત, જેતપુર રોડ પર બે કાર સામસામે ટકરાતા 12 ઘાયલ, અકસ્માતમાં 5 મહિલા, 5 પુરુષ અને 2 બાળકોને ઇજા, ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા.
Jul 27, 2025 07:18 pm
પલસાણામાં દીપડો પાંજરે પુરાયો
સુરતના પલસાણામાં દીપડો પાંજરે પુરાયો, દીપડને પકડવા વનવિભાગે પાંજરુ મૂકયું હતું, મલેકપોર ગામે દીપડાને પકડવા પાંજરુ મુકાયું હતું, શિકારની શોધમાં પાંજરામાં ગયેલો દીપડો થયો કેદ, પલસાણા તાલુકામાં છેલ્લા 4 વર્ષથી દીપડાનો આતંક, દીપડો પકડાતા ખેડૂતો અને ખેતમજૂરોને રાહત.
Jul 27, 2025 07:12 pm
કાંકરેજમાં વરસાદી પાણીનો કહેર
બનાસકાંઠાના કાંકરેજમાં વરસાદી પાણીનો કહેર, કંબોઇની કુપાણીપાટી પ્રા.શાળામાં પાણી ભરાયા, શાળાના મુખ્ય ગેટ આગળ ઘૂંટણસમા પાણી, શાળા પરિસરમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા, પાણી નહીં ઓસરે તો વિદ્યાર્થીઓને પડશે હાલાકી.
Jul 27, 2025 06:56 pm
મહુવામાં રોડ રસ્તા બિસ્માર
ભાવનગરના મહુવામાં રોડ રસ્તા બિસ્માર, રસ્તા પર કાદચ કિચડથી વાહન ફસાયું, ઓથા ગામે ઇમરજન્સી વાહન કાદવમાં ફસાયું, લોકોએ ધક્કા મારી વાહનને બહાર કાઢ્યું, કાદવમાં વાહન ફસાયાનો વીડિયો થયો વાયરલ.
Jul 27, 2025 06:29 pm
બાવળામાં વરસાદી કહેર
અમદાવાદના બાવળામાં વરસાદી કહેર, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પાણી ભરાયા, ટાવર ચોકથી આર.કે.સર્કલ પાણી પાણી, સંત આશ્રમ વિસ્તારમાં પણ ભરાયા પાણી.
Jul 27, 2025 06:27 pm
દ્વારકામાં કોઝવે પરનો બ્રિજ તૂટ્યો
દ્વારકામાં ફોટડી ગામ નજીક કોઝવે પરનો બ્રિજ તૂટ્યો, મોરઝરથી ફોટડી રોડ પરના કોઝ વેનો બ્રિજ તૂટ્યો, બ્રિજ એકદમ જર્જરિત હોવા છતાં બંધ કરાયો ન હતો, ગંભીરા બ્રિજ બાદ તંત્રએ કેવી તપાસ કરી તે પ્રશ્ન, બ્રિજ પર કોઇ વાહન ન હોવાથી જાનહાનિ ટળી.
Jul 27, 2025 06:13 pm
સિદ્ધપુરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી
પાટણના સિદ્ધપુરમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી, 75 લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. ઋષિ તળાવ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતરણ કરાયું, પાણી ભરાતા લોકોને સેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા, અલગ-અલગ વિસ્તારમાંથી 75 લોકોનું સ્થળાંતરણ, મંત્રી બળવંતસિંહ રાજપૂતે આશ્રિતોની લીધી મુલાકાત, રહેવા, જમવાની, પિવાના પાણીની વ્યવસ્થા કરાઇ.
Jul 27, 2025 05:56 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
2. Patan Rain news: સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વરસાદી તારાજી, મામવાડા ગામમાં બેટમાં ફેરવાયું
5.Gangaikonda Cholapuram Temple : તિરુચિરાપલ્લીનું પ્રસિદ્ધ ચોલપુરમ મંદિરનું જાણો રહસ્ય અને ઇતિહાસ
6. Agra ધર્માંતરણમાં થયો સૌથી મોટો ખુલાસો, ISI ઘડી રહ્યો હતો આ ચોંકાવનારો પ્લાન...
7. Aravalli rain: ભિલોડાની મેશ્વો નદીમાં ઘોડાપુર આવ્યું, નદી કાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા
10. Nitish Kumar Reddy વિરુદ્ધ કેસ દાખલ, ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયા બાદ ખેલાડીનું વધ્યું ટેન્શન
Jul 27, 2025 05:47 pm
ડેસર તાલુકામાં મેઘમહેર
વડોદરાના ડેસર તાલુકામાં મેઘમહેર, બપોરે 3 વાગ્યા સુધીમાં 4 ઈંચથી વધુ વરસાદ, સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ગેટ પર ઘૂંટણસમા પાણી, ડેસર ગામના તળાવમાં મગર દેખાતા ફફડાટ, છાલીયેર, નવા સિહોરા, વરસડામાં વરસાદ,પાન્ડુ, સાઢાસાલ સહીત સમગ્ર તાલુકામાં વરસાદ.
Jul 27, 2025 05:20 pm
થરાદમાં પાણી ભરાતા હાલાકી
થરાદ શહેરમાં દોઢ ઈંચ વરસાદમાં પાણી ભરાયા, ધાનેરા ત્રણ રસ્તા, આશાપુરા સોસાયટીમાં પાણી ભરાયા, સુંઘલનગર, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા, રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી, હાઇવેનું પાણી શહેરમાં ઘુસતું હોવાથી હાલાકી, પાણીના યોગ્ય નિકાલ માટે સ્થાનિકોની માગ.
Jul 27, 2025 05:11 pm
રાંદેરમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
સુરતના રાંદેરમાં વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં 20 વર્ષીય નિકિતા પરમારે આપઘાત કર્યો છે. B.Comના છેલ્લા વર્ષમાં અભ્યાસ યુવતી કરતી હતી. કેટલાક વિષયમાં નપાસ થતા યુવતી હતાશ હતી. રાંદેર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Jul 27, 2025 04:53 pm
નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થશે
નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થશે, મધ્યપ્રદેશના બે ડેમ ઓવરફ્લો થયા, ઇન્દિરાસાગર અને ઓમકારેશ્વર ડેમ ઓવરફ્લો, ઇન્દિરાસાગર ડેમના 10 દરવાજા ખોલાયા, ઓમકારેશ્વર ડેમના 9 દરવાજા ખોલાયા, ઇન્દિરાસાગરમાંથી 1,21,100 ક્યુસેક પાણી છોડાયું, ઓમકારેશ્વર ડેમમાંથી 1,22,850 ક્યુસેક પાણી છોડાયું, નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં એલર્ટ અપાયું, 131 મીટરે સપાટી પહોંચ્યા બાદ દરવાજા ખોલાશે.
Jul 27, 2025 04:35 pm
વાઘોડિયામાં બસ નાળામાં ખાબકી
વડોદરાના વાઘોડિયામાં બસ નાળામાં ખાબકી, ઓવરટેક કરવાની લ્હાયમાં થયો અકસ્માત, બસ ચાલકે બાઇક સવારને પણ લીધા અડફેટે, બાઇક પર સવાર બાળકીને પહોંચી ઇજા, બાળકીને ઇજા થતા હોસ્પિટલ ખસેડાઇ.
Jul 27, 2025 04:21 pm
નશો કરવા માટે ચેઇન લૂંટતો આરોપી ઝડપાયો
એક જ અઠવાડિયામાં 3 ગુનાને આપ્યા હતા અંજામ, શહેઝાદ ઉર્ફે સજ્જુ પઠાણની પોલીસે કરી ધરપકડ, બે ચેઇન સ્નેચિંગ અને એક લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો, એલિસબ્રિજ, વસ્ત્રાપુર, થલતેજમાં ગુના આચર્યા હતા, આરોપી શહેઝાદ ડ્રગ્સનો બંધાણી હોવાનું સામે આવ્યું, ડ્રગ્સના પૈસા માટે ચોરી, ચેઇન સ્નેચિંગ કરતો હતો.
Jul 27, 2025 04:16 pm
સાબરકાંઠાના તલોદની ખારી નદી બે કાંઠે
સાડા પાંચ ઈંચ વરસાદથી નદી બે કાંઠે, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, નદીમાં નવાનીરની આવકથી ખેડૂતો ખુશ, નદી કાંઠે ન જવા તંત્રની અપીલ.
Jul 27, 2025 04:10 pm
મેઘરાજાએ અમદાવાદના પૂર્વ વિસ્તારને ઘમરોળ્યું
તંત્રના પાપે ઇસનપુર હાઈવે પાણીમાં ગરકાવ, ઇસનપુર હાઇવે પર દરિયા જેવા મોજા ઉછળ્યા, પાણી ભરાવાથી વાહનચાલકો, રાહદારીઓ પરેશાન.
Jul 27, 2025 04:02 pm
અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી લોકોને હાલાકી
દાણીલીમડા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા, વાહન વ્યવહાર ઠપ થઇ જતા લોકોએ મદદ કરી, શાહ આલમ ટોલનાકા,પિરકમલ ખાતે પાણી ભરાયા, ખોખરા અને હાટકેશ્વરમાં ખાતે પણ ભરાયા છે પાણી.
Jul 27, 2025 03:42 pm
અરવલ્લીમાં ભારે વરસાદથી નદીઓ વહેતી થઇ
ભિલોડાની મેશ્વો નદી પ્રથમ વખત વહેતી થઇ, ભિલોડા-મોડાસાના ગામોને એલર્ટ કરાયા, નદીકાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા, નદી કિનારે લોકોને ન જવા માટે અપીલ.
Jul 27, 2025 03:40 pm
ખેડાના મહેમદાવાદ તાલુકામાં ભારે વરસાદ
કલેસર, પથાવત, આમસરણ ગામમાં વરસાદ, રાસ્કા, હિરાપુર, રોહીસા, મહીજ ગામમાં વરસાદ, કનીજ, જીંજર, દાજીપુરા, મોદજ ગામમાં વરસાદ, સણસોલી, માંકવા, વાંઠવાડી, નેનપુરમાં વરસાદ, કાલેસરનું પથાવત ગામ પાણીમાં ગરકાવ.
Jul 27, 2025 03:35 pm
બનાસકાંઠાના ડીસા તાલુકામાં ધોધમાર વરસાદ
વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં જીવન અસ્તવ્યસ્ત, બાઇવાડા ગામે પાણી ભરાતા લોકો મુશ્કેેલીમાં મુકાયા, ડાવસ ગામ રોડ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ, ખેતરોમાં જવાના રસ્તા પર નદીઓ વહેતી થઇ, 50થી વધુ પરિવારોની અવર-જવર બંધ થઇ.
Jul 27, 2025 03:27 pm
પોલીસે હત્યાના ચારેય આરોપીને ઝડપી લીધા
જોકે આરોપીઓ દિવાલ કુદીને અંદર અવાજ આવતા ચકુભાઈ જાગી ગયા હતા અને મુખ્ય આરોપી બાલાને ઓળખી ગયા હતા અને પુછ્યું કે તુ પાગાનો છોકરો છો ને..? બસ આટલું બોલતા જ બાલા ને ખ્યાલ આવી ગયો કે આપણે ઓળખાઈ ગયા છીએ અને સવારે આપણી પોલ ખુલી જશે ત્યારબાદ ચોરીની યોજના પડતી મુકી અને ખેતી કામમાં ઉપયોગમાં લેવામાં આવતી કોષથી વૃદ્ધ દંપતિની હત્યા નિપજાવી ત્યાંથી નાસી છુટ્યા હતા.હત્યા કર્યા બાદ આરોપીઓ ત્યાંથી એક બોક્સ સાથે લઈ ગયા હતા જેમા ઈલેક્ટ્રીક સગડી હતી પોલીસે હાલ તમામ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદેસર કાર્યવાહી હાથધરી છે..
Jul 27, 2025 03:27 pm
એક આરોપી અગાઉ ખેત મજૂરી કરતો હતો મૃતકના ત્યાં
આ યોજનામાં મુખ્ય આરોપી બાલાએ મૃતક દંપતિના ઘરમાં ચોરી કરવા માટે નક્કી કર્યું હતું. કારણકે આ બાલો અગાઉ મૃતક દંપતિને ત્યાં ખેત મજૂરી કરી ચુક્યો હતો અને જાણતો હતો કે તેઓ એકલા જ રહે છે, વૃદ્ધ છે એટલે પ્રતિકાર પણ નહી કરી શકે, આ ચારેય આરોપીઓએ યોજના બનાવી 17/18 જુલાઈની મધ્યરાત્રીએ તમામ આરોપીઓ ચકુભાઈ રાખોલીયાના ઘરમાં ઘુસ્યા હતા જ્યાં તેઓ પોતાના પત્ની કુંવરબેન સાથે મીઠી ઊંઘ માણી રહ્યા હતા.
Jul 27, 2025 03:27 pm
ચારેય આરોપીએ ચોરી કરવાનો કર્યો હતો પ્લાન
ગત 17 / 18 જુલાઈની રાત્રીએ વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં એકલા રહેતા વૃદ્ધ દંપતિની લોહીલુહાણ હાલતમાં મૃતદેહો મળી આવતા સમગ્ર જીલ્લામાં ખળભળાટ મચી ગયો હતો, આ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમરેલી જિલ્લા પોલીસની છ જેટલી ટીમો કામે લાગી હતી, આખરે નવ દિવસ બાદ બહુ ચર્ચિત વૃદ્ધ દંપતિની હત્યાનો કેસ ઉકેલવામાં જીલ્લા પોલીસને સફળતા મળી છે, બેવડી હત્યા કરવા પાછળનો હેતુ ચોંકાવનારો છે, ઢુંઢીયા પીપીળીયા ગામના જ બે સગા ભાઈઓ રામજી ઉર્ફે બાલો સોલંકી, આષીશ ઉર્ફે બાવ તેમજ અનિલ ઉર્ફે અનકો સોલંકી અને એક મધ્ય પ્રદેશના જાંબવાનો મીઠ્ઠુ પીડીયાભાઈ મુહવા આ ચારેય આરોપીઓએ ચોરી કરવાની યોજના બનાવી હતી.
Jul 27, 2025 03:27 pm
Amreli News : અમરેલીના વડીયામાં વૃદ્ધ દંપતિની લૂંટના ઈરાદે થઈ હત્યા, પોલીસે હત્યારાઓને ઝડપ્યા
અમરેલીના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામના બહુ ચર્ચિત ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘુસ્યા હતા, પરંતુ વૃદ્ધ દંપતિ જાગી જતા ચોરી કરવાના બદલે વૃદ્ધ દંપતિની હત્યા કરી દીધી હતી.
Jul 27, 2025 03:11 pm
વિસનગરમાં ભારે વરસાદથી પાણી પાણી થયું
વિસનગરમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, રસ્તાઓ અને દુકાનોમાં પાણી ભરાયા છે, દુકાનોમાં પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, દુકાનદારો દુકાનમાંથી પાણી કાઢી રહ્યા છે. મહેસાણાના ઊંઝામાં પાણી ભરાયા છે, રેલ્વે અંડર પાસમાં ભરાયા વરસાદી પાણી અને અંડર પાસમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો છે, પાલિકા દ્વારા પાણી કાઢવાની કામગીરી કરાઈ છે.
Jul 27, 2025 03:11 pm
Mehsanaમાં ભારે વરસાદથી પાણી ભરાયા, જયાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ
મહેસાણાના ખેરાલુમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે, ખેતરોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ખેતરોમાં 4 ફૂટથી વધુ પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે.
Jul 27, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - TV Show: ટીવીનું આ ફેમસ કપલ કરશે ટૂંક સમયમાં લગ્ન? અભિનેતાએ કહ્યું-કોઈ પ્લાન....
02 - Bharuch Breaking News : ભરૂચના દહેજમાં આવેલી શિવા ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થતા 2 કામદારના મોત
03 - Khedaના વણાકબોરી થર્મલમાં એશ ડાઈકની પાળ તૂટી, 3થી વધુ વાહનો પાણીમાં ડૂબ્યા
06 - Gujarat News: કોરોના મહામારી બાદ હેપેટાઇટિસ A સંબંધિત લીવર ફેઇલ થવાના કેસોમાં 5થી 7 ગણો વધારો
08 - Mansa Devi Temple Stampede : PM મોદી અને રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો, કહ્યું- ખૂબ દુઃખદ ઘટના
Jul 27, 2025 02:50 pm
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર
અનુપમ, અમરાઈવાડી, ન્યુ કોટન વિસ્તાર પાણીમાં, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન નીચે પાણી ભરાયા, અનુપમ સિનેમા રોડ પર પાણી ભરાયા, પાણી ભરાવાથી રાહદારી, વાહન ચાલકોને મુશ્કેલી.
Jul 27, 2025 02:43 pm
ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં વરસાદ
સામાન્ય વરસાદમાં જ શહેરમાં પાણી ભરાયા, સેક્ટર 14, મહાત્મા મંદિર વિસ્તારમાં વરસાદ, પથિકાશ્રમ બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ.
Jul 27, 2025 02:33 pm
3 કામદારોને ગેસની અસર થઈ
આ ઘટના બની તે સમયે નજીકમાં કામ કરતા ૩ કામદારોને ગેસની અસર થતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં એક કામદારની હાલત વધુ ગંભીર થતા તેને વડોદરા સારવાર હેઠળ ખસેડાયો છે, અર્જુન પટેલ તેમજ પ્રવિણ પરમારને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યા છે. બનાવના પગલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ વાગરા મામલતદારની ટીમ પણ ધટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે, તો મૃતકોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Jul 27, 2025 02:33 pm
પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરાઇ
ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમમાં વારંવાર બોઈલર ફાટવાની ઘટનાઓ અને આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે, ફેઝ-1માં આવેલ શિવા ફાર્માકેમ કંપનીમાં મોડી રાતે રીએક્ટરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી અને ઘટના સ્થળે બે કામદારના મોત થયા હતા, સમગ્ર ઘટનામાં કંપનીમાં રહેલા કામદારો બહાર દોડી આવ્યા હતા અને ફાયર વિભાગે અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો, એસિડ ક્લોરાઈડની પ્રોસેસ દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો.
Jul 27, 2025 02:33 pm
Bharuch Breaking News : ભરૂચના દહેજમાં આવેલી શિવા ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થતા 2ના મોત
ભરૂચના દહેજમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થવાથી 2 કામદારના મોત થયા છે અને 3 કામદારો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફેઝ-1 માં શિવા ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને રીએક્ટરમાં બ્લાસ્ટ થતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, 1 ઇજાગ્રસ્તને ગંભીર હાલતમાં વડોદરા ખસેડાયો છે.
Jul 27, 2025 02:13 pm
મહેસાણાના સતલાસણામાં ટ્રેક્ટર તણાયું
મહેસાણાના સતલાસણામાં ટ્રેક્ટર તણાયું છે, ધરોઇથી હડોલ જતા ડીપમાં ટ્રેક્ટર તણાયું હોવાની વાત સામે આવી છે, અચાનક ડીપમાં પાણી આવી જતા ટ્રેક્ટર તણાયું છે અને ટ્રેક્ટર ચાલક ઉતરી જતા ટ્રેકટર ચાલકનો બચાવ થયો છે. મહેસાણામાં ભારે વરસાદથી પાણી ભરાયા છે, મહેસાણા બસ સ્ટેશનમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, બસ સ્ટેશનમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી પડી રહી છે અને નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી.
Jul 27, 2025 02:12 pm
Mehsanaના ખેરાલુ નજીક કાર તણાઇ
મહેસાણાના ખેરાલુ નજીક કાર તણાઇ હોવાની વાત સામે આવી છે, લાલાવાડા નજીક પાણીના પ્રવાહમાં કાર તણાઇ હોવાની વાત સામે આવી છે, કોઝ વે પરથી પસાર થતા કાર તણાઇ અને સ્થાનિકોએ કારચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હોવાની વાત સામે આવી છે, કોઝ-વે પરથી 2 ફૂટ જેટલો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, લાલાવાડા,ચોટીયા ગામોનો રસ્તો બંધ થયો છે અને રોડ બંધ થતા વાહનચાલકો અટવાયા છે.
Jul 27, 2025 02:04 pm
મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે
ડૉ. માંડવિયા ભાર મૂક્યો હતો કે, જ્યારે સાયકલિંગ યુનિફોર્મ બનાવવામાં આવે છે, ત્યારે મને ત્રણ સમસ્યાઓનો ઉકેલ દેખાય છે. પહેલું, મોદીજીનું ફિટ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. બીજું, પ્રદૂષણનો ઉકેલ દેખાય છે. ત્રીજું, ફિટનેસનો મંત્ર દેખાય છે. 'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ'નું આયોજન યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (CFI), ડૉ. શિખા ગુપ્તાના નેતૃત્વ હેઠળની રોપ સ્કિપિંગ ટીમ, રાહગિરી ફાઉન્ડેશન, માય બાઇક્સ અને માય ભારત સાથે મળીને કરવામાં આવે છે. આ સાયકલિંગ ઇવેન્ટ તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓ તેમજ SAI પ્રાદેશિક કેન્દ્રો, રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો (NCOEs), SAI તાલીમ કેન્દ્રો (STCs), ખેલો ઇન્ડિયા રાજ્ય શ્રેષ્ઠતા કેન્દ્રો (KISCEs) અને ખેલો ઇન્ડિયા કેન્દ્રો (KICs) પર વિવિધ વય જૂથોમાં એકસાથે યોજવામાં આવે છે.
Jul 27, 2025 02:03 pm
સાયકલ ચલાવવાને એક સંસ્કૃતિ બનાવવી પડશે
તેમણે ઉમેર્યું હતું કે, આજે આપણે મહાત્મા ગાંધી જે રસ્તે સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ જતા હતા તે રૂટ પર સાયકલ ચલાવી રહ્યા છીએ. આપણે સાયકલ ચલાવવાને એક સંસ્કૃતિ બનાવવી પડશે, સાયકલ ચલાવવાને જીવનનો ભાગ બનાવવો પડશે, સાયકલ ચલાવવાને સ્વાસ્થ્યનો મંત્ર બનાવવો પડશે.
Jul 27, 2025 02:01 pm
સન્ડે ઓન સાયકલ એક જન આંદોલનમાં ફેરવાઈ ગયું છે
આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય પેરા બેડમિન્ટન કોચ શ્રી બત્રીનારાયણ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. રાષ્ટ્રવ્યાપી સાયકલિંગ પહેલની આ ખાસ આવૃત્તિ “સાયક્લિંગ રેલી વીથ CAPF”ની થીમ સાથે યોજવામાં આવી હતી. ડૉ. માંડવિયાએ કહ્યું, “સન્ડે ઓન સાયકલ એક જન આંદોલનમાં ફેરવાઈ ગયું છે. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે, સમગ્ર દેશના સામાન્ય દળો સાથે "સન્ડે ઓન સાયકલ" છે. દેશના યુવાનો આજે દેશમાં 6000થી વધુ સ્થળોએ "સન્ડે ઓન સાયકલીંગ" કરીને દેશના બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. જ્યારે તમે તમારી સાયકલનું એક પેડલ લગાવો છો, ત્યારે તમે દેશના નાગરિકોના સ્વાસ્થ્યને એક ડગલું આગળ લઈ જાઓ છો. સાયકલિંગ એ ફક્ત કેલરી બર્ન કરવાનો રસ્તો નથી. સાયકલિંગ એ પ્રદૂષણનો પણ ઉકેલ છે, એ સ્વાસ્થ્ય માટેનો મંત્ર છે.
Jul 27, 2025 02:01 pm
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં સાબરમતી આશ્રમથી ગુજરાત વિદ્યાપીઠ સુધી સાયકલ યાત્રા યોજાઇ
ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત “સન્ડે ઓન સાયકલ”ની 33મી આવૃત્તિની ભવ્ય ઉજવણી અને કારગીલ વિજય દિવસના શહીદોને ખાસ ભાવભીની શ્રધ્ધાંજલિ સાથે સમાપ્ત થઈ. આ પ્રસંગે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અમદાવાદમાં સવારે 7:00 વાગ્યે સાબરમતી આશ્રમથી 800 લોકો સાથે સાયકલ ચલાવી હતી. જેમાં CISF, CRPF, BSFના કર્મચારીઓ, NSS, NYKSના સ્વયંસેવકો અને સ્થાનિક સાયકલિંગ ઉત્સાહીઓ સહિત 500 થી વધુ સાયકલ સવારો સહિત લગભગ 800 લોકોએ સામેલ થયા હતા.
Jul 27, 2025 01:47 pm
પાટણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા
પાટણના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, પાટણના હંગામી બસ સ્ટેશનમાં ભરાયા પાણી, પાણી ભરાતા બસમાં જતા પેસેન્જરો અટવાયા.
Jul 27, 2025 01:16 pm
ખેરાલુના અરઠી ગામ તરફ જવાનો માર્ગ બંધ
અરઠી ગામ નજીકનું તળાવ ઓવરફ્લો, તળાવ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા, ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક, અરઠી, ચોટીયા સહિત 5થી વધુ ગામ પ્રભાવિત.
Jul 27, 2025 01:13 pm
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ, વરસાદને લઇ હાઇવે પર ભરાયા પાણી
વરસાદને લઇ હાઇવે પર ભરાયા પાણી, પાણી ભરાતા કિલોમીટર સુધી વાહનોની લાઇન લાગી, હાઇવે પાણી ભરાતા વાહનોનો ખડકલો થયો, રસ્તા પર પસાર થતા વાહનો અટવાયા અને પાલનપુર-મહેસાણા હાઇવે પર વાહનોની લાઇન લાગી.
Jul 27, 2025 12:53 pm
ભરૂચના હાંસોટમાં દરિયામાં કન્ટેનર તણાઈને આવ્યું
કન્ટેનરમાં બાળકોના બુટનો જથ્થો હોવાનું ખુલ્યું, કોઈ શિપમાંથી કન્ટેનર દરિયામાં પડ્યું હોવાનું અનુમાન, પોલીસ દ્વારા કસ્ટમ વિભાગને કરવામાં આવી જાણ.
Jul 27, 2025 12:50 pm
આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની જાત માહિતી મેળવવા ઓચિંતા આજે સવારે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલરૂમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સુરેન્દ્રનગર, પાટણ અરવલ્લી ,અમદાવાદ ,મહેસાણા ,બનાસકાંઠા સાબરકાંઠા ,અને ખેડાના જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનિક વાતચીત કરીને તેમના જિલ્લામાં વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી .મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ મોડ પર રહીને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્ર ને સતર્ક રહી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સંપર્કમાં રહી જિલ્લાની સ્થિતિથી વાકેફ રાખવા સૂચના આપી હતી.
Jul 27, 2025 12:47 pm
રદ કરાયેલી ટ્રેનો (Cancelled Trains)
01-ટ્રેન નંબર ૧૨૯૦૫ પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૭.૦૮.૨૦૨૫ ના રોજ રદ (Cancel) રહેશે.
02-ટ્રેન નંબર ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ૨૯.૦૮.૨૦૨૫ ના રોજ રદ રહેશે.
Jul 27, 2025 12:47 pm
રેલવે બ્લોકના કારણે લેવાયો નિર્ણય
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના વિલાસપુર ડિવિઝનના રાયગઢ-ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી પૂરી પાડવા સંબંધિત કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકને કારણે, ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી ચાલતી પોરબંદર-શાલીમાર દ્વિ-સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રદ રહેશે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત ટ્રેનની વિગતવાર વિગતો નીચે મુજબ છે.
Jul 27, 2025 12:46 pm
Railway News : 27ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે
વિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો હોવાથી 27 ઓગસ્ટની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન રદ કરવામાં આવી છે. ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Jul 27, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Mann Ki Baat: ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો, અનેક ચળવળ થઇ: PM મોદી
03 - Haridwar Temple Stampede: મનસા દેવી મંદિરનો રસ્તો કેટલો ખતરનાક? નાસભાગનું કારણ આવ્યુ સામે
04 - Bollywood: 'ભૂલો કરવાની આદત....', સલમાન ખાને એવું તે શું કર્યું? શેર કરી ચોંકાવનારી પોસ્ટ
05 - Gold Price Today: સોનાના ભાવમાં વધારો કે ઘટાડો ? જાણો શું છે 24 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
07 - Anand News : આણંદના ખંભાતમાં લાંચિયો PSI રૂપિયા 3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
10 - Banaskantha Rain News : ડીસામાં 4 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા, ખેતરો જળબંબાકાર થયા
Jul 27, 2025 11:47 am
અમદાવાદ શેહરમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ભારે વરસાદથી વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે, વાસણા બેરેજના 7 દરવાજા ખોલાયા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, 4 દરવાજા 2 ફૂટ, 3 દરવાજા 2.5 ફૂટ ખોલાયા છે, હાલ વાસણા બેરેજનું જળ લેવલ 127.5 ફૂટ પર પહોંચ્યું છે.
Jul 27, 2025 11:47 am
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વસ્ત્રાપુર ,શિવરંજીની, બોડકદેવમાં ભારે વરસાદ થતા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, વસ્ત્રાપુરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
Jul 27, 2025 11:46 am
અમદાવાદનો પૂર્વ વિસ્તાર પાણી પાણી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા ઉઠી છે, શાહવાડી, નારોલ વિસ્તારમાં પાણી ભરાયા છે, પૂર્વ વિસ્તારમાં સોસાયટી અને ઘરોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે, પાણી ભરાતા શહેરીજનોને હાલાકી પડી રહી છે.
Jul 27, 2025 11:46 am
અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ ધોવાયો
અમદાવાદમાં ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ ધોવાયો છે, અસલાલીમાં નેશનલ હાઇવે પરનો બ્રિજ ધોવાયો હોવાથી સર્વિસ રોડ બંધ કરાયો છે, વરસાદનું પાણી બ્રિજની દિવાલમાંથી વહેતું થયું છે, અસલાલી બ્રીજ અને સર્વિસ રોડ બંધ કરાયો છે, વાહનચાલકો અસલાલી ગામમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ અસલાલી ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે.
Jul 27, 2025 11:46 am
અમદાવાદના વિસ્તારોમાં બોટ લઈને ફરવુ પડે તેવી સ્થિતિ, લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી
અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, અમદાવાદના પૂર્વ વિસ્તાર હાટકેશ્વરમાં પણ વરસાદી પાણી ભરયા છે, ખોખરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, તો કેટલાક વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે, પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે અને કોર્પોરેશનને અનેક રજૂઆતો છતાં સ્થિતિ ઠેરની ઠેર છે.
Jul 27, 2025 11:36 am
PM નરેન્દ્ર મોદીની 'મન કી બાત'
શુભાંશુ શુક્લા પર સમગ્ર દેશને ગર્વ
21મી સદી ભારત માટે વિજ્ઞાનની સદી
શુભાંશુ શુક્લા સકુશળ પરત ફરતા દેશભરમાં આનંદ
ભારત ઓલિમ્પિકમાં પણ આગળ વધી રહ્યું છે
દેશભરમાં 200 કરતા વધુ સ્ટાર્ટઅપ ચાલુ છે
12 મરાઠા કિલ્લા ભારતીય ધરોહર છે
ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો છે
આઝાદી માટે ભારતીય લોકોએ લોહી વહેવડાવ્યુ
આપણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરવા પડે
Jul 27, 2025 11:20 am
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી પોલીસને અભિનંદન પાઠવ્યા
અમરેલી પોલીસના આ પગલાંથી ભોગબનનારનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓ હવે જમીનના આધારે ધિરાણ લઈ, પોતાના વિકાસ માટે આગળ વધી શકશે. ભોગબનનારે જણાવ્યું કે તેમને ન્યાય મળી ગયો છે, જેથી તેઓએ આરોપી સામે ફરિયાદ નોંધાવવાની જરૂર લાગતી નથી. અમરેલી પોલીસની આ ત્વરિત અને અસરકારક કામગીરીએ ગુજરાત પોલીસની નાગરિકોની સુરક્ષા અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરી એકવાર ઉજાગર કરી છે, તે બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી પોલીસને અભિનંદન પાઠવ્યા છે.
Jul 27, 2025 11:20 am
અમરેલી પોલીસે આરોપી શીવરાજને પોલીસની ભાષામાં કડક સમજ આપી
અમરેલી જિલ્લા પોલીસે તાત્કાલિક ભોગબનનાર અને જમીન વેચનારનો સંપર્ક કરી, તેમને ધાક-ધમકીથી ડરવાની જરૂર નથી તેમ જણાવી સંપૂર્ણ સહકાર આપ્યો. અમરેલી પોલીસે આરોપી શીવરાજને પોલીસની ભાષામાં કડક સમજ આપી, જેના પરિણામે તેણે આ પ્રકરણમાંથી પોતાને અલગ કરી દીધો. આના લીધે ભોગબનનારના વડીલોએ ૩૦ વર્ષ પહેલાં વેચેલી ૧૦ વીઘા જમીનનો દસ્તાવેજ, જે અસામાજિક તત્વોના ડરથી અટકી ગયો હતો, તે તાજેતરમાં ભોગબનનાર ખેડૂતના નામે થઈ શક્યો.
Jul 27, 2025 11:20 am
આરોપી શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ
આરોપી શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ વીછીયા (રહે. રબારીકા, તા. જેસર, જિ. ભાવનગર)ની ઓળખ થઈ, જે ૨૦૨૦માં ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ (GUJCTOC) અધિનિયમ હેઠળના કેસમાં આરોપી છે. તેના નામે ખૂન, ખંડણી, ધાક-ધમકી, પચાવી પાડવા અને પ્રોહિબિશન સહિત કુલ ૧૩ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીએ ભોગબનનાર બાલાભાઈ જીવાભાઈ બાખલકીયા (રહે. ઈંટીયા, તા. જેસર, જિ. ભાવનગર) અને જમીન વેચનાર રવજીભાઈ શામજીભાઈ જસાણીને ધમકી આપીને બંને પાસેથી રૂ. ૫ લાખની માંગણી કરી રહ્યો હતો.
Jul 27, 2025 11:19 am
પોલીસે આરોપીને લઈ તપાસનો ધમધાટ શરૂ કર્યો
ઘટનાની વિગતો અનુસાર, તા. ૨૯/૦૬/૨૦૨૫ના રોજ અમરેલી જિલ્લાના ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્વારા હાલના પોલીસ અધિક્ષક સંજય ખરાતને એક મેસેજ પ્રાપ્ત થયો હતો. આ મેસેજમાં ભોગબનનાર ખેડૂતે જણાવ્યું હતું કે, "સાહેબ, મુન્નો રબારીકા અમને ખોટે ખોટા હેરાન કરે છે. અમારી જમીન અમારે ખાતે નથી થવા દેતો. જો જમીન ખાતે કરવી હોય તો રૂ. ૫,૦૦,૦૦૦/- આપવા પડશે." આ મેસેજના આધારે અમરેલી પોલીસે તાત્કાલિક ભોગ બનનારનો સંપર્ક કર્યો હતો.
Jul 27, 2025 11:19 am
Amreli News : સાહેબ, મુન્નો રબારીકા અમને હેરાન કરે છે, જમીન ખાતે થવા દેતો નથી અને પોલીસની મહેનત રંગ લાવી
ગુજરાત પોલીસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને અસામાજિક તત્વોથી રક્ષણ આપવા સતત પ્રયત્નશીલ છે. આવો જ એક કિસ્સો અમરેલી જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક ખેડૂતને હેરાન કરતા માથાભારે શખ્સ સામે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ભોળા અને નિર્દોષ ખેડૂતની 10 વીઘા જમીન પરત કરાવી છે.
Jul 27, 2025 11:00 am
નવસારીમાં નદીના સ્તરને લઇ એલર્ટ અપાયું
બીલીમોરાના દેસરા વિસ્તારને કરાયો એલર્ટ, નાની કોળીવાડ,કુંભારવાડા વિસ્તાર એલર્ટ પર, અંડરપાસ નજીક વિસ્તારોને અપાઇ સૂચના, ડેમ ઓવરફ્લો થતા નદીમાં થઇ શકે છે પાણીની આવક, કાવેરી અને અંબિકા નદીના વધી શકે છે જળસ્તર, જળસ્તર વધવાની સંભાવનાને લઇ અપાઈ સૂચના, નદી આસપાસ અવર જવર ન કરવા લોકોને સૂચના.
Jul 27, 2025 10:39 am
હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જાહેર કરાયું
હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જાહેર કરાયું છે જેમાં સવારે 10 વાગ્યા સુધી નાઉકાસ્ટ જાહેર કરાયું છે, 6 જિલ્લામાં વરસાદને લઇ રેડ એલર્ટ જાહેર કરાયું છે, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, મહેસાણા,સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે, વરસાદને લઇ 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, કચ્છ,સુરેન્દ્રનગર,મોરબી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, રાજકોટ, જામનગર, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
Jul 27, 2025 10:39 am
અમદાવાદના રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા
અમદાવાદના રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે, સામાન્ય વરસાદમાં પણ રિંગ રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા રહેતી હોય છે.
Jul 27, 2025 10:39 am
થોડાક વરસાદે અમદાવાદમાં પાણી ભરાયા
થોડાક જ વરસાદમાં ઘાટલોડીયાના ચાણક્યપુરીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે, સુદર્શન કોમ્પ્લેકક્ષસમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, વરસાદી અને ગટરના પાણીથી લોકો પરેશાન થયા છે, સ્થાનિકોનું કહેવું છે કે, AMCમાં રજૂઆત કરવા છતાં પાણી ઉતરતા નથી, સ્થાનિકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
Jul 27, 2025 10:38 am
ઓઢવના મધુમાલતી આવાસના સ્થાનિકો અકળાયા
ઓઢવના મધુમાલતી આવાસના સ્થાનિકો વરસાદી પાણી ભરાતા અકળાયા છે, સ્થાનિકોનું કહેવું છે કેસ પ્રિ-મોન્સૂન પ્લાન બનાવાય છે અને તેની અસર દેખાતી નથી, 10 વર્ષથી મધુમાલતી આવાસમાં પાણી ભરાય છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે, અધિકારીઓ પણ કંઈ સાંભળતા નથી તેવી વાત સ્થાનિકો કરી રહ્યાં છે.
Jul 27, 2025 10:37 am
ઓઢવના મધુમાલતી આવાસમાં ભરાયા ઘૂંટણસમા પાણી, AMCનો કરોડોનો મોન્સૂન પ્લાન પાણીમાં
સમગ્ર અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અલગ-અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ઓઢવના મધુમાલતી આવાસમાં ભરાયા ઘૂંટણસમા પાણી અને મધુમાલતી આવાસનો આખો રસ્તો જળમગ્ન થયો છે, ગટરના પાણી પણ બેક મારતા પાણી ભરાયા છે, AMCનો કરોડોનો મોન્સૂન પ્લાન પાણીમાં વહી ગયો છે.
Jul 27, 2025 10:13 am
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હતા
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય આણંદ એ.સી.બી. પો.સ્ટે. ખાતે આવી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે તા.૨૬/૦૭/૨૦૨૫ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિત નં. (ર) એ પંચ – ૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ. ૩,૦૦,૦૦૦/- ની માંગણી કરી, સ્વીકારી તેમજ ટ્રેપ દરમ્યાન આક્ષેપિત નં. (ર) એ આક્ષેપિત નં. (૧) ને વોટસએપ કોલ કરી લાંચના નાણા મેળવ્યા અંગેની વાતચીત કરતા આક્ષેપિત નં. (૧) એ સંમતિ દર્શાવી આક્ષેપિત નં. (ર) સ્થળ પર પકડાઇ ગયેલ તથા આક્ષેપિત નં. (૧) ને શક વહેમ પડતા નાસી જઇ બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આક્ષેપિત નં. (૧) એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત.
Jul 27, 2025 10:13 am
ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલ હતો
આ કામે હકીકત એવી છે કે, ગઇ તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌમાંસ અંગેનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનામાં પકડાયેલ આરોપીની કોલ ડીટેઇલમાં આ કામના ફરીયાદીનો મોબાઇલ નંબર આવેલ હોય આ કામે ખંભાત સીટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગૌમાંસ અંગેના ગુનામાં ફરીયાદીને આરોપી તરીકે નહી બતાવવા તેમજ ફરીયાદી તથા તેમના પરીવારનો વરઘોડો નહી કાઢવા આ કામના આક્ષેપિત નં. (૧) એ આક્ષેપિત નં (ર) મારફતે પ્રથમ રૂ.૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતા ફરીયાદીએ રકઝક અને આજીજી કરતા બન્ને આક્ષેપિતોએ રૂ.૩,૦૦,૦૦૦/- આપવાનુ જણાવેલ.
Jul 27, 2025 10:12 am
Anand News : આણંદના ખંભાતમાં લાંચિયો PSI રૂપિયા 3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
આણંદના ખંભાતમાં લાંચિયો PSI રૂપિયા 3 લાખની લાંચ લેતા ઝડપાયો છે, ખંભાત ટાઉન પોલીસ મથકનો લાંચિયો PSI અને એક ખાનગી માણસ લાંચ લેતા ઝડપાઈ ગયો છે, ગૌમાંસના ગુનામાં આરોપી ન બતાવવા માગી હતી લાંચ, તો પહેલા પાંચ લાખની માગ કરી અને ત્યારબાદ 3 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા અને ACBએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપી પાડ્યો પીએસઆઈને .
Jul 27, 2025 09:55 am
અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ
ઈન્કમટેક્સ કચેરી પરિષરમાં પાણી ભરાયા, ઈન્કમટેક્સ કચેરીમાં ઘૂંટણસમા પાણી ભરાયા, પાણી ભરાતા લોકોને ભારે હાલાકી.
Jul 27, 2025 09:24 am
ભરૂચના હાંસોટમાં કીમ નદી બે કાંઠે
મન સાહોલ ગામે કીમ નદી બે કાંઠે, ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક, નદીના પટમાં સ્મશાનનો શેડ પાણીમાં ગરકાવ, નદીના આસપાસના વિસ્તારમાં પાણી ઘૂસ્યા.
Jul 27, 2025 09:07 am
યશસ્વી કાર્યકાળ બદલ વડાપ્રધાનને શુભકામના પાઠવી હતી
આજે કારગીલ વિજય દિવસે મુખ્યમંત્રીશ્રીએ કારગીલ યુદ્ધમાં વિજયના પરાક્રમી નાયકો, શહીદ વીર સૈનિકોનું સ્મરણ કરી અંજલિ અર્પણ કરી હતી. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સેનાનું મનોબળ વધારી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે વિકાસની રાજનીતિથી વિકસિત ભારતના નિર્માણ માટે દિનરાત કાર્યરત છે, ત્યારે દેશના વડાપ્રધાન તરીકે ૪૦૭૯ દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી રાષ્ટ્ર સેવાથી સાચા જનસેવકની પ્રતીતિ કરાવી છે એમ જણાવી યશસ્વી કાર્યકાળ બદલ વડાપ્રધાનને શુભકામના પાઠવી હતી.
Jul 27, 2025 09:07 am
રાજ્યના શહેરો ગ્રીન ગ્રોથ અનૂકૂળ બને એવું રાજ્ય સરકારનું વિઝન હોવાનું કહ્યું હતું
૧૦૮ કિમીના બી.આર.ટી.એસ રૂટ સાથે ૪૫૦ ઈ-બસોનું સંચાલન કરી સુરત ગ્રીન મોબિલિટીના ક્ષેત્રમાં દેશભરનું પ્રથમ ક્રમનું શહેર બન્યું છે એનો ઉલ્લેખ કરી તેમણે સુરત મનપા અને અધિકારીઓને બિરદાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૫માં રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પહેલીવાર શહેરી વિકાસ વર્ષ ઉજવવાની શરૂઆત કરી હતી. જેનાથી ગુજરાતના શહેરીકરણને નવી દિશા મળી છે. સરકારે રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના બનાવવા માટે વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી ‘શહેરીકરણ સમસ્યા નહીં, પણ અવસર’ એવા મંત્ર સાથે નગરો-મહાનગરો અને ગામો ગ્રીન, ક્લીન અને સ્વચ્છ બનાવવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના શહેરો ગ્રીન ગ્રોથ અનૂકૂળ બને એવું રાજ્ય સરકારનું વિઝન હોવાનું કહ્યું હતું.
Jul 27, 2025 09:07 am
વિકસિત ગુજરાત@૨૦૪૭
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે. આ સંકલ્પપૂર્તિ માટે ગુજરાતે 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’નો રોડમેપ બનાવ્યો છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન અમલી છે, ત્યારે વડાપ્રધાનના વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો હોવાનું ઉમેર્યું હતું.
Jul 27, 2025 09:06 am
જળ-પર્યાવરણ-ઊર્જા સંરક્ષણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું
'સ્વચ્છ સર્વેક્ષણ- ૨૦૨૪' અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સર્વોચ્ચ અંકો મેળવવા સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને તેમજ સુરતવાસીઓને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા. સ્વચ્છતા અને વિકાસમાં શિરમોર સ્થાન મેળવી સુરત શહેરે ‘સુરત સોનાની મૂરત’ની ઉક્તિ સાર્થક કરી હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરોની સુપર સ્વચ્છ લીગમાં સ્થાન મેળવી કાયમી સ્વચ્છ શહેરની સિદ્ધિ બદલ સુરતની સ્વચ્છતા ટીમ અને કર્મચારીઓના પુરૂષાર્થ-પરિશ્રમને બિરદાવતા પાઠવતા જણાવ્યું કે, ‘સ્વચ્છ સુરત’ માટે પાયાના પથ્થર સમાન સૌ સ્વચ્છતાકર્મીઓ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યા છે. ખાસ કરીને સ્વચ્છતાને સ્વભાવમાં વણી લઈ સુરતની સ્વચ્છતાને જાળવી રાખવા કર્તવ્યનિષ્ઠ બનવા ભારપૂર્વક અનુરોધ કરી જળ-પર્યાવરણ-ઊર્જા સંરક્ષણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.
Jul 27, 2025 09:06 am
ગુજરાતના નિર્માણમાં સુરત અગ્રિમ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
છેલ્લા બે દાયકાની સુરતની અવિરત વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની વણઝારથી સુરતની કાયપલટ થઈ છે, સુરતવાસીઓની સુખાકારી, ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે. સાથોસાથ સુરતે સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં નવી ઓળખ ઉભી કરી છે. આજના કરોડોના વિકાસકામો સુરતવાસીઓને વિકાસમાં માર્ગે લઈ જવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે આ વિકાસકાર્યો અને ભવિષ્યલક્ષી આયોજનને સુરત ઇકોનોમિક રિજીયનમાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક ક્ષેત્રે મોટું પરિવર્તન લાવનારા ગણાવી વિકસિત ગુજરાતના નિર્માણમાં સુરત અગ્રિમ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Jul 27, 2025 09:06 am
સુરતીઓની સુખસુવિધા વધારતા કરોડોના વિકાસના કામો સુરતના "ઈઝ ઓફ લિવિંગ"માં વધારો કરશે
સુરત મનપાની ૧૮ સુમન શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ કાર્યરત થઈ છે, જે અંગે સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રીને AI બેઝ્ડ ઈનોવેટિવ એજ્યુકેશન અંગે માહિતગાર કર્યા હતા. સુરત મનપાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલની મુલાકાત લઈ મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, નાણા, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાજણ-પાલના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આયોજિત સમારોહમાં સુરતવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સુરત શહેર- જિલ્લામાં શ્રેણીબદ્ધ વિકાસ કામો થઈ રહ્યા છે. સુરતીઓની સુખસુવિધા વધારતા કરોડોના વિકાસના કામો સુરતના "ઈઝ ઓફ લિવિંગ"માં વધારો કરશે.
Jul 27, 2025 09:06 am
સુરતમાં રૂ.73 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.362.45 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત મનપા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકો માટે નવનિર્મિત ૧૪૯૪ પી.એમ.આવસોનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો. સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે સંવાદ કરી મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
Jul 27, 2025 08:47 am
રાજ્યમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક
ઉ.ગુજરાતમાં વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, પાણીની આવક થતા ધરોઈ ડેમ 80 ટકા ભરાયો છે, હાલ ધરોઈ ડેમની જળ સપાટી 618 ફૂટ પર પહોંચી છે, 622 ફૂટની સપાટીએ ધરોઈ ડેમ થાય છે ઓવરફ્લો, તો બીજી તરફ હાલ ડેમમાં 46 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. 800થી વધારે ગામડાઓ તેમજ 40 જેટલા શહેરો માટે પાણીની સમસ્યા દૂર થશે, ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Jul 27, 2025 08:47 am
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 181 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઈંચ વરસાદ, અરવલ્લીના મોડાસામાં 6.22 ઈંચ વરસાદ, તલોદમાં 5.31 ઈંચ, સિદ્ધપુરમાં 5.16 ઈંચ, કપરાડામાં 4.92 ઈંચ, દહેગામમાં 4.80 ઈંચ, કઠલાલમાં 4.17 ઈંચ, મહેસાણામાં 3.98 ઈંચ, ધરમપુરમાં 3.78 ઈંચ, પ્રાંતિજમાં 3.66 ઈંચ, કંડાણામાં 3.58 ઈંચ, ડીસામાં 3.58 ઈંચ, ધનસુરામાં 3.50 ઈંચ, સતલાસણામાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે.
Jul 27, 2025 08:47 am
મહેસાણાના ખેરાલુ પંથકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો, રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી
મહેસાણાના ખેરાલુ પંથકમાં ભારે વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે. ખેરાલુ પંથકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે અને રેલવે અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, ખેરાલુના પૂર્વ વિસ્તાર તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે, પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે, ઘણા વાહનો પાણીમાં બંધ પડી જવાની પણ સમસ્યા ઉભી થઈ છે.
Jul 27, 2025 08:34 am
માલપુર-ગોધરા સ્ટેટ હાઈવે પર ઢીંચણસમાં પાણી ભરાયા
માલપુર-ગોધરા સ્ટેટ હાઈવે પર ભારે વરસાદને કારણે ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને પગલે માલપુર બસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેથી મુસાફરોને મુશ્કેલી પડી હતી. હાઈવે અને બસ સ્ટેશન પર પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને કેટલાક વાહનો ફસાઈ ગયા છે.
Jul 27, 2025 08:33 am
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ સામે આવી છે, મોડાસા શહેરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે, ધનસુરા, બાયડ, માલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, મોડાસામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, ભારે વરસાદથી લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે, જિલાનીપાર્ક, અમન પાર્ક સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે.
Jul 27, 2025 08:33 am
Arvalli Rain News : અરવલ્લીના મોડાસામાં 6 ઈંચ વરસાદ ખાબકયો, લોકોના ઘરમાં ભરાયા પાણી
અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદ વરસ્યો છે, વરસાદ બાદ સોસાયટીઓમાંથી ઓસર્યા પાણી અને રાત્રીના સમયે સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, લોકોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે, રાત્રે 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે, તો મોડાસામાં જળબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું છે.
Jul 27, 2025 08:15 am
બનાસકાંઠામાં ઢીંચણસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં
બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, આબુથી અમદાવાદ અને અમદાવાદથી આબુ જતા લોકો ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાવાની સમસ્યાથી અકળાયા છે, હાઈવે પર ઢીંચણ સમા પાણી ભરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે, દર વરસાદમાં અમદાવાદ-બનાસકાંઠા હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે. વડગામના છાપી, ધરેવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સોસાયટીમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.
Jul 27, 2025 08:15 am
બનાસકાંઠામાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પાલનપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે જેના કારણે પાલનપુર-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા છે, ગઠામણ પાટિયા નજીક હાઇવે પર ભરાતા વાહનચાલકો હેરાન થયા છે અને હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, પાણી ભરાવાના કારણે હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ છે, વરસાદને લઈ હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
Jul 27, 2025 07:49 am
રાજયમાં 28 ડેમ સંપૂર્ણ ભરાયા
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૯.૧૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૪.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૦૨ ટકા અને પૂર્વ મધ્યમાં ૫૧.૬૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.
Jul 27, 2025 07:49 am
સૌરાષ્ટ્રમાં ૫૪.૦૨ ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ ૬૪ ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૯.૧૧ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૪.૦૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૪.૦૨ ટકા અને પૂર્વ મધ્યમાં ૫૧.૬૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
Jul 27, 2025 07:49 am
આ જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છ, રાજકોટ, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફ શોર ટ્રફ, મોનસૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે.
Jul 27, 2025 07:48 am
આ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, સુરેન્દ્રનગર, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
Jul 27, 2025 07:48 am
Weather News : રાજયમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજ્ય તરફ એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી છે, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે મહીસાગરમાં પણ અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Jul 27, 2025 07:33 am
રણુજા દર્શન કરીને આવતા શ્રદ્ધાળુઓનો અકસ્માત
બે કાર સામસામે અથડાતાં એકનું મોત, 7 ઘાયલ, રોંગ સાઇડમાં આવતી કારને નડ્યો અકસ્માત, દાંતા તાલુકાના શ્રદ્ધાળુઓ રણુજા દર્શને ગયા હતા, રાજસ્થાનના ભીનમાલ પાસે સર્જાયો અકસ્માત, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા.
Jul 27, 2025 07:33 am
અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલની ફરિયાદ
મહિલાએ વ્યાજખોર સામે નોંધાવી ફરિયાદ, 1.98 લાખ સામે 2.63 લાખ ચૂકવ્યા છતાં ત્રાસ, ચેક રિટર્ન કરાવી ત્રાસ આપ્યાની ફરિયાદ, પોલીસ મથકમાં સાહિલ પટેલ સામે ફરિયાદ.
Jul 27, 2025 07:32 am
અમરેલી બાબરા હાઇવે પર ટ્રિપલ અક્સ્માત
ટ્રક અને 2 કાર વચ્ચે સર્જાયો અક્સ્માત, અકસ્માતમાં 5 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ, અકસ્માતને પગલે અમરેલી-બાબરા માર્ગ બંધ.
Jul 27, 2025 07:31 am
તુર્કીના બુર્સામાં આવેલા જંગલમાં આગ
જંગલમાં લાગેલી આગ કાબૂમાં લેવા પ્રયાસ, ફાયરના 500થી વધુ કર્મીઓ લાગ્યા કામે, 150 વાહનો,13 પ્લેનથી પાણીનો છંટકાવ, આગના પગલે બુર્સા-અંકારા હાઇવે બંધ, રહેણાંક વિસ્તારમાંથી સ્થળાંતર યથાવત, આગ વિકરાળ થતા 1200 લોકોનું સ્થળાંતર.
Jul 27, 2025 07:31 am
ઇઝરાયેલી સેનાએ જહાજ પર કર્યો કબ્જો
ફ્રીડમ ફ્લોટિલાના હંડાલા જહાજ પર કબ્જો, જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બરની કરી અટકાયત, ઇઝરાયલી નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતા અટકાયત, ગાઝા પટ્ટી પરની નાકાબંધી તોડવાનો કરાયો પ્રયાસ, 71 લોકોને ગઇકાલે જ IDFએ મોતને ઘાટ ઉતાર્યા.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી