ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Surendranagar News: ખનન માફિયાઓ પર તવાઈ, થાનગઢના મોરથળામાં રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 ઓગસ્ટ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Aug 25, 2025 11:51 pm
સુરતમાં અપહરણ-હત્યા કેસનો આરોપી ઝડપાયો
Aug 25, 2025 11:39 pm
હંગામી બિનખેતી દાખલ થવા મુદે નિર્ણય
Aug 25, 2025 11:26 pm
ટ્રમ્પ અને કોરિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક
Aug 25, 2025 11:21 pm
રાજભવનમાં પીએમ મોદીની મહત્વની બેઠક
Aug 25, 2025 11:14 pm
Ahmedabad : એરપોર્ટ પરથી કંબોડિયાથી આવેલા મુસાફર પાસેથી 1.93 કરોડનું સોનું અને સિગારેટ ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત દાણચોરીની ઘટના સામે આવી છે. SVPI એરપોર્ટ પરથી સોનું અને સિગારેટની દાણચોરી ઝડપાઈ છે. એરપોર્ટના ટોયલેટમાંથી સોનાની પેસ્ટના 2 પાઉચ મળી આવ્યા છે. આ સોનાની પેસ્ટનું શુદ્ધિકરણ કરતા 1.93 કરોડનું સોનુ હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ કંબોડિયાથી આવેલા મુસાફર પાસેથી સિગારેટ મળી આવી છે. બેગમાં રાખવામાં આવેલી 52,400 સિગારેટ સ્ટીક મળી આવતા કસ્ટમ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
Aug 25, 2025 11:08 pm
સુરેન્દ્રનગરના લીંબડીમાં જૂથ અથડામણ
Aug 25, 2025 10:53 pm
સુરેન્દ્રનગરના ચુડામાં હેડ કોન્સ્ટેબલનો આપઘાત
Aug 25, 2025 10:48 pm
અમદાવાદના વિશાલા બ્રિજ પાસે કેટલાક ફસાયા
Aug 25, 2025 10:39 pm
કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પહેલો દિવસ
Aug 25, 2025 10:28 pm
મામલતદારને લેખિતમાં જાણ કરાઈ
આ કિસ્સાએ ધ્રોલ તાલુકા મામલતદાર કચેરીની પારદર્શિતા પર મોટો પ્રશ્નચિહ્ન મુકાયો છે. મામલતદારના દંડ ઓર્ડરમાં થયેલા આ ઘાલમેલને લઈને હવે પ્રજા વચ્ચે ભારે અસંતોષ ફેલાયો છે. જાગૃત નાગરિક રાજેશભાઈ પરમારે આ મામલો ઉજાગર કર્યો છે. તેમણે મામલતદારને લેખિતમાં જાણ કરી છે અને આક્ષેપ કર્યો છે કે ધ્રોલ મામલતદાર કચેરીમાં અગાઉ પણ આવા અનેક હુકમોમાં ગોટાળા થયેલા છે. જો આ અંગે વધુ તપાસ હાથ ધરાશે તો કચેરીની અંદર દબાણ કેસમાં સંકળાયેલા 'ઓર્ડર ગોટાળા'ના અનેક ભેદ બહાર આવવાની શક્યતા છે.
Aug 25, 2025 10:16 pm
મામલતદાર કચેરીમાંથી બે જુદા-જુદા ઓર્ડર કેમ?
આટલો મોટો દંડ આવતા માલધારીના પરિવારમાં ચિંતા પ્રસરી છે. પરંતુ બાદમાં RTIમાં માગેલી માહિતીના ચુકાદાની ખરી નકલ બહાર આવતા આશ્ચર્યજનક ગોટાળો સામે આવ્યો છે. RTI મુજબ વરવાભાઈએ માત્ર 2 વર્ષથી જ ખરાબાનો ગેરકાયદે ઉપયોગ કર્યો છે અને તેના બદલામાં તેમને રૂપિયા 83,000નો દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે અહીં અનેક સવાલ ઉભા થયા છે કે એક જ કેસમાં મામલતદાર કચેરીમાંથી બે જુદા-જુદા ઓર્ડર કેમ?. દબાણ કરનારને વધારે રકમનો ઓર્ડર મોકલીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કોણે કર્યો? ઓફિસની ફાઈલમાં ઓછી રકમનો અસલ ઓર્ડર રાખી બહાર અલગ ઓર્ડર મોકલાવવાનો ગોટાળો શા માટે થયો?
Aug 25, 2025 10:08 pm
Jamnagar : ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણના કેસને લઈને મામલતદાર કચેરી વિવાદમાં આવી, દંડના બે જુદા-જુદા ઓર્ડરને લઈ અનેક સવાલો
ધ્રોલમાં સરકારી ખરાબાની જમીન પર દબાણ કરવાના કેસમાં મામલતદાર કચેરી વિવાદોના વંટોળે ચડી છે. ધ્રોલ-જોડિયા રોડ પર ચામુંડા પ્લોટ પાસે આવેલા ખરાબામાં માલધારી વરવાભાઈ પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવે છે. પરંતુ માલધારી વરવાભાઈ માંડાભાઈ ગોલતરને 20 વર્ષથી 12 વિઘા સરકારી ખરાબા જમીનમાં અનધિકૃત કબજો કરવા બદલ ધ્રોલ મામલતદાર દ્વારા 8,33,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Aug 25, 2025 09:58 pm
નરોડા દાસ્તાન સર્કલ નજીક ભારે વાહનની ટક્કરે ટુ વ્હીલર ચાલક 2 મહિલાઓના મોત
અમદાવાદના નરોડા પાસે આવેલા દાસ્તાન સર્કલ નજીક અકસ્માત સર્જાયો છે. ભારે વાહનની ટક્કરે ટુ વ્હીલર ચાલક 2 મહિલાઓના મોત થયા છે. જેમાંથી એક મહિલા પોલીસ કર્મચારી છે.
Aug 25, 2025 09:46 pm
ભાવનગરના બુધેલ ગામે મારામારી
Aug 25, 2025 09:34 pm
રાજકોટમાં ફરી એકવાર સીટી બસનો અકસ્માત
Aug 25, 2025 09:21 pm
સુરતના કોસાડ આવાસમાંથી ડ્રગ ઝડપાયુ
Aug 25, 2025 09:08 pm
આરોપીએ આખા પરિવારની ધરપકડ કરાવવાની ધમકી આપી
વધુમાં ACPએ કહ્યું કે ફરિયાદી દિનેશભાઈએ લોકરમાં રાખેલા પોતાના ઘરેણા પણ ગીરવે મૂકી રકમ જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપી છે. ડીજિટલ એરેસ્ટ કરનાર શખ્સે કહ્યું હતું કે કોઈને જાણ કરશો તો આખા પરિવારની ધરપકડ થશે. તેથી ગભરાઈ જઈને તેમને અગાઉ પોલીસને જાણ કરી નહતી. જો કે 88.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ આરોપીનો સંપર્ક ન થતાં ફરિયાદીને ફ્રોડ થયાનું જણાયું હતું અને ત્યારબાદ તેમને પોલીસને ફરિયાદ કરી હતી.
Aug 25, 2025 08:59 pm
સાયબર ક્રાઈમ પોલીસે 3 લોકોને દબોચ્યા
તમને જણાવી દઈએ કે સાયબર ક્રાઈમ પોલીસે બ્રિજેશ પટેલ, મોહસીન અને શોએબ નામના શખ્સોની અટકાયત કરી છે. આ અંગે સાયબર ક્રાઈમના એસીપી ચિંતન પટેલે જણાવ્યું કે CBIના નામે આરોપીઓએ ફરિયાદી દિનેશ દેલવાડીયાને 8 જુલાઈના રોજ વોટસએપ પર કોલ કર્યો હતો. બેન્ક ચિટિંગના 10 ટકા રકમ તમારા ખાતામાં જમા થયાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેસમાં 12 રાજ્યના 8 અલગ અલગ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાવનગરના બ્રિજેશ પટેલના એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ નાખવામાં આવ્યા, જેનું તેને કમિશન પણ ચુકવવામાં આવ્યું છે.
Aug 25, 2025 08:48 pm
Rajkot : કોર્ટના નિવૃત કલાર્ક સાથે લાખોની છેતરપિંડી કરનારા 3 લોકો ઝડપાયા
રાજ્યમાં છેતરપિંડીની કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને હાલમાં ડિજિટલ પેમેન્ટના ઓપ્શનમાં વધારો થયા બાદ છેતરપિંડીના કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે રાજકોટમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. કોર્ટના નિવૃત કર્લાકને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 88.50 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યો છે. રાજકોટના દિનેશ દેલવાડીયા ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા છે.
Aug 25, 2025 08:39 pm
PM નરેન્દ્ર મોદી ગાંધીનગર રાજભવન પહોંચ્યા
Aug 25, 2025 08:26 pm
અમદાવાદના વેજલપુરમાં જૈન મંદિરમાં ચોરી
Aug 25, 2025 08:02 pm
DJના વાહન પરથી પટકાતા યુવાનનું મોત
Aug 25, 2025 07:43 pm
ભરૂચના જંબુસરમાં સમસ્યાઓની વણઝાર
Aug 25, 2025 07:26 pm
અમદાવાદ શહેર અને સપના અને સંકલ્પોનું શહેર બન્યું
અમદાવાદ શહેર અને સપના અને સંકલ્પોનું શહેર બન્યું છે. એક સમયે લોકો અમદાવાદને ખાડાવાદ કહીને મજાક ઉડાવતા હતાં. મને ખુશી છે કે આજે સ્વચ્છતાના નામે અમદાવાદ દેશમાં નામ બનાવે છે. સ્વચ્છતા અભિયાન પેઢી દર પેઢી અને રોજે રોજ કરવાનું કામ છે. સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ તો જ ધાર્યું પરિણામ મેળવી શકીએ. સાબરમતી નદીના કેવા હાલ હતાં. ત્યાં બાળકો ક્રિકેટ રમતા હતાં. અમદાવાદના લોકોએ સંકલ્પ લીધો અને સ્થિતિને બદલીશું આજે સાબરમતી રિવરફ્રન્ટ શહેરનો પ્રભાવ વધારે છે. આજે તે હરવા ફરવાનું સ્થળ બની ગયું છે. અમદાવાદ આજે ટુરિઝમનું એક કેન્દ્ર બની ગયું છે.
Aug 25, 2025 07:23 pm
દેશવાસીઓને મેડ ઈન ઈન્ડિયા બનેલી વસ્તુ ખરીદવા માટે વડાપ્રધાને કર્યુ આહ્વાન
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને અપીલ કરી કે હવે તમે કોઈને પણ ભેટ આપો તે મેડ ઈન ઈન્ડિયા હોય તેવું આપવા માટે આગ્રહ કર્યો છે. વિદેશી માલ ના ખરીદવા માટે કહ્યું છે.
Aug 25, 2025 07:21 pm
ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે પણ અગ્રેસર છે
ગુજરાત હવે ટુરિઝમ ક્ષેત્ર પણ અગ્રેસર બન્યું છે. રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી- નર્મદા, કચ્છ રણોત્સવ, દ્વારકા, પાવાગઢ જેવા સ્થળો એ ટુરિઝમ વધ્યું છે. અમદાવાદ કોલ્ડ પ્લે કોન્સર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Aug 25, 2025 07:17 pm
આજે ગુજરાતમાંથી ડાયમંડ વિદેશમાં નિકાસ થાય છે: PM
વડાપ્રધાન મોદીએ મુંબઈમાંથી ગુજરાતને અલગ કરવાનું આંદોલન ચાલતુ હતું મહાગુજરાત આંદોલન, ત્યારે અનેક લોકો આપણને કહેતા કે તમે ગુજરાતને અલગ કરીને શું કરશો તમારી પાસે છે શું. રાજ્યમાં ઉદ્યોગ અને ખેતી સહિત નદી કશું જ ના હોય તો શું કરશો. લોકો આપણી મજાક ઉડાવતા હતાં. પરંતુ ગુજરાતને માથે જ્યારે જવાબદારી આવી ત્યારે રાજ્યના લોકોએ પાછીપાની કરી નહીં અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને જવાબ મળ્યો છે. આજે ગુજરાતમાંથી ડાયમંડ વિદેશમાં નિકાસ થાય છે.આજે ગુજરાતમાં બનેલા મેટ્રો ના કોચ બીજા દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યાં છે. દેશમા વિમાનના અલગ અલગ પાર્ટ બનાવવા અને તેમના એક્સપોર્ટનું કામ પહેલાથી ચાલુ હતું. ગુજરાતમાં વિમાન બને એટલે આનંદ થાય કે ના થાય. ગુજરાત હવે સેમિકંડક્ટર સેક્ટરમાં મોટું નામ કરવા જઈ રહ્યું છે. આ સાથે જ હાંસલપુરમાં ઈવી વ્હીકલ બનાવવામાં આવશે. ત્યારે વડોદરામાં પ્લેન પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
Aug 25, 2025 07:16 pm
ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રોકેમિકલનું હબ બની રહ્યું છે
હું એરપોર્ટથી આવતો હતો ત્યારે રોડ શો તો ભવ્ય હતો. મારી નજર ફરતી હતી ચારે બાજુ જેમાં મેં જોયું મોટા ભાગના ઘરોના ધાબામાં રૂફટોપ સોલાર પાવરના પ્લાન્ટ દેખાતા હતાં. ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રોકેમિકલનું હબ બની રહ્યું છે. જે આપણો પ્લાસ્ટિક ઉદ્યોગ છે, સિન્થેટિક ફાયબર છે, દવાઓ છે તેનો સૌથી મોટો આધાર પેટ્રો કેમિકલ સેક્ટર જ છે. ગુજરાતમાં જૂના ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં ભૂંગળા બંધ થયા પણ ઠેર ઠેર વિકાસના વાવટા ફરકાવ્યા છે. આ તમામા પ્રયાસો આત્મનિર્ભર ભારતને મજબૂત કરે છે. ગુજરાતમાં રોડ અને રેલ સાથે જોડાયેલા પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરાયો છે. હવે રોડ નેટવર્ક ડેવલોપ થવાથી ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે. નવા અંડરપાસ અને રેલવે ઓવરબ્રિજ અને મેટ્રો રેલનો પણ વિસ્તાર થઈ રહ્યો છે.
Aug 25, 2025 07:15 pm
અમારી સરકાર GST રિફોર્મની તૈયારી કરી રહી છે: PM
વડાપ્રધાન મોદીએ સભામાં કહ્યું કે હવે તૈયારીઓ કરી લો અમારી સરકાર GST રિફોર્મની તૈયારીઓ કરી રહી છે. જેનાથી વેપારીઓ અને મધ્યમવર્ગને મોટી રાહત મળશે.
Aug 25, 2025 07:13 pm
જેને કોઈ નહતું પૂછતું તેને મોદી પૂજે છે: PM
આ નવરાત્રિ અને દિવાળીએ ગરીબોને નવા ઘર મળશે અને તેમના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળશે.
Aug 25, 2025 07:09 pm
મુંબઈમાંથી ગુજરાતને અલગ કરવાનું આંદોલન ચાલતુ હતું
વડાપ્રધાન મોદીએ મુંબઈમાંથી ગુજરાતને અલગ કરવાનું આંદોલન ચાલતુ હતું મહાગુજરાત આંદોલન, ત્યારે અનેક લોકો આપણને કહેતા કે તમે ગુજરાતને અલગ કરીને શું કરશો તમારી પાસે છે શું. રાજ્યમાં ઉદ્યોગ અને ખેતી સહિત નદી કશું જ ના હોય તો શું કરશો. લોકો આપણી મજાક ઉડાવતા હતાં. પરંતુ ગુજરાતને માથે જ્યારે જવાબદારી આવી ત્યારે રાજ્યના લોકોએ પાછીપાની કરી નહીં અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને જવાબ મળ્યો છે.આજે ગુજરાતમાંથી ડાયમંડ વિદેશમાં નિકાસ થાય છે.આજે ગુજરાતમાં બનેલા મેટ્રો ના કોચ બીજા દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યાં છે. દેશમા વિમાનના અલગ અલગ પાર્ટ બનાવવા અને તેમના એક્સપોર્ટનું કામ પહેલાથી ચાલુ હતું. ગુજરાતમાં વિમાન બને એટલે આનંદ થાય કે ના થાય. ગુજરાત હવે સેમિકંડક્ટર સેક્ટરમાં મોટું નામ કરવા જઈ રહ્યું છે. આ સાથે જ હાંસલપુરમાં ઈવી વ્હીકલ બનાવવામાં આવશે. ત્યારે વડોદરામાં પ્લેન પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
Aug 25, 2025 07:03 pm
ગુજરાત હવે સેમિકંડક્ટર સેક્ટરમાં મોટું નામ કરવા જઈ રહ્યું છે: PM
ગુજરાત હવે સેમિકંડક્ટર સેક્ટરમાં મોટું નામ કરવા જઈ રહ્યું છે. આ સાથે જ હાંસલપુરમાં ઈવી વ્હીકલ બનાવવામાં આવશે. ત્યારે વડોદરામાં પ્લેન પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.
Aug 25, 2025 07:01 pm
મોટી મોટી કંપનીઓ અમદાવાદમાં ફેક્ટરીઓ નાખી રહી છે : PM
અમદાવાદમાં વિકાસ વધ્યો છે. મોટી મોટી કંપનીઓ અલગ અલગ સ્પેર પાર્ટસનું ઉત્પાદન કરી રહી છે. ધીમે ધીમે મેન્યુફેક્ચરિંગ હબ અમદાવાદ બની રહ્યું છે.
Aug 25, 2025 06:58 pm
અમદાવાદ સૌથી સુરક્ષિત શહેર: PM
અમદાવાદમાં અગાઉ કર્ફ્યુ પડતા હતા પણ હવે અમદાવાદ સૌથી સુરક્ષિત શહેર છે. શહેરમાં મોટી મોટી ફેક્ટરીઓ છે.
Aug 25, 2025 06:57 pm
મોદી માટે દેશના નાગરિકોનું હિત સૌથી સર્વોપરી છે: PM
વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોદી માટે દેશના નાગરિકોનું હિત સૌથી સર્વોપરી છે. મારી સરકાર લઘુ ઉદ્યમીઓનું અહિત નહીં થવા દે.
Aug 25, 2025 06:55 pm
પશુપાલનમાં ગુજરાતમાં બહેનોનું સૌથી મોટું યોગદાન છે : PM
પશુપાલનમાં ગુજરાતમાં બહેનોનું સૌથી મોટું યોગદાન છે. મહિલાઓએ પશુપાલન કરીને ડેરી ઉદ્યોગને નંબર વન બનાવ્યો છે. ખેડૂતોનો મોટો ફાળો રહ્યો છે.
Aug 25, 2025 06:52 pm
વડાપ્રધાને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે 60-70 વર્ષ દેશ પર રાજ કરનારી કોંગ્રેસ પાર્ટીએ ભારતને આત્મનિર્ભર બનાવ્યું નહીં અને અન્ય દેશ પર વસ્તુઓ માટે આધાર રાખ્યો.
Aug 25, 2025 06:50 pm
22 મિનિટમાં આતંકીઓને સફાચટ કરી નાખ્યા: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે આપણી સેનાએ માત્ર 22 મિનિટમાં પાકિસ્તાનમાં આતંકીઓ પર હુમલો કરીને સફાયો કરી દીધો.
Aug 25, 2025 06:48 pm
વડાપ્રધાન મોદીએ અમદાવાદના જુના દિવસો કર્યા યાદ
નિકોલમાં સભાને સંબોધનને કરતા વડાપ્રધાન મોદીએ અમદાવાદના જુના દિવસો યાદ કર્યા અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે અમદાવાદ પહેલા અનેક હુલ્લડો થયા અને કેન્દ્ર સરકાર બેઠાબેઠા જોતી હતી.
Aug 25, 2025 06:47 pm
ગુજરાતની આ ધરતી 2 મોહનની ધરતી છે : PM
ગુજરાતની આ ધરતી 2 મોહનની ધરતી છે. એક સુદર્શન ચક્ર ધારી મોહન એટલે કે દ્વારકાધીશ અને બીજા ચરખાંધારી મોહન એટલે કે સાબરમતીના સંત, ગાંધીજીએ બતાવેલા રસ્તા પર ભારત સશક્ત બની રહ્યું છે. કૃષ્ણ ભગવાન દેશની અને મહિલાની રક્ષા કેવી રીતે કરવી તે બતાવે છે.
Aug 25, 2025 06:43 pm
ગુજરાતના અનેક વિકાસકાર્યોના આજે કરાયા શ્રીગણેશ : વડાપ્રધાન મોદી
હાલમાં દેશભરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતની કેટલીક પરિયોજનાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. આ મારૂ સૌભાગ્ય છે કે આજે મને વિકાસના ઘણા પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરવાની તક મળી છે.
Aug 25, 2025 06:38 pm
PM મોદીએ કુલ 5,477 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ
Aug 25, 2025 06:30 pm
નિકોલ જનસભામાં CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
Aug 25, 2025 06:18 pm
સાંજે 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
Aug 25, 2025 06:05 pm
વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યુ
વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચી ગયા છે અને એરપોર્ટથી નિકોલના સભા સ્થળ સુધીનો વડાપ્રધાને રોડ-શો યોજ્યો છે. જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર છે. વડાપ્રધાન મોદીએ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યુ છે.
Aug 25, 2025 05:54 pm
રોડ-શોમાં લોકોની ભારે ભીડ
વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી છે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો શરૂ થયો છે.
Aug 25, 2025 05:51 pm
PM મોદી અમદાવાદ એરપોર્ટથી રવાના
Aug 25, 2025 05:41 pm
અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં પ્રોજેક્ટનું લોકાર્પણ
વડાપ્રધાન મોદી અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અંતર્ગત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4.25 લાખ ગ્રાહકોને લાભ થશે. આ ઉપરાંત, તેઓ 96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે.
Aug 25, 2025 05:40 pm
રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના ફોટા લાગ્યા
Aug 25, 2025 05:29 pm
વડાપ્રધાન મોદી પહોંચ્યા અમદાવાદ, PMને આવકારવા જનમેદની ઉમટી
વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનને આવકારવા લોકોની ભીડ જામી છે. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી છે.
Aug 25, 2025 05:24 pm
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઇએલર્ટ
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે હાઇએલર્ટ અપાયુ છે. ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ સેવાઈ રહી છે. માછીમારોને દરિયો ખેડવાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના દરિયા કાંઠે એલર્ટ અપાયું છે. લોકોને દરિયાની નજીક નહીં જવા અપીલ કરાઈ છે.
Aug 25, 2025 04:54 pm
ધરોઇ ડેમના 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા
ધરોઇ ડેમના 8 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડાયું છે. સાબરમતી નદીમાંથી 1 લાખ 7 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
Aug 25, 2025 04:41 pm
PM મોદી થોડીવારમાં અમદાવાદ પહોંચશે
વડાપ્રધાન મોદી થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ પહોંચશે. વડાપ્રધાનને આવકારવા જનમેદની ઉમટી પડી છે. નરોડા અને નિકોલ રોડ પર લોકો ઉમટ્યાં છે. સ્વદેશી અપનાવીશ લખેલા પોસ્ટર સાથે લોકો ઉપસ્થિત રહ્યા છે
Aug 25, 2025 04:37 pm
ભાવનગરમાં એક વિદ્યાર્થીએ બીજાને છરી બતાવી
ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન એક વિદ્યાર્થીને છરી બતાવી હતી. આ ઘટના બાદ વિદ્યાર્થીના પિતા ઘોઘારોડ પોલીસ મથકે પહોંચ્યા હતાં. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે છરી બતાવનાર વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા. પોલીસ મથકમાં વિદ્યાર્થીની પુછપરછ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે શાળાના આચાર્ય અને શિક્ષકો પણ ઘોઘારોડ પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતાં. છરી બતાવનાર વિદ્યાર્થીને પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની પુછપરછ હાથ ધરાઈ હતી.
Aug 25, 2025 04:22 pm
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોષ ફેલાયો
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ રોષ ફેલાયો છે. ગોધરામા વિવિધ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીના હત્યારાને સજા થાય અને શાળા સામે પણ પગલાં લેવાય તેવી લોકોએ માગ કરી છે.
Aug 25, 2025 03:52 pm
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ DEO એક્શનમાં
DEOએ વાલીઓની સમસ્યાના નિવારણ માટે ટીમ બનાવી, કાલથી ચાર કર્મચારીઓની ટીમ સ્કૂલ ખાતે ઉપસ્થિત રહેશે, ચાર કર્મચારીઓની ટીમ વાલીઓના પ્રશ્નોનું નિરાકરણ કરશે, DEOએ મણિનગર આસપાસની શાળાઓને આપી સૂચના, સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓને એડમિશન આપવા સૂચના, LC ન હોવાથી પ્રોવિઝનલ એડમિશન આપવા સૂચના, એડમિશનમાં કોઇ સમસ્યા હશે તો DEO ટીમ મદદ કરશે.
Aug 25, 2025 03:50 pm
સુરતમાં ફિલ્મી ઢબે પરણિતાનું અપહરણ
સચિન GIDC વિસ્તારમાંથી પરણિતાનું અપહરણ, પૂર્વ પતિ રાકેશ કિરાડ દ્વારા અપહરણ કરાયું, અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસે અપહરણકારના ચુંગાલમાંથી મહિલાને છોડાવી, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Aug 25, 2025 03:46 pm
વડોદરના શિનોરમાં ગાંજાનું ખેતર ઝડપાયું
મીંઢોડામાંથી SOG ટીમે રમણ પાટણવાડીને ઝડપ્યો, આરોપીએ પોતાના ઘરની પાછળ જ ખેતી શરુ કરી, છેલ્લા એક વર્ષથી ગાંજો ઉગાડતો હોવાનું અનુમાન, પોલીસે 26 કિલો ગાંજો ઝડપી પાડ્યો, એકની ધરપકડ, એક આરોપી વોન્ટેડ જાહેર.
Aug 25, 2025 03:35 pm
રાજકોટના ગોંડલમાં 50 ફૂટ ઊંચો ફૂવારો ઉડ્યો
નર્મદાની પાઇપલાઇન તૂટતા ફૂવારો ઉડ્યો, ભાદર ડેમ જતી મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયુ, ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ.
Aug 25, 2025 03:27 pm
અમદાવાદમાં PMના રોડ શોને લઇ ઉત્સાહ
નિકોલમાં રોડ શોને લઇને લોકોમાં ભારે ઉત્સાહ, મહિલાઓ સિંદૂર સાથે કરશે PM મોદીનું સ્વાગત, વિદ્યાર્થીની દ્વારા તૈયાર કરાયું પોસ્ટર.
Aug 25, 2025 03:22 pm
સરથાણા પોલીસે ચોરી કરનારની તપાસ શરૂ કરી
સુરતના સરથાણાના યોગીચોક વિસ્તારમાં બુલેટની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, માત્ર પાંચ સેકન્ડમાં જ પગથી લોક તોડીને બુલેટ ચોરી કરીને ફરાર થયો છે, બુલેટ ચોર ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેકી રહ્યા છે અને ઉપરાંત બુલેટ માલિકને અજાણ્યા વ્યક્તિનો ફોન પણ આવ્યો હતો અને કહી રહ્યો હતો કે, તમારી બુલેટ છે મને ખબર અને તમારે પાછી જોઈતો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહીને 25 હજાર રૂપિયા પડાવ્યા હતા, હાલ સમગ્ર મામલે સરથાણા પોલીસે ચોરી કરનાર ઇસમની તપાસ શરૂ કરી છે.
Aug 25, 2025 03:22 pm
Suratના સરથાણામાં 2 બુલેટની ચોરી
સુરતના સરથાણામાં 2 બુલેટની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે, જેમા 5 સેકન્ડમાં પગથી લોક તોડીને બુલેટ ચોરી કરવામાં આવી છે, બુલેટ ચોર્યાની 25 મિનિટમાં અન્ય બુલેટની પણ ચોરી કરવામાં આવી છે, બન્ને બુલેટ ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા અને બુલેટ માલિકને અજાણ્યા નંબરથી ફોન આવ્યો અને ઓનલાઇન રૂ.2500 પણ પડાવવામાં આવ્યા હતા.
Aug 25, 2025 03:21 pm
ખેડામાં સાબરમતી નદી બે કાંઠે વહી
ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે, નાની કલોલી, પથાપુરાના ખેતરોમાં પાણી ફરી વળ્યા, રસિકપુરા ગામોના ખેતરોમાં ફરી વળ્યા પાણી, પાણી છોડાતા ખેડા તાલુકાના 12 ગામોને અસર.
Aug 25, 2025 03:08 pm
ગુજરાતમાં હવે એન્ટી નાર્કોટિક્સ યુનિટ બનાવાશે
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે, ઝોન વાઈઝ ANTF યુનિટ બનાવવાનો નિર્ણય, ડ્રગ્સ સામેની લડાઈમાં વધુ એક મજબૂત પગલું, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ઝોન વાઈઝ બનાવશે, NDPSની કાર્યવાહી માટે ઝોન વાઈઝ ANTF યુનિટ, ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ, પેડલર્સ સામે કાર્યવાહી થશે, આરોપીઓને કડક સજા આપવાની પ્રક્રિયા વધુ સરળ થશે.
Aug 25, 2025 03:01 pm
જામનગરમાં ભૂકંપનો આંચકો
3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લાલપુરમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ.
Aug 25, 2025 02:58 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
02 - Trump Tarrif : ભારત બાદ બ્રિટેન, જર્મની, ફ્રાન્સ અને ઇટલીએ પણ યુએસ માટે પોસ્ટ સેવા રોકી...
03 - Kheda : સાબરમતી નદીના પાણી ખેડાના ગામોમાં ઘૂસ્યા, કલોલી ગામમાં સંપર્ક વિહોણું બન્યું
06 - US: માણસમાં મળ્યો ખતરનાક સ્ક્રુવોર્મ વાયરસ, મેરીલેન્ડથી સામે આવ્યો પહેલો કેસ
07 - પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બનશે માતા-પિતા, અભિનેત્રીએ લગ્નના બે વર્ષ બાદ આપ્યા ગુડ ન્યૂઝ
08 - Surendranagar News : આવતીકાલથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો શુભારંભ થશે
Aug 25, 2025 02:55 pm
સાબરકાંઠામાં હરણાવ ડેમમાંથી પાણી છોડાયું
પોળો ફોરેસ્ટ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યાં છે, પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ માર્ગ પર અવર જવરમાં મુશ્કેલી ઉભી થઈ છે, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદી માહોલ જામ્યો છે, વણજ ડેમ, નદીઓ અને નાળાઓમાં પાણીની આવક થઈ છે, મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
Aug 25, 2025 02:55 pm
સાબરકાંઠામાં વિજયનગર-ભિલોડા મુખ્ય માર્ગ બંધ
સાબરકાંઠામાં વિજયનગર-ભિલોડા મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે, ભારે વરસાદથી કોડિયાવાળા ગામમાં પાણી ફરી વળ્યા છે, કોડિયાવાડા-વિજયનગરને જોડતા રોડ પર 3 ફૂટ પાણી ભરાયા છે, પાણી ફરી વળતા અનેક વાહનો બંધ થતા હાલાકી પડી રહી છે.
Aug 25, 2025 02:53 pm
સાબરકાંઠામાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું
સાબરકાંઠામાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે, ખેડબ્રહ્માના દેરોલ નજીક ફસાયેલા 17 લોકોનું રેસ્કયું કરવામાં આવ્યું છે, દેરોલ નજીકથી 5 બાળકો સહિત 17નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, આ તમામ લોકો નદી વચ્ચે ખેતરમાં ફસાયા હતા અને પાણીનું સ્તર વધતા મકાન પર લીધો હતો આશરો, વિજયનગર તાલુકામાં ફસાયેલા 8 લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ભારે વરસાદથી 25 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે સાથે સાથે નદી આસપાસના વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના છે.
Aug 25, 2025 02:52 pm
સાબરકાંઠાનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ, 10 વર્ષ બાદ ભયજનક સપાટી પર સાબરમતી નદી
સાબરકાંઠામાં આવેલું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થયું છે, મંદિર પાણીમાં ગરકાવ થતા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે, ધરોઇ ડેમમાંથી 85 હજાર ક્યુસેક પાણી છોડાતા મંદિર પાણીમાં ગરકાવ થયું છે, 10 વર્ષ બાદ ભયજનક સપાટી પર સાબરમતી નદી વહી રહી હોવાની વાત સામે આવી છે, સાબરમતી નદી બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ધરોઇ ડેમના આઠ દરવાજા ખોલી પાણી છોડાઈ રહ્યું છે.
Aug 25, 2025 02:28 pm
વલસાડ જિલ્લામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકયો
વલસાડ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ, ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે, સિવિલ હોસ્પિટલ માર્ગ પર ભરાયા પાણી અને અબ્રામા હાઇવેના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે, પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
Aug 25, 2025 02:15 pm
અરવલ્લીમાં ભારે વરસાદથી ડેમ છલકાયા
અરવલ્લીમાં ભારે વરસાદથી ડેમ છલકાયા છે, વધુ વરસાદથી મેશ્વો ડેમ 100 ટકા ભરાયો છે અને મેશ્વો ડેમની કુલ ક્ષમતા 53132 ઘન મીટર છે, ડેમમાં પાણીની જળ સપાટી 214.60 મીટરે પહોંચી છે, નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે, મોડાસા, ભિલોડા, ધનસુરા તાલુકામાં એલર્ટ આપવામાં આવ્યું છે, ત્રણ તાલુકાના 27 ગામોને એલર્ટ કરાયા છે.
Aug 25, 2025 02:15 pm
અરવલ્લીમાં ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં વૃદ્ધા તણાઈ છે
અરવલ્લીમાં ભિલોડાની ઇન્દ્રાસી નદીમાં વૃદ્ધા તણાઈ છે, ગઈકાલે બપોરથી નદીમાં તણાયેલા વૃદ્ધા હજુ લાપતા હોવાની વાત સામે આવી છે, 70 વર્ષીય વૃદ્ધા નદીના ધસમસતા પ્રવાહમાં તણાયા છે, સંબંધીના ઘરે જઈ રહ્યા હતા તે વખતે નદીમાં તણાયા.
Aug 25, 2025 02:06 pm
મહેસાણામાં 21 ઇંચ સાથે સિઝનનો 73% વરસાદ થયો
મહેસાણામાં વરસાદનું જોર વધુ રહ્યું હતું. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીની સ્થિતિએ મહેસાણા જિલ્લામાં 29 ઇંચ વરસાદના અંદાજ સામે 21 ઇંચ સાથે સિઝનનો 73% વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 26 ઓગસ્ટ સુધી મહેસાણામાં અતિભારે વરસાદ વરસી શકે છે.
Aug 25, 2025 01:59 pm
સાબરમતી નદીના પાણી ખેડાના ગ્રામ્યમાં ઘૂસ્યા
સાબરમતી નદીમાં આવેલા પાણીનો પ્રવાહ હવે ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યો છે. ખેડાના કાલોલી ગામમાં નદીના પાણી ઘૂસી જતાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે. પથાપુરા, રસીકપુરા અને કલોલી સહિત રઢુ ગામમાં પાણી ઘૂસ્યા છે. એક હજાર હેક્ટરથી વધુ ખેતરોની જમીન પર પાણી ફરી વળ્યાં છે. કલોલીથી પથાપુરા રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા છે.
Aug 25, 2025 01:45 pm
ગુજરાતમાં હવે એન્ટી નાર્કોટિક્સ યુનિટ બનાવાશે
ગુજરાત પોલીસમાં હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. ઝોન વાઈઝ ANTF યુનિટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ડ્રગ્સ સામેની લડાઈમાં વધુ એક મજબૂત પગલું માનવામાં આવે છે. NDPSની કાર્યવાહી માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ઝોન વાઈઝ બનાવશે.ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ, પેડલર્સ સામે કાર્યવાહી થશે.આરોપીઓને કડક સજા આપવાની પ્રક્રિયા વધુ સરળ થશે.SP, 6 DySP, 13 PI સહિત 177 જવાનનો સ્ટાફ રહેશે.
Aug 25, 2025 01:40 pm
સાબરકાંઠામાં દેરોલ નજીક સાબરમતી નદી પાસે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ
સાબરકાંઠામાં દેરોલ નજીક સાબરમતી નદી પાસે ફસાયેલા 5 બાળકો સહિત 12 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમણે પાણીનું સ્તર વધતા મકાન પર આશરો લીધો હતો. અન્ય 3 લોકોને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે 15 લોકો ફસાયા હતા. નદી આસપાસના વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
Aug 25, 2025 01:27 pm
Mehsanaના ધરોઇ ડેમમાં પાણીની આવક વધી
મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે, ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે, ધરોઈ ડેમમાં 1.17 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, ધરોઈ ડેમના 8 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 85484 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડ્યું છે, ધરોઈ ડેમની જળસપાટી 618.53 ફૂટે પહોંચી છે, અને ધરોઈ ડેમની કુલ જળસપાટી 622 ફૂટ છે, નદીના કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરાયા છે.
Aug 25, 2025 01:10 pm
મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે
મેળાના સ્ટેજ પર રાસ-ગરબા, દોહા, છત્રી હરીફાઈ, વેશભૂષા હરીફાઈ, પાવા હરીફાઈ યોજાશે. જેમાં વિજેતાઓને ઈનામ પણ એનાયત કરવામાં આવશે. રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર ગુજરાત ટુરીઝમ નિગમ અને તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભાદરવા સુદ છઠ્ઠ તા. ૨૯ ઓગસ્ટના રોજ સવારે ૦૭.૦૦ કલાકે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે ૧૨.૦૦ કલાકે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પોલીસ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ થયા બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. પુરાતન પાંચાળની સોડમને ઉજાગર કરતા આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય સર્વ શામજીભાઈ ચૌહાણ, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પી.કે.પરમાર સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ સહભાગી બનશે.
Aug 25, 2025 01:10 pm
તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે
ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) તા. ૨૮ ઓગસ્ટના રોજ સવારે ૦૬.૩૦ કલાકે મહંત દ્વારા મંદિરના કુંડમાં ગંગા અવતરણ આરતી કરવામાં આવશે. સવારે ૮.૩૦ કલાકે લખતર સ્ટેટ ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. સવારે ૧૦:૦૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ સોલંકી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન, ગ્રામીણ રમતોત્સવની મુલાકાત અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
Aug 25, 2025 01:09 pm
ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે મેળો
ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી તા. ૨૭ ઓગસ્ટના રોજ સાંજે ૫:૩૦ કલાકે પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ. શ્રી નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. આ દિવસે રાત્રે ૯:૦૦ કલાકે મેળાના સ્ટેજ પર સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના લોકકલાકારોને માણવાનો અનેરો અવસર પૂરો પાડશે.
Aug 25, 2025 01:09 pm
શ્રીત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે
આ લોકમેળામાં ભાદરવા સુદ ત્રીજ (કેવડા ત્રીજ) તા. ૨૬ ઓગસ્ટના રોજ પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં સવારે ૦૯.૩૦ કલાકે ભગવાન શ્રીત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી પૂજન અર્ચન અને જલાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે દીપ પ્રાગટ્ય કરી પશુ મેળો અને પ્રદર્શન, ગ્રામીણ રમતોત્સવ, પારંપરિક ગ્રામીણ સ્પર્ધાઓનું ઉદ્દઘાટન મંત્રીશ્રીઓના વરદહસ્તે કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા રાત્રે ૦૯:૩૦ કલાકે મેળાના સ્ટેજ પર વિવિધ રાવટીના ભક્તજનોની સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
Aug 25, 2025 01:09 pm
આવતીકાલથી તરણેતરના વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાનો શુભારંભ થશે
સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતો સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો ભાદરવા સુદ કેવડા ત્રીજ થી છઠ્ઠ સુધી એટલે કે તા. ૨૬ થી ૨૯ સપ્ટેમ્બર સુધી ભક્તિભાવ અને ઉલ્લાસના વાતાવરણમાં યોજાશે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામીણ રમતોત્સવ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
Aug 25, 2025 12:46 pm
સુરક્ષાના ભાગરૂપે કુલ ૫,૧૯૧ નાગરિકોનું સ્થળાંતર અને ૯૬૬ નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે
ચોમાસાની કોઇપણ સંભવિત કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા NDRFની ૧૨ ટુકડીઓ અને SDRFની ૨૦ ટુકડીઓ વિવિધ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન આપાતકાલીન પરિસ્થિતિ ધરાવતા સ્થળો ખાતેથી સુરક્ષાના ભાગરૂપે કુલ ૫,૧૯૧ નાગરિકોનું સ્થળાંતર અને ૯૬૬ નાગરિકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
Aug 25, 2025 12:46 pm
સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૩.૫૧ ટકા તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો ૭૯.૦૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૮૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના વિવિધ ઝોનમાં ચાલુ વર્ષે વરસેલા વરસાદની દ્રષ્ટીએ અત્યાર સુધીમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત ઝોનમાં ૮૭.૪૩ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૬.૪૧ ટકાથી વધુ, કચ્છ ઝોનમાં ૮૫.૦૮ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૩.૫૧ ટકા તેમજ પૂર્વ મધ્ય ઝોનમાં સૌથી ઓછો ૭૯.૦૮ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
Aug 25, 2025 12:45 pm
૨૭ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર
આ ઉપરાંત આજે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં માત્ર ૪ કલાકમાં જ મહિસાગર જિલ્લાના બાલાસીનોર તાલુકામાં તથા સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ૨.૧૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના ડેમની સ્થિતી અંગે વાત કરીએ તો, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૮૩,૪૩૧ MCFT જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ ૮૪ ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૩૬,૧૩૫ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૭૮.૧૮ ટકા છે. રાજ્યમાં હાલ ૬૭ ડેમ ૧૦૦ ટકાથી વધુ અને ૨૭ ડેમ ૯૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા કુલ ૯૪ ડેમને હાઈ એલર્ટ, ૨૭ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ તથા ૧૯ ડેમને વોર્નીગ આપવામાં આવી છે.
Aug 25, 2025 12:45 pm
વડોદરા જિલ્લાના ડભોઈમાં ૩.૧૫ ઈંચ વરસાદ નોંધાયો છે
રાજ્યના માછીમારોને આગામી તા. ૨૮ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૪ ટકાથી વધુ નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૩.૯૦ ઈંચ, સાબરકાંઠાના ઈડરમાં ૩.૮૬ ઈંચ, તાપીના વ્યારામાં ૩.૫૪ ઈંચ તથા વડોદરા જિલ્લાના ડભોઈમાં ૩.૧૫ ઈંચ વરસાદ નોંધાયો છે.
Aug 25, 2025 12:44 pm
ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર સહિત રાજયના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 48 કલાક દરમિયાન મૂશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આવતીકાલે છૂટા-છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Aug 25, 2025 12:26 pm
વેરાવળની ફિશિંગ બોટની દરિયામાં જળ સમાધિ
મહારાષ્ટ્રના દરિયામાં ફિશિંગ બોટની જળ સમાધિ, પદ્માણી-10 નામની બોટ દરિયામાં ગરકાવ, 19 ઓગસ્ટે મહારાષ્ટ્રના સમુદ્રમાં જળસમાધિ, બોટની જળસમાધિનો વીડિયો થયો વાયરલ.
Aug 25, 2025 12:07 pm
બાળકોને એકલા લિફ્ટમાં મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
માતા દરવાજાને લોક મારી રહી હતી અને તે દરમિયાન બાળક લીફટમાં ગયો હતો અને ખરાબ રીતે ફસાઈ ગયો હતો, તો ફાયર વિભાગે કટર મશીનથી લિફટનો દરવાજો ખોલી બાળકને બહાર કાઢયો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તે પહેલા તેનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી, બાળકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Aug 25, 2025 12:07 pm
નવસારીમાં 3 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાતા મોત
નવસારીમાં 3 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાતા મોત થયું છે, બાળક રમતા રમતા લિફ્ટ અને દિવાલ વચ્ચે ફસાઈ ગયો હતો જેના કારણે તેનું મોત થયું છે, નવસારીના નિરવ એપોર્ટમેન્ટના બીજા માળે બાળક લિફટમાં ફસાયો હતો અને ભારે જહેમત કર્યા બાદ ફાયર વિભાગે બાળકને લીફટમાંથી બહાર કાઢયું હતુ અને તેનુ મોત થયું છે.
Aug 25, 2025 12:06 pm
નવસારીમાં 3 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાતા મોત, લિફટ અને દિવાલ વચ્ચે બાળક ફસાતા બની ઘટના
નવસારીમાં એક દુખદ ઘટના બની છે, જેમાં લિફટમાં બાળક ફસાઈ જતા તેનું મોત થયું છે, 3 વર્ષનું બાળક ફલેટની બહાર રમતું હતુ તે વખતે તે લિફટમાં ગયો અને ફસાઈ ગયો હતો જેના કારણે સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, નવસારી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને બાળકનું રેસ્કયું કર્યુ હતુ અને બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યો પણ તે પહેલા જ તેણે જિંદગીને અલવિદા કહી દીધું હતુ.
Aug 25, 2025 11:57 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
02 - Sabarkantha: હરણાવ ડેમમાંથી પાણી છોડાયું, પોળો ફોરેસ્ટ તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો
05 - Nikki murder case: જેઠ બાદ આજે સસરા જેલ હવાલે, પોલીસ કરશે બરાબરની પૂછપરછ
06 - Delhi CM Rekha Gupta: મુખ્યમંત્રી પર હુમલા મામલે બીજી ધરપકડ, તહસીન સૈયદને દિલ્હી પોલીસે દબોચ્યો
10 - Weather News : ગુજરાતમાં આજે ભારે ભારે વરસાદની આગાહી, એક સાથે વરસાદની 4 સિસ્ટમ થઈ સક્રિય
Aug 25, 2025 11:40 am
સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી લોકોને હાલાકી, અલગ-અલગ સ્થળો પર 13 લોકો ફસાયા
નદીઓમાં ભારે પ્રવાહથી લોકો ફસાયા, અલગ-અલગ સ્થળો પર 13 લોકો ફસાયા, ખેડબ્રહ્મા તાલુકામાં 7 લોકો ફસાયાની માહિતી, દેરોલ અને કોરોલ ગામ નજીક લોકો ફસાયા, બચાવ કામગીરી માટે NDRFની ટીમ રવાના, વિજયનગરમાં 6 લોકો ફસાયાની માહિતી, નદી આસપાસના વિસ્તારમાં ન જવા તંત્રની સૂચના.
Aug 25, 2025 11:31 am
જગદીપ ધનખડના રાજીનામા મુદ્દે અમિત શાહનું નિવેદન
ધનખડજીએ રાજીનામામાં કારણ સ્પષ્ટ કર્યું છેઃ શાહ, ધનખડજીએ સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપ્યુંઃ શાહ, ‘તેમને PM અને સરકારનો સમર્થન બદલ આભાર માન્યો’, વિપક્ષ તેમના રાજીનામાને લઇ ભ્રમ બનાવી રહ્યું છેઃ શાહ, ધનખડજીએ તેમના કાર્યકાળમાં સારૂ કર્યુ છેઃ શાહ.
Aug 25, 2025 11:07 am
અરવલ્લીમાં ભારે વરસાદથી ડેમ છલકાયા
વધુ વરસાદથી મેશ્વો ડેમ 100 ટકા ભરાયો, મેશ્વો ડેમની કુલ ક્ષમતા 53132 ઘન મીટર, ડેમમાં પાણીની સપાટી 214.60 મીટરે પહોંચી, નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા, મોડાસા,ભિલોડા,ધનસુરા તાલુકામાં એલર્ટ, ત્રણ તાલુકાના 27 ગામોને એલર્ટ કરાયા.
Aug 25, 2025 10:55 am
પાલીતાણા પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
મૃતક યુવકને રિક્ષામાં લઇ જનાર રિક્ષા ચાલકને પકડી લઈ આકરી પૂછતાછ કરતા તમામ આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. શાકભાજી કાપવાના પાટલા, ધોકા અને ઢીકાપાટુથી યુવકની કરપીણ હત્યા કરી આઠ દિવસ અગાઉ ચેન્નઈ ભુવન નજીક અવિનાશ ઉર્ફે ડાયમંડ અને અનીલ સાવંતનો ઝઘડો થયો હતો. અને અવિનાશે અનિલ સાવંતને મોઢાના ભાગે પથ્થર ઝીંકી ઈજા કરી હતી. જેની દાઝ રાખી સાતેય શખ્સોએ અવિનાશના શરીરે આડેધડ ગંભીર મારમારી કરી હત્યા કર્યાનું આરોપીએ પૂછપરછમાં કબુલ્યું હતું.
Aug 25, 2025 10:55 am
મૃતકને હાથના ભાગે ઈજાના નિશાન પહોંચ્યા હતા
સોનગઢ પોલીસે અકસ્માતે મોત થયાની નોંધ પણ કરી લીધી હતી, પરંતુ સોનગઢ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ મૃતક યુવકના શરીરે ઈજાઓ જોતા પેનલ પી.એમ. કરાવાતા યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે આરોપીઓને ઝડપ્યા છે, તપાસના અંતે આજે રાજુ અજીતભાઈ રાઠોડ, સોનુ, સાહિલ, ચૈનસિંગ ઉર્ફે અર્જુન પટેલ, મહમદ આઝાદ ઉર્ફે જય દિક્ષીત, ગંગેશકુમાર ઉર્ફે પ્રદિપ શ્રીરામપ્રકાશ દોહરે, વિજય બાબુલાલ પ્રજાપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સોનગઢ પોલીસની પી.આઈ. સોલંકીએ જણાવ્યું હતું કે, આરોપીએ રાજુ રાઠોડે યુવકને બસ સ્ટેન્ડમાં હૃદય રોગના હુમલાથી કહ્યું હતું જે આધારે બસ સ્ટેન્ડ તેમજ તેના કોલ ડિટેઇલ્સની જાણકારી મેળવતા લોકેશનો જુદા જુદા મળ્યા હતા.
Aug 25, 2025 10:54 am
આરોપીઓ માર મારીને સારવાર માટે પણ લઈ ગયા હતા
ભાવનગરના પાલીતાણા ખાતે ચેન્નઈ ભુવનમાં મજૂરી કરતા અવિનાશ રાજેસસિંગ નામના યુવકને ત્રણથી ચાર લોકો રિક્ષામાં સુવડાવી આઠેક દિવસ અગાઉ ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને અવિનાશને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું તબિબોને જણાવ્યું હતું પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. જે બાદ સર ટી. હોસ્પિટલ ખાતે પોલીસ ચોકીના અધિકારીઓને રાજુ અજીતભાઈ રાઠોડ નામના શખ્સે જણાવ્યું હતું કે, સોનગઢ બસસ્ટેન્ડ ખાતે અવિનાશને હૃદય રોગના હુમલો આવતા તેમને રિક્ષામાં સુવડાવી હોસ્પિટલ પહોંચાડયો હોવાનું લખાવ્યું હતું.
Aug 25, 2025 10:54 am
પોલીસે 7 આરોપીની ધરપકડ કરી હતી
પાલીતાણા ખાતે એક ધર્મશાળામાં સાત શખ્સોએ એક યુવકને મારમારી, સર ટી. હોસ્પિટલ પહોંચાડયો હતો અને બાદમાં યુવકનું મોત થયું હતું. પરંતુ એક શખ્સે યુવકને હૃદય રોગના હુમલાથી મોત થયાનું પોલીસને જણાવ્યું હતું જે બાદ પોલીસને શંકા જતાં પેનલ પી.એમ. કરાવ્યું હતુ પરંતુ પી.એમ.માં હત્યા થયાનું બહાર આવતા સમગ્ર મામલો બહાર આવતા આ મામલે સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
Aug 25, 2025 10:54 am
ભાવનગરના પાલીતાણામાં 7 લોકોએ માર મારી યુવકની કરી હત્યા
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં યુવકને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે, સાત લોકોએ ભેગા થઈ યુવકને માર માર્યો અને તેની હત્યા કરી હતી, પાલીતાણાના ચેન્નઈ ભુવનમાં માર મારેલા યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે તેવી વાત આરોપીઓએ પોલીસને કરી હતી, પરંતુ પેનલ પીએમ રીપોર્ટમાં વાત સામે આવી કે યુવકની હત્યા કરી દેવામાં આવી છે.
Aug 25, 2025 10:28 am
એમની ટીમ અમને બદનામ કરી રહી છે : મનસુખ વસાવા
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, જો આવા તત્વો સામે નહીં બોલીએ અને મૌન રહીશું તો પતી જઈશું, ચૈતર સામે વિધાનસભા લડવી હોય તો મેદાનમાં આવે અને અમે જોખમ રાખીને ફરીએ છે સાથે સાથે ભાજપ પક્ષ માટે પણ બોલી રહ્યાં છીએ.
Aug 25, 2025 10:28 am
ચૈતર અને તેના ગુંડાઓ સામે હું લડું છું : મનસુખ વસાવા
મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, આવા તત્વો સામે નહીં બોલીએ તો ખતમ થઇ જઇશું, અને ચૈતર અને તેના ગુંડાઓ સામે હું લડું છું, મને પણ સપોર્ટ કરો તેવી વાત તેમણે કરી હતી, આજે રાજસ્થાન જુઓ આગળ વધી રહ્યું છે, સાંસદ અને બે ત્રણ જિલ્લા પંચાયત કબજે કરી છે, ચૈતર વસાવાને જામીન પણ મળના થથી, તો ચૈતર વસાવા બહાર ના નિકળે તેના માટે તેના માણસો સારા વકીલ પણ રોકતા નથી.
Aug 25, 2025 10:28 am
ભરૂચ ભાજપ નેતાઓ સામે જ ભરુચના સાંસદ લાલઘૂમ
ભરૂચ ભાજપ નેતાઓ સામે જ ભરુચના સાંસદ લાલઘૂમ થયા છે. ચૈતર વસાવા મુદ્દે ધારાસભ્યો ન બોલતા સાંસદ અકળાયા હોવાની વાત સામે આવી છે, મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે, ચૈતર વસાવા સામે 19 ગુના નોંધાયેલા છે અને ચૈતર વસાવા ગુનાહિત માનસિકતા ધરાવે છે, મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, ચૈતર મુદ્દે પ્રદેશ નેતાઓએ પણ બોલવું પડે ખાલી એકલા મનસુખભાઇ ઠેકો નથી લીધો, દર્શનાબેન અને મોતીસિંહ કેમ ચૈતર વસાવા સામે બોલતા નથી ?
Aug 25, 2025 10:27 am
BJPના નેતાઓ સામે જ ભરુચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ, ચૈતર વસાવા સામે બોલો નહીતર ખતમ થઈ જઈશું
ભાજપના સાસંદ મનસુખ વસાવા ફરીથી ભાજપના નેતાઓ સામે લાલઘૂમ થયા છે, અને તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યું કે, ભરૂચ ભાજપના નેતાઓ ચૈતર વસાવા સામે બોલતા નથી અને ખાલી મે એકલાએ ઠેકો નથી લીધો તેમ કહી મનસુખ વસાવાએ ભરૂચ ભાજપના નેતા અને ચૈતર વસાવા સામે પ્રહારો કર્યા હતા.
Aug 25, 2025 10:04 am
આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે
01-ટ્રેન નંબર 09088/09087 ભાવનગર ટર્મિનસ–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર 09087 મુંબઈ સેન્ટ્રલ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઑગસ્ટ, 2025 (બુધવાર)ના રોજ મુંબઈ સેન્ટ્રલથી બપોરે 12.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 05.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
02-આ જ રીતે, ટ્રેન નંબર 09088 ભાવનગર ટર્મિનસ–મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 28 ઑગસ્ટ, 2025 (ગુરૂવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી સાંજે 17.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
03-આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોલા, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ જં., વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એ.સી. 2-ટિયર, એ.સી. 3-ટિયર અને સ્લીપર શ્રેણીના કોચ રહેશે. ટ્રેન નંબર 09087 અને 09088 માટે ટિકિટોની બુકિંગ 25.08.2025 (સોમવાર) બપોરે 3.00 વાગ્યેથી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઠહરાવ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Aug 25, 2025 10:03 am
28 ઓગસ્ટે ભાવનગરથી મુંબઈ સેન્ટ્રલ માટે દોડશે “સ્પેશિયલ ટ્રેન”, આજથી બુકિંગ થયું શરૂ
પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને સમાયોજિત કરવા અને યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ખાસ ભાડે “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ માહિતી આપી છે.
Aug 25, 2025 09:46 am
રાજયમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધી 70 તાલુકામાં વરસાદ
રાજયમાં આજે સવારે 6થી 8 વાગ્યા સુધી 70 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 1.65 ઈંચ વરસાદ, સાબરકાંઠાના વડાલીમાં 1.38 ઈંચ વરસાદ, સુરતના માંડવીમાં 1.14 ઈંચ, વિજયનગરમાં 1.06 ઈંચ, 66 તાલુકાઓમાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
Aug 25, 2025 09:46 am
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 4.02 ઈંચ, સુરતના ઉમરપાડામાં 3.90 ઈંચ વરસાદ, ઈડરમાં 3.86 ઈંચ, વ્યારામાં 3.54 ઈંચ વરસાદ, ડભોઈમાં 3.15 ઈંચ, દાંતામાં 3.11 ઈંચ વરસાદ, રાધનપુરમાં 3.11 ઈંચ, ખેડબ્રહ્મામાં 3.07 ઈંચ, વાલોડમાં 3.03 ઈંચ, ભિલોડામાં 3.03 ઈંચ વરસાદ, સુરત સિટીમાં 2.80 ઈંચ, માળીયામાં 2.68 ઈંચ, ડેડીયાપાડામાં 2.56 ઈંચ, કુકરમુંડામાં 2.32 ઈંચ નોંધાયો છે.
Aug 25, 2025 09:46 am
સાબરકાંઠામાં ભારે વરસાદથી ડેમ છલકાયા
સાબરકાંઠામાં ભારે વરસાદથી ડેમ છલકાયા છે, ખેડવા ડેમ તથા હરણાવ ડેમ રુલ લેવલે ભરાયા છે, ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાંથી પાણી છોડાયું છે, ખેડવા નદી કિનારા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, બીજી તરફ બોરડી, પઢારા, બાસોલ, પરો, જગન્નાથપુરા, રોધરા, વાલરણ, વરતોલ ગામને એલર્ટ કરાયા છે અને ગ્રામજનોને નદી કિનારે ન જવા તથા સાવચેત રહેવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે.
Aug 25, 2025 09:45 am
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ, સરસવ ગામમાં લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી
સાબરકાંઠા વિજયનગર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિજયનગર તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે, હરણાવ નદી બે કાંઠે વહેતા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, વિજયનગરના છેવાડે આવેલ સરસવ ગામમાં પાણી ઘૂસતા લોકો ધાબા પર બેઠા છે, વિજયનગર-રાજસ્થાને જોડતો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હરણાવ નદી બેકાંઠે વહી રહી છે.
Aug 25, 2025 09:29 am
મહીસાગરના લુણાવાડામાં ધોધમાર વરસાદ
વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, દારકોલી દરવાજા, હુસેની ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાયા, હાટડીયા,આસ્થાના બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા, સંતરામપુર, કડાણા, વીરપુર વિસ્તારોમાં ધોધમાર વરસાદ.
Aug 25, 2025 09:24 am
મણિનગર વિસ્તારની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની ઘટનાથી શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
આ ઘટનામાં સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી હોવાનો ડીઈઓ દ્વારા શિક્ષણ વિભાગને રિપોર્ટ કર્યા બાદ NOC કેમ રદ ન કરવી એ અંગેનો ખુલાસો માગતી ફરી એક વખત નોટિસ ફટકારાઈ છે. ડીઈઓની નોટિસની મુદત મંગળવારના રોજ પૂર્ણ થશે. બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે, સોમવારે મોટી સંખ્યામાં વાલીઓ ડીઈઓ કચેરીમાં પણ રજૂઆત કરવા પહોંચવાના છે. જે અંગે સત્તાવાર કોઈ જણાવવા તૈયાર નથી, પરંતુ અત્યારની સ્થિતિ મુજબ હજુ સુધી ઓનલાઈન શિક્ષણ શરૂ ન થતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખોરવાયું છે. બીજી તરફ ઘણા વાલીઓ પોતાના સંતાનોની એલસી લેવાની પણ તૈયારી કરી રહ્યા છે.
Aug 25, 2025 09:24 am
મણિનગરની સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના પગલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે
આ સ્કૂલના વાલીઓ તેમના સંતાનોના પ્રવેશ માટે આસપાસની સ્કૂલોમાં ઈન્કવાયરી કરી રહ્યા હોવાની વિગતો સામે આવી છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એલસી લઈ લે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એ સિવાય ઓનલાઈન શિક્ષણ શરૂ ન થતાં ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી સ્કૂલમાં વહીવટી તેમજ શૈક્ષણિક કામગીરી સંભાળવા માટે શિક્ષણ વિભાગના વર્ગ-૨ અને વર્ગ-૩ના અધિકારી મુકવામાં આવે એવી વાલીઓમાં માગ ઊઠી છે.
Aug 25, 2025 09:24 am
સેવન્થ ડે સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું, DEO બીજી સૂચના ન આપે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ રહેશે
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાથી રોષ ફેલાયો છે ત્યારે સેવન્થ ડે સ્કૂલ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરાયું છે, DEO બીજી સૂચના ન આપે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે, ઘટનાના 5 દિવસ બાદ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે, સ્કૂલ સ્ટાફ, શિક્ષકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Aug 25, 2025 09:17 am
દિલ્હી CM પર હુમલામાં વધુ એકની ધરપકડ
હુમલો કરનાર રાજેશ સાકરિયાના મિત્રની ધરપકડ, પૈસા ટ્રાન્સફર કરનાર તહસીન સૈયદની ધરપકડ, તહસીન સૈદય સામે ગુનો નોંધી ધરપકડ કરાઇ, રાજેશના મિત્રો-પરિવારજોની કરી હતી પૂછપરછ.
Aug 25, 2025 08:52 am
ગાંધીનગર શહેરમાં થનારા મહત્વના ખાતમુહૂર્તના કાર્યો
વડાપ્રધાનના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ટીપી-24 રાંધેજામાં ગટર નેટવર્કની કામગીરી અને સુએજ પમ્પિંગ સ્ટેશન (2 નંગ) નું બાંધકામ, રાઇઝિંગ મેઇન તેમજ 2 વર્ષ માટે સંચાલન અને જાળવણી કરવાની કામગીરી, પેથાપુર ખાતે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઈન નાખવાની કામગીરી, ₹72 કરોડના ખર્ચે ધોળાકુવાથી પંચેશ્વર સર્કલ સુધી મેટ્રો રેલને સમાંતર રોડના બાંધકામની કામગીરી, કોબા, રાયસણ અને રાંદેસણ ખાતે પાણીની લાઈન અને ગટર લાઈન નાખવાની કામગીરી તેમજ ભાટ-મોટેરા લિંક રોડના નવીનીકરણનો સમાવેશ થાય છે.
Aug 25, 2025 08:51 am
સુએજ પંપિંગ સ્ટેશન તથા ગામતળમાં ડ્રેનેજ નેટવર્ક કામગીરી કરવામાં આવી છે
₹44 કરોડના ખર્ચે પેથાપુર અને રાંધેજા ખાતે ચરેડી હેડવર્ક્સથી ચાર ઊંચા સંગ્રહ ટાંકા (ESRs) સુધી નવી યોજાયેલ પાઇપલાઇન પ્રણાલીની મદદથી શુદ્ધ નર્મદા પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ પ્રકલ્પથી આશરે 55,000 નાગરિકોને લાભ થશે, જેના પરિણામે આરોગ્ય, સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ ડભોડા ખાતે ₹38.14 કરોડના ખર્ચે 1.0 એમ.એલ.ડી. ક્ષમતાના 2-નંગ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 2.5 એમ.એલ.ડી. ક્ષમતાનો 1 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 4 સુએજ પંપિંગ સ્ટેશન તથા ગામતળમાં ડ્રેનેજ નેટવર્ક કામગીરી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટથી આશરે 17,000 લોકોને લાભ થશે.
Aug 25, 2025 08:51 am
ગાંધીનગરને મળશે ₹281 કરોડના વિકાસકાર્યોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં શહેરી વિકાસના કુલ ₹281 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા ₹243 કરોડ અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA) દ્વારા ₹38 કરોડના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ₹243 કરોડના હાથ ધરાયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રોજેક્ટ્સ દ્વારા શહેરમાં આધુનિક અને સુવ્યવસ્થિત રસ્તાની સુવિધાઓ ઊભી થશે, જાહેર સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોમાં વધારો થશે, પૂર અને વોટરલૉગિંગ જેવી સમસ્યાઓને અસરકારક રીતે અટકાવવામાં આવશે તેમજ દરેક નાગરિકને શુદ્ધ અને સુરક્ષિત નર્મદા પીવાનું પાણી સતત ઉપલબ્ધ થશે.
Aug 25, 2025 08:51 am
સરદાર પટેલ રિંગ રોડ છ લેન સુધી પહોળો થશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર-માર્ગીય મુખ્ય માર્ગ છ માર્ગીય બનશે, જેમાં ઝડપ અને સલામતીને ધ્યાને લઈ એક્સપ્રેસવેના માપદંડો મુજબ નિયંત્રિત પ્રવેશની જોગવાઈ રાખેલ છે. છ માર્ગીય મુખ્ય માર્ગ ઉપરાંત, 32 કિમી લંબાઈમાં ચાર માર્ગીય સર્વિસ રોડ, 30 કિમી લંબાઈમાં ત્રિ-માર્ગીય સર્વિસ રોડ બનશે. આ માટે કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹1,624 કરોડ છે, જેનો હેતુ અમદાવાદ શહેરની આસપાસ ટ્રાફિક ક્ષમતા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવાનો છે. વડાપ્રધાન આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાના છે.
Aug 25, 2025 08:51 am
અમદાવાદ દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડ ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું બાંધકામ કરવામાં આવશે
આ મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ પ્લોટ પર બનાવવામાં આવશે, જે માટે લગભગ ₹56.52 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટ અમદાવાદને સ્પોર્ટ્સ હબ બનાવવામાં યોગદાન આપશે. આ ઉપરાંત, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તકની કલાણા-છારોડીમાં આવેલ ટી.પી.સ્કીમ. નં. 139/સી, 141 અને 144માં 24 મી. અને 30 મી. રોડ ફોર લેન બનાવવા અંગેનું કામ ₹38.25 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેનું વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે.
Aug 25, 2025 08:50 am
અમદાવાદમાં ખાતમુહૂર્તના કાર્યો નાગરિકોની સુવિધામાં કરશે વધારો
વડાપ્રધાનના હસ્તે અમદાવાદમાં થનારા ખાતમુહૂર્તના કામોમાં શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમનું બાંધકામ અને 5 વર્ષનું સંચાલન અને જાળવણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રીટ ફર્નિચર સાથે લૉ ગાર્ડન અને મીઠાખળી પ્રિસિંક્ટનો વિકાસ, થલતેજ વોર્ડ અને પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડ, પશ્વિમ ઝોન ચાંદખેડામાં નવું વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનનું નિર્માણ, અમદાવાદ શહેરમાં સાબરમતી અને અમદાવાદ સ્ટેશન વચ્ચે ફોર લેન અસારવા રેલ્વે ઓવર બ્રિજનું પુનર્નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.
Aug 25, 2025 08:50 am
વડાપ્રધાન અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત જલ જીવન મિશન હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. આ માટે દસ્ક્રોઈ તાલુકામાં ₹27 કરોડના ખર્ચે 15 લાખ લિટર ક્ષમતા ધરાવતો ક્લિયર વોટર પમ્પ તેમજ વોટર પમ્પિંગ સ્ટેશન બનાવી 23 કિ.મી. લંબાઇમાં ટ્રન્ક મેઇન પાઇપલાઇન નાખવામાં આવી છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઔડા વિસ્તારના 10 ગામોમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.
Aug 25, 2025 08:50 am
અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં શહેરી વિકાસ વિભાગના ₹2267 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ઇન સિટુ સ્લમ રિહેબિલિટેશન ઘટક હેઠળ રામાપિરના ટેકરામાં સેક્ટર-3માં આવેલ 1449 ઝુંપડાઓનાં પુન:વસનની કામગીરી કરવામાં આવી છે, જેનું વડાપ્રધાનશ્રી લોકાર્પણ કરશે. આ કેમ્પસમાં કૉમન પ્લોટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર, સોલર રુફટૉપ સિસ્ટમ, દરેક ઘરમાં પી.એન.જી. ગેસ કનેક્શન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
Aug 25, 2025 08:50 am
શહેરી વિકાસ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટ, 2025 રોજ ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં શહેરી વિકાસને લગતા ₹2548 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતને આ ભેટ એવા સમયે મળશે જ્યારે રાજ્ય શહેરી વિકાસ વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી કરી રહ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ બે દાયકાની સિદ્ધિને આગળ ધપાવતાં ગુજરાત સરકાર નાગરિકો માટે ઇઝ ઑફ લિવિંગના સતત પ્રયાસો કરી રહી છે.
Aug 25, 2025 08:49 am
ગુજરાતમાં ઊર્જા અને મહેસૂલ વિભાગના આ મુખ્ય પ્રોજેક્ટ્સ પાવર ડિસ્ટ્રિબ્યુશન અને મહેસૂલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે
અમદાવાદ (પશ્ચિમ)માં જે સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવન ₹34 કરોડના ખર્ચે તૈયાર થશે, તેનું વડાપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ભવન મહેસૂલને લગતી તમામ સેવાઓનું કેન્દ્રીકરણ કરશે, જેનાથી નાગરિકોને એક જ સ્થળેથી સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન વિભાગ સુધીની પહોંચ મળશે. આ બહુમાળી ભવનમાં એડિશનલ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (અમદાવાદ ઝોન), અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (અમદાવાદ જિલ્લો), અને નાયબ કલેક્ટર, સ્ટેમ્પ્સ-1 અને સ્ટેમ્પ્સ-2 તેમજ જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાંથી રજિસ્ટ્રેશન સંબંધિત રેકોર્ડ સાચવવાની સુવિધાઓ હશે. આ ભવનને બનવામાં લગભગ 17 મહિના લાગશે. ગુજરાતમાં ઊર્જા અને મહેસૂલ વિભાગના આ મુખ્ય પ્રોજેક્ટ્સ પાવર ડિસ્ટ્રિબ્યુશન અને મહેસૂલ સેવાઓને વધુ સુદ્રઢ બનાવશે.
Aug 25, 2025 08:49 am
₹96 કરોડના ખર્ચે મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પણ કરશે. ગાંધીનગરમાં અંદાજિત ₹62 કરોડના ખર્ચે બનનારું રાજ્ય સ્તરીય લૅન્ડ ડેટા સ્ટોરેજ સેન્ટર છ માળનું હશે જેમાં કોમ્પેક્ટર્સ, સંગ્રહાલય અને કૉન્ફરન્સ હૉલ જેવી સુવિધા હશે. આ સેન્ટર જમીન અને મહેસૂલ સંબંધિત મહત્વપૂર્ણ રેકોર્ડ્સ સંગ્રહિત કરવા માટેનું એક સુરક્ષિત રાજ્ય-સ્તરીય કેન્દ્ર હશે. અહીં, મહેસૂલ વિભાગની નકલો વિશ્વસનીય બૅકઅપ તરીકે રાખવામાં આવશે, અને મહેસૂલ અને સર્વેક્ષણ વિભાગોની સંવેદનશીલ માહિતી ભવિષ્યના ઉપયોગ માટે સુરક્ષિત રીતે સાચવવામાં આવશે.
Aug 25, 2025 08:49 am
ઉત્તર ગુજરાતમાં કુલ 4,25,000 ગ્રાહકોને વિવિધ પ્રકલ્પોનો લાભ મળશે
આ ઉપરાંત, અમદાવાદમાં બે હાઈ-કૅપેસિટીવાળા સબસ્ટેશન શહેરમાં વીજ પુરવઠાને મજબૂત બનાવશે. ₹75 કરોડનું 66 kV ગોતા સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,634 ગ્રાહકોને અવિરત વીજળી પૂરી પાડશે, જ્યારે ₹39 કરોડનું 66 kV ચાંદખેડા-II સબસ્ટેશન (60 MVA, 3 x 20 MVA ટ્રાન્સફોર્મર) 1,149 ગ્રાહકોને વીજળી પૂરી પાડશે. આ ઉપરાંત, નવા જોડાણો બનાવવામાં અને શહેરી વીજળી પુરવઠાને વધુ સ્થિર બનાવવામાં પણ મદદ મળશે. ઉત્તર ગુજરાતમાં કુલ મળીને 4,25,000 ગ્રાહકોને આ પ્રકલ્પોનો લાભ થશે.
Aug 25, 2025 08:49 am
મહેસાણામાં અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્કથી 1.36 લાખ ગ્રાહકોને લાભ થશે
મહેસાણામાં ₹221 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું લોકાર્પણ સેવાની ગુણવત્તા, જાહેર સલામતી અને પ્રતિકૂળ હવામાનમાં સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ પ્રોજેક્ટથી 1,36,072 ગ્રાહકોને લાભ થશે. ગાંધીનગર શહેરમાં વીજળી વિતરણની ભૂગર્ભ સિસ્ટમનો પ્રોજેક્ટ ₹178 કરોડના ખર્ચે તૈયાર થયો છે, જેનો લાભ 86,014 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય 2024-25 સુધીમાં વીજળીના નુકસાનને 12-15%ના રાષ્ટ્રીય બેન્ચમાર્ક સુધી ઘટાડવાનો, પુરવઠા ખર્ચ અને આવક વચ્ચેના અંતરને દૂર કરવાનો અને નાણાકીય રીતે ટકાઉ, કાર્યક્ષમ વીજ વિતરણ પ્રણાલી બનાવવાનો છે.
Aug 25, 2025 08:48 am
અમદાવાદમાં વીજ વિતરણ માટે ₹608 કરોડના ખર્ચે ભૂગર્ભ સિસ્ટમ તૈયાર
વડાપ્રધાનના હસ્તે જે UGVCL પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવાનું છે, તેને ભારત સરકારની રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અને નોર્મલ ડેવલપમેન્ટ (N.D.) સ્કીમના ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં ₹608 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે, જેનો લાભ 2,00,593 ગ્રાહકોને થશે. આ પ્રોજેક્ટનું વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ભૂગર્ભ સિસ્ટમથી સલામતી અને વિશ્વસનીયતા તો વધશે જ, સાથે લૉ-વોલ્ટેજ સમસ્યાઓની ગ્રાહકોની ફરિયાદો ઘટાડશે અને ટ્રાન્સફૉર્મર લોડિંગ નીચું લાવશે.
Aug 25, 2025 08:48 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25-26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે અને આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ ₹1,122 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અંતર્ગત અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોથી 4.25 લાખ ગ્રાહકોને લાભ થશે. આ ઉપરાંત, તેઓ ₹96 કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરશે.
Aug 25, 2025 08:48 am
PM નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં સભા પહેલાં 1.6 કિમીનો કરશે રોડ શો
PM નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે, ત્યારે આજે સાંજે 5:45 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે ત્યારબાદ હરિદર્શન ચાર રસ્તાથી દોઢ કિમીનો રોડ શો યોજાશે અને સાંજે 6 થી 7 દરમિયાન નિકોલ સભામાં ઉપસ્થિત રહેશે અને નિકોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, નિકોલની સભા બાદ PM મોદી રાજભવન જશે અને 26 ઓગસ્ટ 9.50 કલાકે હાંસલપુર જવા રવાના થશે.
Aug 25, 2025 08:25 am
મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં. મંત્રીએ ઉદ્ઘાટન કાર્યકમ બાદ પ્રસ્તુત કરાયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળીને સૌને બિરદાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૧ ઓગસ્ટ સુધી યોજાનાર ચેમ્પિયનશિપમાં ૧૪૪ જેટલા મેડલ્સ જીતવા ૩૦ કોમનવેલ્થ દેશોના ૨૯૧ એથલિટ્સ કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટલિફ્ટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે. કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ એન્ગ પોહ ઓંગ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ મહોમ્મદ અલહરબી, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને બાબુભાઈ દેસાઈ, મહેસાણાના લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, રમત ગમત - યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અગ્રસચિવ અશ્વિની કુમાર, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સહદેવ યાદવ, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અજય પટેલ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ સંદીપ સાંગલે, કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫ના સંચાલકો - અધિકારીઓ, રાજ્યના રમતગમત વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, એથલિટ્સ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Aug 25, 2025 08:25 am
આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ ઓલિમ્પિક સ્તરની તૈયારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે યોજાઈ રહી છે
કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ પોલ કોફફાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટૂર્નામેન્ટ ઓલિમ્પિક સ્તરની તૈયારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે યોજાઈ રહી છે. આ ચેમ્પિયનશિપના આયોજનમાં દરેક ક્ષેત્રે રાજ્ય અને કેન્દ્ર સરકારનો અત્યંત સહયોગ સાંપડ્યો છે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સહદેવ યાદવે સ્વાગત પ્રવચન કરતા વિશ્વભરમાંથી વેઇટલિફ્ટિંગ સાથે સંકળાયેલા અને કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પધારેલા સૌને આવકાર્યા હતા. સાથે જ, સબિના યાદવે પણ સૌને આવકાર્યા હતા.
Aug 25, 2025 08:25 am
ભારતનો ભવ્ય વારસો અને પ્રાચીન સંસ્કૃતિ તેની ઓળખ છે
ઈન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ મહોમ્મદ હસન જલૂદ અલ શમ્મારીએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની ક્વોલિફાયર ઇવેન્ટ હશે. ભારતની યંગ ટેલેન્ટ આજે વેઇટલિફ્ટિંગમાં સતત સફળતા મેળવીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટક્કર આપી રહી છે. ભારતનો ભવ્ય વારસો અને પ્રાચીન સંસ્કૃતિ તેની ઓળખ છે. આજે ભારત સ્પોર્ટ્સ અને આર્થિક ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત સરકારના સતત સહકારના લીધે જ આજે આ ચેમ્પિયનશિપ આટલી સરળતાથી આયોજિત થકી શકી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
Aug 25, 2025 08:25 am
આપણા વેઇટલિફ્ટર્સ આ રમતમાં સુંદર સફળતા મેળવી રહ્યા છે
વધુમાં વાત કરતા કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે સ્પોર્ટ્સ આપણી વિરાસત છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણી પુંજી છે, જેનો લાભ લઈને ભારતને દુનિયાના ટોપ ટેન સ્પોર્ટ્સ કન્ટ્રીમાં પહોંચાડવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે. વર્ષ ૨૦૪૭માં વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરીને ટોપ-૫ સ્પોર્ટિંગ કન્ટ્રીઝમાં સ્થાન મેળવવા પણ આપણે પ્લાન બનાવીને એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દીધું છે, એમ તેમણે ઉમેર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે આપણા વેઇટલિફ્ટર્સ આ રમતમાં સુંદર સફળતા મેળવી રહ્યા છે. આવી વધુને વધુ પ્રતિયોગિતાઓ આપણા યુવાઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા આગવી પ્રેરણા પૂરી પાડશે. સાથે જ, મંત્રીએ તમામ આયોજક સંસ્થાઓનો આભાર વ્યક્ત કરતા તેમને અભિનંદન પાઠવ્યા હતા.
Aug 25, 2025 08:24 am
વડાપ્રધાનના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પણ લાગુ કરાયું છે
સ્પોર્ટ્સ પોલિસી વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ પોલિસી સ્પોર્ટ્સને ઍક્સેસિબલ બનાવીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકો સિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પણ લાગુ કરાયું છે. સ્પોર્ટ્સ ગવર્નન્સ એથલિટ્સ સેન્ટ્રીક બનાવવા સાથે મહિલાઓને ફેડરેશનમાં પ્રતિનિધિત્વ મળે અને સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમમાં આવવાનો મોકો મળે એ સ્પોર્ટ્સ ગવર્નન્સ સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ થકી દિવ્યાંગોને પણ સ્પોર્ટ્સમાં સરખું પ્રતિનિધિત્વ મળે એ દિશામાં કામગીરી કરવામાં આવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
Aug 25, 2025 08:24 am
ખેલો ઈન્ડિયા અને ફિટ ઇન્ડિયાનો નારો
માંડવિયાએ જણાવ્યું હતું કે દેશમાં પ્રાચીન સમયથી જ રમતગમત ક્ષેત્ર સમાજનો આગવો હિસ્સો રહ્યું છે અને સતત વિકસી રહ્યું છે. દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ 'ખેલો ઈન્ડિયા' અને 'ફિટ ઇન્ડિયા'નો નારો આપ્યો. દેશના એથલિટ્સને આંતરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા તેમણે ઘણા મહત્વના રિફોર્મ્સ કર્યા.
Aug 25, 2025 08:24 am
અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો રંગારંગ પ્રારંભ
અમદાવાદમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો પ્રારંભ કરાવતા કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના આંગણે આજે આ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. આવા આયોજનો દેશના ઉભરતા એથ્લિટસની પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે એથ્લિટ્સને પ્રોત્સાહન પૂરું પાડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ નિર્માણ પામી રહી છે.
Aug 25, 2025 08:12 am
સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો
આરોપી લાલારામ ગંગારામ સોહનને ઝડપી પાડી પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે આ કેસમાં ચોરી કરનાર બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, ઝડપાયેલ આરોપી સામે રાજસ્થાન અને ગુજરાતમાં ચોરીના 11 ગુના નોંધાયા છે. આરોપીએ દેરાસરમાંથી મુર્તિના બે ચાંદીના ચક્ષુ, બે ચાંદીની પાંપણ તથા બે દાનપેટીમાંથી રૂપિયા 45,000ની કરી હતી ચોરી, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ભુતકાળમાં જૈન દેરાસર માંદિરોમાં પથ્થરો ઘસવાની મજુરી કામ કરતો હતો જેથી જૈન દેરાસર તથા મંદિરની મુર્તિઓ ઉપર ચઢાવેલ આભુષણો તથા દાનપેટીઓના જાણકાર હતો, આરોપી સુરતમાં આવીને ચોરી કરતો અને ત્યારબાદ તેના વતન રાજસ્થાન જતો રહેતો હોવાની વાત પણ સામે આવી છે.
Aug 25, 2025 08:12 am
સુરતમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
સુરતના જૈન દેરાસરમાં થોડા સમય પહેલા ચોરીની ઘટના બની હતી અને આ ઘટનામાં આરોપી ઘણા સમયથી ફરાર હતો અડાજણ પોલીસ મથકમાં આ બાબતે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ આરોપીને શોધી રહી હતી, પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરીને આરોપી રાજસ્થાન ભાગી ગયો છે, ત્યારે પોલીસે રાજસ્થાનથી આરોપી લાલરામ ગંગારામ સોહનને ઝડપી પાડયો છે, આરોપી પાસેથી મુદ્દામાલ પણ રીકવર કરવામાં આવ્યો છે.
Aug 25, 2025 08:12 am
સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ, આરોપી સામે ચોરીના નોંધાયા છે 11 ગુના
સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી દીધો છે, ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડયો છે, દેરાસરમાં આરોપીએ તાળુ તોડીને ચોરી કરી હતી અને સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ પણ થઈ હતી, ત્યારે આ કેસમાં 2 આરોપી પોલીસ પકડથી દૂર છે, ઝડપાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
Aug 25, 2025 07:49 am
માછીમારોએ 25 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા સૂચના
ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૮૧.૧૪ મિમી એટલે કે ૭૭.૨૪ ટકા નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૮૦.૫૧ ટકા, કચ્છ વિસ્તારમાં ૮૦.૨૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૭.૩૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૫.૮૭ ટકા અને સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં ૭૩.૪૦ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૨૨ થી ૨૫ ઓગષ્ટ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.
Aug 25, 2025 07:49 am
અલગ-અલગ જિલ્લામાં 20 SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૮૦.૮૪ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૭૫.૭૪ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૭૩ ડેમને હાઇ એલર્ટ, ૩૫ ડેમને એલર્ટ અને ૧૬ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૫,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૯૦૦ નગરિકોનું રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૨ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, આ ઉપરાંત ૦૧ NDRFની અને ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે.
Aug 25, 2025 07:49 am
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજયમાં સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મોરબી, અરવલ્લી, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
Aug 25, 2025 07:48 am
ગુજરાતમાં આજે ભારે ભારે વરસાદની આગાહી, એક સાથે વરસાદની 4 સિસ્ટમ થઈ સક્રિય
હવામાન વિભાગે રાજયમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે, રાજયમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી છે, ત્યારે અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, તો માછીમારોને આગામી 4 દિવસ દરિયો ના ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.
Aug 25, 2025 07:36 am
છોટા ઉદેપુરના કવાંટમાં મકાન ધરાશાયી
મકાન ધરાશાયી થતા માતા-પુત્રીના મોત, કવાંટ તાલુકાના ચીખલી ગામની ઘટના, ભારે વરસાદને પગલે મકાન ધરાશાયી, દીવાલ અને છત પડતા માતા-પુત્રી દટાયા.
Aug 25, 2025 07:35 am
રીબડા ફાયરિંગ પ્રકરણમાં વધુ એકની ધરપકડ
હથિયાર સાચવનાર નિશાંત રાવલની ધરપકડ, રાજકોટ પોલીસે આરોપીનું કર્યુ રીકન્સ્ટ્રક્શન, અત્યાર સુધીમાં કુલ 7, આરોપીની ધરપકડ, એડવોકેટ રવિ ગમારાએ હથિયાર આપ્યા હતા, નિશાંત રાવલને હથિયાર સાચવવા આપ્યા હતા.
Aug 25, 2025 07:34 am
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો કેસ
પ્રિન્સિપાલ ઇમેન્યુઅલના દીકરાનો મેસેજ વાયરલ, "મેસેજમાં પોતાના પિતા અને સ્કુલનો કર્યો બચાવ', "કેટલાક લોકોએ ટાર્ગેટ કરીને સ્કુલમાં તોડફોડ કરી', "મૃતક વિદ્યાર્થીને 6 મીનીટમાં હોસ્પિટલ ખસેડાયો હતો', "કેટલાક સંગઠનોએ સ્કુલને ટાર્ગેટ કરી', "સરકાર સ્કુલ અને સ્ટાફની સુરક્ષા કરે'
Aug 25, 2025 07:34 am
PM મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે
આજે સાંજે 5:45 વાગ્યે અમદાવાદ આવશે PM,અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે, હરિદર્શન ચાર રસ્તાથી દોઢ કિમીનો રોડ શો યોજાશે, સાંજે 6થી 7 દરમિયાન નિકોલ સભામાં ઉપસ્થિત રહેશે, નિકોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે, નિકોલની સભા બાદ PM મોદી રાજભવન જશે, 26 ઓગસ્ટ 9.50 કલાકે હાંસલપુર જવા રવાના થશે, સુઝુકીના બેટરી પ્લાન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, 12:45 વાગ્યે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.
Aug 25, 2025 07:33 am
યાત્રાધામ અંબાજીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ
અંબાજીમાં રસ્તાઓ પર નદીની જેમ પાણી વહ્યું, વીઆઇપી માર્ગે દુકાનો સુધી પાણી ઘૂસી ગયા, ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં પાણી ભરાયા.

Surendranagar News: ખનન માફિયાઓ પર તવાઈ, થાનગઢના મોરથળામાં રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત

વાંચો સવારે 08થી બપોરે 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

Jamnagar : 'શ્રીજી શિપિંગ' સાથે 20.56 કરોડનો આર્થિક વિશ્વાસઘાત, ગાંધીધામના ઉદ્યોગપતિ સામે ગુનો દાખલ

Ahmedabad : સરકારી સાહેબો સુધરી જાઓ..! હાઈકોર્ટના આદેશનું પાલન ના કરનારા શિક્ષણ સચિવને 1 લાખનો વ્યક્તિગત દંડ

Bhavnagar : SGSTનો સપાટો, કોસમોસ કોમ્પ્યુટર ગ્રુપની કરોડોની કરચોરી પકડાઈ, 1.50 કરોડ ભરવા આદેશ

Weather Forecast : 9 જિલ્લામાં આગામી કલાકો ભારે, નર્મદા અને તાપીમાં ‘રેડ એલર્ટ’ સાથે અતિભારે વરસાદની આફત

Elon Muskનો 'ટ્રિલિયોનેર' તાજ છીનવાયો, 48 કલાકમાં ગુમાવ્યા અબજો ડોલર!

Cocktail 2 એ પાંચમા દિવસે બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, શાહિદ-રશ્મિકાની કેમેસ્ટ્રી પર ફિદા થયા દર્શકો

Ukraine એ રશિયાના તેલ ભંડાર કર્યા ખાલી, દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદકને ઘૂંટણિયે પાડ્યું

Vaibhav Suryavanshi વિશે પાકિસ્તાનમાં ગૂગલ પર શું સર્ચ થઈ રહ્યું છે?

Surendranagar News: ખનન માફિયાઓ પર તવાઈ, થાનગઢના મોરથળામાં રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત