ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
May 18, 2025 11:48 pm
પોર્ટુગલમાં પાકિસ્તાની વિરોધીઓને ભારતીય દૂતાવાસે આપ્યો યોગ્ય જવાબ!
ભારતીય દૂતાવાસે પોર્ટુગલમાં પાકિસ્તાની વિરોધીઓને મોટા બેનરો લગાવીને એક કડક સંદેશ આપ્યો હતો જેના પર લખ્યું હતું કે "ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી". હકીકતમાં, કેટલાક પાકિસ્તાની વિરોધીઓ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની તસવીર સાથે વિરોધ કરતા ત્યાં પહોંચ્યા હતા, જેના જવાબમાં ભારતીય રાજદ્વારીઓએ આ જવાબ આપ્યો છે.
May 18, 2025 11:32 pm
Gujarat Titansએ દિલ્હીને હરાવ્યું, પ્લેઓફમાં 3 ટીમ થઈ ક્વોલિફાય
ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને તેમના જ ઘરમાં 10 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 199 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, ગુજરાતે 19મી ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી. આ સાથે, ગુજરાત IPL 2025ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 200 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ગુજરાતના ટોપ ઓર્ડરે એવો પ્રભાવ પાડ્યો કે દિલ્હીના બોલરો જીટીની ઓપનિંગ જોડીને પણ ભેદી શક્યા નહીં. એક તરફ, સાઈ સુદર્શને 61 બોલમાં 108 રનની શાનદાર ઈનિંગ રમી, તો બીજી તરફ, કેપ્ટન શુભમન ગિલ પણ 93 રન બનાવીને અણનમ પાછો ફર્યો. ગુજરાત ટાઈટન્સ IPL 2025 ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ગુજરાતના હવે 12 મેચમાં 18 પોઈન્ટ છે. તેની પાસે હજુ 2 મેચ બાકી છે જે તેને 22 પોઈન્ટ સુધી લઈ જઈ શકે છે. ગુજરાત પાસે ટેબલ ટોપર બનવાની સુવર્ણ તક છે. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સના 17-17 પોઈન્ટ છે. ગુજરાત ટાઈટન્સ સાથે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને પંજાબ કિંગ્સ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો, GT સામે હાર છતાં, તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર નથી થઈ. તેની પાસે હજુ 2 મેચ બાકી છે અને તે મહત્તમ 17 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
May 18, 2025 11:23 pm
Sunrisers Hyderabadનો સ્ટાર બેટ્સમેન કોવિડ-19નો બન્યો શિકાર
IPL 2025 દરમિયાન SRH ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ કોવિડ-19 માટે પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચારની પુષ્ટિ સનરાઈઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ ડેનિયલ વેટોરીએ કરી છે. તેમને માહિતી આપી છે કે ટ્રેવિસ હેડ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આ કારણે, હેડ હજુ સુધી ભારત પાછો ફરી શક્યો નથી.
May 18, 2025 11:12 pm
ભારત-પાકિસ્તાન તણાવને કારણે વરરાજા ન બની શક્યો સ્ટાર ક્રિકેટર કુલદીપ યાદવ
ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કુલદીપ IPL 2025ની ફાઈનલ પછી લગ્ન કરવાનો હતો, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે IPL 2025 ના સસ્પેન્શનને કારણે, તેને તેના લગ્નની તારીખ મુલતવી રાખવી પડી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે, 8 મે પછી IPL ની વર્તમાન સીઝન એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી. સસ્પેન્શન પછી, 17 મેથી ટુર્નામેન્ટ ફરી શરૂ થઈ ગઈ છે.
May 18, 2025 10:58 pm
દમણના મધ દરિયામાંથી અજાણી બોટને આંતરી લેવાઈ
દમણના મધ દરિયામાંથી અજાણી બોટને આંતરી લેવાઈ છે. શંકાસ્પદ બોટ સુધી ઈન્ડિયન કોસ્ટગાર્ડ પહોંચ્યું છે. બોટ ફિશિંગની હોવાની માહિતી મળી છેય હેલીકોપ્ટર મારફતે બોટને આંતરી લેવાઈ છે. બોટમાં સવાર લોકોને રાઉન્ડપ કરી બહાર કાઢી લેવાયા છે. કોસ્ટગાર્ડ દ્વારા બોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બોટમાં રહેલા લોકો વિશે હજુ સુધી માહિતી મળી નથી.
May 18, 2025 10:41 pm
સાબરકાંઠાના રણાસણ ગામે અલ્ટો કારમાં આગ
સાબરકાંઠાના રણાસણ ગામે અલ્ટો કારમાં આગ લાગી છે. કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે. ચાલક સમયસર કારમાંથી ઉતરી જતા બચાવ થયો છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે.
May 18, 2025 10:24 pm
નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ચૌધરીનું અવસાન
નાયબ પોલીસ અધિક્ષક જે.બી. ચૌધરીનું અકાળે અવસાન થયું છે. તેમના અવસાનના સમાચાર સાંભળીને સમગ્ર ગુજરાત પોલીસ પરિવારમાં શોકનો માહોલ છે.
May 18, 2025 10:02 pm
Gujaratમાં 84 સ્થળોએ SGST વિભાગના દરોડા, કરોડો રૂપિયાની કરચોરી ઝડપાઈ
અમદાવાદમાં ફરી એક વખત SGST વિભાગના દરોડા પડ્યા છે. શહેરમાં તમાકુ અને વાસણોના વેપારીઓને ત્યાં SGST વિભાગે દરોડા પાડ્યા છે. SGST વિભાગના દરોડામાં વેપારીઓને ત્યાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપાઈ છે. SGSTની તપાસમાં રૂપિયા 9.28 કરોડની કરચોરી ઝડપાઈ છે. SGST વિભાગે તમાકુ તથા વાસણોના 67 વેપારીઓના 84 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ તમામ વેપારીઓ બિલ વગર માલની ખરીદી કરીને વેચાણ કરતા હતા અને કરોડો રૂપિયાની કરચોરી કરતા હતા. તમને જણાવી દઈએ કે SGST વિભાગે અમદાવાદમાં વાસણોના 12 વેપારીઓના 13 ધંધાના સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સિવાય વિજાપુર, ઉંઝા તથા ઉનાવામાં તમાકુના 55 વેપારીઓના 71 ધંધાના સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ SGST વિભાગે રાજ્યભરમાં અનેક વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની કરચોરી ઝડપી પાડી હતી.
May 18, 2025 09:49 pm
મુખ્યપ્રધાન કોઈ નક્કર તથ્યો રજૂ કરી શકશે કે કેમ તે અંગે શંકા: ગૌરવ ગોગોઈ
ગૌરવ ગોગોઈએ કહ્યું કે મુખ્યપ્રધાને પાયાવિહોણા આરોપો લગાવવાને બદલે આસામની નબળી આર્થિક સ્થિતિ અને રાજકીય આશ્રય હેઠળ કાર્યરત કોલસા-ડ્રગ માફિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગૌરવ ગોગોઈએ કહ્યું, "મુખ્યપ્રધાન જે કહી રહ્યા છે તેમાંથી 99% બકવાસ છે. તેમણે હકીકતો જાહેર કરવી જોઈએ અને સપ્ટેમ્બરની કાલ્પનિક સમયમર્યાદા પાછળ છુપાવવાનું બંધ કરવું જોઈએ. મને શંકા છે કે મુખ્યપ્રધાન સપ્ટેમ્બરમાં પણ કોઈ નક્કર હકીકતો રજૂ કરી શકશે કે નહીં." એવું કહેવાય છે કે એક જૂઠાણું છુપાવવા માટે વ્યક્તિને અસંખ્ય જૂઠાણા બોલવા પડે છે. મુખ્યપ્રધાન બરાબર એ જ કરી રહ્યા છે. તેઓ કોઈ તથ્યો આપી રહ્યા નથી અને ફક્ત આઈટી સેલના ટ્રોલ જેવું વર્તન કરી રહ્યા છે. મુખ્યપ્રધાનને ટ્રોલ ન કરવા જોઈએ. જો તેમની પાસે તેમના તાજેતરના આરોપને સમર્થન આપવા માટે કોઈ તથ્યો હોય તો તેમણે તે જાહેરમાં જણાવવું જોઈએ.
May 18, 2025 09:32 pm
10 સપ્ટેમ્બર સુધીમાં પુરાવા રજૂ કરીશું: મુખ્યપ્રધાન શર્મા
મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ આરોપ લગાવતા કહ્યું કે, "હું સંપૂર્ણ જવાબદારી સાથે કહું છું કે આસામના સાંસદ ગૌરવ ગોગોઈએ પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના આમંત્રણ પર ત્યાં ઘણા દિવસો વિતાવ્યા હતા. અમે આ મુલાકાત અને તેનાથી સંબંધિત પ્રવૃત્તિઓની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. અમારી પાસે આના દસ્તાવેજી પુરાવા પણ છે." આસામના મુખ્યપ્રધાને કહ્યું, "પુરાવા 10 સપ્ટેમ્બર સુધીમાં જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. ગૌરવ ગોગોઈએ પર્યટન માટે નહીં, પરંતુ તાલીમ માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ એક મહત્વપૂર્ણ અને ખતરનાક મામલો છે." મુખ્યપ્રધાને એમ પણ કહ્યું કે ગૃહ મંત્રાલય તરફથી સીધું આમંત્રણ મળવું એ સાબિત કરે છે કે ગોગોઈ પાકિસ્તાન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા.
May 18, 2025 09:21 pm
'ISIએ ગૌરવ ગોગોઈને કર્યા આમંત્રિત, ટ્રેનિંગ માટે ગયા પાકિસ્તાન' આસામના મુખ્યપ્રધાનનો દાવો
આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્મા અને કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ વચ્ચે સોશિયલ મીડિયા પર તીક્ષ્ણ નિવેદનબાજી જોવા મળી રહી છે. મુખ્યપ્રધાને ગૌરવ ગોગોઈ પર પાકિસ્તાન સરકારના ગૃહ મંત્રાલય અને ISIના આમંત્રણ પર પાકિસ્તાનની મુલાકાત લેવાનો અને ત્યાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. તે જ સમયે, ગોગોઈએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને મુખ્યપ્રધાનના "માનસિક સ્વાસ્થ્ય" વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા અને કહ્યું, "મુખ્યપ્રધાન જે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે તે બી ગ્રેડ ફિલ્મ કરતાં પણ ખરાબ છે."
May 18, 2025 09:02 pm
Jaishankar જશે યુરોપ પ્રવાસે, ઓપરેશન સિંદૂર સહિત ઘણા મુદ્દાઓ પર થશે વાતચીત
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર આવતીકાલથી એટલે કે 19 મેથી 3 દેશની મુલાકાત જશે. તેઓ 19થી 24 મે દરમિયાન નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની સત્તાવાર મુલાકાતે જશે. ઓપરેશન સિંદૂર પછી જયશંકરની આ પહેલી વિદેશ મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે મંત્રી સરહદ પારના આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થનનો મુદ્દો ઉઠાવી શકે છે. ભારત અને પાકિસ્તાની સશસ્ત્ર દળો વચ્ચે 4 દિવસની લશ્કરી અથડામણ પછી જયશંકરની આ પહેલી વિદેશ મુલાકાત હશે. આ મુલાકાત ભારત અને યુરોપિયન દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ મુલાકાત દ્વારા ભારત વિશ્વને સંદેશ આપવા માગે છે કે તે વૈશ્વિક પ્લેટફોર્મ પર તેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે. ભારતના ત્રણ દેશો - નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મની - સાથેના સંબંધો માત્ર આર્થિક જ નહીં, પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
May 18, 2025 08:48 pm
ગઢડામાં કમરના દુઃખાવાથી કંટાળીને 20 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાધો
ગઢડામાં એક 20 વર્ષિય યુવતીએ ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આપઘાત અંગે તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ યુવતીને છેલ્લા ચારેક વર્ષથી કમરમાં દુઃખાવો હતો અને દવાથી તેને કોઈ ફેર નહોતો પડતો. જેથી તેણે સતત થતા દુઃખાવાથી કંટાળીને પોતાના ઘરે ગળા ફાંસો ખાધો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
May 18, 2025 08:09 pm
કચ્છના અંજારમાં હિટ એન્ડ રનની ઘટના
કચ્છના અંજારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કાર ચાલકે આધેડને અડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું. બેફામ કાર ચાલકે આધેડને 200 મીટર સુધી ફંગોળ્યા હતાં. આ દરમિયાન કાર પલટી જતાં ચાલક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતાં. અંજાર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
May 18, 2025 07:56 pm
સુરત જિલ્લામાં પાવરગ્રીડ વિજલાઇનનો મુદ્દો વકર્યો
સુરતમાં ખાવડા અને વટામણથી નવસારી સુધી પાવર ગ્રીડ વીજલાઈનો નાંખવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. તાજેતરમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.કલેક્ટર સમક્ષ વીજ કંપનીઓ વધુ વળતર આપે તેવી ખેડૂતોએ માગ કરી હતી. ખેડૂતોની રજૂઆત સાંભળીને કલેક્ટર દ્વારા યોગ્ય વળતર મળશે તેવી હૈયાધારણા અપાઈ હતી. હવે આ મુદ્દો વધુ વકર્યો છે. વીજ લાઈન મુદ્દે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતોને થનાર અસર અને વળતર અંગે ચર્ચાઓ કરાઈ હતી.
May 18, 2025 07:18 pm
વડોદરાના શિનોરમાં ખાણ ખનીજ વિભાગની રેડ
વડોદરાના શિનોરમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મોલેથામાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રએ દરોડા પાડ્યા હતાં. રંગસેતુ બ્રિજ નીચે નર્મદા નદીના પટમાં તંત્રના અધિકારીઓએ દરોડા પાડ્યા હતાં. તંત્રની રેડથી ખનીજ માફિયાઓ ફરાર થયા હતાં.
May 18, 2025 06:56 pm
અરબી સમુદ્રમાં માછીમારી પર ફરી પ્રતિબંધ
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં માછી મારી પર ફરીવાર પ્રતિબંધ લગાવી દેવાયો છે.ગીર સોમનાથની તમામ બોટોને પરત ફરવા આદેશ કરાયો છે. ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત ફરવા આદેશ કરાયો છે. અગાઉ અપાયેલી છૂટછાટ પાછી ખેંચી લેવાઇ છે.
May 18, 2025 06:37 pm
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પલ્લવ બ્રિજનું લોકાર્પણ કર્યું
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. બે દિવસમાં તેમણે વિકાસ પ્રોજેક્ટોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કર્યાં છે. આજે તેમણે સાણંદ ખાતે તિરંગા યાત્રામાં ભાગ પણ લીધો હતો. ત્યાર બાદ તેમણે અમદાવાદ મહાનગર પાલિકાના 95 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું. અમિત શાહે શહેરમાં 116 કરોડના ખર્ચે તૈયાર થયેલા પલ્લવ બ્રિજને ખુલ્લો મુક્યો હતો. તેમણે અમદાવાદમાં 1600 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી.
May 18, 2025 06:00 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. Operation Sindoor પર અશોકા યુનિવર્સિટીના પ્રોફેસરે કરી ટિપ્પણી, પોલીસે કરી ધરપકડ
2. Rajkot: દુષ્કર્મનો ભોગ બનનારી 13 વર્ષીય સગીરાએ બાળકને જન્મ આપ્યો
3. Narmada: RTEનો લાભ લેવા આવકના દાખલા કાઢી આપવાનું કૌભાંડ ઝડપાયું
4. Surat: સ્માર્ટ મીટર લગાવવા આવેલી ટીમ પર જીવલેણ હૂમલો, ચાર લોકોની ધરપકડ
5. Accident: હિંમતનગર-ઈડર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 2 લોકોના મોત
6. Jyoti Malhotra: જ્યોતિના જાસૂસી કેસમાં પોલીસ કેસમાં થયા ચોંકાવનારા ખૂલાસાઓ
7. IMF New Conditions: પાકિસ્તાનને પહેલા લોન આપી અને હવે 11 શરતો લાદી
8. Americaએ ભારતથી મોકલવામાં આવેલી 4 કરોડની કેરીને નષ્ટ કરી નાખી, જાણો કારણ
9. Amreli: દરિયાઈ સીમામાં અજાણી બોટ દેખાતા કોસ્ટગાર્ડ એક્ટિવ, પેટ્રોલિંગ શરૂ કરાયુ
10. કોણ છે Jyoti Malhotraની વિશ્વાસુ ગુઝાલા? જેણે થોડા રૂપિયા માટે ઇમાનદારી વેચી
May 18, 2025 05:43 pm
સુરતમાં જમીન કૌભાંડમાં સુપ્રિટેન્ડન્ટની ધરપકડ
સુરતમાં જમીન કૌભાંડમાં સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ અનંત પટેલની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે. અનંત પટેલ મહારાષ્ટ્રના પુણેમાં ઓશો આશ્રમમાં છુપાયો હતો. કોર્ટે અનંત પટેલના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
May 18, 2025 05:40 pm
મહેસાણામાં સંકલન બેઠકમાં ધારાસભ્ય ભડક્યા
મહેસણામાં સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય મુકેશ પટેલે રોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ સમય પર કામ પૂર્ણ નહીં કરતા હોવાથી તેઓ ભડક્યા હતાં. આ ઉપરાંત અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા નહીં હોવાનું પણ તેમણે કહ્યું હતું. ધારાસભ્ય મુકેશ પટેલે મોઢેરા રોડ વરસાદી લાઇનના કામ અંગે રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓ કહ્યા બાદ સાંભળતા નથી અને કામ પણ કરતા નથી.
May 18, 2025 05:20 pm
ભરૂચમાં મહિલા તબીબનો મૃતદેહ મળી આવ્યો
ભરૂચમાં નર્મદા નદીના કિનારે મહિલા તબીબનો મૃતદેહ મળી આવ્યો છે. જે મહિલાનો મૃતદેહ મળ્યો છે તે ડો. મનિષા વાળા 16મી મેથી ગુમ થયા હતાં. તેઓ મિત્રના લગ્નમા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતાં. નર્મદા નદીમાં ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
May 18, 2025 05:05 pm
યુ-ટ્યુબર જ્યોતિ મલ્હોત્રા બાદ વધુ એક યુ-ટ્યુબરની તપાસ
હરિયાણાના હિસારના રહેવાસી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ પર ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીને આપવાનો આરોપ છે. એવું કહેવાય છે કે તે ઉત્તર ભારતમાં રહેતી હતી અને પાકિસ્તાનના જાસૂસી નેટવર્ક સાથે જોડાયેલી હતી. હવે આ કેસમાં જ્યોતિ મલ્હોત્રા બાદ વધુ એક યુ-ટ્યુબર ઓડિસાની પ્રિયંકા સેનાપતિની તપાસ કરવામાં આવી છે. પ્રિયંકા અને જ્યોતિના કનેક્શનને લઇ તપાસ હાથ ધરાઈ છે. એજન્સીઓએ પ્રિયંકા મલ્હોત્રાની પૂછપરછ કરી છે.
May 18, 2025 04:45 pm
ધોલેરાના ભડિયાદમાં ગેરકાયદે માટી ખનનનો આક્ષેપ
ધોલેરાના ભડિયાદમાં ગેરકાયદે માટી ખનનનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માટી ખનનથી ખેડૂતોનો ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ જતાં ખેડૂતોએ સ્થાનિક તંત્રને જાણ કરી હતી પણ તેનું પરિણામ આવ્યું નથી. ખાણ ખનિજ અને પોલીસ સામે સવાલો ઉભા થયાં છે. 50થી વધુ ડમ્પર ભરીને આડેધડ માટીનું ખનન કરાયું હતું. ખેડૂતોએ રજૂઆત કરવા છતાં પગલા ન લેવાયા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.
May 18, 2025 04:20 pm
હિંમતનગર ઈડર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત
હિંમતનગર ઈડર હાઈવે પર રાજપુર પાટીયા પાસે એસ ટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક અને મહિલા મુસાફરનું મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર અર્થે ખસેડાયા હતાં.
May 18, 2025 04:16 pm
ગૃહમંત્રી અમિત શાહ તિરંગા યાત્રામાં જોડાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. તેઓ અમદાવાદના સાણંદમાં તિરંગા યાત્રામાં જોડાયા હતાં. નળ સરોવર ચાર રસ્તાથી નીકળીને આ તિરંગા યાત્રા મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી જશે.
May 18, 2025 04:01 pm
પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મંત્રી બચુ ખાબડના રાજીનામાની માગ કરી
ભરૂચમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ મંત્રી બચુ ખાબડના રાજીનામાની માગ કરી છે. ભ્રષ્ટાચારમાં મંત્રીના બંને પુત્રોની સંડોવણી ખુલતા સરકાર સમક્ષ મહેશ વસાવાએ બચુ ખાબડના રાજીનામાની માગ કરી છે.
May 18, 2025 03:57 pm
પૂર્વ કચ્છમાં હથિયાર રાખતા 47 ઇસમોને ઝડપી પાડયા
ગુજરાતમાં પૂર્વ કચ્છમાં હથિયાર બંધીના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. હથિયાર રાખતા 47 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યાં છે. પોલીસે શરીર સંબંધી ગુનાઓ અટકાવવા માટે ઝૂંબેશ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી છરી, કુહાડી અને ધારીયા જેવા હથિયારો કબજે લેવાયા છે. આરોપીઓ સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
May 18, 2025 03:40 pm
રાધનપુરમાં અકસ્માત કરનાર પોલીસ પુત્રની ધરપકડ
દારુના નશામાં નિવૃત ASIના પુત્રએ કર્યો હતો એક્સિડન્ટ, કારચાલક પુથ્વીકુમારની રાધનપુર પોલીસે કરી ધરપકડ, કારમાંથી વિદેશી દારુની બોટલ, પોલીસ લખેલી પ્લેટ મળી, આરોપી પર પ્રોહિબિશનનો ગુનો પણ લગાવાયો.
May 18, 2025 03:33 pm
આતંકવાદીઓને મદદ કરવી ભારે પડશે, જમ્મુ કાશ્મીર પોલીસે 23 સહાયકોની ધરપકડ કરી
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામે મોટી કાર્યવાહીમાં, આતંકવાદીઓના 23 સહાયકોની ધરપકડ કરવામાં આવી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા દળોએ અનેક દરોડા પાડ્યા છે અને 6 આતંકવાદીઓને ઠાર માર્યા છે. રાજ્ય તપાસ એજન્સી (SIA) એ પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે કાર્યવાહી કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે.
May 18, 2025 03:32 pm
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા ઘરના નુકસાનની અપાશે સહાય
અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ખાસ માલપુર મેઘરજ અને ભિલોડા તાલુકાના આંતરિયાળ ભાગોમાં કમોસમી વરસાદની વધુ અસર જોવા મળી છે સૌથી વધુ નુકસાન મેઘરજના રાજસ્થાન સરહદે આવેલ ગામોમાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી છે, સરકારી રાહે આવા નુકસાની વાળા વિસ્તારોનું સર્વે કરવામાં આવતા કેટલાક મકાનોના પતરા ઉડ્યા છે તો કેટલાકના છાપરા નો ભાગ તૂટી પડ્યો છે, છાપરા ઉડવાના કારણે ઘરમાં રહેલી ઘરવખરી પલડીને ખરાબ થઈ છે આમ અનેક પ્રકારે મેઘરજ તાલુકામાં લગભગ 150 કરતા વધુ મકાનોને નુકસાન થયું છે અને જે મિલકતોને 15 ટકા કરતા વધુ નુકસાન થયું છે એવા નુકસાનકર્તાઓને આગામી 15 દિવસમાં સહાય ચૂકવવામાં આવશે એમ મેઘરજ ટીડીઓ રાકેશ પટેલે જણાવ્યું હતું.
May 18, 2025 03:32 pm
Arvalli જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવઝોડાથી સ્થાનિકોને ભારે નુકસાન
અરવલ્લી જિલ્લામાં એક અઠવાડિયાથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ 14 તારીખે વધુ પડતું વાવાઝોડુ આવ્યું હતું, તો સ્થાનિકોનું કહેવું છે કે સરકારી તંત્ર દ્વારા સર્વે કરીને નુકસાન કર્તાને સહાય માટેની તજવીજ હાથધરી છે.
May 18, 2025 03:12 pm
જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવ્યું
મે માસમાં PMGKAY(NFSA) યોજના હેઠળ મે અને જુન-૨૦૨૫ માસનો ઘઉં અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરીત કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાનાં જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવશે, જેના માટે દરેક કાર્ડધારકે કુલ-૩ વાર આધાર આધારીત ઓથેન્ટિકેશન કરવાનું રહેશે તેમ, જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.
May 18, 2025 03:12 pm
નાયબ મામલતદાર પુરવઠા દ્વારા મંજૂરી આપ્યાના ચોવીસ (૨૪) કલાક બાદ અનાજનો પુરવઠો મળશે
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાનાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે-૨૫ માસમાં મે અને જૂન માસનો અનાજનો જથ્થો સમયસર મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોનું ઈ-કેવાયસી બાકીમાં છે તે રેશનકાર્ડ ધારકો ઈ-કેવાયસી કરાવતા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પુરવઠા દ્વારા મંજૂરી આપ્યાના ચોવીસ (૨૪) કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે.
May 18, 2025 03:11 pm
Surendranagar જિલ્લામાં રેશનકાર્ડ ધારકોને મે અને જૂન માસનો અનાજનો જથ્થો વિતરણ કરાશે
જાહેર વિતરણ વ્યવસ્થા યોજનામાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા-૨૦૧૩ હેઠળ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો એમ બે પ્રકારના કુટુંબોને સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન ખાતેથી સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા મે-૨૦૨૫ માસમાં મે માસના ઘઉં, ચોખા, ખાંડ અને મીઠાનો તથા જૂન માસના ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવનાર છે.
May 18, 2025 03:04 pm
રાજકોટના ઉદ્યોગો વિશ્વ ભરમાં પ્રખ્યાત છે
રાજકોટના 200 જેટલા ઉદ્યોગો તૂર્કી સાથે જોડાયેલા છે, રાજકોટમાંથી વર્ષે અબજો રૂપિયાની નિકાસ તુર્કીમાં થાય છે, તુર્કીનું હૂંડિયામણ ભારત લાવવામાં આ એન્જિનિયરિંગ ઉદ્યોગોનો મહત્વનો ફાળો છે, જેથી સરકારને પણ આ એન્જિનિયરિંગ ઉપયોગ થકી કરોડો રૂપિયાની આવક વર્ષ દરમિયાન થાય છે, રાજકોટના ઉદ્યોગકારો દેશ હિટ માટે આવક અને વેપાર પણ જતો કરવા તૈયાર છે આતંક અને અયંકવાદીઓને મદદગાર લોકોને ક્યારેય વેપાર સાથે ન કરવાની પણ વેપારીઓએ તૈયારી કરી છે, રાજકોટ કોઈને કોઈ બાબતમાં દેશને ગર્વ અપાવતો રહે છે, અત્યારે ભારત સામે દુશ્મની કરનારા દેશોને સબક શીખવા ઉદ્યોગકારો પણ તત્પર છે સવાલ ભારત સરકારના એક ઈશારા ની જ વાર છે.
May 18, 2025 03:04 pm
તુર્કી આટલી પ્રોડક્ટમાં માત્ર રાજકોટ પર આધાર રાખે છે
મશીન ટૂલ્સ પાર્ટ
ઓટો મોબાઈલ પ્રોડક્ટ
એગ્રીકલ્ચર પ્રોડક્ટ
ટ્રેક્ટરના પોર્ટસ
કાસ્ટીંગ પ્રોડક્ટ
ખાસ પ્રકારના બેરિંગ
May 18, 2025 03:03 pm
મશીન ઉદ્યોગ સાથે મહત્વના ઉત્પાદન માટે રાજકોટ પર જ આધાર
તુર્કીના ઉદ્યોગો ઓટો અને મશીન ઉદ્યોગ સાથે મહત્વના ઉત્પાદન માટે રાજકોટ પર જ આધાર રાખે છે, આ ઉપરાંત તુર્કીમાં ટ્રેક્ટર બનાવતી કંપની ટ્રેકટરમાં જે પણ પાર્ટસ બને છે તે માત્ર રાજકોટમાંથી જ મંગાવે છે, એગ્રિકલ્ચર પ્રોડક્ટ, ઓટોમોબાઇલ પાર્ટસ, કાસ્ટીંગ પ્રોડક્ટ, ખાસ પ્રકારના બેરિંગમાં પણ તુર્કી રાજકોટ પર જ આધાર રાખે છે, ત્યારે ત્યાંની સરકાર જો ભારતની પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂકે તો ત્યાંના ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ જાય.
May 18, 2025 03:03 pm
રાજકોટ એ એન્જિનિયરિંગ ઉદ્યોગનું હબ છે
રાજકોટના ઉદ્યોગકારો એન્જિનિયરિંગ, ટાઇલ્સ, કૃષિ ઉદ્યોગ માટે મહત્વના મશીન અને પાર્ટ્સ બનાવે છે જે મોટા પ્રમાણમાં તુર્કી આયાત કરે છે તુર્કી આ પાર્ટના માધ્યમથી યુરોપના દેશોમાં અનેક પ્રકારના સાધનો અને ટ્રેક્ટર સહિતના મશીન નિકાસ કરે છે, પાકિસ્તાનને મદદ કરવા ચક્કરમાં હવે તુર્કી ના ઉદ્યોગો ઉપર સંકટ સર્જાઈ શકે છે, રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણી એ જણાવ્યું કે તુર્કી રાજકોટના ઉદ્યોગકારોના પાર્ટ્સ વગર આગળ વધી જ શકે તેમ નથી જો સરકાર કેસ તો અમે તુર્કીને નિકાસ નહીં કરીએ.
May 18, 2025 03:02 pm
Rajkotના ઉદ્યોગકારો વેપાર કરવાને લઈ તુર્કી સામે સ્ટ્રાઈક કરવા તૈયાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવું સ્થિતિમાં પાકિસ્તાનને મદદ કરનાર તુર્કી સામે હવે રાજકોટના વેપારીઓ સ્ટ્રાઈક કરવા તૈયાર છે અને ઓપરેશન સિંદુર દરમિયાન ડ્રોન દ્વારા મદદ કરનાર તુર્કી દેશ સામે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
May 18, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Mayawatiના ભત્રીજાને મોટી જવાબદારી, BSPના ચીફ રાષ્ટ્રીય સંયોજક બન્યા આકાશ આનંદ
02 - Amreliના ખાંભા ગીર પંથકમાં ડુંગળી પકવતા ખેડૂતોને વરસાદે અને પોષણક્ષમ ભાવે રડાવ્યા
03 - Kailash Manasarovar Yatra: 5 વર્ષ બાદ જૂનથી થશે શરૂ, જાણો કેવી તૈયારીઓ?
04 - Ahmedabadના ધોળકામાં જવેલર્સમાં લૂંટનો પ્રયાસ, છરો-તમંચા સાથે 3 શખ્સો દુકાનમાં ઘુસ્યા
05 - Hyderabad Fire: પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને વળતરની જાહેરાત
06 - Amreliના સાવરકુંડલામાં ઈ-બાઈક ચાર્જિંગ વખતે ભડકે બળ્યું, ઘરવખરી બળીને ખાક થઈ
07 - Rashmika Mandana સાથેના અફેર અંગે વિજય દેવરકોંડાએ કરી દીધો મોટો ખૂલાસો, જાણો
08 - ISRO PSLV C61 રોકેટ ટાર્ગેટ સુધી પહોંચવામાં નિષ્ફળ કેમ? ISROએ જણાવ્યું કારણ
09 - Vadodaraના કારેલીબોડા સર્કલ નજીક પડયો ભુવો, સ્થાનિકોનો કોર્પોરેશન સામે રોષ
10 - Boycott Turkey: IIT બોમ્બેએ તુર્કી સાથેના તમામ કરારો રદ્દ કરી દીધા
May 18, 2025 02:47 pm
SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો
નોંધનીય બાબત છે કે, અગાઉ SMC દારૂ, જુગાર અને ક્રિકેટ સટ્ટા જેવા કેસો પર કામ કરતું હતું. પરંતુ, SMCને અલગ પોલીસ સ્ટેશન તરીકે સ્થાપિત કરી ઓર્ગેનાઈઝ ક્રાઇમ પર નિયંત્રણ લાવવા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે જેમાં ડ્રગ્સની હેરાફેરી પકડવાનો પણ સમાવેશ થાય છે. આ નિર્દેશને આધારે SMCએ ડ્રગ માફિયાઓ સુધી પહોંચવા માટે તપાસને વેગ આપ્યો છે, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
May 18, 2025 02:46 pm
ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ
આજે SMC પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં NDPSના ત્રણ કેસો કરવામાં આવ્યા છે, જે આ સફળતાનો ભાગ છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના સીધા માર્ગદર્શન આ કામગીરી કરી રહેલા SMCના વડા નિર્લિપ્ત રાય અને તેમની ટીમને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખાસ અભિનંદન પાઠવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, “ગુજરાત સરકારના આ નિર્ણાયક પગલાં રાજ્યને ડ્રગ-મુક્ત બનાવવાના લક્ષ્યને વધુ વેગ આપે છે. રાજ્યમાં એક ગ્રામ ડ્રગ પણ ન મળવું જોઈએ. SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે. આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે.”
May 18, 2025 02:46 pm
4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશ હેઠળ રાજ્યના યુવાઓને ડ્રગ્સની બદીથી બચાવવા માટે રાજ્ય સરકારે ડ્રગ્સ વિરુદ્ધ રીતસરની જંગ છેડી છે. આ અભિયાન અંતર્ગત, જાન્યુઆરી 2025માં વિશેષ સત્તાઓ સાથે શરૂ થયેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસ સ્ટેશન દ્વારા માત્ર ચાર મહિનામાં 12 મોટા NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ)ના કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ કેસોમાં 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, જેમની પાસેથી કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બે વિદેશી (નાઈજિરિયન) આરોપીઓનો પણ સમાવેશ થાય છે.
May 18, 2025 02:46 pm
ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મહેનત ચાલુ રહેશે
ચાર મહિના પહેલાં દારૂ, જુગાર ઉપરાંત SMCને ડ્રગ્સ પેડલર પકડવા સોંપાયેલી કામગીરીને મળી સફળતા તો SMCની ટીમે સ્થાનિક પોલીસની નજરમાંથી ચૂકી ગયેલી ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખીને માફિયાઓ સુધી પહોંચવાનું શાનદાર કામ કર્યું છે, આ લડાઈ આગળ પણ ચાલુ રહેશે તેવું ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે.
May 18, 2025 02:46 pm
Gujarat સ્ટેટ મોનિટરિંગ સેલે છેલ્લા 24 કલાકમાં રાજયમાં 3 NDPSના કેસ કર્યા
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે છેલ્લા 24 કલાકમાં અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરત શહેરમાં દરોડા પડી NDPSના વધુ ત્રણ કેસ કર્યા છે, SMC પોલીસ સ્ટેશન બન્યું ત્યારથી અત્યાર સુધી ચાર મહિનામાં 12 મોટા NDPSના કેસો શોધી 25 ડ્રગ કાર્ટેલ અને પેડલર્સને ઝડપી લેવામાં આવ્યા છે, અત્યાર સુધીમાં કોકેઈન, MD, મેફેડ્રોન, ગાંજો અને ઓપિયમ આલ્કલોઈડ્સ જેવા રૂ. 4.14 કરોડની કિંમતના ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
May 18, 2025 02:26 pm
ખેડૂતોએ સર્વેની માગ કરી વળતર માંગ્યું
ખાંભા તાલુકાના ખેડૂતોને સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યાં છે ત્યારે ગયા વર્ષે 1 કિલો 2 રૂપીયાની સહાય સરકાર તરફથી આવી હતી ત્યારે આ વખતે જો 5 રૂપિયા જેવી સહાય ખેડૂતોને મળે તોજ ખેડૂતોનો ઉદ્ધાર થાય તેમ હોય ત્યારે સરકાર સંવેદન શીલ બનીને જગતના તાતની વ્હારે ક્યારે આવે તેના પર ખેડૂતો મિટ માંડી બેઠા છે.
May 18, 2025 02:25 pm
ડુંગળીનો પાક તૈયાર કરવા માટે એક વીઘાના 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો લાગે
ખાંભા ગામના ખેડૂત પ્રફુલભાઈ ટાપણીયા જણાવ્યું હતું કે, ડુંગળીનો પાક તૈયાર કરવા માટે એક વીઘાના 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો લાગે છે પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જાય તો પોષણક્ષમ ભાવ મળતા નથી અને કરેલો ખર્ચો પણ ઊભો થતો નથી અને ખેડૂતોને ખોટનો વેપાર કસ્તુરીમાં થયો હોવાનો વસવસો વ્યક્ત કરતા ખેડૂતોએ કસ્તુરીની ખેતીમાં ખોટનો ધંધો કર્યો હોય ને મજૂરી ના પણ પૈસા માથે પડે તેવી આપવીતી વર્ણવી ને હવે જગતના તાત ગળેફાંસો ખાઈ તેવું બીના વર્ણવી હતી ને ત્યારે અન્ય ખેડૂતો પણ આજ દુઃખણા નું વર્ણન કર્યું હતું.
May 18, 2025 02:25 pm
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી
સફેદ ડુંગળી અને લાલ ડુંગળી બે વકલમાં થાય છે ને હાલ ગરીબોની ગણાતી કસ્તુરી ડુંગળીમાં ડુંગળીના ભાવો સાવ ગગડી જતાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને આ વખતે બેવડો માર પડ્યો છે, એક બાજુ કમોસમી વરસાદ પડવા ખેડૂતો નો તૈયાર ડુંગળીનો પાક પડામાં પલળી જતા પછતાવવાનો વારો આવ્યો છે અને બીજી બાજુ ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ત્યારે સફેદ ડુંગળીના માત્ર 50 થી 100 જેવા ૧ મણના ભાવો મળે છે તો લાલ ડુંગળીના 60 થી 180 ની અંદર ભાવો રહેતા ખાતર, બિયારણ, દવા અને મજૂરીના પૈસા પણ ઉભા થાય તેવી સ્થિતિ નથી અને ખેડૂતોએ આ વખતે કસ્તુરીનું વાવેતર વધુ કર્યું હોય ને હાલ ભાવો સાવ નીચા આવી જતા ખેડૂતો જાયે તો જાયે કહાં જેવી સ્થિતિ નિર્માણ પામી છે.
May 18, 2025 02:25 pm
Amreliના ખાંભા ગીર પંથકમાં ડુંગળી પકવતા ખેડૂતોને વરસાદે અને પોષણક્ષમ ભાવે રડાવ્યા
અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ડુંગળી પકાવતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનું વારો આવ્યો છે ત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને ચાલુ વર્ષે બેવડો માર પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, એક બાજુ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ત્યારે બીજી બાજુ ખેડૂતોને તૈયાર પાક ઉપર કમોસમી વરસાદ પડતા ખેડૂતોને ગરીબીને કસ્તુરીએ રડાવ્યા છે.
May 18, 2025 01:59 pm
એક શખ્સ ઝડપાઈ ગયો
સમગ્ર ઘટનામાં એક શખ્સને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો છે, ભર બજારમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવતા લોકોમાં પણ બીકનો માહોલ જોવા મળ્યો છે, માથે કપડુ ઓઢીને 3 લૂંટારૂઓ આવ્યા હતા, પહેલા રેકી કરી અને કોઈ બજારમાં દેખાયું નહી એટલે ત્રણેય લોકો દુકાનમાં ઘુસ્યા હતા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો, તો પોલીસે પણ એક શખ્સને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી છે, ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પોલીસના ઘટના સ્થળે પહોંચ્યા હતા.
May 18, 2025 01:58 pm
છરો બતાવી દુકાન માલિક પર કર્યો હુમલાનો પ્રયાસ
હુમલા બાદ ભાગવા જતા એક લૂંટારુ ઝડપાયો છે તેને લોકોએ મેથીપાક પણ ચખાડયો છે, ઝડપાયેલા લૂંટારૂને પોલીસને સોંપવામાં આવ્યો છે અને જવેલર્સની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ કરી છે, ધોળકામાં ટાવર બજારમાં આવેલ વિશાલ જ્વેલર્સમાં આ ઘટના બની છે, જવેલર્સના માલિકને છરો મારે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે, જવેલર્સના માલિકે હિંમત બતાવી અને સામનો કર્યો હતો તો સમગ્ર ઘટનામા લોકોના ટોળેટોળા ઉમટયા હતા.
May 18, 2025 01:58 pm
Ahmedabadના ધોળકામાં જવેલર્સમાં લૂંટનો પ્રયાસ, છરો અને તમંચા સાથે 3 શખ્સો દુકાનમાં ઘુસી ગયા
અમદાવાદના ધોળકામાં જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં છરો અને તમંચા સાથે શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો છે, 3 શખ્સો જ્વેલર્સમાં ઘુસી લૂંટનો પ્રયાસ કર્યો છે જેમા એક લૂંટારૂ ઝડપાઈ ગયો છે અને બે લૂંટારૂ ફરાર થઈ ગયા છે, તો સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.
May 18, 2025 01:40 pm
Hyderabad Fire: પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને વળતરની જાહેરાત
રવિવારે (18 મે) સવારે હૈદરાબાદમાં ચારમિનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં ભીષણ આગ લાગવાથી 17 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને વરિષ્ઠ અધિકારીઓને ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા નિર્દેશ આપ્યો.
May 18, 2025 01:03 pm
સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
આ બેઠકમાં ડિઝાસ્ટર મામલતદાર મયુર દવેએ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે થયેલી કામગીરી વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ બેઠકમાં પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર. એમ. જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીઓ, સર્વે મામલતદારો, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ સહિત જિલ્લાનાં સંબધિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ/ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
May 18, 2025 01:02 pm
નદી નાળાની સફાઈ કરવા સૂચના આપી
ચોમાસાની ઋતુને ધ્યાને લઈને રસ્તા પરના જોખમી વૃક્ષોનો નિકાલ, વૃક્ષ ટ્રીમીંગ, જર્જરિત મકાનો, હોર્ડિંગ્સ, બેનર ઉતારી લેવા, કેનાલ, નદી-નાળાની સાફ-સફાઈ, ડેમોની ચકાસણી, ફૂડ પેકેટ વ્યવસ્થા, આરોગ્ય, લાયઝન અધિકારીઓની નિમણુક, જરૂરિયાત મુજબ અનાજનો જથ્થો, સર્વેની કામગીરી માટે ટીમની રચના, કોઝવે અને નીચા પુલ ઉપર પાણીનું લેવલ દર્શાવતું ઈન્ડીકેટર, જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરાવી વરસાદી સ્થિતિ અંગે નિગરાની રાખી સાવચેતી રાખવા માટે જણાવ્યું હતું.
May 18, 2025 01:02 pm
સંબંધિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકએ વર્ષાઋતુમાં તાલીમી માનવબળ, રેસ્ક્યુના સાધનોની ચકાસણી, તરવૈયાઓની યાદી, આપદા મિત્રોની યાદી સહિત વરસાદી ઋતુમાં મુશ્કેલી સર્જાય એવા સ્થળો/ગામોની ઓળખ કરવા સાથે વીજ પુરવઠો જળવાઈ રહે તથા ભારે વરસાદમાં સ્થાનિકોને આશ્રય સ્થાને ખસેડવા લઈ જવા પડે, તો તે સ્થળે વીજળી-પાણી સહિતની નજીકની પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓ અંગે પણ આગોતરા આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
May 18, 2025 01:01 pm
Surendranagr જિલ્લામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે જિલ્લા વિકાસ અધિકારીએ બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ઋતુમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેમજ તેઓની સાવધાની અને સલામતી માટે આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ હતી.
May 18, 2025 12:47 pm
30મી જૂને ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી છે
રાજ્ય ચૂંટણી પંચે પંચાયતોની ચૂંટણી યોજવા તૈયારી આરંભી દીધી છે. આ જોતાં હવે પંચાયતોમાં વહીવટદારોના શાસનનો અંત આવશે. સરપંચ બનવા માટે દાવેદારોએ પણ રાજકીય વાઘા સજાવી દીધાં છે. મહત્વની વાત એ છેકે, પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થશે નહીં. બેલેટપેપરથી ચૂંટણી 30મી જૂને ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી છે.
May 18, 2025 12:47 pm
Gujaratમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ આખરી તૈયારીઓ
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે, ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ આખરી તૈયારીઓ કરી દેવામાં આવી છે, ટૂંક સમયમાં જાહેર કરાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી અને રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે ગ્રામ પંચાયતોની ચૂંટણી જેમાં રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીને આપી સૂચના આપી છે કે આખરી મતદાર યાદી તૈયાર કરો અને આગામી 19 મે સુધી યાદી તૈયાર કરી સુપ્રત કરવા સૂચના અપાઈ છે.
May 18, 2025 12:38 pm
એપ્રિલ-૨૦૨૪માં ૪૮૯.૯૯ કરોડની લેબગ્રોન ડાયમંડની રફ ઈમ્પોર્ટ થઈ હતી
લેબગ્રોન હીરાની માંગમાં વધારો થતા હીરા વેપારીઓએ લેબગ્રોન હીરાનું રફનું વિદેશમાંથી આયાત કરવી પડે છે. છેલ્લાં 12 મહિનામાં 7486 કરોડ રૂપિયાની લેબગ્રોન હીરાની રફ વિશ્વના અલગ અલગ દેશોમાંથી આયાત કરવામાં આવી છે. લેબગ્રોન હીરો નેચરલ હીરા પર હાવી થઈ રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. છેલ્લાં 3 વર્ષમાં નેચરલ કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં ઘટાડો થયો છે.
May 18, 2025 12:38 pm
Suratમાં 7500 કરોડના લેબગ્રોન રફની આયાત
સુરતમાં લેબગ્રોન રફની કિંમતમાં ઘટાડો થવા છતાં માગમાં વધારો થયો છે, મહિને અંદાજે 30 થી 40 લાખ કેરેટ રફ હીરા ઇમ્પોર્ટ કરાઈ રહ્યાં છે, મંદીના કારણે રિયલ ડાયમંડના એક્સ્પોર્ટમાં ઘટાડો થયો છે, કિંમત ઘટતા લેબગ્રોન ડાયમંડની માંગ બમણી થઈ છે. એક વર્ષમાં 7,500 કરોડની લેબગ્રોન રફ આયાત કરાઈ છે, જેને લીધે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ મુજબ એક્સપોર્ટ કરવા માટે દેશમાં રફ લેબગ્રોન ડાયમંડના ઈમ્પોર્ટમાં વધારો થયો છે.
May 18, 2025 12:25 pm
સહકારિતા સમગ્ર વિશ્વની અંદર પ્રાસંગિક : અમિત શાહ
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહકારી મહાસંમેલનને સંબોધતા કહ્યું હતું કે, સહકારિતા સમગ્ર વિશ્વની અંદર પ્રાસંગિક છે. સહકારિતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય કરાયો છે. વડાપ્રધાન મોદીએ સહકારિતા આંદોલનને ફરી જીવંત કર્યું છે.
May 18, 2025 12:24 pm
Ahmedabad: PM મોદીએ સહકારિતા આંદોલનને ફરી જીવંત કર્યુંઃ અમિત શાહ
અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલા વિજ્ઞાન ભવનમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા રાજ્યના સહકારી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ ઉજવણીનું આયોજન કરાયું છે. દેશની આઠ લાખથી વધુ સહકારી સંસ્થાઓ સમારોહમાં જોડાઈ છે. આ ઉપરાંત સહકારિતામાં સમગ્ર દેશમાં 30 કરોડથી વધુ સભાપદો છે.
May 18, 2025 12:19 pm
વડોદરા કોર્પોરેશન શરમ કરો
શહેરમાં રોડ-રસ્તાને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આ રોડ રસ્તાને લઈ કામગીરી ના થતી હોય તેવું લાગી રહ્યું છે,સ્માર્ટ સિટી બની ગયુ પણ અધિકારીઓ સ્માર્ટ ના થયા અને શહેરમાં ભુવા પડવાનું ચાલુ રહ્યું,વડોદરા મ્યુ.કોર્પોરેશન જરા આંખ ખોલીને જુઓ શહેરની શું હાલત છે,લોકો પાસેથી ટેકસના નામે રૂપિયા ખંખેરો છો પણ તેની સામે સગવડ આપવાનું રાખો,આ વડોદારા ભુવા નગરી નથી સંસ્કારી નગરી છે માટે ભુવા પડશે તે તો નહી જ ચલાવી લેવાય.
May 18, 2025 12:19 pm
વગર વરસાદે ભૂવો પડતા કામગીરી સામે સવાલ
કોર્પોરેશન વિસ્તાર અને એમાં પણ વિકાસશીલ વડોદરા તેની વરવી વાસ્તવિકતા સામે આવી છે, લોકો ટેકસ પણ ભરે છે પણ સુવિધાના નામે મીડું હોય તેવું લાગી રહ્યું છે, કોર્પોરેશન વિસ્તરમાં આવતા કારેલીબોડા સર્કલ નજીક ભુવો પડયો છે અને આ ભુવાના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો મહત્વનું છે કે કોર્પોરેશનને આ વાતની જાણ છે તેમ છત્તા ભુવો પૂરવાની કામગીરી હજી શરૂ કરવામાં આવી નથી, સ્થાનિકોએ કોર્પોરેશન સામે રોષ ઠાલવ્યો છે.
May 18, 2025 12:18 pm
Vadodaraના કારેલીબોડા સર્કલ નજીક પડયો ભુવો, સ્થાનિકોનો કોર્પોરેશન સામે રોષ
વડોદરાના કારેલીબોડા સર્કલ નજીક ભૂવો પડયો છે, તો આ ભુવાની વાત કરીએ તો ભુવો 3 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો છે, તો સ્થાનિકોએ કોર્પોરેશનને આડે હાથે લીધુ છે, મહત્વનું છે કે વડોદરામાં વગર વરસાદે પણ ઘણી વાર ભુવા પડવાની સમસ્યા રહેતી હોય છે, તો હાલમાં કોર્પોરેશને બેરીકેટ મૂકીને સંતોષ માન્યો છે.
May 18, 2025 12:02 pm
આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમોમાં પરિવર્તિત કરવા માટે કામગીરી ચાલુ
આ ઉપરાંત, રાજ્ય સરકાર જૂના મ્યુઝિયમોને અપડેટ કરીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમોમાં પરિવર્તિત કરવા માટે પણ કામ કરી રહી છે. સાપુતારા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ તેમજ પાટણમાં સ્થિત મ્યુઝિયમ કે જેને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામ આપવામાં આવ્યું છે, તેને અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, રાજકીય સંગ્રહાલય, જૂનાગઢ, તેમજ વોટસન મ્યુઝિયમ, રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમો બનાવવા માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પોતાના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા તેમજ તેને વિશ્વના લોકો સમક્ષ ઉજાગર કરવા માટે પ્રતિબદ્ધ છે.
May 18, 2025 12:02 pm
આગામી સમયમાં ગુજરાતમાં નિર્માણ થનાર સૂચિત સંગ્રહાલયો
•મ્યુઝિયમ ઑફ રોયલ કિંગડમ્સ ઑફ ઇન્ડિયા, એકતાનગર
•ગુજરાત વંદના મ્યુઝિયમ, એકતાનગર
•નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ, એકતાનગર
•વીર બાળક ઉદ્યાન, એકતાનગર
•તાના રીરી મ્યુઝિક મ્યુઝિયમ, વડનગર
•દ્વારકા સંગ્રહાલય, દ્વારકા
•શ્રી ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ, ચોટીલા
May 18, 2025 12:02 pm
નિર્માણાધીન લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને સાકાર કરવા માટે લોથલ ખાતે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ થઈ રહ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવી સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું, કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરાતો હતો, તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવશે. મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. હડપ્પીય સમયથી આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.
May 18, 2025 12:01 pm
શ્રીસ્થળ સંગ્રહાલય, સિદ્ધપુર
શ્રીસ્થળ સંગ્રહાલય પાટણના સિદ્ધપુરમાં બિંદુ સરોવર સંકુલની નજીક આવેલું છે અને તે સામાન્ય લોકો માટે સિદ્ધપુર મ્યુઝિયમ અથવા બિંદુ સરોવર મ્યુઝિયમ તરીકે જાણીતું છે. વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યના તત્કાલીન પ્રવાસન મંત્રીએ આ સંગ્રહાલયના નિર્માણની દરખાસ્ત કરી હતી અને 2017માં આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ સિદ્ધપુરના વૈભવી ઇતિહાસને પ્રદર્શિત કરે છે. આ મ્યુઝિયમમાં ત્રણ ગેલેરીઓ છે, જેમાં તીર્થ ગેલેરી, ઇતિહાસ ગેલેરી અને સમાજ ગેલેરીનો સમાવેશ થાય છે.
May 18, 2025 12:01 pm
સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું લોકાર્પણ કર્યું હતું. સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટના ભાગરૂપે 2018માં સ્ટેચ્યુ ઑફ યુનિટી મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના નીચેના ભાગમાં સ્થિત છે, જ્યાં ઑડિઓ-વિઝ્યુઅલ પ્રદર્શનો, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો છે. આ ઉપરાંત, આ મ્યુઝિયમમાં આદિવાસી સંસ્કૃતિ અને પ્રાદેશિક વારસા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
May 18, 2025 12:01 pm
શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ
કચ્છના માંડવીમાં જન્મેલા ભારતના મહાન ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિકળશ જિનિવાથી સ્વદેશ લાવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતે વર્ષ 2010માં શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના 1857થી 1947 સુધીના 90 વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારીખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. શ્યામજીકૃષ્ણ વર્માએ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે લંડનમાં જે ઇન્ડિયા હાઉસ ઊભું કર્યું હતું, તેની પ્રતિકૃતિ પણ અહીં સ્મારક તરીકે મૂકવામાં આવી છે.
May 18, 2025 12:01 pm
દાંડી કુટિર, ગાંધીનગર
ગાંધીનગરમાં સ્થિત દાંડી કુટિર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ભારતનું પ્રથમ હાઇટેક અને અત્યાધુનિક મ્યુઝિયમ છે. દાંડી કુટિર એ 41 મીટરનો શંકુ આકારનો સફેદ ગુંબજ છે, જે મીઠાના ઢગલાનું પ્રતીક છે. આ ગુંબજ બ્રિટિશ શાસન દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરની સામે વિરોધ પ્રદર્શિત કરવા ગાંધીજીએ 1930માં જે દાંડીકૂચ કરી હતી, તેના પ્રતીકરૂપે ઊભો છે. દાંડી કુટિરમાં ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના દરેક વૃત્તાંતોને તકનીકી માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે. અહીંયા મુલાકાતીઓ 3D મેપિંગ, હોલોગ્રાફી, 360 ડિગ્રી પ્રોજેક્શન અને પારદર્શક LED સ્ક્રીન જેવી ટેકનોલોજી થકી ગાંધીજીનું જીવનચરિત્ર નિહાળી શકે છે.
May 18, 2025 12:00 pm
વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સામેલ ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક
ગુજરાતમાં 2001માં આવેલા ભૂકંપ દરમિયાન કચ્છમાં જીવ ગુમાવનારા નાગરિકોની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 470 એકર વિસ્તારમાં ફેલાયેલા સ્મૃતિવનમાં વિશાળ મિયાવાકી જંગલ આવેલું છે. અહીંયા 50 ચેકડેમ છે, અને શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. અહીં 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી ભૂકંપની પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સ્મૃતિવનને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
May 18, 2025 12:00 pm
વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ
વડનગર ખાતે નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેનો ઉદ્દેશ અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમ 13,525 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી અંદાજિત 7000થી વધુ કલાકૃતિઓને પ્રદર્શિત કરે છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ બનાવવામાં આવી છે.
May 18, 2025 12:00 pm
18 મે નો દિવસ ‘ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે’
ઉલ્લેખનીય છે કે, 18 મે નો દિવસ ‘ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે’ તરીકે ઊજવવામાં આવે છે, જેની વર્ષ 2025 માટેની થીમ છે ‘ધ ફ્યુચર ઑફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ’ એટલે કે, ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં મ્યુઝિયમનું ભવિષ્ય. આ થીમ એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે, મ્યુઝિયમ કેવી રીતે સામાજિક, તકનીકી અને પર્યાવરણીય બદલાવોમાંથી પસાર થઈ રહેલા વિશ્વમાં અનુકૂલન સાધી શકે છે, નવીનીકરણ કરી શકે છે અને યોગદાન આપી શકે છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં નિર્મિત કરવામાં આવેલા કેટલાંક વિશિષ્ટ અને પ્રખ્યાત મ્યુઝિયમ વિશે માહિતી મેળવીએ.
May 18, 2025 12:00 pm
વડનગર શહેરનો ભવ્ય ઇતિહાસ પ્રદર્શિત
તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં વિવિધ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિને વિશ્વના લોકો સમક્ષ ઉજાગર કરે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના વડનગર ખાતે ભારતના સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પ્રાચીનતમ વડનગર શહેરનો ભવ્ય ઇતિહાસ પ્રદર્શિત કરે છે.
May 18, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Gujarat પોલીસે છેલ્લા 15 દિવસમાં 12 મહત્વના સાયબર કેસ ઉકેલાયા, વાંચો Story
02 - Panchmahalના ગોધરાના ભુરાવાવમાં મુખ્ય રોડ બન્યો ખખડધજ, તંત્રની આંખે પાટા છે !
03 - Hyderabad Fire: ગુલઝાર હાઉસ પાસે ભીષણ આગ, 17ના મોત
04 - Indian Army: 'એવો પાઠ ભણાવશું, પેઢીઓ પણ યાદ કરશે', જવાનો જોશમાં
05 - Jyoti Malhotra : યુટ્યુબર પર લાગ્યા ગંભીર આરોપ, જાણો પરિવારે શું કહ્યું?
06 - Virat Kohli: 'ભારત રત્ન મળવો જોઇએ', પૂર્વ ભારતીય ક્રિકેટરની ખાસ ડિમાન્ડ
07 - Operation Sindoor પહેલા પાકિસ્તાનને જાણકારી આપવામાં આવી હતી? સેનાએ આપ્યો જવાબ
08 - GCAS પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી કરવાની તારીખ લંબાવાઈ
09 - Rajkotમાં પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી, ભર ઉનાળે દર્દીઓ ઘરેથી પંખા લઈને આવવા મજબૂર
10 - Petrol Diesel Prices: રવિવારે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ રેટ
May 18, 2025 11:59 am
Gujarat : આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા અભૂતપૂર્વ મ્યૂઝિયમની કહાની...
મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે, જે લોકો માટે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે, “મ્યુઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે. તે આપણને ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે, અને ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો પ્રત્યે આપણને સભાન કરે છે.”
May 18, 2025 11:42 am
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસની કામગીરી
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે મે 2025 સુધી રૂ. 2.71 કરોડના ફ્રોડમાંથી રૂ. 1.01 કરોડ રિફંડ કરાવ્યા. એક કેસમાં, રૂ. 23 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો આરોપી પુણેથી પકડાયો, જેણે 15થી વધુ બેંક ખાતાઓ દ્વારા રૂ. 50 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું.
May 18, 2025 11:36 am
રાજકોટ સાયબર ક્રાઇમ ટીમની સફળતા
રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે 3 મે 2025ના રોજ રઘુવીરસિંહ ચૌહાણને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરથી પકડ્યો, જેણે બનાવટી પ્રોફાઇલ બનાવી નાણાંની છેતરપિંડી કરી હતી. તે ઉપરાંત 2 મે 2025ના રોજ, 9 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ ઓનલાઈન ગેમ્બલિંગ વેબસાઇટ્સના પ્રમોશન બદલ કાર્યવાહી કરવામાં આવી.
May 18, 2025 11:35 am
CBI અધિકારીની ખોટી ઓળખ આપી વિડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું
15/05/2025ના રોજ વિમા કંપનીના નામે ખોટી પોલીસી લેવડાવી રૂ. 98,85,000ની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યા. જેમણે ફોન/ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી. અન્ય કેસમાં 16/05/2025ના રોજ 90 વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1,15,50,000ની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (ઉ.વ. 22, નેપાળ)ને લખનૌ એરપોર્ટથી ઝડપ્યો. તેણે CBI/EDની ખોટી ઓળખ આપી ફ્રોડ કર્યું હતુ. જ્યારે 16/05/2025ના રોજ સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 22,00,400ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદીયા (ઉ.વ. 21, રહે. અમદાવાદ)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. CBI અધિકારીની ખોટી ઓળખ આપી વિડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું.
May 18, 2025 11:35 am
સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી
02/05/2025ના રોજ દુબઇથી સાયબર ફ્રોડ આચરતી ગેંગના આરોપી અનિલભાઇ ખેની (ઉ.વ. 35, રહે. સુરત)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો, જેણે POS મશીન દ્વારા દિરહામ ઉપાડી ફ્રોડ કર્યું. 4 મોબાઇલ, 5 ડેબિટ કાર્ડ, 12 સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. તે ઉપરાંત 07/05/2025ના રોજ ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપી રૂ. 9,30,700ની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (ઉ.વ. 28, રહે. વાપી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.
May 18, 2025 11:35 am
અમદાવાદમાં ડિજિટલ એરેસ્ટનો કેસ ઉકેલાયો
14 મે 2025ના રોજ અન્ય એક કેસમાં, ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 14.94 લાખની છેતરપિંડી કરનાર જનક ભાલાળા અને ભાવેશ બોરડને સુરતથી ઝડપાયા. આરોપીઓએ ફરિયાદી મહિલાને મુંબઈ સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી, ડ્રગ્સના પાર્સલનું બહાનું કરી ડિજિટલ એરેસ્ટ કરી હતી. તે ઉપરાંત અન્ય એક કેસમાં આરોપી દીલીપ જાગાણી (ઉ.વ. 33, અમદાવાદ) સાયબર ફ્રોડ અને છેતરપિંડીના 7 ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં ડિજિટલ એરેસ્ટ, ખોટા દસ્તાવેજો અને ઠગાઈનો સમાવેશ થાય છે. તે બેંક ખાતાઓ મેળવી, ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરી, નેપાળમાં કંબોડિયન-ચાઈનીઝ નાગરિકો સાથે હેરફેર કરતો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
May 18, 2025 11:34 am
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ, ગૌતમ ઉર્ફે માર્કો, ચિરાગ ઢોલા અને યશ યાદવને ઝડપી પાડ્યા. આ ગેંગે પ્રણય ભાવસાર નામના વ્યક્તિનું ICICI બેંક ખાતું હેક કરી, રૂ. 48.85 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આરોપીઓએ પ્રણયને નેપાળની હોટેલમાં 6 દિવસ ગોંધી રાખી, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ અમદાવાદ અને સુરતથી પકડાયા. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર 200થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
May 18, 2025 11:34 am
છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરોમા ચાર મહત્વના ગુનાના ભેદ ઉકેલાયા
છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો–અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
May 18, 2025 11:34 am
Gujarat પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી, છેલ્લા 15 દિવસમાં 12 મહત્વના સાયબર કેસ ઉકેલાયા
સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
May 18, 2025 11:17 am
રોડનું જલ્દીથી નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માગ
તાજેતર મા જ પહેલી મે ના દિવસે રાજ્યકક્ષાના ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગોધરામાં હતી ત્યારે ગોધરા શહેરના મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળોના મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં નવા નક્કોર બની ગયા હતા પરંતુ ભુરાવાવ વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભુરાવાવ વિસ્તારનો મુખ્ય અને અતિ વ્યસ્ત ગણાતો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળ્યો. આ માર્ગમાં દર વર્ષે ઘૂંટણ સમા પાણી ભરાવવાની પણ સમસ્યા ચોમાસામાં નિયમિત બને છે ત્યારે હજુ રોડ રસ્તા જ નવીન નથી થયા તો સ્થાનિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાલ તેઓની એક જ માંગ છે જલ્દીથી આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે સ્થાનિકોની સમસ્યાનું સમાધાન આવે.
May 18, 2025 11:16 am
રસ્તા ઉપર મસ મોટા ખાડાનું સામ્રાજ્ય
સંદેશ ન્યૂઝ ટીમ દ્વારા તપાસ કરતા રસ્તા ઉપર મસ મોટા ખાડાનું સામ્રાજ્ય હતું સાથે સાથે આ રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડવાથી સ્થાનિક ધંધા રોજગાર ધરાવતા વેપારીઓમાં પણ શ્વાસની તકલીફો વધી હોવાની વાત જાણવા મળી હતી. ખાસ કરીને અહીંયા ગટરોના ઢાંકણાઓ પણ જોખમી રીતે નજરે પડ્યા હતા. ભુરાવાવ સોસાયટીના રહીશો દ્વારા હાલ જ સ્વાગત કક્ષમાં લેખિત રજૂઆતો પણ કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવ્યું નથી.
May 18, 2025 11:16 am
Panchmahalના ગોધરાના ભુરાવાવમાં મુખ્ય રોડ બન્યો ખખડધજ, તંત્રની આંખે પાટા છે !
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તાર જ્યાં અંદાજિત 30 હજારથી ઉપરાંતની વસ્તી ધરાવે જેઓના મુખ્ય માર્ગ નાલંદા સ્કૂલથી ભુરાવાવ બ્રિજ સુધીનો રસ્તો સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ૫ વર્ષ ઉપરાંત સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો દ્વારા અનેક વાર પાલિકા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
May 18, 2025 10:58 am
સ્ટ્રેસ થવાનું મુખ્ય કારણ ભવિષ્યનો ભય છે
ખોટું કર્યું તેની જાણ અન્યને થશે તેનો મોટો ડર હોય છે. શાળા-કોલેજોમાં બાળકો એકલતા અનુભવે છે. મને નોકરી નહીં મળે તો ? લગ્ન માટે વર કે કન્યા ન મળે ત્યારે યુવાધનને અસ્વીકાર્યતાનો ભય મોટો હોય છે. ભવિષ્ય માટે આવી ચિંતા માનસિક સ્ટ્રેસ ઊભો કરે છે. મોટેભાગે અશાંત અને અપરાધી માનસિકતા ડ્રગ્સ અને ગુનાખોરી તરફ્ વાળે છે. જ્યારે સરળ અને મહેનતું યુવાનો છેતરાય છે અથવા કોઈ ષડ્યંત્રનો ભોગ બને કે તેને નિષ્ફળતા મળે ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.
May 18, 2025 10:58 am
કિશોરીએ અગાઉ પણ આપઘાતનો કર્યો છે પ્રયાસ
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કિશોરીએ અગાઉ પણ 10 થી 12 વખત આપઘાતનો પ્રયાસ કર્યો છે, કિશોરીને પિતા નથી પરંતુ તેની માતાએ જણાવ્યું કે તેમની દીકરીએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે, કિશોરીને બે નાની બહેનો છે અને પિતાના અવસાન બાદ માતા ત્રણેય બહેનોનું પાલન પોષણ કરે છે અને કિશોરીને સુરતના રાંદેર પોલીસના હવાલે કરાઈ છે.
May 18, 2025 10:57 am
સ્વિમિંગ માટે જતા સભ્યોની જાગૃતતાએ કિશોરીનો જીવ બચાવ્યો
સુરતમાં સ્વિમિંગ માટે જતા સભ્યોની જાગૃતતાના કારણે એક કિશોરીનો જીવ બચ્યો છે, રોજિંદા કોઝવે પર સ્વિમિંગ માટે જતા સભ્યો સ્વિમિંગ કરી રહ્યાં હતા તે દરમિયાન એક કિશોરી નદીમાં પડે છે અને સ્વિમિંગ કરતા સભ્યોની નજર તેમની પર પડે છે અને તરત કિશોરીને બચાવી લેવામાં આવે છે, કિશોરીએ પહેલા કોઝ વે પર બે થી ત્રણ આંટા માર્યા અને ત્યારબાદ તે કૂદી તો તરત તેને બચાવી લેવામાં આવી છે. તો કિશોરીને પોલીસને સોંપવામાં આવી છે.
May 18, 2025 10:57 am
Suratના રાંદેર કોઝવે પરથી કિશોરીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિક તરવૈયાએ બચાવ્યો જીવ
સુરતમાં રાંદેર કોઝવે પરથી તાપી નદીમાં છલાંગ મારી આપઘાતનો પ્રયાસ કરનાર કિશોરીને તરવૈયાઓ એ બચાવી લીધી છે, નાની ઉંમરે પ્રેમ લગ્નમાં વિલંબ આવતો હોવાથી કિશોરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે, આજે સવારે કિશોરીએ નદીમાં છલાંગ લગાવી પરંતુ હાજર તરવૈયાઓએ તેને બચાવીને નદીમાંથી બહાર કાઢી હતી.
May 18, 2025 10:39 am
જામનગરમાં નકલી દારૂની મીની ફેક્ટરીનો પર્દાફાશ
નકલી દારૂ બનાવતી મીની ફેક્ટરી પર LCBની રેડ, કનસુમરા ગામ નજીક ધમધમતી નકલી દારૂની ફેક્ટરી, 59 બોટલ નકલી દારૂ સાથે 3 શખ્સોને દબોચી લીધા, શેડ ભાડે રાખી નકલી દારૂની ફેક્ટરી ચલાવતા હતા, કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવી નકલી દારૂ બનાવતા હતા.
May 18, 2025 10:21 am
New York: બ્રુકલિન બ્રિજ સાથે મેક્સિકન નેવીનું જહાજ અથડાયું
શનિવારે ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે મેક્સીકન નૌકાદળનું એક જહાજ અથડાયું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી રહી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે જહાજ પૂર્વ નદીમાંથી પસાર થઈ રહ્યું હતું. આ સમય દરમિયાન જહાજનો ઉપરનો ભાગ પુલ સાથે અથડાઈ ગયો. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની પણ માહિતી છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે જહાજમાં 277 લોકો સવાર હતા.
May 18, 2025 10:20 am
૫,૩૭,૦૦૦થી વધુ લોકોએ GCASની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલની મુલાકાત કરી
વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા મારફત GCAS પોર્ટલ દ્વારા પ્રવેશની પ્રક્રિયાના વિવિધ તબક્કાઓનું માર્ગદર્શન મળી રહે તે માટે GCASની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલ(gcas_official), યુટ્યુબ ચેનલ(gcas_official), X(Twitter) તથા લિંક્ડઈન એકાઉન્ટ્સ પણ શરૂ કરવામાં આવેલ છે. જેના પર ક્વિક રજિસ્ટ્રેશન અને સંપૂર્ણ ફોર્મ ફીલિંગની પ્રક્રિયા દર્શાવતાં વિડીયો પણ મૂકવામાં આવેલ છે. હાલ સુધીમાં ૫,૩૭,૦૦૦થી વધુ લોકોએ GCASની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલની મુલાકાત કરેલ છે.
May 18, 2025 10:20 am
સ્નાતક કક્ષાના પ્રોગામમાં કાર્યવાહી
GCAS પોર્ટલ મારફત કોઈ ટેકનિકલ મુશ્કેલી હોય તે તેઓ GCAS હેલ્પલાઇન +૯૧-૭૯-૨૨૮૮૦૦૮૦ ઉપરાંત, GCAS ટેકનિકલ હેલ્પલાઈન +૯૧-૭૯-૨૨૮૮૦૦૮૧ શરૂ કરવામાં આવેલ છે. તા.૧૬.૦૫.૨૦૨૫ સુધીમાં કુલ ૨,૦૮,૯૮૧ વિદ્યાર્થીઓએ ક્વિક રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી કુલ ૧,૨૨,૬૧૯ વિદ્યાર્થીઓએ કોલેજ-પ્રોગ્રામની ચોઈસ કરી દીધી છે. જયારે કુલ ૧,૧૭,૯૯૯ વિદ્યાર્થીઓએ તેમની ઓનલાઈન અરજી સબમિટ કરી દીધી છે. સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં પ્રવેશની કાર્યવાહી માટે યુનિવર્સિટી-કોલેજો દ્વારા ૧૦૦૦ જેટલા ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર અને વેરીફીકેશન સેન્ટર કાર્યરત છે. જેનો ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ-વાલીઓએ લાભ લીધેલ છે.
May 18, 2025 10:20 am
યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક કરીને તેમને સમીક્ષા કરી હતી
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ તા.૧૯.૦૫.૨૦૨૫ના રોજ વિદ્યાર્થીઓને મળવાની હોવાથી તથા અસલ માર્કશીટ વિન વેરીફીકેશન નહિ થઈ શકે તેવા વિદ્યાર્થીઓ-કોલેજનો ગેરસમજને ધ્યાને રાખતાં વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા પ્રવેશના પ્રથમ તબક્કામાં ઓનલાઈન અરજી કરવાની સુવિધા તા.૨૧.૦૫.૨૦૨૫ને બુધવાર સુધી લંબાવવામાં આવી છે. ઓનલાઈન અરજી અને વેરીફીકેશનમાં વિદ્યાર્થીઓ-વાલીઓને કોઈ પ્રશ્નો ન ઉદ્ભવે તથા પ્રવેશ પ્રક્રિયા સુચારુરૂપે થઈ શકે તે માટે માનનીય શિક્ષણમંત્રીશ્રી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ) દ્વારા તા.૧૫.૦૫.૨૦૨૫ના રોજ GCAS પોર્ટલ સાથે સંકળાયેલ યુનિવર્સિટીઓના કુલપતિઓ સાથે બેઠક કરીને તેમને સમીક્ષા કરી હતી.
May 18, 2025 10:19 am
GCAS પોર્ટલ પર પ્રવેશના પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી કરવાની તારીખ લંબાવાઈ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૨૫.૦૩.૨૦૨૫થી શરૂ થઇ ગયેલ છે તથા સંપૂર્ણ ફોર્મ ફીલિંગની પ્રક્રિયા તથા ઓનલાઈન અરજીના વેરીફીકેશનની તા.૦૯.૦૫.૨૦૨૫ને શુક્રવારથી શરૂ થઇ ગયેલ છે.
May 18, 2025 10:10 am
આઠ લાખના કુલરનું 13.50 લાખ ભાડૂ ચૂકવાશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકારે દરેક હોસ્પિટલમાં દર્દીઓ માટે કૂલર મુકવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે 50 કુલર ભાડે લાવવામાં આવ્યા હતાં. જેમાં એક કુલરનું દૈનિક ભાડુ 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. સ્થાનિક નગર સેવક બાલુ સુર્વેએ હોસ્પિટલ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, એસએસજી હોસ્પિટલ દ્વાર આઠ લાખના કુલરનું 13.50 લાખ ભાડૂ ચૂકવશે. ત્રણ મહિને કોન્ટ્રાક્ટરને 13.50 લાખ ચૂકવાશે.
May 18, 2025 10:09 am
પદ્મકુંવરબા હોસ્પટિલમાં ૧૨ બેડ માટે માત્ર ૨ જ પંખા
પદ્મકુંવરબા હોસ્પટિલમાં ૧૨ બેડ માટે માત્ર ૨ જ પંખા છે તો કંઈ રીતે દર્દીઓને કુલરની અને પંખાની હવા મળશે, તમે જ જરા વિચારી લો કે જો આવી હાલત થાય તો ગરમીમાં દર્દીઓને કેવી તકલીફ પડતી હશે, હોસ્પિટલનું તંત્ર અને સરકાર જરા જુઓ આ ગુજરાતમાં હોસ્પિટલમાં કેવી હાલત છે, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અંગેની તપાસ ફરાસ રૂપ નીવડી રહી છે.
May 18, 2025 10:09 am
હોસ્પિટલમાં ઘરેથી દર્દીઓ પંખા લાવવા મજબૂર
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં ભર ઉનાળે દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બન્યા છે, છત પર પંખા નથી અને દર્દીઓ પોતાના ઘરેથી ટેબલ ફેન લાવવા માટે મજબૂર બન્યા છે તો મહત્વનું છે કે ગરમીમાં દર્દીઓને તકલીફ પડી રહી છે તેની વાત હોસ્પિટલના તંત્રને ખબર છે તેમ છત્તા તંત્ર પંખા મૂકવાની વ્યવસ્થા હજી કરતું નથી, તો દર્દીઓની પાસે જે સગા છે તે લોકો દુપટ્ટા વડે પંખો નાખી રહ્યાં છે.
May 18, 2025 10:09 am
Rajkoમાં પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી, ભર ઉનાળે દર્દીઓ ઘરેથી પંખા લઈને આવવા મજબૂર
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેમાં ભર ઉનાળે દર્દીઓ ઘરેથી પંખા લઈને આવવા માટે મજબૂર બન્યા છે, હોસ્પિટલમાં કુલર કે અન્ય વ્યવસ્થા ના હોવાથી દર્દીઓને તકલીફ પડી રહી હોવાની વાત સામે આવી છે, પદ્મકુંવરબા હોસ્પટિલમાં 12 બેડ સામે માત્ર 2 પંખા છે તો હોસ્પિટલમાં દર્દીઓ અને સગાઓના હાલ બેહાલ થઈ ગયા છે અને મહત્વનું છે કે તંત્રને જાણ છે છત્તા તેઓ કેમ આ વાતથી અજાણ બને છે તે સમજાતું નથી.
May 18, 2025 09:22 am
દાહોદમાં મંત્રી બચુ ખાબડના પુત્રોએ કૌંભાડ આચર્યુ
દાહોદમાં મનરેગા કૌભાંડમા રાજ્ય સરકારના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના બંન્ને પુત્રોની સંડોવણી સામે આવી છે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એમ.પટેલે 35 એજન્સીઓ સામે નોંધાંવેલ ફરીયાદમા મંત્રીના પુત્રોની એજન્સીઓ પણ સામેલ છે, મંત્રી પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડે પોલીસ ધરપકડથી બચવા દાહોદ સેસન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી છે, નાણાંકીય વર્ષ 2021 થી 2025 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીઆના કુવા અને રેઢાણા જ્યારે ધાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડા પૂરતું કામ કરાયું હતુ અને ધાનપુર- દે.બારિયામાં 71 કરોડના કામો માં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીઆના મનરેગાના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની કરી છે ધરપકડ.
May 18, 2025 09:21 am
ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં કાર્યવાહી
ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે નોંધ્યો હતો ગુનો અને કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવી રૂપિયા પડાવ્યા હતા તો આ સમગ્ર કેસમાં દાહોદ પોલીસ તપાસ કરી રહી છે અને તમામ આરોપીઓ સુધી પોલીસ પહોંચી પણ ગઈ છે અને સરકારના કરોડો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર આ મંત્રીના પુત્રએ કર્યો હોવાની વાત પણ સામે આવી છે.
May 18, 2025 09:21 am
71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવી હતી
દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ દાહોદ પોલીસે મોડી રાત્રે કરી છે, આ કેસમાં તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે, વર્ષ 2021 થી 2025માં મનરેગા હેઠળ દેખાડા પૂરતું કામ કરાયું હતું અને 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
May 18, 2025 09:21 am
કિરણ ખાબડની એજન્સીએ 7 કરોડ ચાંઉ કર્યાનું ખુલ્યું
આ ઘટનામાં કુલ 35થી વધુ એજન્સીઓએ ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ લાગ્યો છે, મનરેગા કૌભાંડમાં 71 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીની સંડોવણીની શંકા હોવાની પણ વાત સામે આવી છે, ધાનપુર, દેવગઢબારીયાના બે ગામમાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે અને જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે તે એક મોટો સવાલ છે.
May 18, 2025 09:21 am
Dahodમાં મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડની એજન્સીને 5.28 કરોડનું ચૂકવણું કરાયું
દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં બળવંત ખાબડની એજન્સીને 5.28 કરોડનું ચૂકવણું કરાયું છે, સીમામોઈ ગામમાં 38 જેટલા કામોમાં ચૂકવણું કર્યું હોવાની વાત સામે આવી છે જેમાં શ્રી રાજ કન્સ્ટ્રક્શન એજન્સીને 5.28 કરોડ ચૂકવ્યા છે, મંત્રી બચુ ખાબડના બન્ને પુત્રોની સંડોવણીનો ખુલાસો થયો છે, બચુ ખાબડના નાના પુત્રની એજન્સીએ નાણા ચાંઉ કર્યા છે.
May 18, 2025 08:58 am
સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ ઉપરાંત, પ્રોપર્ટી કાર્ડ તથા અન્ય જાહેર સુવિધાઓ સંબંધિત પ્રશ્નો પણ ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં વિવિધ પ્રશ્નો સંદર્ભે નીતિ વિષયક નિર્ણયના ઉકેલ બાબતે ઉચ્ચસ્તરે દરખાસ્ત મોકલી નિકાલ લાવવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્યો સર્વે કિરીટસિંહ ડાભી, બાબુભાઈ પટેલ, પાયલ કુકરાણી, અમિત ઠાકર, હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, કંચનબેન રાદડિયા, કૌશિકભાઈ જૈન, જિતેન્દ્રભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા, અમૂલ ભટ્ટ, ઇમરાન ખેડાવાલા તેમજ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રતિનિધિ, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેકટર હાર્દ શાહ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
May 18, 2025 08:58 am
જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠક યોજાઈ
'ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન' અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા મિશનની બેઠકનું આયોજન અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે કરાયું હતું. આ બેઠકનું આયોજન અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને કરાયું હતું. જેમાં સ્વચ્છ ભારત મિશન અને જલ-જીવન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથેજ સ્વચ્છતાને ધ્યાન રાખીને ગ્રામ પંચાયતોમાં શૌચાલય બનાવવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સભ્ય સચિવ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
May 18, 2025 08:57 am
જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત સહાય મેળવવા અર્થે જિલાના વિવિધ ધર્મસ્થાનો દ્વારા રજૂ થયેલ દરખાસ્તો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બેઠકમાં જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં પ્રવાસન સ્થળોના વિકાસ બાબતે, મહત્ત્વના પ્રવાસન અને યાત્રાધામ સ્થળોની યાદી તેમજ અગ્રતા ક્રમ બાબતે ઉપસ્થિત ધારાસભ્યોના સૂચનો અને મંતવ્યો પરત્વે વિભાગોના અધિકારીઓ સાથે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં અમદાવાદ જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
May 18, 2025 08:57 am
અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવાના મુદ્દે ચર્ચા કરાઈ
જ્યારે શહેરી વિસ્તારના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડને લગતા વિવિધ પ્રશ્નો અંગે, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર કાર્ડ અંગે તથા કાયદો અને વ્યવસ્થાનું યોગ્ય અમલ કરાવવા, રોડ રસ્તા, ટ્રાફિકની સમસ્યા સહિત અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવાના મુદ્દે રજૂઆતો કરી હતી. ધારાસભ્યોના સૂચનો અને મંતવ્યો પરત્વે વિભાગોના અધિકારીઓ સાથે હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી.
May 18, 2025 08:57 am
Ahmedabad કલેકટરે અલગ-અલગ 3 મુદ્દાઓ પર યોજી બેઠક
અમદાવાદ શહેર અને જિલ્લાના વિવિધ પ્રજાકીય પ્રશ્નો બાબતે ધારાસભ્યોની રજૂઆતો સંદર્ભે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સુગમ સંકલન થકી નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા બાબતે હકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીના ભરાવા, નિકાલ અને લીકેજ બાબતે, ચોમાસા પૂર્વે કરવાની થતી જરૂરી કામગીરી વિશે, રેલવે અંડરપાસ, રોડ-રસ્તા અને દબાણો દૂર કરવા બાબતે તથા યાત્રાધામોના વિકાસ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી.
May 18, 2025 08:39 am
પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને કામગીરી કરી શરૂ
જેતપુરના જૂનાગઢ રોડ ઉપર કોલેજ પાસે મોડી રાતે કાર ચાલકે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે જેમાં નશામાં કાર ચાલકે અકસ્માત સર્જાયો હોવાનો સ્થાનિકોનો દાવો છે, કાર ચાલકે બે થી ત્રણ બાઇક અને કારને અડફેટે લીધી જેમાં બે થી ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ વાત સામે આવી છે, તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનામાં ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી અને આ ઘટનામાં પોલીસે ફરિયાદ પણ નોંધી છે.
May 18, 2025 08:39 am
દારૂના નશામાં અકસ્માત કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ
દારૂ પીને વાહન ચલાવી અકસ્માત સર્જવો એ હવે કોઈ સામાન્ય વાત નથી, દારૂ પીને અકસ્માત કર્યા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, તો બેફામ કારચાલકે 2 થી 3 બાઇક અને કારને અડફેટે લીધી હોવાની પણ વાત સામે આવી છે, અકસ્માતમાં બે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા છે અને કારચાલકે અકસ્માત કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને જેતપુર સિટી પોલીસે કારચાલકની અટકાયત કરી છે અને તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.
May 18, 2025 08:39 am
Rajkotના જેતપુરમાં બેફામ કારચાલકે દારૂના નશામાં 2 થી 3 વાહનચાલકોને ઉડાવ્યા
રાજકોટના જેતપુરમાં કાર ચાલકે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, જેમાં કાર ચાલકે દારૂના નશામાં અકસ્માત સર્જયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, કારચાલકે ફુલ સ્પીડમાં કાર ચલાવી હોવાની વાત પણ સામે આવી છે, તો સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી લીધો છે અને પોલીસને સોંપ્યો છે.
May 18, 2025 08:21 am
મહિલા સંમેલનમાં ICDS કમિશનર રણજીતકુમારે સ્વાગત ઉદ્ભોદન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમનું વિતરણ, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનાં મંજુરી હુકમ મંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનાં મંજુરી હુકમનું વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાનાં મંજુરી ચેકનું વિતરણ, માતા યશોદા એવોર્ડ વિતરણ, પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધામાં વિજેતાઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલા કલ્યાણ નિયામકશ્રી પુષ્પા નિનામા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ, આઈ.સી.ડી.એસના સંયુક્ત નિયામક અવંતિકા દરજી, ડે. કમિશનર મનીષાબેન પટેલ,મિશન ડાયરેક્ટર જિજ્ઞાસા પંડ્યા, જીઆરસી નિયામક અમીબેન પટેલ સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી તથા કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા.
May 18, 2025 08:21 am
૩.૫ લાખથી વધુ લાભાર્થીઓ પોષણ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો
મહિલાઓને રાજ્યના સર્વાંગી વિકાસમાં હિસ્સો મળી રહે તેવા ઉમદ્દા હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રેષ્ઠ સ્વૈચ્છિક સંસ્થા અને શ્રેષ્ઠ મહિલા કાર્યકરને ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પ્રાંસગિક ઉદ્ભોદન કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શનમાં પોષણ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યમાં આજે ૩.૫ લાખથી વધુ લાભાર્થીઓ પોષણ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
May 18, 2025 08:21 am
મહિલાઓને યશોદા એવોર્ડથી પ્રોત્સાહિત કરવામાં આવે છે
આ પ્રસંગે ઉપસ્થિત મહિલાઓના ઉત્સાહને જોઈને મને વધુ ઊર્જા મળી રહી છે તેમ જણાવતાં મંત્રી બાબરીયાએ જણાવ્યું હતું કે, તમારા સૌના સહિયારા પ્રયાસ થકી રાજ્યને સુપોષિત બનાવી શકાશે. આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતાં THRના ઉપયોગ થકી સુપોષિત ગુજરાતનો લક્ષ્ય સાકાર થઈ રહ્યો છે. મહિલા સંમેલનમાં સન્માનિત થનાર સૌ બહેનોને અભિનંદન પાઠવતાં મંત્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડીઓમાં નાના ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન તથા પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. બાળકોના પાયાના શિક્ષણને મજબૂત બનાવવામાં મુખ્યસેવિકા, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર બહેનોનો સિંહ ફાળો રહેલો છે. તેમની આ શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે તેમનો માતા યશોદા એવોર્ડથી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
May 18, 2025 08:21 am
ત્રણ આંગણવાડીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકાર દ્વારા નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતી લાવવાના હેતુથી ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને “મહિલા સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીના હસ્તે રૂ. ૪૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટર ખેડાનું ઈ લોકાર્પણ અને GSPC ના CSR ભંડોળ હેઠળ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને દાહોદ, કરાઈ અને ખટામ ખાતે બનાવેલા ત્રણ આંગણવાડીનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
May 18, 2025 08:21 am
Gandhinagarમાં મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને “મહિલા સંમેલન” યોજાયું
દેશના વિકાસનો આધારસ્તંભ સશક્ત અને સક્ષમ મહિલાઓ છે તેમ જણાવતાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ કહ્યું હતું કે, ગુજરાતે શરૂ કરેલી વિકાસયાત્રા નારી શક્તિના બળ થકી વધુ વેગવાન બનશે. સુપોષિત ગુજરાત બનાવવાની દિશામાં દરેક આંગણવાડી કાર્યકરની મહત્વની ભૂમિકા રહેલી છે. મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દીકરીઓ, યુવતીઓ અને મહિલાઓનો પોષણ અને સર્વાંગી વિકાસ સર્વોપરી છે. તેમણે “નારી શક્તિ થી રાષ્ટ્ર નિર્માણ” ના દ્રઢ નિશ્ચયને સાર્થક કરવાની શરૂઆત ગુજરાતથી કરી હતી. તેમના આ દ્રઢ સંકલ્પને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યાં છે.
May 18, 2025 08:04 am
EOS-09 લોન્ચના ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયું, ISRO એ કહ્યું - અમે પાછા આવીશું
આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં PSLV-C61 ના લોન્ચ સમયે, ISRO ના વડા વી નારાયણને કહ્યું, "આ મિશન તેના ત્રીજા તબક્કા દરમિયાન નિષ્ફળ ગયું. અમે તેના પરના અવલોકનો જોઈ રહ્યા છીએ અને મિશન પૂર્ણ થઈ શક્યું નથી. અમે મૂલ્યાંકન પછી પાછા આવીશું."
May 18, 2025 08:02 am
રાજકોટના યાજ્ઞિક રોડ પર ચલાવી બેફામ કાર
તો આ વીડિયો રાજકોટના યાજ્ઞિક રોડ પરનો છે જેમાં બેફામ કાર ચલાવી રહ્યો છે નબીરાઓ, રોડ પર એક બાદ એક સ્કોર્પિયો કાર નીકળી રહી છે અને પાર્કિંગ લાઈટ ચાલુ કરીને નબીરાઓ સીનસપાટા કરી રહ્યો છે, નબીરાઓએ રોડ પોતાના બાપનો સમજી રાખ્યો છે કે શું તે સમજમાં આવતું નથી ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે હજી સુધી કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી નથી અને પોલીસ પણ આવા નબીરાઓને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે, જો આવા નબીરાઓને કાયદાનો પાઠ નહી ભણાવવામાં આવે તો અન્ય નબીરાઓને કંઈ શીખ નહી મળે તે નક્કી છે.
May 18, 2025 08:01 am
પોલીસના ડર વગર બેફામ રીતે નબીરાઓએ ગાડી ચલાવી
સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોલીસનો ડર જાણે રહ્યો ના હોય તેમ બેફામ ગાડી નબીરાઓએ ચલાવી હતી અને રોડને બાનમાં લીધો હતો, સોશિયલ મીડિયામાં સીનસપાટાનો વીડિયો કર્યો વાયરલ અને પોલીસ પડકાર ફેંકનાર તત્વો સામે કાર્યવાહી કરશે કે કેમ તે એક સવાલ છે, એક બાદ એક કાર રોડ પર નીકળી રહી છે અને એમ લાગે કે કોઈ સીએમનો કે કોઈ મંત્રીનો કાફલો જઈ રહ્યો છે, ત્યારે બેશરમીથી વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મૂકવું પણ કેટલું યોગ્ય છે તે વીડિયો પરથી દેખાઈ આવે છે.
May 18, 2025 08:01 am
Rajkotમાં નબીરાઓ બન્યા બેફામ, યાજ્ઞિક રોડ ઉપર ગાડીઓ ચલાવી સીનસપાટા કર્યા
રાજકોટ શહેરમાં નબીરાઓ બેફામ બન્યા છે જેમાં રાજકોટ પોલીસને ખુલ્લો પડકાર નબીરાઓએ ફેંકયો છે, યાજ્ઞિક રોડ ઉપર ગાડીઓ ચલાવી સીનસપાટા કર્યા છે, તો એક સાથે કોઈ કોન્વે નીકળ્યો હોય તેમ ગાડી ચલાવી સીનસપાટા કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ત્યારે હજી સુધી આ બાબતે કોઈ કાર્યવાહી નહી થઈ હોવાની વાત સામે આવી છે.
May 18, 2025 07:44 am
વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું
કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કાર્યક્રમ દરમિયાન વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત ગાંધીનગર પોસ્ટ ડિવિઝન હેઠળ ભારતીય પોસ્ટલ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કોલવડા ખાતે ઉમટેલી જનમેદનીએ ભારત માતાના જયઘોષ અને ત્રિરંગા સાથે સર્વે મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ હોદ્દેદારો, ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
May 18, 2025 07:44 am
વાવોલ અને પેથાપુર આસપાસના અંદાજે ૯થી વધુ ગામના નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ નજીકમાં જ ઉપલબ્ધ થશે
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે કાર્યક્રમના પ્રારંભે સૌનું શાબ્દિક કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આજે ગાંધીનગર શહેર આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગાંધીનગરના બગીચા, રોડ રસ્તા, આરોગ્ય કેન્દ્ર, તળાવ, શાળા, પમ્પિંગ સ્ટેશન, યોગ સ્ટૂડિયો જેવા અનેક વિકાસ કાર્યોની હારમાળા પણ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં સફળતા મળી છે. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ દેશના વીર જવાનોને અભિનંદન આપી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં વાવોલ તથા પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો પ્રારંભ થતાં વાવોલ અને પેથાપુર આસપાસના અંદાજે ૯થી વધુ ગામના નાગરિકોને સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ નજીકમાં જ ઉપલબ્ધ થશે.
May 18, 2025 07:43 am
જનહિતના સંકલ્પોને ખરા અર્થમાં સાકાર કરવાની દિશામાં સૌને સહકાર આપવા અનુરોધ કર્યો
વિકસિત ભારત@૨૦૪૭ના નિર્માણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંકલ્પોનો મુખ્યમંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ, તેમણે વિકાસની ગતિ-પ્રગતિ સાથે ગુજરાતને વર્ષ ૨૦૪૭માં “પર્યાવરણ પ્રિય ગુજરાત” બનાવવાની હાકલ કરી હતી. મુખ્યમંત્રીએ પાણી અને પર્યાવરણની જાળવણી માટે કેચ ધ રેઈન, એક પેડ માં કે નામ, સ્વચ્છતા-સ્વસ્થતા અંગે જાગૃતિ કેળવવા, વોકલ ફોર લોકલથી સ્થાનિક વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપવા, દેશના પ્રવાસનને વેગ આપવા, ગરીબોને મદદ કરવા જેવા જનહિતના સંકલ્પોને ખરા અર્થમાં સાકાર કરવાની દિશામાં સૌને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
May 18, 2025 07:39 am
ગાંધીનગર શહેર એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવ્યું છે
તાજેતરમાં જ ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ વિસ્તારોને ડ્રેનેજ વોટર ટ્રીટમેન્ટ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. ૭૭૧ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી, પરિણામે ગાંધીનગરના નાગરિકોની સુવિધામાં વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનના પરિણામે ગાંધીનગર શહેરમાં આજે NFSU, GNLU, PDEU, NID, IIT અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જેવી ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત થઇ છે અને ગાંધીનગર શહેર એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવ્યું છે.
May 18, 2025 07:38 am
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બદલ સમગ્ર ગુજરાત વતી ભારતીય સેનાના વીર જવાનોને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની આંતરિક સુરક્ષા-સલામતી સહિતની મોટી જવાબદારી નિભાવવા સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સંસદીય મત વિસ્તાર નાગરિકોની સુખાકારીને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. ગાંધીનગર વિસ્તારના દરેક નાગરિક જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવાની તેમની નેમ છે. વધી રહેલા શહેરીકરણ વચ્ચે પર્યાવરણની જાળવણી સાથે નગરજનોને શહેરોમાં પરિવહન, રોજગાર, આવાસ અને તમામ માળખાકીય સુવિધાઓ વિકસાવવાનો રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. એટલા માટે જ, ગાંધીનગરમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને જનસુખાકારીના વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે.
May 18, 2025 07:38 am
ભારતીય સેના અને વડાપ્રધાનને અભિનંદન આપીને આભાર વ્યક્ત કરું છું
તેમણે કહ્યું હતું કે, જ્યારે જ્યારે પણ વિશ્વમાં મિલીટરી ઓપેરેશનોને યાદ કરવામાં આવશે ત્યારે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય નારીના સન્માનમાં અપાયેલ નામ ‘ઓપેરેશન સિંદૂર’ની સફળતાની ચર્ચાઓ ચોક્કસપણે થશે. આતંકવાદીઓ ભારત પર હુમલો કરવાનો દુ:સાહસ કરવાનો પ્રયાસ કરશે, તો ભારત તેનો બમણી તાકાતથી જવાબ આપશે. પાકિસ્તાન દ્વારા પરમાણુ બોમ્બની ધમકીનો ભારતીય વાયુ, જલ અને થલ સેનાએ ઈંટનો જવાબ પત્થરથી આપ્યો છે, તે બદલ હું ગાંધીનગરની જનતાવતી ભારતીય સેના અને વડાપ્રધાનને અભિનંદન આપીને આભાર વ્યક્ત કરું છું.
May 18, 2025 07:37 am
જનતાને આપેલું વચન ઓપરેશન સિંદૂર થકી પૂર્ણ કર્યું
શાહે કહ્યું હતું કે, ભારતીય સેના અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ઓપેરેશન સિંદુર હેઠળ પ્રથમ વાર પાકિસ્તાનની અંદર ૧૦૦ કિલોમીટર સુધી એર સ્ટ્રાઈક કરીને બહાવલપૂર અને સિયાલ કોટ જેવા ૯ કેમ્પને તેમજ ૧૫ જેટલા એર બેઝને નેસ્ત નાબૂદ કરીને ભારતે વિશ્વને પોતાની સૈન્ય ક્ષમતાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. વડાપ્રધાને બિહારની સભામાં જનતાને આપેલું વચન ઓપરેશન સિંદૂર થકી પૂર્ણ કર્યું છે. આ હુમલામાં ૧૦૦થી વધુ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવી દીધા છે. પાકિસ્તાન દ્વારા ભારત પર કરાયેલા ડ્રોન અને મિસાઇલ હુમલાને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ તોડી પડ્યો હતો. ભારતના અદ્યતન એર ડિફેન્સ સામે પાકિસ્તાનનું ટકવું શક્ય નથી.
May 18, 2025 07:37 am
આતંકી સંગઠનોના ૯ જેટલા આતંકવાદી કેમ્પ-વડામથકને ધ્વંસ કરીને નેસ્તનાબૂદ કર્યા
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪માં જ્યારે નરેન્દ્રમોદી વડાપ્રધાન બન્યા તે પહેલા પાકિસ્તાન પ્રેરિત અનેક આતંકવાદી હુમલાઓમાં ભારતના જવાનો અને નાગરિકો ભોગ બનતા હતા, પરંતુ તેની સામે કોઈ જવાબ આપવામાં આવતો ન હતો. વર્ષ ૨૦૧૪ બાદ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય સેનાએ ભારતમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત ઉરી, પુલવામા અને પહેલગાવના આતંકવાદી હુમલાનો સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરથી જડબાતોડ જવાબ આપ્યો છે. તાજેતરમાં ઓપરેશના સિંદૂર હેઠળ ભારતીય સેનાએ લશ્કર એ તોયબા અને જૈશ એ મહોમ્મદ જેવા કુખ્યાત આતંકી સંગઠનોના ૯ જેટલા આતંકવાદી કેમ્પ-વડામથકને ધ્વંસ કરીને નેસ્તનાબૂદ કર્યા હતા. ઓપરેશન સિંદૂરે ભારત જ નહીં, પરંતુ સુરક્ષા ક્ષેત્રે વિશ્લેષણ કરતાં વિશ્વના સુરક્ષા તજજ્ઞનોને પણ અચંબિત કર્યા છે.
May 18, 2025 07:37 am
ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જ રૂ. ૪,૨૬૦ કરોડના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં વિકાસનો યજ્ઞ શરૂ કર્યો હતો. ગુજરાતનાં આ વિકાસ યજ્ઞની તર્જ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિકાસ કામો કરી રહ્યા છે. વડાપ્રધાને વિકાસની સાથે ભારતને તમામ ક્ષેત્રે સુરક્ષિત બનાવવાનું કામ પણ કર્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં પણ ભારતનું સુરક્ષા ચક્ર વધુ મજબૂત અને અભેદ રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું. ગાંધીનગરમાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો કરવાના હેતુ સાથે છેલ્લા ૬ વર્ષમાં અંદાજે રૂ. ૨૫,૦૦૦ કરોડના અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. માત્ર ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં જ રૂ. ૪,૨૬૦ કરોડના વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
May 18, 2025 07:36 am
Gandhinagar લોકસભા વિસ્તારમાં છેલ્લા 6 વર્ષમાં 25,000 કરોડના અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરાયા
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (GUDA) તેમજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રના કુલ રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીનગરના કોલવડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
May 18, 2025 07:20 am
આગામી 7 દિવસ માટે હવામાન કેવુ રહેશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) ના રિપોર્ટ મુજબ, આગામી 7 દિવસમાં, દેશભરના લગભગ 30 રાજ્યોમાં વાવાઝોડા આવશે, કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાશે અને કેટલીક જગ્યાએ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન 6 રાજ્યના કેટલાક ભાગોમાં લૂ ફેકાવાની શક્યતા છે.
May 18, 2025 07:20 am
20મે ના રોજ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
21-22 મેના રોજ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં વાવાઝોડા, વીજળી અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 20 અને 21 મેના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 20મે ના રોજ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
May 18, 2025 07:19 am
ભીષણ ગરમી વચ્ચે, પહાડી રાજ્યોમાં ગાજવીજ, વીજળી, વરસાદ અને તોફાનની શક્યતા
ભીષણ ગરમી વચ્ચે, પહાડી રાજ્યોમાં ગાજવીજ, વીજળી, વરસાદ અને તોફાનની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 18થી 21 મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં 30થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ ઉપરાંત, આ વિસ્તારોમાં વરસાદ, વીજળી અને ગાજવીજ માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. આ દિવસોમાં ઉત્તર પ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.
May 18, 2025 07:19 am
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી, અમદાવાદમાં 38.3 ડિગ્રી, ગાંધીનગરમાં 38.6 ડિગ્રી, ડીસામાં 39.2 ડિગ્રી, વડોદરામાં 37.4 ડિગ્રી, ભુજમાં 38.5 ડિગ્રી, કંડલામાં 40.1 ડિગ્રી, અમરેલીમાં 38.7 ડિગ્રી, ભાવનગરમાં 37.7 ડિગ્રી, રાજકોટમાં 39.3 ડિગ્રી, કેશોદમાં 35.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
May 18, 2025 07:19 am
Weather : રાજયમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ, મોટાભાગના જિલ્લામાં તાપમાન ઊંચકાયું
રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં તાપમાન ઊંચકાયું છે અને રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. 2 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. વરસાદી સિસ્ટમની અસરો ઘટતા ગરમી વધશે અને બપોરના સમયે ગરમ પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
May 18, 2025 07:05 am
ગાંધીનગરના કલોલમાં હીટ એન્ડ રનમાં એક ઘાયલ
છત્રાલ હાઇવે પર હીટ એન્ડ રનમાં યુવક ઈજાગ્રસ્ત, યુવકને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક ફરાર, રોડ ક્રોસ કરતા સમયે યુવકને લીધો અડફેટે, ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો.
May 18, 2025 07:04 am
પંચાયત વિભાગ હસ્તકની ભરતીને લઈ મહત્વના સમાચાર
પંચાયત હસ્તકની જગ્યાઓની ભરતી માટે પરીક્ષા પદ્ધતિ જાહેર, પંચાયત વિભાગે બહાર પાડ્યું નોટિફિકેશન, પંચાયત હસ્તકની વિવિધ ૨૩ પોસ્ટ માટે પરીક્ષા પદ્ધતિ જાહેર, 100 થી 200 માર્ક સાથે પરીક્ષા પદ્ધતિ જાહેર કરાઈ, ભરતી સંદર્ભે વિસ્તૃત નિયમો થયા જાહેર.
May 18, 2025 07:04 am
વલસાડના ઉમરગામમાં દેહલી ગામમાં આગ
ભંગારના ગોડાઉનમાં આગથી ભાગદોડ, ઉમરગામ ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ, આગ લાગવાનું કારણ અકબંધ.
May 18, 2025 07:04 am
ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી ગુજરાતમાં
સાંજે અમિત શાહ અમદાવાદમાં જાહેરસભા સંબોધશે, ગૃહ મંત્રી અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં રહેશે હાજર, 10:30 વાગ્યે સહકારી મહાસંમેલનમાં હાજરી આપશે, સાયન્સ સિટીમાં સહકારી મહાસંમેલનનું આયોજન, 11:45 વાગ્યે મહેસાણાના ગોઝારિયામાં હાજર રહેશે, ગોઝારિયામાં નર્સિંગ કોલેજનું શાહના હસ્તે ઉદ્ઘાટન, સાણંદમાં અમિત શાહની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા, 3:15 વાગ્યે સાણંદના એકલિંગજી રોડથી શરૂ થશે યાત્રા, સાંજે 5:30 વાગ્યે અમદાવાદમાં પલ્લવ બ્રિજનું લોકાર્પણ, AMCના વિકાસકાર્યાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે.
May 18, 2025 07:03 am
ફિનલેન્ડમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાયા
બે હેલિકોપ્ટર અથડાતા 5 લોકોના મોત, એક હેલિકોપ્ટરમાં ત્રણ અને બીજામાં બે લોકો હતા, હેલિકોપ્ટર અથડાયા બાદ જમીન પર તૂટી પડ્યા બંને હેલિકોપ્ટર એસ્ટોનિયાથી ઉડાન ભરી હતી, એજન્સીઓએ દુર્ઘટના અંગે તપાસ હાથ ધરી.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા

Rajkot : હડમતાળાની ફાર્મા કંપનીમાં EDના ધામા, કરોડોના હવાલા કૌભાંડમાં કનેક્શન ખુલતા તપાસ તેજ

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Stock Market Opening: US Iran વચ્ચે તણાવથી શેરબજારમાં ચિંતા, સેન્સેક્સ 299.46 પોઇન્ટ ઘટ્યો

Vaibhav Suryavanshiના ક્રેઝ આગળ બ્રોડકાસ્ટર્સ ઝૂક્યા, ભારત-શ્રીલંકા ટ્રાય-સિરીઝનું થશે લાઈવ ટેલિકાસ્ટ

Petrol Diesel Price Today: પેટ્રોલ ડીઝલ 2.5 રૂપિયા મોંઘુ થવાની આશંકા વચ્ચે જાહેર થયા નવા ભાવ, જાણી લો 4 જૂનનો રેટ

India Weather Forecast : કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીની તૈયારી, હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, જાણો દેશભરના હવામાનની સ્થિતિ

Bihar: મુઝફ્ફરપુરમાં પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ,3 દર્દી જીવતા ભુંજાયા,સ્ટાફ દર્દીઓને તડપતા છોડી ભાગી છૂટ્યો

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા