ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 જુલાઈ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 30 જુલાઈ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Jul 30, 2025 11:47 pm
જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કરી કબૂલાત
Jul 30, 2025 11:37 pm
કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી મળ્યો દારુ
આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે 100 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. વેરાવળમાં કમ્પાઉન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાંથી દારુ મળ્યો છે. હાલમાં પણ પોલીસનું સર્ચ ઓપરેશન આ વિસ્તારમાં ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વિદેશી દારૂનો જથ્થો જોઈને લાગી રહ્યું છે કે રાજ્યમાં દારુ બંધીની માત્ર વાતો જ કરવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે કોના ઈશારે આ પ્રકારના દારૂના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે? શું મોટા માથાઓના ચાર હાથ આ દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરો ઉપર છે કે પછી તેમના દ્વારા મસમોટી રકમ ચૂકવવામાં આવી રહી છે તે પણ મોટો સવાલ છે.
Jul 30, 2025 11:22 pm
Gir Somnath : વેરાવળમાં પોલીસનું સર્ચ ઓપરેશન, 100 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
રાજ્યમાં માત્ર નામની જ દારુ બંધી હોય તેવું લાગી રહ્યું છે. ગીર સોમનાથમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથમાં પોલીસે વિદેશી દારુ ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ અને તેને મોટી સફળતા મળી છે. વેરાવળના ખારવાવાડ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ. જેમાં LCB સહિત 5 પોલીસ સ્ટેશનનો સ્ટાફ સર્ચમાં જોડાયો છે. 100થી વધુ પોલીસ જવાનોના કાફલા સાથે વિસ્તારમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
Jul 30, 2025 11:10 pm
મુંદ્રાના જૂના બંદર રોડ પર અકસ્માતમાં એકનું મોત
Jul 30, 2025 10:54 pm
પોરબંદરના 2 પોલીસ કર્મી ડિસમિસ કરાયા
Jul 30, 2025 10:39 pm
મિલકતોની વિગતનો રિપોર્ટ અપૂરતો હોવાથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું
30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે એવીી પણ ચર્ચા છે કે આ તપાસમાં રાજકોટના અનેક મોટા માથાઓ પણ ઝપટે ચડે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં પ્રથમ વખત ઈન્કમ ટેક્સ વિભાગે 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની એન્ટ્રી ચકાસવાની શરૂઆત કરી છે. રાજકોટમાં DH કોલેજના મેદાનમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ સર્વેની કામગીરી શરૂ કરી છે.
Jul 30, 2025 10:27 pm
Rajkot : સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન, 30 લાખથી વધુના દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાઈ
રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આવકવેરા વિભાગે સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 5માં ઈન્કમ ટેક્સ વિભાગે સર્વે શરૂ કર્યો છે. મિલકતોની વિગતનો રિપોર્ટ અપૂરતો હોવાની વાત સામે આવતા જ આવકવેરા વિભાગે કાર્યવાહી છે.
Jul 30, 2025 10:11 pm
ગીર ગઢડામાં વૃદ્ધાને ફાડી ખાનાર સિંહણ પાંજરે કેદ
Jul 30, 2025 09:56 pm
તમે કાયદો તોડશો તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે
IT એક્ટ 2000ની કલમ 79(3)(b) માં જોગવાઈ છે કે જો કોઈ OTT પ્લેટફોર્મ કાયદો તોડે છે અને અશ્લીલ સામગ્રી પ્રસારિત કરે છે તો તે એપ્લિકેશન સામે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય છે. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સંબંધિત મંત્રાલયો સાથે વાતચીત બાદ, અત્યાર સુધીમાં 43 OTT પ્લેટફોર્મ બ્લોક કરવામાં આવ્યા છે. અશ્લીલ સામગ્રી પર કડક કાર્યવાહી કરવા માટે, સરકારે ગયા અઠવાડિયે ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓને 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો, જેમાં Ullu, ALTT અને Desiflix વગેરે જેવા ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે.
Jul 30, 2025 09:47 pm
ઓટીટી પ્લેટફોર્મ સામાન્ય માર્ગદર્શિકાનું પાલન કરવા માટે બંધાયેલા
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું કે નિયમોના ભાગ IIIમાં ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટ અને ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ માટે આચારસંહિતા આપવામાં આવી છે. ઓટીટી પ્લેટફોર્મે તેનું પાલન કરવું પડશે કે તે કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ કન્ટેન્ટ બતાવતું નથી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી છે કે OTT પ્લેટફોર્મ નિયમોના સમયપત્રકમાં આપેલા સામાન્ય માર્ગદર્શિકાનું પાલન કરવા માટે બંધાયેલા છે, એટલે કે, OTT પ્લેટફોર્મ નગ્નતા અને હિંસા સંબંધિત કંઈપણ દર્શાવતી કોઈપણ સામગ્રી બતાવી શકતા નથી.
Jul 30, 2025 09:36 pm
43 OTT Apps Ban : અશ્લીલતા ફેલાવનારી એપ્લિકેશન પર સરકારની મોટી કાર્યવાહી, 43 ઓટીટી એપ્સ કરી બ્લોક
OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા ફેલાવનારી એપ્સ સામે સરકાર મોટી કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકારે સંસદમાં જાણકારી આપી છે કે અત્યાર સુધીમાં અશ્લીલ, હિંસક, પુખ્ત અને સાંસ્કૃતિક રીતે વાંધાજનક કન્ટેન્ટ આપનારી 43 ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા છે. સરકારે IT એક્ટ 2000 હેઠળ માહિતી ટેકનોલોજી નિયમો 2021ને અધિસૂચિત કર્યા છે. નિયમો મુજબ OTT પ્લેટફોર્મ માટે સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે.
Jul 30, 2025 09:29 pm
પાલિકા, GPCBના સંયુક્ત અભ્યાસ બાદ આદેશ
તેનું વિશ્લેષણ કરી તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટર્લિંગ એડ લાઈફ ઈન્ડિયા પ્રા.લી.આઈનોક્સ મલ્ટી પ્લેક્સની સામે રેસકોર્ષ સર્કલ પાસે વડોદરા સામે આજરોજ GPCB દ્વારા બાયો મેડીકલ વેસ્ટ રૂલ્સ 2016ની જોગવાઈનું ઉલ્લંઘન કર્યુ છે. જે પર્યાવરણ અધિનિયમ 1986ની કલમ 15 હેઠળ સજાપાત્ર ગુનો બને છે. જેમાં 5 વર્ષ સુધી કેદ અથવા 1 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને જોગવાઈ છે. જે આ કસુર ચાલુ રહે તો તેને આ વર્ષ સુધી દરરોજ 5,000નો દંડ અને ત્યારબાદ 7 વર્ષ સુધી કેદનો દંડ થવા પાત્ર છે. જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલને આરોગ્ય સંભાળ સુવિધાનું સંચાલન 30 દિવસ બાદ સુધારો ન થાય ત્યાં સુધી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
Jul 30, 2025 09:19 pm
Vadodara: બાયો મેડિકલ વેસ્ટ ગોત્રી ગાર્ડનમાં નાખવા મામલે મોટી કાર્યવાહી, સ્ટર્લિંગ હોસ્પિટલને 30 દિવસ બંધ રાખવા આદેશ
વડોદરા શહેરના પશ્રિમ ઝોનમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા આરોગ્ય સંભાળ સુવિધાએ જાહેર સ્થળોએ ગેરકાયદેસર રીતે બાયો મેડીકલ કચરાનો નિકાલ કરતા બાયો મેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ની જોગવાઈનું ઉલ્લંઘન કરવા બદલ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી હોસ્પિટલને 30 દિવસ પછી સુધારો ના થાય ત્યાં સુધી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં બનેલી ઘટના સંદર્ભે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા પોતાની હોસ્પિટલમાંથી દરરોજની જેમ કચરાનો જથ્થો કચરો એકત્રિત કરતા ટ્રેકટરમાં નાખવામાં આવ્યો હતો અને ટ્રેકટરના ચાલકે તમામ કચરો ગોત્રી ગાર્ડન ખાતે નાખ્યો હતો. સદર કચરામાંથી અમુક જથ્થો બાયો મેડીકલ વેસ્ટનો મળી આવ્યો જે સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાના ગોત્રી ગાર્ડન શાખાના કર્મચારીઓને જાણ થતા તેઓએ સોલિડ વેસ્ટ વિભાગમાં સદર બનાવ બાબતે જાણ કરવામાં આવી હતી. આથી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા બાબતે તાત્કાલિક GPCBને જાણ ક૨વામાં આવી હતી અને GPCB અને વડોદરા મહાનગરપાલિકાની વિવિધ ટીમોની હાજરીમાં કવોન્ટમાં એન્વાયરર્નમેન્ટ એન્જિનિયરોએ ઘટના સ્થળે આવી તમામ કચરાનો જથ્થો એકત્રિત કર્યો હતો.
Jul 30, 2025 09:08 pm
ભારત પર ટેરિફ લગાવવા મુદ્દે એક્સપર્ટની પ્રતિક્રિયા
Jul 30, 2025 08:59 pm
વડોદરામાં શૈક્ષણિક સંસ્થાના કર્મી દ્વારા છેડતી
વડોદરામાં વિદ્યાલય એજ્યુકેશન કેરના કર્મીએ સગીરાની છેડતી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. કર્મચારી વિક્રમ રાવતે સગીરાની છેડતી કરી છે.
સગીરાએ પરિવારને કહેતા મામલો બહાર આવ્યો છે. પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jul 30, 2025 08:13 pm
પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની હત્યા
બનસાકાંઠાના થરાદના ડુવા ગામમાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની હત્યા કરી દેવાઈ છે. યુવકના પિતાને પહેલા ગાડીથી ટક્કર મારી ત્યારબાદ હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી. એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલમાં હત્યા કરી દેવાઈ છે. પોલીસે યુવતીના 12 પરિજનો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Jul 30, 2025 07:47 pm
બાવળાના ઢેઢાળ ગામમાં આઇસર પલટી
બાવળાના ઢેઢાળ ગામમાં પાણી ભરાવાથી રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તો બંધ હોવા છતાં ચાલક તે રસ્તે ગયો અને આયસર પલટી મારી ગઈ હતી. સદભાગ્યે આઇસર ચાલકનો બચાવ થયો હતો.
Jul 30, 2025 06:58 pm
કચ્છના અંજારના સાપેડા ગામે અકસ્માત
કચ્છના અંજારમાં સાપેડા ગામમાં આહિર સમાજની વાડી પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક પછી એક ભારે વાહનો અથડાતા અકસ્માત સર્જાયો હતો.ટ્રેલર અને ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે. નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે
Jul 30, 2025 06:54 pm
અમદાવાદના શાહીબાગમાં અકસ્માતનો કેસ
અમદાવાદના શાહીબાગમાં અકસ્માતના કેસમાં ટ્રાફિક પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી છે. દિલીપસિંહ રાઠોડના સગીર પુત્રએ અકસ્માત કર્યો હતો. મૃતક પુત્રને સ્કૂલમાં મૂકીને પરત આવતા હતા.સરદાર સ્મારક પાસે અકસ્માતની ઘટના બની હતી
Jul 30, 2025 06:36 pm
માનસિક રીતે અસ્વસ્થ મહિલાનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદના બાવળામાં માનસિક રીતે અસ્વસ્થ મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસે આ મહિલાને બચાવી લીધી છે. આ મહિલા પાણીમાં કૂદીને આપઘાત કરવા જતી હતી. બાવળા ધોળકા રોડ પર અંડરપાસમાં કૂદી હતી.પોલીસે અંડરપાસમાંથી મહિલાને બહાર કાઢી હતી.
Jul 30, 2025 06:20 pm
અમેરિકાએ ભારત પર લગાવ્યો 25% ટેરિફ
અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર થયો છે. મળતી માહિતી અનુસાર, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે ઘણા સમયથી વાતચીત ચાલી રહી હતી. આ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં, ભારતની અમેરિકામાં નિકાસ 22.8 ટકા વધીને $25.51 બિલિયન થઈ છે, જ્યારે આયાત 11.68 ટકા વધીને $12.86 બિલિયન થઈ છે.
Jul 30, 2025 06:00 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. NISAR Satellite Launch: પૃથ્વીના એમઆરઆઇ તરીકે કામ કરશે NISAR, કુદરતી તબાહી અંગે અગાઉ જ મળશે એલર્ટ
2. Ahmedabad News: પોલીસની કામગીરીથી હાઇકોર્ટ લાલઘૂમ, રોંગ સાઈડ આવતા વાહનો જપ્ત કરવા આદેશ
4. WCL 2025: જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમીફાઈનલ મેચ થશે રદ્દ, તો મેચનું પરિણામ શું આવશે?
5. World News: સીરિયાની નવી સરકાર સાથે ભારતનો સીધો સંવાદ, વિવિધ સેક્ટર વિશે કરવામાં આવી ચર્ચા
8. Jamnagar : આંગણવાડીમાંથી ગેસના બાટલાની ચોરીને અંજામ આપનાર નિવૃત શિક્ષકને LCBએ ઝડપ્યો
Jul 30, 2025 05:49 pm
શ્રી હરિકોટા ખાતેથી નિસાર સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો
આજે 30 જુલાઈ 2025નો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ બન્યો છે. નાસા અને ઈસરોના સંયુક્ત સાહસ નિસાર સેટેલાઈટને શ્રી હરિકોટાના સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે.
Jul 30, 2025 05:38 pm
રોંગ સાઈડ આવતા વાહનો જપ્ત કરવા આદેશ
ગુજરાતમાં રોડ રસ્તા ,રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા કોર્ટે અગાઉ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કોઈ પણ અધિકારી હોય જો તે નિયમોનો ભંગ કરે તો તેની પણ ગાડી જપ્ત કરો. આજે કોર્ટ પોલીસની કામગીરીથી લાલઘૂમ થઈ હતી. રોંગ સાઈડમાં પસાર થતા વાહનચાલકોના વાહનો જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.
Jul 30, 2025 05:29 pm
સહકારી કંપનીમાં રોજમદારના શોષણ મુદ્દે આંદોલનના એંધાણ
સુરતના માંગરોળની દીણોદ ખાતે આવેલ સહકારી કંપનીમાં રોજમદારના શોષણ મુદ્દે આંદોલનના એંધાણ જોવા મળી રહ્યાં છે. સમય મર્યાદા કરતા વધુ કામ કરવા છતાં વેતન પૂરતુ ન આપી આર્થિક શોષણ તેમજ પરપ્રાંતીય કર્મચારીઓ દ્વારા યુવતિ સાથે અભદ્ર વ્યવહાર મુદ્દે અધિકારી ઓને લેખિત રજુઆત કરી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.
Jul 30, 2025 05:04 pm
આણંદના સારસામાં ખેડૂતોનો હોબાળો
કેળાના યોગ્ય ભાવ નહીં મળતા આણંદના સારસામાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. કમિશન એજન્ટ ભાવ તોડતા હોવાનો આરોપ લગાવાયો હતો. કેળાનો ભાવ પ્રતિ મણ 220થી ઓછો મળી રહ્યો છે. અન્ય જિલ્લામાં કેળાનો ભાવ પ્રતિ મણ 280 થી 300 છે.
Jul 30, 2025 04:49 pm
આરોગ્ય ક્ષેત્રે રીસર્ચ માટે સ્કીમ ફોર પ્રમોટીંગ રીસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેરને મંજૂરી અપાઇ
રાજ્ય આરોગ્ય સેવા,સુવિધાઓને સતત શ્રેષ્ઠત્તમ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તબીબી વિજ્ઞાની અંદરમાં નવા જ્ઞાન, નિદાન અને ચિકિત્સાની નવી પધ્ધતિઓન તેમજ રોગોનો બોજ, તેના ફેલાવા, તેની પાછળના પરિબળો પર સંશોધન કરી શકાય તેમજ રાજયમા તબીબ સંશોધનના માહોલને પ્રોત્સાહન મળે તે માટે જનહિતલક્ષી બનાવવા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નવીન યોજના “સ્કીમ ફોર પ્રમોટીંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર” શરૂ કરવામાં આવી છે.જેને વહીવટી મંજૂરી અપાઇ છે.
Jul 30, 2025 04:38 pm
દ્વારકામાં ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી
દ્વારકામાં ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી જમીન પર ગેરકાયદે કરી દેવાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યાં છે. આજે તંત્ર દ્વારા રુપેણના ખુશાલનગરમાં દબાણ દૂર કરાયા હતાં. તંત્રએ ગુનેગારોના મકાન તોડી પાડ્યા હતાં.
Jul 30, 2025 04:33 pm
ભારતમાલા પ્રોજેક્ટમાં તંત્રની પોલ ખુલી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા માંથી પસાર થતો સરકારનો ડ્રિમ પ્રોજેક્ટ એટલે ભારત માલા પ્રોજેક્ટ બનાવ આવ્યો છે. બનાવવાનું નું મુખ્ય કારણ ઝડપથી ટ્રાન્સપોર્ટેશન તેમજ દેશમાં આપતક્લીન સમય વખતે એક થી બીજા જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાં ઝડપથી પહોંચી શકાય તે માટે ભારત માલા હાઇવે બનાવવા માં આવ્યો તેમજ સરકારે ભારતમાલા હાઇવે પાછળ અબજો રૂપિયા ના ખર્ચો કરવામાં આવ્યો છે.પરંતુ માત્ર 5 મહિનામાં ભારતમાલા નેશનલ હાઇવેના કામકાજમા થયેલા ભ્રસ્ટાચારે સમગ્ર તંત્રની પોલ ખોલી નાખી છે
Jul 30, 2025 04:25 pm
ચાલુ વર્ષે કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થયું
કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 6 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં થયેલા કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 77 ટકાથી વધુ વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
Jul 30, 2025 04:22 pm
ખેડાના મહેમદાવાદના ખેતરો પાણીથી ગળાડૂબ
શ્રીકાર વર્ષા બાદ ખેતરોમાંથી હજુ પાણી ઉતર્યા નથી, ધરતીપુત્રોની આશરે 5 વીઘા જમીન સરોવર બની, ખેડૂતોની ડાંગરની વાવણી પર પાણી ફરી વળ્યા, દાજીપુરા, મોદજ, ગૌતમપુરાના ખેતરોમાં પાણી, વિક્રમપુરા, ભુમાપુરા, જીંજર ગામના ખેતરો પાણી પાણી, એક્સપ્રેસ હાઇવે બન્યા બાદથી આવી સ્થિતિઃ ખેડૂતો, નેતાઓના મોટા વાયદા પણ પાણીનો નિકાલ નહીં, ચૂંટાઈ ગયા પછી નેતાઓ ફરકતા નથી તેવા આક્ષેપ.
Jul 30, 2025 04:04 pm
નવસારી મહાનગરપાલિકાની જોહુકમી
મનસ્વી રીતે રોજમદારોને કર્યા છૂટા, પગારકાપ અંગે રજૂઆત કરવા ગયા હતા, સરકારી કામગીરીમાં વિક્ષેપ બદલ કર્યા ડિસમિસ, મનપાએ 6 કર્મચારીઓને નોકરીમાંથી કર્યા છૂટા, ડ્રેનજ, ઇલેક્ટ્રિક, એસ્ટેટ શાખાના કર્મચારીઓ ડિસમિસ.
Jul 30, 2025 04:00 pm
બનાસકાંઠામાં યુરિયા ખાતરની ગંભીર અછત
થરાદ અને વાવ તાલુકામાં યુરિયાની અછત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની ચીમકી, તાત્કાલિક ખાતર નહીં મળે તો રસ્તા પર ઉતરીશું, સોશિયલ મીડિયા પોસ્ટમાં સરકારને પૂછયા સવાલ, સરકાર ખેડૂતો માટે શું કરે છે?: ગુલાબસિંહ.
Jul 30, 2025 03:55 pm
દીવના ઘોઘલા બ્રિજ પર અકસ્માતમાં એકનું મોત
ટ્રક અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માતમાં વૃદ્ધનું મોત, 65 વર્ષીય ટુ-વ્હીલર ચાલક હસમુખ જાનીનું મોત, અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિકજામના દ્રશ્યો, વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો.
Jul 30, 2025 03:51 pm
અમદાવાદમાં ખોટો ડ્રાઇવર રજૂ કરતા ફરિયાદ
ટ્રક ચાલકે કાર ચાલકને ટક્કર મારતા મોત થયુ હતુ, મહેમદાવાદ પોલીસ મથકે 4 વિરુધ્ધ ફરિયાદ, ટ્રક માલિક જબ્બાર ગગન સહિત 3 વિરુધ્ધ ફરિયાદ, મોત બાદ ટ્રક ચાલક ફરાર થતા ખોટો ડ્રાઇવર રજૂ કર્યો, ખોટા ડ્રાઇવર તરીકે સરફરાજ મીંયાને રજૂ કર્યો, બનાવટી એફીડેવીટ,લાયસન્સ રજૂ કરતા ફરિયાદ, જબ્બાર ગગન, સરફરાજ મીયા મલેક વિરુદ્ધ ફરિયાદ, રફીક મલેક, સલીમ મિયા મલેક વિરુધ્ધ ફરિયાદ.
Jul 30, 2025 03:45 pm
પ્રેમલગ્ન કરનાર દંપતિનો અપહરણ બાદ છૂટકારો
સુરતના કાપોદ્રામાંથી દંપતિનું કરાયું હતું અપહરણ, સાત મહિના પેહલા યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, યુવતીના પિતાએ જ દીકરી અને તેના પતિનું અપહરણ કર્યુ, દીકરીએ કરેલ પ્રેમલગ્નનું દુઃખ થતા અપહરણ કર્યુ, પોલીસે કુલ સાત આરોપીની પંચમહાલથી ધરપકડ કરી, પોલીસે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યુ.
Jul 30, 2025 03:35 pm
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્યવ્યાપી દરોડા
સુરતના કતારગામમાં પાડવામાં આવ્યા દરોડા, નકલી સ્પુરીયસ દવાઓ વેચતી એજન્સી પર દરોડા, શિવાય મેડિકો એજન્સી પર પડ્યા દરોડા, શીવાય મેડીકોમાંથી 136 ડુપ્લિકેટ દવાની સ્ટ્રિપ જપ્ત, શરીરના સોજા ઓછ કરવા વપરાય છે આ દવા, રાજ્યભરમાંથી 17 લાખની કિંમતની નકલી દવા જપ્ત, અમદાવાદના પારસ કેમિસ્ટ પાસેથી દવા ખરીદીઃ દુકાનદાર, 400 યૂનિટના 1.37 લાખ ચૂકવ્યાઃ દુકાનદાર.
Jul 30, 2025 03:29 pm
બરવાળા તાલુકાનાં સમગ્ર નાગરિકોને રોજીંદા જીવનને સ્પર્શતાં પ્રશ્નોનું નિરાકરણ આવશે
આ તાલુકા કક્ષાનાં જાહેર ફરિયાદ નિવારણ ("સ્વાગત“) કાર્યક્રમમાં બરવાળા તાલુકાનાં સમગ્ર નાગરિકોને રોજીંદા જીવનને સ્પર્શતાં પ્રશ્નો, લાંબા સમયથી પડતર પ્રશ્નો, નિતિ વિષયક પ્રશ્નો કે તે સિવાયની અન્ય તકલીફો કે જેનો સ્થાનિક તંત્ર દ્વારા અરજી કરવા છતાં નિકાલ ન કરવામાં આવતો હોય તેવાં પ્રશ્નો રજુ કરી શકાય છે. સ્થાનિક તંત્ર દ્વારા તમામ પ્રશ્નોનો નિયમોનુસાર નિકાલ કરવામાં આવશે.આવા પ્રશ્નો માટેની અરજી તારીખ ૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારનાં ૧૧-૦૦ કલાકથી સાંજનાં ૬-૦૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. તેમ મામલતદાર, બરવાળા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Jul 30, 2025 03:28 pm
Botad News : બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ' 26 ઓગસ્ટના રોજ યોજાશે
બરવાળા તાલુકાનો ‘તાલુકા સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ' મામલતદાર કચેરીનાં સભાખંડમાં, જિલ્લા પોલીસ અધિક્ષક, બોટાદના અધ્યક્ષ સ્થાને આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ મંગળવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે યોજાશે.
Jul 30, 2025 03:15 pm
Porbandar News : ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડના અધિકારી રૂપિયા 1,25,000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
આ કામના ફરીયાદી પાસે આક્ષેપિત દ્રારા સુદામાં ડેરી ખાતે પ્લાન્ટમાં કોઇ પણ પ્રકારની ખામીઓ ન કાઢવા માટે દર મહિને રૂ.૨૫,૦૦૦/- લાંચ પેટે આપવા પડશે નહી તો ડેરીના પ્લાન્ટમાં ખામીઓ કાઢી પ્લાન્ટ બંધ કરાવી દઇશ તેમ જણાવ્યુ હતુ. જેથી પાંચ માસના કુલ રૂ.૧,૨૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, તે દરમ્યાન ફરિયાદીએ આક્ષેપિત સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.
Jul 30, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Kheda News: ગોબલજ ગામના તળાવમાં 15 ફૂટનું ગાબડુ પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા
03 - Param Sundariની નવી ડેટ રિલીઝ, ફિલ્મને લઇને મેકર્સે આપી વધુ એક સરપ્રાઇઝ
05 - World News: દુનિયાના 75% જ્વાળામુખી અને 90% ભૂકંપનું નિર્માતા એટલે કમચટકા પ્રાયદ્વીપ
07 - Tsunamiની 6 ફૂટ ઉંચી લહેરો જોતા યાદ તાજી થઇ 2011ની તબાહી, જાપાનમાં 14 વર્ષ પહેલા શું થયુ હતુ ?
08 - Gandhinagar News : રાજયના નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં વધુ 151 ST બસો સેવારત થઈ
Jul 30, 2025 02:49 pm
રાજકોટમાં દવા વિક્રેતાઓ પર ફૂડ વિભાગની રેડ
મોટી ટાંકી ચોકમાં દવા વિક્રેતાઓને ત્યાં તપાસ, તપાસ બાદ દુઃખાવાને લગતી દવાના સેમ્પલ લેવાયા, રાજકોટ ઉપરાંત જામનગરમાં ફૂડ વિભાગના દરોડા, રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, ગાંધીનગરની ટીમ પણ કાર્યવાહીમાં જોડાઈ.
Jul 30, 2025 02:44 pm
ભાવનગર શહેર ભાજપ ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો
ભાજપ ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર બુટલેગરોનો હુમલો, દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા ફરિયાદ કરી હતી, ફરિયાદની દાઝ રાખી નીતિન રાઠોડ પર હુમલો, શહેરના વડવા તલાવડી વિસ્તારમાં બન્યો બનાવ, નીતિનભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા.
Jul 30, 2025 02:25 pm
અમદાવાદના શાહીબાગમાં રફ્તારનો કહેર
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કારની સ્થિતિ જોઈને લાગે કે ઓવર સ્પીડમાં હશે અને એક એક્ટિવા ચાલકને ટક્કર વાગતાં તેનું મોત થયું છે, પોલીસે પણ આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, અકસ્માત સર્જનાર નશાની હાલતમાં હોય એવું હાલ જણાતું નથી પરંતુ મેડિકલ રીપોર્ટ બાદ જાણી શકાશે કે નશો કર્યો છે કે નથી કર્યો આવું નિવેદન પોલીસનું છે, અમદાવાદમાં બેફામ નબીરાઓ માટે અકસ્માત સર્જવો એ હવે સામાન્ય બાબત બની ગઈ છે.
Jul 30, 2025 02:25 pm
અકસ્માત કરનાર કાર ચાલક બુટલેગરનો પુત્ર
આ અકસ્માત કરનારના પિતા પણ બુટલેગર છે અને દાદાનો પણ ગુનાહિત ઈતિહાસ છે, પિતા અગાઉ શાહીબાગ વિસ્તારમાં દારૂનો ધંધો કરતા હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે, પિતા દિલીપસિંહ રાઠોડ પોલીસ ચોપડે બુટલેગર તરીકે ફરાર છે, દાદા કિશોરસિંહ રાઠોડ ઉર્ફે કિશોર લંગડો પણ બુટલેગર હોવાની વાત સામે આવી છે. અકસ્માત સર્જનાર આદિત્ય રાઠોડના હથિયાર સાથેના વીડિયો વાયરલ થયા છે, કારમાં હથિયાર સાથે ગીતો પર આદિત્ય ઝૂમી રહ્યો છે.
Jul 30, 2025 02:24 pm
Ahmedabad News : શાહીબાગમાં બુટલેગરના પુત્રએ અકસ્માત સર્જતા 1નું મોત, પિતા અને દાદાનો પણ ગુનાહિત ઇતિહાસ
અમદાવાદના શાહીબાગમાં બુટલેગરના પુત્રએ અકસ્માત સર્જયો છે જેમાં એક વ્યકિતનું મોત થયું હોવાની વાત સામે આવી છે, કારની ટક્કરથી એકટિવા ચાલકનું મોત થયું છે, કારે ફુલ સ્પીડમાં એકટિવા અને રિક્ષાને ટક્કર મારતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, અકસ્માતમાં રિક્ષાચાલકને ઇજા થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
Jul 30, 2025 02:23 pm
નવસારી મહાનગરપાલિકાની જોહુકમી
નવસારી મહાનગરપાલિકાની જોહૂકમી સામે આવી છે. મનસ્વી રીતે રોજમદારોને છૂટા કરતાં રોષ ફેલાયો છે. પગારકાપ અંગે કર્મચારીઓ રજૂઆત કરવા ગયા હતાં. સરકારી કામગીરીમાં વિક્ષેપ બદલ ડિસમિસ કરી દેવામાં આવ્યા હતાં. મનપાએ 6 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હતાં.
Jul 30, 2025 02:21 pm
ખેડાના મહેમદાવાદના ખેતરો પાણીથી ગળાડૂબ
ખેડાના મહેમદાવાદના ખેતરોમાં ભારે વરસાદના કારણે હજી પાણી ભરાઈ ગયાં છે. ખેડૂતોની પાંચ વિઘા કરતાં વધુ જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેડૂતોની ડાંગરની વાવણી પર પાણી ફરી વળ્યા છે. એક્સપ્રેસ હાઇવે બન્યા બાદથી આવી સ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.
Jul 30, 2025 01:45 pm
એસટી બસ રોજના 27 લાખથી વધુ મુસાફરોને તેમની ગંતવ્યસ્થાને પહોંચાડે છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.નિગમ દૈનિક 8 હજારથી વધુ બસો દ્વારા દરરોજ 33 લાખ કિલોમીટરનું સંચાલન કરીને 27 લાખથી વધુ મુસાફરોને તેમની ગંતવ્યસ્થાને પહોંચાડે છે. તહેવારો અને વિશિષ્ટ અવસરો પર વધારાની બસોનું સંચાલન કરીને નિગમ અવિરત સેવાથી સમગ્ર સમાજને જોડતું રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસ.ટી. નિગમની નવી 151 બસોને પ્રસ્થાન કરાવ્યું તે વેળાએ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ તથા ગાંધીનગરના ધારાસભ્યો રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર અને માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ, ગાંધીનગર શહેર પ્રમુખ ડૉ. આશિષ દવે, વાહન વ્યવહાર અગ્ર સચિવ આર. સી. મીણા, એસ.ટી. નિગમના એમ.ડી. નાગરાજન અને વરિષ્ઠ અધિકારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Jul 30, 2025 01:45 pm
151 સુપર એક્સપ્રેસ બસો રૂ. 52.63 કરોડના ખર્ચે જનસેવામાં મૂકવામાં આવી છે
આ વર્ષના બજેટમાં રાજ્ય સરકારે કુલ 1963 નવી બસોની ખરીદીની મંજૂરી આપી છે તેમજ PPP મોડલ અંતર્ગત 100 આધુનિક AC બસોના સંચાલનનું આયોજન પણ હાથ ધરીને સમગ્રતયા 2063 બસો લોકોની સેવામાં મૂકવાનું પ્રાવધાન કર્યું છે. આ પૈકી 151 સુપર એક્સપ્રેસ બસો રૂ. 52.63 કરોડના ખર્ચે જનસેવામાં મૂકવામાં આવી છે. નાગરિકોને વધુ આરામદાયક, સુરક્ષિત અને ઝડપી મુસાફરીની સુવિધા મળી રહે તે માટે આ બસો રાજ્યના તમામ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.
Jul 30, 2025 01:45 pm
એસ.ટી.ની વધુ 151 બસોનો પ્રારંભ કરાવ્યો હતો
વાહનવ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા આ નવી બસોનો લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા જાહેર પરિવહન અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સશક્તિકરણને વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો છે. તેને અનુસરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેવાડાના માનવી સુધી અસરકારક પરિવહન સેવાઓ સાથે સૌને સુગમ-સુખદ સફરની અનુભૂતિ કરાવવાની દિશામાં સતત આગળ વધતા આજે એસ.ટી.ની વધુ 151 બસોનો પ્રારંભ કરાવ્યો હતો.
Jul 30, 2025 01:45 pm
Gandhinagar News : રાજયના નાગરિકોની પરિવહન સેવા-સુવિધામાં વધુ 151 બસો સેવારત થઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાની, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા મળી રહે તે માટે સતત નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે વાહન વ્યવહાર વિભાગનું દિશાદર્શન કર્યું છે. મુખ્યમંત્રીએ નાગરિકો માટે બસ સેવાઓને વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી એસ.ટી. નિગમની નવી 151 સુપર એક્સપ્રેસ બસોને લીલી ઝંડી ફરકાવીને વિવિધ રૂટ માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
Jul 30, 2025 01:38 pm
રોડની બે તરફ અને અન્ય ખાલી જગ્યાએ 7.63 લાખ રોપાઓ ટ્રી ગાર્ડ સાથે વાવશે
માનવસેવા સેવા ટ્રસ્ટ - સદભાવના વૃદ્ધાશ્રમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે વન વિભાગ સાથે કરેલા આ એમ.ઓ.યુ. અનુસાર તેઓ રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર ખાલી રહેલા રોડની બે તરફ અને અન્ય ખાલી જગ્યાએ 7.63 લાખ રોપાઓ ટ્રી ગાર્ડ સાથે વાવશે. વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે આ એમ.ઓ.યુ. થયા તે અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે.દાસ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડો.એ.પી.સિંગ તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક આર. કે. સુગુર, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ડોબરિયા અને મિતલ ખેતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Jul 30, 2025 01:37 pm
રોડ સાઇડના એમ 40 હજાર રોપાઓના વાવેતર માટે એમ.ઓ.યુ. થયેલા હતા
વન વિભાગે આવા રોડ સાઈડ પ્લાન્ટેશનમાં 10X10 મીટરના અંતરે 45 X 45 X 45 સેન્ટીમિટરના ખાડા ખોદીને 8 ફિટ ઉંચાઈના રોપા તથા વડ, પીપળો જેવા વૃક્ષો પી.પી.પી. ધોરણે વાવવાનો વ્યુહ અપનાવ્યો છે. હરિતવન પથ યોજના અંતર્ગત આવા વૃક્ષોનું વાવેતર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ- સદભાવના વૃદ્ધાશ્રમ અને વન વિભાગ વચ્ચે દ્વારકાથી સોમનાથ તથા અન્ય રોડ સાઇડના એમ 40 હજાર રોપાઓના વાવેતર માટે એમ.ઓ.યુ. થયેલા હતા.
Jul 30, 2025 01:37 pm
ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે
એટલું જ નહીં દરેક વ્યક્તિ પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે અને ધરતી માતાને હરિયાળી બનાવે તે માટે એક પેડ માં કે નામ અભિયાન પણ પ્રધાનમંત્રીએ દેશમાં શરૂ કરાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સંકલ્પને સાકાર કરીને રાજ્યમાં ટ્રી કવર વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રોડની બેય તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે.
Jul 30, 2025 01:34 pm
આ હેતુસર વન વિભાગ લોક ભાગીદારીથી પી.પી.પી. ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં બુધવારે એમ.ઓ.યુ. કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારોના તારણરૂપ ઉપાય તરીકે ગ્રીન કવર વધારવા અને વધુને વધુ વૃક્ષો વાવવા દેશવાસીઓને પ્રેરણા આપેલી છે.
Jul 30, 2025 01:34 pm
Gandhinagar News : વન વિભાગ હરિત વન પથ યોજના અંતર્ગત 7.63 લાખ રોપાઓનું પી.પી.પી. ધોરણે લોકભાગીદારીથી વાવેતર કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બેય બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે.
Jul 30, 2025 01:26 pm
ગોધરાના સ્થાનિકોમાં પણ રોષની લાગણી
લાગે છે કે ગંભીરા બ્રિજની ઘટના પછી પણ તંત્રને ઉંઘ ઉડી નથી અને વધુ એક અકસ્માતની જાણે રાહ જોઈને બેઠા હોય એમ લાગે છે, કેમ કે અહીંથી રોજની 100 જેટલી સ્કુલ વાન પસાર થાય છે. રોજેરોજ અહીં ટુ વ્હીલર ચાલકો આ બ્રિજ પર સ્લીપ ખાતા હોય છે અને ઇજાગ્રસ્ત થતા હોય છે. આસપાસના રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ખાડાઓ જ પુરવામાં આવ્યા પણ ખખડધજ એવા આ બ્રિજને નવીન બનાવવા બાબતે તંત્ર વિચારતું પણ નથી ત્યારે શું હવે અહીં પણ કોઈ મોટો અકસ્માત થાય એની રાહ જોઈ ને બેઠું છે એમ સમજી સ્થાનિકો રોષની લાગણી અનુભવી રહ્યા છે.
Jul 30, 2025 01:26 pm
મેટલ નાખીને બ્રિજની કામગીરી કરાઈ
ખાસ આ બ્રિજ પરથી પેલે પાર જિલ્લાનું મુખ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 જેટલી સ્કુલ, 15 જેટલી રહેણાંક સોસાયટીઓ અને કેનાલ તળાવ આવેલ છે અહીં નાળાની બિલકુલ પાસે સ્વામિનારાયણ મંદીર પણ આવેલ છે અને સતત ટ્રાફિકથી આ બ્રિજ ધમધમતો રહે છે છતાં જોખમી એવા આ બ્રિજને રીપેર કરવાના નામ પર માત્ર મેટલ નાખીને તંત્ર સંતોષ માને છે.
Jul 30, 2025 01:26 pm
પુલ પર ખાડા પડી ગયા
ગોધરા શહેરના પુર્વ વિસ્તારમાં આવેલ ન્યુઇરા સ્કૂલની પાછળ આવેલ આનંદ નગર સોસાયટી પુરી થતા આગળ આવેલ નાળા પર એક બ્રિજ જે હાલ બિલકુલ જર્જરિત બની ગયેલ છે અને એની ઉપર પણ સતત મેટલ નાખી નાખીને વજન પણ વધી ગયેલ છે તદ્દ ઉપરાંત વરસાદને લઇ પુલ ઉપરના રસ્તા પર પણ ઉંડા ઉંડા ખાડા પડી ગયેલા છે.
Jul 30, 2025 01:26 pm
Panchmahal News : ગોધરામાં નાળા પર બનાવેલો પુલ જર્જરિત હાલતમાં, પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ !
આ વર્ષે ચોમાસુ શરૂઆતથી જ ધમાકેદાર રહ્યું અને પ્રથમ વરસાદથી જ પાણી જ પાણી થઇ ગયા અને સ્વાભાવિક છે કે ધોધમાર વરસાદ ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરતો જતો હોય છે અને આ વર્ષે તો જાણે હાહાકાર મચાવતા વરસાદથી સમગ્ર ગુજરાતના રોડ રસ્તા અને જર્જરિત પુલ અને નાળાઓની હાલત ખરાબ થઇ ગયેલ છે.
Jul 30, 2025 01:15 pm
સુરેન્દ્રનગરમાં આ રૂટને વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરવાનો રહેશે
જેના વૈકલ્પિક રસ્તા તરીકે, ૧) ધ્રાંગધ્રા તરફથી આવતા મોટા વાહનોને સુરેન્દ્રનગર, લીંબડી, મુળી, ચોટીલા, રાજકોટ તરફ જવા માટે ધ્રાંગધ્રાથી કોંઢ, સરા, સરલા જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ૨) મુળી, ચોટીલા, રાજકોટ તરફથી આવતા મોટા વાહનોને ધ્રાંગધ્રા જવા માટે મુળી, સરલા, સરા, કોંઢ થી ધ્રાંગધ્રા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ૩) સુરેન્દ્રનગર, લીંબડી તરફથી આવતા વાહનોને ધ્રાંગધ્રા તરફ જવા માટે ગેબનશાહ સર્કલથી લખતર, વણા, માલવણ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું પુલોના નવીનીકરણ/રીપેરીંગની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Jul 30, 2025 01:15 pm
દાણાવાડા થઈને ખમીસણા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે
મોટા તથા માલવાહક વાહનો માટે – ખમીસણા ગામ તરફથી સુરેન્દ્રનગર આવવા માટે ખમીસણાથી દાણાવાડા ગામ, ગોદાવરી ગામ, શેખપર થઈને સુરેન્દ્રનગર તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે શેખપર ગામથી ગોદાવરી ગામ, દાણાવાડા થઈને ખમીસણા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. સૌરાષ્ટ્ર શાખા નહેરનાં સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે સુ.નગર સી.યુ. શાહ મેડિકલ કોલેજ વાળા રસ્તેથી નર્મદા કેનાલની ડાબી બાજુ નર્મદાના કેનાલના રોડ પર આગળ ૫૦૦ મીટર પર આવેલી સાંકળ ૧૦૨.૦૯૦ કિ.મી. પર આવેલ પુલ પર ફક્ત ભારે-મોટા માલવાહક વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Jul 30, 2025 01:14 pm
દૂધરેજ વડવાળા મંદિરથી ચમારજ થઈ ખમીસણા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે
જેના વૈકલ્પિક રસ્તા તરીકે નાના વાહનો માટે –ખમીસણા ગામ તરફથી સુરેન્દ્રનગર આવવા માટે ખમીસણાથી ચમારજ ગામ થઈ દૂધરેજ વડવાળા મંદીર થી દૂધરેજ વટેશ્વર વન પાસે થઈ કેનાલ વાળા રોડથી સુરેન્દ્રનગર તરફ આવવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ સુરેન્દ્રનગર તરફથી ખમીસણા જવા માટે સી.યુ. શાહ મેડિકલ કોલેજ વાળા રસ્તેથી નર્મદા કેનાલની ડાબી બાજુ નર્મદાના કેનાલના રોડ પર આગળ ૫૦૦ મીટર પર નર્મદા કેનાલનું નાળુ આવેલ છે. જે નાળા પરથી ધ્રાંગધ્રા તરફ જતાં રસ્તાની વચ્ચે ડાબી બાજુ ખોડુ ત્રણ રસ્તા થઈ દૂધરેજ વડવાળા મંદિરથી ચમારજ થઈ ખમીસણા તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
Jul 30, 2025 01:14 pm
સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર આવેલ સાંકળ ૦.૩૮૦ કિ.મી. પરનો પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
આ જાહેરનામાં અનુસાર, સૌરાષ્ટ્ર શાખા નહેરનાં સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર આવેલ સાંકળ ૧૦૪.૦૧૦ કિ.મી. પરનો પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ મોરબી શાખા નહેરનાં સુરેન્દ્રનગરથી ખમીસણા જતા રસ્તા પર આવેલ સાંકળ ૦.૩૮૦ કિ.મી. પરનો પુલ પર તમામ પ્રકારના વાહન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Jul 30, 2025 01:14 pm
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા 3 પુલ પર પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિધ્ધ
સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ આવેલા પુલોની હાલની માળખાકીય પરિસ્થિતિ વાહનવ્યવહાર માટે સુગમ ન હોવાનું જણાતા સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ હસ્તકના સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા ૩ પુલ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ/ડાયવર્ઝન અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. કે.ઓઝા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
Jul 30, 2025 12:52 pm
03 ઓગસ્ટ 2025 સુધી રેલવે ક્રોસિંગ નં. 35 (વિરોચન નગર ફાટક) બંધ રહેશે
અમદાવાદ મંડળના વિરોચન નગર–જખવાડા સ્ટેશનોની વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 35 (વિરોચન નગર ફાટક) કિ.મી. 541/23-25 પર સમારકામ અને જાળવણી કામગીરી માટે 30 જુલાઈ 2025ના રોજ સવારે 08:00 વાગ્યાથી 03 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ અવધિ દરમિયાન હલકાં વાહનો માટે લેવલ ક્રોસિંગ નં. 32 (છારોડી રેલવે ફાટક) અને ભારે વાહનો માટે લેવલ ક્રોસિંગ નં. 37 (સચાણા રેલવે ફાટક) દ્વારા અવરજવર કરી શકાશે.
Jul 30, 2025 12:51 pm
બંધ કરવામાં આવેલ અંડરપાસની વિગતો નીચે મુજબ છે
1.મહેસાણા-વિરમગામ રેલખંડમાં ભંકોડા-જક્શી સેક્શનનાં આરયુબી નં 60A (એલસી નં.56) કિમી 50/14-15, અગહર-ચરિયારા રોડ.
2.પાલનપુર-સામાખ્યાલી રેલખંડમાં દેવગામ-રાધનપુર સેક્શનનાં આરયુબી નં 82A (એલસી નં. 89) કિમી 105/2-3, ઈન્દ્ર નગર રોડ.
3.પાલનપુર-સામાખ્યાલી રેલખંડમાં વારાહી-વાઘપુરા સેક્શનનાં આરયુબી નં 102A (એલસી નં.117) કિમી 134/5-6, વારાહી-સાંતલપુર રોડ.
4.પાલનપુર-સામાખ્યાલી રેલખંડમાં વારાહી-વાઘપુરા સેક્શનનાં આરયુબી નં.106B (એલસી નં.118) કિમી 136/3-4, વારાહી-સાંતલપુર રોડ.
5.પાલનપુર-સામાખ્યાલી રેલખંડમાં વારાહી-છાનસરા સેક્શનનાં આરયુબી નં.110A (એલસી નં.122), કિ.મી. 139/9-140/0, વાઘપુરા-બામરોલી રોડ.
Jul 30, 2025 12:51 pm
Railway News : પાલનપુર-સામાખ્યાલી અને મહેસાણા-વિરમગામ રેલખંડ પર સ્થિત 5 અંડરપાસ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર-સામાખ્યાલી અને મહેસાણા-વિરમગામ રેલખંડ પર સ્થિત 5 રેલવે અંડરપાસ (આરયુબી) ચોમાસાની ઋતુ દરમિયાન 30 સપ્ટેમ્બર 2025 સુધી જાહેર વાહનવ્યવહાર માટે બંધ રહેશે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સરળ તથા સલામત રેલ પરિચાલન સુનિશ્ચિત કરવાના ઉદેશ્યથી આ અંડરપાસ (આરયુબી ) બંધ રાખવામાં આવ્યા છે.
Jul 30, 2025 12:34 pm
રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે, તો રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ તાજેતરમાં માસ્ટર પ્લાનના અમલીકરણ અંગે મહત્વની બેઠક કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે તેમણે પણ અંબાજીના વિકાસ માટે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા હતાં. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપી સમગ્ર દેશના આસ્થા કેન્દ્રોનુ અભૂતપૂર્વ વિકાસ અભિયાન ચલાવ્યું છે. વડાપ્રધાનના આ જ મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યના તમામ યાત્રાધામોને શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભૂતિનું કેન્દ્ર બનાવવા માટે અનેક પગલાં ભરી રહ્યાં છે.
Jul 30, 2025 12:34 pm
Ambaji Templeનું મોડેલ ટેમ્પલ ટાઉનનું બેન્ચમાર્ક બનશે યાત્રાધામ અંબાજી
અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્મયંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે અને રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે.
Jul 30, 2025 12:29 pm
ખેડાના ગોબલજ ગામે તળાવમાં ગાબડુ
ગાબડુ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, ભારે વરસાદથી તળાવ થયું ઓવરફ્લો, તળાવ ઓવરફ્લો થતા પડ્યુ ગાબડુ, સિંચાઇ વિભાગ દ્વારા સમારકામની કામગીરી કરાઈ, તળાવમાં 15 ફૂટનું પડ્યું ગાબડુ.
Jul 30, 2025 12:25 pm
જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાતીગળ લોકમેળાને માણ્યો હતો
આ યુદ્ધમાં નાગાબાવાની જમાત પણ યુદ્ધમાં જોડાઈ હતી, જેમાં કચ્છનો વિજય થયો હતો, આ દિવસ શ્રાવણ સુદ નાગ પંચમીનો હોવાથી . આજના દિવસે ભુજંગદેવની પૂજા કરવામાં આવે છે, ભુજીયા ડુંગરની તળેટીમાં લોકમેળો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાતીગળ લોકમેળાને માણ્યો હતો.
Jul 30, 2025 12:24 pm
નાગપંચમીના રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી
ભુજીયા ડુંગરની તળેટીમાં નાગપંચમીના રાજવી પરિવાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી, આજે રાજવી પરિવાર દ્વારા ભુજંગદેવની પૂજાવિધિ કરવામાં આવી હતી, નાગ પંચમીની ભુજ સહિત સમગ્ર કચ્છભર તેની ઉજવણી કરવામાં આવી હતી, આજે તેરા ઠાકોર મયુરધ્વજ સિંહ જાડેજાના હસ્તે પૂજાવિધિ કરવામાં આવી હતી, ઇસ 1729ના સમયે અમદાવાદના શેર બુલંદખાને ભુજ ઉપર ચડાઈ કરી હતી, કચ્છના મહારાવ દેશળજીના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીના સરદારી હેઠળ શેર બુલંદખાનના લશ્કર સાથે ભુજીયા ડુંગર પર યુદ્ધ થયું હતું
Jul 30, 2025 12:24 pm
Bhujના ભુજીયા ડુંગરની તળેટીમાં રાજવી પરિવાર દ્વારા ભુજંગદેવની પૂજાવિધિ કરાઈ
નાગપાંચમના ભુજીયા ડુંગરની તળેટીમાં ભુજંગદેવની પૂજા કરવામાં આવી, રાજાશાહી સમયથી આ પરંપરા ચાલી રહી છે, આજે રાજવી પરિવાર દ્વારા ભુજંગદેવની પૂજા કરી લોકમેળાને ખુલ્લો મુક્યો હતો.
Jul 30, 2025 12:05 pm
સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે
મિશન ફોર મિલીયન ટ્રીઝ ૨૦૨૫ – FMT અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ ૪૦ લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી તા. ૨૯-૦૭-૨૦૨૫ સુધી કરવામાં આવેલ વૃક્ષારોપણ સાથે કુલ ૨૦,૪૨,૬૮૯ વૃક્ષો રોપવામાં આવ્યા છે. આમ, ૪૦ લાખનાં લક્ષ્યાંકની સામે ૫૧% વૃક્ષારોપણની સિધ્ધી અમદાવાદ મહાનગરપાલિકાએ હાંસલ કરી છે. આ ઉપરાંત કોઈ નાગરિક AMC સેવા એપ ઉપર રજીસ્ટ્રેશન કરે તો અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ ઘર આંગણે જઈને વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપે તેવી સવલત પણ શહેરીજનો માટે ઉપલબ્ધ છે.
Jul 30, 2025 12:05 pm
મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમદાવાદ ક્લીન એન્ડ ગ્રીન સિટી બનવામાં દેશનું અગ્રેસર શહેર છે
ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ પાર પાડી છે. ક્લીન સિટી અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની નેમ પાર પાડવા મહાનગરપાલિકાએ મુખ્યમંત્રીના દિશા સૂચનમાં ચાલીસ લાખ વૃક્ષો વાવવાનું મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ ચલાવ્યું છે.
Jul 30, 2025 12:04 pm
Ahmedabad News : મુખ્યમંત્રીના દિશા નિર્દેશનમાં ભારતના નંબર વન સ્વચ્છ શહેર અમદાવાદે 20 લાખથી વધુ વૃક્ષો વાવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં મિશન ફોર મિલિયન ટ્રિઝ ૨૦૨૫ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, શહેર વિસ્તારના ધારાસભ્યો, મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા.
Jul 30, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Mumbai Policeના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકને મળ્યું પ્રમોશન, બન્યા ACP
04 - Petrol Diesel Price Today: અમદાવાદમાં પેટ્રોલ ડીઝલને લઇને રાહતના સમાચાર, જાણો લેટેસ્ટ રેટ
05 - Ahmedabad News : ગુજરાત ATSને મળી મોટી સફળતા, અલકાયદાની માસ્ટર માઈન્ડ મહિલા આતંકીની કરાઈ ધરપકડ
06 - Narmada સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, ભારે વરસાદથી ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી
08 - Sabarkantha News : ગાંભોઈમાં નાયબ મામલતદાર રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
10 - Amarnath Yatra 2025: પહલગામ અને બાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રા સ્થગિત, જાણો કેમ ?
Jul 30, 2025 11:51 am
આરોપીને કડક સજા મળે તેને લઈ માગ કરી પરિજનોએ
સગીરાએ એસિડ પી લીધું અને તેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું નિવેદન લેવામાં આવ્યું હતું અને અંતે તેનું મૃત્યુ થતાં તેની માતાએ નયન સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે જૂનાગઢ પોલીસ દ્વારા આરોપી નયન સોલંકીની ધરપકડ કરવામાં આવી છે અને તેને મરવા મજબૂર અને અપહરણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આમ સગીરાને પ્રેમમાં દગો મળતા પોતાનો જીવ ગુમાવ્યો હતો અને હાલ તો પરિવારજનોની એક જ માંગણી છે કે આરોપીને કડકમાં કડક સજા મળવી જોઈએ.
Jul 30, 2025 11:51 am
આરોપી પરણિત હતો અને તેણે સગીરાને ફસાવી હતી
સગીરા આરોપી સાથે જતી રહી હતી અને પછી પરિવારને ફોન કરી પોતે નયન સોલંકી સાથે છે અને તેને શોધવાની કોશિષ ન કરે તેવી વાત સામે આવી હતી, સગીરાના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી, આરોપીન નયન સોલંકી સગીરાનું અપહરણ કરી રાજકોટ લઈ ગયો હતો અને ત્યાં તેને નશો કરાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેને રાજકોટ છોડીને જ ભાગી ગયો હતો પછી સગીરા ફોન આવતા પરિવારજનો તેને તેડવા રાજકોટ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેને જૂનાગઢ પોલીસ સ્ટેશનને લાવ્યા હતા, જ્યાં પોલીસની હાજરીમાં તેને સમગ્ર આપવિતી કહી હતી પોલીસે આરોપી નયન સોલંકીને બોલાવી તેની પૂછપરછ કરી હતી સગીરાની તેની સાથે લગ્ન કરવા છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ પોતે પરણિત છે અને સગીરા સાથે તે લગ્ન નહીં કરી શકે અને લગ્ન કરવા પણ માગતો નથી તેવું સ્પષ્ટ જણાવી દેતા સગીરાને લાગી આવ્યું હતું અને તેને ઘરે જઈને એસિડ પી લીધું હતું.
Jul 30, 2025 11:51 am
આરોપી યુવક સગીરાને ભગાડી ગયો હતો
આજના યુગમાં મોબાઇલ ટેકનોલોજી આવતાની સાથે જ સગીર વયની ઉંમરમાં જ યુવક અને યુવતી પ્રેમમાં પડવા લાગ્યા છે અને મેસેજ અને વીડિયો કોલિંગની આપ લે થી પ્રેમના સપના અને પ્રેમની દુનિયામાં રચવા લાગ્યા છે, ત્યારે પ્રેમની ભયંકરતાનો અનુભવ જૂનાગઢના પરિવારને થયો કે જ્યાં પોતાની વહાલસોયી દીકરીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, જૂનાગઢના દાતાર રોડ ઉપર રહેતા રાકેશભાઈ મકવાણાની ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરાને તેની જ જ્ઞાતિના યુવાન નયન સોલંકી નામના પ્રેમ થયો હતો અને બંને વચ્ચે મેસેજ અને મુલાકાતોનો દોર શરૂ થયો પરિવારની જાણ બહાર જ બંને મળવા લાગ્યા અને ગત તારીખ 22ના રોજ સ્કૂલે ગઈ હતી ત્યારે નયન સોલંકી ગાડી લઈને સગીરાને તેડવા માટે પહોંચ્યો હતો.
Jul 30, 2025 11:51 am
Junagadh News : નાની ઉંમરમાં જ પ્રેમના સપના જોનાર સગીરાને અંતે મળ્યું મોત, પ્રેમમાં દગો મળતા કર્યો આપઘાત
જૂનાગઢમાં નાની ઉંમરમાં જ પ્રેમના સપના જોનાર સગીરાને અંતે મળ્યું મોત, પ્રેમીએ દગો આપતા સગીરાએ એસિડ પી કર્યો આપઘાત અને પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું, વાત છે જૂનાગઢ શહેરની કે જ્યાં ધોરણ 12 માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમ થયો અને પ્રેમમાં દગો મળતા એસિડ પી લીધું.
Jul 30, 2025 11:39 am
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ
ભારે વરસાદથી નદીઓના જળસ્તરમાં વધારો, તાવી નદીમાં પાણીનું જળસ્તર વધ્યું, નદીનું જળસ્તર વધતા ભયનો માહોલ.
Jul 30, 2025 11:34 am
મોરબીના કૃષ્ણનગર ગામે જર્જરિત પાણીની ટાંકી
જર્જરિત ટાંકીથી ગામમાં દુર્ઘટનાનો ખતરો, જર્જરિત ટાંકીમાંથી પાણી પણ ટપકવા લાગ્યું, ટાંકી આસપાસથી લોકો અનુભવી રહ્યાં છે ડર, જર્જરિત ટાંકી તોડી પાડવા લોકોની માગ, અનેક વખત રજૂઆત છતાં કોઇ કાર્યવાહી ન થઇ.
Jul 30, 2025 11:33 am
વડોદરામાં હાઇવે પર ઠેર-ઠેર ખાડારાજ
વાઘોડિયા-મુંબઇ હાઇવે પર ખાડારાજ, હાઇવે પર ઠેર-ઠેર ખાડાઓથી લોકો પરેશાન, ખાડારાજથી વાહનચાલકો ત્રાહિમામ, વાહનચાલકોએ સરકાર સામે રોષ ઠાલવ્યો.
Jul 30, 2025 11:07 am
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ગુજરાતની મુલાકાતે
ઓમર અબ્દુલ્લા બે દિવસ ગુજરાતની મુલાકાતે, મુખ્યમંત્રી ટૂર ઓપરેટરો સાથે બેઠક કરશે, કાશ્મીરમાં પ્રવાસન વધારવાના મુખ્યમંત્રીના પ્રયાસ, પહલગામ હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી શકે.
Jul 30, 2025 10:53 am
અમદાવાદના બાવળાનું ચાંચરાવાડી ગામ બેટમાં ફેરવાયું
અમદાવાદના બાવળાનું ચાંચરાવાડી ગામ બેટમાં ફેરવાયું છે, ચાંચરાવાડીથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, ચાંચરાવાડીમાં ચારેબાજુ ગળાડૂબ વરસાદી પાણી ભરાયા છે, અને વરસાદી પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિનું સર્જન થયું છે, 4 થી 5 ફૂટ સુધીના રોડ પર વરસાદી પાણી ભરાયા છે અને લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
Jul 30, 2025 10:52 am
બાવળામાં વરસાદ બંધ થયો હોવા છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત
બાવળામાં વરસાદ બંધ થયો હોવા છતાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે, ટ્રેક્ટરમાં બેસીને નોકરિયા લોકો સ્થળ પર જવા મજબૂર બન્યા છે, લોકો ટ્રેકટર મારફતે જઇ રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અને ચાંગોદર-બાવળાનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે, ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જવા માટે લોકોએ રોડ પર વાહન પાર્ક કર્યા અને નોકરી જવા માટે જઈ રહ્યાં છે, અમદાવાદના કલેકટર કહી રહ્યાં છે કે, પાણીને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ અહીંયા તો કોઈ પંપિગ સિસ્ટમ પણ દેખાતી નથી, ના તો મામલતદાર અને અધિક કલેકટરની ટીમ પણ દેખાતી નથી અને લોકોને મુશ્કેલીનો પારાવાર સામનો કરવાનો વારો આવ્યો છે.
Jul 30, 2025 10:52 am
બાવળા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના રોડ પર વરસાદી પાણી ભરાયા
બાવળા અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર છે અને સામાન્ય વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, ગટર લાઈનની યોગ્ય વ્યવસ્થા નહી હોવાના કારણે પાણી ભરાય છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે, ઈન્ડ્રસ્ટ્રીયલ પાર્કમાં રોજના હજારો લોકો નોકરી માટે આવતા હોય છે, તે લોકોને વધારે સમસ્યા પડી રહી છે, પાર્કમાં અંદર જવા માટે લોકોને ટ્રેકટરનો સહારો લેવાનો વારો આવ્યો છે, તો વરસાદી પાણીનો નિકાલ ન થતા નોકરિયાતોને હાલાકી પડી રહી છે અને તંત્રને જાણે આ પાણી દેખાતા ના હોય તેવું લાગી રહ્યું છે.
Jul 30, 2025 10:52 am
Ahmedabad News : બાવળામાં વરસાદી પાણીથી સ્થાનિકોને હાલાકી, બાવળા હાઇવે પરનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં ગરકાવ
અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર બાવળામાં વરસાદી પાણીથી સ્થાનિકોને અને નોકરિયાતને તકલીફ પડી રહી છે, બાવળા હાઇવે પરનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાણીમાં ગરકાવ થતા લોકોને ટ્રેકટરમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો વારો આવ્યો છે, ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે, તો તંત્રની બેદરકારી પણ સામે આવી છે, હજી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં.
Jul 30, 2025 10:36 am
અમદાવાદના શાહીબાગમાં રફ્તારનો કહેર
કારે એક્ટિવા, રિક્ષાને ટક્કર મારતા અકસ્માત, અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત, રિક્ષાચાલકને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો.
Jul 30, 2025 10:21 am
23 જુલાઈ 2025ના રોજ ઝડપાયા હતા 4 આતંકી
ગુજરાત ATSએ પકડેલા 4 આતંકીઓને લઈ મોટા ખુલાસો થયો છે જેમાં મોબાઈલમાંથી ગુજરાત ATSને મળ્યો સૌથી મોટો પુરાવો, આંતકીઓ રાષ્ટ્ર અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોવાની વાત સામે આવી છે, શરિયા લાગુ કરવા માટે પ્રોત્સાહન રૂપે શેર કરતા વીડિયો સામે આવ્યો છે, અમેરિકા પોતાનું હેડ ક્વાર્ટર ન બચાવી શક્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે, કાબૂલના બેઝ કેમ્પમાં હુમલાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે.
Jul 30, 2025 10:21 am
અલ કાયદા ટેરર મોડ્યુલ સામે ગુજરાત એટીએસને મોટી સફળતા
અલ કાયદા ટેરર મોડ્યુલ સામે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, ATSએ માસ્ટર માઇન્ડ મહિલા આતંકીને ઝડપી પાડી છે, બેંગ્લુરૂથી માસ્ટર માઇન્ડ મહિલા આતંકીની ધરપકડ કરવામાં આવી છે, મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હતી તો પાકિસ્તાનના અલગ-અલગ માણસો સાથે આ મહિલા સંપર્કમાં હતી, ગુજરાત એટીએસએ થોડા દિવસો પહેલા 4 આતંકી ઝડપ્યા હતા, તો ઝડપાયેલ મહિલા આંતકી ચારેય આતંકીઓ સાથે સંપર્કમાં હતી.
Jul 30, 2025 10:21 am
Ahmedabad News : ગુજરાત ATSને મળી મોટી સફળતા, અલકાયદાની માસ્ટર માઈન્ટ મહિલા આતંકીની કરાઈ ધરપકડ
ગુજરાત એટીએસને વધુ એક મહિલા આતંકી ઝડપવામાં સફળતા મળી છે જેમાં અલકાયદાની માસ્ટ માઈન્ડ આતંકી મહિલા સમા પરવીનની બેંગ્લુરથી ધરપકડ કરવામાં આવી છે, આતંકીઓના ઈન્સ્ટાગ્રામના ગ્રુપમાં આ મહિલા જોડાયેલી હતી, તો આતંકી ગતિવિધિમાં આ મહિલા સામેલ હોવાની વાત સામે આવી છે. મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હોવાની વાત સામે આવી છે.
Jul 30, 2025 09:56 am
ખેડૂતોએ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી
આ મામલે અહીંના ખેડૂતોએ આ વરસાદી પાણીના નિકાલ માટે કાંસ વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે અને જવાબદાર તંત્રને પણ આની રજૂઆતો કરી છે તેમ છતાં આ સીમ વિસ્તારમાંથી પાણીનો કોઈ નિકાલ થતો નથી અને હવે માંગ ઉઠી રહી છે કે વહેલી તકે આ સીમ વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીનો કાયમી નિકાલો થાય અને વર્ષોથી પીડાતા ચાંગડા ગામના ખેડૂતો નો અવાજ હવે તંત્રના બહેરા કાને પહોંચે છે કે કેમ એ તો હવે જોવું જ રહ્યું.
Jul 30, 2025 09:56 am
દર ચોમાસામાં આણંદના તારાપુરમાં ખેતરોમાં ભરાય છે પાણી
દર વર્ષે અહીં ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો જ્યારે ડાંગરની ખેતી કરવા જાય છે, ત્યારે ધરુવાળિયાની સિઝનથી જ ચોમાસાનો પહેલો વરસાદ અને ઉપરવાસમાંથી આવતું વરસાદી પાણી અહીંયાની જમીનોને તરબતર કરી દે છે. અહીંના ખેડૂતોનું કહેવું છે કે, જ્યારથી વાસદ બગોદરા હાઈવેનું નિર્માણ થયું ત્યારથી આ સમસ્યા સર્જાઈ છે અને પાછલા દસ વર્ષથી આ સીમ વિસ્તારમાં ચાંગડા અને ઈન્દ્રણજ ગામના કુલ 250 જેટલા ખેડૂતો કે જેમની એક હજાર વીઘા જેટલી જમીન અહીં આવેલી છે એ તમામ જમીનમાં પાક સદંતર નિષ્ફળ જાય છે અને ખેડૂતોને આર્થિક માર વેઠવાનો વારો આવે છે.
Jul 30, 2025 09:55 am
Anand News : આણંદના તારાપુરના ચાંગડા ગામમાં ખેતરોમાં ભરાયા વરસાદી પાણી, ડાંગરનો પાક પાણીમાં ગરકાવ
આણંદ જિલ્લાના તારાપુરના ચાંગડા ગામની સીમ વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોવાથી ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. તારાપુરનાના ચાંગડા ગામના ખેડૂતોનો ડાંગરનો પાક પાણીમા ગરકાવ થવાથી ખેડૂતો જવાબદાર તંત્ર પર રોષે ભરાયાં હોવાનું સામે આવ્યું છે.
Jul 30, 2025 09:43 am
Sabarkantha News : ગાંભોઈમાં નાયબ મામલતદાર રૂપિયા 30 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
મહેસાણા એ.સી.બી.ને ખાનગી રાહે માહિતી મળેલ કે, હિંમતનગર મામલતદાર કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા જમીનમાંથી ખનિજ કાઢવાની પરવાનગી માંગવાની અરજીઓમાં પોઝિટિવ અભિપ્રાય આપવા અને કોઈ હેરાનગતિ ન કરવા સારું અરજદારો પાસેથી રૂ.30 હજારથી થી રૂ.50 હજાર સુધીની લાંચની માગણી કરવામાં આવે છે. જે હકીકત આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના ડિકોય છટકા દરમ્યાન આરોપીએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.30 હજારની લાંચની માગણી કરી હતી અને ગુનામાં ઝડપાઈ ગયા હતા.
Jul 30, 2025 09:27 am
સુરેન્દ્રનગરના સાયલા તાલુકા સહિત કુલ ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો
જેમાં ADPમાં ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લાઓનો તથા ABPમાં તાપી જિલ્લાના કુકરમુંડા અને નિઝર તાલુકા, કચ્છના લખપત અને રાપર, છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી, બનાસકાંઠાના થરાદ, ડાંગના સુબીર, દાહોદના ગરબાડા, નર્મદાના નાંદોદ, પંચમહાલના ઘોઘંબા, પાટણના સાંતલપુર તથા સુરેન્દ્રનગરના સાયલા તાલુકા સહિત કુલ ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Jul 30, 2025 09:26 am
જિલ્લાઓ અને તાલુકાઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવ્યો
આ સંપૂર્ણતા અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય કક્ષાના આ સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડાનો નાગરિક રાષ્ટ્ર વિકાસયાત્રાનો સક્રિય ભાગીદાર બને તેવા વિઝન સાથે વર્ષ ૨૦૧૮માં ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ’ તથા વર્ષ ૨૦૨૩માં ‘એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ’ દેશના પછાત જિલ્લાઓ અને તાલુકાઓના સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવ્યો હતો.
Jul 30, 2025 09:26 am
Surendranagar News : સંપૂર્ણતા અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ એનાયત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહાત્મા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ અંતર્ગત એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ (ADP) અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ (ABP)માં સમાવિષ્ટ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની ટીમને વિકાસના વિવિધ માપદંડોના નિર્ધારિત લક્ષ્યાંકોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ મેડલ્સ અને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
Jul 30, 2025 09:11 am
બન્નેની મિત્રતા અને નિર્ભયતાની ગાથા સદાય જીવંત રહેશે
આ વફાદારીના કારણે જ તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયા જેવા વિસ્તારોમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા હતા. તેમની રહસ્યમયી ડણક તેમની દોસ્તીના શાશ્વત પ્રતિજ્ઞાના પ્રતીક સમા સ્તુતિગાન “ये दोस्ती...हम नहीं तोड़ेंगे, छोड़ेंगे दर मगर, तेरा साथ न छोड़ेंगे...” ને પ્રતિબિંબિત કરતી હતી. વન્યજીવ પ્રેમીઓમાં એક કહેવત પ્રચલિત હતી કે, “ગિરમાં જય-વીરુને નહીં જોયા તો કંઈ નથી જોયું.” ગીર હંમેશા દંતકથારૂપ સિંહ જોડીઓનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે. જય અને વીરુની વિદાય સાથે, ગીરમાં એક યુગનો અંત આવ્યો છે, પરંતુ તેમની મિત્રતા અને નિર્ભયતાની ગાથા સદાય જીવંત રહેશે.
Jul 30, 2025 09:11 am
ગીરના હૃદયમાં, જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા
તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ 'શોલે'ની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી હતી. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતા પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે.
Jul 30, 2025 09:11 am
જયની સારવાર માટે વનતારાની વિશેષ ટીમે પણ ગીરમાં બે દિવસ રોકાણ કર્યું હતું
પરંતુ કમનસીબે તેઓ પણ ઇચ્છીત પરિણામ મેળવી શક્યા નહીં. વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીએ અત્યંત ભારે હૃદય સાથે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે જયના અવસાનથી ઘણું જ દુઃખ થઈ રહ્યું છે. ખૂબ જ લાંબી અને વીરતાપૂર્ણ લડાઈ બાદ, જય પણ આપણને છોડીને જતો રહ્યો. તેમણે ઉમેર્યું હતું કે, “આપણા માનનીય PM નરેન્દ્ર મોદીએ પણ તેમની તાજેતરની ગીર મુલાકાત દરમિયાન જય અને વીરુની રાજસ્વી જોડીને નિહાળી હતી. તેમની ગેરહાજરીમાં ગીર હવે પહેલાં જેવું નહીં રહે. લીજેન્ડ્સ વિસરાઈ જાય, પરંતુ તેમણે જ્યાં સાથે મળીને રાજ કર્યું હતું તે જંગલમાં તેમના આત્માનો અવાજ સદા ગુંજતો રહેશે.

Jul 30, 2025 09:10 am
Junagadh News : સિંહ જોડી 'જય અને વીરુ' એ દુનિયાને અલવિદા કહ્યું, એક મહિનામાં બંન્નેના અવસાન
ગીરના જંગલની દંતકથા સમાન સિંહ જોડી 'જય અને વીરુ' ભલે શારીરિક રીતે વિખૂટી પડી હોય, પરંતુ તેમના આત્માનો અવાજ ગીરના જંગલમાં સદાય ગુંજતો રહેશે. એકાદ મહિના પહેલા વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની આ અતૂટ જોડીનો અંત આવ્યો છે જેના કારણે સમગ્ર વન્યજીવ પ્રેમીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકો દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયાસો છતાં, જય અને વીરુ તેમને થયેલી ગંભીર ઇજાઓમાંથી બહાર આવી શક્યા નહીં અને આખરે મૃત્યુને ભેટ્યા.
Jul 30, 2025 08:52 am
અમદાવાદ જિલ્લામાં ગ્રામ્યમા પાણી ભરાવાને લઈને જિલ્લા કલેકટરનું નિવેદન
વરસાદી પાણી ભરાતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, હાલ જેટલા પણ ગામોમાં પાણી ભરાયેલા છે પ્રાંત અધિકારી તાલુકા અધિકારી મામલદાર ઘટના સ્થળે પહોંચ્યાં છે અને સ્થળ પર જઈને કામગીરી કરવામાં આવી છે, જે જગ્યાએ હજી પાણી ભરાયા છે ત્યા ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ જશે તેવું કલેકટરનું નિવેદન છે.
Jul 30, 2025 08:52 am
અમદાવાદના ગ્રામ્યમાં પાણી ભરાતા લોકો પરેશાન
વરસાદી પાણી ભરાતા અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમનું કહેવું છે કે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે અને પાણીના નિકાલ માટે કામગીરી કરાઈ રહી છે, અમદાવાદ ગ્રામ્યના મોટાભાગના ગામોમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, પંપિગ મશીનથી પાણી કાઢવાની કામગીરી હાથધરાઈ છે.
Jul 30, 2025 08:52 am
ચાંગોદરમાં એક અઠવાડિયાથી વરસાદી પાણી ભરાયા છે : સ્થાનિકો
અમદાવાદ નજીકના વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ હજી પણ થયો નથી, ચાંગોદર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે, ઘૂંટણ સમા વરસાદી પાણીમાં સ્થાનિકોને અને વાહનચાલકોને પસાર થવાનો વારો આવ્યો છે, છેલ્લા એક અઠવાડિયાથી ચાંગોદરમાં પાણી ભરાયા છે, 5 મિનિટના રસ્તામાં 20 મિનિટ સુધી પાણીમાં ચાલીને જાઉં પડે છે જેના કારણે નોકરિયાત વર્ગો , રાહદારીઓ હેરાન થયા છે.
Jul 30, 2025 08:51 am
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ, એક અઠવાડિયાથી ભરાયા છે પાણી
અમદાવાદના ચાંગોદરમાં વરસાદી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, ચાંગોદરમાં પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં અને રાહદારીઓમાં રોષ જોવા મળ્યો છે, તો સ્થાનિકોને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઉં પડે છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, એક અઠવાડિયાથી પાણી ભરાયા છે અને આ પાણીમાંથી પસાર થઉ પડે છે.
Jul 30, 2025 08:36 am
બંધારણમાં બક્ષાયેલી સત્તા અંતર્ગત જ કમિટીની રચના કરી છે
સરકાર દ્વારા રચાયેલી યુસીસી કમિટીમાં અલગ અલગ ધર્મના લોકો નથી, એટલું જ નહી, લઘુમતી જેવા કે, મુસ્લિમ, પારસી, ક્રિશ્ચિયન, શીખ કે જૈન-બૌદ્ધ ધર્મના લોકોને પણ તેમાં સમાવેશ કરાયા નથી. આ અંગે તા.૧૬-૩-૨૦૨૫ના રોજ રાજયના મુખ્યમંત્રીને રજૂઆત પણ કરાઈ હતી. આ રિટ અરજીનો વિરોધ કરતાં રાજય સરકાર તરફથી જણાવાયું હતું કે, યુસીસી કમિટી તમામ શકયતાઓ અને પાસાઓ ચકાસ્યા બાદ ગુજરાતમાં યુસીસીને લગતો ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાવાની છે ત્યારે સરકારે તમામ પાસાઓ અને બાબતો ધ્યાનમાં લઈને કાયદાનુસાર અને બંધારણમાં બક્ષાયેલી સત્તા અંતર્ગત જ કમિટીની રચના કરી છે.
Jul 30, 2025 08:36 am
ગુજરાત સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી હતી
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લાગુ કરવા માટેની શક્યતાઓ ચકાસવા અર્થે ગુજરાત સરકાર દ્વારા રચાયેલી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કમિટીને પડકારતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે કમિટીની રચના કરવા અંગે રાજય સરકારની સત્તા હોવાનું ઠરાવ્યું હતું અને જણાવ્યું હતું કે, કમિટીમાં કોણ નિષ્ણાત છે કે, નહીં તે નક્કી કરવાનું કામ અરજદારનું નથી અને સરકારના નિર્ણયને બહાલ રાખ્યો હતો. રાજયમાં ગત તા.૪-૨-૨૦૨૫ના રોજ ગુજરાત સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી હતી.
Jul 30, 2025 08:36 am
Ahmedabad News: UCCને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી, કમિટી રચવાનો અધિકાર સરકારનો : એડવોકેટ જનરલ
UCCને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે, લઘુમતી સભ્ય વિનાની અરજી કોર્ટે ફગાવી છે જેના કારણે રાજય સરકારને રાહાત મળી છે, અરજી ટકવાપત્ર ન હોવાનું હાઇકોર્ટનું અવલોકન છે અને કમિટીમાં કોઈ લઘુમતી કે કાયદાના નિષ્ણાંત નહી હોવાની વાત છે, એડવોકેટ જનરલનું કહેવું છે કે, કમિટી રચવાનો અધિકાર સરકારનો છે.
Jul 30, 2025 08:20 am
વરસાદમાં બનાવેલા રોડની ગુણવત્તા પર સવાલ
પાલિકાને જાણ છે કે વરસાદ વરસી રહ્યો છે તેમ છત્તા ચાલુ વરસાદે રોડ બનાવવો તે કેટલું યોગ્ય ગણી શકાય, વિચારો કે એક તરફ સિમેન્ટ નાખવામાં આવે છે અને બીજી તરફ વરસાદમાં તે સિમેન્ટ વહી જશે અને પછી તમે એમ કહેશો કે અમે તો રોડ બનાવી દીધો છે, સ્થાનિકોના રૂપિયાનો વેડફાટ કરવો એ યોગ્ય નથી, અંકલેશ્વર પાલિકા જરા શરમ કરો જો આટલા વરસાદમાં બનેલા રોડ તૂટી જતા હોય છે તો તમે તો ચાલુ વરસાદે રોડ બનાવો છો, તો ભવિષ્યમાં આ રોડની શું હાલત થશે તે તમે વિચારી શકો છે.
Jul 30, 2025 08:20 am
ચાલુ વરસાદે પીલુદરા ગામે RCC રોડની કામગીરી કરાઈ
જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા રોડની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે. પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તેને લઈ પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, વરસાદમાં રોડ બનાવવામાં આવે છે અને ત્યારબાદ રોડ ખરાબ થઈ જશે તો તેની જવાબદારી કોણ લેશે તેને લઈ સવાલો ઉભા થયા છે.
Jul 30, 2025 08:11 am
Ankleshwar News: અંકલેશ્વરમાં પાલિકાએ કર્યુ બુદ્ધિનું પ્રર્દશન, ચાલુ વરસાદે પીલુદરા ગામે રોડ બનાવ્યો
અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે, અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી.
Jul 30, 2025 07:52 am
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ કપરાડા તાલુકામાં 2.13 ઇંચ વરસાદ, વઘઇ અને ડાંગમાં 1.7 ઇંચ વરસાદ, ખેરગામ અને વાંસદામાં 1.6 ઇંચ વરસાદ, ધરમપુરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.1 ઇંચ વરસાદ અને વાપીમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.
Jul 30, 2025 07:52 am
માછીમારોને 2 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને 2 ઓગષ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Jul 30, 2025 07:52 am
જાણો કયાં પડી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, દાહોદ ,છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર વહેલીમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે, અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jul 30, 2025 07:51 am
Weather News : રાજયમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, ગુજરાતમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય
રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લા ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને વરસાદી સિસ્ટમના કારણે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
Jul 30, 2025 07:30 am
વડોદરામાં પોલીસે ખોટી રીતે માર માર્યાના આક્ષેપ
સાવલી પોલીસ મથકના PI જે.યુ ગોહિલ સામે આક્ષેપ, પિતાને દવાખાને મળવા જતા યુવકને માર માર્યાનો આક્ષેપ, કારની ઓવરટેક કરવા મુદ્દે માર માર્યો:યુવક, સિવિલ ડ્રેસમાં રિવોલ્વર બતાવીને માર માર્યો:યુવક.
Jul 30, 2025 07:30 am
ઓસ્ટ્રેલિયાની સરકારનો મહત્વનો નિર્ણય
નાની ઉંમરના બાળકો નહી વાપરી શકે યુટ્યુબ, 16 વર્ષથી નીચેના યુટ્યુબ પર એકાઉન્ટ નહી બનાવી શકે, નવો નિયમ 10 ડિસેમ્બરથી અમલમાં આવશે, બાળકોને સોશિયલ મીડિયાની લતથી દૂર રાખવા નિર્ણય, બાળકોના ભવિષ્યને ધ્યાને લઇ મહત્વનો નિર્ણય.
Jul 30, 2025 07:29 am
ટ્રમ્પ ભારત પર લાદી શકે છે 25 ટકા સુધીનો ટેરિફ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા સંકેત, ભારત સાથે વેપાર સોદો હજુ પૂર્ણ થયો નથી : ટ્રમ્પ, ‘પારસ્પરિક ટેરિફ અમલ માટે હજુ બે દિવસ બાકી’,ભારત દેશ સાથે વાટાઘાટો ચાલુ છે : ટ્રમ્પ, ‘કોઈ કરાર ન થાય તો 25 ટકા સુધી ટેરિફ લાગી શકે.
Jul 30, 2025 07:28 am
UCCને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી
લઘુમતી સભ્ય વિનાની અરજી કોર્ટે ફગાવી, રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત, અરજી ટકવાપત્ર ન હોવાનું હાઇકોર્ટનું અવલોકન, ‘કમિટીમાં કોઈ લઘુમતી કે કાયદાના નિષ્ણાંત નહી’, ‘કમિટી રચવાનો અધિકાર સરકારનો : એડવોકેટ જનરલ.
Jul 30, 2025 07:28 am
રશિયાના કામચટકામાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ
ભૂંકપને લઇ જાપાનમાં સુનામીની ચેતવણી જાહેર, રશિયાના દરિયાકાંઠાના પ્રદેશમાં અનુભવાયો આંચકો, ભૂકંપનું કેન્દ્ર બિંદુ દ્વીપકલ્પના પૂર્વી કિનારા નજીક, ભૂકંપના કારણે દરિયામાં 1 મીટર ઉંચા મોજા ઉછળ્યા.

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો