ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 જુલાઈ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 જુલાઈ બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Jul 13, 2025 11:42 pm
Jul 13, 2025 11:19 pm
Ahmedabad : માધુપુરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
અમદાવાદમાં ફરી એક વખત પથ્થરમારાની ઘટના બની છે. શહેરના માધુપુરા વિસ્તારમાં બે જૂથ આમને-સામને આવી ગયા છે અને ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો છે. રામલાલના ખાડામાં બે જૂથ વચ્ચે તકરાર થઈ અને તે પછી પથ્થરમારો કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાઈક વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તકરાર સર્જાઈ છે. તે પછી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને સ્થિતિને કાબુમાં લીધી છે. હાલમાં માધુપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Jul 13, 2025 11:04 pm
નવસારીના ઓવાઈ ફળિયામાં 4 દીપડા દેખાયા
Jul 13, 2025 10:54 pm
પ્લેન ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં વિમાનમાંથી ધુમાડા અને જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. અકસ્માત સમયે એરપોર્ટ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે ટેકઓફ કર્યાની થોડી મિનિટો પછી વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે રનવે નજીક જોરદાર ધડાકા સાથે ક્રેશ થયું હતું. સાઉથેન્ડ એરપોર્ટ પર બીચક્રાફ્ટ પ્લેન ઉડાન ભર્યાના લગભગ 40 મિનિટ પછી સેસ્ના પ્લેન પણ રનવે પરથી ઉતર્યા પછી ક્રેશ થતું જોવા મળ્યું.
Jul 13, 2025 10:46 pm
Britain Plane Crash : સાઉથેન્ડ એરપોર્ટ પર વિમાન દુર્ઘટના, ઉડાન ભર્યાના થોડા સમય બાદ ફ્લાઈટમાં લાગી આગ
વિશ્વમાં વધુ એક પ્લેન દુર્ઘટના બની છે. બ્રિટનના સાઉથેન્ડ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી બીચક્રાફ્ટ B200 નામનું નાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ વિમાન નેધરલેન્ડના લેલીસ્ટેડ જઈ રહ્યું હતું, પરંતુ ટેકઓફ કર્યા પછી તેમાં આગ લાગી ગઈ, જેના કારણે તે રનવે નજીક ક્રેશ થયું છે.
Jul 13, 2025 10:38 pm
Delhi Rain : દિલ્હી-NCRમાં ભારે વરસાદ વરસ્યો, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી
13 જુલાઈની સાંજે ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આખો દિવસ રાહ જોયા બાદ દિલ્હી NCRના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. સાંજે 6 વાગ્યાની આસપાસ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને જોરદાર પવન ફૂંકાયો હતો. ત્યારબાદ વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે, દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર ટ્રાફિકજામ થઈ ગયો.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બેથી ત્રણ કલાકમાં દિલ્હી NCRની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, આ સમય દરમિયાન 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હરિયાણાના સોનીપત, ખારખોડા, ઝજ્જર, સોહના, પલવલ અને નુહ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMDએ દિલ્હીમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
Jul 13, 2025 10:22 pm
બનાસકાંઠામાં થરાદમાં ટ્રેક્ટર શોપિંગ સેન્ટરમાં ઘૂસ્યું
Jul 13, 2025 10:04 pm
ભુજની નજીક કડિયા ધ્રોમાં યુવક ડૂબ્યો
Jul 13, 2025 09:31 pm
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્રનું બુદ્ધિ પ્રદર્શન
Jul 13, 2025 09:21 pm
International Space Station : અવકાશમાંથી શુભાંશુ શુક્લાએ આપ્યો વિદાય સંદેશ, અનડોકિંગ પહેલા કહ્યું 'ભારત સારે જહાં સે અચ્છા'
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ઐતિહાસિક યાત્રા પૂર્ણ કર્યા પછી અવકાશમાં વિદાય લેશે. આ ખાસ ક્ષણનું આજે (ભારતીય સમય) સાંજે 7:25 વાગ્યે વિદાય સમારંભ તરીકે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને વિશ્વભરના લાખો લોકોએ નિહાળ્યું હતું. વિદાય કાર્યક્રમમાં Ax-4 મિશનની ટીમ અને NASAની Expedition 73 ટીમના સભ્યો પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે શુભાંશુ શુક્લા ISS પહોંચનારા પહેલા ભારતીય છે. વિદાય સમારંભમાં ભારત માટે સંદેશ આપતા શુભાંશુ શુક્લાએ કહ્યું કે - સારે જહાં સે અચ્છા.
Jul 13, 2025 08:54 pm
જૂનાગઢમાં કાળવાના વોકળામાં આધેડ ડૂબ્યો
જૂનાગઢમાં કાળવાના વોકળામાં આધેડ ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે.ફાયર વિભાગ દ્વારા આધેડની શોધખોળ કરવમાં આવી રહી છે. 3 કલાક સુધી આધેડની શોધખોળ કરવામાં આવી છે.
Jul 13, 2025 08:43 pm
પંચમહાલમાં ડ્રોનથી વિવિધ પ્રકારના બીજનું વાવેતર
પંચમહાલના શહેરા તાલુકાના કોઠા ગામના જંગલના ડુંગર વિસ્તારમાં "સીડબોલ ફોર ગ્રીન વોલ" અભિયાન અંતર્ગત વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડના હસ્તે ડ્રોનથી વિવિધ પ્રકારના બીજનું વાવેતર કરવામાં આવ્યું હતું.
Jul 13, 2025 08:37 pm
કેબિનેટ મંત્રીનું મોરે મોરા મામલે નિવેદન
કાંતિ અમૃતિયા અને ઈટાલિયાને લઈ મંત્રીનું નિવેદન,મોરબીમાં કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુ બેરાનું નિવેદન,આગેવાનોએ શોભે તેવું નિવેદન આપવું જોઈએ.
Jul 13, 2025 08:03 pm
પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ
પાલીતાણા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ,ધોધમાર વરસાદથી ગ્રામ્યમાં નદીનાળા બે કાંઠે, આદપુર ગામે વરસાદના પગલે રસ્તાનું થયું ધોવાણ,વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકી,પાલીતાણાથી અવરજવર કરતા લોકોને હાલાકી,લોકો જીવનના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર.
Jul 13, 2025 07:49 pm
સાંતલપુરમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી
પાટણના સાંતલપુરમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી, સાંતલપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી, ગરામડી, કલ્યાણપુરા, રણમલપુરામાં ભારે વરસાદ,બકુત્રા, ધોકાવાડ સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ.
Jul 13, 2025 07:34 pm
ગાંધીનગર જિલ્લાનો વધુ એક બ્રિજ ભારે વાહન માટે બંધ
ગાંધીનગર જિલ્લાનો વધુ એક બ્રિજ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો છે.અનોડીયા બ્રિજ પર ભારે વાહનો માટે મુકાયો પ્રતિબંધ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું ,શનિવારે રાયપુર પાસે બ્રિજ ભારે વાહન માટે બંધ કરાયો.
Jul 13, 2025 07:18 pm
ભવનાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું
જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. મહંતની ગાદીને લઈને બે સંતોએ અરજી કરી છે. સાધુ કૌશિકગીરી અને અમરગીરીએ અરજી કરવામાં આવી છે. હરિગીરીબાપુની સમયમર્યાદા 31 જુલાઈએ પૂર્ણ થાય છે. ગુરુ-શિષ્યની પરંપરા મુજબ નિમણૂક કરવા માગ કરવામાં આવી છે. ટ્રસ્ટના બંધારણ મુજબ નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે.
Jul 13, 2025 06:55 pm
અમરેલીના બાબરામાં રામપરા ડેમ ઓવરફ્લો
અમરેલીના બાબરામાં રામપરા ડેમ ઓવરફ્લો, ગઈકાલે પડેલા ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક, ખાખરીયા, દરેડ, જામબરવાળામાં ધોધમાર વરસાદ, હજારો વિઘા જમીનોમાં ઉનાળું વાવેતરમાં થશે ફાયદો,બાબરા પંથકમાં સીઝનનો 20 ઇંચ વરસાદ નોંધાયો,બાબરામાં મોટાભાગના તળાવના ચેકડેમો છલકાયા.
Jul 13, 2025 06:46 pm
નવો પુલ 18 માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રીયા
મુજપૂર પાસે નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવા રૂ.212 કરોડ મંજૂર, દુર્ઘટનાગ્રસ્ત પુલની સમાંતર મહી નદી ઉપર નવો પુલ 18 માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રીયાનો તાબડતોડ આરંભ.
Jul 13, 2025 06:31 pm
રોજકુવાં ગામે નાળુ બન્યું જર્જરિત
છોટાઉદેપુરના રોજકુવાં ગામે નાળુ બન્યું જર્જરિત, નાળુ જર્જરિત થતા લોકોમાં ભયનો માહોલ,રાજ્ય ધોરીમાર્ગના રસ્તાનું નાળુ જર્જરિત, રોજકુવાં ગામે નાળાની નીચે પોપડા ખરી પડ્યા.
Jul 13, 2025 06:20 pm
અમદાવાદમાં CA સામે EDની કાર્યવાહી
અમદાવાદમાં CA તેહમૂલ શેઠ સામે EDની કાર્યવાહી, CA તેહમૂલ શેઠની રૂ.3.80 કરોડની સંપત્તિ જપ્ત, ઉચાપત અને છેતરપિંડી કરવાનો નોંધાયો છે કેસ, પર્યાવરણ સંશોધન, વિકાસ કેન્દ્રના ભંડોળમાં ઉચાપત,અમદાવાદનો એક બંગલો અને બે ખુલ્લા પ્લોટ જપ્ત.
Jul 13, 2025 06:10 pm
ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ
આણંદના ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ. લાલ દરવાજા, વારાહી દરવાજામાં પાણી ભરાયા, ઉમરેઠ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને હાલાકી વેઠવી પડી છે. ધોધમાર વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે.
Jul 13, 2025 06:00 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
1. World News: શું મ્યાનમારમાં તૈયાર કરાય છે ભારત પર હુમલા અંગેની યોજના?, ULFAના ઠેકાણાઓ પર નજર
3. Panchmahalના પાનમ ડેમમાં પાણીની આવક, જળાશયમાં બે વધુ સુધી ચાલી શકે તેટલો જથ્થો ઉપલબ્ધ
4. Baba Vanga Prediction: બાબા વેંગાની 2025ને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી! શું દુનિયાનો થશે અંત?
5. Surat News: ઉન વિસ્તારમાં પથ્થરમારો કરનારા 17 આરોપીઓની ધરપકડ, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો
6. Dang News : 'લૂંટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ, પોલીસે વેશપલટો કરી 6 આરોપીઓને દબોચી લીધા
7. Patanના સાંતલપુરમાં ભારતમાલા રોડનું નિરીક્ષણ, પ્રોજેક્ટના ડાયરેક્ટરે રોડની કામગીરીના સેમ્પલ લીધા
8. Mehsana : 21 લાખ રૂપિયા પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો
9. Gir Somnath News : દરિયાકાંઠે મળેલા રહસ્યમય કન્ટેનર અંગે થયો મોટો ખુલાસો, તંત્ર દોડતું થયું!
Jul 13, 2025 05:31 pm
સુરતમાં પથ્થરમારા કરનાર ઝડપાયા
સુરતના ઉન વિસ્તારમાં પથ્થરમારા કરનાર ઝડપાયા, પોલીસે કુલ 17 આરોપીઓની કરી ધરપકડ, રાયોટીંગનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી, 7 આરોપી ઉપરથી પથ્થર ફેંકતા નજરે પડ્યા હતા. 10 આરોપીઓ નીચેથી ઉપર પથ્થર ફેંકતા હતા,અબ્દુલ મલિક અને અબ્દુલ કાદિર મુખ્ય આરોપી, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jul 13, 2025 05:22 pm
પાનમ ડેમમાં પાણીની સતત આવક
પાનમ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક નોંધાઈ રહી છે.ડેમની જળ સપાટી 125.25 મીટર પહોંચી છે.પાનમ જળાશયનું રુલ લેવલ 125.34 હોવાથી રૂલ લેવલ જાળવી રાખવા જળાશયમાંથી પાણી છોડવામાં આવી શકે તેવી શક્યતાઓ છે.પાનમ ડેમ હાલમાં 76.22 ટકા પાણીનો જથ્થો. જળાશયમાં બે વધુ સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
Jul 13, 2025 05:13 pm
ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ
આણંદના ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ, ઉમરેઠ અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ,વરસાદી પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા, વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઇ, લોકોને ગરમીથી રાહત મળી છે.
Jul 13, 2025 05:00 pm
અંબિકા નદીનો પુલ ભારે વાહનો માટે બંધ
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ડાંગ વહીવટી તંત્ર એલર્ટ,અંબિકા નદીનો પુલ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. નદી ઉતારા મેજર બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ, બ્રિજ નબળો જણાતા જિલ્લા કલેક્ટરે મુક્યો પ્રતિબંધ, માત્ર ભારે કોમર્શિયલ વાહનો માટે બ્રિજ પર પ્રતિબંધ, મહારાષ્ટ્ર માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે, હથગઢથી વાંસદા અને હથગઢથી ધરમપુર જઈ શકાશે.
Jul 13, 2025 04:50 pm
'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ નોંધાયેલી એક છેતરપિંડીની ફરિયાદના આધારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. આર.એસ.પટેલની ટીમે 'લુટેરી દુલ્હન' ગેંગનો પર્દાફાશ કરીને કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.
Jul 13, 2025 04:36 pm
ભારતમાલા રોડનું નિરીક્ષણ
પાટણના સાંતલપુરમાં ભારતમાલા રોડ તૂટ્યો, ભારતમાલાના અધિકારીઓએ કર્યું નિરીક્ષણ, દિલ્હીથી આવેલા અધિકારીઓએ નિરીક્ષણ કર્યું, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ હારજ રહ્યા, રોડમાં થયેલી કામગીરીના સેમ્પલ પણ લેવાયા, ક્ષતિ જણાય તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે, તૂટેલા રોડની કામગીરી 15 દિવસની અંદર કરાશે.
Jul 13, 2025 04:26 pm
સંગઠન અને ધારાસભ્ય વચ્ચે સંકલન ન હોવાનો આક્ષેપ
બહુચરાજીના સુરપુરા ગામે તાલુકા ભાજપ દ્વારા યોજાયેલ સરપંચ સંમેલનમાં ધારાસભ્ય ગેરહાજર રહેતા તાલુકા ભાજપના પ્રમુખ કમલેશ દેસાઇ દ્વારા ગંભીર આક્ષેપ. બહુચરાજીના ભાજપ ધારાસભ્ય સુખાજી ઠાકોર બહુચરાજીમાં હાજર હોવા છતા કાર્યકમ હાજર ન રહ્યાં.
Jul 13, 2025 04:15 pm
પોરબંદરના માંગરોળમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા
પથ્થરથી ખાણોમાં આવતા વાહનથી રોડ ખરાબ, દિવાસા ગામમાં રસ્તાઓ ખખડધજ હાલતમાં, દિવાસાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓને હાલાકી, તંત્રને રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા રોષ.
Jul 13, 2025 04:12 pm
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ
2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ, વલ્લભીપુર અને આસપાસના ગામમાં વરસાદ, મહુવા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ.
Jul 13, 2025 04:06 pm
મહેસાણામાં 21 લાખ પડાવનાર નકલી IAS ઝડપાયો
ઠગબાજ અર્પિત શાહ ઉર્ફે ઋષભ રેડ્ડી ઝડપાયો, નકલી IAS બની વિસનગરના શખ્સને છેતર્યો હતો, મિત્રના ત્યાં ITના દરોડા પડ્યા છે કહીને ઠગાઈ, તમારા મિત્રના 600 કરોડ મારી પાસે છે કહ્યું હતું, પૈસા છોડાવવા હોય તો કહું એમ કરો કહીને ઠગાઈ, અન્ય આરોપીઓ હજુ પણ ફરાર, શોધખોળ ચાલુ.
Jul 13, 2025 04:05 pm
ગીરસોમનાથમાં દરિયા કિનારે કન્ટેનર તણાઈને આવ્યું
તાઇવાન બનાવટના એકવા પ્રેસર ટેન્ક હોવાનો ખુલાસો, શીપમાંથી પડ્યા બાદ કાંઠે તણાઈને આવ્યાનું અનુમાન, ડિઝાસ્ટર મામલતદાર મમતા બારડે આપી માહિતી, SOG, કસ્ટમ, LCB સહિત દ્વારા તપાસ હાથ ધરાઈ, કન્ટેનર ક્યાંથી આવ્યું ક્યાં જઈ રહ્યું હતું તે અંગે તપાસ ચાલુ છે.
Jul 13, 2025 03:58 pm
વરસાદી વિરામ બાદ સુરત બની ભૂવાનગરી
કતારગામના આંબા તલાવડીમાં ભૂવો પડ્યો, ઝીલ પાર્કના ગેટ નંબર 1 પર ભૂવો પડ્યો, ભૂવાની અંદર ગટરનું પાણી વહેતું થયું ગટરનું પાણી પીવાના પાણીમાં ભળવાની ભીતિ, મસમોટો ભૂવો અકસ્માત સર્જી શકે, શહેરમાં ખાડારાજ અને ભૂવાથી લોકો ત્રાહીમામ.
Jul 13, 2025 03:49 pm
તાપીના વ્યારામાં 4 વાનર પાંજરે પુરાયા
બજારમાં લોકોના ઘરમાં ઘુસી ઉત્પાત મચાવતા, વાનર શાળામાં પણ ઉત્પાત મચાવતા હતા, વનવિભાગે પાંજરા મુકી વાનરને પકડ્યા.
Jul 13, 2025 03:23 pm
વડોદરામાં ચાંદીપુરમનો હાહાકાર યથાવત
SSG હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં 20 કેસ, 20 પૈકી 11ના શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી મોત, હોસ્પિટલમાં 3 બાળ દર્દી દાખલ, 6 સાજા થયા.
Jul 13, 2025 03:00 pm
વાંચો 03 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Weather News: ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે, હવામાન વિભાગે જાહેર કરી ભારે આગાહી
02 - Business News: Americaમાં ઉદ્યોગો પર સંકટના વાદળો, શું Tariff નીતિ છે જવાબદાર?
03 - Jamnagar News : જામનગરના વડવાળાના સરપંચ પર હુમલો થતા સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કર્યું
04 - KL Rahul નો ડંકો, સદી ફટકાર્યા બાદ જર્સી લોર્ડ્સ મ્યુઝિયમને ભેટ આપી
05 - Dwarka News : દ્વારકાનો દરિયો તોફાની બન્યો, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
06 - TMKOC: શું જેઠાલાલે છોડી દીધો તારક મહેતા શો? નજીક વ્યક્તિએ કહ્યું- સારું પ્રદર્શન છતાં...
07 - Ahmedabad News: સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં અમદાવાદ શહેર દેશમાં નંબર વન બન્યું
08 - Bihar Assembly Election: બિહાર મતાદાતા યાદીમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ધુસણખોરો
09 - Surendranagar News : 181 અભયમ હેલ્પલાઇનની સમયસર અને સક્રિય દખલગીરીથી એક પરિવાર વિખરાતો બચી ગયો
Jul 13, 2025 02:47 pm
સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા
આ મુલાકાત વેળાએ સાંસદ જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્યએ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુર્ઘટના બદલ દુઃખ વ્યક્ત કરતા ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. આ ચેક વિતરણ સમયે સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Jul 13, 2025 02:46 pm
૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે
રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂયિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સહાય તત્કાળ મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે આજે ચૂકવી આપવામાં આવી હતી. ઉપલબ્ધ યાદી મુજબ, હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને ૧૫ મૃતકોના પરિવારો નો સમાવેશ થાય છે.
Jul 13, 2025 02:46 pm
Vadodara News : મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે પીડિતોને રૂ.62 લાખની આર્થિક સહાય ચૂકવાઈ
મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત આજે ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરાયું હતું.
Jul 13, 2025 02:27 pm
સરપંચને રોકીને તેમની પર હુમલો કરવામાં આવ્યો
જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ વડવાળાના સરપંચ ઉપર જીવલેણ હુમલો થયો છે, જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા પર હુમલો થતા લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા, રસ્તા વચ્ચે બળદ ગાડુ રાખી સરપંચપદમાંથી રાજીનામું આપી દે, તેમ કહી છ થી સાત જેટલા શખ્સોએ હુમલો કર્યો છે, રામશીભાઇ દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરીંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને જીવલેણ હુમલો કર્યો હતો, રામશીને હાથ અને પગમાં ગંભીર ઇજા થતા સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.
Jul 13, 2025 02:27 pm
7 જેટલા શખ્સોએ રસ્તામાં ઘેરી કર્યો હુમલો
જામનગરમાં 7 જેટલા શખ્સોએ સરપંચ પર હુમલો કર્યો છે, ચૂંટણીનો ખાર રાખી લાકડી-કુહાડીથી હુમલો કરાતા સરપંચ ઈજાગ્રસ્ત થયા છે, તો સરપંચે પણ સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, જામનગર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સરપંચ જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સો આવીને માથાકૂટ કરવા લાગ્યા અને હુમલો કર્યો હતો, પોલીસે સીસીટીવીની મદદ પણ લીધી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jul 13, 2025 02:26 pm
Jamnagar News : જામનગરના વડવાળાના સરપંચ પર હુમલો થતા સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કર્યું
જામનગરના વડવાળાના સરપંચ પર હુમલો થયો છે, વડવાળાના સરપંચ રામસી બેરા પર હુમલો થતા પોલીસ પણ દોડતી થઈ છે અને સરપંચને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, સરપંચ પદેથી રાજીનામું આપવાનું કહી કર્યો હુમલો, પોલીસે સાત લોકો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jul 13, 2025 02:11 pm
ભારે પવન સાથે મોજા ઉછળ્યા
હવામાન ખાતાની આગાહીની અસર દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે જોવા મળી રહી છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. સવાર પડતા જ દરિયો જોરદાર તોફાની બન્યો છે. ગાયત્રી મંદિર લાઈટ હાઉસ તથા સમુદ્ર નારાયણ મંદિરના કાંઠા પર ભારે પવન સાથે મોજા ઉછળતા જોવા મળ્યા હતા. આશરે 10થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરી છે. ત્યારે દરિયા દેવના રૌદ્ર સ્વરૂપનો નજારો કેમેરામાં કેદ થયો હતો.
Jul 13, 2025 02:10 pm
દ્વારકામાં અરબી સમુદ્ર હિલોળે ચડ્યો છે
દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતુર બની ગયો છે અને અતિ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારેથી અતિભારે તેજ ગતિએ પવન ફૂંકાતા દરીયા કિનારે 10 થી 15 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.માછીમારોને દરિયો ના ખેડવા માટે હવામાન વિભાગે તેમજ સ્થાનિક તંત્રએ સૂચના આપી છે.કૃષ્ણનગરી દ્વારકાનાં અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી દરીયો મન મુકી હિલોળે ચડ્યો છે.
Jul 13, 2025 02:10 pm
દરિયામાં ઉછળતા મોજા શાથે સેલ્ફી તેમજ વીડિયો રિલ્સ બનાવી આનંદ માણી રહ્યા છે
યાત્રાધામ દ્વારકામાં આવેલ અરબી સમુદ્રમાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો છે, દ્વારકામાં આવેલ ભડકેશ્વર મહાદેવ મંદીર દરીયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ભડકેશ્વર મહાદેવ મંદિર પાછળ દરિયાના ઉછળતા મોજા જોવા મોટી સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટયા છે, અરબી સમુદ્રમાં ભારે ઉંચા મોજાં ઉછળતા હોય ત્યારે સહેલાણીઓ જમાવડો જામ્યો છે, સહેલાણીઓ ગળતેશ્વર મહાદેવ મંદિર પાછળ દરિયામાં ઉછળતા મોજા શાથે સેલ્ફી તેમજ વીડિયો રિલ્સ બનાવી આનંદ માણી રહ્યા છે.
Jul 13, 2025 02:10 pm
Dwarka News : દ્વારકાનો દરિયો તોફાની બન્યો, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે, ભડકેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે મોજા ઉછળ્યા છે, તો દરિયામાં ભારે કરંટને પગલે સિક્યુરિટી તૈનાત કરાઈ છે, તો અમુક સહેલાણીઓ જીવના જોખમે દરિયા કિનારે સેલ્ફી લેતા પણ નજરે ચડયા છે.
Jul 13, 2025 01:59 pm
એક માતાને તેની જીવનની સૌથી મોટી ખુશી પાછી મળી
આમ, અભયમ ટીમે પતિ-પત્ની બંનેનું સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું અને તેમના વચ્ચેના મનભેદ દૂર કરીને સુખદ સમાધાન કરાવ્યું. આ સમાધાનના પરિણામે, એક માતાને તેમની લાડકવાયી દીકરી પરત મળી અને પરિવારમાં ખુશી અને શાંતિ પુન: આવી. ૧૮૧ અભયમ હેલ્પલાઇનની સમયસરની અને સક્રિય દખલગીરીથી, એક પરિવાર વિખરાતો બચી ગયો અને એક માતાને તેની જીવનની સૌથી મોટી ખુશી પાછી મળી.
Jul 13, 2025 01:58 pm
પીડિતાએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને પતિ સાથે જ પ્રેમથી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી
અભયમ ટીમે તેમને સમજાવ્યું કે પીડિતા વેદના સહન કરીને તેમની દીકરી માટે આવી છે. તેમને શાંતિથી સાથે રહેવા અને ઝઘડા ટાળવા સમજાવવામાં આવ્યા હતા. પીડિતાના પતિએ જણાવ્યું કે, તેઓ પીડિતા સાથે શાંતિથી રહેવા માંગે છે, પરંતુ પીડિતા દર અઠવાડિયે પિયર જાય છે. તેઓને જરૂર પૂરતું જ પિયર જવું જોઈએ અને વારંવાર ત્યાં રોકાવું નહીં તેમ સમજાવવામાં આવ્યા હતા. પીડિતાએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને પતિ સાથે જ પ્રેમથી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Jul 13, 2025 01:58 pm
આશાનું એક છેલ્લું કિરણ લઈને તેઓ સુરેન્દ્રનગર આવીને કોલ કર્યો હતો
આ ઘટના બાદ પીડિત બહેન છેલ્લા બે દિવસથી પતિ અને સાસુને ફોન કરીને આજીજી કરી રહ્યા હતા. દીકરી પરત આપવા માટે કાકલૂદી કરી રહ્યા હતા, પરંતુ સાસુ કે પતિએ ફોનમાં દીકરી આપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને બાદમાં તો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. નાનકડી દીકરી માતા વગર રહી શકતી ન હતી. માતૃત્વની વેદનાથી પીડિત માતાએ પોતાના ગામના સરપંચનો સંપર્ક કર્યો અને ૧૮૧ અભયમ વિશે માહિતી મેળવી. આશાનું એક છેલ્લું કિરણ લઈને તેઓ સુરેન્દ્રનગર આવીને કોલ કર્યો હતો. ઘટનાસ્થળે પીડિતાના પતિ હાજર હતા.
Jul 13, 2025 01:58 pm
નિર્દોષ દીકરીને માતાના ખોળામાંથી છીનવીને જબરદસ્તી લઈ ગયા હતા પતિ
આ કોલ મળતા જ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા, મહિલા કોન્સ્ટેબલ સરલાબેન અને પાયલોટ સુરેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પીડિત બહેનનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, તેઓ થોડા દિવસ પહેલા રાજીખુશીથી હાલોલ સ્થિત પોતાના પિયર ગયા હતા. પરંતુ ત્યાં તેમની ખુશી ક્ષણભંગુર સાબિત થઈ. તેમના પતિ અચાનક કેફી દ્રવ્યનું સેવન કરીને પિયરમાં આવ્યા અને "મારે તું નહીં જોઈ" તેમ કહીને તેમની કૂમળી, નિર્દોષ દીકરીને માતાના ખોળામાંથી છીનવીને જબરદસ્તી લઈ ગયા હતા.
Jul 13, 2025 01:57 pm
Surendranagar News : 181 અભયમ હેલ્પલાઇનની સમયસર અને સક્રિય દખલગીરીથી એક પરિવાર વિખરાતો બચી ગયો
મહિલાઓની સુરક્ષા, સન્માન અને સશક્તિકરણ માટે કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન અનેક મહિલાઓ માટે એક આશાનું કિરણ બનીને ઉભરી છે. ઘરેલુ હિંસા, છેડતી, બાળલગ્ન કે અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓ માટે આ હેલ્પલાઇન સાચા અર્થમાં સંજીવની સમાન છે. તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે આવેલી ૧૮૧ અભયમ પર એક માતાનો હૃદયદ્રાવક ફોન આવ્યો. માતા ભારે હૃદયમાં વેદના સાથે કંપાતા આવજે બોલ્યા. તેમની દોઢ વર્ષની વ્હાલસોયી દીકરીને તેમના પતિ જબરદસ્તી લઈ ગયા છે. આ કરુણ પરિસ્થિતિમાં તેમને અભયમ ટીમની મદદની તાતી જરૂર હોવાનું જણાવ્યું.
Jul 13, 2025 01:44 pm
ફરિયાદ નોંધાતા મામલો થાળે પડયો
સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યો છે, આ બાબતે ડોક્ટર મેહુલ નાયકે જણાવ્યું હતું કે વર્ષાબેન ઠાકોર નામની સગર્ભા મહિલા દાખલ થયા હતા જેની તપાસ કરતા મહિલાના પેટમાં મૃત બાળક હોવાનું જણાઈ આવતા તેના પરિવારજનોને જાણ કરી ઓપરેશન કરી બાળકને લેવાની વાત કરતા તેના સગાઓએ નોર્મલ ડિલિવરી કરી બાળક લેવાનો વાત કરતા વર્ષોના અનુભવ પ્રમાણે મૃત બાળક નોર્મલ ડિલિવરીથી પણ લઈ શકાય હોઇ એટલે દવા મૂકીને નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ બપોરના ત્રણ વાગ્યાના આસપાસના સમયે બેભાન થઈ જતા તેમને આઇસીયુમાં દાખલ કર્યા હતા.પણ અમે બચાવી શકયા નથી તેવું રટણ કરી રહ્યો છે.
Jul 13, 2025 01:44 pm
ડો.મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હતુ
ફરજ તબીબ ડો.મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હોવાથી તેના પરિવારજનોને જાણ કરી હતી. જે સગર્ભા મહિલાનું ૧૫ કલાકની સારવાર દરમિયાન અંદાજે ૩ વાગે મોત થતા સગર્ભા મહિલાના પરિવારનોએ ફરજ પરના તબીબ પર ગંભીર આક્ષેપો કરી તેમની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં સગર્ભાના પરિવારજનો અને પિયરજનો તેમજ સગાઓ હોસ્પિટલ ખાતે એકઠા થઇ તબીબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની માંગ કરી હતી.
Jul 13, 2025 01:43 pm
થરાદની ક્રિષ્ના હોસ્પિટલ આવી વિવાદમાં
થરાદ તાલુકાના લોઢનોર ગામની સગર્ભા મહિલા ડિલિવરી અર્થે થરાદની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે આવી હતી, જોકે સારવાર દરમિયાન સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત નીપજતા તેના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો સાથે હોસ્પિટલ ખાતે એકઠા થતા પોલીસ દોડી આવી હતી, થરાદ તાલુકાના લોઢનોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર ઉંમર વર્ષ આશરે ૨૮ નામની સગર્ભા મહિલા થરાદની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે તેની ડિલિવરી કરાવવા સારવાર અર્થે તેના પરિવારજનો સાથે ગત ગુરૂવારના રાતના ૯ વાગ્યાના આસપાસના સમયે આવી હતી.
Jul 13, 2025 01:43 pm
Banaskantha News : થરાદમાં તબીબની બેદરકારીથી સગર્ભા મહિલા-બાળકનું મોત, કિષ્ના હોસ્પિટલના ડોકટર સામે ગુનો નોંધાયો
બનાસકાંઠાના થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી સગર્ભા મહિલા અને તેના બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ પરિજનોએ લગાવ્યો છે, હોસ્પિટલ આગળ લોકોના ટોળા થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
Jul 13, 2025 01:24 pm
સ્થાનિકો સાથે પણ કારચાલકે ઝઘડો કર્યો
સ્થાનિકોએ કારચાલકને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલક બહાર પણ નીકળી શકતો ન હતો કેમકે તે દારૂના નશામાં ચકચૂર હતો, મહત્વની વાત તો એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ રોડ પર વાહન ચલાવતા લોકો ડરી ગયા હતા, આ તો ખુલ્લો રોડ હતો તો સારૂ થયું કે કોઈને કોઈ ઈજા ના થઈ નહીતર જો સિગ્નલ બંધ હોત તો ઘણા લોકોને ઈજા થઈ હોત, અકોટા પોલીસે કારચાલક સામે પ્રોહીબિશનનો ગુનો નોંધ્યો હતો અને જેલના હવાલે કર્યો હતો.
Jul 13, 2025 01:23 pm
અકોટા પોલીસ ઘટનાસ્થળે દોડી હતી
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં ગઈકાલે એક વીડિયો વાયરલ થયો હતો અને તેમાં એક કારચાલક નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. સ્થાનિકોને આ વાતની જાણ થતા તેને ઝડપ્યો હતો અને તે જે રીતે કાર ચલાવતો હતો તે રીતે જોઈને સ્થાનિકો પણ સમજી ગયા હતા કે પાર્ટી મોજમાં છે, ત્યારે પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી, મહત્વનું છે કે, પોલીસ કમિશનરના બંગ્લા નજીક જ આ રીતે કાર ચલાવી હતી, અને કારને ડિવાઈડર સાથે અથડાવી હતી.
Jul 13, 2025 01:23 pm
Vadodara News : વડોદરામાં નશાખોર કારચાલકનું કારસ્તાન, બાપનો રોડ હોય તેમ કાર ચલાવતા લોકો ગભરાયા
વડોદરામાં નશાખોર કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં નશાની હાલતમાં રોડ પર ચલાવી ફૂલસ્પીડમાં કાર અને લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા, અલકાપુરી વિસ્તારમાં ફૂલ સ્પીડમાં ચલાવી કાર તો અન્ય રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતા અને પોલીસ કમિશનરના બંગલા બહાર કારચાલકને ઝડપી પાડયો હતો, કારચાલકને ઝડપી પોલીસને હવાલે કરાયો છે.
Jul 13, 2025 12:59 pm
લખતર તાલુકાના સવલાણા, ઈંગરોડી અને લીલાપુર રોડ પર મેટલ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ બાદ જિલ્લાના રોડ પર પાણી ભરાવાના કારણે રસ્તાઓને થયેલાં નુકશાનના પગલે જિલ્લા કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા વહીવટી તંત્રને યુદ્ધનાં ધોરણે અસરગ્રસ્ત રસ્તાઓના સમારકામના આદેશો આપવામાં આવ્યાં છે. જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિતના સંબંધિત તમામ વિભાગો દ્વારા રસ્તાઓની મરામતની ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે.
Jul 13, 2025 12:59 pm
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માલવણ-બજાણા-પાટડી રોડનું સમારકામ કરાયું
સુરેન્દ્રનગર માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માલવણ-બજાણા-પાટડી રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ભારે વરસાદની સ્થિતિના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓના સમારકામ માટેની ઝડપી અને કાર્યક્ષમ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત માલવણ-બજાણા-પાટડી રોડ પર પડેલા ખાડાઓને પુરવામાં આવ્યા હતાં. માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક રોડ સમારકામની કામગીરી હાથ ધરી પેચવર્ક કરવામાં આવ્યું હતું અને રસ્તાને વાહન વ્યવહાર માટે સુગમ બનાવવામાં આવ્યો હતો.
Jul 13, 2025 12:59 pm
કુડા બ્રિજ પર ભારે વાહનોએ પ્રવેશ ન કરવા માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવ્યા
આલેખન વર્તુળ, ગાંધીનગરના તાંત્રિક અધિકારીઓ અને બ્રિજના તજજ્ઞો દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત ચકાસણી બાદ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર સલામત ન હોવાનું જણાયું હતું. જેને પગલે, સુરેન્દ્રનગર કલેકટર કચેરી દ્વારા સદર બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાના અનુસંધાને, તાત્કાલિક અસરથી કુડા બ્રિજ પર ભારે વાહનોએ પ્રવેશ ન કરવા માટે ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવ્યા છે. વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ આ સૂચનાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
Jul 13, 2025 12:58 pm
Surendranagar News : સુરેન્દ્રનગરના કુડા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાગ્યો, બ્રિજના તજજ્ઞોએ આપ્યો રીપોર્ટ
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા-કુડા રોડ (એન.એચ.-૫૧) પર આવેલા કુડા ગામ નજીક કિ.મી. ૨૫૫+૧૩૫ પરના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Jul 13, 2025 12:42 pm
છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં, એટલે ગઈકાલે શનિવારે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ, કચ્છના માંડવીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.
Jul 13, 2025 12:42 pm
ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી
નયનરમ્ય નજારો જોવા ડેમ પર લોકોનો ધસારો જોવા મળ્યો છે, ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, સાથે સાથે પર્વત પર ધુમ્મસ પણ જોવા મળ્યું છે. ખાસ કરીને ચોમાસાના સમય દરમિયાન ગીરનાર પર્વત પર નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોય છે, પ્રવાસીઓ પણ ગિરનાર પર્વતની ચોમાસાના સમયે મુલાકાત લેતા હોય છે.
Jul 13, 2025 12:42 pm
Junagadh Rain News : ગિરનાર પર્વત પર 5 ઈંચ વરસાદ ખાબકયો, જંગલમાં ઝરણા થયા વહેતા
જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે જેમાં છેલ્લા 24 કલાકમાં ગિરનાર પર્વત પર 5 ઈંચ વરસાદ નોંધાયો છે, ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા હોવાની વાત સામે આવી છે, તો જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ સતત ઓવરફ્લો થયો છે અને જૂનાગઢની નદી નાળાઓમાં નવા વરસાદી નીર આવ્યા છે.
Jul 13, 2025 12:26 pm
બનાસકાંઠાના દાંતીવાડામાં ભારે વરસાદથી 4 સ્થળોએ દીવાલ થઈ ધરાશાયી
દુકાન, સ્મશાન ભૂમિની દીવાલ તૂટી પડી, દાંતીવાડામાં ધોધમાર વરસાદે સર્જી તારાજી, વિનય વિદ્યામંદિરની પાછળની દીવાલ તૂટી.
Jul 13, 2025 12:22 pm
અન્ય જગ્યાઓ પર પણ કોર્પોરેશને કરી કાર્યવાહી
આ સિવાય ગોતા વિસ્તારમાં ઔડાની પાણીની ટાંકી પાસે આવેલી શ્રી ક્રિષ્ના ડેરીમાં ફૂડ વિભાગની ટીમની તપાસમાં અનહાઇજેનિક કન્ડિશન જણાતાં સદર એકમને સીલ મારી દેવાયા છે. જ્યારે વેજલપુરમાં સહજાનંદ કોમ્પ્લેક્સમાં આંબેશ્વર પ્રોવિઝન સ્ટોર્સમાં પણ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતાં પ્રોવિઝન સ્ટોરને સીલ મારી દેવાયાં છે.
Jul 13, 2025 12:22 pm
તપાસ દરમિયાન રસોડામાં મળ્યું ગંદકીનું સામ્રાજ્ય
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડ્સને અમદાવાદ કોર્પોરેશને સીલ માર્યુ છે, અનહાઇજેનિક સ્થિતિને પગલે રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું છે, વેજ અને નોનવેજ ખાદ્ય એકમમાં તકેદારી ન રાખવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. તો કોર્પોરેશને સ્થળ તપાસ કરતા ગંદકી મળી આવી હતી જેના કારણે રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે.
Jul 13, 2025 12:22 pm
Ahmedabad News : પ્રહલાદનગરમાં આવેલ મેક્ડોનાલ્ડ્સ કોર્પોરેશને કર્યુ સીલ, રસોડામાં મળ્યું ગંદકીનું સામ્રાજ્ય
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ મેક્ડોનાલ્ડ્સ સામે કોર્પોરેશને કાર્યવાહી કરી છે, પ્રહલાદનગરનું મેક્ડોનાલ્ડ્સ AMCએ કર્યું સીલ, AMCના આરોગ્ય વિભાગ દ્વારા મેક્ડોનાલ્ડ્સ સીલ કરવામાં આવ્યું છે, વેજ-નોનવેજ એક જ જગ્યાએ બનાવતા હતા અને રસોડામાં ગંદકી જોવા મળતી કોર્પોરેશને સીલ કર્યુ છે રેસ્ટોરન્ટ.
Jul 13, 2025 12:04 pm
નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, રેલવે ગરનાળામા પણ ભરાયા વરસાદી પાણી, પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
Jul 13, 2025 12:04 pm
પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ ખાબકયો છે, પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, કાલેડા, દશાવાડા, કલ્યાણા, નિદ્રોડામાં વરસાદ ખાબકયો છે, સરસ્વતી તાલુકાના વદાણી, ભીલવણમાં વરસાદ ખાબકયો છે, લાખડપ, જાખા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.
Jul 13, 2025 12:03 pm
Patan જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસતા ભરાયા પાણી
પાટણમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, પાટણ શહેર સહીત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે, પાટણ, ગોલાપુર, માતરવાડીમાં વરસાદ, અને અનાવાડા સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબકયો છે.
Jul 13, 2025 12:00 pm
વાંચો 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
01 - Bollywood: '27 વર્ષ નાની અભિનેત્રી સાથે પ્રેમ...', અભિનેતાએ ખુલ્લેઆમ તોડ્યું મૌન
02 - Petrol Diesel Price: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો ગુજરાત સહિત તમારા શહેરની કિંમત
03 - Banaskantha Rain News : ચાર ઇંચ વરસાદથી ડીસા થયું જળબંબાકાર, સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી
04 - Changur Babaના 18 બેંક ખાતાઓમાંથી 68 કરોડની લેતી દેતી, EDની તપાસમાં વિદેશી ફંડિગનો પર્દાફાશ
05 - Rajya Sabha Members Nominated: રાષ્ટ્રપતિએ 4 રાજ્યસભા સાંસદોને નોમિનેટ કર્યા
07 - Banaskantha Rain News : પાલનપુરમાં ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી
08 - Mehsana Rain News : મહેસાણાના ખેરાલુ પંથકમાં મુશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી
09 - Rajkot News : રાજકોટમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા, બાળકોના રમવાને લઈ થઈ હતી માથાકૂટ
Jul 13, 2025 11:52 am
વિજાપુર-દેરોલ-હિંમતનગર હાઇવે જોખમી જાહેર
હાઇવેને ભારે વાહનો માટે કરવામાં આવ્યો બંધ, વિજાપુર-મહુડી-પ્રાંતિજ રૂટ વૈકલ્પિક જાહેર કરાયો, મહેસાણા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ, બ્રિજનું રિપેરિંગ ન થાય ત્યાં સુધી નિયમ અમલી.
Jul 13, 2025 11:46 am
રાજકોટના નામાંકિત ફાયનાન્સર અને બિલ્ડરે કર્યો આપઘાત
રાજકોટમાં રહેતા મૂળ ભંગડાના વતની ફાયનાન્સ બીશુભાઈ વાળાએ આપઘાત કર્યો છે, વહેલી સવારે સરધારના ભંગડા ગામે જાતે રિવોલ્વર માંથી ગોળી ધરબી આપઘાત કર્યો છે, પરિવારનો સભ્યોનું કહેવું છે કે, મૃતક લાંબા સમયથી ડિપ્રેશનમાં હતા અને બીમારીના કારણે તેમણે જીવન ટૂંકાવ્યું છે, બનાવના પગલે આજીડેમ પોલીસ મથકનો કાફલો તેમજ સરધાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Jul 13, 2025 11:46 am
બીમારીના કારણે કંટાળી આપઘાત કર્યાનું અનુમાન
રાજકોટના જાણીતા બિલ્ડરે આપઘાત કરી લેતા ખળભળાટ મચ્યો છે, બીમારીના કારણે આપઘાત કરી લીધો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે, ઘટનાની જાણ થતા પોલીસ અને પરિજનો દોડી આવ્યા છે, ઘરે જ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, મૃતક બિલ્ડર અને ફાયનાન્સના ધંધા સાથે સંકળાયેલા હતા અને કોઈ બીમારીના કારણે તેઓ કંટાળી ગયા હતા અને આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, એક રાઉન્ડ ફાયરીંગ કરી આપઘાત કર્યો છે.
Jul 13, 2025 11:46 am
Rajkot News : રાજકોટના જાણીતા ફાયનાન્સર અને બિલ્ડરે લમણે ગોળી મારી કર્યો આપઘાત
રાજકોટના જાણીતા ફાઇનાન્સર અને બિલ્ડરે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. ભંગડાના વતની બીશુભાઈ વાળાએ કર્યો આપઘાત, ભંગડા ગામે રિવોલ્વરમાંથી લમણે ગોળી મારી આપઘાત કરી લેતા ચકચાર મચી છે, તો પરિજનોએ આ બાબતે પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jul 13, 2025 11:26 am
Vadodaraના શિનોર તાલુકામાં વરસાદ ખાબકયો
વડોદરાના શિનોર તાલુકામાં વરસાદ ખાબકયો છે, પાંચ દિવસના વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, અવાખલ, અચીસરા, સાધલીમાં વરસાદ ખાબકયો છે, અવાખલના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, શિનોર તાલુકામાં અત્યાર સુધી 13 ઈંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે.
Jul 13, 2025 11:16 am
તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ પશ્ચિમ રેલવે નવી ઊંચાઈઓ સર કરશે
તેમણે ₹34,000 કરોડના MUTP 3A પ્રોજેક્ટના પ્રારંભિક કાર્યનું પણ નેતૃત્વ કર્યું હતું. તેમની જવાબદારીઓમાં આયોજન અને અમલીકરણની બાબતોમાં વિશ્વ બેંક, AIIB, MMRDA, સિડકો અને મહારાષ્ટ્ર સરકાર જેવી વિવિધ એજન્સીઓ સાથે વ્યાપક સંકલન કાર્યનો સમાવેશ હતો. મધ્ય રેલવેના ભુસાવલ મંડળના મંડળ રેલ પ્રબંધક (એપ્રિલ 2019 થી ઓગસ્ટ 2021) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે સંરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા, કર્મચારી કલ્યાણ, ગ્રાહક સંતોષ અને ખર્ચ નિયંત્રણ અને આવક સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યક્ષમ કામગીરી સુનિશ્ચિત કરી. ગુપ્તા પાસે રેલવે પરિચાલન, માળખાગત વ્યવસ્થાપન અને પ્રોજેક્ટ અમલીકરણનો સમૃદ્ધ અનુભવ છે. અધિકારીઓ અને કર્મચારીઓ બંને દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ પશ્ચિમ રેલવે નવી ઊંચાઈઓ સર કરશે.
Jul 13, 2025 11:16 am
પ્રોજેક્ટ્સના સંકલન અને અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી
ગુપ્તાએ મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ), મુખ્ય ટ્રેક એન્જિનિયર, મુખ્ય પુલ ઇજનેર અને મંડળ રેલ પ્રબંધક જેવા અનેક પ્રતિષ્ઠિત હોદ્દાઓ પર પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેમાં સેવા આપી છે. આ હોદ્દાઓ પર તેમણે નવી લાઇન નિર્માણ, ગેજ રૂપાંતર, ડબલિંગ અને મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ, ટ્રેક નિર્માણ કાર્યો, યાતાયાત સુવિધાઓ અને પુલ જાળવણી સહિત મહત્વપૂર્ણ માળખાગત કાર્યોનું નિરીક્ષણ કર્યું. મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (MRVC) માં મુખ્ય ઇજનેર તરીકે કામ કરતી વખતે, ગુપ્તાએ લગભગ ₹20,000 કરોડના સંચિત પ્રોજેક્ટ મૂલ્ય સાથે MUTP I, II અને III પ્રોજેક્ટ્સના સંકલન અને અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Jul 13, 2025 11:15 am
મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સના આયોજન કરાયા છે
ગુપ્તાએ રેલવે બોર્ડ, રેલવે મંત્રાલય માં મુખ્ય કાર્યકારી નિયામક/ગતિ-શક્તિ તરીકે સેવા આપી છે, જ્યાં તેઓ પીએમ ગતિ-શક્તિ પહેલ હેઠળ સ્ટેશન ડેવલપમેન્ટ સહિત તમામ મુખ્ય રેલવે પ્રોજેક્ટ્સના આયોજન અને અમલીકરણ માટે સંકલિત એકમ તરીકે કાર્યરત સાત (07) વિભાગો - સિવિલ (નિર્માણ, પ્રોજેક્ટ મોનિટરિંગ અને સ્ટેશન ડેવલપમેન્ટ), ઇલેક્ટ્રિકલ (RE), સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન, ટ્રાફિક, ફાઇનાન્સ, પ્લાનિંગ અને ઇકોનોમિક ડિરેક્ટોરેટ - ના સંકલિત કામગીરી માટે જવાબદાર હતા.
Jul 13, 2025 11:15 am
Railway News : વિવેક કુમાર ગુપ્તાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે કાર્યભાર સંભાળ્યો
ભારતીય રેલ એન્જીનીયર્સ સેવા (આઈઆરએસઈ)ના 1988ની બેચના વરિષ્ઠ અધિકારી વિવેક કુમાર ગુપ્તાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકેની નિમણૂક પહેલાં તેઓ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા, જે સંસ્થા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અમલીકરણ માટે સોંપવામાં આવી હતી.
Jul 13, 2025 11:02 am
ડીસામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં અસર
બાઇવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા, ગામમાં જવાનો રસ્તો અવરજવર માટે બંધ, ગામમાં શાળા, ડેરી અને ઘરો આગળ પાણી, પાણી ભરાતા પશુપાલકો, ખેડૂતો મુશ્કેલીમાં.
Jul 13, 2025 10:27 am
બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
મોડી રાત્રે વરસેલા વરસાદથી નદીનાળા છલકાયા છે, ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદથી પાણીની આવક નોંધાઈ છે, પાલનપુર, દાંતીવાડા, ડીસા તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, આલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત થયું છે અને રેલ નદીમાં પણ પાણી આવતા ધરતીપુત્રો ખુશ થયા છે.
Jul 13, 2025 10:27 am
ડીસામાં ભારે વરસાદને પગલે નાનાજી દેશમુખ ગાર્ડનની દીવાલ થઈ ધરાશાયી
ડીસામાં ભારે વરસાદને પગલે નાનાજી દેશમુખ ગાર્ડનની દીવાલ થઈ ધરાશાયી થઈ છે, વહેલી સવારના સમયે ગાર્ડનમાં લોકોની ઓછી હાજરી હોવાના લીધે મોટી હોનારત ટળી હતી, વર્ષ ૨૦૧૮માં તૈયાર કરવામાં આવ્યો હતો નાનાજી દેશમુખ ગાર્ડન.
Jul 13, 2025 10:27 am
બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ
બનાસકાંઠાના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ઇકબાલગઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, ઇકબાલગઢ અંડરબ્રિજમાં પાણી ભરાયા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, ઈકબાલગઢ APMC માર્કેટમાં ભરાયા પાણી અને અમુક જણસો પલળી ગઈ હોવાની પણ વાત સામે આવી છે, ઈકબાલગઢ હાઇવેથી પંચવટી રોડ પર પાણી ભરાયા છે.
Jul 13, 2025 10:26 am
Banaskantha Rain News : ચાર ઇંચ વરસાદથી ડીસા થયુ જળબંબાકાર, સોસાયટીઓમાં ભરાયા વરસાદી પાણી
બનાસકાંઠા જિલ્લામા વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, ચાર ઇંચ વરસાદથી ડીસા જળબંબાકાર થયુ છે, હરિઓમ પાર્ક, કેશવ પાર્કમાં પાણી ભરાયા છે અને ઇન્દ્રાનગર સોસાયટી જવાના રસ્તે પાણી ભરાતા લોકો હેરાન થયા છે, પાણી ભરાતા હરિઓમ પાર્ક બેટમાં ફેરવાયો છે અને વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Jul 13, 2025 10:08 am
બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ
નાનાજી દેશમુખ ગાર્ડનની દીવાલ ધરાશાયી, ગાર્ડનમાં ઓછી હાજરીને લીધે મોટી હોનારત ટળી, 2018માં નાનાજી દેશમુખ ગાર્ડન બનાવાયો હતો.
Jul 13, 2025 10:08 am
ગાંધીનગરથી ચિલોડાને જોડતો બ્રિજ જર્જરીત
બ્રિજની શરૂઆતથી બ્રિજની રેલિંગ ગાયબ, બ્રિજને રેલિંગના બદલે તંત્રે લગાવ્યા માત્ર પતરા, બ્રિજની બીજી બાજુ આખી રેલિંગ જર્જરીત હાલતમાં.
Jul 13, 2025 09:39 am
પાલનપુરમાં ભારે વરસાદથી સિવિલ હોસ્પિટલ પાણી ભરાયા
પાલનપુરમાં ભારે વરસાદથી સિવિલ હોસ્પિટલ પાણી ભરાયા છે, સિવિલના ટ્રોમા સેન્ટર આગળ પાણી ભરાયા છે, તો પાણી ભરાતા દર્દીઓ અને તેમના સગા મુશ્કેલીમાં મૂકાયા છે.
Jul 13, 2025 09:39 am
બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ
ભારે વરસાદથી સીપુ નદીમાં નવા નીરની આવક થઈ છે, દાંતીવાડા, સીપુ ડેમની પાણીની જળ સપાટીમાં વધારો થયો છે, દાંતીવાડા ડેમમાં 9760 ક્યુસેક પાણીની આવક થઈ છે, દાંતીવાડા ડેમની જળ સપાટી 562.79 ફૂટે પહોંચી છે, સીપુ ડેમમાં 3246 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, સીપુ ડેમની જળ સપાટી 572.77 ફૂટે પહોંચી છે.
Jul 13, 2025 09:39 am
પાલનપુરમાં સૌથી વધારે વરસાદ નોંધાયો
પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, મફતપુરા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં છે, અમુક નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પણ પાણી ભરાયા છે, મોડી રાત્રે થયેલા વરસાદને પગલે પાલનપુર પાણી-પાણી થઈ ગયું છે. તો પાલનપુરમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને વહેલી સવાર સુધી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે.
Jul 13, 2025 09:39 am
Banaskantha Rain News : પાલનપુરમાં ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં સવા ચાર ઇંચ વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને મફતપુરા, જુના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા છે, કીર્તિસ્થંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે, મફતપુરામાં પાણી ભરાવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે.
Jul 13, 2025 09:21 am
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ દાંતીવાડમાં 6.3 ઇંચ વરસાદ નોંધાયો છે, પાલનપુરમાં 4.6 ઇંચ,ડીસામાં 3.7 ઇંચ વરસાદ, ઉમરાળામાં 2.9 ઇંચ,પાલીતાણાં 2.8 ઇંચ વરસાદ, વડગામમાં 2.5 ઇંચ,ઉનામાં 2.2 ઇંચ વરસાદ, ધ્રાંગધ્રામાં 2,કપરાડામાં 1.8 ઇંચ વરસાદ, ગઢડામાં 1.8 ઇંચ,બાબરામાં 1.7 ઇંચ વરસાદ, વલ્લભીપુરમાં 1.6 ઇંચ,બરવાળામાં 1.3 ઇંચ વરસાદ, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં 1-1 ઇંચ વરસાદ, માળીયા હાટીના અને ઉમરપાડામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે.
Jul 13, 2025 09:21 am
હાઈવેથી દેસાઈ વાડા ડેરી રોડ પાણીમાં
ખેરાલુમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે,. ખોખરવાડા સંઘ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે, ડભોડા, અરઠી, ખેરપુરા, નાનીવાડા, મલેકપુર, હિરવાણી, ગઠામણ, અંબાવાડા, વઘવાડી, ચાડા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
Jul 13, 2025 09:21 am
Mehsana Rain News : મહેસાણાના ખેરાલુ પંથકમાં મુશળધાર વરસાદ, ઠેર-ઠેર ભરાયા વરસાદી પાણી
મહેસાણાના ખેરાલુ પંથકમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ખેરાલુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, દોઢ ઇંચ વરસાદથી ખેરાલુ પાણી પાણી થઈ ગયું છે, અને શહેરના માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે, બસ સ્ટેન્ડ જવાના રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પણ હેરાન થઈ રહ્યાં છે.
Jul 13, 2025 09:09 am
વડોદરામાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત
અકસ્માતમાં બાઇકચાલકનું કરુણ મોત, આજવા બ્રિજ નીચે થયો અકસ્માત, અકસ્માતમાં બાળકીને ગંભીર ઇજા, બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ.
Jul 13, 2025 09:03 am
ગાંધીગ્રામ પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતા જીતેશ જેસીંગભાઈ સોલંકી (ઉ.વ.૩૭) નામનો યુવક રાત્રીના તેના ઘર પાસે હતો ત્યારે તેના ભત્રીજા સંજયે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજયુ હતુ. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચ્યો તપાસ કરતા દત્તક જીતેશભાઈ શાકભાજીનો ધંધો કરતા હોવાથી અને બે ભાઈમાં નાના હતા તેમજ તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યુ હતુ.
Jul 13, 2025 09:02 am
ભત્રીજાએ બાળકોને મારકૂટ કરી હતી અને તે બાબતે મામલો બગડયો હતો
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર નજીક 25 વારીયા પ્લોટમાં મોડી રાત્રીના સામાન્ય ઝઘડાના પ્રશ્ને સમજાવવા ગયેલા કાકાનું તેના ભત્રીજાએ છરીના ઘા ઝીંકી હત્યા કરાતા ગાંધીગ્રામ પોલીસે ભત્રીજાની અટકાયત કરી વિશેષ કાર્યવાહી કરી છે. ઘર પાસે બાળકો રમતા હોય જે બાબતે ભત્રીજાએ બાળકોને મારકૂટ કરી હોય જે બાબતે તેને સમજાવવા જતા ડખ્ખો કરી ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું હોવાનું બહાર આવ્યું હતું.
Jul 13, 2025 09:02 am
Rajkot News : રાજકોટમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા, બાળકોના રમવાને લઈ થઈ હતી માથાકૂટ
રાજકોટમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાની વાત સામે આવી છે, 38 વર્ષીય જીતેશ સોલંકીની હત્યા થઈ છે, કાકા જીતેશને ભત્રીજા સંજયે છરીના ઘા ઝીંક્યા અને તેમનું ઘટના સ્થળે મોત થયું છે, સમગ્ર ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
Jul 13, 2025 08:49 am
તમામ સ્ટાફની કામગીરીને બીરદાવી હતી
પીઆરઓ તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ કંટ્રોલ રુમ, પીએમ રુમ. ટ્રોમા સેન્ટર, વિવિધ વોર્ડ, બી જે મેડીકલ કોલેજ ખાતે કામ કરનાર વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીઓની કામગીરીને બીરદાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે આઉટ સોર્સિંગ એજન્સી વિષ્વ એન્ટરપ્રાઇઝ દ્વારા વર્ગ -૩ અને વર્ગ ૪ ના કુલ ૪૫૦ જેટલા વિવિધ કર્મચારી ઓ ને આ પ્રસંગે સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિવિલ સુપ્રિંટેંડેંટ ડો. રાકેશ જોષી ઉપરાંત બી જે મેડીકલ કોલેજના ડીન મીનાક્ષી પરીખ, એડીશનલ ડીન તેમજ પીજી ડાયરેક્ટર ડો. ધર્મેશ પટેલ, ડો. રજનીશ પટેલ વિગેરે એ હાજર રહી આ તમામ સ્ટાફની કામગીરીને બીરદાવી હતી.
Jul 13, 2025 08:49 am
પીએમ રૂમમાં કામ કરનાર કર્મચારીનું પણ સન્માન કરાયું
આ આખા કરુણ બનાવ માં જે લોકો ઘાયલ થયા કે જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા એ દુખ ને તો આપણે ન લઇ શકીએ પરંતુ તે બાદ ની તમામ કાર્યવાહી માં મૃત્યુ પામનારના સગાને કોઇપણ જાતની અગવડ ન પડે તેનું ધ્યાન અમારા દરેક સ્ટાફે રાખી ઉતમ કામગીરી કરી હતી તેમ ડો. જોશી એ જણાવ્યુ હતુ. આ સ્ટાફ માં તમામ ડેડ બોડીને કોલ્ડ બોક્ષ માં રાખવાથી લઇ તેને કોફીનમાં રાખી સગાને સોંપવા સુધીની કામગીરી કરનાર વર્ગ-૪ ના પીએમ વિભાગમાં કામ કરતા કર્મચારીથી માંડી દર્દીના સગા સાથે શરુઆતથી અંત સુધી રહી તેમને સાંત્વનાની સાથે તેમના સ્વજનનો નશ્વર દેહ સોંપ્યો હતો.
Jul 13, 2025 08:49 am
સિવિલ હોસ્પિટલના દરેક સ્ટાફે રાત દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજી
આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, આજે એર ઇન્ડીયા પ્લેન ક્રેશ બનાવ ને એક મહીનો પુરો થયો છે ત્યારે અચાનક આવી પડેલા અને ક્યારેય ન જોયેલા આવા બનાવમાં સિવિલ હોસ્પિટલના દરેક સ્ટાફે રાત દિવસ જોયા વગર પોતાની નૈતિક ફરજ સમજી પોતાના ફરજ ના કલાકો ની પરવાહ કર્યા વગર કામ કર્યુ હતુ. જેના પ્રતાપે આખા બનાવ બાદ ઉભી થયેલી તમામ પરીસ્થિતિ માં જેમાં ઘાયલ લોકો ની સારવાર તેમજ જે લોકો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેમના ડીએનએ સેમ્પલ લેવા થી માંડી તેમને ડેડ બોડી હેન્ડ ઓવર કરવાની કામગીરી સારી રીતે થઇ શકી.
Jul 13, 2025 08:48 am
Ahmedabad News : પ્લેન ક્રેશમાં કામગીરી કરનાર વર્ગ 3 અને 4ના કર્મચારીઓનું સિવિલ હોસ્પિટલ દ્વારા સન્માન કરાયું
અમદાવાદમા એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે ૧ મહિનો પૂર્ણ થયો. છે, આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય કામગીરી કરનાર વર્ગ-૪ અને વર્ગ-૩ ના કર્મચારીઓનુ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
Jul 13, 2025 08:40 am
ખેડા જિલ્લાના તમામ જુના તેમજ નવા બ્રીજોનું ફેર ચકાસણીનુ કામ ચાલુ છે
આમ ખેડા જિલ્લાના તમામ જુના તેમજ નવા બ્રીજોનું ફેર ચકાસણીનુ કામ ચાલુ છે ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરીને સમાર કામ તેમજ નવીનીકરણની મંજૂરી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે, "ત્યારે આશા રાખીએ કે અધિકારીઓ કોઈપણ પ્રકારની લાપરવાહી, લાલચવૃત્તિ તથા ભ્રષ્ટાચાર વગર કામગીરી કરી, પ્રજાના ટેક્સના નાણાંનો સંપૂર્ણ સદુપયોગ કરી પોતાની જવાબદારી નૈતિકતા અને ઈમાનદારીથી નિભાવી દેશ સેવા માટે પ્રેરિત બનશે."
Jul 13, 2025 08:40 am
નવા બ્રિજની સરકારમાંથી મંજૂરી પણ મળી ગઈ છે
નાના વાહનો ત્યાંથી જઈ શકે છે અને બ્રિજ ઘણો જુનો હોવાથી પિરીયોડિકલ રીપેરીંગ નું કામ કરવાનું હોવાથી તે કરવામાં આવ્યું હતું, ખૂબ જ જર્જરિત અને તાકીદે બનાવવાની જરૂરિયાત હોય તેવો ગળતેશ્વર તાલુકાનો અને અંબાવ ગળતેશ્વર થી વડોદરાના ડેસર તાલુકાને જોડતો બ્રિજ હાલ જર્જરીત હાલતમાં છે ઘણો જૂનો થઈ ગયો છે અને તેના ઉપર ટ્રાફિક પણ વધી ગયું છે જેને લઇ સરકારમાં મંજૂરી માંગી હતી તે અંતર્ગત નવા બ્રિજની સરકારમાંથી મંજૂરી પણ મળી ગઈ છે જેની કાર્યવાહી હાલ ચાલુ છે.
Jul 13, 2025 08:36 am
ખેડા કલેક્ટરના જાહેરનામા અંતર્ગત આ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે
આ ઉપરાંત સત્તર્કતાના ભાગરૂપે ખેડા કલેક્ટરના જાહેરનામા અંતર્ગત આ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે, અને હાલ તેનું ઇન્સ્પેક્શન પણ ચાલી રહ્યું છે, કપડવંજ ના બેટાવાળાના બ્રિજ નું એક વર્ષથી જાહેરનામું આપેલું છે જે જાહેરનામાને એક્સટેન્ડ કરેલું છે, અને હાલમાં નવા બ્રિજ માટેની મંજૂરી મળી ગઈ છે અને તેના માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે, અલીણા પણસોરા જર્જરીત બ્રિજ મામલે અને બ્રિજ નવો બનાવવાનો હોવા છતાં હાલમાં જ તેની પાછળ શા માટે રૂપિયા 18 લાખ ખર્ચવામાં આવ્યા તેવો સ્થાનિકો દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો જેનો જવાબ આપતા મુખ્ય ઇજનેર વિવેકસિંહ જામે કહ્યું કે અલીણા પણસોરા બ્રિજ પર ભારે વાહનો માટે હાલ ફરીએકવાર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
Jul 13, 2025 08:36 am
મહીસાગર નદી પરનો બ્રિજ પણ સૌથી જૂનો
મુખ્ય ઇજનેરે વધુમાં જણાવતા કહ્યું કે, હાલમાં 1950 1960 1970ની આસપાસ બનેલા સૌથી જુના બ્રિજનું ખાસ ફેર ચકાસણીનું કાર્ય ચાલી રહ્યું છે, આવા ટોટલ 12 બ્રિજની ફેર ચકાસણી કરવામાં આવી છે, પ્રિ મોન્સૂનના ભાગરૂપે તમામ બ્રિજ નું રીપેરીંગ કરેલું હતું, બિલોદરા બ્રિજ ખાતે પણ બ્રિજના નીચેના ભાગે સમારકામ કરવાની જરૂર છે કે નહીં તેની ફેર ચકાસણી કરવામાં આવી છે, તો બીજી તરફ ખેડાના સેવાલિયાથી પંચમહાલના ટીંબા ને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ પણ સૌથી જૂનો હોય તેની પણ ફેર ચકાસણી ચાલી રહી છે.
Jul 13, 2025 08:35 am
રિપોર્ટ તૈયાર કરી રીપેરીંગની કાર્યવાહી હાથ ધરાશે
હાલમાં જ ગત એપ્રિલ 2025માં આ બ્રિજનું ઉપરની તરફથી સમારકામ કરવામાં આવ્યું હતું, હાલ ગંભીરાની ઘટના બાદ ફરી એકવાર આ બ્રિજનું ફેર ઇન્સ્પેક્શન R&B સ્ટેટ વિભાગ ખેડા જિલ્લાના મુખ્ય ઇજનેર વિવેકસિંહ જામ દ્વારા કરવામાં આવ્યું, તેઓએ સંદેશ ન્યુઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે આ બ્રિજ નું ઉપરથી સમારકામ હાલમાં જ થયું છે, નીચેથી સમારકામ કરવાની કેટલી જરૂરિયાત છે તેને લઈ નિરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કરી રીપેરીંગની કાર્યવાહી હાથ ધરાશે.
Jul 13, 2025 08:35 am
Kheda News : નડિયાદથી મહુધા કપડવંજ મોડાસાને જોડતા રોડ પર બિલોદરા બ્રિજનું વર્ષો પછી ઇન્સ્પેક્શન કરાયું
ગંભીરાની ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજ નું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદથી મહુધા કપડવંજ મોડાસાને જોડતા મુખ્ય સ્ટેટ હાઇવે પરના અને નડિયાદ નજીક આવેલા બિલોદરા ગામ પાસેથી પસાર થતી શેઢી નદી પરનો બ્રિજ વર્ષ 1953માં બનાવવામાં આવ્યો હતો અને સમયાંતરે તેનું સમારકામ પણ થતું આવ્યું છે.
Jul 13, 2025 08:25 am
પાલનપુરમાં ચાર ઈંચથી વધુ વરસાદ
પાલનપુરમાં પણ ભારે વરસાદના કારણે આબુ-અમદાવાદ હાઇવે પર કેડસમાં પાણી ભરાયા છે, બિહારી બાગ નજીક નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે, આબુથી અમદાવાદ આવતા વાહનચાલકો અટવાયા છે અને 4 ઈંચથી વધુ વરસાદથી પાણી ભરાયા છે, ભારે વાહનો પણ પાણીમાં બંધ પડયા છે અને વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો છે.
Jul 13, 2025 08:25 am
ડીસા પંથકમાં ભારે વરસાદ
બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ ખાબકયો છે, અને અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે, અને ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા છે, ડીસા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે અને ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં ધોવાઈ ગયો છે, ભારે વરસાદના કારણે જન જીવન પર તેની અસર જોવા મળી છે. ડીસા શહેરમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ડીસા પંથકમાં 4 ઈંચ કરતા વધારે વરસાદ ખાબકયો છે.
Jul 13, 2025 08:25 am
Banaskantha Rain News : ડીસામાં 4 ઈંચ વરસાદ ખાબકયો, આબુ-અમદાવાદ હાઇવે પર કેડસમા પાણી ભરાયા
બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ ખાબકયો છે, ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભરાયા પાણી અને ભારે વરસાદથી ખેતરોમાં ભરાયા પાણી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો તેમજ સ્થાનિકો હેરાન થઈ ગયા છે, ડીસામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, અને 4 ઈંચ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.
Jul 13, 2025 08:05 am
સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કંટ્રોલરૂમ કાર્યરત
સુરત પોલીસના સીસીટીવી કંટ્રોલરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. પોલીસ કમિશનર કચેરી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજજ સીસીટીવી કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. ટ્રાફિકની વ્યવસ્થાના નિરીક્ષણ માટે અને લોકોની સલામતી માટે આ કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. ટ્રાફિક નિયમોની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં પણ દેખરેખ રાખી શકાશે.
Jul 13, 2025 08:05 am
પાસાનો કાયદો શું છે જાણો
પાસા(પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
Jul 13, 2025 08:05 am
સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી
સુરતમાં 26 આરોપીઓ વિરુદ્ધ શહેર પોલીસ કમિશનરે પાસા હેઠળ કાર્યવાહી કરી છે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરી છે, આરોપીઓ સામે ખંડણી, છેતરપિંડી, મારામારીના ગુના, વ્યાજખોરી, મોબાઇલ સ્નેચીંગના આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, તમામ આરોપીઓને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલાયા છે.
Jul 13, 2025 08:04 am
Surat News : સુરત પોલીસ કમિશનરનો સપાટો, માથાભારે 26 આરોપીઓને પાસા કરાઈ
સુરત પોલીસ કમિશનરે મોટો સપાટો બોલાવી દીધો છે, તહેવારોમાં પણ શાંતિ જળવાય તેને લઈ એક જ દિવસમાં 26 આરોપીઓની પાસા કરીને તેમને ગુજરાતની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે મોટો નિર્ણય કરતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ છે સાથે સાથે ક્રાઈમની ઘટનાઓ ઓછી બનવાની શકયાતાઓ છે.
Jul 13, 2025 07:46 am
માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે કહ્યું છે કે, માછીમારોએ આજથી 5 દિવસ દરિયો ના ખેડવો જોઈએ અને દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી ટ્રફ પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, ઉત્તર અને મ.ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે.
Jul 13, 2025 07:46 am
જાણો વરસાદને લઈ કયા જિલ્લામાં અપાયું યલો એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, દાદરા નગર હવેલી, દીવ, ડાંગ, તાપી, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.
Jul 13, 2025 07:45 am
જાણો વરસાદને લઈ કયા જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બોટાદમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Jul 13, 2025 07:45 am
Weather News : રાજયમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની આગાહી, જાણો કયાં ખાબકશે ભારે વરસાદ
રાજયમાં આજથી બે દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદ પડી શકે છે, તો બીજી તરફ રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફ પસાર થતા પડશે ભારે વરસાદ.
Jul 13, 2025 07:29 am
મોરબીના હળવદમાં ACB ની સફળ ટ્રેપ
માળીયાનો પો. કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો, પો. કોન્સ્ટેબલ રાયમલ સીયાળ ઝડપાયો, રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, ફરિયાદી પર ખોટો કેસ નહી કરવા માગી હતી લાંચ, પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય એક ઝડપાયો.
Jul 13, 2025 07:28 am
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની માગ
પાયલોટ એસોસિએશન ALPAએ કરી માગ, પાયલોટ એસોસિએશને AAIBના રિપોર્ટને ફગાવ્યો, AAIBનો રિપોર્ટ પાયલોટને જવાબદાર ઠેરવે છેઃ ALPA, વિમાન દુર્ઘટના પાયલોટની ભૂલના કારણે નહીં: ALPA, દુર્ઘટનાની નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસ થાયઃ ALPA, તપાસમાં ALPAના પ્રતિનિધિને પર્યવેક્ષક બનાવવાની માગ.
Jul 13, 2025 07:28 am
પોલીસ કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો
સુરેન્દ્રનગર ACBએ વચેટિયા ગુલામરસુલને ઝડપ્યો, કોન્સ્ટેબલ રાયમલ શિયાળ વતી માંગી હતી લાંચ, ફરિયાદીને હેરાન નહીં કરવા માંગી હતી 1 લાખની લાંચ, કોન્સ્ટેબલ માળીયા તાલુકામાં ફરજ બજાવે છે, સુરેન્દ્રનગર ACBએ બંને સામે તપાસ હાથ ધરી.
Jul 13, 2025 07:27 am
પાટણમાં ભારે પવન સાથે વરસાદ
પાટણ શહેર સહીત ગ્રામ્યમાં વરસાદ, પાટણ, ગોલાપુર, માતરવાડીમાં વરસાદ, અનાવાડા સહીત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ.
Jul 13, 2025 07:27 am
રશિયાએ ત્રણ મોટા દેશને આપી ચેતવણી
અમેરિકા,જાપાન,દક્ષિણ કોરિયાને આપી ચેતવણી, ઉત્તર કોરિયાને નિશાન બનાવશો નહી:રશિયા, ત્રણેય દેશો દ્વારા સંયુક્ત એર ડ્રીલ યોજાઇ હતી, ડ્રીલ સામે રશિયન વિદેશ મંત્રીએ આપી ચેતવણી, ડ્રીલમાં યુએસ બોમ્બરે પણ બાગ લીધો હતો.

Gujarat Weather Update: વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Vadodara : ડભોઈમાં અરજીની તપાસે ગયેલા પોલીસ કર્મીઓ પર ઈંટો વડે જીવલેણ હુમલો, 4 હુમલાખોરોની ધરપકડ

Ahmedabad News: ખાખીને શર્મસાર કરનારી PSI સોનલ રાઠોડ સસ્પેન્ડ, પ્રજ્ઞાચક્ષુ આધેડને માર્યો હતો માર

Rakot News: ધનાઢય વેપારીઓને પ્રેમની જાળમાં ફસાવતી હની ટ્રેપ ગેંગનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર પ્રિયંકા ઉર્ફે પીયુ સહિત 11 ઝડપાયા

Gandhinagar : ગૃહ વિભાગનો મોટો નિર્ણય, 550 કિમી લાંબી બોર્ડર રેન્જનું કરાયું વિભાજન, નવી બનાસકાંઠા રેન્જ અસ્તિત્વમાં આવી

Japanese Manicure: નેઇલ આર્ટના જમનામાં 'જાપાનીઝ મેનીક્યોર' નો ભારે ક્રેઝ, નખને આપશે કુદરતી કાચ જેવી ચમક

Gajkesari Rajyog: 3 દિવસ માટે આ 6 રાશિની બલ્લે બલ્લે.. બની ગયો ગજકેસરી રાજયોગ

India Nepal Border Dispute: સરહદ વિવાદ મુદ્દે PM Balen Shah મૌન, સમસ્યા ઉકેલવા આ ફોર્મ્યુલાનો કરાશે ઉપયોગ

China Taiwan:ચીન સામે લડવા તાઇવાન તૈનાત કરશે આધુનિક રોબોટ આર્મી શ્વાન

Amazon માં 30,000 કર્મચારીઓને કર્યા જોબલેસ અને AI પાછળ અબજોનો ખર્ચ

Japanese Manicure: નેઇલ આર્ટના જમનામાં 'જાપાનીઝ મેનીક્યોર' નો ભારે ક્રેઝ, નખને આપશે કુદરતી કાચ જેવી ચમક