ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

ગરબાડા સ્થિત માધ્યમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 સપ્ટેમ્બરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.
Sep 08, 2025 11:49 pm
આ હુમલામાં 6 લોકો મોત થયા, 12 લોકો ઘાયલ થયા
વડાપ્રધાને વધુમાં કહ્યું, "ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરે છે અને આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિમાં અડગ રહે છે." જેરુસલેમમાં થયેલા આ હુમલામાં 6 લોકો માર્યા ગયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા, જેમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. અહેવાલો અનુસાર, હુમલો કરનારા શંકાસ્પદ લોકો પશ્ચિમ કાંઠાથી આવ્યા હતા. તેઓ સવારે 10 વાગ્યા પછી એક કારમાં જંકશન પર પહોંચ્યા અને બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા લોકો અને ત્યાં ઉભી રહેલી બસ પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે જણાવ્યું કે ઘટનાસ્થળે હાજર એક સૈનિક અને અનેક નાગરિકોએ આતંકવાદીઓ પર ગોળીબાર કર્યો અને તેમને ઠાર માર્યા. ભારત હંમેશા આતંકવાદનો વિરોધ કરતું આવ્યું છે. ભારત આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓની નિંદા કરતું આવ્યું છે. SCO સમિટ દરમિયાન પણ ભારતે સંગઠનના સભ્ય દેશોને આતંકવાદ સામે સાથે મળીને કામ કરવાની અપીલ કરી છે.
Sep 08, 2025 11:37 pm
Jerusalem Shooting : વડાપ્રધાન મોદીએ હુમલાની કરી નિંદા, કહ્યું 'ભારત તમામ પ્રકારના આતંકવાદની વિરૂદ્ધ'
જેરુસલેમના રામોટ જંકશન પર થયેલી ગોળીબારની ઘટનાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિંદા કરી છે. પીએમ મોદીએ ટ્વીટર પર લખ્યું, "આજે જેરુસલેમમાં નિર્દોષ નાગરિકો પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમે પીડિતોના પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરી છે."
Sep 08, 2025 11:26 pm
બોટાદ સાઈબર ક્રાઈમ પોલીસની કાર્યવાહી
Sep 08, 2025 11:11 pm
આણંદ સિવિલ કોર્ટનો લાંચિયો સુપ્રિટેન્ડેન્ટ ઝડપાયો
Sep 08, 2025 10:56 pm
વડોદરાના ડેસરમાં મકાનની દીવાલ ધરાશાયી
Sep 08, 2025 10:43 pm
આતંકીના મોતથી લશ્કર-એ-તૈયબાને મોટો ઝટકો
સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો અને ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું અને જવાબી કાર્યવાહી કરતા બંને આતંકીઓને સેનાએ ઠાર કર્યા. તમને જણાવી દઈએ કે આતંકી રહમાન ભાઈ લાંબા સમયથી સુરક્ષાદળોના નિશાના પર હતો અને ઘણી આતંકી ગતિવિધિઓને અંઝામ આપવામાં સામેલ હતો. સેનાના અધિકારીઓ મુજબ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ મોટી સફળતાથી ઘાટીમાં લશ્કર-એ-તૈયબાને મોટો ઝટકો લાગ્યો છે.
Sep 08, 2025 10:39 pm
જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય : ભારતીય સેના
આ અથડામણમાં શહીદ થયેલા સેનાના જવાનોના નામ પ્રભાત ગૌર અને લાન્સ નાયક નરેન્દ્ર સિંધુ છે. ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બંને શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમની વીરતા અને સમર્પણ હંમેશા દેશવાસીઓને પ્રેરિત કરશે. સેનાએ વધુમાં કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. આ અથડામણ ઓપરેશન ગુડ્ડર વિસ્તારમાં શરૂ થયું હતું. જ્યાં ગુપ્ત જાણકારીના આધાર પર આતંકીઓની હાજરી હોવાની જાણકારી મળી હતી.
Sep 08, 2025 10:32 pm
Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના કુલગામમાં અથડામણ, 2 આતંકવાદીને કરાયા ઠાર, 2 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ટોપ કમાન્ડર રહમાન ભાઈને ઠાર કરી દીધો છે. આ દરમિયાન અથડામણમાં અન્ય એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે. જો કે આ ઓપરેશનમાં ભારતીય સેનાના બે બહાદુર જવાન શહીદ થયા છે.
Sep 08, 2025 10:26 pm
ગાર્ડનની સિક્યુરિટીને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી
અત્યાર સુધી તો જ્યારે સંચાલન અમુલ પાસે નહોતું ત્યારે પણ AMC દ્વારા ગાર્ડનની સિક્યુરિટીને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પૂર્વ અમદાવાદના ઘણા ગાર્ડન એવા છે કે જેમાં અસામાજિક તત્વો દ્વારા ન્યુસન્સ ફેલાવવામાં આવે છે. આ સમગ્ર બાબતે પદાધિકારીઓને પણ જાણ હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ત્યારે સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે કે શહેરમાં આવેલા ગાર્ડનમાં સુરક્ષા સઘન કરવામાં આવે અને ન્યસન્સ ફેલાવતા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
Sep 08, 2025 10:19 pm
રી-ક્રિએશન કમિટીના ચેરમેને હાથ ઊંચા કરી દીધા
જેમાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે ગાર્ડનમાં સિક્યુરિટી નથી હોતી અને અસામાજિક તત્વો દ્વારા ન્યુસન્સ ફેલાવવામાં આવી રહ્યું છે. આ મામલે હવે રી-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે અમુલને જે ગાર્ડન સંચાલન માટે આપેલા છે તેની જવાબદારી તેમની હોય છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે સિક્યુરિટી તેમની જવાબદારી છે. પરંતુ ગાર્ડનમાં સીસીટીવી કેમેરા રાખવા જોઈએ તે જોવાની જવાબદારી AMCની છે, પરંતુ તેને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
Sep 08, 2025 10:09 pm
Ahmedabad : શહેરમાં આવેલા ગાર્ડન બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો! પદાધિકારીઓને જાણ હોવા છતાં બની રહ્યા છે મૂકપ્રેક્ષક
અમદાવાદ શહેરમાં આવેલા ગાર્ડન હવે નાના બાળકોને રમવા કે સિનિયર સિટીઝનને બેસવા માટે નહીં પણ અસામાજિક તત્વોને બેઠક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 300થી વધારે ગાર્ડન આવેલા છે, પરંતુ તેની સુરક્ષાના નામે AMC તંત્ર હાથ ઊંચા કરી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. મહાનગર પાલિકાની રી-ક્રિએશન કમિટીની બેઠક મળી હતી, જેમાં બાપુનગર વિસ્તારમાં આવેલા ગાર્ડનનો મુદ્દો ઉછળ્યો હતો.
Sep 08, 2025 09:52 pm
બનાસકાંઠામાં સુઈગામના ગામોમાં પાણી જ પાણી
Sep 08, 2025 09:36 pm
દ્વારકાના ભાણવડ પંથકમાં ભૂકંપના 2 આંચકા
Sep 08, 2025 09:18 pm
લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા કરાઈ અપીલ
Sep 08, 2025 08:59 pm
પાટણના રાધનપુરમાં વીજ પુરવઠો ખોરવાયો
Sep 08, 2025 08:46 pm
બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને બેઠક
બનાસકાંઠામાં ભારે વરસાદને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બેઠક બોલાવી છે. થરાદ ખાતે તેમણે અધિકારીઓ સાથે બેઠક યોજી છે. જિલ્લા કલેક્ટર, અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિ અંગે ચર્ચાઓ કરી છે.
Sep 08, 2025 08:18 pm
બનાસકાંઠાના સુઈગામમાં તારાજીના દ્રશ્યો
ભારે વરસાદને કારણે બનાસકાંઠાના સુઈગામમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. સમગ્ર સુઈગામ 17 ઈંચ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અટવાયેલા લોકોની મદદે એસડીઆરએફની ટીમ પહોંચી છે. સુઈગામમાં અટવાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.
Sep 08, 2025 08:11 pm
યુવકે વીજપોલ પર ચડીને વાયરનું જાતે જોડાણ કર્યું
પાટણના રાધનપુરમાં વીજ પુરવઠો ખોરવાયો છે.વીજ પુરવઠો ખોરવાતા પટણીગેટ વિસ્તારમાં યુવક જીવ જોખમમાં મૂકીનેવીજપોલ પર ચઢી ગયો હતો. આ યુવકે જાતે જ વાયરનું જોડાણ કર્યું હતું. ચાલુ વરસાદે વીજપોલ પર ચડીને વીજ વાયરનું જોડાણ કર્યું
Sep 08, 2025 07:50 pm
ધોળકાના વૌઠા ગામે ઘરોમાં પાણી ઘૂસ્યા
ધોળકાના વૌઠા ગામે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. પરા વિસ્તારમાં 400થી વધુ મકાનોમા પાણી ઘૂસ્યાં છે. સહીજથી વૌઠા તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઈંટોના ભઠ્ઠા પણ પાણીમાં ગરકાવ થઈ ગયાં છએ. વૌઠા ગામના લોકો હોડી અને ટ્રેક્ટરના સહારે અવરજવર કરી રહ્યાં છે. કેટલાક ઘરોમાં ઘરવખરીનો સામાન પણ પલળી ગયો છે.
Sep 08, 2025 07:35 pm
આવતીકાલે વિધાનસભા સત્રનો બીજો દિવસ
આવતીકાલે વિધાનસભાના સત્રનો બીજો દિવસ છે. બપોરે 12 વાગ્યે સત્ર શરૂ થશે. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ વિવિધ કાગળો મેજ પર મુકાશે.મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂર પર અભિનંદન પ્રસ્તાવ મૂકશે.નાણામંત્રી જીએસટી સુધારા પર અભિનંદન પ્રસ્તાવ લાવશે.ગુજરાત માલ અને સેવા વેરા વિધેયક ગૃહમાં રજૂ થશે.ગુજરાત જન વિશ્વાસ સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે
Sep 08, 2025 07:15 pm
ધોળકાના સાથળ ગામમાં તારાજીના દ્રશ્યો
ધોળકાના સાથળ ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યુંછે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ગામમાં પ્રવેશવાનો ચાર કિ.મીનો રસ્તો તૂટ્યો છે. ગામમાં લોકો અવરજવર માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યાં છે.
Sep 08, 2025 07:01 pm
પાટણમાં નદીમાં ડૂબતા બે કિશોરીના મોત
પાટણમાં નદીમાં ડૂબતા બે કિશોરીના મોત નિપજ્યાં છે. એકનો બચાવ થયો છે. સિદ્ધપુરના મુડાણા ગામે કરૂણ ઘટના સામે આવી છે. સરસ્વતી નદી નિહાળવા ગયેલી ત્રણ કિશોરી નદીમાં ડૂબી હતી. બચી ગયેલી એક કિશોરીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
Sep 08, 2025 06:52 pm
પાટણના સાંતલપુરના ગામડાઓ હજુ પાણીમાં
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાટણના સાંતલપુરના ગામડાઓ હજુ પાણીમાં છે. કલ્યાણપુર ગામના 150થી વધુ મકાન પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને મોટુ નુકસાન પહોંચ્યું છે. ગામમાં વીજ પુરવઠો અને ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ ગઈ છે.
Sep 08, 2025 06:34 pm
થરાદની શેણલનગર સોસાયટીમાં કેડસમા પાણી
થરાદની શેણલનગર સોસાયટીમાં કેડસમા પાણી ભરાઈ ગયાં છે. સ્થાનિકોએ જુગાડ કરી તરાપો બનાવ્યો છે. તરાપાથી જીવન જરૂરી ચીજો પહોંચાડાય છે. સાસયટીના મંદિરોમાં પણ પાંચ ફૂટ જેટલું પાણી ભરાયું છે. રસ્તો પાણીમાં ગરકાવ થતાં લોકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે.
Sep 08, 2025 06:13 pm
ભારે વરસાદથી કચ્છના મેવાસાનો ડેમ તૂટ્યો
ભારે વરસાદને કારણે કચ્છમા તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. કચ્છમા મવાસાનો ડેમ તૂટ્યો છે. ગાગોદર નદીની આસપાસ રહેતા લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે. પાણીનો પ્રવાહ મોટા પ્રમાણમાં પસાર થઈ રહ્યો છે.
Sep 08, 2025 06:03 pm
વાંચો 06 વાગ્યા સુધીના મહત્વના
01. Rajkot : હેલ્મેટના કાયદાનો અવનવો વિરોધ, ભાજપના કાર્યકરોએ જ કર્યો વિરોધ તો કોઇએ પહેરી તપેલી
03. Kachchh Rain : રાપર તાલુકામાં 2 દિવસમાં 17 ઈંચ વરસાદ ખાબકતાં રોડ-રસ્તા ધોવાયા, એમ્બ્યુલન્સ ફસાઈ
04. Asia Cup 2025 પહેલા ગાવસ્કર-શાસ્ત્રીને મળી મોટી જવાબદારી, કરવામાં આવી મોટી જાહેરાત
05. DA Hike: સેલરીમાં થશે બમ્પર વધારો ! સરકાર કર્મચારીઓ-પેન્શનર્સને બહુ જલ્દી આપી શકે મોટી ભેટ
06. Russiaએ કેન્સરની રસી બનાવવાનો કર્યો દાવો, જાણો ભારતમાં કઈ કંપનીઓ આ કામ કરી રહી છે?
08. World News: જેરુસલેમમાં ફાયરિંગ કરાતા 5 ઇઝરાયલી નાગરિકોના થયા મોત, પીએમ નેતન્યાહૂએ બોલાવી બેઠક
Sep 08, 2025 05:41 pm
સાંતલપુર તાલુકાના મીઠા ઉદ્યોગને મોટું નુકસાન
પાટણના સાંતલપુર તાલુકાના મીઠા ઉદ્યોગને મોટું નુકસાન પહોંચ્યું છે. મીઠું પલળી જતાં કંપનીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. મીઠાની કંપનીમાં જતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. મીઠાની કંપનીઓને વરસાદને કારણે લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.
Sep 08, 2025 05:29 pm
પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદી તારાજી
પાટણના સાંતલપુરમાં વરસાદી તારાજી સર્જાઈ છે. રણમનપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામના તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. 400થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. ધાબા પર ચડીને લોકો મદદ માગી રહ્યાં છે.
Sep 08, 2025 05:20 pm
ખેડા જિલ્લામાં સાબરમતી નદીનું પાણી ઘુસ્યું
ખેડા જિલ્લાના રસિકપુરામાં સાબરમતી નદીના પાણીએ તબાહી મચાવી છે. રસીકપુરા ગામ અને હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા નુકસાન થયું છે. ઢોરોને ઘાસચારો નાંખી શકાય તેવી પણ સ્થિતિ નથી. લોકોના અનાજ પણ પલળી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભોજન માટે બહારથી આવતી સહાય પર નિર્ભર રહેવું પડયું છે.
Sep 08, 2025 05:15 pm
કચ્છના સામખિયાળીમાં હાઇવે ફરી શરૂ કરાયો
કચ્છમાં સામખિયાળી હાઈવે ફરી વાર શરૂ કરાયો છે. ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતાં. પાણીનો નિકાલ કરવા માટે બે ત્રણ જગ્યાએ હાઈવે તોડીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. પાંચ કલાકથી બંધ હાઈવે ફરીવાર શરૂ કરવામાં આવ્યો છે. પોલીસની સતર્કતાથી મોટું નુકસાન થતુ અટક્યું છે.
Sep 08, 2025 05:08 pm
રાજકોટમાં ભાજપ કાર્યકરોએ નિયમ ભંગ કર્યો
રાજકોટમાં ભાજપના કાર્યકરોએ ફરજિયાત હેલ્મેટના નિયમનો ભંગ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો હેલ્મેટ વિના પહોંચ્યા હતાં. પોલીસ આ દરમિયાન મુકપ્રેક્ષક બની હતી.
Sep 08, 2025 04:56 pm
આણંદના તારાપુરમાં ફસાયેલાનું રેસ્ક્યુ
આણંદના તારાપુરમાં સાબરમતી નદીમાં ફસાયેલા સાત લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ફસાયેલા લોકોને SRPFની ટીમે 7 લોકોને બહાર કાઢ્યા હતાં. લોકોએ સરપંચ અને ટીમનો આભાર માન્યો હતો. જીવ બચી જતા લોકોની આંખમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતાં.
Sep 08, 2025 04:40 pm
છેલ્લા 24 કલાકથી થરાદ શહેર પાણીમાં
બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી થરાદ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શેણલનગર સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ ગયાં છે. 24 કલાકથી અનેક વિસ્તારોમાં લાઈટો ગૂલ થઈ ગઈ છએ. લોકો તંત્ર પાસે મદદની આશા રાખીને બેઠા છે.
Sep 08, 2025 04:24 pm
સુઈગામની કટાવ પ્રાથમિક શાળા જળમગ્ન
બનાસકાંઠામાં સુઈગામની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણીના કારણે ક્લાસરૂમની દિવાલ ધરાશાયી થઈ છે. શાળા કમ્પાઉન્ડ સહીત વર્ગખંડોમાં પાણી ઘૂસી ગયાં છે. શાળા કમ્પાઉન્ડમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે.
Sep 08, 2025 03:51 pm
રાજકોટમાં ચોરી કરવા ચોરોની નવી તરકટ
નવા ગામ વિસ્તારમાં સીસીટીવી સામે આવ્યા, કારમાં બેસી કટર લઇ ચોરી કરવા આવ્યા ચોર, ગોડાઉનનું તાળુ તોડવા ચોરે કર્યો કટરનો ઉપયોગ.
Sep 08, 2025 03:48 pm
રાજકોટમાં હેલ્મેટ વગરના વાહનચાલકો દંડાયા
648 વાહનચાલકોને 3.24 લાખનો રોકડ દંડ, 1923 વાહનચાલકોને 9.21 લાખના ઈ મેમો અપાયા.
Sep 08, 2025 03:45 pm
ભુજના હમીરસર તળાવમાં નવા નીરની આવક
તળાવ આસપાસ પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, મોટા બંધ ખાતે અદ્દભૂદ નજારો જોવા મળ્યો, હમીરસર તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં.
Sep 08, 2025 03:40 pm
બનાસકાંઠાના સરહદી વિસ્તારો જળબંબાકાર
વાવ, થરાદ, સુઈગામ વિસ્તારો બેટમાં ફેરવાયા, વાવ થરાદ હાઈવે બંધ થતા કલેકટર અટવાયા, હાઇવે ઉપર નાના વાહનો પસાર થઈ શકતા નથી, 12 ગામો સંપર્ક વિહોણા થયા છેઃ કલેકટર, 289 ગામોમાં વીજળી ગુલ થઈ છેઃ કલેકટર, NDRFની 1 અને SDRFની 2 ટીમો તૈનાતઃ કલેકટર, ‘અન્ય જિલ્લામાંથી NDRF, SDRFની ટીમો બોલાવાઇ’, 13 ગામોમાં રસ્તાનો સંપર્ક તૂટી ગયો છેઃ કલેક્ટર, ‘ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાનું કામ પ્રાયોરિટીમાં’.
Sep 08, 2025 03:35 pm
ધોળકા તાલુકામાં સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ
ગામના રોડ રસ્તા, ખેતરો બધું જ પાણીમાં, મહિજડા ગામના લોકોની દયનીય હાલત, સંદેશ ન્યુઝનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, ઘરોમાં કેડસુધીના પાણી ફરી વળ્યાં, ઘરવખરી પણ પાણીમાં તણાઇ, ગ્રામજનો માટે રહેવા, ખાવાનો વિકટ પ્રશ્ન.
Sep 08, 2025 03:25 pm
કચ્છના સાખિયાળીમાં ભારે વરસાદ
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, સામખિયાળી ટોલ, પોલીસ સ્ટેશન પાણીમાં, રેલવે કોલોની સહિત પાણીમાં ગરકાવ.
Sep 08, 2025 03:23 pm
પાટણના રાધનપુરમાં મુશળધાર વરસાદ
વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, વલ્લભનગર સોસાયટીમાં ભરાયા પાણી, ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી, પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીંઃ નાગરિક.
Sep 08, 2025 03:08 pm
કચ્છના સામખિયાળીમાં ધોધમાર વરસાદ
સામખિયાળી માળિયા હાઈવે પર પાણી ભરાયા, હાઈવે પર વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી, હાઈવે પાસેથી દુકાન, વાહનો પાણીમાં ગરકાવ.
Sep 08, 2025 02:59 pm
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
03 - Kutch Rain News : કચ્છના રાપરમાં ફાટયું આભ, 17 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ગામો બન્યા સંપર્ક વિહોણા
05 - Patan Rain News : પાટણના રાધનપુરમાં વરસાદે સર્જી તારાજી, દુકાનો અને ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી
06 - GST ઘટાડાથી ઉચ્ચ શિક્ષણ સસ્તું થશે? આ ક્ષેત્રમાં સસ્તી થઈ ઘણી વસ્તુઓ
09 - TMKOC: 'ટપ્પુ અને સોનુના લગ્ન...', તારક મહેતાના આ સ્ટાર્સે આપી મોટી ખુશખબરી!
Sep 08, 2025 02:50 pm
નદીના કિનારે ના જવા કલેકટરે અપીલ કરી
ભારે વરસાદને પગલે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા માટે સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં ૧ NDRF અને ૨ SDRFની ટીમ તૈયાર છે. આ ઉપરાંત વધુ એક ૧ NDRF અને ૨ SDRF ની ટીમ સરકાર દ્વારા મોકલવામાં આવી છે. જિલ્લા કલેકટરે નાગરિકોને નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારમાં ના જવા તથા વહીવટી તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
Sep 08, 2025 02:49 pm
૨૫૮ જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે
કલેક્ટરે જણાવ્યું કે, ભારે પવન સાથે પડેલા વરસાદથી ૨૫૮ જેટલા વીજળીના થાંભલાને નુકસાન થયું છે. હાલમાં ૨૭૯ જેટલા ગામડાં છે જેમાં વીજળી નથી તે મરામત કરીને વીજળી પાછી લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે. હાલમાં ૬ જેટલા પશું મૃત્યુ નોંધાયેલ છે. વરસાદનું પાણી ઉતર્યા બાદ ચોક્કસ પરિસ્થિતિનો વધુ ખ્યાલ આવી શકશે. ભારે વરસાદને પગલે રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કુલ ૮ અને માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કુલ ૫ મળી કુલ ૧૩ જેટલા રસ્તાઓનું ધોવાણ થતા ૧૩ જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પૂર્ણ કરાઈ છે. તમામ વિભાગને એલર્ટ કરીને સૂચનાઓ આપવામાં આવી છે.
Sep 08, 2025 02:49 pm
બનાસકાંઠામાં 500 લોકોનું સ્થળાંતર કરાયું છે
કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, છેલ્લા ૨૮ કલાક દરમિયાન વાવ અને થરાદ તાલુકામાં ૧૩ ઇંચ, ભાભરમાં ૧૬ ઇંચ, સુઈગામમાં ૧૭ ઇંચથી ભારે વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે ૮ સપ્ટેમ્બરના રોજ જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રખાઈ છે. કલેકટરે જણાવ્યું કે, હાલમાં ૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. વાવ, થરાદ, ભાભર અને સુઈગામ તાલુકાઓમાં વધુ અસરગ્રસ્ત ૧૩ જેટલા ગામડા હાલ સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધી ૧.૫૦ લાખ જેટલા ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે. આ ફૂડ પેકેટ વરસાદી પાણી ભરાવવાના કારણે જે લોકો ફસાયા છે તેમને વિતરણ કરાશે.
Sep 08, 2025 02:49 pm
જિલ્લા કલેકટરે સબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલા લેવા સૂચનાઓ આપી હતી
છેલ્લા ૨૮ કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. પવન સાથે ભારે વરસાદમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. સરહદી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ પ્રાંત કચેરી, થરાદ ખાતે ડિઝાસ્ટરની ઉચ્ચ લેવલની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે સબંધિત અધિકારીઓને ભારે વરસાદ દરમિયાન જરૂરી તમામ પગલા લેવા સૂચનાઓ આપી હતી.
Sep 08, 2025 02:48 pm
બનાસકાંઠા કલેકટર અને એસપી ટ્રેકટરમાં બેસીને લોકો સુધી પહોંચ્યા, પાણી ભરાયેલા વિસ્તારની લીધી મુલાકાત
બનાસકાંઠામાં ભારે વરસાદને લઈકલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની બેઠક યોજાઈ છે, છેલ્લા ૨૮ કલાક દરમિયાન વાવ-થરાદમાં ૧૩, ભાભરમાં ૧૬ અને સુઈગામમાં ૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠામાં ૫૦૦થી વધુ લોકોનું સ્થળાંતર, રસ્તા ધોવાણથી ૧૩ જેટલા ગામડા સંપર્ક વિહોણા બન્યા છે, ૧.૫૦ લાખ ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડાશે અને ૨૫૮ વીજળીના થાંભલા નુકસાનગ્રસ્ત, ૨૭૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો અને વીજપુરવઠો ફરી કાર્યરત કરવા ટીમો તૈયાર છે, જિલ્લામાં NDRF અને SDRFની ટીમો તૈનાત, રેસ્ક્યુ કામગીરી તેજ કરાઈ છે.
Sep 08, 2025 02:27 pm
રાજ્યમાં 2 વાગ્યા સુધી 63 તાલુકામાં વરસાદ
સૌથી વધુ કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ, કચ્છના રાપરમાં 4.45 ઈંચ, ભાભરમાં 4.09 ઈંચ, ગાંધીધામમાં 3.43 ઈંચ, ભચાઉમાં 3.15 ઈંચ, નખત્રાણામાં 2.99 ઈંચ, સાંતલપુરમાં 2.95 ઈંચ, ભુજમાં 2.64 ઈંચ, અંજારમાં 2.36 ઈંચ વરસાદ, રાધનપુરમાં 2.28 ઈંચ, માળીયામાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો.
Sep 08, 2025 02:13 pm
22 SDRFની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે
રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે ૨૦ ડેમ એલર્ટ ઉપર તથા ૧૪ ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાં હાલ ૪૬,૭૯૨૦ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૩.૮૭ ટકા જેટલો છે. રાજ્યમાં તા.૧-૬-૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૫,૫૯૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે ૧૦૪૫ લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં ૧૨ એન.ડી. આર.એફની અને ૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.
Sep 08, 2025 02:13 pm
માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના અપાઈ છે
હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી છે, રાજયમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, તો બે દિવસ બાદ વરસાદનું જોર ઘટી શકે છે, રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોર્ટ વોર્નિંગ એલસીએસ 3 (LCS3) પણ જાહેર કરવામાં આવ્યું છે. સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 56 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના રાપરમાં 3.78 ઈંચ તો સૌથી ઓછો પંચમહાલના હાલોલમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.
Sep 08, 2025 02:12 pm
બનાસકાંઠા અને પાટણમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું
બનાસકાંઠા અને પાટણમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ જિલ્લાઓમાં 12થી 20 ઈંચ વરસાની આગાહી કરવામાં આવી છે, મહેસાણામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સાબરકાંઠા, દ્વારકા, જામનગર, મહીસાગર, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે અને રાજ્યમાં પોર્ટ વોર્નિંગ LCS 3 જાહેર કરાયું છે.
Sep 08, 2025 02:12 pm
ગુજરાતમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
આજે કચ્છમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, બનાસકાંઠા અને પાટણમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે જિલ્લામાં 12 થી 20 ઈંચ વરસાદ ખાબકી શકે છે.
Sep 08, 2025 02:12 pm
ગુજરાતના 3 જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું, રાજયમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કચ્છમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
Sep 08, 2025 01:53 pm
નેપાળની રાજધાની કાઠમંડુમાં વિરોધ પ્રદર્શન
હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતર્યા, વિરોધીઓ સંસદ ભવનના પરિસરમાં ઘૂસી ગયા, નેપાળના સંસદ પરિસરમાં તોડફોડ, ભ્રષ્ટાચાર સામે યુવાનોનો વિરોધ, પોલીસે વિરોધીઓ પર પાણીનો છંટકાવ કર્યો, વિરોધ કરતા લોકો પર ટીયરગેસનો પણ ઉપયોગ કર્યો, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સામે વિરોધ, નેપાળમાં ફેસબુક સહિત 26 પ્લેટફોર્મ બંધ.
Sep 08, 2025 01:52 pm
ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મુદ્દે ગૃહમાં ગુંજ્યો
ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ઉઠાવ્યો પ્રશ્ન, દુર્ઘટનામાં 22 લોકોના મોત થયાનો સરકારનો જવાબ, 4 અધિકારીઓને ફરજ મોકૂફી હેઠળ મુક્યાનો જવાબ, અકસ્માત પછી બ્રિજની ચકાસણ કરવામાં આવી, 1054 મેજર બ્રિજ, 5475 માયનોર બ્રિજની ચકાસણી, 239 સીડી સ્ટ્રક્ચર બ્રિજની ચકાસણી કરાઈ, રાજ્યના 148 બ્રિજ ભારે વાહનો માટે બંધ કર્યા, રાજ્યના 18 બ્રિજ તમામ વાહનો માટે બંધ કર્યા, ગંભીરા બ્રિજ દૂર્ઘટનાને લઈ ગૃહમાં રજૂ કર્યો જવાબ, સલામતી માટે રજૂઆત ન મળી હોવાનો જવાબ, દૂર્ઘટનાના 2 મહિના પહેલા થઈ હતી ચકાસણી, દૂર્ઘટના પહેલા 15 મેએ બ્રિજની ચકાસણી કરી.
Sep 08, 2025 01:51 pm
સબ રજીસ્ટારના મંજૂર મહેકમ સામે જગ્યાઓ ખાલી
2025માં 488 મંજૂર મહેકમ સામે 186 જગ્યાઓ ખાલી, 2024માં 444ના મંજૂર મહેકમ સામે 188 જગ્યાઓ ખાલી હતી, ખંભાતના MLA ચિરાગ પટેલના પ્રશ્ન પર સરકારનો જવાબ.
Sep 08, 2025 01:51 pm
નર્મદા કેનાલ પર 2122માંથી 53 પુલ જર્જરિત
53 પુલ જર્જરિત હોવાનો ગૃહમાં સરકારનો સ્વીકાર, જર્જરિત પુલ બંધ કરવા, નવો બનાવવા કામગીરી, સમારકામની કામગીરી ચાલતી હોવાનો જવાબ, MLA અનંત પટેલના સવાલ પર સરકારનો જવાબ.
Sep 08, 2025 01:50 pm
બનાસકાંઠામાં થરાદ-ધાનેરામાં જનજીવન પ્રભાવિત
બનાસકાંઠામાં થરાદ-ધાનેરામાં જનજીવન પ્રભાવિત થયું છે, રેલ નદીના પાણીથી અનેક ગામના રસ્તાઓ તૂટ્યા છે અને થરાદના ડૂવાથી પાવડાસણ વચ્ચેના ગામોનો સંપર્ક કપાયો છે, પાણી ભરાતા અછવાડાથી ડુવા ગામનોનો સંપર્ક કપાયો છે, થરાદ પાસે ભારતમાલા પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થયો છે, બુઢનપુર નજીક પુલ નીચે પાણી ભરાયા છે અને સાથે સાથે રોડ પર પણ પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.
Sep 08, 2025 01:49 pm
બનાસકાંઠાના સુઈગામમાં 17 ઈંચ વરસાદથી તારાજી
બનાસકાંઠાના સુઈગામમાં 17 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ છે, સુઈગામ પંથકોના ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાતા જોરાવરગઢ ગામથી સુઈગામનો માર્ગ બંધ થયો ચે, જોરાવરગઢ જરૂરી ચીજ વસ્તુઓ ખૂટતા ભારે હાલાકી પડી રહી છે, તંત્રની ટીમ ન પહોંચતા સ્થાનિકો સેવા માટે મેદાને ઉતર્યા ઠછે અને ભાભરથી ચીજ વસ્તુઓ મંગાવીને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે.
Sep 08, 2025 01:49 pm
બનાસકાંઠામાં ભારે વરસાદથી જોરાવરગઢ ગામે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે
જોરાવરગઢ ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, રોડ અને ખેતર જાણે એક થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ખેતરો જળબંબાકાર થયા છે અને ખેડૂતોનો પાક પણ નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોને સરકાર મદદ કરે તેવી માગ કરી રહ્યાં છે. સંદેશ ન્યૂઝે જોરાવરગામમાં પહોંચી મેળવ્યો પરિસ્થિતિનો ચિતાર.
Sep 08, 2025 01:49 pm
બનાસકાંઠાના સુઈગામમાં જળબંબાકારની સ્થિતિ, જોરાવરગઢ ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, બનાસકાંઠાના સુઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
Sep 08, 2025 01:30 pm
સોનગઢના એક વૃધ્ધાનું ઘર જે વ્યાજખોરે પચાવી પાડ્યું હતું તે પણ આ કાર્યક્રમ હેઠળ પરત અપાવવામાં આવ્યું છે
સુરત ખાતે થયેલી લૂંટ અને તેના ડિટેક્શન અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નો પ્રત્યુત્તર આપતા મંત્રીએ કહ્યું કે, સુરત શહેરમાં થયેલી ૭.૮૬ કરોડની હીરાની લુંટના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં એટલે કે માત્ર ૪૮ કલાકમાં ગુનો ડિરેકટ કરી તેનો મુદ્દામાલ પણ મૂળ માલિકોને માત્ર એક અઠવાડિયામાં પરત અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા મળી હતી. આદિવાસી જિલ્લાઓમાં આ કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતા મંત્રી સંઘવીએ કહ્યું કે, મોટા શહેરોથી લઇને નગરો અને આદિજાતિ વિસ્તારમાંના છેવાડાના ગામડા સુધી આવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જીલ્લાઓમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, છેવાડે આવેલા સોનગઢના એક વૃધ્ધાનું ઘર જે વ્યાજખોરે પચાવી પાડ્યું હતું તે પણ આ કાર્યક્રમ હેઠળ પરત અપાવવામાં આવ્યું છે.
Sep 08, 2025 01:29 pm
તેરા તુજકો અર્પણ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી કુલ ૯૦૮૧ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે
જેમાં ૪૦,૮૧૧ લાભાર્થીઓને રૂ.૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામા આવ્યો છે. મંત્રી સંઘવીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા એક અઠવાડિયામાં ૧૧૨ કરોડનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવ્યો છે. મંત્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન ખાતે કબજે થયેલા મુદ્દામાલ ખુબ જ ઓછા સમયમાં નામદાર કોર્ટમાંથી પરત સોંપવા અંગે હુકમ મેળવી તે મુદ્દામાલ લોક દરબાર/ જાહેર કાર્યક્રમ યોજી ફરીયાદી/અરજદારોને પરત આપવાની કામગીરી કરવામાં આવે છે તેથી આ કાર્યક્રમ ખૂબ લોકપ્રિય થયો છે અને લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
Sep 08, 2025 01:28 pm
નાગરિકોને ટૂંકા સમયમાં ચોરાયેલી અને ખોવાયેલી વસ્તુ પરત મળી છે
વિધાનસભા ગૃહમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૨ થી શરૂ કરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પોલીસ સ્ટેશન ખાતે ચોરી, લૂંટ કે છેતરપિંડી જેવા ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલને પરત મેળવવા માટે રાજ્યના નિર્દોષ નાગરિકોને ધક્કા ન ખાવા પડે અને ખૂબ જ ટૂંકા સમયમાં તે મુદ્દામાલ તેમને પરત મળે તે માટે ઝડપી કાર્યવાહી કરવાનો છે.
Sep 08, 2025 01:27 pm
આદિજાતિ વિસ્તારમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત 2315 નાગરિકોને રૂ.105 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો
રાજ્યમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત અત્યાર સુધીમાં ૯૦૮૧ કાર્યક્રમો યોજી પોલીસે ૪૦,૮૧૧ લાભાર્થીઓને રૂ.૫૦૦ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કર્યો. આદિજાતિ વિસ્તારમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જીલ્લાઓમાં તેરા તુજકો અર્પણ અંતર્ગત ૨૩૧૫ નાગરિકોને રૂ.૧૦૫ કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.
Sep 08, 2025 01:11 pm
કચ્છમાં જયાં વધારે પાણી ભરાયા છે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
તો ખોડીયાર મંદિર નજીક આવેલ રબારી સમાજના વિધાર્થીઓ માટેની હોસ્ટેલમાં 20 જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધતા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી આ વિધાર્થીઓનુ રેસ્ક્યુ ઓપરેશન કરી સલામત સ્થાને ખસેડવામાં આવ્યા હતા ઉપરાંત રાપરના આંઢવાળા તળાવ પાસે કોઝવે પાસે નગાસર પાસે ફલકુ નદી પાસે સહીતના વિવિધ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Sep 08, 2025 01:10 pm
કચ્છના રાપરમાં આભ ફાટતા જયાં જુઓ ત્યાં પાણી જ પાણી
રાપર શહેરમાં 17 ઈંચથી વધુ વરસાદ થતાં રાપર શહેર વિખુટુ પડી ગયું હતું, રાપર શહેરને જોડતા રાપર ભીમાસર આડેસર માર્ગ પર પાણી ફરી વળતા રોડ બંધ થયો છે, રાપર બાલાસર ધોરાવીરા માર્ગ પર પુલીયુ તુટી રોડ બંધ થયો છે, રાપર રામવાવ ભચાઉ રાપર નજીક ફલકુ નદી વહેતી થતાં આ માર્ગ બંધ થયો છે. એક માત્ર રાપર ચિત્રોડ સામખિયાળી માર્ગ ચાલુ રહ્યો હતો પરંતુ આ માર્ગ પર આઇટીઆઇ પાસે કોઝવેમાં પાણી વધારે પ્રમાણમાં આવી ગયું હતું એટલે આ માર્ગ પર ધુળ માટી દુર કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના થી રાપર પીઆઈની સ્ટાફ દ્વારા તાત્કાલિક જેસીબી મશીન દ્વારા કોઝવેની સાફ-સફાઈ કરી માર્ગ પુર્વરત કરાવ્યો હતો.
Sep 08, 2025 01:10 pm
કચ્છના રાપરમાં ફાટયું આભ, 17 ઈંચથી વધુ વરસાદ ખાબકતા ગામો બન્યા સંપર્ક વિહોણા
કચ્છના રાપરમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે, કચ્છમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે અને જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું છે. સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાપર-ભીમાસર આડેસર માર્ગ પર પાણી ફરી વળ્યા છે, રાપર-બાલાસર ધોરાવીર માર્ગ પર પુલીયુ તૂટ્યુ છે અને પુલીયુ તૂટી જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી રહી છે, મૂશળધાર વરસાદથી રાપરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે, ઘણા પશુઓ પણ પાણીમાં તણાયા હોવાની વાત સામે આવી છે.
Sep 08, 2025 01:02 pm
સરકારી જમીન પર દબાણના ગૃહમાં રજૂ થયા આંકડા
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. જેમાં સરકારે કહ્યું હતું કે, પાટણ જિલ્લામાં 18,823 હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં 87723 હેક્ટર જમીન પર દબાણ છે. પાટણ જિલ્લાના 21 ઈસમો સામે દબાણને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના 127 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
Sep 08, 2025 12:55 pm
ગાંધીનગરમાં ડેટા સેન્ટર બનશે
ગાંધીનગરમાં બે લાખ ચો.મી જમીનમાં ડેટા સેન્ટર બનશે. જેમાં 7/12ના ઉતારાથી લઈ તમામ દસ્તાવેજ મળી રહેશે.એક જ ક્લિક પરથી ઓનલાઈન દસ્તાવેજ મળશે.અત્યાર સુધી જિલ્લા કક્ષાએ દસ્તાવેજ રહેતા હતા. માણસાના ધારાભ્યના સવાલનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો હતો.
Sep 08, 2025 12:43 pm
મંત્રી બચુ ખાબડ વિધાનસભા ગૃહમાં ગેરહાજર
આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્રમાં રાજ્ય સરકારના પંચાયત મંત્રી બચુ ખાબડની ખુરશી ખાલી જોવા મળી હતી. સરકારી કાર્યક્રમો બાદ વિધાનસભા ગૃહમાંથી પણ બચુ ખાબડની બાદબાકી કરવામાં આવી છે. દાહોદમાં મનરેગા કૌભાંડમાં તેમના બંને પુત્રોની સંડોવણી બહાર આવતા સરકારી અને જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી જોવા મળી છે. તેઓ સતત 18મી કેબિનેટ બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતાં. તેઓ છેલ્લે એપ્રિલ મહિનામાં કેબિનેટમાં હાજર રહ્યા હતાં. તેઓ 30 એપ્રિલથી ત્રીજી સપ્ટેમ્બર સુધીની કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહ્યાં છે.
Sep 08, 2025 12:16 pm
સાબરમતી નદીના પાણી અમદાવાદના ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા
સાબરમતી નદીના પાણી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસ્યા, મહિજડા ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા, આંબલિયારા ગામમાં પણ નદીના પાણી ઘૂસ્યા.
Sep 08, 2025 12:13 pm
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આવશે, 10 સપ્ટેમ્બરથી તાલીમ શિબિરમાં આપશે માર્ગદર્શન, જુનાગઢમાં 10 દિવસીય તાલીમ શિબિરનું આયોજન, જિલ્લા અને તાલુકા પ્રમુખોની તાલીમ શિબિર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અપાશે માર્ગદર્શન, સંગઠન મજબૂત કરવા માટે શિબિરમાં અપાશે માર્ગદર્શન.
Sep 08, 2025 12:08 pm
રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી
50 સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી, પોલીસે હેલમેટ ન પહેરનારને દંડ ફટકાર્યો, મોટાભાગના લોકો હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા, ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાનું નિવેદન, ફરજિયાત હેલ્મેટનો કાયદો છેઃ ડીસીપી, કડક અમલવારી કરવામાં આવશેઃ ડીસીપી.
Sep 08, 2025 12:07 pm
સાબરકાંઠાના ખેરોજ નજીક સાબરમતી નદી ગાંડીતૂર
સાબરકાંઠાના ખેરોજ નજીક સાબરમતી નદી ગાંડીતૂર બની છે, સાબરમતી બ્રિજ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ઢેબર સરોવરના 10 દરવાજા ખોલાતા પાણીની આવક થઈ છે, ભારે પાણી છોડાતા સાબરમતી નદી ભયજનક સપાટી પર વહી રહી છે, સ્થાનિકો, પર્યટકોને નદી કિનારે ન જવા તંત્રની અપીલ છે.
Sep 08, 2025 12:07 pm
સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ
સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ હતી તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને સાબરકાંઠા કલેક્ટર સાથે કરી ટેલિફોનિક વાતચીત કરી હતી, અને લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરાઈ છે, નદી નાળા વહી રહ્યા છે ભયજનક સપાટીએ, તો રાજસ્થાન જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા ત્યાંના ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
Sep 08, 2025 12:07 pm
હિંમતનગરમાં હાથમતી નદી બે કાંઠે
હિંમતનગરમાં હાથમતી નદી બે કાંઠે વહી રહી છે, પુરુષોત્તમ નગરથી હાપાને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે, હાપા અભ્યાસ કરવા જતા 80થી વધુ બાળકોને પાણી ભરાવાને લઈ અસર થઈ છે, વિધાર્થીઓ હોય કે ગ્રામજનો હોય તેમને હિંમતનગરનો 15 કિમીનો ફેરો મારવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
Sep 08, 2025 12:06 pm
સાબરકાંઠામાં વિજયનગર પોલીસે 6 યુવકોનું કર્યું રેસ્ક્યું
સાબરકાંઠામાં વિજયનગર પોલીસે 6 યુવકોનું કર્યું રેસ્ક્યું અને પોળોના જંગલામાં ફરવા ગયેલા યુવકો ફસાયા હતા, વણજ ડેમમાંથી પાણી છોડાતા આ યુવકો ફસાયા હોવાની વાત સામે આવી હતી, પીએસઆઈની ટીમે બુદ્ધીનો ઉપયોગ કરીને એક ડુંગર ઉપરથી બીજી તરફ જઈને યુવકોને બચાવ્યા હતા, ચાર કિલોમીટર સુધી ડુંગર ચઢીને યુવકોને બચાવ્યા હોવાની વાત સામે આવી છે.
Sep 08, 2025 12:06 pm
વિજયનગરના પોળોના જંગલમાં પાણી વચ્ચે ફસાયેલા 6 યુવકનું PSIએ કર્યુ રેસ્ક્યુ ઓપરેશન
સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોળોના જંગલમાં ફસાયેલા 6 લોકોનું રેસ્કયું પીએસઆઈ અર્જુન જોષીએ કર્યુ છે, સાહેબ અમને બચાવો અને આ શબ્દો પીએસઆઈના કાને પડતા 6 યુવકોને બચાવી લેવાયા. સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા પોળોના જંગલ ફરવા માટે પ્રખ્યાત છે અને આ પોળોના જંગલામાં 6 યુવાનો ફરવા માટે આવ્યા હતા તે દરમિયાન પાણીનો પ્રવાહ નદીમાં વધતા તે લોકો ફસાઈ ગયા હતા, વિજયનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વી.જોષીને આ બાબતની જાણ થઈ અને તેઓએ ઘટના સ્થળે પહોંચી તમામનું રેસ્કયુ કર્યુ હતુ અને જીવ બચાવ્યો હતો.
Sep 08, 2025 11:59 am
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
01 - Patan Rain News : પાટણના રાધનપુરમાં વરસાદે સર્જી તારાજી, દુકાનો અને ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી
02 - Kheda Rain News : સાબરમતી નદી ખેડા જિલ્લામાં થઈ ઓવરફલો, રસીકપુરા ગામમાં ફરી વળ્યા નદીના પાણી
03 - Railway News : ટ્રેનના જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
07 - રાધાકૃષ્ણનને 'નંબર ગેમ' તો સુર્દશનને 'અંતરાત્માની અવાજ' પર વિશ્વાસ, કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ ?
08 - Pakistan સરકારમાં મંત્રીઓની પ્રાઈવસી પાણીના ભાવે વહેંચાઈ રહી છે
10 - Petrol Diesel Price Today: સોમવારે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર
Sep 08, 2025 11:45 am
રાધનપુરમાં રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા
રાધનપુરમાં રેફરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે, હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, ઢીંચણસમા પાણી ભરાતા દર્દીઓ અને સગાઓને હાલાકી પડી રહી છે, પાણી ભરાતા દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં હાલાકી પડી રહી છે.
Sep 08, 2025 11:44 am
રાધનપુર મશાલી રોડ વરસાદી પાણીમાં ગરકાવ
રાધનપુર મશાલી રોડ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, મશાલી રોડ પર ઢીંચણસમા ભરાયા વરસાદી પાણી અને ધારાસભ્ય લવિંગજી ઠાકરોના વિસ્તારમાં પાણી ભરાયા છે, ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે, રાધનપુરના 6 થી વધુ ગામ અને 15 સોસાયાટીને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.
Sep 08, 2025 11:44 am
પાટણના સાંતલપુરમાં મૂશળધાર વરસાદ
પાટણના સાંતલપુરમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે, સાંતલપુર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, વૌવા, બકુત્રા, દાત્રાણા ગામ પાણીમાં ગરકાવ થયા છે અને રણમલપુરા સહિતના ગામો પાણીમાં ગરકાવ થયા છે, ગામમાં 5 ફૂટથી વધુ પાણી વહી રહ્યા છે અને પાણી ભરાતા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે.
Sep 08, 2025 11:44 am
પાટણના રાધનપુરમાં વરસાદે સર્જી તારાજી, દુકાનો અને ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી
પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે અને રાધનપુરમાં વરસાદે સપાટો બોલાવી દીધો છે, રાધનપુરના બજારમાં પણ પાણી ભરાયા છે. પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે અને મેઈન બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટુ નુકસાન થયું છે અને વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખવા મજબૂર બન્યા છે, લોકો દુકાનમાંથી પાણી રોડ પર ઠાલવી રહ્યાં છે, હાઇવે ચોકડીથી રાજગઢી માર્ગ પર ભરાયા પાણી.
Sep 08, 2025 11:43 am
કચ્છના ગાંધીધામમાં ભારે વરસાદથી જળમગ્ન
અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા, ગાંધી માર્કેટ, ચાવલા ચોકમાં પાણી ભરાયા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા, પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી.
Sep 08, 2025 11:31 am
પાટણના સાંતલપુરમાં વરસાદ જળબંબાકાર
40 કલાકમાં આશરે 15 ઇંચથી વધુ વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, ધોકાવાડા, ચારણકા એવાલ, ગામ પાણીમાં ગરકાવ, દાત્રાણા સહિતના ગામો પાણીમાં ગરકાવ, જાખોત્રા, એવાલ રોડ તૂટી જતા સંપર્ક તૂટ્યો.
Sep 08, 2025 11:06 am
હળવદમાં ખારી નદી બેકાંઠે વહેતી થઈ
હળવદથી રણમલપુરનો સંપર્ક તૂટ્યો, ઘણાદ ગામ પાસે ખારી નદી બેકાંઠે વહી રહી છે, વાહનવ્યવહાર ખોરવાતા લોકોને હાલાકી પડી રહી છે, ઘણાદ, રણમલપુર, એજાર જતો રસ્તો બંધ થયો છે.
Sep 08, 2025 10:57 am
કચ્છના સામખિયાળીમાં ધોધમાર વરસાદ
કચ્છના સામખિયાળીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સામખિયાળી માળિયા હાઈવે પર પાણી ભરાયા છે હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે અને હાઈવે પાસેની દુકાનો અને વાહનો પાણીમાં ગરકાવ થયા છે.
Sep 08, 2025 10:57 am
ગુજરાતમાં 6 થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 6થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે, કચ્છના રાપરમાં 3.54 ઈંચ વરસાદ નોંધાયો, નખત્રાણામાં 2.24 ઇંચ, ભાભરમાં 1.89 ઇંચ વરસાદ, લખપતમાં 1.77 ઇંચ, રાધનપુરમાં 1.73 ઇંચ વરસાદ, માળીયામાં 1.57 ઇંચ, સાંતલપુરમાં 1.42 ઇંચ વરસાદ ભચાઉમાં 1.34 ઇંચ, ભુજમાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો છે.
Sep 08, 2025 10:56 am
કચ્છના ભચાઉમાં ધોધમાર વરસાદ
કચ્છના ભચાઉમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકથી કચ્છ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, કચ્છના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ભચાઉના કુજીસર અને મેઘપર ગામમાં પાણી ભરાયા છે, ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, કચ્છના નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ છે, બીજી તરફ ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં નષ્ટ થયો છે.
Sep 08, 2025 10:56 am
ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો
ભુજમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ભુજનું બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયું છે. કચ્છ જિલ્લામાં વહેલી સવારથી મેઘો મન મુકીને વરસી રહ્યો છે ત્યારે ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, પાણી ભરાવાના કારણે અનેક રોડ પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન પર તેની અસર જોવા મળી છે, ભુજના એસટી બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં બંધ પડયા હોવાની વાત પણ સામે આવી છે, હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાયા છે.
Sep 08, 2025 10:40 am
ખેડા જિલ્લામાં સાબરમતી નદીનો કહેર
નદી આસપાસના વિસ્તારોમાં પાણી જ પાણી, રસીકપુરા, પથાપુરા, કલોલી ગામ પાણીમાં ગરકાવ, નાની કલોલી, મોટી કલોલી ગામ પાણીમા ગરકાવ, ખેડા-ધોળકા હાઈવે બંધ કરી પોલીસ તૈનાત કરાઇ.
Sep 08, 2025 10:33 am
સાબરમતી નદીમાં પાણી છોડાતા લોકોમાં ભય
ખેડાના રસીકપુરા સહિતના ગામમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે, સંભવિત ખતરાને પહોંચી વળવા તંત્ર ખડેપગે છે અને રસીકપુરામાંથી 67 લોકોનું સ્થળાંતર કરાયું છે, વધુ 300 થી 400 લોકોનુ સ્થળાંતર કરાશે તેવી પણ માહિતી સામે આવી છે, સુરક્ષાના ભાગરુપે સ્થળાંતરની કામગીરી કરાઈ રહી છે.
Sep 08, 2025 10:33 am
ખેડા જિલ્લામાં સાબરમતી નદીના જળસ્તર વધ્યા
ખેડા જિલ્લામાં સાબરમતી નદીના જળસ્તર વધ્યા છે, નાની કલોલી ગામ પાસે સાબરમતીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, નાની કલોલી, પથાપુરા, રસીકપુરામાં વરસાદી પાણીને લઈ એલર્ટ અપાયું છે, ગામ અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેડૂતોના તૈયાર થયેલા પાકને પણ મોટુ નુકસાન થયું છે, તંત્ર દ્વારા રેસ્કયુની કામગીરી પણ કરવામાં આવશે.
Sep 08, 2025 10:33 am
ખેડામાં સાબરમતી નદી ઓવરફ્લો થતા હાલાકી
નદી ઓવરફ્લો થતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે અને ખેડા ધોળકા રોડ પાણી ભરાવાના કારણે બંધ થયો છે, રસીકપુરા, પથાપુરા, નાની કલોલીમાં પાણી ઘૂસ્યા છે, રસીકપુરા પાસે પાણી ભરાતા રોડ બંધ કરાયો છે, લોકોએ પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે, બીજી તરફ પથાપુરા ગામ જવાના રોડ પર બેરિકેડિંગ લગાવ્યા છે અને રેસ્ક્યુ માટે 10 બસ રસીકપુરા, પથાપુરામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, SDRF તેમજ ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડબાય રહેલી છે.
Sep 08, 2025 10:32 am
સાબરમતી નદી ખેડા જીલ્લામાં ઓવરફલો થઈ છે
નદી ઓવરફ્લો થતા રસીકપુરા ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી, સાબરમતી નદી ઓવરફ્લો થયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં વધુ એકવાર સાબરમતી નદીએ બતાવ્યું રૌદ્ર સ્વરૂપ અને સાબરમતી નદી ભયાનક સ્થિતિમાં વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
Sep 08, 2025 10:32 am
સાબરમતી નદી ખેડા જિલ્લામાં થઈ ઓવરફલો, રસીકપુરા ગામમાં ફરી વળ્યા નદીના પાણી
ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી ઓવરફલો થઈ છે અને નદી ઓવરફલો થતા રસીકપુરા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, સ્થાનિકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે.
Sep 08, 2025 10:14 am
વિધાનસભા સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક
પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બેઠકમાં નહીં રહે હાજર, ઉપરાષ્ટ્રપતિ ચુંટણી હોવાના કારણે નહીં રહે હાજર, તમામ સાંસદોને દિલ્હી ખાતે હાજર રહેવા સૂચના.
Sep 08, 2025 10:09 am
જાંબુઆ બ્રિજ પાસે પાણીમાં ટ્રેલર ફસાયું, બે લોકોનું રેસ્કયૂ
જાંબુઆના નવા બ્રિજ પર પાણી ફરી વળતા રવિવારે સવારે ટેન્કર ફસાઇ જતા અડધુ ડૂબી ગયું હતું. જેથી ડ્રાઇવર સુરેશકુમાર અને જોગીન્દરભાઇ ફસાઈ ગયા હતાં. ફાયર બ્રિગેડે બોટની મદદથી બન્નેનુ રેસ્કયૂ કર્યું હતું. શનિવારે રાત્રે આજ સ્થળ નજીક એક કાર ફસાઇ હતી. જો કે તેમાં કોઈ ફસાયું નહતું.
Sep 08, 2025 10:08 am
મહીસાગર જિલ્લામાં કુડા-માનગઢ રસ્તો ધોવાયો
દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લાઓના રસ્તા સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે, જ્યાં અનુક્રમે ૨૦૬ તથા ૫૩ રસ્તા અત્યારે બંધ છે. જયારે સુરત જિલ્લામાં 41, દાહોદના 30, મહીસાગરના 39, પોરબંદરના 24, વડોદરાના 21 છોટાઉદેપુરના 16, ભરૂચના 15 તથા તાપી જિલ્લાના 23 રસ્તા બંધ છે. તંત્રનો દાવો છે કે અમદાવાદ જિલ્લામાં એક માત્ર પંચાયતનો રસ્તો અત્યારે બંધ હાલતમાં છે. રસ્તા બંધ થવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. તેઓને ફરી ફરીને જવાનો વારો આવ્યો હતો.
Sep 08, 2025 10:08 am
ગુજરાતમાં 546 રસ્તાઓ હાલમાં બંધ છે
રાજ્યમાં સતત સાર્વત્રિક વરસાદને કારણે અત્યારે કુલ 546 રસ્તા બંધ હાલતમાં છે અને અનેક રસ્તા તૂટી ગયાં છે. મોટામોટા ગાબડાં પડી ગયા છે. આમાં સાબરકાંઠા અને છોટાઉદેપુરના એક-એક નેશનલ હાઈવે, વડોદરા અને મોરબી જિલ્લાઓના બબ્બે તથા ખેડા-ભરૂચ-મહીસાગર-સુરેન્દ્રનગર જિલ્લાઓના એક-એક મળીને કુલ 8 સ્ટેટ હાઈવે, પંચાયતના પ૨૬ માર્ગો તથા અન્ય ૧૦ રસ્તા સામેલ છે. મહીસાગર જિલ્લામાં સંતરામપુર નજીક કુડા-માનગઢનો ઢાળવાળો ૫૦૦ મીટરનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.
Sep 08, 2025 10:08 am
વડોદરાના કરજણમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા, ખેરડા અને નવી નગરીના 60 પરિવાર સંપર્ક વિહોણા
વડોદરાના કરજણમાં ઢાઢર નદીના પાણી ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે, કરજણ પાદરા માર્ગ ઉપર નદીના પાણી ફરી વળ્યા છે અને ઢાઢર નદીના પુલ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, ખેરડા અને નવી નગરીના 60 પરિવાર સંપર્ક વિહોણા થયા છે. વડોદરાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે, ગામના પ્રવેશ માર્ગે ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ઢાઢર નદીમાં પૂરની સ્થતિનું નિર્માણ થયું છે, કરજણ પાદરા માર્ગ ઉપર ઢાઢર નદીની જળ સપાટીમાં પણ વધારો થયો છે, બ્રિજની વચ્ચેથી પાણી વહી રહ્યાં છે. ગામના પ્રવેશદ્વાર પર પણ પાણી ફરી વળ્યા છે.
Sep 08, 2025 09:51 am
અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલાયા
વાસણા બેરેજમાંથી 78301 ક્યુસેક પાણી છોડાયું, સંત સરોવરમાંથી 46168 ક્યુસેક પાણી આવ્યું, ધરોઇ ડેમમાંથી 1338 ક્યુસેક પાણી નદીમાં છોડાયું, અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદમાં એલર્ટની સ્થિતિ, ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની સતત આવક.
Sep 08, 2025 09:50 am
બનાસકાંઠાના થરાદમાં જળબંબાકારની સ્થિતિ
બનાસકાંઠાના થરાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, થરાદમાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે અને ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે, કમરસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. થરાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકી સ્થાનિકોને પડી રહી છે અને તંત્રને જાણે કઈ પડી જ ના હોય તેવું લાગી રહ્યું છે, થરાદના સ્વામી વિવેકાનંદ ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે, તો પાણી ભરાતા વાહનચાલકોના વાહનો પણ પાણીમાં બંધ પડી રહ્યાં છે.
Sep 08, 2025 09:49 am
બનાસકાંઠામાં મૂશળધાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
બનાસકાંઠામાં મૂશળધાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે, મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, બસ સ્ટેશન, મુખ્ય બજારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, શેણલનગર હોસ્પિટલના રસ્તાઓ પર પાણી-પાણી જોવા મળ્યું છે, ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે, બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ તેમજ ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે.
Sep 08, 2025 09:49 am
બનાસકાંઠાના થરાદમાં 12 ઈંચ વરસાદ ખાબકયો, જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી
બનાસકાંઠાના થરાદમાં 12 ઈંચ વરસાદ ખાબકયો છે, જેના કારણે જયાં જુઓ ત્યાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે, મૂશળધાર વરસાદના કારણે પાણી ભરાયા છે, તો ખેડૂતોના ખેતરો પણ જળબંબાકાર થયા છે. બનાસકાંઠાના થરાદમાં 12 ઇંચ વરસાદે મોટી મુશ્કેલી ઉભી કરી છે અને તેના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી છે, બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે, મુખ્યબજારમાં પણ પાણી ભરાયા ચે અને વેપારીઓને દુકાન બંધ રાખવાનો વારો આવ્યો છે, દુકાનમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે.
Sep 08, 2025 09:35 am
કચ્છમાં ભારે વરસાદથી નુકસાન
સૌથી મોટા યક્ષના મેળાના હાલ-બેહાલ, મેળાના આયોજન પર પાણી ફરી વળ્યું, ભારે વરસાદથી ખાણી-પીણીના સ્ટોલ જમીન ધ્વસ્ત, ભારે વરસાદના કારણે મંડપ તૂટી પડયા.
Sep 08, 2025 09:33 am
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા પણ હાજર રહ્યાં
આ ભવ્ય સમારોહમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથજી ટૂંડિયા, ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ટી.એસ. જોશી, પદ્મશ્રી હેમંત ચૌહાણ, ગૌતમભાઈ ગેડિયા, ગોપાલ બારોટ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા તથા ડાયેટ પ્રાચાર્ય સી.ટી. ટૂંડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
Sep 08, 2025 09:32 am
જોરૂભાઈ ઓળકિયાએ પોતાના મધુર કંઠ અને લોકગીતોની રજૂઆતથી શ્રોતાઓના હૃદયમાં સ્થાન મેળવ્યું
આ ઉત્સવમાં પાટડી તાલુકાના બે પ્રતિભાશાળી શિક્ષકો, ઝાડિયાણા પ્રાથમિક શાળાના શિક્ષક અને લોકસાહિત્યના સમર્પિત સાધક ભગવતદાન ગઢવી તથા મોટી મજેઠી પ્રાથમિક શાળાના શિક્ષક અને પ્રખર લોકગાયક જોરૂભાઈ ઓળકિયાને તેમની સ્વર, સુર અને શબ્દની અનન્ય સાધના બદલ પ્રતિષ્ઠિત ઝવેરચંદ મેઘાણી કલારત્ન સન્માનથી નવાજવામાં આવ્યા હતાં. ભગવતદાન ગઢવીએ લોકસંગીત અને લોકસાહિત્યના માધ્યમથી ટી.વી. કલાકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે, જ્યારે જોરૂભાઈ ઓળકિયાએ પોતાના મધુર કંઠ અને લોકગીતોની રજૂઆતથી શ્રોતાઓના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.
Sep 08, 2025 09:32 am
પાટડી તાલુકાના 2 શિક્ષકને ઝવેરચંદ મેઘાણી કલારત્ન સન્માન મળ્યું
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે સી.યુ. શાહ મેડિકલ હોલ, સુરેન્દ્રનગર ખાતે સ્વર, સુર અને શબ્દના સાધક શિક્ષકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા એવા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા, જેમણે લોકસંગીત અને લોકસાહિત્યની સાધના દ્વારા સમાજમાં અનોખું યોગદાન આપ્યું છે.
Sep 08, 2025 09:24 am
બનાસકાંઠા જિલ્લામાં સવારના 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ
બનાસકાંઠાના સુઈગામમાં 17 ઈંચ વરસાદ ખાબકયો છે, ભાભરમાં 13 ઈંચ વરસાદ, વાવમાં 13 ઈંચ વરસાદ, રાપરમાં 13 ઈંચ વરસાદ, થરાદમાં 12 ઈંચ વરસાદ, સાંતલપુરમાં પોણા 8 ઈંચ વરસાદ, રાધનપુરમાં સાડા 7 ઈંચ વરસાદ, દિયોદરમાં 7 ઈંચ વરસાદ, માળીયામાં 5 ઈંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે.
Sep 08, 2025 09:24 am
બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, બાગાયતી પાકોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, પપૈયા, દાડમ સહિતના પાકોને નુકસાન થયું છે, તો સરહદી તાલુકાઓમાં છેલ્લા 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, ધોધમાર વરસાદથી જનજીવનને વ્યાપક અસર જોવા મળી છે.
Sep 08, 2025 09:24 am
દિયોદરથી સુઈગામ વચ્ચે અનેક વૃક્ષ ધરાશાયી
દિયોદરથી સુઈગામ વચ્ચે અનેક વૃક્ષ ધરાશાયી થયા છે, રસ્તાઓ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકો ભારે હાલાકી પડી રહી છે, અનેક માર્ગો વચ્ચે વૃક્ષ પડતા રસ્તાઓ બંધ થયા છે, ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થતા હાલાકી પડી રહી છે, તો ફાયર વિભાગ ટ્રી કટિંગ મશીન લઈને વૃક્ષો દૂર કરવાની કામગીરી કરી રહી છે.
Sep 08, 2025 09:23 am
બનાસકાંઠાના થરાદમાં જળબંબાકારની સ્થિતિ, મુખ્ય બજાર જવાનાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા
બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, ભારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાયા છે અને લોકો રોડ પર ભરાયેલા પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે. બનાસકાંઠાના થરાદામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે, મુખ્ય બજાર જવાનાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે, ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન કેવો છે તે જોઈ શકયા છે અને પાલિકાની કામગીરી કેવી છે તે દેખાઈ આવી છે.
Sep 08, 2025 09:06 am
પોલીસની પ્રાથમિક કામગીરીમાં અંદાજીત 10 હજાર જેટલા શ્રમિકોનો ડેટા તૈયાર કર્યો છે
જે આગામી સમયમાં કલેક્ટરનુ જાહેરનામુ બહાર પાડી તમામ કંપની અને લેબર કોન્ટ્રાક્ટર માટે ફરજિયાત કરવામાં આવશે. અને જો કોઈ ખોટી માહિતી ઉભી કરશે તો કાર્યવાહી તેમની વિરુધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે, જેથી પોલીસને સાચી અને સચોટ માહિતી મળી રહે ઉપરાંત વિસ્તારમાં બનતા ગુના પણ અટકાવવામાં મદદ મળી રહેશે.
Sep 08, 2025 09:06 am
અમદાવાદ ગ્રામ્યમાં અંદાજીત 10 હજાર જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે
તેઓ પોતાના તમામ શ્રમિકોના નામ, મુળ વતનના સરનામા , હાલનુ સરનામુ અને પુરાવા સાથે એક આઈડી તૈયાર કરવામાં આવશે, જેથી તમામ શ્રમિકોની માહિતી પોલીસ પાસે મળી રહે, અમદાવાદ ગ્રામ્યમાં અંદાજીત 10 હજાર જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યના 5 લાખ જેટલા શ્રમિકો રોજગારી મેળવે છે. પરંતુ આ શ્રમિકો ક્યારે કયાં નોકરી કરે છે. તેની કોઈ માહિતી પોલીસ પાસે હોતી નથી ઉપરાંત કોઈ શ્રમિક ગુમ થાય કે કોઈ બનાવમાં સંડોવાય ત્યારે પોલીસ માટે સૌથી મોટો પડકાર એ હોય છે કે, આવા શ્રમિકોની પુરતી માહિતી પોલીસ પાસે નથી હોતી, જેથી તેમને શોધવા કે ગુનાના કામે ઝડપી લેવા મુશ્કેલ બને છે. જેથી પોલીસે આ પોર્ટલની શરુઆત કરી છે.
Sep 08, 2025 09:06 am
લોગઈન આઈડી કંપની અને લેબર કોન્ટ્રાક્ટરોને આપવામાં આવશે
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બનેલા ગંભીર ગુનાની તપાસમા સામે આવ્યું છે કે, અન્ય રાજ્યમાથી રોજગારી મેળવવા આવેલા શ્રમિકો ગંભીર ગુનાને અંજામ આપી અન્ય રાજ્યમાં ફરાર થઈ જાય છે. પરંતુ તેમની પુરતી માહિતી પોલીસ પાસે ન હોવાથી તેમને સોધવા અને પકડવા મુશ્કેલ બનતુ હોય છે. માટે જ ગ્રામ્ય પોલીસે એક નવુ પોર્ટલ શરુ કર્યું છે. જેના લોગઈન આઈડી કંપની અને લેબર કોન્ટ્રાક્ટરોને આપવામાં આવશે.
Sep 08, 2025 09:06 am
અમદાવાદ ગ્રામ્ય પોલીસે શ્રમિકોની નોંધણી માટે પોર્ટલ કર્યુ શરૂ, ગુનાખોરી રોકવા એક નવી પહેલની શરૂઆત
અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનાખોરી રોકવા માટે એક નવી પહેલ શરુ કરી છે. પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ શ્રમિકોની નોધણી માટે એક પોર્ટલ શરુ કર્યું છે. જેમાં તમામ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આવેલી 10 હજાર કંપનીના 5 લાખ શ્રમિકોની નોંધણી કરવાની પ્રક્રિયા શરુ કરી છે. જેથી ગંભીર ગુનાને અટકાવી શકાશે.
Sep 08, 2025 08:59 am
અમદાવાદમાં સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ
ઉપરવાસમાંથી સાબરમતી નદીમાં પાણીની આવક, બીજા દિવસે પણ રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ગરકાવ, વોકવે પર પાણી ફરી વળતા મુલાકાતી માટે બંધ.
Sep 08, 2025 08:59 am
સુરત જિલ્લામાં મેઘમહેરથી ડેમ છલકાયા
ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો, ડેમની સપાટી વધીને 339 ફૂટે પહોંચી, ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું, તાપી નદીમાં 1.58 લાખ ક્યુસેક પાણી છોડાયું.
Sep 08, 2025 08:56 am
બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ભારે નુકસાન
બાગાયતી પાકોમાં ખેડૂતોને ભારે નુકસાન, પપૈયા, દાડમ સહિતના પાકોને નુકસાન, સરહદી તાલુકાઓમાં છેલ્લા 48 કલાકથી વરસાદ, ધોધમાર વરસાદથી જનજીવનને વ્યાપક અસર.
Sep 08, 2025 08:32 am
અમદાવાદ મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફનું સરાહનીય કાર્ય, ટ્રેનમાં રહી ગયેલી લેપટોપવાળી બેગ મુસાફરને સુરક્ષિત પરત આપી
પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળના સમર્પિત કર્મચારીઓ તેમના માનનીય ગ્રાહકોને સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે હંમેશા આગળ રહે છે। આ જ ક્રમમાં અમદાવાદ મંડળમાં કાર્યરત શકીલ અહમદ, ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષકે ઈમાનદારીનું ઉદાહરણ આપીને એક મુસાફર દ્વારા ટ્રેનમાં ભૂલથી મૂકાયેલ કિંમતી બેગ, જેમાં એક લેપટોપ તથા અન્ય કિંમતી વસ્તુઓ હતી, જેની અંદાજિત કિંમત લગભગ ₹2 લાખ હતી, તે શોધીને સલામત રીતે મુસાફરને પરત આપી.
Sep 08, 2025 08:32 am
ઝડપાયેલ વ્યકિતએ કહ્યું કે તે રેલવેમાં નોકરી કરતો નથી
પ્રાથમિક પૂછપરછમાં તે વ્યક્તિએ પોતાનું નામ અમન પ્રકાશ હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે કોઈ માન્ય રેલવે ઓળખપત્ર રજૂ કરી શક્યો ન હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેને જરૂરી કાનૂની કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યો હતો. ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ (વાણિજ્ય) સચિન જાદવ તથા ટીટીઈ શ્રી રાજેશ અને આરપીએફ અમદાવાદ દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી,સતર્કતા અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રશંસનીય છે.
Sep 08, 2025 08:32 am
ટ્રેનના જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
રેલવે હેલ્પલાઇન પોર્ટલ પર મળેલી ફરિયાદ સંદર્ભ નંબર 2025090702344 મુજબ, ટ્રેન સંખ્યા 16613ના જનરલ કોચમાં વડોદરાથી અમદાવાદ વચ્ચે એક વ્યક્તિ દ્વારા પોતાને ટીટીઈ તરીકે રજૂ કરીને મુસાફરોને ગુમરાહ કરતો હોવાની માહિતી મળી હતી. આ ફરિયાદની તાત્કાલિક નોંધ લેતા, અમદાવાદ ડિવિઝનના વાણિજ્ય વિભાગના ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ(Dy.SS/Comm)સચિન જાદવ અને ટિકિટ ચેકિંગ સ્ટાફ રાજેશે તત્પરતા,સતર્કતા, અને કાર્યક્ષમતાનો પરિચય આપીને આરપીએફ સ્ટાફની મદદથી તે શંકાસ્પદ વ્યક્તિને અમદાવાદ સ્ટેશન પર તાત્કાલિક પકડી લીધો.
Sep 08, 2025 08:22 am
કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો
કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે, ભારે વરસાદની આગાહીને લઈ બીચ બંધ કરવામાં આવ્યો છે, સાથે સાથે ખાણી-પીણીની લારીઓ બંધ કરાવવામાં આવી છે, બીચ તરફ જતા રસ્તા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. કચ્છના ભચાઉમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે, ભચાઉ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ભચાઉના વોધ, ચોપડવા, ચીરઇમાં વરસાદ છે.
Sep 08, 2025 08:21 am
રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ
રાપરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને વરસાદથી જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, અનેક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગે બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા જિલ્લામાં વરસાદને લઈ ઓરેજન્જ એલર્ટ આપ્યું છે, તો કચ્છમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે જનજીવન પર પણ અસર જોવા મળી છે, કચ્છની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે.
Sep 08, 2025 08:21 am
કચ્છના રાપરમાં બારે મેઘ ખાંગા, ભારે વરસાદથી રાપરનો સુવઈ ડેમ ઓવરફ્લો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે. હવામાન વિભાગે પણ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે કચ્છમાં પણ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, રાપરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે, ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે, સુવઈથી ગરવીપરને જોડતો બ્રિજ પણ ધોવાયો હોવાની વાત સામે આવી છે.
Sep 08, 2025 08:08 am
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ સૂઇગામમાં 14.17 ઇંચ વરસાદ, રાપરમાં 9.25 ઇંચ, ભાભરમાં 8.62 ઇંચ વરસાદ, થરાદમાં 7.83 ઇંચ, વાવમાં 7.8 ઇંચ વરસાદ, સાંતલપુરમાં 4.72 ઇંચ, વાલોદમાં 4.41 ઇંચ વરસાદ, દિયોદરમાં 4.21 ઇંચ, રાધનપુરમાં 4.13 ઇંચ વરસાદ, કપરાડામાં 4.13 ઇંચ વરસાદ, વ્યારામાં 4.06 ઇંચ વરસાદ, વલસાડમાં 3.74 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.54 ઇંચ વરસાદ, દહેગામમાં 3.43 ઇંચ વરસાદ, ખેરગામમાં 3.39 ઇંચ વરસાદ, ડોલવણમાં 3.39 ઇંચ, વઘઇમાં 3.23 ઇંચ વરસાદ નોંધાયો છે.
Sep 08, 2025 08:08 am
મહેસાણામાં ભારે વરસાદને લઇને સ્કૂલો બંધ
મહેસાણા જિલ્લામાં કલેક્ટરે આજનો દિવસ સ્કૂલમાં રજા રહેશે તેવી જાહેરાત કરી છે, મહેસાણા જિલ્લામાં સ્કૂલ, કોલેજમાં શૈક્ષણિકકાર્ય બંધ રહેશે અને જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડી બંધ રહેશે તેવો આદેશ કલેકટરે કર્યો હોવાની વાત સામે આવી છે, હવામાન વિભાગે વરસાદની આગાહીને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Sep 08, 2025 08:07 am
બનાસકાંઠામાં ભારે વરસાદને લઇને સ્કૂલો બંધ
બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે, ખાનગી અને સરકારી બન્ને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કલેકટરે લીધો છે, નાગરિકોને તકેદારી રાખવા તથા સુરક્ષિત રહેવા અપીલ પણ કરવામાં આવી છે, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે અને ઘણા ગામડાઓ હજી પણ પાણીમાં ગરકાવ છે, તો વિધાર્થીઓને તકલીફ ના પડે તે માટે શાળા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
Sep 08, 2025 08:07 am
ખેડા જિલ્લામા સંભવિત પૂરને લઇને શાળાઓ બંધ
ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય ખેડા કલેકટરે કર્યો છે, ભારે વરસાદ વરસે અને વિધાર્થીઓ શાળામાં ફસાઈ ના જાય તે બાબતને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે.
Sep 08, 2025 08:07 am
વરસાદની આગાહીને પગલે કચ્છમાં શાળાઓ બંધ
ભારે વરસાદની આગાહીને ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને શાળા અને કોલેજો આજે કચ્છમાં બંધ રહેશે, વિધાર્થીઓને કોઈ તકલીફ ના પડે તેને લઈ તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. કચ્છ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવાયો નિર્ણય.
Sep 08, 2025 08:05 am
ભારે વરસાદની આગાહીને લઈ ગુજરાત રાજયના 4 જિલ્લાની શાળાઓમાં રજા કરાઈ જાહેર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈ બનાસકાંઠા, કચ્છ, ખેડા, મહેસાણામાં શાળા તેમજ આંગણવાડીમાં રજા જાહેર કરાઈ છે, શિક્ષણ વિભાગ અને કલેકટરે આ નિર્ણય લીધો છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જે જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે તે જિલ્લાના કલેકટર અને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ તેમજ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે, આ રજા એક દિવસ એટલે આજના દિવસ પૂરતી જાહેર કરાઈ છે, જો વરસાદ વધુ હશે તો આગામી સમયમાં અન્ય નિર્ણય પણ લેવામાં આવી શકે છે.
Sep 08, 2025 07:45 am
હોકી એશિયા કપ ફાઇનલમાં ભારતનો વિજય
ભારતે ફાઈનલ મેચમાં કોરિયાને 4-1 થી હરાવ્યું, ચોથી વાર ટીમ ઇન્ડિયાએ જીત્યો ખિતાબ, બિહારના રાજગીરમાં યોજાઈ હતી હોકી ટુર્નામેન્ટ.
Sep 08, 2025 07:36 am
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે
જ્યારે રાજ્યના અન્ય ૭૫ તાલુકાઓમાં એક થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૦૨.૮૯ ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં ૧૦૬.૫૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૦૭.૩૪ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૯૧.૨૯ ટકા અને દક્ષિણ રીજીયનમાં ૧૦૭.૯૯ ટકા જેટલો વરસાદ નોધાયો છે.
Sep 08, 2025 07:36 am
૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે
રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૧૨૩ ડેમ હાઈ એલર્ટ ઉપર છે જયારે ૨૦ ડેમ એલર્ટ ઉપર તથા ૧૪ ડેમ વોર્નીગ ઉપર છે. રાજ્યના ૨૦૩ જળાશયોમાં હાલ ૪૬,૭૯૨૦ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના ૮૩.૮૭ ટકા જેટલો છે. રાજ્યમાં તા.૧-૬-૨૦૨૫ થી અત્યાર સુધીમાં ૫,૫૯૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જયારે ૧૦૪૫ લોકોને રેસ્કયુ કરીને બચાવી લેવાયા છે. હાલ રાજ્યમાં ૧૨ એન.ડી. આર.એફની અને ૨૨ એસ.ડી.આર.એફની ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત રાખવામાં આવી છે.
Sep 08, 2025 07:35 am
સરદાર સરોવર ડેમમાં 91.26 ટકા જળ સંગ્રહ થયો, 206 જળાશયો પૈકી 123 ડેમ હાઈ એલર્ટ ઉપર
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, માછીમારોને તા.૭ સપ્ટેમ્બરથી તા.૧૦મી સપ્ટેમ્બર સુધી દરમિયાન દરિયો નહી ખેડવા આઈ.એમ.ડી દ્વારા સૂચના અપાઈ છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમમાં ૯૧.૨૬ ટકા જળ સંગ્રહ થયો છે. જેમાં ૩૦૯૦૪૮ એમ.સી.એફ.ટી જેટલો જળ સંગ્રહ છે.
Sep 08, 2025 07:35 am
આજે આ જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સૌરાષ્ટ્ર, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં પવનની ગતિ 45થી 55 કિમી પ્રતિકલાક રહેશે.
Sep 08, 2025 07:35 am
ગુજરાતમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, વીજળીના કડાકા ભડાકા સાથે વરસી શકે છે મેઘો
આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો માછીમારોને આગામી 4 દિવસ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે.
Sep 08, 2025 07:25 am
મોરબીમાં બ્રાહ્મણી ડેમ 1 અને 2 છલોછલ ભરાયા
ડેમ-1માંથી 871 ક્યુસેક પાણીની આવક-જાવક, ડેમ ઓવરફ્લો થતાં હેઠવાસના ગામો અલર્ટ કરાયા, ગોલાસણ, પાંડાતીર્થ, સુંદરગઢ ગામને કરાયા અલર્ટ, ડેમ-1 ભરાઈ જતાં બ્રાહ્મણી-2માં પાણીની આવક.
Sep 08, 2025 07:19 am
આજથી વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થશે
બપોરે 12 વાગ્યાથી ચોમાસુ સત્રનો થશે પ્રારંભ, પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા સત્રનો થશે પ્રારંભ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન વિભાગના પ્રશ્નોની ચર્ચા, ગૃહ અને પંચાયત વિભાગના પ્રશ્નોની ચર્ચા થશે, રમતગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના પ્રશ્નોની ચર્ચા, પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખ રજૂ થશે, પૂર્વ CM વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાશે, પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાશે, અનુમતિ મળેલા વિધેયકો વિધાનસભાના મેજ પર મુકાશે, કામકાજ સલાહકાર સમિતિના અહેવાલ રજૂ થશે, GST સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં રજૂ થશે, ગુજરાત જન વિશ્વાસ જોગવાઈઓ વિધેયક રજૂ થશે.
Sep 08, 2025 07:18 am
ભરુચના જંબુસરમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન
MLA દેવકિશોર સ્વામીનો સહાય આપવા CMને પત્ર, મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી સહાયની કરી માગ, ભારે વરસાદને કારણે ખૂડૂતોને મોટુ નુકસાનઃ ધારાસભ્ય, તૈયાર પાક પાણીમાં ગરકાવ થતા નુકસાનઃ ધારાસભ્ય, વહેલી તકે સર્વે કરી સહાય આપવા ધારાસભ્યએ માગ કરી.
Sep 08, 2025 07:18 am
મહેસાણા જિલ્લામાં કલેક્ટરનો સ્કૂલોને આદેશ
મહેસાણા જિલ્લામાં સ્કૂલ, કોલેજમાં શૈક્ષણિકકાર્ય બંધ, જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડી બંધ રહેશે, હવામાન વિભાગની આગાહીને લઇને કરાયો નિર્ણય.
Sep 08, 2025 07:17 am
બનાસકાંઠામાં ભારે વરસાદને લઇને સ્કૂલો બંધ
જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડી બંધ, બનાસકાંઠા જિલ્લા કલેક્ટરનો સ્કૂલોને આદેશ, નાગરિકોને તકેદારી રાખવા તથા સુરક્ષિત રહેવા અપીલ.
Sep 08, 2025 07:17 am
ખેડા જિલ્લામા સંભવિત પૂરને લઇને સ્કૂલો બંધ
જિલ્લાની તમામ શાળાઓ, આંગણવાડી બંધ, ખેડા જિલ્લા કલેક્ટરનો સ્કૂલોને આદેશ, હવામાન ખાતાની આગાહીને લઇને કરાયો નિર્ણય.

ગરબાડા સ્થિત માધ્યમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ

બોડેલીમાં વર્ષાઋતુના આગમન સાથે તાડપત્રીનું ધૂમ વેચાણ શરૂ

પાદરા તા.ના શાણપુર ગામે સ્માર્ટ મીટર સ્થાપનની કામગીરી પૂર્ણ

શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાને 10 નવી શાળાની ભેટ મળી

ડીટવાસ પોલીસ સ્ટેશનનું DYSP દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું

લીમખેડાની હસ્તેશ્વર સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

Team Indiaએ ક્લીન સ્વીપ કરવાની સાથે બનાવ્યો રેકોર્ડ, 200 પ્લસ ટાર્ગેટમાં સૌથી મોટી જીત

Gurnoor Brarએ પહેલી ODI સિરીઝમાં રચ્યો ઈતિહાસ, દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ

Rohit Sharmaએ રચ્યો ઈતિહાસ, તોડ્યા ઘણા મોટા રેકોર્ડ્સ

વાંચો 21 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

ગરબાડા સ્થિત માધ્યમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ